Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency
Catalog link: https://jainqq.org/explore/001310/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં રસીલા કડીઆ Page #2 -------------------------------------------------------------------------- ________________ ** anga ****** IN 1 w ES no ener Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં રસીલા કડીઆ વિક્રેતા ગૂર્જર એજન્સી રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, ૨. દ-૩૮૦૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ SHRUTSEVI SHRI LAXMANBHAI BHOJAKNA SANNIDHYMAN: by Rasila Kadia Published by Chanrakant Kadia First edition: 2006 ૩ રસીલા કડી પહેલી આવૃત્તિ ઃ ૨૦ પૃષ્ઠસંખ્યા ઃ ૧૨+૧૭૨ નકલઃ ૬૦૦ મૂલ્ય રૂ. ૨૦૦ આવરણ : જનક પટેલ પ્રકાશક : ચંદ્રકાન્ત કડીઓ શ્રી એસ. એમ. જૈન બોર્ડિંગ, ટી. વી. ટાવર સામે, ડ્રાઇવઇન રોડ, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોનઃ ૨૬૮૫૮૯૨૬ ટાઇપસેટિંગ શારદા મુદ્રણાલય ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬ ફોનઃ ૨૬૫૬૪૨૭૯ મુક ભગવતી ઑસેંટ સી/૧૫, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ हयावागा वामानशाखमरियावावरीलयासमा विजयकानबाई गाउरा શ્રી સરસ્વતી દેવી (રાંતેજ તીર્થ) यदुन्मीलनशक्त्येव जगदुन्मीलति क्षणात् । स्वात्मायतन विश्रान्ताम् ताम् वन्दे प्रतिभां शिवाम् ।। જે શક્તિના ઉન્મીલન-જાગૃત થવાથી ક્ષણમાં આખું જગત જાગૃત થાય છે - ઉઘાડ પામે છે -- તેવી સ્વ-આત્માના નિવાસમાં વિશ્રામ કરતી તે લ્યાણકારી પ્રતિભાને હું વંદન કરું છું. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાસરસ્વતીને ચરણે Page #8 -------------------------------------------------------------------------- ________________ ત્રણ સ્વીકાર - એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડોલૉજી - જિતેન્દ્રભાઈ બી. શાહ જ પ્રીતિબહેન પંચોલી શ્રી લક્ષ્મણભાઈના કુટુંબીજનો - આચાર્યશ્રી અરુણોદયસાગરજી મહારાજ ક શ્રી મનુભાઈ શાહ (ગૂર્જર કાર્યાલય) શ્રી રોહિત કોઠારી (શારદા મુદ્રણાલય) આ ગ્રંથના શુભેચ્છકો * શ્રી જનક પટેલ ચંદ્રકાન્ત કડીઆ Page #9 -------------------------------------------------------------------------- ________________ ज्ञानदीपेन भास्वता રાજસ્થાનનો વેરાન રણપ્રદેશ છે. તેમાં એક યુવાન એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે ઊંટ ૫૨ સવારી કરી રહ્યો છે. ઊંટ પર સવારી કરતાં કરતાં જ માર્ગમાં જ અંધકારના ઓળા ઊતરી રહ્યા જણાય છે. જે ગામ કે નગર પહોંચવાનું છે તે તો હજુ ઘણું દૂર રહ્યું લાગે છે. ક્યાંક રાતવાસો... ઓહ ! તાપણાંનો પ્રકાશ દૂર દૂરથી દેખાય છે. આગળનો માર્ગ પૂછવા માટે, યુવાન હવે એ પ્રકાશની દિશામાં ધસે છે. હવે તો આ રણમાં જ કોઈ ખુલ્લી નાનકડી ખીણ જેવી જગ્યામાં રેતી ૫૨ જ રાતવાસો કરવાનો રહ્યો ! ઊંટવાળાએ આપેલી ગોદડી પર યુવાન પોતાના શ્રમક્લાન્ત શરીરને ફેંકે છે. ચારે બાજુ છે ખુલ્લી સીમ અને ઉપર છે વિશાળગગન રણપ્રદેશના આ વિસ્તારમાંના કોઈક દૂરના ગામમાં કે છેવાડાના નગરમાં જૈન જ્ઞાનભંડારો અને તેમાં રહેલી હસ્તપ્રતો વિશેની માહિતી મેળવવા અને જો મળે તો તે ખરીદવા માટે આ યુવાન ગુરુઆજ્ઞા માથે ચઢાવીને નીકળી પડ્યો છે. ઊંટવાળાની ગોદડી પર સૂતાં સૂતાં, એની આંખો જાણે કે સૈકાઓથી બંધ રહેલા કોઈ ભંડકિયામાં બેસીને, હસ્તપ્રતોને શોધવા મથી રહી છે. એ હસ્તપ્રતોને એની આંગળીઓ જાણે કે સ્પર્શ કરી રહી છે ! ધીમે ધીમે, નિદ્રાદેવી એનું શાસન-આધિપત્ય-જમાવવા લાગી રહી છે. અર્ધ-ખુલ્લી, અર્ધ બીડેલી એની આંખો અર્ધજાગ્રત અને અનિદ્રામાં સમણાં જોતી રહી છે હસ્તપ્રતોનાં. એ હસ્તપ્રતોની લિપિ, તેમાંના વણઓળખાયેલ અક્ષરો ઓળખવાની મથામણ જાણે કે ચાલી રહી છે. હાથમાં છે તે હસ્તપ્રત મૂલ્યવાન ખરી ? ગુરુએ આપેલી ચાવીઓથી મૂલ્ય અંકાય છે જાણે ! હા... થાકથી ચૂર ચૂર થયેલ બદનને ગુરુના આશીર્વાદ અને કૃપા જ અત્યારે જોમ તથા ઉત્સાહ પૂરાં પાડી રહ્યા છે ને ! જ્ઞાનની ઉપાસના અને આરાધના અર્થ ગુરુ-શિષ્યની આ બેલડીએ કેવો તો અવિરત યજ્ઞ ચલાવ્યો ! સૈકાઓથી અપ્રકટ રહેલી આ જ્ઞાનસરિતા-ગુપ્તગંગા-આધુનિક જ્ઞાનભંડારો સુધી પહોંચી શકે તે માટેનું આ ભગીરથ કાર્ય સુપેરે પાર પડે છે. આ તપસ્યા જ હતી, પણ સાર્થકતાનો અનુભવ પરાકાષ્ઠાએ પહોંચી આનંદમાં પરિણમતો રહ્યો. આ આનંદની અનુભૂતિ સદા સંજીવની બની રહી અને મનુષ્યના અણથક બે ચરણો એમને અણદીઠ મંજિલે પહોંચાડીને જ રહ્યા. સોળ વર્ષની ઉંમરે, સપ્તકના એક જ સૂર પર આ યુવાને છેડેલો આ એક જ રાગ, અનવરત ૮૭ વર્ષની ઉંમર પર્યંત એટલે કે ૭૦ વર્ષો સુધી એના જીવનમાં ગુંજતો રહ્યો, આ એક જ ધૂન વાગતી રહી ! આ યુવાનનું નામ શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક અને તેમના ગુરુ હતા મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજ. 5 Page #10 -------------------------------------------------------------------------- ________________ ૮૭ વર્ષની ઉંમર થઈ ચૂકી છે. દેહ કેન્સરગ્રસ્ત બન્યો હોઈને હવે ગણતરીના દિવસો અને કલાકો બાકી રહ્યા છે. પથારીમાં સૂતાં સૂતાં જ શ્રી લક્ષ્મણભાઈને કોઈ સૂચના આપવી છે. દીકરી હેમા કે ભત્રીજો શ્રી ગુણવંતભાઈ કે પુત્રવધૂ શ્રીમતી સગુણાબહેનમાંથી જે કોઈ હાજર છે તે નોટબુક સાથે રાખીને, શ્રી લક્ષ્મણભાઈના હાથમાં પેન આપે છે. હંમેશની પેઠે લખવાનો પ્રયત્ન થાય છે પણ હવે અક્ષરો પાડવાનો પ્રયત્ન નિષ્ફળ બને છે. છેલ્લા કેટલાક દિવસોથી માંડમાંડ ઉકેલાતા અક્ષરોને આજે ઉકેલવા ત્રણે ખૂબ મથામણ કરે છે ! જે વ્યક્તિએ જીવનભર જૂની લિપિને ઉકેલવાનો યજ્ઞ કર્યો હતો તે જ વ્યક્તિના ખુદના અક્ષરોને આજે કટુંબીજનો ઉકેલવાની મથામણ કરે છે. છતાંય એ અક્ષરો વણઉકલ્યા જ રહે છે ! આ કેવી વિડંબના ! ઊંટવાળાની ગોદડી પર, પેલા રાજસ્થાનના રણમાં ખુલ્લી ખીણમાં નિશ્ચિત બનીને પેલો યુવાન જેમ તે રાત્રે પોઢી ગયેલો હતો તેવી જ રીતે ૭૦ વર્ષથી એક જ સૂરના તાનમાં મગ્ન બનેલ, મસ્ત બનેલ આતમરામ એ જ સૂરની સમાધિ લગાવીને ૮૭ વર્ષની ઉંમરે પોઢી ગયો. પેલી ગોદડી પર પોઢી ગયેલ યુવાન બીજે દિવસે બીજે ગામ પોતાની મંજિલ સૂંઢવા ચાલી નીકળેલો હતો તેવી જ રીતે, નિશ્ચિતતાથી પોઢી ગયેલ આ આતમરામ જાણે આ ક્ષીણ દેહ ચાલી શકે તેમ નહીં હોવાથી, પોતાનાં આદર્યા અધૂરાં પૂરાં કરવાને, પુનર્જન્મ માટે દૂર દૂર અનંતની યાત્રાએ હવે ચાલી નીકળ્યો છે. આવા, ખૂબ જ જાણીતા લિપિવિદ્ શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક (દાદા) સાથેનો મારો પરિચય તથા નિયમિત-અનિયમિત રીતે છેલ્લાં પાંચ વર્ષની એમની સાથેની મારી મુલાકાતો અને તે દરમિયાન થતી જ્ઞાનગોષ્ઠીઓ એ મારા જીવનનું ઘણું મોટું સદ્ભાગ્ય છે. ઈ. સ. ૧૯૮૦માં ગુજરાતી સાહિત્યમાં આત્મકથા : સ્વરૂપ અને વિકાસ' પરનો મારો મહાનિબંધ’ પરીક્ષણાર્થે મોકલાયો હતો. અવકાશના આ ગાળામાં મને હસ્તપ્રતલિપિ શીખવાનું મન થયું. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી (લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ) નામે ઓળખાતી સંસ્થામાં હું ગઈ. ઈન્ડોલોજીના શ્રી જેશિંગભાઈ (જેઓ ‘કાકાથી ઓળખાતા) પાસે પહેલી વાર લિપિ શીખી. શ્રી કનુભાઈ શેઠે (જેઓ “મામા'થી ઓળખાતા) ત્યારબાદ મને દશાર્ણભદ્ર સઝાયની ચાર પ્રતો આપી, પાઠભેદો તારવીને સંપાદન કરવાનું શીખવ્યું. ઇન્ડોલૉજીના ભોંયરામાં આમ જ્યારે હું લિપિ તથા સંપાદનનું કામ શીખી રહી હતી ત્યારે એક દિવસ મેં અમારા ટેબલથી દૂરના એક ટેબલ પર એક ભાઈને બેઠેલા જોયા. તે દિવસે તે સ્થળે પહેલી વાર હું એમને જોતી હતી. એ ટેબલની આસપાસ પુસ્તકોના કબાટો હતા. ટેબલ પણ હસ્તપ્રતો અને પુસ્તકોની ઊંચી થપ્પીઓથી ભરેલું હતું. દૂરથી પોથીને વીંટાળેલ લાલ કપડું પણ દેખાતું હતું. કુતુહલવશ મેં “મામાને પૂછયું : “પેલા ભાઈ કોણ છે ? અહીં શું કામ કરે છે ? આ પહેલાં તો મેં જોયા નથી એમને.” મારી પશ્નોત્તરીના જવાબમાં જણાવ્યું : “લો, એમને ઓળખતાં નથી ?! મુનિશ્રી પુણ્યવિજયજી સાથે એમણે કામ કર્યું છે. આપણી આ સંસ્થામાં તો તેઓ શરૂઆતથી જ છે – Senior most. તમે આજ સુધી ન જોયા તેનું કારણ તેઓ જ્ઞાનભંડારના કામ અંગે બહારગામ ગયેલા.” શ્રી લક્ષ્મણભાઈનો આ પ્રથમ પરિચય. એક વાર ટેબલ પરથી ઊભા થઈ, દાદર ચઢીને ઉપર જતાં મેં એમને જોયા. ટટ્ટાર ચાલ, સીધી નજર, ઊંચી દેહયષ્ટિ, પાછળથી જોતાં તો મારા પિતા જેવા જ દેખાય. આ હતું એમનું પહેલું સ્પષ્ટ દર્શન. Page #11 -------------------------------------------------------------------------- ________________ હવે ઇન્ડોલૉજીમાં આવું ત્યારે અચૂક જોતી કે પેલાં દૂરનાં ટેબલ-ખુરશી ૫૨ લક્ષ્મણભાઈ છે કે નહિ. લિપિ અને સંપાદનના શિક્ષણની સાથે સાથે કાકા અને મામા સાથે ટોળટપ્પાં અને હસીમજાક ચાલ્યા કરતાં. અમે મોટેથી બોલીએ તો યે લક્ષ્મણભાઈ અમારા અવાજથી જરા ય ક્ષુબ્ધ થતા નહિ કે વિક્ષેપ પામતા નહિ. અમારું – જાણે કોઈ અસ્તિત્વ જ નથી એ રીતે, એમના કામમાં વ્યસ્ત. જાણે ધ્યાનસ્થ ઋષિ જ જોઈ લ્યો ! હંમેશાં એમને પોથીઓ અને હસ્તપ્રતો સાથે જ વ્યસ્ત રહેતા જોઈને મને થતું કે “ટેબલ પરની સામગ્રી સિવાયની બીજી કોઈ એમની દુનિયા હશે ખરી ?”’ એમના ટેબલ સુધી જઈને, એમની સાથે વાતો કરવાનું, એમની ટેબલ પરની દુનિયા નિહાળવાનું, તેને વિશે પૃચ્છા કરવાનું મને મન થતું રહેતું પણ મારો સંકોચશીલ સ્વભાવ તે દૂરી દૂર કરી શક્યો નહિ. દરમિયાનમાં, ઈ. સ. ૧૯૮૨માં હું મોહિનાબા કન્યા વિદ્યાલય'ના ઉચ્ચતર વિભાગમાં શિક્ષિકા તરીકે જોડાઈ, ઇન્ડોલૉજીમાં હસ્તપ્રતોને લગતું આદરેલું એ કામ આમ અધૂરું રહ્યું. ઈ. સ. ૧૯૯૦-’૯૧માં એચ. એલ. કૉમર્સ કૉલેજની હૉસ્ટેલના ‘એફ’ બ્લોકમાં એલ. આર. જૈન બૉર્ડિંગ દ્વારા લિપિવર્ગો શરૂ થયા. મારા પતિ શ્રી ચંદ્રકાન્ત કડી આ સંસ્થામાં ગૃહપતિનો હોદ્દો સંભાળે લિપિની તાલીમ લેવાની મને ફરીથી તક મળી. આ વખતે, શ્રી લક્ષ્મણભાઈ ભોજકનો મને લિપિશિક્ષક તરીકેનો પરિચય થયો. એ સમયે સૌ એમને લક્ષ્મણકાકા' કહી સંબોધતા. મેં પણ આ સંબોધન અપનાવી લીધું. તેઓ આ વર્ગોમાં હસ્તપ્રતોમાં હોય તેવા જ મરોડદાર અક્ષરો બ્લેકબૉર્ડ ૫૨ લખતા અને હું તે મુગ્ધ બનીને જોયા કરતી. બ્રાહ્મી લિપિમાંથી આજની લિપિ ક્રમશઃ વ્યુત્પન્ન થઈ છે તે લખીને સમજાવ્યું. મને હવે આ ક્ષેત્રમાં ૨સ પડવા લાગ્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રુચિ જાગી. પ્રાકૃત સાથે ફરી વાર એમ. એ. કરવામાં આ વર્ગો નિમિત્તરૂપ બન્યા. શ્રી લક્ષ્મણકાકાને હંમેશાં પોતાના કામ સાથે જ નિસબત. ક્યારેય ફાલતુ કશીય વાત કરે નહિ. આમ છતાં, અપ્રત્યક્ષપણે એમના વિદ્યાવ્યાસંગીપણાનો મને પાસ લાગ્યો. નિવૃત્ત થયા બાદ, આ ક્ષેત્રમાં હું કામ કરીશ એવું મેં મનમાં નક્કી કર્યું. ઈ. સ. ૧૯૯૭-’૯૮ના સમય દરમિયાન મારા પતિએ ‘રાજનગરનાં જિનાલયો'નો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. ઝવેરીવાડમાં હું રહેતી હતી તેથી એમાંનાં કેટલાંક મારાં જાણીતાં જિનાલયો વિશે એમનાં લખાણમાં મેં ઉમેરો કરી આપેલો. ત્યારબાદ ખંભાત તથા પાટણનાં જિનાલયોનું કામ આરંભ્યું ત્યારે લિપિવર્ગોમાં આવતી કેટલીક બહેનોની ટુકડી બનાવીને તેમની સાથે તે તે શહેરોનાં જિનાલયનો ડેટા (data) એકઠો કરવા હું ગઈ. આ કામના એક ભાગરૂપે જ, કેટલીક અપ્રકટ ચૈત્યપરિપાટીઓને ઉકેલવાની જરૂર ઊભી થઈ. કુ. શીતલ શાહ અને મેં સાથે મળીને, ખંભાત તેમજ પાટણની અપ્રકટ ચૈત્યપરિપાટીઓ ઉકેલી અને ત્યારબાદ મેં તેનું સંપાદન કર્યું. આ કામ કરતાં જ્યાં મુશ્કેલી અનુભવાઈ ત્યાં શ્રી લક્ષ્મણદાદાની મદદ લેવાઈ. શ્રી લક્ષ્મણભાઈની આજુબાજુનાં ટેબલો પર હવે યુવાન સ્ટાફમેમ્બરો હતા. તેઓએ શ્રી લક્ષ્મણભાઈને ‘દાદા’ કહેવાનું રાખ્યું હતું. મેં પણ ‘દાદા’ સંબોધન સ્વીકારી લીધું. ઈ. સ. ૧૯૯૯ ઑક્ટોબરમાં હું શાળામાંથી વયનિવૃત્ત થઈ. ચૈત્યપરિપાટીઓનું કાર્ય પૂરું થયા પછી પણ હું અવારનવાર દાદા પાસે જવા લાગી હતી. ઈ. સ. ૨૦૦૦માં મારું ત્યાં જવાનું વધ્યું. દાદા પરખ કરવામાં ઉસ્તાદ. જાવ કે તરત ભાવ ન આપે. વ્યક્તિની જિજ્ઞાસા સાચી જણાય, એની ધગશ અને નિષ્ઠામાં વિશ્વાસ બેસે પછી જ કામ ચીંધે. તીર્થોદ્વાર વિગત' નામની શત્રુંજયની ચૈત્યપરિપાટીનું કામ સોંપાયું તેમાં દાદાનો મારા પ્રત્યેનો વિશ્વાસ હતો તે વાત આજે મને સમજાય છે. 7 Page #12 -------------------------------------------------------------------------- ________________ આ કામ સંદર્ભે હવે દાદા સાથેની મુલાકાતો વધતી ચાલી. સ્વાભાવિક રીતે દાદાની જ્ઞાનવાર્તાઓનો લ્હાવો પણ મળતો ગયો. વિવિધ વિષયોની વધુ ને વધુ ક્ષિતિજો ખૂલવા લાગી. બીજી બાજુ, મારાં તેમની તરફનાં આદર તથા ભક્તિ ઉમેરાતાં ગયાં. ધીમે ધીમે, જાણે-અજાણે અમારી વચ્ચે ગુરુ-શિષ્યાનો ભાવ-સંબંધ વિકસતો જઈને અંતે દાદા-દીકરીના આત્મીય સંબંધમાં પરિણમ્યો. દાદા સાથેનાં છેલ્લાં પાંચ-સાત વર્ષોના સાન્નિધ્યની આ છે ભૂમિકા. આ ગ્રંથમાં વાર્તાલાપોની સૌપ્રથમ નોંધ તા. ૧૧-૪-૨૦૦૧ના રોજની છે. આ સંદર્ભે જણાવવાનું રહે છે કે પ્રારંભમાં થયેલા વાર્તાલાપોની કોઈ પણ પ્રકારની નોંધ મેં કરી ન હતી. ત્યારબાદ કતિનું લિયંતર ચકાસતાં, તેના મરોડ કે તેમાં આવતા શબ્દ કે સંદર્ભોના અનુષંગે જે વાત થઈ તેને અલગ તારવી ન હતી. આવી વાતો મોટે ભાગે લિખંતર કરેલ કાગળના હાંસિયામાં કે ઉપર-નીચે લખતી આ બધું સચવાયું નથી. ઘણા સમય બાદ મને જણાવેલું કે આ વાર્તાલાપોમાં ઘણીબધી માહિતી મળે છે અને તે નોંધી રાખવી જરૂરી છે. સમય મળે ત્યારે યાદ રહી હોય તેટલી વાતો નોંધવાનું રાખ્યું. આમ છતાં, આ બધી નોંધો છૂટાછવાયા કાગળોમાં મુદ્દાસ્વરૂપે થતી રહી. વાતોનો વ્યાપ તથા ઊંડાણ વધતાં ચાલ્યાં. વાર્તાલાપોમાં દાદાના અંગત જીવનની વાતો પણ આવવા લાગી. એમનું જીવનકાર્ય આલેખાતું ગયું. એમના જીવનકાર્ય સાથે સંકળાયેલ અનેક વ્યક્તિઓ, ઘટનાઓ તથા સ્થળો વિશેની વાતો સમાવિષ્ટ થતી ગઈ. દાદા વાર્તાલાપોની વચ્ચે વચ્ચે મુખવાસની હરડે ધરતા તેમ જીવન જીવવાની કળા સાંપડે તેવી સુક્તિઓ પણ રમતી કરતા રહેતા. આ બધામાં ‘શિરમોર' કહી શકાય તેવી વાતો લિપિ સંદર્ભેની, ભંડાર વિશેની અને કેટલૉગ વિશેની હતી. આ બધું મને ગમ જ્ઞાનકોશ' પાસેથી પ્રાપ્ત થતું હતું ને !' હવે આ વાર્તાલાપોને એ જ દિવસે ઘેર જઈને નોંધી લેવાનું રાખ્યું. પાછળથી તો, દાદાની વાતો કરવાની “લ્હ’ પામી જતી, એટલે દાદાની સામે જ, નોટમાં કે કાગળમાં, મુદ્દો લખાય તો મુદ્દો લખતી અને આખો વાર્તાલાપ લખાય તો આખો તે જ સ્વરૂપમાં નોંધતી, થઈ શકે તો ઘેર જઈને મુદ્દા વિસ્તારીને લખી લેતી, નોંધાઈ ન હોય તેવી ખૂટતી વિગતો યાદ કરીને લખી લેતી. ત્યારબાદ, એમના વાર્તાલાપમાંની બધી જ વિગતો, ખૂબ જ ઝડપથી તેમની સામે રહીને જ, ચાલુ વાર્તાલાપે લખી લેવાની કોશિશ થતી રહી. આજે જ્યારે આ નોંધો પ્રકાશિત કરવાનો ઉપક્રમ રચ્યો છે અને તે માટે બધું લઈને બેઠી છું ત્યારે ખ્યાલ આવે છે કે છૂટાં પાનાં પર લખાયેલું કેટલુંક લખાણ ખોવાઈ ચૂક્યું છે. આમ છતાં, મને લાગે છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં અને વચ્ચે વચ્ચે લાંબા ઇન્ટરવલ આવ્યા છતાં, જે સંઘરાયું છે અને નોંધાયું છે તે ઘણું માહિતીપ્રદ છે. કેટકેટલું વાંચ્યું હોત તો યે આવી first-hand માહિતી તો ન જ મળી હોત! જૈન પરંપરાના ઇતિહાસના વીસમી સદીના સીમાચિહનરૂપ બનેલ શ્રી પુણ્યવિજયજી તથા શ્રી જિનવિજયજી સાથે જેણે પોતાના જીવનનો એક મોટો ખંડ પસાર કર્યો છે તે કારણે જેઓ પોતે એ જ ઇતિહાસના એક ભાગરૂપ બનીને જીવ્યા, તે પૂ. દાદાના મુખેથી મને આ વાતો સાંભળવા મળી હતી એનું મૂલ્ય ઘણું છે. જિવાયેલા ઇતિહાસની કેટલીક અંતરંગ વાતો જાણવાનો લાભ અને આનંદ અદકા હોય છે ! દાદાને કેન્સર થયું છે તેવી જાણ મને થઈ તે વખત લખાયેલી નોંધોને વાંચવા માટે દાદાને આપી હતી. એમાં રહેલ વિગતદોષ સુધારવાને કહેલું. બેએક નોટો વાંચી. આ ગાળો દાદા માટે “સમય થોડો અને વેશ ઝાઝા' જેવો હતો. આથી બાકીના લખાણ તરફ ઉપર ઉપરથી નજર ફેરવી દીધી Page #13 -------------------------------------------------------------------------- ________________ હતી. આ સમયે દાદાને મેં પૂછ્યું હતું : “દાદા, આ નોંધો કોઈને વાંચવા આપી શકું ? ભવિષ્યમાં એને છપાવવાનું મન થાય તો છપાવી શકાય ? આપને વાંધો ખરો ?” દાદાએ ‘વાંધો નથી' એમ જણાવેલું. ફરી પૂછયું : “આમાંથી કોઈ ભાગ ન છાપવો એમ સૂચવો છો ?” તો કહે : “તમને યોગ્ય લાગે તેમ કરજો.” દાદા ગયા..... હવે તો આ નોંધો જ મારે માટે એમની હયાતી હતી. ઘણા દિવસો બાદ, ઇન્ડોલોજીમાં ગઈ ત્યારે એમની ખાલી ખુરશી અને ખાલી ટેબલ જોઈને, ફરી આ નોંધો વાંચવાનું મન થયું. વાંચતી ગઈ તેમ તેમ એ આખા સમયને હું ફરીથી જીવી ગઈ. આ જ્ઞાનગોષ્ઠિઓએ આપેલ આનંદ એ દિવસે પણ એટલો જ અનુભવ્યો, લાગ્યું કે આ આનંદ – આ ખજાનો મારી એકલીનો રહેવો ન જોઈએ. અને આ બધી જ નોંધો પ્રકાશિત કરવાનો સત્વરે નિર્ણય કર્યો. હવે પ્રશ્ન ઊઠ્યો : આ નોટોમાં સંગ્રહિત છે તે તમામ નોંધો લેવી કે ચયન કરવું? આ ક્ષેત્રમાં નવા આવનારને માટે આ નોંધો સંદર્ભગ્રંથની ગરજ સારે તેમ છે. તો બધું જ લેવું? સૌથી પહેલાં મેં નક્કી કર્યું કે આ વાર્તાલાપો જે સ્વરૂપે મને પ્રાપ્ત થયા છે તે જ રીતે પ્રશ્નોત્તરીરૂપે . જ મૂકવા. વળી, આ નોંધો દ્વારા દાદાના વ્યક્તિત્વનાં દર્શન થાય તે હેતુ મુખ્ય રાખવો. આ ગોષ્ઠીઓ મારે માટે સંજીવનીરૂપ અને અર્થપૂર્ણ બની છે, તેવી જ તે અન્ય માટે નીવડે એ ધ્યાનમાં રાખી ચયન કરવું. સોળ વર્ષથી શરૂ થયેલી શ્રુત-આરાધના ૭૦ વર્ષો પર્યત દાદા કરતા રહ્યા હતા. આ યાત્રાનાં સીમાચિહ્નો જેવાં દાદાનાં આ સ્મરણો જૈનશાસનને ઉપકારક અને ઉપયોગી નીવડે તે દૃષ્ટિ પણ, રહી છે. જ્યારે જ્યારે દાદાને ખુદને પોતાના ગુરુ વિશે લખવાની વાત ઉદ્દભવી છે ત્યારે ત્યારે દાદાએ અવઢવ અનભવી હોવાની વાત જણાવે છે. “લખીને હું એ વિભૂતિને હાનિ તો નહીં પહોંચાડું ને ? - એવી વિમાસણ એમણે હંમેશાં અનુભવી છે. આ તબક્કે આ જ પ્રકારની વિમાસણ હું અનુભવી રહી છું. કહેવાયેલી વાતોના હાર્દ સુધી જો પહોંચી શકાયું નહીં તો તેવી વાતો ફોગટના ઊહાપોહનું નિમિત્ત બની જતી હોય છે. આવું કશુંક થયું તો આ લેખનનું જે ધ્યેય છે તે માર્યું જાય તો ? આથી જ, દાદા સાથે થયેલી કેટલીક વાતો પ્રમાણભૂત હોવા છતાં, સ્ફોટક નીવડે તેવી દહેશતથી અહીં લીધી નથી. કેટલેક સ્થળે વ્યક્તિઓનાં નામો જણાવવાનું ટાળ્યું છે. કેટલીક વિગતોનો અતિ સંક્ષેપમાં માત્ર અંગુલિનિર્દેશ કર્યો છે. આટલી કાળજી રખાયા છતાં, આ વાર્તાલાપમાં પ્રગટ થયેલ કોઈક વિગત જનસંઘમાંની કોઈ પણ વ્યક્તિને દુઃખ પીડા કે ઠેસ પહોંચાડનારી બને તો એમ કરવાનો મારો કે વાર્તાલાપ કરનારનો ઇરાદો રજમાત્ર છે નહિ. એ સૌની અહીં હું અગાઉથી જ ક્ષમા પ્રાર્થી લઉં છું. અહીં પ્રગટ કરેલા વાર્તાલાપોની પાછળ એ દષ્ટિ રહી છે કે આ વાર્તાલાપોમાં માત્ર તથ્યોનું નિરૂપણ છે. વળી, ભાવિ ચરિત્રસાહિત્યનો નાયક બની શકે તેવી ક્ષમતાવાળી વ્યક્તિએ તેને પિષ્ટપેષણ વિના રજૂ કર્યા છે. મારો મુખ્ય હેતુ તે વ્યક્તિત્વને ઉજાગર કરવાનો છે. દાદાએ જે દિવસે જે વાત કરી, જે પ્રશ્નોત્તરી થઈ તે પ્રમાણે જ, વાસરિકા સ્વરૂપે મૂકવામાં આવી છે. દાદા જુદી જુદી વ્યક્તિઓ સમક્ષ એકની એક વાત કરે ત્યારે એમની સમક્ષ રહેલી વ્યક્તિની કક્ષા એની આ ક્ષેત્ર સાથેની કયા પ્રકારની નિસબત છે, એનો સ્વભાવ કેવો છે તે ધ્યાનમાં રાખે અને તે પ્રકારે પ્રસંગનો ઓછો-વત્તો વિસ્તાર કરે. હું સાથે બેઠી હોઉં ત્યારે ઘણી વાર મેં સાંભળેલી વાત એ શ્રી જિતેન્દ્રભાઈ સંઘવીને કરે અને શ્રી ધર્મધુરંધરજીને કરે ત્યારે એ એક જ વાતનાં જુદાં પાસાં તથા વધુ વિગતો જાણવા મળે. અગાઉ થયેલી આવી વાતો નોંધી તો હોય. પ્રકાશન અર્થે આ Page #14 -------------------------------------------------------------------------- ________________ બધું જ ફરી નોંધું તો પુનરાવર્તનદોષ આવે તેથી અગાઉના પ્રસંગમાં જ, મને પાછળથી મળેલી વિશેષ માહિતી લઈ લીધી છે. કેટલેક સ્થળે, જુદા જુદા સંદર્ભે થયેલી એક જ વિષયને લગતી વાતો હોય તો તેને પણ એકસાથે લઈ લીધેલી છે. આમ છતાં, ક્યારેક કહેવાની વાતોનો અલગ સંદર્ભ જ સાચવવો જરૂરી જણાયો ત્યાં પુનરાવર્તનનો દોષ પણ વહોરી લીધો છે. સામાન્ય રીતે, પ્રશ્નત્તરી રજૂ થઈ છે ત્યાં તે કયા સંદર્ભે ઉદ્દભવી તેનો ઉલ્લેખ થયો છે. આમ છતાં, તેમ કરવું દરેક સ્થળે શક્ય બન્યું નથી. તેનું કારણ નોંધાયેલી વાતો કે મુદ્દા ઘણી વાર લાંબા સમયે વ્યવસ્થિત કરાયા હોય અને તે કરતી વખતે કઈ બાબતે પ્રસ્તુત વાત ઉદ્ભવી તે યાદ રહ્યું ન હોય તે છે. ક્યારેક તો દાદા જે વાત કરતા હોય તેને એકદમ બેક લગાવી દે અને ગાડી બીજે પાટે ચઢાવી દે. કદાચ તે પછી અગાઉના એ સંદર્ભની વાત કહેવી એમને યોગ્ય જણાઈ નહીં હોય. હું પણ એવી વાતોને સાંભળવા માટે, ફરી તે કડીઓ યાદ કરાવવાનું ઠીક નથી તેમ સમજતી. એથી ઊલટું, ક્યારેક દાદા વાતોની ‘હૅમાં, સ્મૃતિઓમાં સરી પડતા અને એક વાત પરથી બીજી વાત પર કૂદકો લગાવતા. આવે વખતે, છૂટી ગયેલી વાતનો તંતુ સાંધવાનો હું પ્રયત્ન પણ કરતી હતી. ક્યારેક દાદા એ કારણે વિક્ષેપ પામે – interrupt થાય અને સ્વાભાવિકતયા ચાલતો વાતોનો દોર તૂટી જાય તો ? એવો ભય રહેતો. તો ન પણ પૂછતી. સાચી વાત તો એ છે કે દાદાના વાર્તાલાપો એ, એ સમયના મારા આનંદોત્સવો જ હતા. અંતે આપેલાં પરિશિષ્ટો સંદર્ભે જણાવવાનું કે – અભ્યાસીઓ, સંશોધકોને ખપ લાગે તેવી માહિતી વાર્તાલાપનો એક અંશ હોવા છતાં, તેને, જો કહેવાઈ છે ત્યાં જ, રાખવામાં આવી હોત તો સામાન્ય વાચકને રસભંગ થશે એમ માની એવી સામગ્રી પરિશિષ્ટમાં મૂકી છે. વળી કહેવાયેલી તે ઉપયોગી વાતોના મુદ્દાઓ દાદાએ પોતે અલગ કાગળમાં તૈયાર કરેલા હતા, એની મને જાણ હતી. તે કાગળો દાદાની ફાઈલમાંથી મેળવી લઈ, ઝેરોક્ષ કરાવેલા. અહીં તેને પણ અલગ પરિશિષ્ટ રૂપે આપ્યા છે. એની ઉપયોગિતા આ ક્ષેત્રમાં નવાં આવેલાં હોય તેને અને અન્ય સંશોધકો માટે “રેડી રેફરન્સ' જેવી બનશે તેવી આશા હું ધરાવું છું. પુરાતત્ત્વ તથા હસ્તપ્રત જાળવણી બાબતે સરકારનું ધ્યાન ગયું. નવી ગ્રાન્ટનીતિ આવી. પરિણામે જાગૃતિ આવી અને માધ્યમોએ એવી સંસ્થાઓની નોંધ લીધી જેના ઉપક્રમે એક વાર પ્રદાનો “રાજસ્થાન પત્રિકા' દ્વારા ઈન્ટરવ્યુ લેવાયેલો. હું સાથે જ બેઠી હતી, તેથી આખો ઇન્ટરવ્યુ નોંધી લીધેલો જે અહીં વાર્તાલાપોમાં પ્રકટ થયો છે. આમ છતાં, તે દ્વારા દાદા વિશેની સંપૂર્ણ માહિતી ત્યાં આવી નથી તેથી બાયોડેટાના પરિશિષ્ટમાં તેવી માહિતી સમાવી લીધેલ છે. દાદાની દીકરી હેમાબહેન સાથે મારે અંતિમ દિવસે જે વાતો થઈ તેમાં દાદાની પિતા તરીકેની વત્સલ છબી ઊપસે છે. આ વાર્તાલાપ દાદા સાથે થયો નથી. તેથી તેને પરિશિષ્ટમાં આપેલ છે. દાદાના બગડતા જતા અને ઉકેલવા મુશ્કેલ બનેલા અંતિમ દિવસોના હસ્તાક્ષરો દસ્તાવેજી મૂલ્ય લેખે પરિશિષ્ટમાં સાચવી લેવાયા છે. અક્ષરો બાબતે હેમાબહેનની વાતોમાં ‘વિધિવક્રતા કેવી રચાઈ છે ! હેમાબહેન કહે છે કે “જિંદગી આખી દાદાએ અક્ષરો ઉકેલવાની મથામણ કરી અને હવે તે અમને સોંપ્યું!” એથી ય વિશેષ વાત તો એ બની છે કે લેખિનીનો સંગ છૂટ્યો અને દાદાએ દેહ છોડ્યો ! પૂ. દાદાનું સાન્નિધ્ય મારે માટે સંજીવનીરૂપ બન્યું છે. તેમની સાથે થયેલી આ જ્ઞાનગોષ્ઠીઓએ મારી ચેતનાને ઘણી પુષ્ટિ આપી છે, મને વ્યાપકતાનો અનુભવ કરાવ્યો છે. જીવનનો મર્મ અને કર્મના સિદ્ધાંતને પામવાને દાદા સાચે જ, મારે માટે ગુરુ બન્યા છે. તેમના પ્રત્યેની મારી ભક્તિનું પુષ્પ તે 10 Page #15 -------------------------------------------------------------------------- ________________ છે આ ગ્રંથ. અંતે, હું આટલું કહીને વિરમીશ કે દાદાની વાતો જિજ્ઞાસુઓ, સંશોધકો, અભ્યાસુઓ અને રસ ધરાવતા તમામ સુધી પહોંચાડવા માટેનું હું માત્ર નિમિત્ત બની છું. આમાં જે કાંઈ ક્ષતિ, ઊણપ જણાઈ હોય તો તેની જવાબદારી હું સ્વીકારું છું અને એવી ક્ષતિઓ ધ્યાન પર લાવવામાં આવશે તો હું તેમની ઋણી બનીશ. આજે મને ‘ભક્તામરસ્તોત્ર'ની આ ગાથા યાદ આવે છે. "अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद् भक्तिरेव मुखरिकुरुते बलान्माम । यत्कोकिल किल मधौ मधुरं विरौति તવાર ડૂતઋત્તિ નિજ હેત: ||" અર્થાતુ અલ્પ છે શાસ્ત્રજ્ઞાન જેણે, વળી બહુશ્રુતજનોને હાસ્ય કરવાનું સ્થાનક એવા મને તમારી ભક્તિ જ બળાત્કારે વાચાળ બનાવે છે. જેમ ચૈત્રમાસને વિશે નિશ્ચ કોયલ મધુર શબ્દ બોલે છે તેનું કારણ એક મનોહર આમ્રકલિકાનો સમૂહ છે.” અહીં, મારે માટે મનોહર આપ્રકલિકાનો સમૂહ તે દાદાની આ જ્ઞાનગોષ્ઠીઓ છે. અસ્તુ શ્રી એસ. એમ. જૈન બોર્ડિંગ - રસીલા કડીઆ ટી. વી. ટાવર સામે, ડ્રાઇવઇન રોડ, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોન : ૨૬૮૫૮૯૨૬ 11 Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા - - - - - - - - - - - , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Y O * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * , , , , , , , , , , , , , , ૧ ૪ C . ૧. ઈ. સ. ૨૦૦૧ના વાર્તાલાપો . ૨. ઈ. સ. ૨૦૦૨ના વાર્તાલાપો ૩. ઈ. સ. ૨૦૦૩ના વાર્તાલાપો ૪. ઈ. સ. ૨૦૦૪ના વાર્તાલાપો ૫. ઈ. સ. ૨૦૦૫ના વાર્તાલાપો .. અને હવે . . . . . • • • • • • • • • • • • • •• . . . . . . . . . ., ૧૪૫ ૭. પરિશિષ્ય ઘોઘાબાપાનું જોડકણું અને ઘોઘાબાપાની વાર્તા ...... * * * * * * * * * . . . . . . . . . ૧૪૬ . પ્રતનાં પૃષ્ઠો ઉખાડવાની રીતો લેખન-ઉપકરણો ..... ................ . દાદાની વાતોમાંથી સાંપડેલા, અનુમાનિત વર્ષ નક્કી કરવા અંગેના વિશિષ્ટ મુદ્દાઓ . * * * * * * * * * * * . . . . . . .. ૧૫૧ અનુમાનિત સંવતનિર્ધારણા માટે દાદાએ કોઠો બનાવી તારવેલા મુદ્દાઓ . . . . . . . ૪૧. મુવીઆ. • • • • • • •. . . . . ૧૫૫ . કેટલોગ બનાવતાં ધ્યાનમાં લેવાના મુદ્દાઓની દાદાએ આપેલી સમજ . . . દાદાએ તૈયાર કરેલ મુદ્રિત ગ્રંથોનું સૂચિપત્ર બનાવવાની પદ્ધતિ • દાદાની દીકરી હેમાબહેન સાથે છેલ્લે થયેલી વાતો ............ • • • • • • • • માંદગી દરમિયાન છેલ્લા દિવસોના દાદાના હસ્તાક્ષર ...... . . . . . . . ૧૬ ૬ . દાદાનો બાયોડેટા .. દાદાનો બાયોડેટા . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૬ ૮ દાદાના સાનિધ્ય દરમિયાન, તેઓના માર્ગદર્શન હેઠળ, આ ગ્રંથની લેખિકાએ સંપાદન કરેલી અને પ્રકાશિત થયેલી કૃતિઓની યાદી.... . . . . . . . . ૧૭૧ . ૪ . . . . . . . . . . 12 Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષ્મણભાઈ સાથે લેખિકા Page #18 -------------------------------------------------------------------------- ________________ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૨૦૦૧ના વાર્તાલાપો તા. ૧૧-૪-૨૦૦૧ પૂ. દાદાને મેં એમના જન્મદિવસના સંદર્ભે પૂછ્યું : પ્રશ્ન : જન્મદિવસની ઉજવણી તેઓ કઈ રીતે કરે છે ? પૂ. દાદા : મરણની સામે જવાનું હોય તેની ઉજવણી કે તેની યાદ શાની ? - પ્રશ્ન : તમારો જન્મદિવસ ક્યારે ? ૫. દાદા : હાલ ૮૪ વર્ષ થયાં છે. વિ. સં. ૧૯૭૩ના આસો સુદ ૧૫ (શરદપૂર્ણિમા) મંગળવારનો જન્મ. જન્મસમય છે રાતના ૧ વાગે ને ૧૯ મિનિટે, તારીખ આવે છે ૩૦ ઓક્ટોબર, ૧૯૧૭. દાદા આવા મિતભાષી. ખપ પૂરતું જ બોલે. વધારાનો એક શબ્દ પણ બોલે નહિ. છેલ્લા એક વર્ષથી હું થોડા થોડા સમયને અંતરે દાદા પાસે જતી. દાદા મને મહાવરા માટે પ્રતો આપતા. આ બધી પ્રતોની પ્રતિલિપિ પ્રગટ થયેલી હતી. દાદા મારું કામ ચકાસતા. શબ્દ ઉકેલવાની ભૂલ થઈ હોય તો તેમાં લહિયાનો તે અક્ષરનો મરોડ ધ્યાનમાં રાખવાનું સમજાવતા અને લહિયાનો તે મરોડ પોતે લખીને બતાવતા અને તેવો મરોડ કેવી રીતે મને ઉકેલવામાં ગફલત કરાવી ગયો તે સમજાવતા. આ કારણે મરોડ પ્રત્યે ધ્યાન દેવાની મારી દૃષ્ટિ વિકસી. આવું કામ કરી રહી હતી તે દરમિયાન જ દાદાએ એક દિવસે તારીખ મેં નોંધી નથી) પોતાના કબાટમાંથી એક ફાઈલ કાઢી અને મને બતાવી. મેં ખોલી તો તેમાં દાદાના હસ્તાક્ષરમાં થયેલું લીટી છોડીને કરેલું લિખંતર હતું. ત્રીસેક પાનાં ભરેલ આ લિવ્યંતરનાં પૃષ્ઠો મેં ફેરવ્યાં. દાદા બોલ્યા : “આ “શત્રુંજયની ચૈત્યપરિપાટી’ છે. મેં આ કામ હાથ પર લીધેલું પણ પ્રતનાં આ ૧૧ પૃષ્ઠો કર્યા પછી પડી રહ્યું છે. હવે મારાથી આગળ થશે નહિ એમ લાગે છે. આટલું કર્યું પણ ઘણાં વર્ષો થઈ ગયાં છે. તમારે કરવું છે ?' મેં પૂછ્યું: કેટલાં પાનાં છે ?” એમણે ઝેરોક્ષ પ્રતો કાઢી. જોઈને કહ્યું : “૧૦૩ પૃષ્ઠો છે.' બહુ મોટી કહેવાય.’ હું બોલી. તો શું થયું? હવે તમે કરી શકશો. તમારા સમયે કરવાની છે. ઉતાવળ ક્યાં છે ? થઈ જશે એટલે છપાવશું ક્યાંક.' ‘દાદા જ્યારે મારામાં આટલો વિશ્વાસ મૂકે છે ત્યારે મારે ના પાડવાનો સવાલ ઉપસ્થિત થતો ન હતો. વળી, હું આ કામથી ચોક્કસ સમયમર્યાદામાં બંધાતી ન હતી. મારા અવકાશે થોડે તેવું કામ છે.” - આમ વિચારી મેં હા ભણી. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૧ના મે મહિનાથી જુલાઈના લગભગ અંત સુધી હું અમેરિકા મારા દીકરાને ત્યાં ગઈ હતી. સાથે આ કામ લઈ ગઈ હતી. અવકાશે લિવ્યંતરનું કામ થતું જતું હતું. આવ્યા બાદ લિવ્યંતરના કામ નિમિત્તે દાદા સાથેની મુલાકાતો વધતી ગઈ. દાદા શત્રુંજયને ખૂબ જ ચાહે છે એની જાણ આ પ્રત કરતાં કરતાં જ મને થઈ. દાદા સાથેના સંબંધમાં હવે એવી નિકટતા અને વાતોમાં પારદર્શિતા આવવા લાગી હતી કે ઘણી વાર હું એમની અંગત જિંદગીની વાતો પૂછી બેસતી અને તેઓ તેનો પણ નિઃસંકોચ જવાબ આપવા લાગ્યા હતા. અમેરિકાથી આવ્યા બાદ ચારેક દિવસોએ જ કરેલું કામ લઈને ઇન્ડોલોજી ગઈ ત્યારે અમેરિકામાં શું જોયું એ પ્રશ્નને બદલે – “થયું કામ ?... ચાલો તો શરૂ કરીએ...' અને અમે લિયંતર ચેક કરવાના કામમાં બેસી ગયાં. ડાયરીમાં ૧ ઓગસ્ટ, ૨૦૦૧ની નોંધ મળે છે, જેમાં મેં થતી કોઈક વાતોના સંદર્ભે જ અંગત પ્રશ્ન પૂછેલો જોવા મળે છે. તા. ૧ ઑગસ્ટ, ૨૦૦૧ પ્રશ્ન : રાત્રે ઊંઘ ન આવે એવું બને ? પૂ. દાદા : એવું ન બને. પછી જણાવ્યું કે સૂતી વખતે નવકારવાળી ગણવાની વર્ષોથી આદત. એટલે આંગળી મણકો ફેરવે કે વેઢો બદલે અને મન ભટકવા ન જાય તેથી તેની સાથે મેં સિદ્ધાચલની ભાવયાત્રા જોડી દીધી. તળેટીના દર્શનથી શરૂ કરતાં. વચલા દેરાં-દેરીને નમસ્કાર કરતાં કરતાં, મારી નવટૂંકની યાત્રા પૂરી થાય એ પહેલાં તો ઊંઘ આવી ગઈ હોય. શત્રુંજયની ભાવયાત્રા વિશેષ અનુકૂળ શા માટે થઈ પડી તે અંગે જણાવ્યું કે પહેલાં તો હું જુદાં જુદાં તીર્થોની અને જિનાલયોની ભાવયાત્રા કરતો હતો. તેમાં ય પાટણની ભાવયાત્રા કરવાની વિશેષ આદત હતી. પાટણ મારું મૂળ વતન છે.) અને કાંગડાથી છેક દક્ષિણ મહારાષ્ટ્ર સુધીની ભાવયાત્રા થતી રહી છે. ભાવયાત્રા કરતાં, ક્યારેક મને છટકી પણ જાય. ભાવયાત્રા દરમિયાન પાટણના મહોલ્લામાં ઓળખીતું-પારખીતું મળી જાય. અન્ય યાત્રાઓમાં પણ તેની સાથે જોડાયેલાં સ્મરણો જાગી ઊઠે. જ્યારે શત્રુંજયની ભાવયાત્રામાં આવું કશું થાય નહિ. દર્શન કર્યા કે આગળ, દર્શન કર્યા કે આગળ... (દાદા જાણે અત્યારે ભાવયાત્રા કરી રહ્યા છે !) શત્રુંજય ચેત્ય-પરિપાટી'નું કામ પોતે હાથ ધરેલું તેમાં આ શત્રુંજય-પ્રીતિ જ તેમની પ્રેરણા રહી હોવી જોઈએ. પોતાને અતિ પ્રિય છે તેવું કામ તેઓ મારી પાસે કરાવવા માગે છે તેની આજે મને જાણ થઈ ત્યારે હું ધન્ય બની હોઉં તેવી લાગણી અનુભવી. તા. ૩-૮-૨૦૦૧ ચૌદશ હતી, મારે ઉપવાસ હતો. આ જાણીને દાદાએ કહ્યું : “મારાં મા ચૌદશના ઉપવાસનું પારણું કર્યા વિના દેવ થયેલાં.” પછી સ્મૃતિમાં ગરકાવ થઈને બોલી ઊઠ્યા : “માને હંમેશાં ચૌદશનો ઉપવાસ હોય, શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #21 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે તબિયત સારી ન હતી, એમને દાતણ કરવા મેં પાણી આપ્યું તો જરાક ચીડ અને ઉપાલંભના ભાવ સાથે માએ કહેલું : “ખબર નથી આજે ચૌદશ છે ? આજે મારે ઉપવાસ છે. માએ તે દિવસે સારી રીતે ઉપવાસ કર્યો અને બીજે દિવસે સવારે પચ્ચકખાણ પાળતાં પહેલાં ડોક ઢાળી દીધી. (થોડીક વાર શાંતિ) દાદા આંખો બંધ કરી બેસી રહ્યા. (લાંબું મૌન) આજે દાદાએ મારા વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. ધર્મ, અધ્યાત્મ, વ્યાખ્યાન, લોકપુરુષ, મોક્ષ, નાસ્તિક, શ્રદ્ધા, વિજ્ઞાન વગેરે વિષયો પર ઘણી વાતો કરી. આ બધા વિષયોમાં હું પણ શું માનું છું તેવી પૃચ્છા પણ કરતા રહ્યા. તે પૈકીની કેટલીક વાતો : લોકપુરુષની કલ્પના સમજાવી : નીચેનો ભાગ નરક, મધ્ય પૃથ્વીલોક અને ઊર્ધ્વમાં સ્વર્ગલોક છે. પુરુષનો જે મુખનો ભાગ છે તે અંતિમ કક્ષા. એને અનુત્તરવિમાન કહે છે. અનુત્તરવિમાનમાં ગયા પછી જીવ એક વાર જ જન્મ લે છે. છેલ્લા જન્મ પહેલાંની આ વિશ્રાંતિ છે. ફૂલની શય્યામાં સૂતાં રહેવાનું હોય છે. ત્યાંના જગતની રચના એવી કે રજૂ દ્વારા આપોઆપ, સાગરોપમ કાળ પર્યત સંગીત સંભળાયા કરે ! મોક્ષના સુખની જે વાત છે તેનો માત્ર અંશભાગ જીવ અહીં પ્રાપ્ત કરી લે. મેં કહ્યું : દાદા, મને કોણ જાણે કેમ આવી અવસ્થા ગમે નહિ એવું લાગે છે. નાની હતી ત્યારે એક વાર વ્યાખ્યાનમાં મોક્ષના સ્વરૂપની વાત સાંભળી હતી, તેમાં એમ સાંભળેલું કે કેવલજ્ઞાન પછી જીવો આ પૃથ્વી પરથી વિદાય લે છે ત્યારે બધા જ સિદ્ધશિલા પરના નિવાસી બની જાય. ત્યાં કશું ય કરવાનું હોય નહીં. મને થતું કે ભલા કશું ય કર્યા વિના જિવાય કેવી રીતે ? મારે તો મોક્ષ નથી જોઈતો. સાહિત્યકૃતિઓના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલી પંક્તિઓ : “વૈકુંઠ ને માણું રે, માગું જનમોજનમ અવતાર રે’ એટલે જ ખૂબ ગમી ગયેલી. દાદા હસ્યા. કહે : જન્મ લેવાનાં અને મરવાનાં દુઃખો તો છે ને ? જીવ કેટકેટલાં દુઃખોમાંથી પસાર થાય છે ? મેં કહ્યું : છતાં દાદા, મને તો મંજિલ કરતાં પ્રક્રિયામાં જ રસ પડે. પ્રક્રિયા દરમિયાનનાં દુઃખોમાં પણ આનંદ જ છે. જ્યારે કોઈ કામ પૂરું થાય પછી “હાશ' થાય. પણ પછી ? તેનસિંગ ટોચે પહોંચ્યો પણ પછી શું ? યાત્રામાં આનંદ જ છે. મોક્ષની શાશ્વત આનંદની સ્થિતિ સૃહણીય લાગે, ગમે પણ ખરી, પણ મને એમ થાય છે કે શું એવી દુનિયા ન બને જ્યાં બધા જ સમજુ હોય ? તેઓ વચ્ચે તેમની ચેતનાની ઊર્વકક્ષાને કારણે પીડાકારક ક્લેશ કે રાગદ્વેષથી મુક્ત રહેવાતું હોય તો સંઘર્ષ ક્યાંથી થાય ? મને તો આવું જગત ખપે. દાદા : આ પૃથ્વી પર કેટકેટલા જીવો પેદા થયા પણ જગત તો એવું ને એવું જ રહ્યું. યાત્રા સામૂહિક છે જ નહીં. દરેકે એકલા જ યાત્રા કરવાની છે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : આપની શ્રદ્ધા કયા ધર્મમાં ? ૪ (થોડી વાર પછી) પૂ. દાદા મને ભગવાન મહાવીરનાં વચનોમાં શ્રદ્ધા બેસે છે. મહાવીરે માત્ર નિયતિ પર ભાર આપ્યો નથી. મહાવીરે પુરુષાર્થની વાત કરી છે. ઈશ્વર સર્વશક્તિમાન છે, ઈશ્વર દયાળુ છે, એવી વાતો ટકતી નથી, ઈશ્વરનું અસ્તિત્વ ટકતું નથી. કર્મસત્તા જ છે અને તેથી જ પુરુષાર્થની વાત મહત્ત્વની વાત બને છે. ....નાસ્તિકને પણ શ્રદ્ધા હોય છે. વિજ્ઞાનીને ભલે પોતાના વિજ્ઞાનમાં શ્રદ્ધા હોય, કોઈપણ નાસ્તિક એ અર્થમાં આસ્તિક હોય છે. * (ત્યાર પછીના વાર્તાલાપનો અંશ) જીવમાત્ર સુખ પાછળ દોડે છે. એટલે એને જે ગમતું હોય તે એને કરવું હોય છે. રસીલાબહેન બપોરના જમ્યા પછી ઘરે સૂઈ જવાના બદલે – ટી. વી. કે ફિલ્મ જોવાને બદલે અહીં (એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટમાં) આવે છે. કારણ તેમને એમાં સુખ લાગે છે, મજા પડે છે. એની પાછળ આનંદની ઝંખના છે. આનંદ એટલે જ ઈશ્વર. સુખ અને દુઃખ સાથે જ જોડાયેલાં છે. દુઃખનો અભાવ એટલે જ સુખ. $ (વાર્તાલાપનો વિષય ખોરાક અને દવા તરફ ફંટાય છે.) પૂ. દાદાએ પોતાના વિશે કેટલીક વાતો કરી : ‘અમૃતભાઈ પંડિત મૃત્યુ પામ્યા એ અગાઉ થોડા સમયથી મને ભૂખ લાગતી ન હતી. દવા લેતો નહિ. કા૨ણ કે ડૉક્ટરો જે રોગની દવા આપે એ રોગ મટે પણ પછી એ દવાથી બીજા રોગો ઊભા થાય. નિદાન માટે રૂ. ૨૫૦ કે તેથી વધારે ખર્ચીને રિપોર્ટ કઢાવવા પડે. આથી, એ સમયે મેં ખોરાકમાં સવારે માત્ર એક વાડકી દાળ પીવાનું રાખ્યું. મોટે ભાગે તુવેરની દાળ હોય, મગની પણ હોય. અડદની ક્યારેક જ હોય, વાડકી દાળથી આખો દિવસ નભી જાય. સાંજે થોડું દૂધ લઈ લઉં. ચારેક મહિને ઠેકાણું પડી ગયું ! સામાન્ય રીતે મારો ખોરાક સવારે ચા, બપોરે ચા અને રાત્રે દૂધ. જમવામાં ૩ રોટલી, દાળ, ભાત અને શાક કે કઠોળ એ બેમાંથી એક લઉં. સાંજે ભાખરી, શાક અને દૂધ. રાત્રે નવ વાગ્યા પછી કોઈનો ફોન લેતો નથી. ક્યારેક કોઈ આવ્યું હોય તો દસ વાગી જાય. ક્યારેક છોકરાં વાર્તા સંભળાવવાનું કહે. આમ જ્યારે જાગવાનું વધારે થાય તો ભૂખ લાગે પણ ખરી. આવે વખતે કુલેરનો લાડવો ખાઈ, પાણી પીને સૂઈ જઉં. અડધી રાત્રે કોઈને ભૂખ માટે ઉઠાડવા પડે એના બદલે પહેલેથી જ માગી લઉં. વળી ક્યારેક સવારે ત્રણને બદલે ચાર રોટલી ખાવાનું મન થાય તો ખાઈ પણ લઉં. બપોરે સૂવાનું મન થાય તો સમજવું કે ઠાંસીને ખવાય છે. માપીને ખાવ તો સૂવાનું મન જ ન થાય. ઠાંસીને ખાધા પછી જો સૂઈ જાવ તો પછી પગ દુખે, કમર દુખે, શરીરમાં રાજીપો ન રહે. કાંઈ ને કાંઈ નાનું-મોટું કામ કરતા રહેવું જોઈએ. અત્યારે હું મારી જરૂરિયાતો માટે ભાગ્યે જ બીજાને કહું. જાતે જ પાણી પીઉં, જાતે જ કપડાં ગોઠવું, જાતે જ કપડાં લઉં. ‘આ આપો, પેલું આપો’ એમ કહીએ એટલે પગ જ અટકી જાય. આ તો જે કામ બેસીને કરતાં હોઈએ તેમાં ઊભા થવા મળે. પગને થોડી કસરત મળે અને મનને થોડો વિરામ મળે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : સવારે ચા સાથે નાસ્તો કરો છો? દાદા : હંમેશાં મેરીગોલ્ડ બિસ્કીટ લઉં. પાંચ મૂકે પણ ત્રણ લઉં. કોઈ વાર ચાર લઉં (વાર્તાલાપ દ્વારા જાણવા મળ્યું કે એમને વર્ષોથી ડાયાબિટિસ ૨૦૦થી ૪૦૦ રહે છે. પણ ચા ખાંડવાળી જ પીએ છે. મીઠાઈ સામે આવે તો ખાઈ નાખે. અલબત્ત, માપમાં.) શત્રુંજયવિષયક હસ્તપ્રત અંગેનું માર્ગદર્શન આપી રહ્યા છે, પ્રતમાં કુંડ અને વાવની વાત આવે છે. કુંડ અને વાવના પાણીની ઉપયોગિતા અને શુદ્ધિ વિશે પૂછતાં તેઓએ જણાવ્યું : આ જમાનામાં લોકોને પાણીનું મૂલ્ય સમજાતું નથી. અગાઉ યાત્રાળુઓ શેત્રુંજી નદીએ નાહીને ડુંગર ચઢતા. આજે ડુંગર ઉપર હાવાની ઓરડીઓ થઈ છે. જોકે, ઓરડીઓ થઈ એ જમાનામાં પણ યાત્રાળુઓ બે લોટે નાહી લેતા. આજની પેઠે પાણી ઢોળાતું નહીં. એવોય જમાનો હતો જ્યાં એક જ તળાવ કે એક જ ઠામમાંથી માણસો અને પ્રાણીઓ સાથે પાણી પીતાં, છતાં લોકો માંદાં પડતાં નહિ. કુંડ અને વાવ કેટલી મહેનતે બનતાં તે લોકો બરાબર જાણતાં. કેટલેય દૂરથી વાવ કે તળાવે જઈને પાણી લાવવાનું રહેતું.’ દાદા પોતાનો ભૂતકાળ મનમાં વાગોળવા લાગ્યા. પછી કહેવા લાગ્યા : અમારે ત્યાં ગામડામાં એ જમાનામાં પ્રાણી કે મનુષ્ય એક જ જગ્યાએથી પાણી પીએ. પહેલવહેલો જ્યારે અમદાવાદ આવ્યો અને છાપામાં વાંચ્યું કે ગટરલાઈન અને પીવાના પાણીની લાઈનો એક થઈ ગઈ છે. મનમાં થયું? અરે ભગવાન ! આ પાણી કેમનું પિવાય ? અને જો સાફ થાય તોયે પછીથી પણ એ પાણી પિવાય ખરું? શહેરનો માણસ એક જ તળાવમાંથી ભેંસ અને માણસને પાણી પીતાં જોઈને “અરે !” એમ બોલી ઊઠે એવું મારા જેવા ગામડાના માણસને શહેરીનું વર્તન અજુગતું લાગે ! દાદા વ્યક્તિગત કે સમાજગત આવા Cultural Shockને ખૂબ જ હળવાશથી અને મમળા હાસ્યથી રજૂ કરવા લાગ્યા. દાદાની રમૂજ પ્રકટવા માંડી. બોલી ઊઠ્યા : “આજે હું દૂધની કેબિન જોઉં છું તો પહેલાં ત્યાં ‘ઉત્તમ દૂધ' એવું લખેલું જોતો. થોડા વખત પછી એની નીચે લખેલું વાંચતો – ‘ઉત્તમ દહીં અને થોડાં વર્ષો પછી ‘ઉત્તમ છાશ” વાંચ્યું. મને થતું કે દૂધ બગડ્યું એટલે દહીં બન્યું. દહીં બગડ્યું એટલે છાશ બની. અને હવે લાગે છે કે ઉત્તમ પાણી મળશે.” સાંભળતાં જ હું ખડખડાટ હસી પડી અને બોલી : “દાદા, પાણીય પાઉચમાં મળવા લાગ્યું જ છે ને !' (કાળના જુદા જુદા તબક્કાઓમાં આવતાં ઝડપી પરિવર્તનો પ્રત્યેનું દાદાનું સહજ વલણ મારા ભીતરને સ્પર્શી ગયું. આજે તો એક્કાગાર્ડના રક્ષણ હેઠળ પણ પાણીના રોગો કેટલા બધા વધી રહ્યા છે !) તા. ૧૦-૮-૨૦૦૧ આજે દાદા “અસલ' નામની દુકાનના ઉદ્દઘાટનમાં અને ત્યારબાદ આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી પાસે ગયા. હતા તેથી ઇન્ડોલોજીમાં મોડા આવેલા. પ્રત અંગેનું કામ થોડુંક જ થયું. શત્રુંજયની આ પ્રતિમાંના ‘સુરધન' શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ શબ્દ વિશે વાત નીકળી. દાદાએ વર્ષાબહેન જાનીને બોલાવી પૂછ્યું. વર્ષાબહેને તેનો અર્થ “પિતૃઓનો પાળિયો’ હોવાનું જણાવ્યું. (થોડોક વિરામ) પાટણના જિનાલયના કામ અંગે મેં પાટણની ઘણી મુલાકાત લીધી હતી. પાટણમાં ત્યારે મેં દીવાલો પર ચીતરેલાં સાપનાં ચિત્રો તથા સાપની દેરીઓ જોઈ હતી. સુરધન અને પાળિયાની વાત સાંભળતાં તે યાદ આવ્યું. એને વિશે દાદાને પૂછ્યું તો દાદા મૂડમાં આવી ગયા અને ઘોઘાનું જોડકણું ધીમા સૂરે ગાઈ બતાવ્યું અને ત્યારબાદ ઘોઘાબાપાની વાત કહી. દાદા ખૂબ સારી રીતે વાત કહી જાણે છે એની આજે મને જાણ થઈ. મને સંભળાવેલ ઘોઘા બાપાનું જોડકણું તથા ઘોઘાબાપાની વાર્તા રસિકજનો માટે પરિશિષ્ટ-૧માં મૂકવામાં આવી છે. “આજે નવરાત્રિપર્વમાં જેમ મલ્લામાતા પૂજાય છે તેમ પાટણ અને રાધનપુરમાં ઘોઘાબાપા પૂજાય છે અને ઘોઘાનું ગીત ગવાય છે. ઘોઘાના આ જોડકણામાં સ્થળભેદે પાઠભેદ જોવા મળે. નવરાત્રિ દરમિયાન જ્યારે સ્ત્રીઓ ગરબા ગાતી હોય ત્યારે નાના ટપુરિયાંઓને આ જોડકણું ગાવાનું કામ સોંપી દેવાય. આને કારણે સ્ત્રીઓ છોકરાંઓની ડખલ વિના શાંતિથી ગરબા ગાઈ શકે એ એનો હેતુ. ઘોઘાબાપાના સાપના પ્રતીકવાળી દેરી હોય તો ત્યાં ઘોઘાબાપાના નામનો દીવો નવરાત્રિએ અચૂક થાય.” – વાર્તા કહ્યા બાદ દાદાએ આટલી પૂરક માહિતી પણ આપી. પાટણ અને ખંભાતનાં જિનાલયોનું કામ કરતાં મેં એ બંને નગરોની ઉપલબ્ધ થયેલી ચૈત્ય-પરિપાટીઓને ઉકેલી હતી. તેના સંપાદનમાં અમે જિનાલય અને તેનાં બિંબોની માહિતી આપતા કોઠા બનાવેલા. “શત્રુંજય તીર્થોદ્ધાર વિગત’ નામની આ ચૈત્ય-પરિપાટીના લિખંતરની ચકાસણીનું કરવાનું કામ પૂર્ણ થતાં મેં આના સંપાદનમાં પણ કોઠા તૈયાર કરીને મૂકવાનું વિચાર્યું. કોઠા બનાવવાનું કામ થોડુંક કર્યું પણ ખરું. ખરેખર તો, કૃતિના લિવ્યંતર બાદ ચકાસણીનું કામ લાંબા સમય સુધી ચાલ્યું અને કોઠા તૈયાર કરવાનો અવકાશ તો બીજાં અન્ય તૂટક પુસ્તકોની કૃતિઓ કરવાનું શરૂ કર્યું તેના સમાંતરે ખૂબ જ ધીમી ગતિએ ચાલતું રહ્યું. દરમિયાનમાં એક દિવસ દાદાએ મને માહિતી આપી: “શ્રી વિજયશીલચંદ્રસૂરિને જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામના જ્ઞાનભંડારમાંથી શત્રુંજયની ચૈત્યપરિપાટી મળી હતી. તેનું લિસ્વંતર તેઓએ ‘અનુસંધાન' મેગેઝિનમાં છાપ્યું છે. મેં એ વાંચી. વાંચતાં જણાયું કે આ તો તમે કર્યું તે જ કામ છે.’ ‘હવે...?”હું વિચારી રહી. મારા ચહેરા પરની આછી નિરાશા તેમણે વાંચી લીધી. કહે : જેમ આપણને હતું કે આ કૃતિની માત્ર આ એક જ પ્રત છે તેમ એમને પણ એવું જ લાગ્યું હતું. આની બે પ્રતો હવે થઈ તો એવું બને કે હજુ બીજી વિશેષ પ્રતો બીજે હશે. આપણે તપાસ કરીશું. તમે એના પાઠભેદો આપી, આખી કૃતિનું સંપાદનકાર્ય કરી શકશો. કર્યું છે તે કામ નકામું જવાનું નથી.' “સાચી વાત છે દાદા. કશું ન થાય તોયે આવડી મોટી કૃતિ હું કરી શકી છું. મને મહાવરો તો મળ્યો છે જ.' હું બોલી. એક વર્ષથી પણ વધુનો સમયગાળો એવો ગયો કે જ્યારે પૂ. દાદા સાથેની મારી મુલાકાતો કેટલાંક અન્ય કારણસર થઈ શકી નહિ. સપ્ટેમ્બર, ૨૦૦રમાં ઇન્ડોલોજીમાં પૂ. દાદા સાથે બેસવાનું ફરી શરૂ કર્યું. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ આ સમયે પૂ. દાદા ભાવિ પેઢી માટે હસ્તપ્રતવિદ્યા વિશેની ઝીણી ઝીણી વાત સરળ શૈલીમાં લખવા માટેના મુદ્દાઓનાં શીર્ષકો જુદાં તારવી રહ્યા હતા. મને એ કાગળ આપ્યો અને આપેલી વિગતો પર એક નજર નાંખી જવા સૂચવ્યું. મેં કેટલાંક શીર્ષકો નીચે કઈ વિગતો જણાવવા માંગો છો તે પૂછ્યું. જવાબમાં એમણે મને પોતાની તૈયાર કરેલી સ્લીપો આપી, આ સ્લીપોના લખાણમાં એમણે હસ્તપ્રતવિદ્યાના પારિભાષિક શબ્દોની સમજ સરળ, લોકભોગ્ય ભાષામાં આપવાનો ઉપક્રમ રાખ્યો હતો. હું વાંચવા લાગી. મેં સૂચવ્યું કે આમાં કેટલીક વાક્યરચનાઓ અને થોડા શબ્દોમાં ફેરફાર કરીએ તો વધુ સરળ બને. તો કહે: આ સ્લીપ આખી ફરી લખી બતાવો, મેં તેમ કર્યું. એમને ગમ્યું. હવે એમણે આ બધી સ્લીપો મને સોંપી અને જણાવ્યું કે આ બધી જ નોંધોને તમે ફરી વાર તમારા શબ્દોમાં લખી આપો. જરૂર પડે તો આ પુસ્તક વાંચજો એમ જણાવી, મુનિશ્રી પુણ્યવિજયજીનું “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા' નામનું પુસ્તક આપ્યું. આ કામ નિમિત્તે મારી પૂ. દાદા સાથેની મુલાકાતો વધતી ગઈ તેમજ મુલાકાત દરમિયાનના સાન્નિધ્યનો સમય પણ વધતો ગયો. જાણે-અજાણે ગુરુ-શિષ્યાના જ્ઞાન અને અનુભવોના નિચોડની આપ-લેનું એક અનુષ્ઠાનકહો કે જ્ઞાનસત્ર રચાવા લાગ્યું. આ અનુષ્ઠાનનો છૂટોછવાયો, તૂટક તૂટક છતાં એકધારો પ્રવાહ મારા જીવનનો એક મહામૂલો અવસર બનવા લાગ્યો. પારિભાષિક શબ્દના અર્થને કે અન્ય કોઈ નવા શબ્દને કે ઘટનાને સમજવા માટેનો નાનકડો પ્રશ્ન ખૂબ જ સહજ રીતે અનેક નવી ક્ષિતિજોને ઉઘાડ આપતો રહ્યો. મારે માટે તો જાણે માંગ્યું'તું ખોબો ભરીને અને મળી ગયો દરિયો :” જેવું થયું. આ વેળાએ મને થયું કે આ સંવાદ સચવાઈ જવો જોઈએ. આવી મહામૂલી સંપત્તિ મારી એકલાની બને તે કેમ ચાલે ? આથી તા. ૮-૧૨૦૦૨ના રોજ મેં સંકલ્પ કર્યો કે નોંધ બને ત્યાં સુધી એ જ દિવસે રાત્રે વ્યવસ્થિત કરી લેવી. પ્રસ્તુત નોંધમાં શ્રી પુણ્યવિજયજી માટે મહારાજજી અને મુનિશ્રી જિનવિજયજી માટે મુનિજી શબ્દો વપરાયા છે. પૂ. દાદા વાતચીતમાં આ રીતે આ બંનેનો ઉલ્લેખ કરતા હતા. