________________
પરંતુ એક ફરજરૂપે ભાન કરાવતું આ સૃષ્ટિનું માહાભ્ય હિન્દુ જીવનદર્શનમાં પ્રસ્થાપિત અનેક સૃષ્ટિઓ પ્રત્યેના આદરભાવવાળા ઉત્કૃષ્ટ માનસને પ્રદર્શિત કરે છે. પ્રાર્થના મંત્રમાં ગવાયું છે કે,
"मूलतो ब्रह्मरुपाय मध्यतो विष्णुरूपिणे अग्रत: शिवरुपाय अश्वत्थाय नमोनमः ॥"
આ પ્રાર્થના મંત્રનો અર્થ એવો થાય છે કે વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં રૂદ્ર રહેલા છે. આ ત્રણે દેવોની કાર્ય-શક્તિઓ વૃક્ષમાં અદશ્યરૂપે સચવાઈ વૃક્ષના જીવનક્રમને વિકસાવે છે. અશ્વત્થ વૃક્ષનું નામ પાડી ગવાયેલી આ પ્રાર્થના હકીકતમાં તો નાના-મોટા સર્વ વૃક્ષ સમુદાયને સમાનપણે લાગુ પડે છે. વૃક્ષોના આ માહાભ્યને કારણે જીવનના અનેક પ્રસંગોમાં વૃક્ષોને પ્રાધાન્ય આપતા વિધિ-વિધાન હિન્દુ જીવન-દર્શનમાં સ્વીકારાયેલાં છે.
હવે આ દેવોની કાર્યશક્તિઓની વૃક્ષ પર થતી અસરોનું વિશ્લેષણ કરીએ.
સૌ જાણે છે કે વૃક્ષનું સર્જન મૂળ મારફતે જ થાય છે. સંસ્કૃતમાં કહેવત છે કે, “નાતિમૂનો તોશાવા’ વૃક્ષનું સર્જક પરિબળ તેના મૂળમાં જ સંગ્રહાયેલું છે. મૂળ આદાન ક્રિયાનું કામ કરે છે. આ ક્રિયા વિના ઉત્પત્તિ સંભવિત જ નથી. ઉત્પન્ન કરવાનું કાર્ય મૂળ પર નિર્ભર હોઈ તેના મૂળમાં બ્રહ્મા રહેલા છે એવો નિર્દેષ છે. જો બ્રહ્માની સર્જક શક્તિ મૂળમાં ન રહેલી હોય તો વૃક્ષની ઉત્પત્તિ અને સ્થિતિ સંભવે જ કેવી રીતે ? મૂળની આ શક્તિના સંદર્ભમાં જ કહેવાયું છે કે “મૂલતો ब्रह्मरुपाय'
મૂળ પછીનો વૃક્ષનો મધ્યભાગ થડ છે. વૃક્ષને ઉપયોગી તમામ જીવનરસો વૃક્ષની ટોચ સુધી પ્રસરાવી તેને પોષણ દ્વારા જીવતદાન આપવાનું કામ આ મધ્ય ભાગ જ કરે છે. સમગ્ર વૃક્ષના ચૈતન્યને ટકાવી રાખવાનું, તેના અસ્તિત્વને બલવત્તર બનાવવાનું તેમજ વિકાસની તકો પ્રદાન કરવાનું સામર્થ્ય પોષણકાર્ય વિના સિદ્ધ ન થઈ શકે. વૃક્ષની સમસ્ત સંપત્તિનો આધાર સ્તંભ આ ભાગ પર અવલંબતો હોઈ આ મધ્ય ભાગની કામગીરી ધ્યાનમાં રાખી કહેવાયું છે કે “મધ્યતો વિપિને'
હવે વૃક્ષના અંતિમ એવા અગ્રભાગની કામગીરીનું અવલોકન કરીયે. આ અગ્રભાગમાં શિવના અંગમાંથી સર્જાયેલી રુદ્રની સંહારક શક્તિ પણ પોતાની જવાબદારી એટલી જ સક્રિયતાપૂર્વક અદા કરે છે. આ અગ્રભાગમાં આવેલા પાંદડા, પુષ્પો અને ફળો તેના યથોચિત કાળે ખરી ખરીને નાશ પામતાં જ હોય છે. વૃક્ષના અગ્રભાગમાં વ્યાપ્ત આ સંહારક શક્તિ જ વૃક્ષની ચૈતન્યક્ષમતા અને સર્જકક્ષમતા ના કાર્યને મદદરૂપ થઈ પડે છે. આ વિસર્ગ બળને આધારે વૃક્ષ નવયૌવન અને નવસર્જનની ક્ષમતા સિદ્ધ કરી શકે છે. પુષ્પો, પાંદડા અને ફળો જો આ સંહારક શક્તિના યોગે વૃક્ષથી વિખુટા પડી નાશ ન પામતાં હોય તો તેના નવયૌવન અને
૯૪