________________
કુટુંબના બધાજ મહારાજની આસપાસ વિંટળાઈ બેઠેલા. મહારાજ જ્ઞાનની ઘણીઘણી વાતો કહે. બધાંજ ધ્યાનથી સાંભળે. એક નાનો ટાબરીયો પણ બધું ધ્યાનથી સાંભળે. પણ તેની નજર તો મહારાજની ચાદર પર, બધાજ રંગો જોયેલા પણ આ રંગથી તે ખુશખુશ થઈ ગયેલો. કેવો સુંદર અને આકર્ષક રંગ ?
વાર્તાલાપ પૂરો થયો કે છોકરાએ તૂર્ત જ મહારાજને પૂછ્યું કે આ રંગ કયો ? મહારાજે કહ્યું કે બેટા આ ભગવો રંગ છે. દીકરાએ તૂર્તજ પાછું પૂછ્યું કે આપ આ રંગનાં કપડાં કેમ પહેરો છો ?
મહારાજે સમજાવતાં કહ્યું કે બેટા જેઓ સંન્યાસીઓ છે તેમને આ રંગના કપડાં પહેરવાનાં હોય છે. સન્યાસીઓના કપડાંનો રંગ ભગવો નક્કી થયેલ છે. છોકરાએ પાછું પૂછ્યું કે ભગવો જ કેમ ? છોકરાના આવા અણધાર્યા પ્રશ્નોના ઘણા ઘણા ઉત્તરો આપ્યા પણ તેને સંતોષ ન થયો. છેવટે મહારાજે કહ્યું કે બેટા તું કંઈ જાણે છે? બતાવ.
છોકરાએ કહ્યું કે મહારાજ આ રંગને ભગવો એટલા માટે કહે છે કે તેમાં ભગ સમાયેલું છે. ભગ એટલે તેજ. આ ભગ શબ્દ ઉપરથી જ ભગવાન શબ્દ બન્યો છે. ભગવાનને બધાજ નમે છે. જે તેજ ભગવાનમાં રહેલું છે તે તેને પામવા જે પ્રયત્નશીલ છે. જે પુરુષાર્થી છે તેના કપડાંનો રંગ ભગવો નક્કી થયેલ છે.
છોકરાની ચતુરાઈ અને જ્ઞાનદષ્ટિથી બધાંજ વિસ્મય પામ્યાં. દુનિયામાં મોહ એ તેજનું લક્ષણ નથી. નિર્મોહીપણામાં જ તેજ છુપાયેલું છે. આ
તમે આ બાળકને જાણો છો ? જો જાણતા હો તો પોસ્ટકાર્ડથી લેખકને જણાવશો.