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૨૦૦૨ના વાર્તાલાપો ઑગસ્ટ, ૨૦૦૨થી ઑક્ટોબર તા. ૭ સુધીનું લખાણ પ્રશ્ન : લેખનકળાના પુસ્તકમાંની ટિપ્પણમાં ૧૮ લિપિઓનાં નામો આપેલાં છે. તમને બધી જ લિપિ આવડે ? દાદા : બધી જ લિપિઓની જાણકારી કે સ્વરૂપ બતાવી શકાય તેમ નથી. કેટલીક લિપિઓ સાંકેતિક - ગૂઢ – લિપિ છે. પ્રશ્ન : એટલે ? દાદા : “ચ”ની ભાષા તમને આવડે ? દરેક શબ્દ પહેલાં “ચ' લગાડાય. જેમ કે ‘ચમચને ચભૂખ ચલાચગી ચછે? કોઈની હાજરીમાં નાછૂટકે વાત કરવી પડે તો પરસ્પર આવી ભાષા નિપજાવી હોય છે. લિપિ પણ આવી હોય. લેખનકળા'ના પુસ્તકમાં આવી લિપિનાં ઉદાહરણો છે. આગળ તમારા વાંચવામાં આવશે. હવે દાદાને ટ્રેનની મુસાફરી દરમિયાન આવી ભાષા બોલાતાં કેવી રમૂજ બની હતી તે પ્રસંગ યાદ આવતાં કહ્યું : ટ્રેનમાં એક વાર ત્રણ જુવાન છોકરીઓ બેઠી હતી. સામે વૃદ્ધ પતિ-પત્ની બેઠેલાં. છોકરીઓ સાંકેતિક ભાષામાં પેલા યુગલની ટીખળ કરતી રહી. સુરત સ્ટેશને પેલું યુગલ ઊતરી ગયું. ઊતરતી વખતે પોતાની ચૂપકીદી તોડી, પેલી જ સાંકેતિક ભાષામાં “આવજો' એમ કહ્યું! પ્રશ્ન : દાદા, જૂનામાં જૂનો ગ્રંથ કયો ? કયા સૈકામાં ? તમે જોયો છે ? દાદા : દસમા સૈકાથી તાડપત્રો મળે છે. તેમાં દેવનાગરી લિપિ છે. ભારતની બધી જ લિપિઓ – ઉત્તરભારત તેમજ દક્ષિણભારતની – બ્રાહ્મી લિપિમાંથી ઊતરી આવી છે. તાડપત્રોમાં ખરોષ્ટી વગેરે અન્ય લિપિઓ જોવા મળે છે તે ભારત સિવાયના અન્ય દેશોમાં જોવા મળે છે. જે કાંઈ જૂના ગ્રંથો છે તે ૧૦મી પહેલાંના મળ્યા નથી. હું ભારતભરના જ્ઞાનભંડારો ફેંદી વળ્યો છું. અભયદેવસૂરિની નવાંગી ટીકા ૧૧મી સદીની છે. પછીના વાર્તાલાપમાંથી) જેસલમેરના ભંડારમાંથી શ્રી જિનભદ્રગણિએ લખેલો ‘વિશેષ આવશ્યક ભાષ્ય' ગ્રંથ દસમા સૈકાનો હોવાનું ગણાયું છે. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એ સંપાદિત થયેલો છે. દાદાએ ભંડારનો એ ગ્રંથ જોયેલો અને મહારાજજી સાથે બેસીને સમયનિર્ધારણા કરી હતી. શ્રી જંબૂવિજયજી પાસે જાપાનના વિદ્વાન આવ્યા હતા. તે વિદ્વાને જાપાનના ઓક્યુજી મઠના ભંડારમાં છઠ્ઠા સૈકાનો એક ગ્રંથ હોવાનું જણાવ્યું. દાદાએ શ્રી જંબૂવિજયજીને જણાવ્યું કે શક્ય હોય તો તેની ઝેરોક્ષ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #27 -------------------------------------------------------------------------- ________________ મોકલવાનું જણાવો. એમની સહાયથી એક જ પેઇજ જોવા મળ્યું. દાદાએ જોયું તો જણાયું કે ‘વિશેષાવશ્યકભાષ્ય'ના અને આ પેઇજના લિપિ-મરોડ એકસરખા જ હતા, મતલબ કે બંને એક જ સૈકાના છે, તેથી આ ગ્રંથ જો છઠ્ઠા સૈકાનો હોય તો વિશેષાવશ્યકભાષ્ય' પણ છઠ્ઠા સૈકાનો ઠરે અને જો છઠ્ઠા સૈકાનો હોય તો વલભીમાં ગ્રંથો લખાયા એ સમયનો બને. જાપાનના ગ્રંથનું નામ છે: ‘ઉષ્ણીશવિજયધારણી' તેની ભાષા સંસ્કત છે. એ જમાનામાં પુસ્તકો ભેટ અપાતાં. આ પુસ્તક ભેટમાં જાપાન ગયું હોવું જોઈએ. વળી કહેવા લાગ્યા : “આગમો છઠ્ઠી સદીમાં વલભીમાં ક્ષમાક્ષમણની અધ્યક્ષતામાં લખાયાં. પછીનાં પાંચસો-છસો વર્ષોમાં તો ભુલાઈ ગયાં. તે સમયનું કશું મળતું નથી. જો જાપાનના ગ્રંથનો સમય તેમાં અપાયો હોય તો આપણો ‘વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથ' (જિનભદ્રગણિવાળો) છઠ્ઠા સૈકાનો જૂનામાં જૂનો ગ્રંથ ગણાય. પ્રશ્ન : આટલું બધું એ સમયે લખાયું અને બધું જ લુપ્ત થયું ? દાદા : મને એનાં થોડાંક કારણો સમજાય છે. જૈનપ્રજાને એક તો એ સમયે પુસ્તકલેખનનો અનુભવ ન હતો. વલભીપુરની ઘટના પહેલાં તો પુસ્તક લખવું એ પાપ ગણાતું. શ્રી ક્ષમાક્ષમણજીએ તો ભગવાનની વાણી બચાવવા લખ્યું. શ્રત (જ્ઞાન) - લેખન એ પછીના સમયમાં પવિત્ર-પુણ્યકાર્ય ગણાયું, અને પછી જૈનગ્રંથોનું લેખન શરૂ થયું. વળી, એ વખતે કાગળ શોધાયો ન હતો. શાહી બનાવવાની પ્રક્રિયા પણ પ્રયોગસિદ્ધ બની નહીં હોય. લખાણ તાડપત્ર પરનું તેથી શાહી લાંબા સમય સુધી ચાલી નહિ હોય અને તાડપત્ર પરથી લખાણ ખરી પડ્યું હશે. શાહીમાંનાં દ્રવ્યોની અસરને કારણે તાડપત્રો ફાટવા લાગ્યા હશે. ધીરે ધીરે પાછલા સમયમાં શાહી બનાવવામાં કુશળતા આવી હશે. આથી જ તો, આપણને એ જમાનાના જે કોઈ ગ્રંથો ઉપલબ્ધ છે તે તત્કાલીન સમયના નથી પણ પછીના સમયમાં થતી રહેલી નકલોમાંથી બચી ગયા હોય તેવા copy - નકલ કરેલા ગ્રંથો છે. શુદ્ધ આગમપાઠ અંગેનું સંશોધન છેલ્લાં સો વર્ષોથી ચાલ્યું છે. જે લહિયાઓએ ઉપલબ્ધ ગ્રંથોની નકલ કરી તે જો સંસ્કૃત કે પ્રાકૃત ભાષા જાણતા ને હોય તો તેમની નકલમાં ભ્રષ્ટ પાઠ મળે એમાં નવાઈ નહીં. યશોવિજયજીએ લખેલો ન્યાયનો ગ્રંથ ઉપલબ્ધ બન્યો તે ખૂબ જ ભ્રષ્ટ પાઠવાળો હતો. પાછળથી દેવસાના પાડાના ભંડારમાંથી જે ગ્રંથ મળ્યો તેની નકલ યશોવિજયજીએ પોતે તથા તેમના બીજા સાત મુનિઓએ ભેગા થઈને કરેલી હતી. આ ગ્રંથ મળ્યા પછી, આ ગ્રંથના અન્ય ભ્રષ્ટ પાઠોને બાજુએ રાખી, આ ગ્રંથની નકલને આધારભૂત ગણી ગ્રંથ તૈયાર થયો. શ્રી જંબૂવિજયજીએ આ કામ કર્યું છે. ડભોઈના ભંડારમાંથી ભગવતીસત્ર મળ્યું. એમાં સંવત ૧૧- -માંના છેલ્લા બે અંકો આપ્યા નથી. શ્રી બેચરદાસ પંડિત જેવા વિદ્વાનોએ જે કામ કર્યું છે તેમાં ડભોઈનું આ પુસ્તક જોવાયું નથી. પ્રશ્ન : દાદા, “સંગ્રહણી'માં શાની વાત આવે છે ? દાદા : એ જૈને ભૂગોળ છે. જૈન ભૂગોળ પ્રમાણે ૧૪ રાજલોક છે. આ રાજલોકની શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ઑગસ્ટથી ઑક્ટોબર ૨૦૦૨ના સમયગાળા દરમિયાન મહારાજજી, મુનિજી (જિનવિજયજી) તથા દાદાના પોતાના વિશે ઘણીબધી વાતો થઈ. આ વાતો જુદા જુદા દિવસો દરમિયાન છૂટીછવાઈ થઈ છે. તે વિગતોનું સંકલન કરીને એક સાથે અહીં હું મૂકું છું. વાત મેં પહેલાં કરી હતી. તેમાં સૌથી ઉપર સિદ્ધશિલા છે. મોક્ષે ગયેલા જીવોનું સ્થાન સિદ્ધશિલા છે. પ્રશ્ન એ થાય કે આટલા બધા જીવો મોક્ષે ગયાની વાત છે તો તે બધા એમાં કેવી રીતે સમાય ? આ પ્રશ્નનો જવાબ છે – પ્રકાશમાં જ્યારે પ્રકાશ ભેગો થાય એટલે ભળી જાય. જગ્યા ન રોકે. સિદ્ધશિલાનું માપ ૫૦ લાખ યોજન પ્રમાણ આપવામાં આવ્યું છે. પ્રત્યક્ષ છે તે લોકનાં માપ આપ્યાં નથી. મુનિશ્રી પુણ્યવિજ્યજી : વિધવા માનો તે દીકરો. તે જમાનો વિધવા માટે હાલાકીભર્યો હતો. માતાની દીક્ષા લેવાની ભાવના થઈ પણ આ બાળકનું શું ? છાણીમાં દીકરાને દીક્ષા અપાવી. બીજે દિવસે માતાએ પાલિતાણામાં દીક્ષા લીધી. મુનિ જિનવિજ્યજી : મુનિજીનું જીવન સપ્તરંગી. પોતે રાજપૂત હતા. કોઈ ચોક્કસ માળખામાં સમાય તેવો સ્વભાવ જ નહિ. શરૂઆતમાં સ્થાનકવાસી સાધુ. કેટલાક નિયમોને કા૨ણે જ્ઞાનની આરાધનામાં થતો વિક્ષેપ સહેવાય નહીં. ગુરુના આદેશથી મુહપત્તિનો દોરો તોડ્યો. યતિ બન્યા. ત્યાં પણ જીવ જે કરવા આવેલો તે પરિપૂર્ણ ન થતાં શ્વેતાંબરી દીક્ષા લીધી. અહીં પણ ન ફાવ્યું. ગાંધીની ચળવળમાં સક્રિય. યરવડા જેલમાં પણ ગયા. જેલમાં તેમની સાથે ક. મા. મુનશી, રાજેન્દ્ર પ્રસાદ વગેરે હતા. બધાએ ભેગા થઈને બંધારણનો મુસદ્દો ઘડ્યો. ગાંધીજીની આ માટે શાબાશી મેળવી. મુનિશ્રી જિનવિજયજીના હાથે ભારતીય વિદ્યાભવનનો પાયો નંખાયો. ખાતમુહૂર્ત એમના હસ્તે. એ સંસ્થાના તેઓ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિમાયા. રિસાળ પ્રકૃતિ. મુનશી સાથે અણબનાવ. રાજીનામું. શાંતિનિકેતનમાં જઈને રહ્યા. લાલચંદ સિંધીએ ઓફર કરી હતી અને એ જમાનામાં એક લાખ રૂપિયા આપેલા જેમાંથી સિંધી ગ્રંથમાળાનું પ્રકાશન થયું. ચિતોડથી અજમે૨ જતાં ચંદેરિયાને અડીને એક ગામ. ત્યાં મુનિ અવસ્થામાં ચોમાસું કર્યું હતું. મેરી જીવનપ્રપંચકહાણી'માં તેમની આત્મકથા છે. દાદા મુનિજીના જીવનની આવી વાતો કરીને બોલ્યા : સંસાર આવો છે. સપ્તરંગી : લાલ, લીલો, પીળો.....' દાદા - પોતાને વિશે : બાર વર્ષની ઉંમરે સૌથી પહેલી નોકરી પાટણમાં ગભરુચંદ વસ્તાચંદને ત્યાં. ૧૨થી ૧૭ વર્ષની ઉંમર સુધી ત્યાં રહ્યા. દાદા પાસે ગભરુચંદ નામું લખાવતા. ગભરુચંદ પાટણના જીવણલાલ પનાલાલ બાબુના સાળા થાય. સુખી ઘરના. દીક્ષાની ઇચ્છાવાળા. પત્નીને સંસારમાં ૨સ. ન ફાવ્યું. પત્ની પિય૨ ગયાં તે પાછાં જ ન આવ્યાં. પિયર ભાભાને પાડે. ગભરુચંદે બાર વ્રત ઉંચર્યાં. આવા વ્રતધારીઓનાં મંડળ હોય, વ્રતધારીઓને લાડવા વહેંચતા. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ પોતાની શેરીના દેરાસર, ઉપાશ્રય, ભોજનશાળા તથા આયંબિલ ખાતાનો તેઓ વહીવટ કરતા. ભોજનશાળામાં યાત્રીઓ પાસેથી પહેલા ત્રણ દિવસ કશો પૈસો લેવાતો નહીં. રત્નવિજ્યજી પાઠશાળા' પણ તેઓ ચલાવતા. આ માટે તેઓ દાન ન લેતા. સ્વદ્રવ્ય ખર્ચતા. આ બધી સંસ્થાઓનો હિસાબ - નામું દાદા પાસે લખાવરાવતા. શરૂમાં કલાકનો એક આનો મળતો. પાછળથી કલાકના બે આના થયા. દેરાસરમાં ગભરુચંદ વાળાકુંચી વગેરે મોકલતા. પરિગ્રહ ઓછો હતો. નિયમ લઈ ધારેલો પરિગ્રહ છેક સુધી રાખી શક્યા. એમને સંભાળનાર-રાંધી ખવરાવનાર – સમુબહેન નામનાં એક વિધવા હતાં. માલિકીનું ઘર વેચી દીધું. ઘરની જણસ દાદાને વેચવા આપતા. જણસના વેચાણ અંગે અન્ય કોઈ પાડોશીને પણ જાણ ન થાય તેવી તકેદારી રાખવાની દાદાને સૂચના આપતા. તેઓ મુંબઈ ઝવેરાતના ધંધામાં અગાઉ ખૂબ કમાયેલા. છેલ્લી કંઠી વેચી એના ૨૦૦ રૂ. આવેલા. આટલા જ રૂપિયા ઘરમાં હતા અને અવસાન થયેલું ! (ગભરુચંદની અપરિગ્રહની ટેક રીતે સચવાઈ તે જણાવતાં દાદાના ચહેરા ૫૨ આશ્ચર્ય, ઈશ્વર પ્રત્યે આભાર તથા ગદ્ગદ થયાના મિશ્ર ભાવો મેં જોયા. અને દાદાના એ સ્મરણની આવી ક્ષણોમાં સહભાગી થયાની ધન્યતા મેં અનુભવી.) ૧૮ વર્ષની ઉંમરે કેસરબાઈ જૈન જ્ઞાનમંદિરમાં નોકરી મળી. લિસ્ટ બનાવવાનું કામ શરૂ કર્યું, તે આજ દિન લગી અહીં – એલ. ડી. ઇન્ડોલોજીમાં પણ ચાલુ રહ્યું છે. એ વખતે નવ રૂપિયાના પગારથી આ નવી નોકરીની શરૂઆત. ૧૨થી ૧૭ વર્ષની ઉંમરનો નામાનો અનુભવ જેસલમેરમાં કામ આવેલો. જેસલમેરમાં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ દ્વારા કામ થતું. ત્યાં દોઢ વર્ષ રહ્યા. ઈ. સ. ૧૯૪૭ના સમયની એ વાત છે. ચાર સાધુઓ તથા પંડિતો આ કામગીરીમાં સામેલ થયા હતા. પંડિતોના રહેવા-જમવાના તથા આવવા-જવાના ખર્ચ પેટે માસિક રૂપિયા ૨૦૦૦)નું બજેટ. દાદાને મહિને સો રૂપિયા મળે. ૧૫૦) રૂપિયાથી વધુ કોઈને ન મળે. આનો હિસાબ ન દાદાએ રાખવાનો હતો. પાંચ પંડિતોમાં પ્રો. જેટલી, શ્રી દલસુખભાઈ માલવણિયા, મુનિજી વગેરે હતા. થોડા સમય બાદ વાર્ષિક ૨૪,૦૦૦ને બદલે ૩૦,૦૦૦ રૂપિયા આપવાના ઠરાવ્યા હતા. નામાની પદ્ધતિ મુજબ હિસાબ લખીને દાદા નિયમિત મોકલતા. જેસલમેરના કામમાં આર્થિક વિટંબણા ઘણી રહી. કામ પૂરું થવાના છેલ્લા દિવસોમાં એકાએક કોઈ કારણસર પાટણના એક શ્રીમંત દ્વારા આવતી ૨કમ બંધ થઈ. ઘી, દૂધ, કરિયાણાવાળા સૌને પૈસા આપવાના બાકી. સૌની ઉઘરાણી વધવા લાગી. પૈસા તો હતા નહિ. હવે શું ? મુંબઈ પત્ર લખ્યો. હૂંડી આવી. જેસલમેરમાં કોઈ હૂંડી સ્વીકારે નહિ. દિલ્હીમાં સ્વીકારાય. શું કરવું ? ભાવનગર ‘આત્માનંદસભા’ને લખ્યું. ત્યાંથી એકસાથે એક હજારના એમ ત્રણ મનીઓર્ડર મોકલવામાં આવ્યા. એ સમયે એક હજારથી વધારેની ૨કમનો મનીઓર્ડર થઈ શકતો નહીં. દાદા બોલવા લાગ્યા : ફરવાની જિંદગી રહી છે. સતત ચાળીસ વર્ષો સુધી ફર્યો છું અને તેમાં આનંદ આવ્યો છે. મજા લૂંટી છે. નવા નવા અનુભવો અને નવા નવા પરિચયો થયા છે. દોઢ વ૨સ જેસલમે૨ હતો તેથી વાત એવી ઊંડી કે લક્ષ્મણ દીક્ષા લેવાનો છે. મને જોકે દીક્ષા લેવાની ભાવના કદી થઈ નથી. એક તિએ દીક્ષા લેવાનું કહેલું. જતિને પોતાની મિલકતો સાચવવી હતી.’ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં * (થોડી વાર પછી) ૧૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ પહેલું સગપણ મહોલ્લાની છોકરી સાથે જ થયું હતું. મહોલ્લાના જમણવારમાં હું જમવા બેઠો ત્યારે જાણ ન હતી કે પાસે બેઠી છે તે છોકરી વાગ્દત્તા છે. દસ વર્ષની ઉંમર. સામે મારાં માં હતાં. માને કોઈકે કહ્યું કે સામે તમારી વહુ છે. જોયું તો ખાવાનામાં ધૂળ ભેળવતી હતી. છોકરી ગાંડી હતી. વિવાહ ફોક કર્યા. બીજે કર્યો. ગાંડી છોડીને ડાહી લાવ્યા ! સોળ વરસે લગ્ન થયાં. આનામાં પણ બુદ્ધિ ઘણી ઓછી. ગાંડા જેવી જ કર્મોને મેં સ્વીકારી લીધાં. એના ગુણો જોવાના શરૂ કર્યા. પત્નીના ગુણોને યાદ કરતાં કહે કેઃ “ઉછાંછળાં જરા ય નહિ. મહેમાનને આગ્રહ કરી ચા પિવડાવે. નાસ્તો આપે. મહેમાન માટે રાત્રેય ચા બનાવવાની હોય તોયે આળસ નહિ. મોડું થયું હોય તોપણ વાસણો એઠાં મૂકી ન રાખે. સાલ્લા કે દાગીના માટે ક્યારેય માગણી નથી કરી. આખી જિંદગીમાં એક જ ફિલ્મ બતાવેલી અને તે “મોગલે આઝમ.’ ફિલ્મ જોવી છે તેવું સામે ચાલીને ક્યારેય કહ્યું નથી. કામને કારણે કોઈ વાર રાતે ૧૦ વાગે ઘેર પહોંચે તોયે ક્યારે ય ઝઘડો કર્યો નથી. બહારગામ જવાનું અને રહેવાનું થતું પણ કકળાટ કર્યો નથી. મારે ડભોઈમાં નોકરી હતી. મેં એની પાસેથી બને તેટલી ઓછી અપેક્ષા રાખી હતી.' (દાદા આજે પોતાના દામ્પત્યજીવનના કિસ્સા સંભળાવવાની હૈમાં હતા.) કહેવા લાગ્યા: ‘એમની પાસે સમજદારી નહિ. ક્યારેય સાથે ન ચાલે. હંમેશાં બે ડગલાં પાછળ હોય. માણેકચોકથી માંડવીની પોળ તરફ વળતાં એક વાર પાછળ જોયું તો એ તો દેખાય જ નહિ. પાછો ફર્યો. દૂર દૂર બોરના ઢગલાને જોતાં ઊભાં હતાં. | મુસાફરી દરમિયાન મને તકલીફો પડે. મોટે ભાગે અમારી મુસાફરી પાટણ - અમદાવાદની હોય, સ્ટેશન આવી જાય અને હું ઊતરું. પાછળ એ આવે છે એવો ખ્યાલ. એક વાર હું ઊતર્યો. થોડી વારે પાછળ જોયું તો દેખાય નહિ. ખૂબ તપાસ. ગભરામણ. જોયું તો વીસેક મિનિટે ટ્રેનમાં દેખાયાં. બાથરૂમમાંથી નીકળતાં હતાં. ટ્રેન આગળ જતી હોત તો ? – મને એવો વિચાર આવ્યા કરે. પૈસા ગણતાં એમને આવડે નહિ. હોય તે બધા જ પૈસા વેપારીને આપી દે. વેપારી જેટલા પાછા આપે તે લઈ લે. એક વાર સો રૂપિયા સાચવવા આપ્યા. હું ન હોઉં અને ઓચિંતાની જરૂર પડે તો આ ભેગા કરેલા પૈસા ખપ લાગે એ ગણતરી. પાછો આવ્યો ત્યારે જોયું કે આપેલા રૂપિયામાંથી ૧૦x૧૨ની રૂમ આખી ભરાય તેટલું મોટું ગાદલું બનાવરાવેલું. ગાદલું મૂકો પછી રૂમમાં બીજું કશું રહે નહિ તેવું. લડવું પડે. પછી થાય : આને લડીનેય શું ? સમજ નથી એનામાં ત્યારે ને ? પછી મન મારીને બેસી રહું. કોઈથીય ગભરાય નહિ. એક વાર ટ્રેનમાં બેસાડીને સ્ટેશન પર કંઈક લેવા ગયો. મારા ગયા બાદ ડબ્બાની બહાર લખાયું : “પોલીસ માટે'પછી પોલીસ આવી હશે. પેસેન્જરોને ઉતાર્યા. આ તો ન ઊતરે. આખરે પોલીસને બોર્ડ કાઢી લેવું પડ્યું. ચાર વર્ષની દીકરીને શાળામાં મૂકવા જાય. દૂધનો સમય થાય એટલે નિશાળે જાય અને દીકરીને ધવરાવે. ગુરુજી સમજાવે : “શાળામાં આમ ને થાય.' તો કહે: ‘મારી દીકરીને ધવરાવું નહિ ?’ હું પણ સમજાવું કે ના જવાય. એના મનમાં આ વાત ઊતરે જ નહિ ને. ૧૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫. બેચરદાસનું ભારતી સોસાયટીમાં ઘર. પાછળથી અંદર જવાય, હું આગળ. એ તો પાછળ કમ્પાઉન્ડમાં જ બાથરૂમ કરવા બેસી ગયાં. એટલે જ બહાર જતાં પહેલાં બાથરૂમ જઈ આવે પછી જ લઈ જવાય. આવું આવું એમનું ધ્યાન રાખવું પડે. બાળક પેઠે જોરથી હસવાની ટેવ. દવા ક્યારેય ન લે. (લાંબો વિરામ) ૭૪ વરસે મૃત્યુ થયું. તે સમયની વાત સ્મરણમાં લાવીને દાદા બોલ્યા : દીકરી મુંબઈથી આવેલી. ત્યારે તો તબિયત સારી હતી તેથી એ મુંબઈ પાછી ગઈ. બીજે દિવસે સવારે જમીને અહીં (ઇન્ડોલોજી) આવ્યો. એ દિવસે અરુણાબહેન લઠ્ઠા મળવા આવ્યાં હતાં. શીલચંદ્રજીએ એક પુસ્તક લેવા મોકલ્યાં હતાં. પુસ્તક લેવા અમે ભો. જે. વિદ્યાલયમાં ગયાં. પુસ્તક લીધું. ત્યાંથી હું ઓપેરા સોસાયટી ગયો. શ્રેણિકભાઈ ત્યાં આવેલા. તેઓ મહારાજ સાથે વાતો કરતા હતા. ઓપેરાથી સીધો બસમાં ઘેર આવ્યો. ભત્રીજો ગુણવંત ત્યારે કહે: ‘ચા નથી પીતાં.' એમને ચા ઘણી વહાલી, મેં પૂછ્યું તો કહે : “નથી લેવી.” થોડી વાર પછી શ્વાસ ચડ્યો, ડૉક્ટર બોલાવ્યા. દવા અને ઇંજેકશન આપવાનું તથા હૉસ્પિટલ દાખલ કરવાનું જણાવ્યું. ભાભી (શાંતાબહેન અમૃતલાલ ભોજક) બાજમાંથી આવ્યાં. બોલ્યાં : ‘ક્યાંય હવે બહાર ન જશો. તબિયત બરાબર નથી. બધે ફોન કરી દો.” પાટણ, મુંબઈ, ગાંધીનગર – બધે ફોન કર્યા. પાટણ અને ગાંધીનગરવાળા આવી ગયા. ૨૪ કલાકથી વધુ હવે નથી તેમ જણાયું. સ્તવનો સંભળાવ્યાં. રાત્રે ૧|| વાગે મૃત્યુ. મેં કોઈને રડવા ન દીધા. શાંતિથી તે અંગેનું બધું કામ કરો તેવી સૂચના આપી. સવારે સ્મશાને બહુ વહેલા લઈ જવાને બદલે ૬ વાગ્યાનો સમય સૂચવ્યો. બેસણું બીજે દિવસે પાટણમાં રાખ્યું. કોઈક ઉત્સાહીએ ગુજરાત સમાચાર'ની અવસાનનોંધમાં સમાચાર આપી દીધેલા તેથી સવારે શ્રેણિકભાઈ, નીતિનભાઈ, રાધિકાબહેન વગેરે આવ્યાં. પાટણથી માસી આવ્યાં. મેટાડોરમાં બપોરે પાટણ ગયાં. ત્યાં પૂજા ભણાવી.' સોળ વર્ષે લગ્ન થયેલાં. અમારા બંને વચ્ચે એક જ વર્ષનો ફેર. ૬૦ વર્ષ અમે સાથે રહ્યાં. તા. ૮-૧૦-૨૦૦૨ ઈન્ડોલોજીની લાઈબ્રેરીનું મુનિશ્રી પુણ્યવિજય લિખિત “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા' નામનું પુસ્તક ત્યાં બેસીને હું વાંચતી હતી. વચ્ચે બે-ત્રણ દિવસની સળંગ રજાઓ આવી ત્યારે પુસ્તક મને ઘેર વાંચવા આપ્યું. પણ પછીથી તેઓ પોતાની પાસેનું પુસ્તક ઘેરથી લઈ આવેલા અને વંચાઈ રહે ત્યાં સુધી ઘેર રાખવા આપ્યું. પુસ્તકમાં મહારાજના હસ્તાક્ષર જોવા મળ્યા ! ભાઈ લક્ષ્મણને સસ્નેહ સમર્પિત દિ. પુણ્યવિજય સં. ૨૦૧૪ શ્રાવણ વદિ ૧૪ શુક્રવાર કલ્પવાચન પ્રારંભદિન' શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ હું શ્રી પુણ્યવિજયજીના હસ્તાક્ષરો જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. મને આ પુસ્તક આપતાં દાદાને આ પુસ્તક અપાયું તે ક્ષણો યાદ આવી ગઈ અને બોલ્યા : મહારાજજીએ પુસ્તક આપ્યું ત્યારે એમની પાસે એમનો શિષ્ય બેઠેલો હતો. શિષ્ય તરત બોલી ઊઠ્યો : ઘેર જઈ વાંચજો.' શિષ્યના મનમાં કદાચ એમ કે અહીં વાંચશે તો કામ ક્યારે થશે ? મહારાજજી તરત જ બોલી ઊઠ્યા: ‘એ તો અહીં જ વાંચશે.” થોડીવાર પછી કહે: ‘ગાયને જેટલો ખોળ ખવરાવો તેટલું ગાય દૂધ વધારે આપે.” ‘આ અહીં કામ કરે છે. તેને જો આપણે કથાઓ વાંચવા ન દઈએ. જુદા જુદા કોશ ફેંદવા ન દઈએ, ચોપડીઓ ફંફોસવા ન દઈએ, તો એ વિદ્વાન કેમનો બનશે ? એ અહીં ન વાંચે તો ક્યારે વાંચે ? એનો આખો તો અહીં જાય છે. નોકરીના સમય પછી એની પાસે શું બચે ? એને જેટલું આવડશે. જેટલું એ વિશેષ જાણશે એટલો એ આપણને જ કામ લાગશે.’ કોઈપણ રિસર્ચ ઇન્સિટટ્યુશન માટે બીજી હરોળ (કેડર) તૈયાર કરવાની આ કેવી મોટી ગુરુચાવી છે" - દાદા માટે મુનિશ્રી પુણ્યવિજયે કહેલી આ વાત સાંભળતાં હું વિચારી રહી. નોંધ : મુનિશ્રી પુણ્યવિજયજીના હસ્તાક્ષરવાળું પુસ્તક મને કાયમ માટે રાખવા મળે એવી પ્રબળ ઇચ્છા થઈ અને દાદાએ મારી આ ઈચ્છા પૂરી કરી. આ સંદર્ભે દાદા એક સંસ્થાની વાત કરવા લાગ્યા. ત્યાં દાદા લિપિ શીખવવા જતા. લિપિ શીખ્યા બાદ પુસ્તકો લખાવવાનું આયોજન હતું. લિપિ એકદમ તો ન આવડે. ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડે. ત્યાંના સંચાલક તરફથી વિદ્યાર્થીઓને ત્યાં બેસીને પ્રેક્ટિસ કરવાની ના પાડી. સૌ વિદ્યાર્થીઓ કહેતા હતા કે ઘેર અમારાથી પ્રેક્ટિસ થતી નથી. એક વિદ્યાર્થીએ તો મોઢામોઢ સ્પષ્ટ જણાવ્યું કે આ ૬૦ વર્ષે ઘેર ક્યાંથી પ્રેક્ટિસ થાય ? એ તો અહીં જ સમય આપવો પડે. - ત્યાર બાદ દાદા મને કહે : સાચી વાત છે એની, નહિ ? એ લોકોનો ૧થી ૭નો સમય. કેટલાક તો બાપુનગરથી - નદી પાર સાયકલ પર આવે. કામના કલાકો ઉપરાંત એમના આવવા-જવાનો સમય ગણો તો એ કર્મચારીને એના પોતાના માટે કે એના કુટુંબ માટે કેટલો સમય બચે ? મનમાં વિચારી રહી : “દાદા કેટલી તટસ્થતાથી આ બેઉ પ્રસંગો કહે છે ? તથ્યો સામસામાં મૂકી આપ્યાં. કોણે શું કરવું જોઈએ એની કોઈ ચર્ચા કે પિષ્ટપેષણ ન કર્યું. માત્ર અરીસો ધરી દીધો. તથ્યોમાંથી જે સાચ ઊભરે છે તે લેવું હોય તો લો.’ પ્રશ્ન : દાદા, બ્રાહ્મણોની સરખામણીએ જૈન ગ્રંથો વિશેષ જળવાયા છે. શા માટે આમ બન્યું ? દાદ : મહાવીરની પરંપરામાં શ્રમણો પરિગ્રહી ન હતા. તેઓમાં જિનાલય કે જ્ઞાનભંડારોનો વહીવટ શ્રાવકોના હસ્તક રહેતો. મોટે ભાગે વ્યવસ્થા કરનારા આ શ્રાવકો શ્રીમંત અને ધર્મનિષ્ઠ હતા. ક્યારેક તો એ પોતે મંત્રી પણ હોય. વળી, જૈન પ્રજા મુખ્યત્વે વ્યાપારી પ્રજા. જ્યારે ચડાઈ થાય કે તોફાનો થાય ત્યારે ગામેગામ ફરતા વેપારીઓ દ્વારા આવનારી આંધીનાં એંધાણ મળી જતાં. તેથી જિનાલયની મૂર્તિઓ કે જ્ઞાનભંડારના ગ્રંથોના રક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા થઈ શકતી. આજે પણ દટાયેલી સામગ્રી મળી આવે છે તે આ કારણે. ક્યારેક તો આખાં ને આખાં દેરાસર દાટી ૧૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ દેવામાં આવતાં. ઉમતાનું ટેકરા નીચેથી આજે નીકળેલ દેરાસર આવી રીતે દટાયું હશે. ગામ આખું નાશ પામતું. પણ દેરાસર ટેકરા નીચે દટાઈ ગયું છે તેનો વર્ષો સુધી ત્યાં જ ફરી વસેલ પ્રજાને ખ્યાલ સુધ્ધાં આવ્યો નથી હોતો ! જ્યારે બ્રાહ્મણોની પોતાની માલિકી હતી. મહંતની પોતાની માલિકી હતી. જેનોની જેમ સંઘ ન હતો તેથી આવનારી આંધીની આગોતરી જાણ ન થતી. મહારાજજીના એ જ લેખનકલાવિષયક પુસ્તકમાં પૃ. ૧૨ ઉપર મેં એક ઐતિહાસિક ઉલ્લેખની નોંધ દાદાને વાંચી સંભળાવી અને પછી પ્રશ્ન પૂછ્યો : મધ્ય ભારતનો શ્રમણ નામે પુણ્યોપાય. ઈ. સ. ૬ ૫૫માં ૧૫૦૦થી વધુ પુસ્તકો ચીન લઈ ગયેલો. (એ જમાનામાં પુસ્તકો ખરીદાતાં નહિ, દાનમાં અપાતાં.) જ્યારે માત્ર દાનમાં ને દાનમાં જ આટલાં પુસ્તકો આપવામાં આવ્યાં તો સહેજે અનુમાન કરી શકાય કે લિખિત પુસ્તકો અને વિવિધ પ્રકારની લેખનસામગ્રીની ભારતવર્ષમાં કેટલી પ્રચુરતા હશે ?” પ્રશ્ન : તો આજે બધાં નાશ કેવી રીતે પામ્યાં ? દાદા : મોગલો આવ્યા. તેમને મતે ભારતીય સંસ્કૃતિ ખોટી હતી. તેથી તેઓએ અનેક જિનાલયો અને જ્ઞાનભંડારોનો નાશ કરેલો. આટલું ઓછું હોય તેમ પુસ્તકો બાળીને તેઓએ રસોઈ પણ કરી. તે ઉપરાંત બીજાં કારણો પણ હતાં. જેમ કે : ઊધઈ લાગી હોય, જળવાયાં ન હોય, અંગ્રેજકાળ દરમિયાન તો અજ્ઞાનને કારણે જળશરણ થયાં હતાં અને અંગત સ્વાર્થ માટે વેચાયા પણ હતાં. આટઆટલાં નષ્ટ થયાં છતાં હજ વિપુલ સંખ્યામાં સચવાઈ પણ ગયાં છે ને ! અઢાર વર્ષની ઉંમરથી આજે ૮૬ વર્ષ થયાં, સતત ઉપલબ્ધ કૃતિઓની યાદી કરવા પલાંઠી લગાવીને બેઠો છું. અને તોયે હજુ લિસ્ટ પણ પૂરાં તૈયાર થયાં નથી. તો માનવું જ રહ્યું છે કે એ જમાનામાં ગ્રંથો તૈયાર કરાવવા માટે કેવો તો પ્રચંડ પુરુષાર્થ થયો હશે અને લક્ષ્મીનો કેવો તો મહાધોધ વહેવડાવવામાં આવ્યો હશે !!! દાદાની આ વાત સાંભળી મને “ઘોઘાબાપાની વાત યાદ આવી. આક્રમણ દૂર દૂર થયું હોય અને ઝડપી વાહનવ્યવહારનો અભાવ, તો સમાચાર કેવી રીતે પહોંચતા હશે એવો વિચાર આવતાં મેં દાદાને પૂછ્યું : પ્રશ્ન : હું દાદા, એ જમાનામાં તોફાન કે ચડાઈના સમાચારો ઝડપથી દૂર દૂર સુધી કઈ રીતે પહોંચાડાતા હશે ? (આના જવાબમાં દાદા એક દશ્ય ખડું કરે છે :) ચિઠ્ઠીવાળો : ક્યાં જાય છે ? સાંઢણીવાળો : બિકાનેર. ચિઠ્ઠીવાળો : મેડતા થઈને જજે ને. આટલી ચિઠ્ઠી પહોંચાડજે. ૧૫ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ સાંઢણીવાળો : જો ભાઈ, મારી પાસે એટલો સમય નહીં રહે. એમ કર. તું આના પર બેસી જા. અજમેર તને ઉતારી દઈશ. સાંઢણીની વાત પરથી દાદાને પાટણના મદનચંદ ઘેલાચંદની વાત યાદ આવી અને કહી : ‘એ જમાનામાં મદનચંદ પાલિતાણાની પૂનમ ભરતા. એ ઊંટડી (સાંઢણી) પર બેસીને જાય. એ જમાનાના માણસો ખડતલ ઘણા. મદનચંદ પાટણમાં