________________
એક અભ્યાસ પૂર્ણ પ્રદાન :
શ્રીસ્થલ અને સરસ્વતી તીર્થ વિષય પરત્વે એક અભ્યાસપૂર્ણ હસ્તપ્રત પુસ્તિકા અવલોકન માટે વાંચવાનો અવસર મળ્યો, તેમાં સરસ્વતીની ઉત્પત્તિ કથા, તેના માર્ગ, માર્ગ ઉપરનાં તીર્થો તેમજ તીર્થોના પ્રાચીન ઇતિહાસ સંબંધે લોકભોગ્ય ભાષામાં રસપ્રદ વિવેચનાત્મક માહિતી ઉપલબ્ધ છે. શ્રીસ્થલ અર્થાત્ સિદ્ધપુરની પ્રાચીન મહિમાથી લઈ અર્વાચીન પ્રતિભાની ઝાંખી કરાવે એવું આબેહૂબ દર્શન તેમાં વર્ણવેલ છે.
સાથોસાથ તેમાં હિન્દુજીવનદર્શનની અવધારણાઓ સંબંધિત ઘણા મુદ્દાઓને ધ્યાનમાં લાવવાનો પ્રયાસ કરાયેલો છે. આ વિષયોનું વિવેચનાત્મક વર્ણન પણ પ્રતિભાશાળી ભાષા સાથે પ્રતિભાસિત દેખાય છે. ઇતિહાસના દૃષ્ટાંતો તેમજ માહિતી ૫૨ વિવેચનાત્મક શૈલીથી લખાયેલા લેખો મન પર આ દેશની પ્રાચીન સંસ્કૃતિના વિચારોની છાપ દૃઢ બનાવે છે.
જો કે આ પુસ્તકમાં વર્ણવાયેલી ઘટનાઓ હજારો વર્ષ પૂર્વેના સમાજની શ્રદ્ધાઓ, આસ્થાઓ અને માન્યતાઓની ઝાંખી રૂપે છે પરંતુ તેની ભાવાત્મક છાયા તો આજે પણ વર્તમાન સમાજના અંત:કરણમાં પ્રતિબિમ્બીત છે. આજનું સામાજિક જીવન પણ એ જ, ભાવનાઓનો રણકો પ્રતિધ્વનિત કરે છે.
પુસ્તકના અપથી ઇતિ સુધીના અધ્યયનથી એક વાતની પ્રતીતિ થાય. છે; તે એ બતાવે છે કે ભલે સમય બદલાઈ ગયો છે, સમાજનાં મહોરાં બદલાઈ ગયેલાં છે, પ્રાકૃતિક પરિસ્થિતિઓ પણ પલટાઈ ગયેલી છે, પરંતુ જે અવધારણાઓ હજારો વર્ષ પૂર્વેના સમાજજીવનમાં અવસ્થિત હતી તે તો આજે પણ યથાવત અવશિષ્ટ છે. આ પુસ્તિકા એ વાતનું સ્મરણ કરાવે છે, કે સૃષ્ટિનું સ્વરૂપ ભલે ચિંરજીવ ન રહી શકતું હોય પણ સૃષ્ટિનું મુળ તત્ત્વ તેમજ સંસ્કૃતિ ચિરંજીવ રહી શકે છે.
અવતારવાદની અવધારણા સંબંધે લેખકનું ચિંતન સ્વયં સ્પષ્ટ કરે છે, કે અવતાર કદાપિ કાળ અબાધિત સ્થિરત્વ પામી શકતો નથી. તે તેનો સ્વભાવ પણ નથી. સૃષ્ટિ રચનાના નિયમથી તે સુસંગત પણ નથી. સૃષ્ટિકર્તા સ્વયં ઈશ્વરના અવતારો પણ કાળ મર્યાદાના અધીનમાં જ યોજાતા હોય છે. અવતાર ગમે તે દેહનો હોય પણ સ્થૂલ શરીર કાળચક્રથી પ્રભાવિત બની નાશવંત રહે છે. અવતાર ચિરંજીવ હોઈ શકે પણ સદા કાળ ચિરસ્થાયિત્વ પ્રાપ્ત કરી શકે નહીં.
ઐશ્વરીય શક્તિઓનો અભ્યાસ લેખ પણ પર્યાવરણના ઘણા મુદ્દાઓ સાથે ઐશ્વરીય શક્તિઓનો તાત્વિક ઘટસ્ફોટ કરે છે. સમગ્ર વિશ્વના પદાર્થોનું સંચાલન બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની કાર્યશક્તિઓ દ્વારા કેવી રીતે સંચાલિત થઈ રહ્યું છે તેનું અર્થપૂર્ણ સમાધાન આ લેખમાં પ્રસ્તુત છે. વિશ્વની પર્યાવરણીય શક્તિઓનું સુંદર આકલન ધર્મને નજર સમક્ષ રાખીને જે રીતે રજુ કરવામાં આવેલું છે તે લેખકની