________________
મુહર્ત ભગવાન શ્રીહરિ દેવહૂતિની કુખે અવતરિત થયા. દેવોએ દુંદુભિયોના મધુર ઘોષથી હર્ષોલ્લાસ પ્રકટ કર્યો. શ્રીહરિએ કપિલ નામ ધારણ કર્યું. કપિલ વયસ્ક બન્યા એટલે કદમ તપ માટે વનમાં જતા રહ્યા. કપિલને પણ ઉપાસના માટે વનમાં જવું હતું. પરંતુ માતા પ્રત્યેના ઉત્તરદાયિત્વે તેમને રોકી દીધા. જેણે જન્મ આપ્યો. ઉછેર માટે કષ્ટો સહ્યાં. પુત્રને જોતાં જ જેનું હૈયું આનંદના મહાસાગરમાં હિલોરે ચડે છે, એવી માતાને આજ્ઞા વિના ત્યજાય કેવી રીતે ? કપિલ જાણતા હતા કે માતાની સેવા જે ફળ આપે છે તે ફળ આપવાનું સામર્થ્ય કોઈપણ દૈવી-શક્તિઓમાં નથી. માતાના અંત:કરણને ઠારવાથી જે આર્શીવાદ મળે છે તેવા શ્રેયસ્કર આર્શીવાદ કોઈપણ સંત-મહાત્મા પણ આપી શકે તેમ નથી. સંસારને સર્વોત્તમ બનાવવાની રચના માટે કપિલે લખ્યું છે. “પુત્ર માતા-પિતાને અધીન હોવો જોઈએ, પત્ની પતિને અધીન હોવી જોઈ. કનિષ્ઠ ભાઈ યેષ્ઠને અધીન જોઈએ. મનુષ્ય દેવ અને ગુરૂને અધીન રહેવો જોઈએ અને સમાજ આદર્શોને અધીન હોવો જોઈએ."
આ બ્રહ્માંડનું દર્શન કરાવનાર કેવલ માતા છે. પુત્ર રાખે કે ન રાખે પણ પુત્ર સાથેના મમત્વનું બંધન માતાના પ્રેમનું પ્રતિક છે. દેવહૂતિને પણ દેવ જેવા પુત્ર સાથે મમતાની ગાંઠ, એટલી બધી ગંઠાઈ ગયેલી હતી કે પુત્રના વન-ગમનની વાત કાને સાંભળવા પણ તે તૈયાર ન હતી. કપિલને માતાના મનમાં રહેલી આ મમત્વની ગાંઠને સમજતાં વાર ન લાગી. માતાને મોક્ષના અધિકારી બનાવવા માટે સર્વપ્રથમ માતાને જ મોક્ષના સાધનરૂપ જ્ઞાનના છાંટણા છાંટવા કપિલ શરૂ કર્યા.
સમસ્ત સંસારને સાંખ્ય તત્ત્વના જ્ઞાનનું ઉદ્ધોધન કરનાર કપિલે તેનો પ્રથમ પ્રયોગ માતા ઉપર જ કર્યો. મોક્ષ અને બંધનનું સ્પષ્ટ જ્ઞાન સરલ શબ્દોમાં કપિલ ધીરે ધીરે માતાને સમજાવ્યું. વિષયોની વિષય-વાસના અને મમત્વના ચક્કરમાં જીવ જ્યારે ચકરાવે ચડે છે; ત્યારે જન્મ-મરણના ભવબંધનમાં જકડાતો જાય છે. એ જ જીવ આ દશ્ય જગતના આધારરૂપ બ્રહ્મ-ચૈતન્યના વિચારોના રસપાનમાં જ્યારે રૂચિ ધરાવતો થાય છે. ત્યારે વેદાંત પઠન-શ્રવણ અને નિદિધ્યાસન દ્વારા વિષય-વાસના અને મમત્વના બંધનોથી મુક્ત થવા લાગે છે.
કપિલ સાથેના સત્સંગથી દેવહૂતિને સમજાયું કે વારંવાર જન્મ-મરણના ફેરામાં ન ફસાવું હોય તો વાસનાઓ અને મમત્વના બંધનોથી મનને મુક્ત કરવું જ પડશે.
જ્યાં સુધી દેહ અને પ્રાણનો સંબંધ છે ત્યાં સુધી દેહના કેવળ રક્ષણ માટે જ ભોગ એ સિદ્ધાન્તને અપનાવવો પડશે. સંકલ્પ-વિકલ્પ વિના અનાયાસ પ્રાપ્ય ભોગોને
3o