________________
છે. જો આ અંતર ન હોય તો જોખમ સર્જાય.
શિક્ષકે આવું કોઈ અન્ય ઉદાહરણ શોધવા વિદ્યાર્થીઓને કહ્યું. પણ કોઈ બોલે કે ચાલે. બધા ચૂપચાપ. વર્ગના એક ખુણામાં પાટલી પર એક નાનો ટાબરીયો બેઠો હતો. તેણે જવાબ આપવા આંગળી ઊંચી કરી.
શાબાસ. શાબાસ, એક તો નીકળ્યો. બોલ, શિક્ષકે કહ્યું. તમામ વિદ્યાર્થીઓનું ધ્યાન તેના તરફ દોરાયું. ટાબરીયાએ કહ્યું કે સાહેબ જુઓ શિયાળામાં ઠંડી પડે છે ત્યારે આ દિવસ પણ સંકોચાઈ ટૂંકો થઈ જાય છે. જ્યારે ઉનાળામાં પાછી ગરમી પડે છે ત્યારે એક દિવસ કુલાઈ લાંબો થઈ જાય છે.
વિજ્ઞાન સાથે સંબંધિત ન હોવા છતાં ટાબરીયાની કુશાગ્ર બુદ્ધિમતા જોઈ શિક્ષક દંગ થઈ ગયા.
7. વિદ્યાબેનના પરિવારમાં ફક્ત ત્રણ જ સભ્યો હતાં. પતિ-પત્ની બે અને એક સાત વર્ષની નાની દીકરી. એક દિવસે બધાના ભાગમાં બે-બે વડાં આવે એવો દહીંવડાનો કાર્યક્રમ વિદ્યાબેને ગોઠવ્યો. ત્રણે સાથે જ જમતા. જમતાં પહેલાં દીકરી સુનિતાએ મમ્મી-પપ્પા સામે એક પ્રશ્ન મૂક્યો. પ્રશ્નનો જવાબ આપવાનો હતો જો જવાબ ન આપી શકે તો, તે બંનેના ભાગનાં વડાં સુનિતાએ ખાઈ જવાં. આવી શરત નક્કી થઈ.
બંનેએ કહ્યું કે બોલ તારો પ્રશ્ન શું છે ? સુનિતાએ કહ્યું કે આ દહીં વડામાં જે મીઠું નાંખેલું છે તે તો સ્વાદે ખારૂં દવ છે. તો પછી કોણે તેનું નામ મીઠું પાડ્યું. તે ખારું છે ને મીઠું કેમ ?
બાળકના એકાએક આવા અટપટા પ્રશ્નથી બંને મુંઝાઈ ગયા. ગમે તેમ સમજાવે પણ સ્પષ્ટ અને સચોટ ઉત્તર ન મળતા સુનિતા ના-ના જ કહે.
આખરે બંનેએ કંટાળી સુનિતાને કહ્યું કે બોલ તારો શો જવાબ છે. સુનિતાએ કહ્યું કે જુઓ. આ આમ તો છે ખારું. મહોમાં મૂકીએ તો ઘૂંકી દેવું પડે. ગળાથી નીચે પણ ન ઉતરે. પણ તેના વિના પણ રસોઈમાં મીઠાશ આવે જ નહીં. બધા મસાલા પડ્યા હોય પણ તેના વિનાની રસોઈ ગળે ઉતરે જ નહીં. રસોઈમાં મીઠાશ લાવવાનો તેનો ગુણ છે તેથી લોકો તેને મીઠું કહે છે.
બાળકની ચતુરાઈ જોઈ બંને ખુશ ખુશ થઈ ગયા પણ તેનાથી પણ વિશેષ ખુશી તો તેમને ત્યારે થઈ કે જ્યારે સુનિતાએ બધાંજ વડાં ખાઈ ન જતાં ફક્ત પોતાના ભાગના જ બે ખાવામાં સંતોષ માન્યો. સંતોષ એ પણ સ્વભાવની એક મીઠાસ જ છે. સંતોષની મીઠાશ અભુત આનંદ આપે છે. અન્યને પણ અપાવે
કહેવત છે ને કે “સંતોષી સદા સુખી.”
6. એક પરિવારમાં એક સંન્યાસી પધારેલા. સંન્યાસીએ ભગવાં વસ્ત્ર પહેરેલાં. બધાનાં વસ્ત્રોથી તેમનાં વસ્ત્રનો રંગ સાવ જુદો પડે. ભિક્ષાનું કામ પૂરા થયા પછી
૧૪૪