________________
વર્ષો પહેલાં પાટણ નજીક સરસ્વતીના જળ માટે એક બંધ બંધાયો હતો. તે સમય હતો કે જ્યારે સરસ્વતી અંબિકા વનથી કચ્છ સુધી સતત વહન કરતી હતી. ચોમાસાની ઋતુમાં તો સરસ્વતીનું સ્વરૂપ એક વિરાટ ઘૂઘવતા સાગરની યાદ આપતું હતું. આ જળને નાથવા આ બંધનો વિચાર એવી રીતે હાથ ધરાયો હતો કે જેથી શ્રીસ્થળના સરસ્વતી માહાભ્યને બંધ અવરોધરૂપ ન બને. આ પરિસ્થિતિને પરિણામે આ પટની સરસ્વતી આ વિસ્તારનાં ભૂગર્ભ જળોને પણ છેક ઉપલા સ્તરે અક્ષય જળ આપવામાં સહાયભૂત બનતી.
આ સમગ્ર વિસ્તાર સરસ્વતીનાં જળ તેમજ ભૂગર્ભ જળોની દષ્ટિએ અત્યંત સમૃદ્ધ મનાતો હતો. સરસ્વતીના વહેણની આજુબાજુની ધરતી પણ પાણીથી લદબદ રહેતી. હરિયાળી રહેતી. પશુ-પંખીઓને ઘાસચારા અને જળ માટે તે વરદાનરૂપ રહેતી. સરસ્વતીનાં જળ ધર્મભાવનાને બળવત્તર બનાવતાં, હજારો ગાઉ દૂરથી શ્રદ્ધાળુઓ સ્નાન-દાનનો લાભ લેતા.
મોક્ષેશ્વર બંધના નિર્માણથી આ ચિત્ર ધુળમાં રગદોળાઈ ગયું છે. સમગ્ર વિસ્તાર મરપ્રદેશની જેમ ભીષણ દુરાવસ્થાની ચપેટમાં લપટાઈ ગયો છે. પાણી માટે વિઠ્ઠલ પશુપંખીઓ તડફડતાં તડફડતાં મોતને ભેટે છે. વેરાન પ્રદેશના હવામાનમાં આ વિસ્તાર પલટી ખાઈ ગયો છે.
જ્યાં હાથવેંત ખોદતાં પાણી મળતું ત્યાંના ધાર્મિક સ્થાન બિન્દુ સરોવર અને અલ્પાસરોવર પાણી વિનાના હવાડા જેવા દેખાઈ રહ્યા છે. ટૂંકમાં સમાજજીવનની ધાર્મિક આસ્થાઓ અને શ્રદ્ધાઓનો ભાવાત્મક પ્રશ્ન પણ મોક્ષેશ્વર બંધના જળમાં ડચકા ખાઈ રહેલો દેખાય છે.
સ્થળ-સંકેત પરિશિષ્ટ 1. ઉર્વગ :- પુરાણ ગ્રંથોમાં આ સ્થળને સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન બતાવેલું છે. હિમાલયમાં બદ્રીનારાયણથી ઉપર ઉત્તર-પશ્ચિમમાં આ સ્થાન આવેલું છે એવાં વર્ણન મળે છે. ઉત્તર પ્રદેશ ટૂરીસ્ટ ડે. કો. દ્વારા પ્રકાશિત માનચિત્રમાં આ સ્થાન નિર્દોષ પુરાણ કથનની પુષ્ટિ કરે છે.
2. કેદારનાથ:- બદ્રીનારાયણથી સમાંતરે બેંતાલીસ કિ.મી. દૂર આ યાત્રાધામ આવેલું છે. અહીં સરસ્વતી વહે છે.
૩. સુગંધતીર્થ :- પુરાણ શબ્દચિત્ર અનુસાર કેદારથી દક્ષિણે આ સ્થાન આવેલું છે. પુરાણનાં વર્ણન પ્રમાણે અહીં સરસ્વતી એક કુંડમાં પ્રકટ છે. હાલના નકશામાં કેદારથી દક્ષિણમાં ગૌરિફંડ બતાવેલ છે. આ ગૌરીકુંડ એજ પુરાણોમાં વર્ણનમાં વપરાયેલ સુગંધતીર્થ કૂપ હોય તેવા સંકેત મળે છે.
4. ભૂતીશ્વર :- પુરાણ વર્ણન પ્રમાણે સુગંધતીર્થથી દક્ષિણ-પશ્ચિમમાં આ સ્થળ આવેલ છે. હાલના નકશામાં તે સ્થાન ત્રિજુગનીનાથ તરીકે ઓળખાય છે. નામ ભલે જુદા પડતાં હોય પણ આ બંને નામો ધરાવતા સ્થાનનો મહિમા એક સમાન
૫૩