ટાંગડિયા વાડામાં રહેતા. પાટણની આજની ભોજનશાળાની સામેનું દેરાસર તે તેમનું છે. એક વાર આ પ્રવાસ દરમિયાન સાંઢણી મૃત્યુ પામી. એની સ્મૃતિમાં પાલિતાણામાં એનું શિલ્પ બનાવી મૂકવામાં આવ્યું. બારોટોએ પાપ-પુણ્યની બારી હોવાની વાત ઉપજાવી કાઢી છે. લોકો ત્યાં પૈસા નાંખે એ હતું. વાતમાંથી વાત નીકળતાં ઠાકોર વિશે વાત નીકળી. તેની માહિતી આપતાં દાદાએ કહ્યું : “ઠાકોર એટલે સામંત, રાજાનું રાજ્ય મોટું હોય. એને સાચવવા રાજા સશક્ત માણસોનો ઈન્ટરવ્યુ લઈને પસંદ કરે. એ લોકોના ગુજારા માટે એમના ઘરમાં કેટલા લોકોને પોષવાના છે એ જાણી લઈને એ પ્રમાણે જમીન તથા ખેતરો આપવામાં આવે. ઠાકોરો રાજા વતી રાજ્યના સંરક્ષણનું કામ કરતા.” દાદાએ એક સંઘવર્ણન વાંચ્યું હતું તેની વાત કરી : પાટણના ઠાકરશીભાઈએ સંઘ કાઢ્યો. તારંગા પહાડોમાં થઈ પિંડવાડા આબુ-દેલવાડા પહોંચ્યા ત્યારે આબુના ઠાકોરે વાહનદીઠ ૧ રૂપિયો જકાત માંગી. શેઠ કહે : હું વેપારના કામે નથી નીકળ્યો. ધર્મનું કામ છે તેથી જકાત નહીં આપું. શેઠે આ બાબતે સહેજે નમતું જોખ્યું નહિ. ધર્મ માટેની શ્રદ્ધા તથા ખુમારી કેવી હતી તેનું આ ઉદાહરણ !' પરસ્પરવિરોધી માન્યતાઓ વિશે ચર્ચા થઈ. આ સંદર્ભે દાદાએ કહ્યું : “કાળનો પ્રભાવ ખૂબ જ મોટો છે. જો વ્યક્તિ ઈરાનમાં જન્મી હોય તો તે માંસાહારી બને. જો ઠંડી લાગે તો માણસ ગરમ કપડાં પહેરશે અને ખૂબ ગરમી લાગશે તો પંખો નાંખશે. આથી, ગરમ પહેરવું કે પંખો નાંખવો બંને સાચાં છે.' પ્રશ્ન : અમારું જ શ્રેષ્ઠ, અમારા ધર્મ જેવો બીજા કોઈનો નહીં એમ શા માટે કહેવામાં આવે છે ? દાદા : આમ જ કહેવું પડે. પ્રચારની ભાષા હંમેશાં આવી હોય. જૈન નળાખ્યાન જુદુ હોય જ. આ નળાખ્યાનમાં સ્વયંવરમાં આવેલા રાજાઓ દમયંતી માટે પરસ્પર તલવાર ઉગામે છે ત્યારે દમયંતી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં જાય છે. અઠ્ઠમ કર્યા બાદ ભગવાનની ભક્તિ કરે છે. સ્નાત્રજળનો છંટકાવ કરે છે, એટલે બધા રાજાઓ એ પ્રભાવ હેઠળ તલવાર મ્યાન કરે છે. દમયંતીએ ત્યારે વિચારેલું કે શું મારે નિમિત્તે આ બધા રાજાઓ હિંસા આચરશે ? – આ જૈનકથા થઈ. આજની વાતોમાંથી દાદાને એક દીક્ષા પ્રસંગ અને તે સંદર્ભમાં અમદાવાદના બે અગ્રગણ્ય શ્રાવકોએ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ દાખવેલા ભિન્ન અભિગમની વાત યાદ આવી અને બોલ્યા.. બન્યું એવું કે એક પરણેલા માણસને દીક્ષા આપવામાં આવી. ઘરવાળાંની સહેજ પણ સંમતિ નહિ. એની પત્નીના ભરણપોષણની પણ કોઈ વ્યવસ્થા કરી નહોતી. કુટુંબીજનો વિચારવા લાગ્યા કે આ વાત બરાબર નથી. કુટુંબના કેટલાક સભ્યો આ સંદર્ભે એક અગ્રણીને મળવા ગયા. એ લોકોની વાત સાંભળી એ અગ્રણી ઉપાશ્રયે ગયા. દીક્ષિત સાધનો હાથ પકડ્યો અને બોલ્યા : તારી પત્ની આઝંદ કરે છે ને તું સાધુ થયો છે ? ત્યાંથી પોતાને બંગલે લઈ આવ્યા. ત્રણ દિવસ સંતાડી રાખ્યો. ઉતાવળથી લેવાયેલી દીક્ષાનો ત્યાગ કરાવ્યો. પોતાની દુકાને બેસાડ્યો. આવું થાય એટલે સ્વાભાવિક છે કે ઊહાપોહ થાય. દીક્ષાના સમર્થકોએ બીજા એક અગ્રણીને બોલાવ્યા. બીજા અગ્રણી પેલા અગ્રણીના બંગલે આવ્યા. સાધુ વિશે પૂછ્યું પણ પેલા અગ્રણી તો જવાબ જ ન આપ્યો. દાદા આવા પ્રસંગોનાં તથ્યોની જ માત્ર વાત કરે. એ સાથે સંકળાયેલ વ્યક્તિ વિશેની કશી ટીકા-ટિપ્પણી ક્યારેય કરે નહિ. માર્મિકતાથી બોલ્યા: “આ યે એક ખેલ છે ને ? એક દીક્ષા અપાવવામાં મદદ કરે અને બીજો સંસારમાં લાવે.” જ્યારે દાદા આવી કોઈ ઘટના નિરૂપે ત્યારે આવા એક જ વાક્યમાં ઘટનાના તેમના દર્શનનો સાર આવી જાય. દાદાના ટેબલ પર જૂની તૂટક હસ્તપ્રતોનો ઢગલો હતો. કેટલીક પ્રતોનાં પૃષ્ઠો ચોંટી ગયાં હતાં. તેઓએ હળવે હળવે કેટલાંક પૃષ્ઠો ઊખેડ્યાં. ન થયાં તે અલગ તારવ્યાં. આ આખી પ્રક્રિયા હું કુતૂહલતાપૂર્વક જોઈ રહી. મેં પૂછ્યું, ‘દાદા, હવે આને કેવી રીતે ઉખાડશો ? દાદા: ‘એની કેટલીક રીતો છે' - આટલું કહી દાદાએ મને રીતો જણાવી. (આ રીતો જિજ્ઞાસુઓ માટે પરિશિષ્ટ : રમાં આપવામાં આવી છે.) દાદાએ આર્કાઇડ્ઝની રીતે પૃષ્ઠો ઊખડે તેની વાત કરતાં એ સંદર્ભે એના એક પ્રયોગની થયેલી વાત જણાવી. દાદા કહે : પ્રા. કનુભાઈ શાહ મામા)ની ભાણી મુદ્રિકા જાનીએ આ કામ કરેલું. આ કામ ખૂબ જ ચોકસાઈ માંગી લે છે. શ્રી જંબૂવિજયજીએ એક તાડપત્ર તેને આપેલું જે રોટલો બની ગયેલું. આ કામમાં કાગળની સ્ટ્રેન્થ તથા શાહીની સ્ટ્રેન્થને ધ્યાનમાં રાખવી પડે છે. આ કામને લઈને બેઠા હોઈએ ત્યારે સાથે બીજું કામ ન લેવાય. કામ સતત કરતાં રહેવું પડે. કેટલાક કાગળ બે દિવસ સુધી રહે તોયે ન ખૂલે એમ બનતું હોય છે. એક વાર હું પાણી પીવા ઊભી થઈ. પાણીનો ગ્લાસ દાદાને ધર્યો તો કહે: “મને પાણી ખૂબ ઓછું જોઈએ. અમૃતભાઈ (દાદાના મોટાભાઈ)ને પાણી ખૂબ જોઈએ.’ પ્રશ્ન : દાદા, હું કોબા “મહાવીર આરાધના કેન્દ્રમાં ગઈ હતી. ત્યાં પ્રતોના રક્ષણ માટેનું એક સાધન જોયું હતું. તેને શું કહેવાય ? દાદા : તેને ક્યુમીગેશન ચેમ્બર કહેવામાં આવે છે. સંસ્થામાં જ્યારે પ્રતો બહારથી શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #36 -------------------------------------------------------------------------- ________________ આવે ત્યારે એને તરત બીજી બધી પ્રતો સાથે ન મૂકે. પ્રતોનાં પૃષ્ઠો છૂટાં કરીને આ ચેમ્બરમાં મૂકે. તેમાં નીચે વાડકા જેવું હોય. તેની નીચે ૪૦ વોલ્ટનો બલ્બ હોય. વાડકામાં દવા મૂકવામાં આવે. દવાનું નામ છે થાયમોલ. એની વાસ અજમા જેવી હોય છે. ચારેક દિવસ તેમાં એક કલાક કે બે કલાક ચલાવીને રાખવામાં આવે છે. આથી, તેમાં જીવ પેદા થતા નથી.. પ્રશ્ન : દાદા, પુસ્તકમાં ભાંગા' શબ્દ વાંચવામાં આવેલો. તેનો શો અર્થ થાય ? દાદા : ભાંગા એટલે વિકલ્પ. એક જ વસ્તુને અનેક રીતે વિચારવી કે લખવી એટલે ભાંગા. ગાંગેયજીના ભાંગા પ્રખ્યાત છે. તે ૩૦૮ છે. લેખન આવડ્યું કે નહિ તે જાણવાની પરીક્ષા ભાંગા લખાવીને કરવામાં આવે છે. આમાં મોટે ભાગે એકના એક જ શબ્દો આવે એટલે લહિયો કેટલી ચોકસાઈથી લખે છે તેનો ખ્યાલ આવે. આવા શબ્દોનાં ઉદાહરણ આપું તો વસ્તિ , વાવ નાતિ. સત્તિ જેવા શબ્દો એકસાથે આવે, મહારાજજીના ગુરુ ચતુરવિજયજી લહિયાની પરીક્ષા કરતા ત્યારે હંમેશાં ભાંગા લખાવીને કરતા. ત્યારબાદ દાદાએ લહિયાઓની બેસવાની રીત વિશેની માહિતી આપી : ૧. દોરી બાંધીને લખે. ૨. બે પગ ઊભા રાખી લખે. હાથમાં પાટી હોય. દોરી ઉપર હોય અને લખે નીચે. જેથી લીટી જતી ન રહે, એકસરખી રહે. ૩. થાકી ન જવાય તેથી ઘણા લહિયાઓ પગ ઊંચા રાખીને લખે. પગ ઊંચા રહે તે માટે પગ નીચે કાંબલી મૂકે. પાછળ તકિયો હોય, પગ લાંબા રાખ્યા હોય તો થાકી ન જવાય. આગલે દિવસે મેં આર્ટ-ગેલેરીની મુલાકાત લીધી હતી. તેની વાત મેં દાદાને કરી, આ સંદર્ભે ચિત્રકલા વિશેની વાતોમાં વિહરવા લાગ્યા : એક ચિત્રકાર પોતાનું ચિત્ર લઈને રાજા પાસે આવે છે. કહ્યું: “જો આપ આ ચિત્રની ખૂબી દર્શાવી શકો તો જ આ ચિત્ર હું આપને આપીશ.” રાજા કલાપારખુ હતો. ચિત્ર સ્ત્રીનું હતું. રાજા કહે છે કે આ સ્ત્રીના પેટમાં ત્રણ મહિનાનું બાળક છે.' ત્યારબાદ દાદાએ વિવિધ ચિત્રશૈલીઓનાં નામો જણાવ્યાં : અજંતાની, કલ્પસૂત્રની, લોકશૈલી, ગિલગિટ, ડેક્કન, નેપાળ, મારવાડ, જયપુર, જોધપુર, કોટા, બુંદી, માળવા વગેરેની. વળી દાદાએ રંગોની વાત કરી. કહે : મોરપીંછ રંગ સૌથી જૂનો છે. મોગલ સમયમાં વાદળી એટલે કે ગળી કલર આવ્યો. કિસનગઢમાં લોહીના જેવા લાલ રંગ છે. ચિત્રો મંદિરમાં રહેતાં, ઘરમાં નહીં. મોગલ સમયમાં કલાને ખૂબ પ્રોત્સાહન અપાયું. તે જમાનામાં પૂર્ણ કદનાં ચિત્રો બનતાં. સૌ પ્રથમ અકબરનું ચિત્ર ભેટ અપાયું. પછી તો એવાં ચિત્રો બનાવવાની પ્રણાલિકા પડી, ચિત્રોને ઘરમાં સ્થાન મળ્યું. ૧૮ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ ચિત્રના વિમોચનના સમારંભો પણ થવા લાગ્યા. ઔરંગઝેબના સમય સુધીમાં તો આ પ્રવૃત્તિ ઘણી ફૂલીફાલી. એક વાર ઔરંગઝેબના ધ્યાનમાં આવ્યું કે રાજ્યનો અધિકારી વર્ગ ચિત્રવિમોચનના કોઈ સમારંભમાં ગયો છે. તેણે વિચાર્યું કે આમ થાય તો રાજ ક્યાંથી ચાલે ? વટહુકમ બહાર પાડ્યો : સંગીતકારો અને ચિત્રકારોને તડીપાર કરો. આ બધા કલાકારો ત્યારે દેશી રજવાડામાં ઘૂસી ગયા. આ પછી આપણા પ્રસંગો પણ મોગલ શૈલીમાં બન્યા તે આ ભાગી છૂટેલા કલાકારોની દેણ છે. જૈન ચિત્રકળાની ખૂબી એ છે કે એમાં આંખનો ખૂણો કાન સુધી લઈ જવાતો હોય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પછી ચહેરા પર તલ બનાવવાનો રિવાજ શરૂ થયો. રવિ વર્માએ shade આપ્યા. એ પહેલાં, બધા જ ચહેરા એકસરખા લાગતા. તા. ૯-૧૦-૨૦૦૨ આજનો દિવસ મારે માટે સાચા અર્થમાં પૂરેપૂરો જ્ઞાનસત્ર બની રહ્યો. બન્યું એવું કે દાદાએ આપેલી સ્લીપોમાં લેખન-ઉપકરણોની વાત હતી. ‘આ સર્વ ઉપકરણો જો મને બતાવવામાં આવે અને તેના ઉપયોગ સમજું તો હું વધારે સારી રીતે લખી શકું” – એમ જણાવતાં દાદાએ મને કેટલાંક સાધનો બતાવ્યાં અને પછી અન્ય સાધનો મ્યુઝિયમમાં જઈને જોઈ આવવા સૂચવ્યું. દાદા પાસેથી મને જે માહિતી મળી છે તથા મહારાજજીના ગ્રંથમાંથી મેં મારે વાસ્તે જે વિગતો અલગ તારવી હતી તે આ ક્ષેત્રમાં નવા આવનાર માટે ઉપયોગી થઈ પડે તેવી જણાવાથી, એને પરિશિષ્ટ: ૩ રૂપે મૂકવામાં આવી છે. લેખન-ઉપકરણોની વાતોમાં જ્યારે “શાહી – (મષિ) વિશે વાત નીકળી ત્યારે મેં દાદાને ટેબલ પરનો તૂટક પુસ્તકોનો ઢગલો બતાવીને પૂછ્યું: પ્રશ્ન : હું દાદા ! આપણી આ પ્રતોમાં ક્યાંય શાહી બનાવવાની રીત આપી હોય તેવો કાગળ હાથમાં આવ્યો છે ? જવાબમાં દાદાએ તરત જ પોતાની સામે પડેલા પ્રતોના ઢગલામાંથી તરત જ શાહી બનાવવાની રીત લખી હોય તેવાં બે પૃષ્ઠો કાઢીને બતાવ્યાં. વાહ બાપુ! દાદા તો જાણે લિપિક્ષેત્રની કોઈપણ વાત પૂછો તો ‘હરતા ફરતા જ્ઞાનકોશ' પેઠે બધું જ જિહ્વાગ્રે અને જોવા માગો તો જાદુગર ! જેમ જાદુગર એના ખીસામાં, કોથળામાં કે હેટમાંથી વસ્તુ કાઢી આપે એમ દાદા ટેબલ પરના ઢગલામાંથી, ઝભ્ભાના ખીસામાંથી ખિસ્સાડાયરી કાઢીને કે ટેબલના ખાનામાંથી કાઢીને અથવા ઊભા થઈ કબાટમાંથી પોતાની ફાઈલોના ઢગલા ફંફોસી વિગત કે વસ્તુ હાજર કરી દે ! શાહી બનાવવા માટે દાદાએ કદાચ અખતરો કર્યો હોવો જોઈએ એમ ધારીને મેં પૂછ્યું તો ઘણી વિગતો જાણવા મળી : પ્રશ્ન : શાહી બનાવવામાં કે કાજળ બનાવવામાં કયાં કયાં દ્રવ્યો મુખ્ય હોય ? આપે આવો પ્રયોગ કર્યો છે ? દાદા : મહારાજજીએ એમના પુસ્તકમાં રીતો બતાવી જ છે. તમને ખબર હશે કે પાટણનું ગોટલીનું કાજળ પ્રખ્યાત ગણાય છે. ત્યાંની મુસ્લિમ બાઈઓનો આ ધંધો. કોડિયામાં ઘી કે દીવેલનો દીવો કરવામાં આવે. કાંસાની વાડકીમાં પાણી ભરી, દીવા પર ધરી રાખે. જે કાજળ ભેગું થાય તેને જરાક દીવેલમાં કાલવી લેવામાં આવે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ આટલું કહ્યા બાદ શાહી પોતે કઈ રીતે બનાવે છે તે જણાવ્યું : ‘સૌપહેલાં આટલી સાધનસામગ્રી તૈયાર રાખો – તપેલીમાં તેલ, વાડકીવાળો ચમચો, ૨ ગાભા, સાણસી, દીવાનો મોગરો કપાય તેવી કાતર, નવ દીવેટો સાથે નવ કોડિયાં, ઇંટો અને ખાલી ડબો તથા કુંડીઓ. તેલ બનાવવા એક વાર બેસો પછી વચ્ચેથી ઊઠી ન શકાય, ગરમી લાગે તેથી સામાન્ય રીતે શાહી બનાવવા શિયાળો પસંદ કરવામાં આવતો. સૌપહેલાં વચમાં બેસવાની જગ્યા રાખો. નવ દીવાઓ સળગાવીને ચારે બાજુ ગોઠવો. શાહી બનાવતાં કપડાં કાળાં થવાનાં જ તે ધ્યાનમાં લેવું. રેતીના ઢગલામાં ચારે બાજુ ઇંટો હોય. તેની વચ્ચે કોડિયાં રાખ્યાં હોય. કૂંડી જેવું એક એક સાધન ઈંટોને આધારે કોડિયા ઉપર ગોઠવતા જાવ. ઢાંકણાવાળો ખાલી ડબ્બો ઉઘાડા માથે રાખો. થોડી થોડી વારે એક પછી એક, બે ગાભાથી હૂંડીને ઉપાડી દાતણ જેવી સળી વડે એકઠું થયેલું કાજળ ડબામાં ખંખેરી લેવાનું. હવે ડબામાં જેટલા વજનનું કાજળ થયું હોય તેટલા જ વજનનું હીરાબોર લો. હીરાબોરથી બમણો બાવળનો ગુંદર લો. ૫ તોલા જો બોર હોય તો ૧૦ તોલા ગુંદ હોય. બોર તથા ગુંદને પાણીમાં જુદા જુદા પલાળવા. પલાળવાથી તેની અશુદ્ધિ બહાર નીકળી જશે પછી તેને કપડામાં ગાળી લો. મસળીને બંનેનું પાણી ભેગું કરવું. ગળાય તેટલું પાણી લેવું. હવે કાજળ સાથે મિશ્રણ કરો. વેલણથી કાજળ, ગુંદર તથા હીરાબોરને હલાવો. તૈયાર થાય એટલે ત્રાંબાનું બકડિયું એટલે કે પેની (જે નીચે સપાટ ગોળાકાર અને ખુલ્લા મોંવાળું હોય)ને બે પગમાં ભરાવીને ઘંટો. ઘૂંટે બનાવવા લીમડાનું લાકડું લેવું. ઘંટો નીચેથી ૨-૨ ફૂટ જાડો હોય, કહો કે દાળ વાટવાનો પથ્થર હોય તેવો લાગે, ઉપરથી મગદળ જેવું દેખાય. ઘંટાને ત્રાંબાની ખોળ પહેરાવો. જેટલા તોલા કાજળ હોય તેટલા કલાક ઘૂંટવું જરૂરી છે. આટલું જણાવ્યા બાદ દાદા કહે : હિતરુચિવિજય મહારાજસાહેબ છે ને એ જ્યારે અતુલ નામથી સંસારી અવસ્થામાં હતા ત્યારની વાત છે, એમના ઘેર મારા માર્ગદર્શન હેઠળ શાહી બનાવેલી. તેઓ પર્યાવરણવાદી હતા. કેમિકલ વિનાનાં દ્રવ્યોવાળી શાહી બનાવવાનું મન થયું એટલે મને મળ્યા. મારા માર્ગદર્શન નીચે એમની ટીમ બેઠી. તેઓએ ત્યાં ત્રાંબાની કૂંડી તથા કથરોટ દ્વારા કામ લીધેલું. બધું સમજાવીને હું બહાર ગયો કારણ મારે એક અગત્યનું કામ હતું. આ કામ તેમણે મુંબઈના વાલકેશ્વરના ઘરમાં કરવાનું રાખેલું. રૂમ કાળો થશે તેવી ચેતવણી મેં આપેલી પણ તેઓ તે માટે તૈયાર જ હતા! બહારથી હું આવ્યો ત્યારે મેં જોયું કે પાંચની ટીમમાંથી માત્ર બે જણા જ હતા ! ઘંટાથી ઘૂંટતાં શીખંડ જેવું બન્યું એટલે એક કલાક તડકે મુકાવરાવ્યું. પછી એમાંથી ગોળી, વડી કે પતરી જેવું પાડવાનું જણાવ્યું. હવે આ સુકાય એટલે તે ગાંગડા ભરી લેવાના રહ્યા. જ્યારે શાહી બનાવવી હોય ત્યારે શાહીની ગોળીમાં ગરમ પાણી નાંખવું જોઈએ. માફકસર પાણી રેડવું જરૂરી. ક્યારેક હીરાબોર કે ગુંદમાં ચીકાશ હોતી નથી. આવું બને તો તેની પરીક્ષા માટે ગોળી બનાવતાં પહેલાં ચાંદલો પાડો. પતલું હોય તેવો ચાંદલો. સુકાય એટલે નખ મારીને ઉખાડો, નખ મારતાં જ એ ઊખડે તો સમજો કે ગુંદ વધારે છે. જો ચીકાશ ઓછી હોય તો આંગળી ઘસતાં જ વળગી આવે. આટલી પરીક્ષા બાદ ગોળી બનાવો, શાહી પતલી કેટલી રાખવી તે લહિયો પોતે નક્કી કરતો હોય છે. આમ શાહી બનાવવાના પ્રયોગની તથા તેમાં રાખવાની ઝીણી ઝીણી તકેદારીની વાત કહી. પછી જણાવ્યું કે “મહાજનમુમાં પુસ્તકો લખવાનું કામ ચાલે છે તેમાં આ જ રીતે શાહી બનાવીએ છીએ. ૨૦ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગની વાત સાંભળી મારું મન બોલી ઊઠ્યું : “વાહ દાદા, આપ તો પ્રયોગવીર છો ! લિપિક્ષેત્રના ટેક્નિશિયનના પ્રયોગો જાણવાની તો આજે શરૂઆત હતી! - આનું ભાન પાછળથી થયું હતું. લાલ શાહીની રીત: ૧૬મી સદીમાં લાલ શાહી બની. હાંસિયો તેમજ શીર્ષક વગેરેમાં એનો ઉપયોગ થતો આવ્યો છે. આ શાહી બનાવવામાં મુખ્યત્વે હિંગળોક વપરાય છે. હિંગળોકમાં પારો હોય છે તેથી તે વજનદાર હોય છે. આરસના ખરલમાં હિંગળોકનો ભૂકો નાંખો. એમાં લીંબુનો રસ નીચોવો. પછી ખરલ ભરાય તેટલું પાણી નાંખો. લીંબુનો રસ નાંખવાથી પારામાંથી લીલો રંગ છૂટો પડશે. આ છૂટું પડેલું લીલા રંગનું પાણી તારવી લો. નીચે લાલ રંગ રહ્યો હશે. ફરી લીંબુ નીચોવો. ફરી તારવો. આમ ચાલીસ-પચાસ વાર કરીએ એટલે લાલ હિંગળોક જુદો પડે. આ રીતે જો શાહી બનાવેલી હોય તો લાલ રંગ કાગળને ખાઈ જતો નથી. ‘આટલું જણાવીને દાદા ઉમેરે છે: “રતનપોળમાં ગોલવાડથી આગળ, પાનકોરનાકાના વંડાની લાઈનમાં હકીમ બાબુભાઈની દુકાન હતી. એ માણસ મશીનથી ઓસડિયાં ખાંડી આપતો હતો. સાધુ-સાધ્વી જેમાં ગોચરી કરે છે તે પાતરા રંગવા માટે લાલ તથા કાળા રંગનો ખપ પડે. ગાડાંની મરીથી કાળો રંગ અને હિંગળોકથી લાલ રંગ રંગાતો. જોકે, હવે એશિયન પેઇન્ટસ વપરાય છે. એમના આચારમાં લાકડાના પાતરામાં ખાવું અગત્યનું ગણાય છે.' તા. ૧૪-૧૦-૨૦૦૨ હજુ આજે પણ કાલની જ પ્રશ્નોત્તરી આગળ ચાલી : પ્રશ્ન : દાદા, ખેળ એટલે શું ? દાદા : ખેળ એટલે લાઈ. કાંજી-આર જેવું તે હોય. ચોખા કે ઘઉંની બનાવીએ તો તેમાં મોરથુથ નાંખવું પડે, નહિતર તેમાં જીવાત પડી જાય. પણ જો તમે આમલીના કચુકાની બનાવો તો તેમાં જીવાત પડતી નથી અને એટલે તેમાં મોરથુથુ નાંખવું પડતું નથી. પછી દાદાએ ટિપ્પણાં વિશે વાત કરી. ટિપ્પણી: ટિપ્પણીને ટીપણું કે ભૂંગળું પણ કહેવાય છે. કાગળના લીરા કરી, એકબીજાને ચીટકાડી ટીપણાં બનાવાય. ટિપ્પણાં ચીટકાડવા ખેળ વપરાય. કપડાંનાં ટીપણાં બનાવવા હોય તો તાકામાંથી જેટલું લાંબું જોઈએ તેટલું કાપડ લો. જોઈએ તેટલું લાંબુ ટિપણે બનાવી શકાય. બાદશાહ કે રાજાઓનાં ફરમાનો ગોળ વીંટેલા આવા ભૂંગળામાં હોય. તાડપત્રોમાં કાગળ સડી જાય, ઉપર બાંધેલું કપડું કાળું પડી જાય એના કારણમાં લેખનકળાના પુસ્તકમાં મહારાજજી અનુમાન કરે છે કે શાહીને કારણે તેમ થતું હોવું જોઈએ. વળી, લાલ શાહી ઉપયોગમાં લેવાઈ હોય ત્યાં હિંગળોકમાંનો પારો કારણરૂપ હોવો જોઈએ. આ વાંચી મેં દાદાને કહ્યું : પશ્ચિમના દેશોમાં લેબોરેટરીમાં આ અંગે ચકાસણી કરવામાં આવે છે, અને પછી એનાં તારણો રજૂ કરે જે પ્રમાણભૂત ઠરે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૨૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ આ સંદર્ભે એમણે મને એક દૃષ્ટાંત કહ્યું : લાકડાની પાટી ઉપરનું એક પુસ્તક હતું. તેની ઉપર સોળ વિદ્યાદેવીઓનાં ચિત્રો હતાં. આ ચિત્રો કેટલાં વર્ષ જૂનાં છે તે જાણવા માટે પાટીનો થોડોક ભૂકો પશ્ચિમની લેબમાં ટેસ્ટ કરાવવા મોકલ્યો. પાટીમાં અનુમાનથી ૧૨મી સદીનું હોવાનું લખેલું જ હતું. લેબનું તારણ પણ ૧૨મી સદી જ આવ્યું ! વળી, અતિ પુરાણી હોય તો તેમાં પશ્ચિમના લોકોને ય અનુમાન પદ્ધતિનો આધાર તો લેવો જ પડતો. હોય છે. દાદા આ વાત કહેતી વખતે પશ્ચિમની લેબોરેટરીની પ્રમાણભૂતતાનો અસ્વીકાર કરતા ન હતા. પૂર્વની અનુમાનપદ્ધતિ પણ સત્યની ઘણી નજીક હોઈ શકે છે. તે વાત પર તેમનો મુખ્ય ઝોક હતો. વળી, જ્યાં લેબ શક્ય નથી ત્યાં અનુમાન પદ્ધતિથી પણ પેલી પાટીની સંવત નક્કી થઈ શકી હતી. આવાં અનેક ઉદાહરણો તેમના ધ્યાનમાં આવ્યાં હતાં. દાદાને નવાંનો સ્વીકાર ખરો સાથે સાથે જે પ્રાચીન અનુભવસિદ્ધ જ્ઞાન છે તેનો પણ પૂરેપૂરો સ્વીકાર ! દાદા : બધે જ લેબોરેટરી ક્યાં કામ કરે ? વળી, લેબોરેટરીનાં જે તારણો હોય છે તે હંમેશાં સો ટકા કયાં હોય છે ? લાકડાનો કે કાગળનો ચોક્કસ સમય ક્યાં આપી શકે છે ? અમદાવાદ, નારણપુરા મધ્યે આ. હેમચંદ્રસૂરિ તથા આ. પ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રા હેઠળ શ્રી પ્રવીણભાઈ ભોગીલાલ આશારામ પરિવાર તરફથી તા. ૨૪-૧૦-૨૦૦૨ના રોજ જીવિત મહોત્સવ યોજાનાર હતો. તેમાં જ્ઞાનના સંરક્ષકો છે તેવા ગ્રંથપાલો, કેંટલૉગ બનાવનાર વગેરેનું સન્માન નિરધાર્યું હતું. તે નિમંત્રણ પાઠવતી કંકોતરી ટેબલ પર હતી તે મને બતાવી. આ દરમિયાન શ્રી જયેશભાઈએ (ઇન્ડોલોજીના કર્મચારી) આવીને પૂછ્યું : ‘કાકા, સન્માનમાં શું હોય ?' દાદા : આ વાત પરથી દાદાએ પોતાનાં થયેલાં સન્માનોની વાત કરી : ‘અત્યાર સુધીમાં મારાં ૧૨ સન્માન થયાં છે. ગિરધરનગરમાં રોકડ સાથે સોનાની ચેઇન હતી. પાલડીમાં ચાંદીનું શ્રીફળ મળ્યું હતું. બાકી એક વાર રૂ. ૧૧,૦૦૦, એક વાર રૂ. ૨૫,૦૦૦ અને એક વાર રૂ. ૫૧,000ની થેલી મળી છે. સાથે પાઘડી, દુપટ્ટો કે શાલ હોય જ. અત્યાર સુધીમાં આવાં સન્માનો દ્વારા આશરે બે લાખ રૂપિયા મને મળ્યા છે. નોંધ : ત્યારબાદ પણ દાદાનાં સન્માનો થયાં છે, જે આ ગ્રંથમાં આપેલ બાયો-ડેટામાં જોઈ શકાશે. બાયો-ડેટામાં જેની નોંધ નથી તે છેલ્લું સન્માન એમના આયુના છેલ્લા વર્ષે એમની સોસાયટીના રહીશોએ કર્યું હતું. તા. ૧૬-૧૦-૨૦૦૨ ૨૨ યજમાન પગનો અંગૂઠો ધૂએ, ચાંલ્લો કરે, શ્રીફળ આપે, પાઘડી, દુપટ્ટો કે શાલ પહેરાવે. ભાવ હોય તો – તેટલા હાથમાં રોકડા મૂકે. – પ્રશ્ન : દાદા, કાલે દશેરાની રજાએ શું કર્યું ? દાદા : ઘેર જ હતો. ક્યાંય બહાર ગયો ન હતો. પ્રશ્ન : અહીંથી કશું કામ કરવાનું લઈ ગયેલા ? દાદા : ના. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : કામ વિના ગમે ? દાદા : વાંચું ખરો. શું વાંચો ? પ્રશ્ન : દાદા : ઘેર પડી હોય તેવી ચોપડીઓ. કાલે ‘પૂજાસંગ્રહ' વાંચી. પ્રશ્ન : પૂજાસંગ્રહ ? દાદા : એમાંય ઘણું તત્ત્વજ્ઞાન છે. સમજ પડે તો વાંચવું ખૂબ ગમે. તેમાંની એક પંક્તિ હરિહર બંભણ દેવી અચંબ'ના અર્થની એમની મથામણ પ્રેરક હતી. વાતમાંથી વાત નીકળી અને એમાં દાદાએ એક મઝાની વાત કરી. વર્ષો અગાઉ એ સંસ્થામાં સાઇકલ ૫૨ આવતા. કે. કા. શાસ્ત્રી સામે રોજ મળતા, બંનેના મિલનનું દશ્ય મારું મનશ્ચક્ષુ સમક્ષ તરવરવા લાગ્યું અને એક રોમાંચની લહર ફરી વળી. પુસ્તક-પ્રકાશનની કેટલીક વાતો થઈ. મહારાજજી તથા પં. અમૃતભાઈનાં પુસ્તકો reprint કરાવવાની માગણી આવે. આ પુસ્તકો reprinit થાય ત્યારે એમાં એના આ અસલ કર્તાનું નામ પણ ન હોય, ઋણ સ્વીકાર પણ ન હોય. પ્રસ્તાવનામાં જો એનો ઉલ્લેખ હોય તો એવો હોય કે જે વાંચવામાં ન આવે. ક્યારેક તો શ્રાવકે પુસ્તકના લેખક તરીકે પોતાના ગુરુનું નામ છપાવ્યું હોય. સંશોધનનાં કામ કરવાં હોય તો સમયમર્યાદા ન જોઈએ. મુનિ શ્રી પુણ્યવિજયજી પોતાનું પુસ્તક પ્રકાશિત થાય પછી પણ બીજા પાઠો મળે ત્યારે એ પાઠો નોંધી લે. આવી સુધારેલી નકલોને મેળવીને પોતાને નામે છાપ્યા હોય તેવા મુનિઓ પણ છે. લેખનકળા વિષયક પુસ્તક લખ્યા પછી મહારાજજીએ તેમાં પણ આવી સુધારાવધારાની નોંધ જોડી રાખી છે. હસ્તપ્રતવિદ્યા વિશે દાદા જે પુસ્તક લખી રહ્યા છે તે અંગેની વાતો શરૂ થઈ : પ્રસ્તાવનામાં લખવું કે આ પુસ્તક લિપિના લેખન અંગે નથી પણ લિપિવાચન એટલે કે લિવ્યંતર કેવી રીતે કરવું તે શીખવવાનો પ્રયત્ન છે. લિપિના અક્ષરોનો પરિચય છે. તેમાં પડિમાત્રા અને અગ્રભાત્રાને સમજાવી છે. જૂનાં રૂપો આજ પર્યંત કેવી રીતે ટક્યાં છે તેની વાત કરી છે.’ વળી દાદાએ કહ્યું : ‘શબ્દો છૂટા કેવી રીતે પાડવા તે શીખવા માટે – તે કૌશલ્ય માટે ભાષા જેટલી જ તે વિષયના જ્ઞાનની જરૂર પડે. જૈન પંડિતને જૈન ધર્મનું તથા તેની પિરભાષાનું જ્ઞાન હોય. અજૈન લિપિ ઉકેલી શકે પણ ભાષા ઉકેલી છૂટું પાડતાં મુશ્કેલી અનુભવવાનો.' ટેબલ પર પડેલા હસ્તપ્રતના ઢગલાંમાં તૂટક પુસ્તકોનું દાદા sorting – વિભાગીકરણ – કરી રહ્યા હતા. આમ કરતાં તેમના હાથમાં બે પીળાં હળદરવાળાં પૃષ્ઠો આવ્યાં. મને બતાવ્યાં અને કહ્યું કે જૈનેતર કૃતિઓમાં આવાં પૃષ્ઠો જોવા મળે છે. આખી પોથી લખાઈ હોય તેમાંથી વચ્ચે વચ્ચે આવાં પીળાં પૃષ્ઠો પણ આવે. આનું શું કારણ હશે તેની મને જાણ નથી. મહારાજ્જીએ તે વિશે કશું લખ્યું નથી. મૌખિક પણ તેઓની સાથે આ વિશે મારે કશી વાત થઈ નથી. દાદા એમનું Sortingનું કામ કરી રહ્યા હતા. હું સામે બેસીને મહારાજજીનું પુસ્તક વાંચી રહી હતી. પુસ્તકમાં લેખન માટે શાહી બનાવવામાં વપરાતાં ઓસડિયાંનાં નામો હું જોઈ રહી હતી. કેટલાંક દ્રવ્યોનાં શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૨૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ નામ મારે માટે સાવ અજાયાં હતાં. મેં તેવાં દ્રવ્યો વિશે પૂછપરછ કરી. દાદા સમજાવે અને સાથે સાથે તેના અનુસંધાનમાં પોતાનાં સ્મરણો કહેતા જાય. પ્રશ્ન : દાદા, આમાં ધવનો ગુંદ” લખ્યું છે. ગુંદર તો બાવળ કે ખેરનો હોય. આ ધવ એટલે ? દાદા : શાહી બનાવવામાં ધવનો ગુંદ જ ચાલે. એનું ઝાડ મોટું હોય છે. ગામડામાં છોકરાં પતંગ ફાટે તો આનાથી સાંધે. મેં પોતે એનો ઉપયોગ કર્યો છે. અમે ઘેર જઈને પતંગ સાંધવા માટે ભાત ન માગીએ. ધવના ગુંદથી જ ફાટેલી પતંગ સાંધી લઈએ. પ્રશ્ન : અને આ અળતો એ શું ? હાથ અને પગે લગાડીએ છીએ અને મેંદી મૂક્યા જેવું લાગે છે ? દાદા : હા, અળતો એટલે પીપળાનો ગંદ. પ્રશ્ન : અને દાદા આ પોથી એ ઓસડિયું છે ? દાદા : પોથી એટલે મજીઠ અને અળતાનું મિશ્રણ. એ દાંત રંગવાના કામમાં આવે. પીપળાના લાખનું પાણી ન થાય. આથી, કાચની શીશીમાં લાખનો ભૂકો નાંખી તાવડીએ એટલે કે તડકે મૂકવામાં આવે. સૂર્યની ગરમીથી એ લાલ થાય. તમને ખબર છે, પહેલાંનાં ઘરડાં દાંત રંગતાં ? દાંત રંગવા માટે આ પોથી વપરાતી. મજીઠ અને અળતો ભેગાં કરી રૂમાં નાંખી આપે. આ રૂ દાંત પર મૂકી સૂઈ જાય એટલે દાંત લાલ થાય. એક જમાનામાં દાંત રંગવાની ફેશન હતી. પ્રશ્ન : દાદા, કઢાયો ગુંદ એટલે ? દાદા : આવો ગુંદ આવે છે, શાહી માટે તે નકામો ગણાય છે, કારણ કે તેમાં જેટલું પાણી ઉમેરીએ એટલું એ શિખંડ જેવું ઘટ્ટ બનતું જાય. જો પગમાં કાંટો વાગ્યો હોય તો કઢાયો ગુંદ કાંટાને બહાર લાવી દે. દાદાએ જેસલમેરનું એક સ્મરણ કહ્યું : જ્યારે હું જેસલમેરમાં હતો ત્યારે મેં શિયાળાનો પાક બનાવેલો. તે માટે ૧ કિલો ઝેરકચોળું લીધું. તેમાં મૂસળી વગેરે અનેક દ્રવ્યો નાંખી તૈયાર કર્યું. આ બધું ખાંડતાં ખાંડતાં જ વચ્ચે વચ્ચે ચપટી ચપટી ખાઈ પણ લેતો. દરમિયાનમાં પાટણ જવાનું થયું. ત્યાંનો વિખ્યાત વૈદ વિશ્વામિત્ર કહે – “ન ખવાય, મરી જવાય.” બીજાઓએ સાંભળીને કહ્યું : “અમે નહીં ખાઈએ’ મને થયું કે આટલા દિવસથી તો હું ખાઉં છું અને તોયે કશું થયું તો નથી. આ પાક જનસત્તા' જેવા છાપામાં લખ્યા પ્રમાણે બનાવેલો હતો. જો આની અવળી અસર થતી હોય તો કોઈ લખે જ નહિ કે છાપામાં આવે નહિ. આવો તર્ક કરીને મેં તો આ પાઉડરની મધમાં ગોળીઓ બનાવી સૂકવવા તડકે મૂકું એટલે એકરસ થઈ જાય. ધીરેધીરે કરતાં, એ કિલો ઝેરકચોળાંનો પાક પૂરો પણ કર્યો. વાસ્તવમાં એને શુદ્ધ કરીને વાપરી શકાય પણ મને એ રીતની ત્યારે ખબર ન હતી. પછી કહે: વહેમ અને શ્રદ્ધા આવાં છે. હું મરી ન ગયો ! હજુ જીવું છું. કારણ મેં સાંભળ્યા પહેલાં ખાધેલું હતું. ૨૪ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #43 -------------------------------------------------------------------------- ________________ બીજે વર્ષે બીજા વૈદને આ વિશે વાત પૂછી. એ વૈદે કહ્યું : શુદ્ધ કરવો પડે. આ માટે ઝેરકચોળાની ઉપરની છાલ કાઢી નાંખવાની. બીજને માટીમાં દાટી દેવું પછી ઉપયોગમાં લેવું. આ ખાવાથી તાવ આવતો નથી. આ રીતે બીજ કાઢીને શુદ્ધ બનાવેલા ઝેરકચોળાનો પાક પણ બનાવીને ખાધો. (પ્રયોગ સાંભળીને મનમાં હું બોલી : “વાહ દાદા ! ખતરનાક પ્રયોગખોર છો આપ ! પણ છો પૂરા રેશનલ. તર્કથી જાણી-પ્રમાણી-ચકાસીને સ્વીકારવું એ સ્વભાવનો પરિચય વધી રહ્યો હતો.) ત્યારબાદ સોનેરી અને રૂપેરી શાહી બનાવવાની રીત વિશે વાત થઈ. આ શાહી બનાવવા ધવનો ગુંદ જોઈએ. કાચની રકાબીમાં ગુંદનું પાણી ચોપડવું. તેના પર વરખને છૂટો નાખો. આંગળીથી ઘૂંટી ધોવું. પછી તેમાં સાકરનું પાણી નાંખી હલાવવું. નીચે ઠરી જાય એટલે ઉપરનું પાણી કાઢી નાંખવું. ચારથી વધુ વાર તેમ કરવું. મષી એટલે કાજળ પણ લક્ષણાથી તેનો અર્થ શાહી થયો. હવે તો બધા જ પ્રકારની - લાલ, કાળી, સોનેરી, રૂપેરી - શાહીને મષી કહેવાય છે. અક્ષરસુધારણા માટે ખડી ભરેલી પાટી વપરાતી. તા. ૧૭-૧૦-૨૦૦૨ ઉપાધ્યાય યશોવિજયજીના જીવનનો એક પ્રસંગ દાદાને મહારાજજીએ કહેલો તેની વાત થઈ: ‘એ કાળે ભાવનગરમાં જતિઓનું જોર વિશેષ. ઉપાધ્યાય યશોવિજયજી ત્યારે કાશીમાં બાર વર્ષ ભણીને આવ્યા હતા. એમને પ્રતિક્રમણમાં સક્ઝાય બોલવા માટે કહેવામાં આવ્યું. ઉપાધ્યાયજી કહે : “નથી આવડતી.” “શું તો કાશીમાં બાર વર્ષ ઘાસ કાપ્યું ?” ઉપાધ્યાયજી ચૂપ રહ્યા. બીજે દિવસે પ્રતિક્રમણમાં સીમંધરસ્વામીના સ્તવનને રચી, તેઓ ગાવા લાગ્યા. સ્તવનની ચાળીસ-પચાસ ગાથા બોલાઈ, ત્યાં પ્રતિક્રમણમાં બેઠેલા લોકો અકળાવા લાગ્યા. આખરે કોઈએ પૂછ્યું : “આ ક્યારે પૂરું થશે ?” જવાબમાં ઉપાધ્યાયજી કહે : “આ તો બાર વરસનું ઘાસ લણાય છે.” (નોંધ: ઉપાધ્યાયશ્રીએ અનુક્રમે ૩૫૦, ૧૫૦ અને ૧૦૦ ગાથાનાં એમ ત્રણ સ્તવનો લખ્યાં છે.) તા. ૧૮-૧૦-૨૦૦૨ આજે ઇન્ડોલોજી ગઈ ત્યારે દાદા “મહાજનમુ' નામની સંસ્થામાં જવા માટે નીકળી ગયેલા. હું લેખનકલા” પુસ્તક વાંચવા લાગી અને ઉપસ્થિત થતા પ્રશ્નો જુદા તારવવા લાગી. બીજે દિવસે તે પ્રશ્નોના સંદર્ભે વાર્તાલાપ શરૂ થયો. તા. ૧૯-૧૦-૨૦૦૨ પ્રશ્ન : “મક્ષિકાસ્થાને મક્ષિકાત્યાય' એટલે શું ? દાદા : એટલે જેવું હોય તેવું કરવું. લહિયાઓને નકલ કરતી વખતે જે પાઠ ન ઊકલે ત્યારે તેઓ તે પાઠ જે રીતે લખાયો હોય તે જ રીતે લખી લેતા. પ્રશ્ન : લહિયાઓના ગુણધર્મ દર્શાવતાં મહારાજજીએ વાકપટુ, ધીર, લઘુહસ્ત, મૃતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૨૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ જિતેન્દ્રિય જેવાં વિશેષણો કેમ પ્રયોજ્યાં છે ? દાદા : મહારાજજીએ એમના જમાનાના એક લહિયાનાં ખૂબ જ વખાણ કર્યા છે. તેનું નામ ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદી, તેઓ લેખકરત્ન' કહેવાતા. અહીં લેખક શબ્દ writerના અર્થમાં નથી, નકલ (copy) કરનાર લહિયાના અર્થમાં છે, તે સમયે પાટણના લહિયાઓ એમની પાસે તૈયાર થયેલા. હું પણ એમની પાસે લિપિ લખતાં અને ઉકેલતાં શીખેલો. ગોવર્ધનદાસ જીર્ણશીર્ણ કે નષ્ટભ્રષ્ટ પ્રતની લિપિ ઉકેલવામાંય ઉસ્તાદ હતા. તેમને ઘણાબધા વિષયોની જાણકારી હતી. ઉપર આપેલાં વિશેષણો એમને લાગુ પડતાં. - એક વાર એમની પાસે યંત્ર દોરવા માટે આવ્યું. યંત્ર જોઈને એમણે તરત કહેલું: ‘આ યંત્રમાં ભૂલ દેખાય છે.' એમની લખવાની શૈલી પણ વિશિષ્ટ હતી. અંગુઠો અને ત્રીજી આંગળીથી લખતા. એ વાકપટુ અને ધીર હતા. લઘુહસ્ત તથા જિતેન્દ્રિય પણ હતા. લઘુહસ્ત એટલે ફોરા હાથે લખવું - ઝડપથી લખવું. નર્તકી ફોરી રીતે ઝડપથી ફરે છે તેથી તેને લઘુહસ્તકી કહે છે. લહિયાઓને એકલા રહેવાનું ખૂબ જ આવે. ગમે તે ઘર હોય. સગવડ વિનાનું હોય. એક નાની રૂમ હોય. ખાવાપીવાનું પણ જે મળે તે. ગોવર્ધનદાસ બપોરે બાટી-દાળ તથા રાત્રે માત્ર દૂધ જ લેતા. તેઓ ખૂબ સંતોષી હતા. સવારથી રાત સુધી કામ કર્યે જતા. ફરવાનું નહીં. લહિયાઓ ઉપાશ્રયમાં બેસીને લખે. સગવડમાં એક કંબલ મળે. પગ નીચે કંબલ મૂકી, પગ લાંબા કરીને લખે તો થાક ન લાગે. દાદાએ લહિયાઓ વિશે થોડી વધારે વાત કરી: કાશમીરી લહિયાઓ કળાબાજ કહેવાતા; કારણ કે તેઓ પાનાંની નીચે ટેકણ રાખ્યા વિના જ લખતા. પં. અમૃતભાઈના પિતાશ્રી મોહનભાઈ આ રીતે લખતા. મોહનભાઈ જિતેન્દ્રિય હતા. પચીસ વર્ષની વયે બાવ્રતધારી ! સૂતાં સૂતાં લખે. મોહનભાઈના પરિગ્રહની એક મર્યાદા – ર00 રૂ.નો દાગીનો, ૨૦૦ રૂ. રોકડા અને ૨૦૦ રૂ. મકાનના. પ્રશ્ન : પુસ્તકમાં ચંચળબહેનના ભંડારનો ઉલ્લેખ આવે છે તે ભંડાર અમદાવાદમાં ક્યાં આવ્યો? દાદા : પહેલાં તો તે તાશાપોળનો ઢાળ ઊતરતાં, અરવિંદ પનાલાલની હવેલી સામે એક પાઠશાળા હતી તેમાં હતો. હાલ તે ભંડાર ડહેલાના ઉપાશ્રયમાં પુસ્તકમાંનાં લખવાનાં સાધનો અંગે સમજૂતી માંગી. પ્રશ્ન : કેશની એટલે કે વાળની જરૂર આ સાધનોમાં શા માટે ? દાદા : ટાંકની ફાટ મોટી થઈ હોય તે ભરાવવા માટે. પ્રશ્ન : દાભ ? શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ દાદા : મંગળ માટે. પવિત્રતા જળવાય તે હેતુ. શ્રોફ શાંતિલાલ પીતાંબરદાસે દાભને સ્થાને ઘીનો દીવો કરી શકાય તેમ મહારાજશ્રીને પૂછેલું. જવાબ હામાં અપાયેલો. પ્રશ્ન : દાદા, સીધા કાપની કલમ એટલે ? દાદાએ દોરીને બતાવી. ત્યારબાદ નષ્ટ થયેલી, ખંડિત થયેલી મૂર્તિને વિધિસર વિસર્જિત કરવા અંગેની વાત ચાલી, વિસર્જન કરવું એટલે મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીને પ્રાણ આપ્યો હોય છે તે પ્રાણને વિધિવત્ ખેંચી લેવો તે. આપણા અમૃતભાઈ પંડિત(એલ.ડી.માં દાદા સાથે બેસે છે તેને પણ આ વિધિ આવડે છે પણ તેઓ આ વિધિ કરતા નથી. જોકે શાંતિસ્નાત્ર ભણાવરાવે છે. સામાન્ય રીતે વિધિ કરાવતી વખતે વિધિકાર ઉપવાસ કરતા હોય છે. અમદાવાદના રીલિફ રોડ પરના એક વિધિકારક ઉપવાસ ન કરે. તેઓને પાનનો શોખ, વિધિ કરાવતાં કરાવતાં વારંવાર પાન ખાવા જાય. એમને ખાવાનો પણ જબરો શોખ. મીઠાઈ અને ચવાણાનું ટિફિન એમની સાથે હોય. છેલ્લે તેમને લકવો પડેલો. દાદા દેવ-દેવી વિશે વાત કરે છે : હિંદુઓમાં જે દેવો છે તે શાશ્વત છે. જૈનોમાં દેવો પુય વાપરે, આયુ પૂર્ણ થયે બીજી યોનિમાં જાય છે, દેવદેવી વિશે સરસ વાત કહી : “એક જુગારી હતો. જુગારની એની લતથી ત્રાસીને મા-બાપ એને કાઢી મૂકે છે. ગામ પણ એની ઉધારીથી ત્રાસી ગયું છે. એને કોણ રાખે ? એ તો ગયો મંદિરમાં. છરી લીધી અને દેવીને ધમકી આપી : “જો, મને ધનની ખૂબ જરૂર છે. મને તું ધન નહીં આપે તો હું મરી જઈશ. અને તું વગોવાઈશ, તારા મંદિરે કોઈ નહીં આવે.’ આમ કહી જુગારીએ છરી ઉપાડી અને પોતાનું ડોકું ઉડાવવા તત્પર બન્યો. દેવીએ એને તરત રોક્યો, કહે: “લે આ શ્લોક. સવા લાખ રૂપિયા લઈને એને વેચજે.' E પ્રશ્ન : તમને મંત્ર-તંત્રમાં વિશ્વાસ ખરો ? દાદા : ના. (થોડી વાર પછી) આવો જ પ્રશ્ન મેં પ્રો. નાન્દીને પૂછેલો કે મર્યા પછી સજ્જા ભરવામાં આવે છે તે મૃત વ્યક્તિને પહોંચે ખરી? પ્રો. નાન્દીએ કહેલું કે ન પહોંચે પણ જે ગોળો ગબડાવ્યો છે તેને આજ સુધી કોઈ રોકી શક્યું નથી. બ્રાહ્મણોનાં સ્થાપિત હિતો એની પાછળ સંકળાયેલાં છે. મૃત વ્યક્તિનો જીવ અહીં રહેશે એવી બીક એની પાછળ કામ કરે છે. થોડી વાર પછી) શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૨૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગો એવા બને છે કે આ બાબતે કશુંક સત્ય હશે ? એમાં શું હશે ? મન એવા એવા વિચાર કરતું થાય છે. હુલ્લડ સમયે લુણાવાડાનાં એક સાધ્વીજી દર્શન કરવા ગયેલાં. વચ્ચે મુસ્લિમ એરિયા આવે. સજ્જન જમાદારનો મહોલ્લો આવે. સાધ્વીજી પાછાં ન આવ્યાં. ગુમ થયેલાં જાહેર થયાં. ગુજરાત સમાચારના વધારામાં આ સમાચાર આવ્યા. આ પહેલાં સાબરમતી વગેરે સ્થળોએ તપાસ કરી લીધી હતી. શ્રી અશોક ભટ્ટ એ એરિયાના, એમણે પણ બધે તપાસ કરાવરાવી. શ્રી ધર્મધુરંધર મહારાજજી ત્યાં હતા. તેઓએ સુબોધસાગર મહારાજજીને પૂછવા જણાવ્યું. સુબોધસાગરજીએ જણાવ્યું કે હાલ સાધ્વીજી સ નામના ગામમાં છે. લોકો સેરિસા, શંખેશ્વર જેવાં સ્થળોએ તપાસ કરવા ગયા. સાધ્વીજી રાત સુધી ન મળ્યાં. પછી એક ભૂવાને બોલાવવામાં આવ્યો. મને આવામાં વિશ્વાસ નહીં તેથી તરકટ જોતો બેઠો હતો. ભૂવો (રબારી) ધૂણવા માંડ્યો. પછી જણાવ્યું કે દક્ષિણ દિશાએ ગઈ છે અને કાલે બપોર સુધીમાં આવશે. બીજે દિવસે દક્ષિણ દિશામાં પણ તપાસ કરાવી, સાધ્વીજી પંજાબનાં હતાં. ૧૧ વીગે સાધ્વીજીના પિતાશ્રી લઈને આવ્યાં. કહે: ‘તારે સાધુવેશમાં ન રહેવું હોય તો ગુરુને જણાવી કપડાં પહેરી લે. છેલ્લે ગુરુસાધ્વીજીએ હા પાડતાં એમને કપડાં પહેરાવી મોકલી આપ્યાં. ભૂવો આમાં કઈ રીતે સાચો પડ્યો તે વિચાર આવે છે. (આ વાત પુણ્યવિજયજી કાળધર્મ પામ્યા પછી બનેલી છે.) આવી જ વાત મહારાજજીની છે. એમણે પ્રોસ્ટેટની તકલીફ, મુંબઈ હતા. ઓપરેશન માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. લોકોના ધસારાથી મહારાજજીને સાચવવાના હતા. દરેકને જુદા જુદા ઉપચારો સૂઝે અને જણાવે. ત્યાં એક સાધ્વીજી હતાં. નિર્મળાશ્રીજી નામ. બીજાં એક સાધ્વી સાથે આવીને તેઓ મને કહેવા લાગ્યાં : પાટણનાં હીરાબહેનને મા અંબિકાનો પવન આવે છે તો તેમને પૂછીએ. તમે જરા મહારાજજીની આજ્ઞા લઈ આવો. હું ગયો. વાત કરી. મહારાજજીએ તરત હા પાડી અને કહે : પૂછ એમને કે ઉપાધ્યાય યશોવિજયજીના અન્ય ગ્રંથો ક્યાં પડ્યા છે ? જેસલમેરના ભંડાર વિશે પણ પૂછજે. આ ઘટના વખતે મહાવીર જૈન વિદ્યાલયવાળા શ્રી કોરા ત્યાં બેઠેલા. એમને બહાર જવાનું કહેવામાં આવેલું. હીરાબહેને ઠવણી મૂકી. થોડી વાર પછી હાથ ધ્રૂજ્યા. સાધ્વીજીએ કહ્યું: ‘હવે પ્રવેશ થયો છે. પૂછો.’ પુસ્તકો સંદર્ભે જણાવ્યું કે કેટલાંક મળશે. કેટલાંક નહિ મળે. જેસલમેરનો ભંડાર હાલ નહીં મળે. પછી મહારાજજીની તબિયત સંદર્ભે પ્રશ્નોત્તરી : પ્રશ્ન : ઓપરેશન કેવું થશે ? ‘સરસ.' પ્રશ્ન : સ્વાથ્ય ક્યારે ? ‘તરત જ.' પ્રશ્ન : કામ કરી શકે તેવી તબિયત ક્યારે થશે ? ‘અઠવાડિયા પછી સોમવારે ૮ વાગ્યા બાદ એનો જવાબ આપીશ.” ઑપરેશન તો સારું થયું હતું. સોમવારે જવા માટેની રજા પણ આપી દીધેલી. તે અંગેની બધી વ્યવસ્થામાં હું હતો. ત્યાં મહારાજજીને હાર્ટ-એટેકનો હુમલો થયો. જોકે, હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે જ છાતીમાં દુખાવાની વાત ડૉક્ટરને કરેલી પરંતુ, ડૉક્ટરોએ એ વાતને ગંભીરતાથી લીધી ન હતી. (દાદા કહે : મને ડૉક્ટરો પર વિશ્વાસ નથી. દર્દી જે કહે તે ડૉક્ટરો બરાબર સાંભળતા નથી.) આઠ વાગ્યા પહેલાં મહારાજજી કાળધર્મ પામ્યા. હું ખૂબ જ ગભરાઈ ગયેલો. આઠ વાગે હીરાબહેનને ૨૮ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ જોયાં. પાછળથી જણાવેલું કે તમને ણાવવું કેવી રીતે કે મહારાજજી આઠ વાગ્યા પછી નથી ! તેથી આમ કહેલું. – આવી વાતમાં વિશ્વાસ ન મૂકો તોયે માનવું પડે છે કે કશુંક આમાં છે ખરું. ભલે ભૂત-પ્રેત કે મંત્રતંત્રમાં માનીએ નહિ પણ વિચાર કરતા કરી દે તેવું જીવનમાં બન્યું છે. ચ હવે અમારી વાતોનો વિષય તદ્દન બદલાઈ ગયો. છૂટી-છવાઈ તૂટક-તૂટક વાતોના અંશની એક ઝલક : દાદા લુણસાવાડે હતા. કે. કા. શાસ્ત્રી એલ. ડી. ઇન્ડોલોજીના પહેલા લાઇબ્રેરિયન, એલ. ડી.ની શરૂઆત પાનકોરનાકા વંડેથી થઈ. આ બિલ્ડિંગ પછીથી બન્યું. પ્રો. જેટલી, પ્રો હરિપ્રસાદ શાસ્ત્રી વગેરે જોડાયેલા હતા. સૌ પહેલાં ગ્રંથોનું લિસ્ટ કરવાનું હતું. મહારાજજીને ખ્યાલ આવી ગયો કે આગમનું કામ કરવા માટે કોઈ એક જૈન વિદ્વાનને લાવવાની જરૂ૨ છે. બનારસમાં અધ્યાપક તરીકે સેવાઓ આપતા શ્રી દલસુખભાઈ માલવણિયાને આમંત્રણ આપવામાં આવ્યું. પરિગ્રહવત જો લેવામાં આવે તો આજે સતત વધતા જતા ફુગાવા સાથે મુશ્કેલી અનુભવાય. આ વ્રત પાળવું દુષ્કર. તેથી નિયમો બદલીને વ્રત ટકાવી રાખવામાં આવે તે જરૂરી. છ બાબતો હંમેશાં ધ્યાનમાં રાખો તા. ૨૨-૧૦-૨૦૦૨ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, નિયતિ અને પુરુષાર્થ, જ્ઞાનગોષ્ઠીની એક ઝલક : ગહૂંલિ શબ્દ વાંચવામાં આવ્યો. આ શબ્દ બે અર્થમાં પ્રયોજાય છે ૧. ગાવામાં આવે તે. ૨. ઘઉંની ઢગલી પર શ્રીફળ મુકાય છે તે. સંશોધનનું કામ ધૂળધોયાનું છે. સંશોધનમાં સત્ય સુધી પહોંચીએ છીએ તેવું નથી. જોકે, સત્યની નજીક પહોંચીએ. તા. ૨૫-૧૦-૨૦૦૨ વલભીવાચના પછી પાંચસો વર્ષ પર્યંત પુસ્તકો નથી લખાયાં જણાતાં, તેની ફરી વાત નીકળી. થોડી નવી વાતો જાણવા મળી. માનતુંગ મહારાજના સમયમાં તાડપત્રો હતા. સારી શાહીથી લખી શકાય તો ટકી શકે પણ શાહી ટકી શકે એવી બનાવવાનું કૌશલ્ય પાછળથી આવ્યું. બ્લુબ્લેક શાહીથી તાડપત્રો લખાય છે. તેનાથી ફોતરી ઊખડતી નથી. શાહી તથા કાગળની ગુણવત્તા ૧૦મા સૈકામાં શ્રેષ્ઠ બની. વળી, જનમાનસ પણ એક કારણ છે. હંમેશાં જનમાનસમાં બદલાવ આવતાં વાર લાગે છે. અહીં પણ એમ થયું. પહેલાં પુસ્તકલેખન પાપ ગણાતું. જમાનાની માંગ જુદી બની, એટલે પુસ્તકલેખન પુણ્યકાર્ય લેખાયું. પ્રારંભે સંઘે પુસ્તકલેખન બાબતે દરેક ગ્રંથની એક જ નકલ કરાવવાની સંમતિ આપી હતી. વળી, વલભીના સમયમાં તો લાકડાનું જ કામ થતું હતું. તે શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૨૯ Page #48 -------------------------------------------------------------------------- ________________ સમયમાં લખાયેલું લાકડા પરનું લેખન પ્રાપ્ત થયું નથી. (તા. ૨૬-૧-૨૦૨થી તા. ૩૦-૧૦-૨૦૦૨ પર્યત દાદા નારણપુરાના ઉપાશ્રયે શ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી તથા શ્રી ચારશીલાશ્રીજીને બ્રાહ્મી લિપિ શીખવવા જવાના હતા. મેં પણ તે વર્ગમાં જોડાવાની અનુમતિ લીધી. દાદાના વર્ગોમાં લિપિ શીખવવાની સાથે સાથે એમની હંમેશના સ્વભાવ મુજબ પૂરક અનેક માહિતીનો ભંડાર ઠલવાતો જાય. શ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી મહારાજ ખૂબ જ જિજ્ઞાસુ. વળી ખૂબ જ સરસ રીતે પ્રશ્નો પૂછી પૂછીને દાદા પાસે અનેક વાતો (જ્ઞાનગોષ્ઠી) કઢાવે. આ વર્ગમાં એવી ઘણી વાતો હતી જે આ પહેલાં પણ સાંભળેલી છતાં આ વખતે થોડીક એમાં વિશેષ માહિતી ઉમેરાયેલી હતી. આથી, આ જ્ઞાનગોષ્ઠીના લેખનમાં થોડુંક પુનરાવર્તન નિર્વાહ્ય ગણીને જ વાતો નોંધી છે. વળી. આ સમય દરમિયાન બપોરે હું ઇન્ડોલોજી પણ જતી, આ સમયે થયેલી જ્ઞાનગોષ્ઠી પણ હવે પછીની નોંધોમાં તે તે તારીખોમાં સમાવી છે.) તા. ૨૬-૧૦-૨૦૦૨ જયપુરમાં જ્યારે મુનિ જિનવિજયજી મુનિજી) પાસે દાદા હતા ત્યારે ઇતિહાસવિગતોના છબરડાની વાત મુનિશ્રી કરતા. તેઓશ્રીની પાસે જાણેલી વાત અમને કહેવામાં આવી. તેમાં એક વાત શત્રુંજયની તળેટી બાબતે છે : કલ્પસૂત્ર પ્રથમ વાર આનંદપુરમાં વંચાયેલું. આ આનંદપુર વલભીની બાજુમાં છે. આજે શત્રુંજયની તળેટી વડનગરમાં હોવાની વાત છે પણ વસ્તુતઃ આનંદપુર જે વલભીની નજીક છે તે જ શત્રુંજયની તળેટી હોવું જોઈએ. આવી બીજી એક બાબત જણાવી : કોટાથી ઝાલરા-પાટણ (માળવા) જતાં વચ્ચે આવતું “સતસહેલીકા મંદિર' સરસ છે. પાટણના રાજા સિદ્ધરાજે તે બનાવેલું છે. ઝાલાવાડથી રજપૂતો આવેલા અને આ પ્રદેશ કબજે કરેલો. જસમા-ઓડણની વાત છે તે આ પ્રદેશની, ઓડને ત્યાં બોલાવેલા. જસમા ઓડણ બળી ગયેલી. બાહ્મીલિપિના ચાર્સ બાબતે પુછાતાં - અશોકના શિલાલેખો ઉપરથી ચાર્સ બનાવેલા છે તે ઇન્ડોલોજીમાં છે. દિલ્હી ગવર્મેન્ટ દ્વારા તે છપાયા છે, અને તે વેચાતા મળી શકે છે. બાહ્મીલિપિના પરિચયમાં દાદા કેવી રીતે આવ્યા તે પ્રશ્નના જવાબમાં – ઇન્ડોલોજીમાં એક તામ્રપત્ર આવ્યું. દલસુખભાઈ માલવણિયાજીએ મને જોવા માટે આપ્યું. જોયું તો લિપિ સાવ જુદી. ઉકેલવી કેવી રીતે ? બારીકીથી જોતાં પ્રારંભે ૐ હોય તેમ લાગ્યું. અંત ભાગની થોડી સમજ પડી. ત્રણ લખાયેલા આંકડા પંચાયા. દલસુખભાઈએ ઓઝાનું પુસ્તક મને આપ્યું. ઓઝાની બુકમાં લિપિમાળા છાપી છે. તેમાં ચાટ પણ સામેલ કર્યા છે. સાથે સાથે તેનું લિસ્વંતર પણ આપેલ છે. તે ક્યાંનો છે તે પણ જણાવ્યું છે. ઓઝાની બુકના અંક સાથે પ્રતના અંક સરખાવતાં ૩૧૯ વાંચ્યું. એ અંકમાં ઈ. સ. મેળવવા ઉમેરણ કર્યું તો તે સમય વલભીનો હતો. પંદર વર્ષ પહેલાં ‘ઇંદિરા ગાંધી સંસ્થાન' દ્વારા લિપિનો સેમિનાર યોજાયો હતો. વિશ્વભરમાંથી ૩૦ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ લિપિનિષ્ણાતો આવેલા. દાદા કહે કે હું ત્યારે પ્લેઇનમાં ગયેલો. આવેલ સૌ પોતપોતાની ભાષામાં વ્યાખ્યાન કરતા. દાદાને લિપિ લખવાનું સૂચવાયું. સૌની સમક્ષ દાદાએ લખી. આ જોઈને એક બૌદ્ધ સાધુ તેમની પાસે આવ્યો અને આવી જ લિપિમાં લખાયેલો મંત્ર બતાવ્યો. આવો મંત્ર આપણા સૂરિમંત્રમાં છે. લખવાની રીતમાં ભેદ હતો. એ લોકો ઉપરથી નીચે લખતા. વળી દાદાએ જણાવ્યું કે જેન મંત્રો બૌદ્ધોમાં છે. તે આપણી સાથે ભળે તેવા છે. તેમાં શિરોરેખા પર રેફ કરવામાં આવતો. એમણે જે જોયેલું તેના થોડા શબ્દો અમારી સમક્ષ લખી ઉપર-નીચે લેખનની રીત નત્તિવર અક્ષરો લખીને બતાવી. વળી દાદાએ કહ્યું કે આપણો ખ એ બ્રાહ્મીનો નથી. મને લાગે છે કે તે ચોક્કસપણે મૂર્ધન્ય ષમાંથી આવ્યો છે અને કૌંસમાં આપ્યાં છે તે અવાન્તર રૂપો (Hષ+ન+ખ) બતાવ્યાં. વળી દાદાએ બ્રાહ્મી લિપિ શીખવતાં લિપિવિષયક કેટલીક મહત્ત્વની વાતો કહી તે મેં નોંધી છે : અશોકની લિપિમાંથી ભારતની ચૌદચૌદ લિપિઓ ઊતરી આવી છે. જૂનામાં જૂનું તામ્રપત્ર ઈ. સ.ની પહેલી સદીમાં. અને જૂનામાં જૂની લિપિ તામ્રપત્રોમાં મળે છે. ખરોષ્ટી ડાબેથી જમણે (અરબી પ્રમાણે) લખાય છે. હરપ્પાનો સમય ઈ. સ. પુ. ૫૦૦નો છે. તેની લિપિના ઉકેલ બાબતે ઘણાં મતમતાંતરો છે. આ સમયમાં માત્ર સિક્કા જ ઉપલબ્ધ છે. હ અને યો એવા બે અક્ષરો ઉકેલાયા છે. દક્ષિણની લિપિઓમાં તામિલ તથા તેલુગુ સંપૂર્ણ નથી. તેમાં ત અને થ બંને એક જ છે. સંસ્કૃત ગ્રંથો લખવા તે ઉપયોગી નથી, તેથી તે ગ્રંથલિપિ ન બની. પાલિનો અર્થ ગામડું થાય. બુદ્ધ પ્રાય: ગામડામાં ફરતાં. બાહ્મી લિપિ શિલાલેખો દ્વારા મળી. એમાં પાલિ ભાષા છે. પાલિ ભાષામાં ઋ, ઋ, કે નથી. આથી, અશોકના સમયની લિપિમાં આ અક્ષરો નથી, પાલિમાં ળ છે તેથી લિપિમાં ળ જોવા મળે છે. પ્રારંભે બ્રાહ્મી લિપિમાં શિરોરેખા ન હતી. ચોથા સૈકા સુધી જોવા મળતી નથી. સૌ પહેલાં ટપકાં હતાં. તેમાંથી શિરોરેખા બની. બાહ્મીમાં તમે લખવામાં પહેલાં બ તેમાં ચોરસરૂપે લખાતો. ભ જોડતી વખતે તે તેની બાજુમાં નહિ પણ નીચેથી જોડાતો + ત્યારબાદ બાજુમાં જોડાવો શરૂ થયો ત્યારે ચોરસની એક બાજુ ખુલ્લી રખાતી. ત્યાં ભ જોડાય તેમ ઐ ત્રિકોણ સ્વરૂપનો હતો. તેના પર માત્રા છે, શિરોરેખા નથી ( 4 ) * પ્રાકૃતમાં ઔ નથી તેથી અશોકકાળમાં તે જોવા મળતો નથી. મૌર્યસમય = ઈ. સ. પૂ. ૩૦૦થી ઈ. સ. પૂ. ૧૫૦ સુધીનો સમય. મૌર્યસમય એટલે અશોકનો સમય. બાહ્મીમાં અક્ષરો સ્પષ્ટ છે. માત્ર શિરોરેખા નથી. ત્રણ ટપકાંવાળી ઈ (..) તાડપત્રમાં ૧૫માં સૈકા સુધી આવી છે. મૂર્તિલેખોમાં બિંબ એ પિંપ જેવું કેમ લાગે છે તે બ્રાહ્મીનો વિકાસ જોતાં સમજાય છે. કિત્તાથી તાડપત્રમાં જ્યારે ન લખાતો ત્યારે ટુકડા પદ્ધતિથી લખાતો: 1+ આમાંથી લ બન્યો છે. જ્યારે ઘણા અક્ષરો પર ટપકું જોવા મળે તો સમજવું કે આ મૌર્ય પછીનો સમય છે. આમાંથી શિરોરેખા બની છે. * મથુરાનો સમય એટલે બીજો સૈકો. