________________
શ્રીગુરુજીએ કેવળ સંસાર જ નહીં પણ મોક્ષસાધન માટેની અંત:કરણની આકાંક્ષાઓને પણ છોડી દઈ નિષ્કામ પ્રેરણાથી સમાજને જ ઈશ્વરનું વ્યક્ત સ્વરૂપ સમજી સંઘના સામાજિક ઉત્થાનના યજ્ઞકાર્યમાં જોડાઈ ગયા હતા.
તેઓ સમયે-સમયે વાર્તા-વિનોદ કે વ્યાખ્યાનોમાં રાષ્ટ્રજીવનના પ્રાણપ્રશ્નો પ્રત્યેના પોતાના અંત:કરણને પ્રકટ કરતા હતા. તેમના આ સરળ રાષ્ટ્રીય માનસને સમજી ન શકનાર કેટલાક લોકો તેમને એક રાજકીય પુરુષ તરીકે પણ ચીતરતા. પરંતુ સરળ અને નિર્ભય વ્યક્તિત્વના પ્રતિક જેવા શ્રીગુરુજી પોતાના વિષે પ્રચલિત આ ખ્યાલના પ્રત્યુત્તરમાં માત્ર એટલું જ કહેતા કે રાજકીય ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરવાની મારી મનોકામના નથી. સંસદ સભ્ય થવું, પ્રધાન કે પ્રધાન મંત્રી બનવું, રાષ્ટ્રપતિ કે ગર્વનર અથવા વિદેશોમાં હાઈ કમિશ્નર થવું, આ બધી જ લાલસાઓથી હું મુક્ત છું.
રાજકીય કે સામાજિક પદોન્નતિની મહત્ત્વાકાંક્ષાઓની સ્પર્ધામાં ક્યાંય હું સંકળાયેલ નથી. હું આવા ઉમેદવારોની પંક્તિ બહારનો વ્યક્તિ છું. પરંતુ એ વાત સાચી છે કે રાષ્ટ્રજીવનને સ્પર્શતા પ્રાણપ્રશ્નો ૫૨ હું મારું અંત:કરણ બીડવામાં અધર્મ સમજું છું. રાષ્ટ્રજીવનના પ્રાણપ્રશ્નો પર અંત:કરણનો મત બનાવવો અને તે વ્યક્ત કરવો તે એક રાષ્ટ્રીય નાગરિક તરીકેના મારા કર્તવ્યને જ હું અદા કરું છું. હું માનું છું કે સંત હોય કે વૈરાગી, નગરમાં રહેતો હોય કે નિર્જનમાં, વ્યવસાયી હોય કે મોક્ષ માટેનો મુમુક્ષુ પરંતુ સર્વપ્રથમ તે એક રાષ્ટ્રીય નાગરિક છે. તેથી રાષ્ટ્ર પ્રત્યેની ઉદાસીનતા એક અધર્મ છે.
શ્રીગુરુજીએ અનેક સમય આ સંબંધે સ્પષ્ટીકરણ કરતાં કહેલું છે કે નિજી જીવનમાં જે વ્યક્તિત્વ અપનાવેલું હોય તે વ્યક્તિત્વની છબીમાં રાષ્ટ્રીયત્વની સુગંધ ઉમેર્યા સિવાયની મહાનતા રાષ્ટ્રજીવન માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. રાષ્ટ્રીય પ્રશ્નો ૫૨ ચિન્તનયુક્ત જાગૃતિ એ રાષ્ટ્રીય કર્તવ્ય છે. રાષ્ટ્ર પ્રત્યેના આ કર્તવ્યમાંથી છટકવાની મનોવૃત્તિ સમાજ માટે ઘાતક છે. કર્તવ્યહીનતા છે.
૭૨. રાષ્ટ્ર સર્વોપરી સ્વામી રામદાસ
મહારાષ્ટ્રના પ્રખર સંત શિરોમણી સ્વામી રામદાસે કહેલું છે કે સંધ્યાવંદન કે ઉપાસના રાષ્ટ્રીય કર્તવ્યથી ચઢિયાતું કર્મકાન્ડ નથી. રાષ્ટ્રજીવન જ્યારે સર્વનાશની કગા૨ પર ખડું હોય ત્યારે એકાંતમાં બેસી રહી ઈશ્વરોપાસના કરવા માટે મને ફુરસદ નથી.
એકાંતમાં ઈશ્વરોપાસના માટે લંગોટી લગાવનાર ફક્કડ વૈરાગી બનનાર એવા સમર્થ રામદાસે મઠ-મંદિર છોડી મહારાષ્ટ્રના જનજીવનને રાષ્ટ્રીય ખતરા સામે ઢંઢોળનારું કાર્ય કેમ ઉપાડ્યું ?
તે એક સમય હતો જ્યારે વિદેશી સામ્રાજ્યવાદી તાકતોના અત્યાચારોથી દેશનું
૧૦૪