________________
નવસર્જનની પ્રાકૃતિક ક્ષમતા મળે જ ક્યાંથી ?
વાસ્તવિક સત્ય એ છે કે આ સંહારનું તત્ત્વ વિનાશ માટે નહીં પણ વિકાસ માટે ઉપકારક છે એવું પ્રતિપાદન આ સંહારક શક્તિ સિદ્ધ કરે છે. ઘણા, વિવેચકો આ સંહારક શક્તિના તત્ત્વને કારણે રુદ્રને એક અમંગળ દેવ ગણે છે પરન્તુ વૃક્ષના આ ઉદાહરણથી સિદ્ધ થાય છે કે સંહારક શક્તિ અમંગળ ઉત્પાદક તરીકે નહીં પણ મંગળપ્રદ અર્થ સિદ્ધિ માટે જ પ્રયોજાયેલી છે. આ સંહારક શક્તિને કારણે તમામ સજીવ સૃષ્ટિઓની અજરતા-અમરતા યથાવત યૌવન ટકાવી શકે છે. માટે વૃક્ષના અગ્રભાગમાં દેવોના પણ મહાદેવ શિવનું મંગળકારી સ્વરૂપ બિરાજમાન છે. તેથી કહેવાયું છે કે, ‘અગ્રત: શિવરુપાય'
મૂળથી લઈ ટોચ સુધીના વૃક્ષના તમામ અવયવો મનુષ્ય માટે એટલા બધા ઉપકારક છે કે જેનો મહિમા વર્ણનાતીત છે. આ વૃક્ષો મનુષ્યના સમતોલ આહાર માટેના છ એ છ રસોનું ઉત્પાદન કરે છે. તેનાં મૂળ, છાલ, પાંદડા, પુષ્પો, ફળો અને લાકડાસહિત તમામ અંગોની ઉપયોગિતા તો જગપ્રસિદ્ધ હકીકત છે. પુષ્પોમાંથી રસ ગ્રહણ કરી મધમાંખીઓ મધપુડા તૈયાર કરે છે. થડોમાંથી ઝરતા રસો આપણને ગુંદર આપે છે. વૃક્ષ-વનસ્પતિ સૃષ્ટિમાંથી જ આપણા વસ્ત્રો બને છે. મનુષ્યની લગભગ સો ટકા જરૂરિયાતોનો કાચો કે પાકો પુરવઠો આ સૃષ્ટિમાંથી જ મળે છે. લોહ, સુવર્ણ અને તમામ ધાતુઓના જીવન્ત રસો પણ તેની પેદાશોમાંથી ખોરાકરૂપે આપણા શરીરને મળે છે. શરીરને બળ, આરોગ્ય અને આયુષ્યની વૃદ્ધિ માટે આ સૃષ્ટિનો ફાળો અજોડ છે.
આહારના સર્વોત્તમ પદાર્થોની ભેટ તે મનુષ્યને બક્ષે છે. શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા માટે યોગ્ય રસ-રસાયણોનું સર્જન કરી દ્રવ્યોરૂપે આપણને કુદરતી ભેટ પ્રદાન કરે છે. રોગ નિવારણના ઔષધો તૈયાર કરી મનુષ્યને જીવતદાન પણ આપે છે.
સૂર્યના પ્રખર તાપના કિરણો સ્વયં ઝીલી ધરતી અને તેના બાલુડાઓને આલ્હાદક શીતળતા આપે છે. આકાશમાંના મેઘ સમુદાયને આકર્ષી ધરતીને શુદ્ધ જલપાનથી તૃપ્ત કરવાનું તેમજ મેઘની પ્રચંડ ધારાઓથી ધરતીના થતા ધોવાણને અટકાવવાનું બેવડું કાર્ય આ સૃષ્ટિ બજાવે છે.
આ વૃક્ષો-વનસ્પતિની સૃષ્ટિ ધરતી અને તેના પરના જીવોને સજીવ શક્તિનું દાન પણ પ્રદાન કરે છે. તે પોષણ કુદરત પાસેથી મેળવે છે પણ પ્રદાન જીવસૃષ્ટિને કરે છે. જીવસૃષ્ટિ તેને આપતી કશું જ નથી ફકત લીધે જ કરવાનું લ્હેણું બતાવે છે. ઘણા વિસ્તારોમાં કે જ્યાં ધરતી લૂખી બની સૂકી રેતના ઢગલાઓ સર્જે છે તેનું કારણ આ સૃષ્ટિની અનુપસ્થિતિ જ વરતાય છે. એવા અનેક દશ્યો હાલના યુગમાં જોવા મળે છે કે મનુષ્ય પોતાની મન કલ્પિત સુખ-સુવિધાઓ ખાતર આ સૃષ્ટિનો કચ્ચરઘાણ કાઢી ધરતીને નાગી-પૂગી બનાવી છે અને તેના પર સીમેન્ટ કોંક્રિટના
૯૫