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૩૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ દેવનાગરી રવ ર અને પ જેવા વંચાય નહિ તેથી હવે રનું પાંખડું તને અડાડેલું (4) હોય છે. ધ તથા ભ મીંડું કરી લખાય છે. (ઘ, મો. જેનોમાં ખુલ્લાપણું તથા ઉદારતા કેવાં છે તેની વાત કરતાં દાદા કહે કે જેનોએ પોતાના ભંડારમાં ભાગવત તથા બાઈબલ સાચવ્યાં છે. લખાણ માત્ર તેમને માટે જ્ઞાન હોવાથી જ્ઞાનની આશાતના ન થાય, તે યોગ્ય રીતે જળવાય તેના નિયમો રચ્યા છે. જૈનમુનિઓએ બીજા ધર્મના ગ્રંથોની ટીકા પણ લખી છે. દાદા જ્યારે પાટણના ગ્રંથભંડારમાં મહારાજજી સાથે કામ કરી રહ્યા હતા ત્યારે તેમાંથી બૌદ્ધોનો પ્રમાણગ્રંથ મળી આવેલો. આ ગ્રંથ અપ્રાપ્ય હતો. તેની શોધ ચાલતી હતી. મહારાજજી જ્યારે કાર્ય કરે ત્યારે એક ગ્રંથ હાથ પર લે. તેમાંથી દરેકે લીધેલા જુદા જુદા પાઠો તથા જુદાં જુદાં પ્રતીકોને લે. તેના પર વિચાર કરે. આમ કરવાથી સમય ઘણો ગયો. પણ વાયગ્રંથ મળ્યો તે બૌદ્ધોનો છે અને તે અપ્રાપ્ય હતો તે છે તેની જાણ થઈ હતી. ઉપર ઉપરથી જોયું હોત તો તે હેમચંદ્રાચાર્યનો ગણી લેવાયો હોત. આ ગ્રંથનો પ્રારંભ બૌદ્ધોની લેખનપરંપરા પેઠે થયેલો. અનુભવ અને બારીકીથી જોવાની મહારાજની ટેવને કારણે આ વાત ધ્યાનમાં આવી અને તેથી આ ગ્રંથની જાણ થઈ. મહારાજજીએ પહેલું કેટલોગ પાટણનું કર્યું. પછી ખંભાત ગયા. પૂના જઈ શક્યા નહિ. મુંબઈ સુધી ગયા. ત્યાં ઈ. સ. ૧૯૭૧માં કાળધર્મ પામ્યા. પાટણમાં એમણે ૨૨ ચોમાસાં કરી કેટલોગ તૈયાર કર્યા. અમદાવાદ-વડોદરાના ભંડારો પણ મહારાજજીએ જોયા હતા. આગમોના પ્રકાશન અર્થે ૩૦,000 રૂપિયા ભેગા કરી ‘આગમ પ્રકાશિની સંસદ નામની સંસ્થા મુનિશ્રી પુણ્યવિજયજીના આશીર્વાદથી સ્થપાયેલી. આગમો છાપવા માટેનો આ ફાળો હતો. આગમ ગ્રંથોની પ્રેસકોપી બનાવવા બેઠા. પાઠાંતરો નોંધવા સ્કોલરો રોક્યા. તેમના પગારમાં થતો આવો ખર્ચ જોઈને કોઈએ કહ્યું કે આ રૂપિયા તો છાપકામ માટે આપેલા છે. મહારાજજીએ કહ્યું: ‘ભલે' પણ પછી આ કામ અધૂરું રહ્યું. દેવસાના પાડામાં (અમદાવાદ, રીલિફ રોડ) બે જ્ઞાનભંડારો – હર્ષવિમલ અને દયાવિમલનો. હર્ષવિમલનો ભંડાર ઈન્ડોલોજીમાં આવ્યો. દયાવિમલનો જ્ઞાનભંડાર મનસુખભાઈ ભગુભાઈ હસ્તક હતો. જૈનોમાં મિલ કરનાર એ પ્રથમ. એમણે મિલ કરી ત્યારે જૈન થઈને મિલ કરી?” એવો ઊહાપોહ થયેલો. એમની ધાક ખાસ્સી. એમનો પ્રભાવ પણ ભારે. એમની દેખરેખ હોવાથી ભંડારની સુરક્ષિતતા તેમના સમય સુધી રહી. કાળાંતરે પ્રભાવ પણ જતા રહે છે. આજે આપણે જોઈએ છીએ કે તેમાંના મોટા ભાગના ગ્રંથોને ઊધઈ ખાઈ ગઈ અને નાશ પામ્યા. થોડાક બહાર પણ જતા રહ્યા. આજે એની કોઈ પ્રત જોવી હોય તો જોવા ન મળે. આ ભંડારમાં વિશ્વવિખ્યાત કલ્પસૂત્ર છે. કલ્પસૂત્રમાં દરેક પ્રતના ચારે ખૂણે નાટ્યશાસ્ત્રની મુદ્રાઓ છે. સોનેરી શાહીવાળું કલ્પસૂત્ર આ ભંડારમાં બરાબર સચવાયું હોય તો ખૂબ સારું. ઉપાધ્યાય યશોવિજયજી તથા અન્ય છ સાધુઓએ ભેગા થઈને કરેલી ‘દ્વાદશાંગનયચક્ર'ની નકલ આ ભંડારમાંથી મળી છે. આ ભંડારમાં કરોડોની કિંમતનું સાહિત્ય છે. હાલ જે વહીવટ સંભાળનાર ટ્રસ્ટી છે તેમનું નામ રસિકલાલ ચંદુલાલ ઝવેરી. તેઓ ટાગોરપાર્કમાં રહે છે. ૩૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજયસાગર મહારાજે (કોબા જ્ઞાનભંડાર) દાદાને બાહ્મીલિપિનો વિકાસક્રમ હાથે લખતા જોયા. અજયસાગરે કમ્યુટર દ્વારા આ પ્રકારનું કામ થઈ શકે તેમ જણાવ્યું. કયૂટરના આવા પ્રકારના કૌશલ્ય માટે દાદાને બહુ ઓછી શ્રદ્ધા. પણ કયૂટરે કરેલું કામ પોતે કરતા હતા તેથી પણ વધુ પ્રમાણભૂત લાગ્યું. દાદા પ્રતની ઝેરોક્ષમાં જે લાલ કૂંડાળાં કરે તે અક્ષર તેના સંદર્ભ સાથે લેવાયેલો અક્ષર હોય તેના ગ્રંથનામ, પૃષ્ઠનંબર વગેરે) કમ્યુટરમાં લેવાય. દાદા ત્યારથી કયૂટરની કામગીરીનાં વખાણ કરતા રહેતા. પ્રતીતિ થયે દાદા આમ નવાંનો પણ સ્વીકાર સહજતયા કરતા. તા. ૨૭-૧૦-૨૦૦૨ આજે પણ બ્રાહ્મીલિપિના વર્ગમાં દાદાની જ્ઞાનગોષ્ઠી ચાલી : મહુડીમાં ગભારાની જમણી બાજુની દીવાલે ધાતુની આદેશ્વર ભગવાનની મૂર્તિ છે. આ મૂર્તિ પાંચમા સૈકાની છે. એને કેશ છે. એક બાવાને નદીકિનારે ખોદકામ કરતાં આ મૂર્તિ મળેલી. દાદા દ્વારા એલ. ડી.ના મ્યુઝિયમ માટે એ મૂર્તિ મેળવવાના ખૂબ પ્રયત્નો થયા પરંતુ બાવાએ સહેજ પણ મચક આપી નહિ. આખરે , એને કોટયર્કમાં આપી દીધેલી. આચાર્યશ્રી કૈલાસસાગર મહારાજે સમજાવીને પાછી મેળવી હતી. શરૂઆતમાં | મહુડીમાં, ઑફિસમાં નીચે ભંડકિયામાં રાખવામાં આવેલી. પછી આચાર્યશ્રી પદ્મસાગરને હસ્તે આજના સ્થાને સ્થાપવામાં આવી. મહુડીની વાતમાંથી ઉમતાની વાત નીકળી, ઉમતા વીસનગરની બાજુમાં તારંગા જવાના માર્ગ પર આવેલું છે. ભોજનશાળાની સગવડ છે. ગામની વચ્ચે એક ટેકરો છે. એની ઉપર ઓરડી હતી. ટેકરા પર લોકો રહેતા હતા. ત્યાં શાળા પણ ચાલતી હતી. સસ્તા અનાજની દુકાન શરૂ કરવા માટે ત્યાં જગ્યા જોઈતી હતી. ટેકરો ખોદવામાં આવ્યો. દિગમ્બર તથા શ્વેતાંબર પરંપરાની મૂર્તિઓ આ ખોદકામ દરમિયાન નીકળી, પદ્માવતી તથા સરસ્વતીદેવીની સુંદર પ્રતિમાઓ નીકળી. મૂર્તિઓ વ્યવસ્થિત ભંડારેલી હતી તેથી ખોદકામ દરમિયાન ખંડિત થઈ નહિ. કુલ ૭૨ મૂર્તિઓ નીકળી છે. મૂર્તિઓની માલિકી માટે દિગમ્બર-શ્વેતાંબરોનો ઝઘડો શરૂ થયો તેથી હાલ પંચાયતના મકાનમાં મૂકવામાં આવી છે. દેરાસરનો એરિયા હઠીસિંહની વાડી જેટલો છે. ૧૫મા સૈકામાં દેરાસર થયું હોવું જોઈએ. મુસ્લિમ આક્રમણોના અગાઉથી મળેલા સમાચારોથી લોકો ચેતી ગયા હશે. પૂરતો સમય મળ્યો હોવો જોઈએ જેથી ટેકરો બનાવી દીધો. નર્મદાનિગમના એક જૈન અધિકારી સાથે દાદા ત્યાં ગયેલા અને શક્ય તેટલી નોંધો કરી. દેરી નાની છે, મૂર્તિ મોટી છે. તો શું બીજાં મંદિરોમાંથી મૂર્તિ ખસેડીને અહીં લાવ્યા હશે? (દાદાના મનમાં આવો પ્રશ્ન જન્મે છે.) પાટણના ભંડારમાં ૧૨મા સૈકાનું એક પુસ્તક છે. તેની નકલ ઉમતામાં થયાનો ઉલ્લેખ છે. સોલંકીકાળમાં ગાંભુ, ધોળકા, ઉમતા, પાટણ, ખંભાત, લાડોલ લાટાપલ્લી), કનોડા (ઉપાધ્યાય યશોવિજયનું ગામ) વગેરે સ્થળોએ જૈનોની ખૂબ જ આબાદી હતી. તા. ૨૮-૧૦-૨૦૦૨ આજે પણ લિપિ શીખતાં શીખતાં અમારી જ્ઞાનગોષ્ઠી ચાલી અને તેમાં આગલા દિવસની પ્રાચીન પ્રતિમાઓ વિશે તથા અન્ય બાબતો વિશે જાણવા મળ્યું તેની થોડી ઝલક : શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૩૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ * એલ. ડી.ના મ્યુઝિયમમાં લાડોલની એક મૂર્તિ છે. દાદાએ કાન્હવસહિકાનો લેખ ઉતાર્યો છે. * મહેસાણાની ધાતુપ્રતિમા ખૂબ જૂની. એનો લેખ દાદાએ જોયો. ઉકેલવો અઘરો એમ જણાવ્યું. શ્રી મધુસૂદન મોદીએ લખેલ ‘હમસમીક્ષા' ગ્રંથ આ. શ્રી વિજયશીલચંદ્રસૂરિએ પુનઃ પ્રકાશિત કરાવ્યો. શ્રી હેમચંદ્રાચાર્યના તમામ ગ્રંથોનું ખૂબ સુંદર, વિદ્વત્તાભર્યું સમીક્ષાત્મક મૂલ્યાંકન તેમાં છે. આ એક ઉત્તમ કાર્ય થયું. શ્રી મોદીએ મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી ભારે જહેમત ઉઠાવી આ કામ કર્યું છે. સૌથી વધુ તામ્રપત્રો વળાના એટલે કે વલભીના મળ્યા છે, દાનને સ્વીકારનાર બ્રાહ્મણો છે તેથી તામ્રપત્રો તેમનાં છે. જૈન પ્રજા દાન કરનારી છે તેથી તામ્રપત્રો તેમનાં નથી. તામ્રપત્રોમાં ઈ. સ. ૧લી સદીની લિપિ મળે છે. કાર્યમાંથી બે શબ્દો નીપજે છે : ૧. કાજ ૨. કારજ. આમાંથી કારજ શબ્દ મરણ બાદની ક્રિયાઓ માટે રૂઢ થયેલ છે. શિલાલેખના અક્ષરો ચાર્ટમાં આપ્યા છે તેવા આબેહૂબ નથી. કારણ કે એ બધા પ્રતમાંથી જોઈ જોઈને લખેલા છે. ફેરફારો હંમેશાં ધીરેધીરે પ્રચલિત બને. રાસ ૧૭માં સૈકાથી થયા. પદ્ય મોઢે રહે તેથી પદ્યમાં લખાયેલા છે. કપડવંજના શ્રી ઓમકારવિજયજી પુણ્યવિજયજી સાથે હતા. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત “વિજ્ઞપ્તિત્રિવેણી”માં “કાંગડામાં જૈન મંદિર હોવાનો ઉલ્લેખ છે. ખંભાતમાં રમણલાલ દલસુખભાઈ શેઠને ત્યાંથી દરેક ફિરકા, ગચ્છ કે સંપ્રદાયને ગોચરી વહોરાવવામાં આવતી. એક વાર એક જાણીતા સાધુભગવંતે જોયું કે રમણભાઈને ત્યાંથી એક ફકીરને ભિક્ષા આપવામાં આવી છે. થોડી વાર પછી એક સ્થાનકવાસી સાધુ પણ વહોરી ગયા. શેઠ પાસે આ બાબતની ટીકા કરી. શેઠે કહેલું‘આ આંગણે જે આવશે તે સૌને આપવામાં આવશે.’ ‘ઉપદેશમાલા' એ ભગવાન મહાવીરના હસ્તે દીક્ષિત થયેલા મુનિ શ્રી ધર્મદાસગણિની રચના છે. શ્રી ધર્મદાસગણિને અવધિજ્ઞાન સંપન્ન હતું. તા. ૨૯-૧૦-૨૦૦૨ આજની જ્ઞાનગોષ્ઠીના કેટલાક અંશો : દાદાએ આજે પણ બે દિવસથી ચાલતી પ્રાચીન પ્રતિમાઓ વિશેની વાત આગળ ચલાવી. વળી આ વાતોની સાથે સમયનિર્ધારણા માટે અનુમાન કરવા માટેના વિશિષ્ટ મુદ્દાઓ જણાવ્યા. તે અને પાછળથી તે વિશેનો તેમનો લખેલો કાગળ વગેરે બધું એક સાથે પરિશિષ્ટ-૪માં આપવામાં આવેલ છે. પ્રાચીનમાં પ્રાચીન મૂર્તિ મથુરામાં કંકાલીટા ગામ છે ત્યાં મળે છે. તે બીજા સૈકાની મૂર્તિ છે અને તે ત્યાં એક દીવાલમાં છે. પિંડવાડામાંથી પાંચમા સૈકાની અને એવી જ બીજી મૂર્તિ મેવાડના વસંતગઢમાંથી મળી છે. શીરપુરની શ્રી આદિજિનની ખંડિત મૂર્તિ સાતમા સૈકાની છે. એના લેખમાં સંવત આપી નથી. એલ.ડી.ના મ્યુઝિયમ માટે આ મૂર્તિ દાદા પોતે શીરપુર જઈને લઈ આવેલા. ખંડિત મૂર્તિ હોવાથી, અહીં મૂકતાં પહેલાં શ્રી લાલભાઈ ઘીઆને હસ્તે વિસર્જન વિધિ કરાવવામાં આવી હતી. ૧૨મા સૈકાની પ્રતિમાઓ આબુમાં જુદા જુદા ભાગોમાં છે. આવી અન્ય ત્રણ મોરબીમાં છે, પાટણના જિનાલયમાં ૧૧-૧૨મા સૈકાની ત્રણ મૂર્તિઓ છે. મૂર્તિને વિસર્જિત કરવા ઘણું કરીને દરિયામાં પધરાવી દેવાય છે. જો મૂર્તિ વધારે હોય કે ભારે હોય શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #53 -------------------------------------------------------------------------- ________________ તો તકલીફ પડે. દરિયામાં પાંચ ફૂટે હોડકું હોય, ઊંચકાવીને લઈ જવી પડે. ખૂબ મુશ્કેલી પડે તેથી ખંડિત મૂર્તિઓને નમણિયામાં પધરાવી દેવાય. સંપ્રતિકાલીન પ્રતિમાજી જાણવા માટે તેની ત્રણ લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખો : ૧. આવી પ્રતિમાજીને કેશ હોય છે. વાળ ભરાવદાર હોય તે મૂર્તિને સૌથી વધુ પ્રાચીન ગણવી. એ પછીના સમયમાં ચોટી આવી પછી ૬ લાઈન આવી, પછી જ લાઈન આવી, ૨. છાતી બહાર ઊપસેલી હોય છે. ૩. કોણી છૂટી હોય અને કોણી નીચે ઠેસી જેવું હોય. સંપ્રતિનો સમય એટલે અશોક-મૌર્ય પછીનો સમય. આવાં લક્ષણોવાળી મૂર્તિઓ આજે પણ બને છે. આથી, આવી બધી સંપ્રતિસમયની મૂર્તિઓ ન કહેવાય. તેને સંપ્રતિટાઇપની મૂર્તિઓ કહી શકાય. સંપ્રતિરાજાના સમયમાં કહેવાય છે કે રોજનું એક મંદિર બનતું. આવું જ કુમારપાળ રાજાના સમય માટે કહેવાય છે. રોજનું એકનો અર્થ એવો કે એકનો પાયો નંખાય ત્યાં બીજું બની ગયું છે તેના સમાચાર હોય. અર્થાત્ મંદિરનિર્માણનું કાર્ય સતત-રોજ ચાલતું રહેતું. કહેવાય છે કે કુમારપાળ રાજાએ સવાલાખ મંદિરો બનાવેલાં અને સવા કરોડ મૂર્તિઓ ભરાવેલી. (આ રીતે, દાદા વાતોમાં ને વાતોમાં જાણે આ શાસ્ત્રની કેટલી બધી વાતો શીખવવા બેઠા છે ! હું આમ રોજરોજ સજ્જ થતી જઉં છું.) હવે આજની (તા. ૨૯-૧૦-૨૦૦૨) વાતોનો મુખ્ય ઝોક મહારાજજી અને મુનિજીની વાતોનો રહ્યો. આ વાતોમાંની કેટલીક બાબતો મેં પહેલાં સાંભળી હતી અને આગળ નોંધ પણ છે. આમ છતાં, દાદા એક જ વાત ફરી કહે ત્યારે એમાં થોડી નવીન વાત ઉમેરાઈ હોય. આથી, પુનરાવર્તનના દોષ સાથે હું અહીં ફરી નોંધું છું : મુનિજી (જિનવિજ્યજી) ચિતોડ પાસેના રૂપાહેલી ગામના હતા. એમણે ચિતોડમાં આચાર્ય હરિભદ્રસૂરિનું સ્મારક બનાવ્યું હતું. મુનિજી મૂળ રાજપૂત. દેવીચંદ જાતને એ વહોરાવાયેલા. સ્થાનકવાસીમાં દીક્ષા. અહીં સંસ્કૃત ભાષા ભણવાનો નિષેધ તેથી મુહપત્તિ તોડી. ગુજરાતમાં આવ્યા. સોહનવિજયના શિષ્ય બન્યા. એક વાર મુનિજી ‘વિવેકાનંદ' વાંચતા હતા. અન્ય શિષ્યએ ચાડી ખાધી. ગુરુએ ઠપકો આપીને ચોપડી લઈ લીધી.... જ્ઞાન પણ ન વાંચી શકું ?” ન ફાવ્યું. (વળી સ્મારકની વાતનો તંતુ જોડાયો) જે સ્મારક બનાવ્યું છે તેમાં આચાર્ય હરિભદ્રની મૂર્તિનાં ચરણોમાં એક સાધુમૂર્તિ છે. નામોલ્લેખ નથી પણ આકૃતિ ૫૨થી તે પુણ્યવિજયજીની હોવાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. આ રીતે જીવતે જીવ મુનિજીએ ગુરુઋણ ફેડ્યું હતું. મુનિજી દેખાવે ગોરા, ઊંચા પડછંદ અને પ્રભાવક, ગાંધીજીની ચળવળમાં જોડાયા. દાંડીકૂચની ચળવળમાં સત્યાગ્રહી તરીકે જોડાયા હતા. દીક્ષા છોડી. બારેજડી પાસે એમની ધરપકડ થઈ. ટુકડીના આગેવાન હતા તેથી ગાંધીજી સાથે મિલન થયું. વેશ છોડ્યો પણ નામ ન છોડ્યું. છેક સુધી મુનિ જિનવિજયજી રહ્યા. સાત વર્ષની યરવડા જેલ. આઝાદી મળ્યા બાદ શું કરવું એનું આયોજન અહીં જેલમાં બેઠે બેઠે કરીએ એવું મુનિજીનું સૂચન. તે સમયે રાજાજી પણ જેલમાં હતા. બંધારણના મુસદ્દાની કાચી નોંધો તૈયાર થઈ. ગાંધીજીએ આ વાત જાણીને શાબાશી આપી. ગાંધીજીના કહેવાથી જ વિદ્યાપીઠમાં જોડાયા. પં. બેચરદાસ તેમની સાથે હતા. આઝાદીની ચળવળમાં જોડાયેલા તે પહેલાં જર્મની પણ ગયેલા. આઝાદી મળ્યા બાદ, રાજસ્થાનમાં કામ શરૂ કર્યું. રાજસ્થાનના પંતપ્રધાને મુનિજીને રાજસ્થાનની ૨૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૩૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ શાખાઓના હેડ બનાવ્યા. અહીં એમણે પુસ્તકો ભેગાં કરવાનું કામ કર્યું, તેઓએ સાઇકલ કે ઊંટ પર બેસીને કે ચાલીને આ કામ કર્યું. જ્યપુરમાં ભંડાર બનાવ્યો. ભંડારનું સ્થાન બદલી જોધપુર લાવ્યા. જોધપુરની વાત દાદાને જેસલમેર ખેંચી ગઈ અને મહારાજજીની પુણ્યવિજયની) વાતો શરૂ થઈ ગઈ. જેસલમેરમાં પુણ્યવિજયજીની પ્રતોની માઇક્રોફિલ્મ બનાવીને પ્રિન્ટ કઢાવવી હતી. આ માટે જરૂરી આર્થિક ભંડોળ ન હતું. તે અરસામાં શ્રી કસ્તૂરભાઈ શેઠને જોધપુર આવવાનું થયું હતું. મહારાજજીનાં માતુશ્રી રત્નશ્રીજી વંડામાં રહેતાં હતાં. શેઠને કહેલું : મારો દીકરો જોધપુર છે.' જોધપુરમાં કસ્તૂરભાઈ મહારાજજીને મળ્યા અને ત્યાં જ ઇન્ડોલોજી સંસ્થાનું બીજ વવાઈ ગયું. (ફરી મુનિજીની વાતો) મુનિજી ભારતીય વિદ્યાભવન (મુંબઈ)માં જોડાયા હતા. મુનિજીનો સ્વભાવ ગુસ્સાબાજ. મુનશી સાથે ઝઘડો. રાજીનામું. ચાર્જ આપવા દાદાને મોકલ્યા હતા. પાછા ફરતાં, મુનિજીની હતી તે વસ્તુઓ (પુસ્તકો વગેરે) તેઓ લઈ આવેલા. હેમસારસ્વતસત્ર નિમિત્તે મુનશીને હાથે જ્ઞાનમંદિરનું ઉદ્ઘાટન હતું. મુનિજીએ એ વખતે મુનશી પાસે માફી મંગાવેલી હતી. વાત એમ હતી કે એમની નવલકથામાં હેમચંદ્રાચાર્યને સ્ત્રીને જોઈને વિકાર અનુભવતા દર્શાવ્યા છે. આ મુદ્દે મુનશીને કબૂલ કરવું પડ્યું કે આ ઇતિહાસની હકીકત નથી પરંતુ નવલકથા છે. મહારાજજી મુનિજીને ચતુષ્પાદ કહેતા : મુનિજીનાં ચાર સ્થાનો તેથી એમ કહેતા. આ ચાર સ્થાનો તે ભારતીય વિદ્યાભવન, અમદાવાદ, ચંદેરિયા અને જયપુર. મુનિજી એક વાર રેલવેપ્રવાસમાં હતા. દરમિયાન એક સહપ્રવાસી જે જાગીરદાર હતો તેણે મુનિજીની પડછંદ, પ્રભાવક દેહયષ્ટિથી આકર્ષાઈને તેમનો પરિચય પૂછ્યો. મુનિજી કહે : પૂરા ભારત મેરા હૈ. મુનિજીના જવાબથી જાગી૨દા૨નું આકર્ષણ વધ્યું. જાગીરદાર સાથેનો સંબંધ વિકસવા લાગ્યો. જાગીરદારે ગોસુંડાથી ત્રણ કિ.મી. દૂર ચંદેરિયામાં જમીન આપી, મુનિજીએ ત્યાં આશ્રમ બનાવ્યો, ત્યાં સર્વધર્મી મંદિર બનાવ્યું. જિનેશ્વરની મૂર્તિઓની સાથે ત્યાં શિવ, અંબા વગેરેની મૂર્તિઓ પણ પ્રતિષ્ઠિત થઈ. મુનિજી એમના નિત્યક્રમમાં એક મૂર્તિ પાસે બેસીને દોઢ કલાક પાઠ કરતા. મહારાજજી આવું ક્યારેય કરે નહિ. મહારાજજી કહેતા : ‘દરેકની પોતીકી લાક્ષણિકતા હોય છે જે પૂર્વભવના સંસ્કારને કારણે આવી હોય છે.' મુનિજી અમદાવાદ કાળધર્મ પામ્યા. મુનિજીએ અગાઉ પોતાની અંતિમક્રિયા ચંદેરિયા આશ્રમમાં કરવાનું દાદાને જણાવ્યું હોવાથી, જે જગ્યા બતાવી હતી ત્યાં જઈ, અંતિમક્રિયા કરી. પં. સુખલાલજીએ કહ્યું : અવસાન પછી શું ? વિધિ ગમે ત્યાં કરો. પરંતુ જ્યારે દાદાની વાત સાંભળી અને મુનિજીની ઇચ્છા જાણી ત્યારે તે પ્રમાણે ચંદેરિયા અગ્નિસંસ્કાર થયો. મુનિજીના ભાઈના ત્રણ દીકરાઓ તથા દાદાને હાથે અગ્નિસંસ્કાર થયો હતો. દાદાને હાથે મહારાજજી (પુણ્યવિજ્યજી)નો પણ અગ્નિસંસ્કાર મુંબઈમાં બાણગંગા ખાતે થયો હતો. મુનિજી ૮૦ વર્ષ જીવ્યા. મહારાજજી ૭૬ વર્ષ જીવ્યા. # દાદા મહારાજીના અંતિમ સમયની ક્ષણોના સ્મરણમાં સરી પડ્યા અને બોલવા લાગ્યા : મહારાજજીને પ્રોસ્ટેટની બીમારી હતી. હૉસ્પિટલમાં (મુંબઈ) દાખલ કર્યાં. દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન મહારાજીએ જણાવેલું કે છાતીમાં ગઠ્ઠો લાગે છે. ડૉક્ટરે એ વાત ધ્યાનમાં લીધી જ નહિ. વ્યક્તિ પોતાના દર્દ વિશે કહે ત્યારે ક્યારેક ડૉક્ટરો એને ભ્રમ માને છે. ડૉક્ટર છાતીની પીડાને સમજ્યા જ નહિ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૩૬ Page #55 -------------------------------------------------------------------------- ________________ અને ઓપરેશન થયું. ઑપરેશનને બીજે દિવસે મહારાજજીએ મને પૂછ્યું: ‘ઓપરેશન ક્યારે છે ?” મેં કહ્યું : ગઈકાલે થઈ ગયું. આ સમય દરમિયાન મહારાજજીની સેવામાં હું સતત સાથે હતો. હૉસ્પિટલમાંથી જવાની રજા મળી, બીજે દિવસે જવાનું હતું. આગલે દિવસે મારી પાસે વીસ પત્રો લખાવ્યા. પત્રોમાં લખાવેલું કે રજા મળી ગઈ છે. આવતીકાલે ક્યાં જવાના છીએ તેની ખબર નથી. અમે બીજો પત્ર લખીએ ત્યારે આવજો.' ડૉક્ટરે જાહેર સ્થાનમાં રહેવાની ના પાડેલી. - સવારે ઊઠ્યા, હૉસ્પિટલમાં ઓપરેશન બાદ, સૂતાં સૂતાં પ્રતિક્રમણ કરતા હતા. આજે બેઠાં બેઠાં પ્રતિક્રમણ કર્યું. ગોરેગાંવના ત્રણ શ્રાવકો વંદન કરવા આવ્યા, તેઓને માંગલિક સંભળાવ્યું. શ્રાવકો હજુ તો એક માળ ઊતર્યા હશે ત્યાં તો મહારાજજી બેઠા બેઠા જ કાળધર્મ પામ્યા. સમય : સવારના ૮.૪૦ મિ. છે સહેજ નમ્યા ત્યારે મેં સુવડાવવા અંગે પૂછવું અને બેલ વગાડ્યો. આ સમયે મહારાજજી નવકાર બોલવા લાગ્યા હતા. મને સહેજ પણ અણસાર આપ્યા વિના મહારાજજી ચાલ્યા ગયા. હવે મારે શું કરવું? ફોનનંબરો હતા તેમાંથી ચારેકને ફોન કર્યો, સમાચાર પ્રસર્યા. ભીડ થઈ. ભીડ વધવા લાગી. વ્યવસ્થામાં પોલીસને આવવું પડ્યું. ખુરશીમાં પાટણમંડળની ઓફિસે લઈ ગયા. પાલખી ક્યાંથી નીકળશે તેનો વિવાદ થયો. વાલકેશ્વરમાં તેમનું ચોમાસું હતું તેથી સંઘનો હક, જ્યારે ગોડીજીના દેરાસરવાળાએ પોતાનો હક કહ્યો. સમુદ્રસૂરિ આચાર્ય ન હતા પણ આચાર્ય જેવા હતા. તેઓએ આદેશ આપ્યો: ‘ગોડીજીથી નીકળે તે જ સારું. વાલકેશ્વરમાં પાલખીને બે કલાક માટે દર્શનાર્થે રાખો. દાદા બોલ્યા : “મુનિજી તથા મહારાજજી સાથે રહ્યો છતાં ક્યારેય મને દીક્ષા લેવાનું મન કેમ ન થયું ? સંસારનો આ ખેલ છે કે આપણને જે મળે છે તે પૂર્વેનાં સંચિત કર્મોને લીધે મળે છે.” દાદા થોડી વાર ખોવાયેલા રહ્યા. વળી એમના કામમાં વ્યસ્ત.) બપોરે હું એમને ફરી મળી ત્યારની વાતોની ઝલક : જૈન ચિત્રકલાશૈલીને હવે અપભ્રંશશૈલી કહેવામાં આવે છે. નામ બદલાયું તે માટે દાદાનો વિરોધ. શીલચંદ્રવિજયે દાદાને આ અંગે લખવા કહ્યું તો દાદા કહે મને લખતાં ન આવડે. બે-ત્રણ અન્ય નમૂના મળવા માત્રથી જૈન ચિત્રકલાની શૈલીની વિશિષ્ટતા મટી જતી નથી તે વિગત જણાવી. આ. શીલચંદ્રજીએ આ વિષય પર તૈયાર કર્યું અને ગૂજરાત વિદ્યાપીઠના સેમિનારમાં તે પેપર વાંચવાનું હતું ત્યારે મહારાજે વિહાર કરેલો. પરવાનગી લઈ તે પેપર દાદાએ વાંચ્યું. આ વાત કરતાં દાદાનો પુણ્યપ્રકોપ પ્રગટી રહ્યો હતો. હું તે જોતી હતી. બોલ્યા વિદ્વાનોએ સાંભળી લીધું. અમલ કરવાના ઠરાવ ઓછા થવાના હતા ? હું તો જૈન ચિત્રશૈલી જ કહેવાનો.” જૈન ચિત્રશૈલીની એક મહત્ત્વની વિશેષતા દાદાએ જણાવી. આ શૈલીમાં આંખની લીટી (રેખા) કાન સુધી ગયેલી હોય છે. એક આંખ આખી ચીતરેલી અને બીજી અર્ધી હોય. દાદાના ધાતુપ્રતિમાના કેટલાક લેખો પ્રગટ થયા. આવા પ્રગટ થયેલા લેખથી પ્રાચીન ધાતુપ્રતિમાઓ ચોરાઈ જવાની ઘટનાઓ પણ બને. ગિરનાર પર પ્રાય: અંબિકાદેવીની આવી એક મૂર્તિ ગુમ થઈ ગઈ તેથી આ અંગે દાદાએ વધુ તકેદારી રાખવા માંડી અને ત્યારબાદ આવા લેખોમાં બહુ પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું. પાટણનાં જિનાલયોમાંના મૂર્તિલેખોમાં આવી કેટલીક પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ તેમણે પોતાના શ્રુતસેવી 8 લક્ષમણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૩૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ લેખોમાં કર્યો નથી. દાદાએ જણાવ્યું કે પ્રાચીન ધાતુપ્રતિમાઓ વિશે માહિતી પ્રસિદ્ધ કરવી જોઈએ નહિ. તા. ૩૦-૧૦-૨૦૦૨ સવારના બ્રાહ્મીલિપિના વર્ગોમાં આજે પણ ખૂબ જ અર્થપૂર્ણ જ્ઞાનગોષ્ઠી થઈ: દરેક લહિયાનો અક્ષર એ જ પ્રત ઉકેલવાનો માપદંડ હોય છે. એની રીત, મરોડ જાણો, એનો અભ્યાસ કરો, ઓળખો અને પછી પ્રત ઉકેલો. દેવનાગરી લિપિનો ૩ જૈનલિપિમાં () જુદો છે. વિદેશી વિદ્વાનોએ સમયનિર્ધારણા કરી છે. તેઓએ અક્ષરોની લાક્ષણિકતા શોધી કાઢી, અલગ તારવી એક પદ્ધતિ બનાવી. જર્મન વિદ્વાનોએ આ બાબતે ઊંડું સંશોધન કર્યું છે. તેઓ આપણા ઘણા ગ્રંથો જર્મની લઈ ગયા છે. રાજ્યસત્તાના પ્રભાવથી એક ગવર્નર પંચતીર્થનું ઓળિયું ભૂંગળું) લઈ ગયેલા. ઉપરાંત સં. ૧૪00નું ચૌમુખજીનું પરિકર જોવા લઈ ગયેલા. તે પાછું ન આવ્યું. મહારાજજીએ આ અંગે પત્રવ્યવહાર દ્વારા એક શાંત ઝુંબેશ ઉપાડી અને પાછું મેળવ્યું. આજે તે એલ. ડી.ના મ્યુઝિયમમાં છે. પહેલું કેટલોગ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના ગ્રંથોનું બનેલું. તે પૈકી નવિભાગના ચાર કે પાંચ કેટલોગ બન્યા છે. Vol. XVI - A B C D E (દાદાની સ્મૃતિને આધારે) જૈન કેટલૉગ છે. હીરાલાલ રસિકલાલ કાપડિયાએ આ કામ પૂર્ણ કર્યું હતું. લિસ્ટમાં ચંદ્રક, પડિમાત્રા, ફૂદડી વગેરેની નોંધ તેમાં થઈ છે. દાદાએ પણ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટનો ભંડાર ઉલેચ્યો હતો. ત્યાંના તાડપત્રો અને હસ્તપ્રતો જોતા હતા ત્યારે કેટલાંક લક્ષણોને આધારે સંવતનિર્ધારણાનાં અનુમાનો તારવ્યાં હતાં. આ અનુમાનો તથા એમની સાથેની મુલાકાત દરમિયાન વાતોમાં ને વાતોમાં આપેલી અનુમાન માટેની ટિપ્સ એકત્ર કરીને પરિશિષ્ટ : ૪માં આપેલ છે. તથા તેમણે પોતે કોઠો બનાવી તારવેલાં તારણો પરિશિષ્ટ : પમાં આપેલ છે. અભ્યાસીઓ માટે એ રેડી રેફરન્સ' બને તેમ છે. દાદાએ અમને એક કાગળ બતાવ્યો. તેમાં કોઠા દોરી, અનુમાન માટેની ૬૭ જેટલી વિશિષ્ટતાઓનો આધાર આપેલો હતો. ત્યારબાદ, એક બીજો કાગળ કાઢ્યો. લિસ્ટ બનાવવા માટેનાં માર્ગદર્શક સૂચનો તેમાં હતાં. એમાંની કેટલીક સૂચનાઓ અમને સમજાવી. આ સંદર્ભે દાદાએ પોતે હાલમાં છપાયેલાં પુસ્તકો કેટલાં છે. તેની નોંધ કરવાનું કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું. આ કામ સંદર્ભે તેઓને બધા જ ભંડારોનાં લિસ્ટ ચેક કરવાનાં હોય છે. આ લિસ્ટ ચેક કરતાં એમને લિસ્ટમાંની અધૂરી વિગતો કેવી પજવે છે તે જણાવ્યું. આમ કહી, તેઓ કેટલોગ બનાવવામાં ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે તે તરફ અંગુલિનિર્દેશ કરતા હતા, તેઓએ એક લાખ છપાયેલાં પુસ્તકોનું કામ પૂર્ણ કર્યું છે અને “મહાજન' સંસ્થા દ્વારા આ કામ કરી રહ્યા છે તે પણ કહ્યું. વળી, ઉમેર્યું કે “મહાજનમુમાં એમના માર્ગદર્શન હેઠળ ગ્રંથો લખાઈ રહ્યા છે. ઘણી વાર, દાદા અભ્યાસની વિગતો વાતોમાં ને વાતોમાં ફરી ફરી કહે. આજે પણ એમણે “મહાજનમુના ગ્રંથો દક્ષિ પ્રવાહમાં લખાઈ રહ્યા છે તેની વાત કરતાં કહ્યું : “તમને જે લિપિનો ચાર્ટ આપ્યો છે તેમાં લિપિની પહેલી લાઈન છે તે દક્ષિણી પ્રવાહની ગણાય છે. તે આજની પ્રચલિત દેવનાગરી લિપિ છે. તામ્રપત્રોની લિપિ તથા જૈન ગ્રંથો ઉત્તરી પ્રવાહમાં લખાયા છે. ચાર્ટમાં દક્ષિણી પ્રવાહની સામે ઉત્તરી પ્રવાહના અક્ષરો આપેલા છે. ૩૮ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ * * * * (વળી તૂટક વાતો આગળ ચાલી :) રાંતેજના લેખો છે તે ૧૧મી સદીના છે તેમાં ખડીમાત્રા છે. એક પણ પડિમાત્રા નથી. વિ. સં. ૧૧૦૦ પહેલાંનું એકપણ તાડપત્ર જોવા મળ્યું નથી. ‘વિશેષાવશ્યકભાષ્ય' ગ્રંથમાં સંવત આપી નથી. તેને અનુમાનથી નક્કી કરી છે. પણ જો જાપાનના ગ્રંથમાં સંવત લખાયેલી હોય તો આપણો આ ગ્રંથ વલભીકાળનો બની શકે. દિગમ્બર સંપ્રદાયનો મોટામાં મોટો ભંડાર દક્ષિણમાં છે. તેમનો જૂનામાં જૂનો ગ્રંથ “કષાયપાહુડ’ સં. ૧૧૦નો છે. તેની ટીકા પણ લખાઈ છે. આમ તો દિગમ્બરો લખવામાં માનતા ન હતા, કારણ ભગવાન કશું લખીને ગયા નથી. કર્ણોપકર્ણ પરંપરાથી સચવાયેલું તેથી સંપૂર્ણ શુદ્ધ મનાતું. પરન્તુ, આ ગ્રંથ લખાવીને તેમણે લેખનની આવશ્યકતાનો સ્વીકાર કર્યો છે. બીજું સં. ૧૧૦૦માં લેખનકૌશલ્ય આવી ગયેલું તે હકીકત તરફ અંગુલિનિર્દેશ કરી શકાય. ગ્રંથો નાના અક્ષરે લખવાનું કારણ એ હતું કે સાધુઓ વિહાર કરતા રહે. પુસ્તકો સાથે હોય. વજન ઓછું હોય તો સારું એ ખ્યાલ, પણ ગ્રંથો પાછળથી સાધુ રાત્રે પણ વાંચી શકે તે માટે મોટા અક્ષરે પણ ગ્રંથો લખાવા માંડ્યા. ચંદ્રના અજવાળાનો ઉપયોગ થતો. સુમતિનાથચરિત્ર ૪૦ વર્ષ બાદ હવે પ્રકાશનમાં છે. પાઠાંતરો ઘણા ઉપયોગી ગણાય. સમયસુંદરે એક જ વાક્ય અષ્ટલક્ષાર્થી કહ્યું છે ! અનેક અર્થવાળું એક વાક્ય દાદાએ જણાવ્યું : “સરો નન્દી ” અહીં ‘સર’ના શર, સરોવર, સ્વર જેવા એકથી વધારે અર્થ થાય છે. આના અનુસંધાનમાં જ દાદા એક મુક્તક બોલ્યા : પાન સડે, ઘોડા અડે, વિદ્યા વીસર જાય. તવે પર રોટી લે, કહો ચેલા ક્યું થાય ?' જવાબ: ફિરાયે વિના = ફેરવ્યા વિના અને દાદા મહારાજજીની યાદમાં સર્યા. કહે : “મહારાજજી મને વારંવાર કહેતા : દાબડામાં રાખેલું બધું ફરીથી જોઈ લે.” એમ કહી મહારાજજી સુચવતા કે કયા દાબડામાં કયો ગ્રંથ છે તે તેથી તને યાદ રહેશે. * સોનેરી શાહીમાં બહુધા કલ્પસૂત્રો અને કાલિકાચાર્યના ગ્રંથો લખાયા છે. કિસનગઢનાં ચિત્રોમાં રંગ માટે કેસર વપરાયું છે. મોગલ જમાનામાં લાલ રંગ માટે લોહી વપરાયું છે. હીરા તથા માણેક ઘૂંટીને પણ રંગો બનાવાયા છે. મહારાજજી પાસે એક સોનેરી જોનપુરી કલ્પસૂત્ર આવ્યું. વડોદરાના આત્માનંદ જ્ઞાનમંદિરમાં તે સમયે સ્થિરતા કરી હતી, ત્યાંથી આગળ વિહાર શરૂ કરવાનો હતો. મહારાજજીએ દાદાને કહ્યું : “પેલું કલ્પસૂત્ર જાળવી શકાય એમ વ્યવસ્થિત મૂકીને અહીં સંસ્થાને સોંપી દે.” મહારાજજીને જરા પણ મોહ નહીં, દાદાને ચિંતા હતી કે અહીંના લોકો સાચવી શકશે ? દાદાએ મહારાજજીને તે અંગે કહ્યું પણ ખરું. મહારાજજીએ કહ્યું: “આજ સુધી તેં સાચવેલું ? સંઘે જ સાચવેલું ને ? સંઘનું પુણ્ય હશે ત્યાં સુધી એ સચવાશે. આપી દાદાએ કલ્પસૂત્રને બરાબર રેપર કરી આજુબાજુ પૂંઠાં ગોઠવી દોરી બાંધી સોંપી દીધું. દાદાની સ્મૃતિના આધારે એ સમય ઈ. સ. ૧૯૬૯ની આસપાસનો હતો. ત્યાર બાદ ઈ. સ. ૧૯૯૯ના સમય દરમ્યાન દાદાને વડોદરા જવાનું થયું. ટ્રસ્ટીને મળ્યા. કહ્યું : “પેલા શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૩૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્રનાં દર્શન કરવાની ઇચ્છા થઈ છે.’’ ટ્રસ્ટી : એ તો લૉકરમાં મૂક્યું છે. તમે ક્યારે જવાના ? દાદા : આમ તો સાંજે નીકળવાનો હતો. પણ એનાં દર્શન થાય તો કાલે નીકળીશ. દાદા રોકાઈ ગયા. બીજે દિવસે ૧૧ વાગ્યાનો સમય નક્કી થયેલો. તે સમયે ટ્રસ્ટીનો દીકરો આવ્યો. તેના પિતાશ્રીને એટેક આવવાથી હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે, તેમ જણાવ્યું. દાદા : (સ્વગત) ‘રિ રા વનીયસી’ દાદા સાંજે ઉપાશ્રયે ગુરુવંદનાર્થે ગયા. ત્યાં પેલા ટ્રસ્ટી બેઠેલા ! ટ્રસ્ટીએ કલ્પસૂત્ર પોતે દેખાડશે નહિ તેવી સ્પષ્ટ વાત કરી. આ વાત કરતી વેળાએ દાદાના મુખ પરના ભાવો સહેજ પણ બદલાયા નહિ. મહારાજીનો વા૨સો આ શિષ્યે કેવો તો અકબંધ જાળવી રાખ્યો છે ! દાદાએ વાત આગળ ચલાવતાં કહ્યું : “મેં ઓછામાં ઓછાં ૫૦ કલ્પસૂત્રો સોનેરી શાહીથી લખાયેલાં જોયાં છે.’’ આજની વાતોમાં એ પણ જાણવા મળ્યું કે દાદાએ સમેતશિખર જોયું નથી. હમણાં કોઈએ તેમને લઈ જવા કહેલું પણ હવે તેમને બહુ લાંબી યાત્રાએ જવાની ઇચ્છા થતી નથી. દાદાને સરસ્વતીની એક મૂર્તિનો પ્રસંગ સ્મરણમાં આવે છે. આ પ્રસંગ જુદા જુદા સમયે બેથી ત્રણ વાર દાદાના મુખેથી સાંભળવા મળ્યો છે – દાદાની સ્મૃતિમાં ક્યારેક વ્યક્તિઓનાં નામ અને અટકમાં ફેરફાર થઈ જતો તેમ છતાં આ પ્રસંગનો મુખ્ય સાર નીચે મુજબ છે ઃ હારિજ પાસે, મોકા ગામમાં રૂપેણ નદી વહે. શાંતિલાલ દોશી (કે જૈન ) દાદાને નદીમાં થઈને ગામમાં લઈ ગયા, ત્યાં એક પટેલ રહે. તે બાવો થઈ ગયેલા. બાવાને ઝૂંપડું હતું અને ત્યાં ઓરડી બાંધવી હતી, જમીન ખોદતાં સ-પરિકર અને જેમાં ચોવીસી હતી તેવી પાંચ ફૂટની અતિ મનોહર સરસ્વતીની મૂર્તિ નીકળી. બાવાએ મૂર્તિ ઝૂંપડામાં રાખી મૂકેલી. પૂજા જેવું કરે. બાવાએ મૂર્તિ માટે ૨૫૦૦૦/- રૂ.ની માગણી કરી. કહે : “બાળમંદિર બાંધવા જોઈએ છે.' મોટી રકમની માંગણીને કારણે દાદા નિર્ણય લઈ શક્યા નહિ. અમદાવાદ આવીને શ્રેણિકભાઈ શેઠ સાથે આ અંગે વાત કરી, રૂપિયા ૧૦,૦૦૦/- માં બાવાજી માને તો લઈ લેવાનું કહ્યું. શાંતિભાઈથી આ કામ ન પડ્યું તેથી રાધિકાબહેનને મોકલવાનું નક્કી થયું. રાધિકાબહેનને જવામાં થોડોક સમય લાગ્યો. જ્યારે ગયાં ત્યારે બાવો અને મૂર્તિ ત્યાંથી જતાં રહ્યાં હતાં. બાવો જૂનાગઢ ગયેલો. તેના મઠમાં મૂર્તિ રાખી હતી. ત્યાં પણ તપાસ કરાવી પણ મૂર્તિ ત્યાંથી સગેવગે થઈ ગયેલી. દાદાએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું : “આ મૂર્તિના છેલ્લા સમાચા૨ હમણાં મળ્યા છે. તે મૂર્તિ લંડનના મ્યુઝિયમમાં પહોંચી ગઈ છે.' વહેમને કા૨ણે પણ કેટલીક પ્રાચીન મૂલ્યવાન વસ્તુઓને વેચવામાં આવતી હોય છે તે વાત જણાવતાં મને શંખના વહેમની વાત કરી : ४० શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ દોશીવાડાની પોળનું એક કુટુંબ. એમને ત્યાં એક જમાનામાં હીરા ત્રાજવે તોળાતા. આજે તે કુટુંબના ત્રણ ભાઈઓ નોકરી કરે છે. એમને ત્યાં એક શંખ, શંખને કા૨ણે આ સ્થિતિ થઈ તેવો વહેમ લાવી વેચવા કાઢ્યો છે. મુંબઈના હરખચંદ માસ્તર, એમની પાસે પણ એક શંખ, બાપદાદાના જમાનાનો એ શંખ. મહારાજજીને પણ એ શંખ બતાવેલો. મુંબઈમાં તેમની માલિકીનાં પાંચ બિલ્ડિંગો હતાં. ઘરમાં હીરાના દાગીના પહેરાય, સ્થિતિ ઘસાઈ ગઈ. હવે એક નાનકડા મકાનમાં રહે છે. મહેમાનોને માટે અલગ રૂમની વ્યવસ્થા પણ રહી નથી ! કોઈ બ્રાહ્મણે શંખને ઘઉંની કોઠીમાં રાખવાનું સૂચવેલું. હવે આ શંખ પણ વેચવા માટે કાઢ્યો છે. જે શંખ બાપદાદાને ફળદાયી બન્યો એ દીકરા માટે કે વંશજો માટે અપશુકનિયાળ કઈ રીતે બને ? આપણી અમૂલ્ય સંપત્તિ વહેમને કા૨ણે આ રીતે જતી રહે છે. દાદાએ મહારાજ્જી સાથેના એક પ્રસંગની વાત કરી: ઇંગ્લેંડમાં આપણાં હજારો પુસ્તકો પડ્યાં છે એમ કોઈએ મહારાજજીને જણાવ્યું; તો તે કહે : “કયાં પુસ્તકો છે તે અગત્યનું છે, સંખ્યા નહિ. “નવતત્ત્વ'ની એક હજાર નકલો મારે ત્યાં પણ પડી છે.” આજની જ્ઞાનગોષ્ઠીમાં જિનવિજ્યજીના જીવનના કેટલાક પ્રસંગોની વાત ફરી ઊકલી : ઘણાં વર્ષો બાદ જિનવિજ્યજી પોતાના વતનના ગામ રૂપાહેલી ગયા. વર્ષો બાદ એમને કોણ ઓળખે ? પોતાનાં માનીતાં સ્થાનોએ ફર્યા. કોઈ ઓળખીતું ન મળ્યું. ચોતરે બેઠા. ઠાકોરને ખબર પડી કે ચોતરે કોઈ બેઠું છે. બાવો છે કે ફકીર તેની ખબર પડતી નથી. ઠાકોર આવ્યા. જિનવિજ્યજીએ પોતાની ઓળખાણ આપી. ઠાકોર પોતાને ઘેર તેડી ગયા. ત્યાં એક રાત રહ્યા. ‘‘...પત્યું.” જિનવિજયજી કહે; “હું અહીંનો કહેવાઉં પણ કોઈ મને ઓળખાતું નથી. સંસારનો ખેલ આવો છે !'’ જિનવિજ્યજી ગૂજરાત વિદ્યાપીઠમાં હતા ત્યારે સાહિત્યસેવિકા તરીકે મોતીબહેન એમની સાથે જોડાયેલાં. માંગીલાલ નામનો માણસ ત્યારે ઘરકામકાજ માટેની વસ્તુઓ બહારથી લાવવા-મૂકવાનું કામ કરે. એક વાર મોતીબહેને આટો દળાવવા માંગીલાલને મોકલ્યો. સંચાવાળાએ પાશેર આટો ઓછો આપ્યો. મોતીબહેને માંગીલાલને પાછા સંચાવાળાને ત્યાં ઈ ઘટેલો પાશેર આટો લાવવા માટે આગ્રહ કર્યો. જિનવિજ્યજી મોતીબહેનને રોકે છે. કહે : “માંગીલાલને સંચાવાળાને ત્યાં ન મોકલો, હું જો સંચાવાળો હોત તો હું પણ તેમ જ કરત.” (થોડીક વાર મૌન. દાદા કોઈક વિચારોમાં ખોવાઈ ગયા હોય તેમ લાગ્યું.) (થોડીક વાર પછી) “મહારાજજી સાથે ઘણાં વર્ષો સુધી કેટલું બધું કામ કર્યું ? મુનિજી સાથે ખૂબ જ સહવાસ કેળવાયેલો. એ બન્ને ઘણાં વર્ષો પહેલાં ચાલ્યા ગયા. હવે તો અમૃતભાઈ (દાદાના મોટા ભાઈ) પણ ગયા. હવે હું યે કેટલો વખત ?' શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૪૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ અને દાદા પોતાનો ભૂતકાળ વાગોળવા બેઠા. બોલવા લાગ્યા : જ્યારે ૬૦ વર્ષ પૂરાં થયાં ત્યારે એમ વિચારેલું કે નિવૃત્ત થઈને શાંતિથી પાટણ જઈને રહીશ. શાંતિભાઈ નામે એક બાળપણનો દોસ્ત. મિત્ર સાથે સમય વિતાવીશ એમ ધારેલું. પણ શાંતિભાઈ ખૂબ જ બીમાર અને અસ્વસ્થ. તે વખતે ઘરની બહાર જવાને સમર્થ નહીં. એની સાથે વાતો કેટલી કરું ? એની પાસે એના દર્દ સિવાયની કોઈ વાતો નહિ.” બીજો એક મિત્ર મૃત્યુ પામ્યો હતો. ત્રીજો હતો તે મુંબઈ દીકરા સાથે રહેવા ગયેલો. કોઈ એકાદો રહ્યો હોય તે ઘરની બહાર નીકળતો ન હોય, વિચાર્યું: “હવે આ ગામમાં રહેવાય નહિ.” આ અગાઉ મેં શ્રેણિકભાઈ શેઠને નિવૃત્ત થવાની વાત કરેલી, એમણે પૂછેલું: “ક્યાં જશો ?” “પાટણ” મેં જવાબમાં જણાવ્યું. આ વખતે તેમણે મને કહી રાખેલું કે જો તમને ત્યાં ન ગોઠે તો તમારે અહીં આવવું. તમારે સંસ્થામાં કામ ચાલુ જ રાખવાનું છે. હું અમદાવાદ પાછો આવ્યો. મહારાજજી અહીં (ઈન્ડોલૉજીમાં) મને લાવ્યા ત્યારે કહેલું કે તારે હવે અહીંથી ક્યાંય જવાનું નથી. એમ જ થયું. જ્યોતિષીએ ૮૪-૮૫ વર્ષ કહ્યાં હતાં. હવે તો એ પણ પૂરાં થયાં. રસીલા : દાદા, હવે હું કેટલો વખત એવું બોલવાનું નથી, હં.' દાદા : નહિ બોલું એટલે જે પરિસ્થિતિ છે એ ઓછી બદલાવાની છે ? હજુ આમ તો ઘણાં કામો બાકી છે. સૌ કોઈ એ કામો સોંપવા માંગે છે. પણ હવે મારી પાસે એટલો સમય છે ક્યાં? જોકે, હું સૂઈ રહેવાનો નથી. જ્યાં સુધી થશે ત્યાં સુધી કામ તો કરતો રહીશ. (એક દીર્ઘ વ્યાસ) પણ હવે સમય થઈ ગયો છે. રસીલા : હં, તો સમય તમે નક્કી કરી લીધો છે, ખરું ને ? " દાદા : એમ તો નહિ. પણ હવે એવું વધારે લાગે છે ! રસીલા : અમૃતભાઈના ગયા પછી આવું વધારે લાગે છે? (દાદાએ સંમતિસૂચક માથું હલાવ્યું.) આજે દાદાને કેટલાક અંગત પ્રશ્નો પૂછવાનું મન થયું : પ્રશ્ન : દાદા, કોઈ વાર કામ કરવાનો કંટાળો આવે ખરો ? ઘેર રહીને આરામ જ કરવાનું મન થાય ખરું ? દાદા : ના. જોકે આ વખતની દિવાળીમાં પહેલી વાર ઘેર જ રહ્યો. કામ પણ ન કર્યું. જે સગાંવહાલાં-સ્વજનો મળવા આવ્યાં તેઓએ કહ્યું : “આ વખતે તમે પહેલી વખત મળ્યા.” નિવૃત્તિની વાત પર દાદા ફરી આવ્યા. કહે : “અહીં (ઈન્ડોલૉજીમાં) ૩૦૦૦ રૂપિયા મળે છે તે ઘેર આપી દઉં છું. જિંદગીમાં બીજી કોઈ લાલસા રાખી નથી. લિપિએ મને ઘણું આપ્યું છે.” વળી બોલ્યા : “નક્કી ૪૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #61 -------------------------------------------------------------------------- ________________ કરેલું કે જ્યાં વિસંવાદ થાય ત્યાં બેસવું નહિ. જે સંજોગોમાં જીવવાનું આવે તે પ્રમાણે જીવવું જ પડે. કોબામાં જઈને રહેવાનો વિચાર આવે. પાટણ રહેવાનું થાય તો ભોજનશાળા છે. અમે મણિનગર રહેતા હતા ત્યારે મારે રસોઈ બનાવવાનો પ્રસંગ આવતો. બધું અલગ અલગ બનાવવાને બદલે દાળઢોકળી બનાવી લઉં. જે લોટ વધે તેની ભાખરી-પોતૈયા બનાવી દઉં એટલે સાંજે ચાલી જાય... એ વખતે મને એવો વિચાર આવતો કે આ દૂધની બાટલી આપે છે તેવી બે બીજા પ્રકારની બાટલી બહાર પડે તો ?’ (હું આશ્ચર્યથી સાંભળી રહી.) કહે : “એક બાટલીમાં તૈયા૨ ૨ાબ અને બીજીમાં તૈયા૨ દાળ, તો કશી માથાફોડ કરવાની રહે નહીં.” (હું વિચારી રહી છે ને ફળદ્રુપ ભેજું ! એકાકી વૃદ્ધોને પણ કામ લાગે તેવી આ આહારયોજના ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરે. એક વાડકી દાળ કે રાબ પી લો. સમય ઓછો જાય. જરૂરી તત્ત્વો મળી રહે.) પ્રશ્ન : “દાદા, રસોઈમાં બીજું શું શું બનાવતાં આવડે ?’’ દાદા : ‘“ખીચડી, દૂધપાક અને ભાત આવડે, પણ દાળઢોળકી સહેલી પડે. કોઈ વાર બહુ ભૂખ લાગી હોય તો બિસ્કીટનો ભૂકો કરું અને એમાં ગોળ-ઘી ઉમેરી ખાઈ લઉં.'' (થોડી વાર પછી) “જમવાના સમયે રસોડામાંથી બોલાવે તો જમવા બેસી જઉં. ઓછી ભૂખ હોય તો ઓછું ખાઉં. પણ ક્યારેય એવું કીધું નથી કે હમણાં ભૂખ નથી એટલે પછી જમીશ. કોક વાર રાત્રે ભૂખ લાગે તો બિસ્કીટ કે મમરા ખાઈ લઉં કે ક્યારેક કુલેર પણ બનાવરાવું.” દાદા, કંદમૂળ ખાવ છો ? જમવામાં તમે (કોઈ) આપો તો ખાઈ લઉં. હું ખાતો નથી એવું ન કહ્યું. તો મારું પણ નહિ કે સામે ચાલીને બનાવરાવુંય નહીં. ઘેર બને છે પણ ડાયાબિટીસ છે તેથી ખાતો નથી. પરન્તુ, કોઈને ત્યાં પીરસવામાં આવે તો ખાઈ લઉં. (આટલું કહેતાં દાદા અતીતનાં સ્મરણોમાં સર્યા. થોડી વાર પછી) પ્રશ્ન : દાદા : ભાવનગરની વાત કહું. એક વાર ભાવનગર પહોંચતાં રાતના ૧૦ વાગી ગયેલા. કે. સી. શાહને ત્યાં જમવા જવાનું થયું. કે. સી. શાહ મહારાજીના પરમ ભક્ત. જમવામાં હતું રીંગણના ઓળાનું શાક અને ભાખરી. વિચાર્યું કે હું ખાતો નથી એમ કહું તો મહારાજજીના આ પરમ ભક્તને કેવું લાગે ? તેઓ એમ પણ વિચારે કે પોતાથી આવો અનર્થ થઈ ગયો ! વળી, આટલી રાત્રે બીજું નવું શાક બનાવવાની ઝંઝટ કરે. અથવા કે. સી.ના મનમાં એમ પણ થાય કે પોતાના દ્વારા વાત બહાર જશે... કદાચ મહારાજજી પાસે આ વાત જાય... કંદમૂળ બાબતે ભારતીય વિદ્યાભવનમાં હતો ત્યારથી પ્રશ્નો ઉદ્દભવવાનું શરૂ થયું. ત્યાં તો કોમન રસોડું. ત્યારે મુનિજી અને સુખલાલજી કંદમૂળ ખાય. હું જોઉં અને વિચારું: “આ લોકો તો જ્ઞાની છે, અને ખાય છે. મેં કેમ પકડી રાખ્યું છે ?' વિચારતાં લાગ્યું કે કંદમૂળ ન ખાવું જોઈએ એ વાત મારી માએ પકડાવેલી. કામ માટે મારવાડ જવાનું થયેલું ત્યારે ખાવાની પારાવાર મુશ્કેલીઓ. અનેક સ્થળોએ ફરવાનું બનતું અને ઘણું ચલાવી લેવું પડતું. એવે વખતે મેથીનો મસાલો કે એકલાં દૂધ-ભાખરી ખાઈ લેતો. કોકનું અડેલું ન ખાવું તેવોય સંસ્કાર ત્યારે. એટલે સ્વયંપાકી બનવું પડતું. રસોઈની સામગ્રી ભેગી કરવામાં ઘણોબધો સમય જતો. બધું દૂર દૂરથી ચાલી-ચાલીને લાવવું પડતું. દૂરના કૂવેથી પાણી ભરી લાવવું પડે. આ બધું કર્યું એની શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૪૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ પાછળ માત્ર આટલી જ વાત હતી: “માએ કહ્યું છે. પાછળથી જ્યારે કંદમૂળ ખાવાનું શરૂ કર્યું ત્યારે એ માટે રાગની ભાવના ન જન્મે એની ખૂબ તકેદારી રાખી છે. પ્રશ્ન : દાદા, એવી કોઈ ઘટના બની છે કે રાત્રે એને કારણે તમારી ઊંઘ ઊડી ગઈ હોય ? દાદા : એક વાર આખી રાત અજંપામાં ગયેલી. જીવને ક્યાંય ચેન નહીં. બન્યું હતું એવું કે મારી બહેનની દીકરીનાં લગ્ન મેં ગોઠવેલાં. બનેવી ક્યાંય નોકરીમાં સ્થિર થયેલા નહિ. સંયુક્ત કુટુંબમાં રહેવાનું. આર્થિક સંકડામણ તેથી બહેનને સાસરિયામાં રહેવું પડે. આથી મેં બહેનને આર્થિક રીતે પગભર કરવા ભણાવવાનું નક્કી કર્યું. બે વર્ષની ટ્રેનિંગ. બહેનને બહાર રહેવું પડે તેવું હતું. દરમ્યાન ઘેર રહેલી સોળ વર્ષની જુવાન દીકરીની ચિંતા. એ જમાનામાં અઢાર વર્ષે લગ્નનો કાયદો ખરો પણ લગ્ન પહેલાં થતાં, તેથી દીકરીનાં લગ્ન કરાવીને ટ્રેનિંગમાં જવાનું નિરધાર્યું. સારું ઘર શોધતાં મળી ગયું. દીકરીને પરણાવવાનો નિર્ણય ત્યાં લઈ શકાય નહિ. દીકરીનાં લગ્ન મારે ત્યાં જ કરાવવાનું ઠરાવ્યું. બનેવી આગલી રાત્રે આવ્યા અને અડી પડ્યા. “લગ્ન હું કરાવું કે મામા કરાવે ? મારે ઘેરથી જ લગ્ન થશે.” મામલો પોલીસ સુધી પહોંચ્યો, મેં કીધું પણ ખરું કે “જુઓ, આ બધું તૈયાર છે. લઈ જાવ બધું, અને તમારે ત્યાં કરો.” બનેવી રાધનપુરના એટલે રાધનપુર લગ્ન કરવાની રઢ. એમની શક્તિ નહિ પણ ખાલીખાલી વટ દાખવેલો. પણ એ દિવસે આખી રાત મટકું ન માર્યું. સવારે વેવાઈઓ આંગણે આવશે અને જો આ માણસ ધમાલ કરશે તો ? આ વિચારે આખી રાત ઊંઘી ન શક્યો. બીજી સવારે લગ્ન થયાં. બધું હેમખેમ પાર પડ્યું. મારાં આ બહેનનું નામ રતનબહેન. હાલ ગાંધીનગરમાં રહે છે. ત્યારબાદ વાતો અને પ્રશ્નોનો વિષય બદલાયો. ‘વ્યાજખાઉની વાત’ અને ‘સટોરીઆની ગુહળી' નામની પ્રતોનું લિવ્યંતર કરી રહી હતી તે સંદર્ભમાં દલપતરામના એક કાવ્યની મેં વાત કરી તેમાં શેરબજારમાં લોકો કેવા ખુવાર થઈ ગયા તેનું વર્ણન છે. મેં દાદાને હળવા મૂડમાં પૂછ્યું: દાદા, તમે શેરોની લે-વેચ કરેલી ? દાદાએ એવી જ હળવાશથી કહ્યું: “ઇન્ડોલૉજીમાં જોડાયો ત્યારે ૧૦૦ રૂ. મળતા. એ સમયે દર બે-ત્રણ મહિને પૈસા બચાવી સો રૂપિયાની લગડી લેતો થયો. ધીમે ધીમે ૨૫ લગડી ભેગી થયેલી. કોઈએ એ વખતે શેરની વાત કરી, શેર લીધા. અઠવાડિયામાં જ સો રૂપિયા વધ્યા, આ તો ખૂબ સારું લાગ્યું. પછી હસીને પણ પછી “શેરની બકરી' થઈ ગઈ. આપણા પર વાતાવરણની પણ અસરો પડે છે. એ બધું છોડીને પછી સરકારમાં પડ્યા. કહેવાય કે ત્યાં ઊની આંચે ન આવે. તેથી યુનિટ-૬૪માં રોકાણ કર્યું. તેમાં પણ નુકસાન કરીને પૈસા પરત લીધા. રૂપિયા ૨૫,૦૦૦-ની કિંમતમાં વાડજનું મકાન બનાવેલું છે. એની કિંમત આજે આશરે રૂપિયા ૧૦ લાખ આસપાસની ગણાય. ४४ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #63 -------------------------------------------------------------------------- ________________ તા. ૯-૧૧-૨૦૦૨ જ્ઞાનપાંચમ આજે જ્ઞાનપાંચમ હોવાથી દાદાને મારે ત્યાં ભોજન માટે આમંત્રણ આપેલું. દાળઢોકળી એ દાદાની પ્રિય વાનગી અને એટલે એ જ બનાવેલી. બપોરે ૧૨-૩૦થી ૫-૦૦ વાગ્યા સુધી દાદા બેઠા હતા. ખૂબ જ નિરાંતે વાતો કરી. આજે અમે ઘરમાં તથા બહાર કમ્પાઉન્ડમાં દાદાના તેમના એકલા તથા અમારી સાથે ફોટા પાડ્યા. આ સમયની વાતોની ઝલક મૃગાવતીશ્રીએ દિલ્હીમાં કામ માટે મને બોલાવેલો. દિલ્હીના ‘વલ્લભસ્મારક'માં મારી સેવાઓ કાયમ માટે લઈ શકાય તે માટે શ્રેણિકભાઈ શેઠને પૂછવામાં આવ્યું. પરન્તુ, શ્રેણિકભાઈએ તે અંગે સંમતિ આપી નહિ. મારી જરૂ૨ ઇન્ડોલૉજીમાં પણ એટલી જ છે તેવું ભારપૂર્વક જણાવ્યું. આમ, ઘણે સ્થાને ઓછા-વત્તા સમય માટે રહેવાનું થયું છે. જ્યાં જે કામ કરવાનું હોય તે પૂરું કરવાનું લક્ષ્ય હંમેશાં રાખ્યું. અને તેથી કામની વચ્ચે બહુ જ ઓછો સમય આરામ મેળવતો. દિલ્હીમાં વલ્લભ સ્મારકથી મારું ઉતારાનું સ્થળ દૂર હતું. તે સમયે દિવસમાં માત્ર પંદરેક મિનિટ હીંચકો ખાતો. $ હાલ ઇન્ડોલૉજીના ટેબલ પર આ જે કામ કરી રહ્યો છું તે તૂટક પુસ્તકોનું છે. પં. અમૃતભાઈએ આખી પોથીઓનું કામ કરેલું હતું. તૂટકફૂટકના આ ઢગલાઓને હું એક પછી એક જોતો જઉં છું. જુદા જુદા છ વિભાગમાં વહેંચું છું. શોધતાં શોધતાં અન્ય પૃષ્ઠો મળે તો સાથે તેમાં ગોઠવી દઉં. ઘણી વાર આવાં પૃષ્ઠો ગોઠવતાં ગ્રંથ આખો પણ બની જાય. ઘણી પ્રતો એટલી ખરાબ હોય કે તે વિસર્જનીય હોય છતાં અમે એને ફેંકી દેતા નથી. શીખવવા માટે કે બતાવવા માટે તે કામ આવે છે. જુદા જુદા વિભાગોમાં જે પ્રતો મૂકી હોય તેને પાછી વિષયવાર ગોઠવું. આ. વિજ્યશીલચંદ્રસૂરિએ મને આ તૂટક પુસ્તકોની પણ યાદી કરવાનું સૂચવ્યું છે. હજુ આ કામ કરવાનો રસ એવો ને એવો રહ્યો છે. જેમ કોઈને બીડી પીવાની મઝા આવે તેમ મને આ બધું કામ કરવાની મઝા આવે છે. પહેલી વાર આ દિવાળી એવી ગઈ જ્યારે મેં કશું કામ કર્યું નથી. રવિવારે કાયમ ‘મહાજનમ્' સંસ્થામાં જઉં છું. જ્યાં જઉં છું ત્યાં હાથ પર બેત્રણ કામો લીધેલાં હોય છે. ઘણી વાર આ તૂટક પુસ્તકો તપાસતાં પ્રશ્નો પણ ઉદ્ભવે છે. બધું જ સાચવી રાખવા જેવું ખરું ? કોઈને વિશે ઘણું નિંદાત્મક લખાયું હોય તેવા પત્રો કે સમાજહિતવિરોધી લખાણ હોય ત્યારે આ મુદ્દો વધુ વિચારણીય બને છે. ગ્રંથનાં વચલાં, છૂટાં પડી ગયેલાં, પૃષ્ઠો કયા ગ્રંથનાં છે તે ઓળખી શકાતાં ન હોય તેમ છતાં રાખી મૂક્યાં હોય તો ભવિષ્યમાં તેને ઓળખીને, મેળવનાર કોઈ નીકળી આવે એવી આશાએ પણ રાખવાં જોઈએ, એવું મને લાગે છે. (આવી એક વાતનો ઉલ્લેખ દાદાએ કર્યો.) આજે પંચકલ્યગ્રંથ’ અપ્રાપ્ય છે. ખંભાતના ગ્રંથભંડારમાં તે હતું. મહારાજજી તથા હું ત્યાં કેટલૉગ બનાવવા બેઠા હતા ત્યારે આ ગ્રંથ જોયેલો. કૅટલૉગમાં સામેલ કર્યું હતું. આ ગ્રંથમાં એક પાનું ખૂટતું હતું. થાય છે કે આવું ખૂટતું કોઈ પાનું આવા તૂટક પુસ્તકોના ઢગલામાંથી મળી પણ આવશે. વિસર્જનીય વિભાગ પણ આથી, વિસર્જન કરવા યોગ્ય ગણતા નથી અને સાચવી રાખ્યો છે. એક વાર એવું બન્યું કે (ટેબલ પર પડેલ ઢગલો મને બતાવીને) આ વિસર્જનીયનો ઢગલો છે, તેમાંથી એક કાગળ મળ્યો મને. સહસકિરણસુત શાંતિદાસે તે લખાવેલું હતું તેવો તેમાં ઉલ્લેખ પણ ગ્રંથનામ ન મળે. પ્રદ્યુમ્નવિજય ‘બૃહત્કલ્પ' પર તે વખતે કામ કરતા હતા. તેમણે તેથી આ ઓળખી બતાવ્યું. ૧૦ પાનાંનો શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૪૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ એ ગ્રંથ. એમાંથી આજે એક પાનું મળ્યું. બાકીનાં ખૂટતાં નવ પાનાં પણ આ રીતે મળી આવી શકે ને ? મહારાજજી પોતે બહુશ્રુત. ૪૫ આગમો મોઢે. ઘણુંબધું મોઢે. આથી, આવાં તૂટક પાનાં મળે તો તે જોઈને તરત કયા ગ્રંથનું છે તે ઓળખી બતાવતા. હું જ્યારે એમની સાથે કામ કરતો હતો ત્યારે એમની આ બહુશ્રુતતા તથા તીવ્ર સ્મરણશક્તિને કારણે આવાં ઘણાં તૂટક, ભેળસેળ થયેલાં પુસ્તકોને છૂટાં પાડી તે તે ગ્રંથો વચ્ચે મૂકી શકાયાં હતાં. આ તૂટક પુસ્તકોમાં જે હૂંડીવાળાં પૃષ્ઠો હોય તેનો હું જુદો વિભાગ બનાવું છું, જેથી અસલ ગ્રંથ મળે તો તેની વચ્ચે તે ગોઠવાઈ જાય, તાડપત્રોના જમાનામાં હૂંડીપ્રથા (શીર્ષક આપવાની પ્રથા) ન હતી તેથી તાડપત્રો ગોઠવવા ખૂબ જ અઘરા બનતા પણ મહારાજની શક્તિ અને કૌશલ્યને કારણે બધું મેળવવું શક્ય બન્યું હતું. હૂંડી લખવાની પ્રથા ૧૬મા સૈકામાં નિશ્ચિત બની છે અને તે દરેક પૃષ્ઠ લખેલી જોવા મળે છે. દાદાને પુણ્યવિજયજીનાં સ્મરણો લખવાનું સૂચવાય છે પણ દાદાએ કહ્યું કે મારી લખવાની ઈચ્છા નથી. મહારાજજીના અંતિમ સમય બાદ પત્રકારો મને ઘેરી વળ્યા હતા. કાંતિલાલ કોરા (શ્રી મહાવીર જૈન વિદ્યાલય)એ મને ચેતવણી આપેલી કે “આ લોકોને વિચારીને જવાબ આપવો.” મેં શરૂઆતથી જ પત્રકારોને ટાળ્યા. કહી દીધું કે – ‘૮-૪૦ મિનિટે કાળધર્મ પામ્યા છે. મારા મન પર ઘેરી અસર થઈ હોવાથી હું વાત નહીં કરી શકું.” એક વાર જિતુભાઈ(ઇન્ડોલોજી)એ મહારાજજીના પત્રોનું કહ્યું. મેં ઝેરોક્ષ આપી. એમણે પણ મને સ્મરણો લખી આપવા જણાવ્યું. મેં કહેલું: ના, મને લખતાં નથી આવડતું.” કુમારપાળ દેસાઈએ પણ એક વાર કહ્યું હતું કે તમે મને માત્ર મુદ્દા આપો. લખીશ હું. ઘણી યે વાર મનમાં થાય છે કે આપણે લખીને તે વિભૂતિની કીર્તિને હાનિ તો પહોંચાડતા નથી ને ? આથી જ થાય છે કે ન બોલ્યામાં નવ ગુણ. જેમ કે મહારાજજી વિશે લખવું હોય અને નોંધ મૂકીએ કે તેઓ આખી રાત ઉજાગરા કરીને હસ્તપ્રતોનું કામ કરતા, એમ જણાવવાને બદલે “એ સતત કાર્ય કરતા' એમ લખવું પડે. નહિતર તેમાંથી ઇલેક્ટ્રિસિટી વાપર્યાનો દોષ કોઈ આગળ ધરે. પુણ્યવિજયજી સાથે જેઓને પત્રવ્યવહાર થયો હોય તે પત્રવ્યવહાર ઉપરાંત તેમના વિશેના લેખોના સંકલનની યોજના શરૂ થયેલી. કુલ ૧૩ પત્રો આવેલા, એટલે જિતુભાઈએ જણાવેલું “હાલ માંડી વાળ્યું છે.” જેના તેર પત્રો આવ્યા છે તેમાંનો એક પત્ર શ્રી નિર્મળાશ્રીજીનો છે, જેઓ મહારાજશ્રીના અંત સમયે સાથે હતાં. શામળાની પોળમાં બાવળિયાના ખાંચામાં એક મકાનમાં બિરાજતાં હતાં. અન્ય લખાણ ઓમકારશ્રીનું છે. પુણ્યવિજયજીનું પુસ્તક “શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા” વિષયક પુસ્તક છપાયા પછી મહારાજજીએ તેની એક નકલમાં જ ઉમેરા કર્યા છે, સુધારા કર્યા છે. આ સંવર્ધિત આવૃત્તિના પુનઃપ્રકાશનની જરૂર છે. ત્યાર બાદ ભગવાન મહાવીર અને માંસાહારની થયેલી