________________
પ્રશ્ન કર્યો કે આમ કેમ? મુનિઓની ઉત્સુક્તા જાણી સુતપુરાણીએ સમગ્ર ઇતિહાસ કહ્યો.
સ્વાયંભૂ મનુના પૂર્વ હિરણ્યા નામે એક બળવાન અસુર હતો. બળના ગર્વથી છકેલા આ અસુરે દેવોનો પરાજય કરી ઇન્દ્રાસન કબજે લેવા ઇન્દ્ર પર ચઢાઈ કરી. યુદ્ધમાં દેવો હારી ગયા. હિરણ્યાક્ષે ઇન્દ્રાસન કબજે કર્યું. દેવો ગભરાઈ જઈ કંદરાઓમાં લપાઈ ગયા. ઇન્દ્ર પણ લપાતો-છુપાતો ઉપાય સોચવા લાગ્યો. તેણે મહાદેવનું શરણ લીધું. ઉગ્ર તપ આદર્યું. ઇન્દ્રના તપથી મહાદેવ પ્રસન્ન થઈ એક પાડાના સ્વરૂપે તેની સમક્ષ ઉપસ્થિત થયા. મહાદેવે ઇન્દ્રને તપનું કારણ પુછ્યું. ઇન્દ્ર હિરણ્યાક્ષ વિગેરે અસુરોથી થયેલી દુર્દશાનો ચિતાર રજુ કર્યો. અને તેના નાશ માટે પ્રાર્થના કરી. ઇન્દ્રના મનોરથ પૂર્ણ કરવા મહાદેવજીએ એ જ સ્વરૂપમાં આ અસુરને હણવા અસુરની ભૂમિપર ચઢાઈ કરી. પાડાના વિકરળ રૂપમાં શીંગડાના બળે તેમણે હિરણ્યાક્ષ અને તેના સાથીઓને ચીરી મારી નાંખ્યા. અસુરના ત્રાસથી આ ભૂમિને મુક્ત કરી અને ઇન્દ્રને પુન: ઇન્દ્રાસન અપાવ્યું. કાર્ય પૂર્ણ થયે મહાદેવજી પુન: હિમાલયમાં જવા તૈયાર થયા.
ઇન્દ્ર મહાદેવજીની સ્તુતિ કરતાં કહ્યું કે આપ ત્રિલોકના રક્ષણકર્તા છો. ત્રિલોકના રક્ષણ માટે આપ આ ભૂમિ પર પણ નિવાસ કરો તો ત્રિલોકનું યથેષ્ટ રક્ષણ સચવાશે. હું સ્વર્ગમાંથી પ્રતિદિન આવી આપનું પુજન કરીશ. ઇન્દ્ર મહાદેવજીની ઇચ્છાથી અહીં મહાદેવજીની બાણ-સ્વરૂપે સ્થાપના કરી. ઇન્દ્રની ઇચ્છાને પૂર્ણ કરવા શિયાળાના ચાર મહિના આ ભૂમિ પર વસવા સામ્બ-સદાશીવે સંમતિ દર્શાવી. આ ઇતિહાસને કારણે શ્રીસ્થલ એક મહાલય તીર્થ તરીકે પ્રાચીનતમ સમયથી સુવિખ્યાત છે.
શ્રીહરિ તેમજ રૂદ્રદેવના નિવાસને કારણે આ ભૂમિએ એક સર્વોત્તમ તીર્થનું સ્થાન લીધેલું છે. પ્રાચી સરસ્વતી પણ આ ભૂમિને પોતાના પાવન જળથી પખાળતી આગળ વધે છે. શ્રી અને શ્રીહરિના નિવાસને કારણે શ્રીસ્થલની શોભા વર્ણનાનિત બની. ઘટાદાર સુંદર વૃક્ષો અને પ્રાકૃતિક સૌંદર્યની સજાવટથી ધરતી પ્રફુલ્લિત થઈ ઊઠી. છએ રૂતુઓ પોતાના મનોહર સ્વરૂપો સાથે અહીં દર્શન દેવા લાગી. સૂર્ય અને ચન્દ્ર સોળે કળાઓ સાથે પ્રકાશમાન બન્યા.
મેઘા, પ્રજ્ઞા, સ્મૃતિ, કાંતિ, મતિ અને બુદ્ધિ તેમજ પરાવાણી જેવા સરસ્વતીના રસોથી ધરતી પલ્લવિત થઈ ઊઠી. વેદજ્ઞાનના જ્ઞાતા બ્રાહ્મણોની આ ભૂમિ તપોભૂમિ બની. મંદિરોમાં વેદમંત્રો ગુંજવા લાગ્યા. વિવિધ વ્રતો પણ મનુષ્યદેહોનો અવતાર લઈ શ્રીસ્થલને શોભાવા લાગ્યા..
સરસ્વતીના જલ સેવનથી ધરતી તૃપ્ત બની ફળ-ફુલો અને પોષણ કણોમાં જ્ઞાનનું અમૃત સિંચવા લાગી. ભગમન શ્રીહરિ કે જેઓ બ્રાહ્મણોના મુખે વસેલા
()