________________
મોદકનું નૈવેદ્ય ધરાવી પ્રસાદરૂપે અંતરાત્માની પ્રસન્નતા વહોરવાનું નૈવેદ્ય એક સાધન છે. એવો એક પ્રાચીન ખ્યાલ છે કે દેવને ધરાવેલ નૈવેદ્ય પ્રસાદ ગણાય છે અને તે પ્રસાદનો સર્વાધિકાર દેવનો હોઈ પ્રસાદ વિતરણ પણ એક પુણ્ય કર્મના ભાગરૂપે છે.
સંકટતાશન ગણેશરતોત્ર (દ્વાદશ તામયુક્ત)
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિના .કું। ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થસિદ્ધયે ॥1॥ પ્રથમં વક્રતુંડં ચ એકદન્ત દ્વિતીયકમ્ । તૃતીયં કૃષ્ણપીંગાક્ષં ગજવત્રં ચતુર્થકમ્ ॥2॥ લમ્બોદરં પંચમં ચ ષષ્ઠે વિકટમેવચ । સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટમમ્ II3II નવમં ભાલચન્દ્ર ચ દશમં તુ વિનાયકમ્ । એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ||4|| દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસન્ગ્વે ય: પઠેન્નર: ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરું પરમ્ IIII વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થીલભતે ધનં પુત્રાર્થી લભતે પુત્રાન્બોક્ષાર્થી લભતે ગતિમ II6II જપેત ગણપતિસ્તોત્રં બિભર્માસૈ: ફલં લભેત, સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે નાત્ર સંશય:॥7॥ અષ્ટાનાં બ્રાહ્મણાનાં લિખિત્વા યે સમર્પયેત્, તસ્ય વિદ્યા ભવેત્સર્વ ગણેશસ્ય પ્રસાદત: ।।8।।
૫૬. તપ એટલે શું - મોક્ષ એટલે શું બંધન કર્યું ?
-
વિશ્વની તમામ પ્રજાઓના જીવનદર્શનોમાં હિન્દુ જીવનદર્શન સર્વોત્તમ સ્વીકારાયેલું છે. હિન્દુ જીવન-દર્શનનાં મુલ્યો કાળ અબાધિત છે. તેથી તે ધર્મ (ફરજ)ને સનાતન ધર્મ કહેવામાં આવે છે. આ સનાતન મુલ્યોને આચરણમાં ઉતારી આ સંસ્કૃતિને પણ સનાતન બનાવવાની જવાબદારી આપણી આ પેઢીમાં બાળકો, યુવાનો, પ્રૌઢો, કુમારિકાઓ, બહેનો અને માતાઓને શિરે આવે છે.
1. જેમ ઘરના રસોડામાં અન્ન રંધાય છે પણ તે બધા સમાન પણે નહીં પણ પોત પોતાની શક્તિના અનુપાતમાં તેનું સેવન કરે છે. ધર્મ પણ પ્રત્યેકને પોતાની શક્તિના અનુપાતમાં સેવન કરવાનો વિષય છે.
૬૨