________________
એક સમયે રાત્રે એક દુ:સ્વપ્નના પરિણામે દધિચિનું વીર્ય સ્ખલન થઈ ગયું. આંખ ખૂલી ગઈ. સફાળા જાગૃત થઈ દધિચિએ સ્નાન કરી લીધું. વીર્યસ્રાવથી ખરડાયેલો લંગોટ ધોવા માટે છોડી દઈ દધિચિ પશ્ચાતાપ કરતા કરતા પુન: નિદ્રાધીન
થયા.
સવાર પડતાં આશ્રમની પરિચારિકા સુભદ્રાએ વસ્ત્રો ધોવાના ઉદેશ્યથી લંગોટ ધોવા માટે લીધો. લંગોટના સ્પર્શથી દધિચિના વીર્યકણો શુભદ્રાના શરીરમાં પ્રવેશ્યાં. સમય વિત્યા પછી સુભદ્રાને પોતે સગર્ભા હોવાનું ભાન થયું. આવી નિંઘ પરિસ્થિતિમાં મુકાવાને કારણે ક્ષોભ, શરમ અને ક્રોધથી સુભદ્રા અકળાઈ ઊઠી તે મનોમન વિચારવા લાગી કે મેં જાણે અજાણે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું નથી તો પછી કોના દુષ્કૃત્યથી મને આ પરિણામ મળ્યું ?
ક્રોધના ઉભરામાં આવી તેણે શાપ આપી દીધો કે જે કોઈના દુષ્કૃત્યે મને આ ફળ ચખાડ્યું છે તે પંચત્વ પામે. ગર્ભ અવતરિત થતાં તેણે શરમ અને સંકોચથી બાળકને એક પીપળાના વૃક્ષને આશ્રયે છોડી દીધો. બાળકનો ઉછેર પીપળાના આશ્ચયે થવાથી બાળકનું નામ પિપ્લાદ પાડવામાં આવ્યું. બાળકને સુભદ્રાએ આશ્રમમાં લાવી ઉછેરી મોટો કર્યો.
દેવાસુર સંગ્રામ પુન: શરૂ થતાં ઇન્દ્રને શસ્ત્રોની જરૂર પડી. ઇન્દ્રાદિ દેવો દધિચિના નિવાસે જઈ પહોંચ્યા તો ખબર પડી કે દિધિચ તો યાત્રાએ નીકળેલા છે. દિધિચને શોધતાં શોધતાં તેઓ હિમાલયમાં ચન્દ્રભાગાના કિનારે આવેલા આશ્રમમાં આવી પહોંચ્યા.
દેવોએ પોતાના શસ્ત્રોની માંગણી કરી દધિચિએ આશ્રમમાં નિર્વીય હાલતમાં છોડેલા શસ્ત્રોની વિગત કહી. દધિચિની વાત સાંભળી ઇન્દ્રાદિ દેવો ખૂબ દુ:ખી અને ચિંતીત બન્યા. હવે આ નિર્વીય શસ્ત્રોનો ઉપયોગ શું ? તેના વડે યુદ્ધ જીતાય જ કેવી રીતે ? દિચિએ દેવોની મનોવ્યથા સમજી લઈ એવા જ ઘાટના નવીન શસ્ત્રો તૈયાર કરી આપવાની વાત કરી. દધિચિના આ પ્રસ્તાવના પ્રત્યુત્તરમાં જૂના શસ્ત્રોને રૂદ્રના સન્નિહિત તેજનું જે બળ હતું તે હવે આ નવાં શસ્ત્રોમાં કેમકરી દાખલ કરી શકાય તેની ચિંતા ઇન્દ્રે વ્યક્ત કરી.
દધિચિ ઉપસ્થિત પરિસ્થિતિને પામી ગયા. તેમણે ઇન્દ્રને કહ્યું કે આ શસ્ત્રોના વીર્યનું પાણી મારા શરીરના અસ્થિયોમાં પચી ગયું છે. મારા અસ્થિયોનું દાન દેવા હું તૈયાર છું. મારા અસ્થિયોમાંથી શસ્ત્રો બનાવી તમે વિજય મેળવો. દધિચિએ સ્વયં સમાધિસ્થ બની પ્રાણને દેહથી અલગ કરી દીધો. દિધિચએ પરોપકાર માટે પ્રાણાર્પણનો એક અમર ઇતિહાસ સર્જ્યો. દધિચિએ જીવનનો મર્મ સાર્થક કર્યો. परोपकारायमिदं शरिरं..... दधिचि
દધિચિના દેહત્યાગ પછી લોહી, માંસ, મજ્જા વગેરેથી ખરડાયેલ અસ્થિયોને સાફ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. સ્વર્ગના રાજા ઇન્દ્રે સ્વર્ગમાંથી ગૌમાતાઓને બોલાવી તેમને આ કામ સોંપ્યું. ગૌતામાઓએ ઇન્દ્રના કહેવાથી પોતાની કરકરી જીભ વડે અસ્થિયો સાફ કરી આપ્યાં. દેવોનું કાર્ય તો પત્યું પણ બ્રહ્માની પુત્રી