________________
સદવિચાર :- જીવની વાક્ય માનવું. મરણ પછી તમામ વાર્ષિક શ્રાદ્ધ, બ્રહ્મભોજન, અને ગયા ક્ષેત્રમાં પિંડદાન કરવું. આ ત્રણ કાર્યોથી પુત્રપણું સાર્થક બને છે. ત્વષ્ટા ઋષિ (દવિભગવત) कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवती ॥
- આદ્ય શંકરાચાર્ય ૮૬. સદવિચારનાં મોતી 1. ખોરાકથી શરીર અને વાંચનથી (દર્શન) મન ઘડાય છે. સાત્ત્વિક આહાર સત્ત્વગુણ પ્રકટાવે છે. શ્રેષ્ઠ વાંચન શ્રેષ્ઠ મન સર્જે છે. 2. શરીર વડેના પાપકર્મોથી જડ સૃષ્ટિમાં અવતાર થાય છે. વાણીના પાપથી પશુ-પક્ષી સર્ગમાં અવતાર મળે છે. માનસિક પાપથી અધમ માનવનો અવતાર થાય છે. 3. પરસ્પર મળતી વખતે “જયશ્રીકૃષ્ણ” બોલીએ છીએ. પ્રાચીન સમયમાં વેદવાક્યોનો ઉપયોગ થતો. ઉરુ ૧ વેદ પણ ઓળખાતો. ઋગ્વદી : પ્રજ્ઞાન બ્રહ્મ, યજુર્વેદી : અહં બ્રદ મિવેદી : તત્ત્વમસિ. અથર્વવેદી : અયમાત્મા બ્રહ્મ.
4. આચરણથી કુળ, ભોજનથી શરીર, વાર્તાલાપથી વાણી, નેત્રથી સ્નેહ ચેષ્ટાથી ચરિત્ર, અને મુખમંડળના હાવભાવથી મનની સ્થિતિ માપી શકાય છે. આકૃતિં ગુણાનાં કથયેત્
5. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. માટે પ્રાણ (જીવ)નું ઘડતર શાસ્ત્રોક્ત માર્ગે જ કરો.
6. સારી ટેવ જ મનુષ્યને મનુષ્યમાંથી દેવ બનાવે છે. 7. નિષિદ્ધ કર્મોના ત્યાગથી નિષિદ્ધ મન બનતું અટકે છે. 8. વ્રત પાલનથી વૃત્તિ અને શરીર બંને સમતોલ ઉત્કર્ષને વરશે.
9. દર્શન, શ્રવણ અને કિર્તન સંસ્કાર નિર્માણ થવાનાં સાધનો છે. એવું જોવાશે અને વંચાશે તેનો જ સંગ મનને સ્પર્શશે. સાંભળવામાં આવનાર વિષયો અને વાર્તાલાપ (કીર્તન) પણ મનના ઘડતરમાં સંસ્કાર પ્રદાન કરે છે.
10. વાત, પિત્ત અને કફના દોષ વ્યાધિ જન્માવે છે. 2જોગુણના સંસ્કારથી આધિ જન્મે છે. તેમજ નિંદ્ય-આચરણના કારણે ઉપાધિઓ આવી મળે છે.
11. ધાતુઓનું સમત્વપણું એજ યોગ છે. વિર્ષ એ રોગ છે. તેમજ પદાર્થોમાં આસક્તિ એજ ભોગનું લક્ષણ છે. મન આસક્તિ રહિત બને એજ મોકા છે.
12. જ્યારે આદાન ક્રિયા વધુ હોય અને પ્રદાન ન્યૂન હોય ત્યારે વિકાસ