ચર્ચાઓ તથા મતમતાંતરો સંદર્ભે અછડતી વાતો થઈ. દાદાએ કહ્યું : “ઘણી વાર શાસ્ત્રોનો આધાર લઈ સિદ્ધાંતોની ઉગ્ર ચર્ચાઓ થાય છે, તેમાં લખેલા શબ્દોના અર્થોનાં પારાયણ થાય છે ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી પાસે મહાવીરના સમયનું પુસ્તક શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ નથી. પુસ્તકલેખન ઘણું પાછળથી આવ્યું. સ્મૃતિને આધારે લિખિત પાઠ કે પાઠભેદોની સમસ્યા છે જ ત્યારે આવી ચર્ચાઓને કેટલું મહત્ત્વ આપવું ? મારી માન્યતા સ્પષ્ટ છે કે મહાવીરે માંસાહાર કર્યો નથી. હવામાં પણ જીવ છે એમ માની, કાયોત્સર્ગમાં હલનચલન વિના ઊભા રહે તે માંસાહા૨ કરે જ નહિ.” આજની જ્ઞાનપંચમી ખરે જ, દાદાની જ્ઞાનગોષ્ઠી દ્વારા સાર્થક બની. તા. ૧૬-૧૧-૨૦૦૨ આજે નારણપુરાના ઉપાશ્રયેથી દીપ્તિપ્રજ્ઞાશ્રી અને ચારુશીલાશ્રી ઇન્ડોલૉજીમાં મ્યુઝિયમ જોવા આવનાર હતાં. હું પણ તેઓની સાથે મ્યુઝિયમ જોવા ઇચ્છતી હતી તેથી ૧૫-૨ વાગ્યાને બદલે ૧૧ વાગે પહોંચી ગયેલી. જોતજોતાં ચાર વાગી ગયા. દાદાએ મ્યુઝિયમમાંની વસ્તુઓ સાથે રહીને બતાવી અને વિશેષ જાણકારી આપી. જાણકા૨ી વળી એવી કે કદાચ ત્યાંના ક્યુરેટરનેય ખબર નહિ હોય. અમારી આ મ્યુઝિયમ ટુરે અમને ધન્ય બનાવ્યાં. આ મ્યુઝિયમ જોતાં જે જાણવા મળ્યું, તેમાંથી થોડુંક - ચૌદ રાજલોકનો પટ : મ્યુઝિયમમાં ચૌદ રાજલોકનો એક મોટો પટ છે. આટલો મોટો પટ દુર્લભ ગણાય. આ પટ બરોડામાંથી મળ્યો હતો. એક વા૨ શ્રી રમણીકવિજ્યજી સાથે દાદા હતા. તેઓ બંને એક પોળમાંથી પસાર થતા હતા. ત્યાં મહારાજની નજ૨ કપડાંની ખેંચમતાણી કરતા બે કિશોરો પર પડી. દાદાને કહ્યું : જરા જુઓને, શાનું કપડું છે ?' દાદાએ છોકરાઓને લડતા બંધ કરાવ્યા. સમજાવીને એ લૂગડું જોવા માંગ્યું. એ જ આ પટ. ખેંચમતાણીમાં એ ચિરાઈ ગયેલો. છોકરાઓની માને આ વિશે પૂછ્યું તો કહે : “તમારે જોઈએ તો લઈ જાવ’’ – આમ એ મળેલો, અહીં એને સાંધીને ફ્રેઇમ કરીને લગાવ્યો છે. આવો દુર્લભ પટ અચાનક ઉપલબ્ધ થયો અને સચવાયો તેનો આનંદ દાદાના ચહેરા ૫૨ જણાતો હતો. ફૂટના ડબ્બા : પોથીઓ અને પ્રતો સાચવવા કાગળના માવામાંથી બનાવેલા ડબ્બા વપરાતા. તેના ઉપર સુંદર ચિતરામણ થતું. કૂટાના નળાકાર ડબ્બા પણ બનતા. અમે અહીં તે જોયા. દોરી : તાડપત્રો એકસરખી સાઇઝના – માપના ન હોય. આથી કોઈ પણ પોથીને બાંધવાની દોરી ઓછામાં ઓછી ત્રણ મીટર લાંબી તો હોય જ. તો જ વ્યવસ્થિત બંધાય. શ્રી નેમિસૂરિના ભંડારમાં ખાસ્સી મોટી દોરી બાંધેલી છે. પાટણના ભંડારમાં જે લાંબામાં લાંબું તાડપત્ર છે તે ૩૫ ઇંચનું છે ! તાડપત્ર ઉપરની પટ્ટીઓ : તાડપત્ર ઉપરની પટ્ટીઓ લાકડાની હોય. તેમાં ગ્રંથનામ મૂક્યું હોય, તો એ કોતરવામાં આવે. દા. ત. ‘કુવલયમાલા’ જો ગ્રંથનું નામ હોય તો તેને એ પટ્ટી ૫૨ કોતરવામાં આવે. એમાં શાહી ભરવામાં આવે એટલે અક્ષરો ઊઠે અને ભૂંસાઈ ન જાય. ભાગવત : અમે ભાગવતનાં ચિત્રો જોતાં હતાં ત્યારે દાદાએ મોટામાં મોટા કદના ભાગવતની વાત કરી. શ્રીનાથ દ્વારામાં મોટામાં મોટું ભાગવત હોવાની વાત કર્યા બાદ દાદાએ ઊંચું ટેબલ બતાવ્યું અને કહે - શ્રીનાથ દ્વારામાં ભાગવત છે, તે આના જેટલું ઊંચું છે. (પછી ભીંતમાંના કબાટ તરફ આંગળી ચીંધીને કહ્યું) એનાં શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૪૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠો આટલાં લાંબાં છે. એક જમાનામાં એની મોટી કિંમતે ખરીદવાની ઓફર હતી પણ સ્વીકારવામાં આવી ન હતી.” ત્યારબાદ અમે તાડપત્રો જોયાં. એક છિદ્રવાળાં હતાં. બે છિદ્રવાળાં પણ હતાં. તેના પર લાકડાની સુંદર ચીતરેલી પટ્ટીઓ જોઈ. મ્યુઝિયમમાં રાખેલ પાટણનું ઘરદેરાસર જોઈને મને ખંભાતનું અગરતગરનું દેરાસર યાદ આવી ગયું. બારીક કારીગરીવાળી લાકડાની ફ્રેમો જોઈ. આજકાલના બંગલાઓના સુશોભનમાં તેવી જોવા મળે છે. ગુલાલવાડી રસ્તા વચ્ચે રોપી! : દાદા અમને જુદાં જુદાં વિજ્ઞપ્તિપત્રો દેખાડતા હતા. ચિત્રોમાં એક શોભાયાત્રા બતાવી પછી કહે : “તમે આ મંગલગીત સાંભળ્યું છે ? – “ગુલાલવાડી રસ્તા વચ્ચે રોપીએ રે,’ પછી કહે : “બોલો, ગુલાલવાડી રસ્તાની વચ્ચોવચ્ચ રોપાતી હશે? - જ્યારે હું આ ગીત સાંભળતો ત્યારે મને આવો વિચાર આવતો કે ગુલાલવાડી, રસ્તામાં વચ્ચોવચ્ચ કઈ રીતે રોપાય ? પણ જ્યારે મેં આ ચિત્રો જોયાં ત્યારે એનો જવાબ મળી ગયો. શોભાયાત્રામાં આવી ગુલાલવાડી હોય (ચિત્રમાં બતાવી કહે) તે આવું ચોરસ બગીચા જેવું, વાડી જેવું હોય, લોખંડનું હોય. હેરવી ફેરવી શકાય તેવું હોય તેમાં ગુલાબ અર્થાત્ ફૂલો રોપ્યાં હોય, શોભાયાત્રામાં ચાર જણા એને ચાર બાજુએથી ઊંચકીને ચાલે, બેન્ડ વાગે એટલે એ ગુલાબવાડી નીચે ઉતારી, ઊંચકનાર થોડો પોરો ખાય. આમ થાય ત્યારે એ દશ્ય રસ્તા વચ્ચે ગુલાલવાડી રોપી હોય તેવું જ લાગે ને ?” કાશીની કાવડ : પછી આગળ જઈને કહે : જુઓ, આ ચીજ. એ “કાશીની કાવડ' નામથી ઓળખાય છે. લાલ રંગનું નાનું કબાટ હોય. અને બે બારણાં હોય. આખા કબાટમાં પૌરાણિક પ્રસંગો ચીતરેલા હોય. કાશીથી વેચાવા આવતું તેથી ‘કાશીની કાવડ' નામ પડ્યું. અદ્વીપ: દાદાએ અદ્વીપનો પટ બતાવી માહિતી આપી : અઢી દ્વીપનો પટ મળે પણ અષ્ટદ્વીપનો આ પટ અતિ દુર્લભ છે. શ્રીમતી ટાગોરનો આખો ચિત્રસંગ્રહ શેઠશ્રી કસ્તુરભાઈએ લીધેલો. આ પટ એ સંગ્રહમાંનો છે. શેઠે અહીં આપેલ છે. વિજ્ઞપ્તિપત્ર: અહીં અમે મોટાં વિજ્ઞપ્તિપત્રો જોઈને ખુશ થઈ ગયાં. સં. ૧૭૯૬નું એક ભૂંગળું – અનેક ચિત્રો સાથેનું – જોયું. આ વિજયસેનસૂરિવાળો જાણીતો ઐતિહાસિક પટ છે. અકબરના રાજદરબારથી ઉપાશ્રય સુધીનો આખો રસ્તો આવવા જવાના કોઠા સાથેનો - ખૂબ સુંદર રીતે ચીતરાયેલો છે. દાદાએ વિજ્ઞપ્તિપત્રો વિશે વિશેષ માહિતી આપી : વિજ્ઞપ્તિપત્રોમાં સાધુ ભગવંતને પોતાને ત્યાં (ચોમાસામાં સ્થિરતા) ચાતુર્માસ કરવાની વિનંતી થતી હોય છે. સામાન્ય રીતે દશેરાના રોજ વિજ્ઞપ્તિપત્રો લઈ જવાતા. બધા જ વિજ્ઞપ્તિપત્રો જોઈ લેવાય. મહારાજ ક્યાં ચોમાસું કરશે તે તે જ દિવસે નક્કી થતું. જ્યારે ચોમાસાનું સ્થળ નક્કી થાય ત્યારે વિહારમાર્ગમાં આવતાં સ્થાનોએ નાનાં રોકાણ માટે આમંત્રણ અપાય. અને સ્વીકારાય. ચોમાસું તો જ્યાં નક્કી થયું હોય ત્યાં જ હોય. વિજ્ઞપ્તિપત્રોની ભાષા પણ રસિક હોય છે. એમાં પોતાના સ્થળની વિશેષતા અને આકર્ષણો જણાવવામાં આવે. કોઈ અન્ય સ્થળની વિચારણા ચાલે છે તેનો સંઘને ખ્યાલ આવે તો તેમાં તે સ્થળોની ઊણપોનો નિર્દેશ પણ હોય ! આ માટે એક સુંદર દૃષ્ટાંત આપ્યું. દાદા કહે : ધારો કે બિકાનેરવાળા પોતાને ત્યાં પધારવાનું ४८ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #67 -------------------------------------------------------------------------- ________________ કહેતા હોય. એ વખતે મહારાજ સુરતનું વિચારી રહ્યા છે તેવું જાણે તો આમ કહેવામાં આવે : “તમે સુરતમાં શું મોહી રહ્યા છો? સુરતની સ્ત્રી તો રોગિષ્ટ (સુરતમાં હાથીપગો રોગ વ્યાપક હતો તેથી) અને બોબડી (સ નો હ બોલે છે તેથી) છે.” આમ કહી ઉપાલંભ આપે. આટલું કહીને એમણે મને દેખાડેલી એક અન્ય પ્રતની યાદ આપી. આમાં પ્રસંગ પ્રતિષ્ઠામહોત્સવનો હતો. ગામેગામથી લોક ઊમટેલું. દરેક ગામની સ્ત્રી અન્ય ગામની સ્ત્રીની લાક્ષણિકતા પર હસતી-રમૂજ કરતી ! કચ્છી ભાષામાં લખાયેલ આ પ્રતના કેટલાક શબ્દોના અર્થની ના નકારી માટે મેં કચ્છના માવજી સાવલા તથા અન્ય વિદ્વાનો દ્વારા પ્રયત્ન કરેલો પણ એ અર્થ મને મળ્યા તા. દાદાએ વિજયસેનસૂરિના આ વિજ્ઞપ્તિપત્ર વિષયક અન્ય માહિતી આપી કે આ ઐતિહાસિક પટ શાહી ચિત્રકાર ાલિવાહને ચીતરેલો છે. વિમલશાએ વિજ્ઞપ્તિપ' લખેલ છે. શાનબાજી : એક સાપસીડીની રમત જોઈ. આનો હેતુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો. રમતની રમત અને રમત દ્વારા જ્ઞાન. આમાં ચોરસ ખાનાં અને તેમાંનાં લખાણ જોયાં. મઝાની હતી રમત. દા.ત., સાત પ્રકારનાં વ્યસનો બતાવ્યાં હોય. જીવની ગતિ એને આધારે (સર્પના મુખ દ્વારા નક્કી થતી. સારાં કર્મો દ્વારા જીવ ઊર્ધ્વગતિ પામે. સીડી દ્વારા પમાતું. ઉપાશ્રયમાં આ રમત રમવાનું ચલણ હતું. સમય જતાં, આ જ્ઞાનબાજી જુગાર રમવામાં પલટાઈ અને પછી ઉપાશ્રયમાં રમાતાં તે બંધ થઈ. પત્તાં : જૂના જમાનામાં પત્તાં રમાતાં. આજે પ૩ની કેટ છે. તે સમયે ૧૦૫ કે ૧૦૮ની કેટ રહેતી. પત્તામાં ચિત્રો હોય. રામનું ચિત્ર હોય તો સવારે જીતે, રાવણનું ચિત્ર પત્તાં પર હોય તો રાત્રે જીતે. આ પત્તાં ત્યારે રજવાડામાં રમાતાં. સામાન્ય પ્રજાજન પત્તાં રમી શકતો નહિ એમ જણાવી દાદા ઉમેરે છે: “ત્યારે ઐશ્વર્ય ભોગવવું તે ઉચ્ચ વર્ગનો જ ઇજારો હતો.” (થોડી વાર પછી) ડભોઈનો શિલ્પી હીરાભાગોળ બનાવે પછી એના જેવો બીજો દરવાજો બીજો કોઈ બનાવે નહિ તે માટે એને દીવાલમાં ચણી દેવાયો હતો એવી કહેતી છે. અંગ્રેજો આવ્યા અને આ બધું સામાન્ય પ્રજાજન માટે છૂટું થયું. આજે ટી. વી. ઝૂંપડાવાસી જોઈ શકે છે. પૈસા હોય તો ગમે તે કોમ કે જ્ઞાતિનો હોય તો કાર વસાવી શકે. પૈસા કમાવ અને ભોગવો. ટી. વી. નથી તો પંચાયતનું ટી. વી. હોય અને તેને બધા જ ગામલોકો જોઈ શકે ! ભાડે કાર રાખી (ટૅક્સી) તેમાં મુસાફરી કરી શકાય છે. આ બધું જૂના જમાનામાં ચોક્કસ વર્ગના લોકો જ ભોગવી શકતા. ગૂઢ લિપિ એ પણ એક પ્રકારની બુદ્ધિવિલાસની રમત છે અને બહુધા તે ઉચ્ચવર્ગના લોકો માટે હતી. પંચતીર્થી પટઃ ઈ. સ. ૧૪૩૩નો છે. પાંચ મંદિર હોવાથી તેને પંચતીર્થી પટ કહે છે. આદિનાથ ચોવીસી અને શીરપુરની મૂર્તિઃ અતિ પ્રાચીન પ્રતિમાઓમાંની બે પ્રતિમાઓ જોઈ. સ. ૧૧૨૩ની શ્રી આદિજનની ચોવીસ ભગવાનના પરિકર સમેતની પ્રતિમા સરસ છે. લેખ છે. શીરપુરની પ્રતિમાનો લેખ પણ દાદાએ ઉકેલ્યો છે. તેમાં સંવત નથી, પણ અક્ષરોના મરોડ તથા લિપિને આધારે તે ૭મા કે ૮મા સૈકાની ગણાવાઈ છે. આ પ્રતિમામાં પરિકર નથી પણ પબાસન સરસ છે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૪૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ કોઈ વાર દાદા સાથે હળવી પળો માણવા મળે. પ્રાદેશિકતા અને સ્થળ-કાળના પરિવર્તનને કારણે વસ્ત્રોમાં આવતાં પરિવર્તનો તરફ આંગળી ચીંધે છે અને રમૂજથી જણાવે છે: પાર્વતી તો હિમાલયમાં રહે. દક્ષિણનો ભક્ત એમને બોલાવે. ઠંડો પ્રદેશ તેથી હિમાલયની પાર્વતીનું આખું શરીર વસ્ત્રોથી આવરિત અને છેક લગીનો ઘૂમટો હોય. મેદાનમાં તે આવી. ગરમી લાગી. ઘૂમટો થોડો ઊંચો થયો. રાજસ્થાન સુધી આવતાં તો ઘણો ઊંચો થયો. ગુજરાતમાં માથું કેવળ ઢાંકેલું જોવા મળે. દક્ષિણ સુધી પાર્વતી પહોંચતાં તો પેલા આખા ઘૂમટાનો બની ગયો ખેસ !” આવી જ હળવી પળોમાં તે દીપ્તિપ્રજ્ઞાશ્રીજીને પૂછે છે: ખડાકોટડી એટલે શું એ તમે જાણો છો ? સાધ્વીજીએ ના પાડી, દાદા કહે : ખરું છે કે ખોટું છે જ્યાં ચકાસી આપે છે. સોનું કે ચાંદીને ચકાસીને લેવાં પડે. આવું કામ કરનારા ચોકસી કહેવાય. ચોકસાઈ કરે તે ચોકસી. આવી દુકાનો જ્યાં આવેલી હોય તે મહોલ્લાનું નામ ખડાકોટડી. દીપ્તિપ્રજ્ઞાશ્રીજી કહે: “સુરતમાં એને નાણાવટ કહે છે.’ મ્યુઝિયમની જુદી જુદી વસ્તુઓ દાદા સાથે ફરીને જોવાનો અનુભવ અમારે માટે ધન્ય બની ગયો. દાદા વસ્તુઓ બતાવે. તે વસ્તુને લગતી બધી જ વાતોનો એમની પાસે રહેલો ખજાનો ખોલી કાઢે. એમાંય જ્યારે કોઈક રીતે નિમિત્ત બન્યા હોય ત્યારે, એ અતીતમાં ડૂબકી મારી આવે અને એ જોવામાં અમને આનંદ આવે. આવા અનુભવોમાં શિરમોર અનુભવ ત્યારે થયેલો જ્યારે અમે પુણ્યવિજયજીના ફોટા તથા ઉપકરણોના સંગ્રહ પાસે આવ્યાં હતાં. દાદા અહીં આ તાં જ, થોડી વાર ફોય સામે જોઈ રહ્યા. એમની આંખમાં ભક્તિનું અંજન હતું. પછી, મહારાજજીની બધી વસ્તુઓ બતાવી ત્યારે એમનો એ બતાવવાનો, એની વાતો કરવાનો રોમાંચ અછતો રહેતો ન હતો. દાદા કહે : “મહારાજજી પોતાનો ફોટો લેવરાવતા નહિ. કોઈક સમારંભમાં કોઈએ ફોટો લીધો હોય તો ખબર નથી. મુંબઈ ભાયખલામાં પનવના..'ના વિમોચનના પ્રસંગે ત્યાંના છાપામાં આ ફોટો આવેલો. એ ફોટા ઉપરથી આ તમે જુઓ છો તે ફોટો ચીતરાવેલો છે. આ ફોટામાં એમની ૭૬ વર્ષની ઉંમર છે. ઉપરાંત, પન્નવના' ગ્રંથનું વિમોચન કર્યા બાદ, ગ્રંથને મહારાજજી જોતા હતા તેવો ફોટો મહાગુજરાત' નામના મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલો. આ મેગેઝિન પાટણથી પ્રગટ થાય. તે ફોટાની એક કોપી એલ. ડી.માં છે. મ્યુઝિયમમાંનો ફોટો એ એમનો છેલ્લો ફોટો છે. વિ. સં. ૧૯૫૨ કાર્તિકી પાંચમથી વિ. સં. ૨૦૨૭ જેઠ વદ૬ એ મહારાજજીનો જીવનકાળ. વરલીથી વાલકેશ્વરનો વિહાર એ એમનો છેલ્લો વિહાર. તંદુરસ્તી સારી હતી ત્યારે તેઓ વાલકેશ્વરથી ચાલીને રોજ હેંગિંગ ગાર્ડન જતા.” મઝિયમમાં પવિજયના ફોટોગ્રાફ્સનાં દર્શન બાદ મહારાજજીએ ઉપયોગમાં લીધેલ ઉપકરણો તથા અન્ય ચીજોનાં દર્શન કર્યા. ખૂબ જ નાના કદનાં ચારેક પુસ્તકો જોયાં. એક પુસ્તક એમનાં માતુશ્રી સાધ્વી રત્નશ્રીજીએ આપેલ કલ્પસૂત્ર છે. બીજા ત્રણમાં પુરાણ, શિક્ષાપત્રી તથા કુરાન છે. અન્ય ઉપકરણોમાં હોકાયંત્ર, શંખ આકારની દાબડીમાં ભગવાનની મૂર્તિ, ચોવીસી હતાં જે વિહારમાં મહારાજજી પોતાની સાથે રાખતા. આ ઉપરાંત એમણે છેલ્લે ઉપયોગમાં લીધેલાં કપડાં, કામળી, સ્થાપનાજી, ચશમાંની એક જોડ, ઠવણી, દંડ વગેરે પણ મ્યુઝિયમમાં દર્શનાર્થે રાખવામાં આવેલ છે. એમના અગ્નિ-સંસ્કાર પહેલાં દાદાએ આ બધી સામગ્રી ભેગી કરીને, એક શ્રાવકને ત્યાં મોકલી આપી હતી. ચશમાંની બે જોડ હતી. તેમાંથી એક પુણ્યવિજયની મૂર્તિ પર ચઢાવવા આપી દીધી અને બીજી અહીં મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. દાદર ઊતરતાં મ્યુઝિયમમાં દાદર સામે જ મૂર્તિ બતાવતાં દાદાએ કહ્યું: “આ લાડોલની મૂર્તિ છે. ૫૦ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ તેના વિશે મેં લખેલો લેખ પ્રગટ થયો છે.” અમિતાભભાઈ મડિયા મીનીએચર પેઇન્ટિંગ વિભાગ સંભાળે છે. મીનીએચર પેઇન્ટિંગ એટલે પોથીપ્રતમાંનાં ચિત્રો. અમે મુખ્ય મ્યુઝિયમમાંના ઉપર અને નીચેના ભાગો જોઈને ત્યાં આવ્યાં. ઊભાં ઊભાં અમને થાક લાગેલો. ચારશીલાશ્રીજી તો અધવચ્ચે જ નીચે જઈને બેસી ગયેલાં. હવે હું પણ સ્કૂલ પર પોરો ખાવા બેઠી. દાદા તો કહે કે બેસીએ તો થાક વધારે લાગે. મહારાજજીને યાદ કર્યા. કહે: “મહારાજજી ક્યારેય થાકે નહિ. એમની સાથે હતો ત્યારે એમના જેટલું કામ કરતો તો મને થાક લાગી જતો. એ તો આખી રાતના ઉજાગરા પછી યે તાજા (Fresh) હોય.” અહીં મડિયા સારી રીતે સમજાવવા લાગ્યા એટલે દાદા થોડુંક અમારી સાથે રહીને પછી એક બાજુ બેસી ગયા. વચ્ચે વચ્ચે આવીને થોડીક વાતોની પૂર્તિ કરે. આ બધી વાતોની ઝલક – ભાઈ મડિયાએ જણાવ્યું કે ગરોલા' નામના હિન્દી પુસ્તકમાં બધી જ ચિત્રશૈલીઓનું નિરૂપણ કર્યું છે. પછી કહે – જૈન ચિત્રશૈલીઓ વિશે એમ જ મનાતું કે એ ચોકસીઓની જ કારીગરી હશે ! કારણ એમાં સોનું, રૂપું અને મોતીઓના બનાવેલા રંગ હોય. આજે જૈન ચિત્રશૈલી ગુજરાત ચિત્રશૈલીના નામથી ઓળખાય છે. જેન શૈલીમાં જે Blue-ભૂરો-રંગ વપરાયો છે તેને માટે ઉઝબેકિસ્તાન તથા અફઘાનિસ્તાનમાંથી લાજવન પથ્થર લવાતો અને તેમાંથી આ રંગ બનતો. આ ચિત્રની લાક્ષણિકતાઓ ભાઈ મડિયાએ દર્શાવી : ચિત્રમાં જે વ્યક્તિની મહત્તા વધુ તે અન્ય દર્શાવેલાં પાત્રોની અપેક્ષાએ કદમાં મોટી હોય છે. આમાં લાલ, પીળો અને વાદળી એ ત્રણ મુખ્ય રંગો વપરાતા. તેમાં મિલાવટ કરી નવા રંગો બનાવાતા નહીં. અહીં કામ ઘણું બારીક જોઈ શકાશે. આ ચિત્રોમાં સોનાનો ઉપયોગ વધુ થયો છે. આ જ પ્રકારનાં ચિત્રો હિંદુઓનાં મળી આવ્યાં તેથી હવે આ જૈન ચિત્રશૈલીનું નામ ગુજરાત ચિત્રશૈલી પડ્યું. (હવે અમારી મ્યુઝિયમ ટુરનો દોર ભાઈ શ્રી મડિયાએ સંભાળી લીધો હતો. દાદા ક્યાંક જરૂર લાગે તો ટાપશી પૂરતા). ઇસ્લામમાં ખૂબ જૂની ચિત્રપરંપરા છે. તેમાં બે પ્રકારો જોવા મળે છે. એકમાં ધાર્મિક ચિત્રો મળે છે. બીજામાં વાર્તાઓ ચિત્રિત થયેલી જોવા મળે છે. આ વાતો કરતાં અકબર અને હમઝાનાની વાતો નીકળી, હમઝના એ ઇસ્લામનું આપણા કૃષ્ણ જેવું નટખટ પાત્ર છે. એનાં ઘણાં ચિત્રો જોવા મળે. બાદશાહ અકબરે પણ તેનું ચિત્ર બનાવરાવ્યું છે. અમિતાભભાઈએ બાદશાહ અકબરના પૂર્વજન્મની વાતો કરી ! કહેવાય છે કે બાદશાહને જાતિસ્મરણશાન થયેલું. તેઓ એક હિન્દુ ઋષિ હતા. તેનો પોતાનો આશ્રમ હતો, તે ઋષિએ જીવતેજીવત સમાધિ લીધેલી. પોતે લખેલું તામ્રપત્ર તથા સમાધિસ્થળની અકબરે તપાસ પણ કરાવેલી ! અકબરનું જીવન હમઝાના જેવું વધારે છે. હમઝાનાની પેઠે અકબરે ખૂબ જ પ્રવાસ કરેલો. વિવિધ દેશોની સ્ત્રીઓ પરણેલા. હિન્દુ સ્ત્રી સાથે પણ લગ્ન કરેલાં. હમઝાનાનું ચિત્ર દોરાવવા પાછળ આ સમાનતા કારણભૂત હોય ! શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૫૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ કવિ બિલ્હણના જીવનનાં ચિત્રો જોયાં. કવિ બિલ્ડણ ચંપાવતીનો શિક્ષક હતો. બન્ને વચ્ચે પ્રણયના અંકુરો ફૂટ્યા. રાજાને ખબર પડી. દેહાંતદંડ થયો. મૃત્યુદંડ પહેલાં તે અંતિમ ઇચ્છા દાખવે છે. “ચૌર પંચાશિકા' કાવ્ય લખે છે. જેમાં પોતાના પ્રણયજીવનની વાત લખી હોય છે. અહીં ચોર એ હૃદયનો ચોર હોય છે. પ્રસ્તુત કાવ્યથી રાજા પ્રભાવિત થાય છે. ચંપાવતીનાં લગ્ન એની સાથે કરાવી આપે છે. ૧૧મી સદીમાં થયેલ કવિ બિલ્પણ રચિત “ચૌરપંચાશિકા' કાવ્યને આધારે બિલ્હણ-ચંપાવતીના પ્રણયજીવનનાં પ્રસંગચિત્રો દોરાયાં છે તે આ ગેલેરીમાં છે. કુલ ૫૦ ચિત્રો છે. એમાંથી થોડાંક આ ગેલેરીને પ્રાપ્ત થયાં છે. પંદરમી અને સોળમી સદી ચિત્રો બાબતે ઉદાર છે. ગુજરાત ચિત્રશૈલી ઝાંખા રંગોવાળી અને રાજસ્થાની શૈલી ભડક રંગોવાળી, આ બન્ને વચ્ચેના રંગોવાળી શૈલી તે સલ્તનત શૈલી તરીકે ઓળખાય છે. એન. સી. મહેતા પાસે ૨૨ ચિત્રો હતાં. તેમાંથી ૨૦ ચિત્રો આ સંગ્રહાલયને આપ્યાં છે. એક બનારસ અને બીજું એમણે દિલ્હીમાં મોકલ્યું છે. સલ્તનત શૈલીના રંગો વધુ ઉજાસવાળા લાગે છે. આ સંગ્રહમાં એક ૧૧મી સદીનું કુરાન છે. તે કાગળનું નથી, ગાયના આંતરડામાંથી બનાવેલ કાગળ તેમાં વપરાયેલો છે. તે ચામડા જેવો લાગે છે. કાગડાનું વાહન હોય તેવી એક દેવીનું ચિત્ર જોયું. વિષ્ણુના દશાવતારની સામે ટકી રહેવા શૈવધર્મમાં પાર્વતીના દશાવતારની કલ્પના કરવામાં આવી છે. કાલી, ઘુમાવતી, ગૌરી વગેરે દશાવતારોમાંના અવતારો ગણાવાયા છે. દાદાએ ચિત્રોમાંના પોશાકો તરફ ધ્યાન દોરી જણાવ્યું કે પ્રત્યેક આક્રમણ વખતે પુરુષોના પોશાક બદલાયા છે. પુરુષ ઘરની બહાર વધુ રહેનારો. રાજસત્તાનો પ્રભાવ વધુ ઝીલે. ફેશન સ્વરૂપે અપનાવાય. સ્ત્રીઓ ઘરમાં રહી તેથી તેની સાડી અંગ્રેજ શાસન પર્યત કાયમ રહી. પછી સ્ત્રીઓ ઘરની બહાર નીકળી. હવે એના પોશાકમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. બે વાગે મ્યુઝિયમ જોઈ અમે બધાં ઇન્ડોલૉજીના ભોંયરામાં આવ્યાં. આ વખતે શ્રી નેમિનંદનના ભંડાર'નું કામ શ્રી દીપ્તિપ્રજ્ઞાજી તથા શ્રી ચારુશીલાજીએ હાથ ધર્યું હતું. આથી, દાદાએ કેટલૉગ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ લખેલ કાગળ પોતાની ફાઈલમાંથી કાઢ્યો. આ નોંધો વાંચતાં વાંચતાં કેટલીક ધ્યાનમાં રાખવાની સૂચનાઓ અંગે ફરી વાર તેની ચર્ચા કરવા લાગ્યા. હું સાંભળતી હતી અને સાથે નોંધતી હતી. આ ચર્ચા ઉપયોગી હોવાથી એને અહીં પરિશિષ્ટ : ૬માં મૂકું છું. ઉપરાંત, દાદાએ આપેલ કાગળની વિગતો પરિશિષ્ટ : માં તો આપેલ છે જ. તા. ૨૦-૧૧-૨૦૦૨ આજે ઇન્ડોલૉજી ગઈ કે તરત દાદાએ દેવનાગરીમાં લખાયેલ એક ગુટકો આપ્યો. મેં જોયો. દરેક પૃષ્ઠ પર એક શ્લોકો ખૂબ સુંદર પદ્યવૃત્તાંત હતું એ. મુનિમહારાજ શ્રી જિનવિજયજી)ને સ્વહસ્તે લખાયું હતું. દાદા કહે: આ પદ્યો કદાચ એમના આત્મવૃત્તાંતમાં આવી ગયાં હશે. એમના અંતિમ સંસ્કાર માટે જ્યારે તેઓ ચંદેરિયા ગયા ત્યારે આ પોથી મારા હાથમાં આવેલી. ત્યારની મારી પાસે છે. આ પદ્યવૃત્તાંત દાદાની જાણ મુજબ પ્રગટ થઈ ચૂક્યું છે. મેં કહ્યું : “જો આપને એનો કશો ખપ ન હોય તો મને આપો.” એમણે સહર્ષ ૫૨ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #71 -------------------------------------------------------------------------- ________________ એ પોથી આપી. આ પોથીનાં પાનાં ફેરવતાં મેં નોંધ્યું કે એમાં હસ્તાક્ષરોનો ઘણો મોટો તફાવત છે. મેં દાદાને બતાવ્યું. દાદાએ પોતાની વાત કરી : થોડા દિવસ પહેલાં ચેકમાં સહી કરી મેં ચેતનને બેંકમાં પૈસા લેવા મોકલ્યો. દર વખતે એ જ જાય. આ વખતે “આ અક્ષર મારા નથી” કહી પૈસા ન આપ્યા, ફેંસલો થઈ જાય એટલે હું જાતે ગયો. બેંકમાં તો સૌ મને ઓળખે. રૂબરૂમાં સહી કરવા પેન હાથમાં લીધી. એક અક્ષર લખાયો અને હાથમાં ધ્રુજારી આવી. કહ્યું: “હવે આગળ મારાથી લખાશે જ નહીં. મારા હાથ જ ખૂબ ધ્રૂજે છે : પછી કહે: અક્ષરો બાબતે ઉંમર થતાં આવું બને છે.” પછી તો કામ અને વાતોનો દોર ચાલ્યો. કોઈક વાત પરથી વાત નીકળતાં દાદાએ એમની હંમેશની ટેવ મુજબ તારણરૂપ વાક્ય કીધું: “વેશ બદલવો સહેલો છે. પણ વિચાર બદલવો સહેલો નથી. કેટલાયે અનુભવો પછી વિચાર ઘડાય છે. એને એક ઝાટકે બદલાય ખરો ?" પ્રશ્ન : દાદા, આપે એક વાર મહારાજજીના પાટણમાં ૨૨ ચોમાસાં કર્યા હોવાની વાત કરી હતી તેવું કશુંક મને યાદ છે. આંક હું ભૂલતી તો નથી ને ? Confirm કરવા પૂછું છું. જવાબ : હા, બરાબર છે, આટલાં બધાં ચોમાસાં થયાં તેની પાછળનું નિમિત્ત હતું તેમના દાદાગુરુની નાદુરસ્ત તબિયત. ચતુરવિજયજી તેમના ગુરુ અને કાંતિવિજયજી તેમના દાદાગુરુ.. પણ આ મળેલા સમયનો સદુપયોગ થયો. મને ગુરુ મળ્યા એ મારું સદ્ભાગ્ય ! ત્યારબાદ દાદા પાટણના ભંડારોની વાતોમાં સર્યા. પાટણમાં ભંડારો ઘણા. મહારાજજીએ પાટણના બધા સંઘોને ભેગા કર્યા. જણાવ્યું કે આ બધા ભંડારો કોઈ એક જ સ્થાને રહે તો સારું. દાબડા, કબાટો, અને ગ્રંથો – આ તમામ મિલકત સંઘની જ રહેશે. આ સમજાવટ લેખે લાગી અને એમ જ થયું. પછી મને પૂછે: તમે ચિનુભાઈ મેયરનાં ધર્મપત્ની પ્રભાવતીબહેનને ઓળખો? મેં હા પાડી. દાદાએ વાત આગળ ચલાવી. કહે : એ મૂળ પાટણનાં. એમના પિતાશ્રીનું નામ મણિભાઈ મોહનભાઈ શેઠ. એમણે એ જમાનામાં ઘણી મોટી કહેવાય એવી રકમ – ૨૫૦૦ રૂ. - આ કામ માટે સંઘને અર્પણ કરી. સંઘે જમીન લીધી. એમાંથી આજનું “હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર' બન્યું. વિ. સં. ૧૯૮૨ની વાત. સં. ૧૯૯૨માં જ્યારે ‘હમસારસ્વતસત્ર' ભરાયું ત્યારે મુનશીને હાથે એનું ઉદ્દઘાટન થયેલું. પંચાસરાના જિનાલયની સામે એક બીજું જ્ઞાનમંદિર છે. કેસરબાઈ જ્ઞાનમંદિર એનું નામ. મારો ભાઈ ત્યાં કામ કરે છે. પ્રશ્ન : જ્ઞાનભંડારો બે કેમ બન્યા ? દાદા : રામચંદ્રસૂરિશ્વરજી અને આ. વલ્લભવિજય એમ બે આચાર્ય ભગવંતોના આશીર્વાદ અને પ્રેરણાથી બે જ્ઞાનમંદિરો બન્યાં. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૫૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ જિનવિજ્યજીનું હસ્તલિખિત પદ્યવૃત્તાંત જોયું ત્યારે દાદા વિશે મને વિશેષ જાણવાનું મન થયું. દાદા કહે : ઊભાં રહો, મારો બાયો-ડેટા આપું. શોધ્યો, પણ ન મળ્યો. પછી એમ જ વાતો કરવા લાગ્યા : જન્મ ૧૯૧૭, ઔપચારિક શિક્ષણ છ ચોપડી સુધીનું. પાંચમા ધોરણમાં પાસ. છઠ્ઠા ધોરણની પરીક્ષા આપી ન હતી. આ સમય દરમ્યાન મારી માતાનું મૃત્યુ થયેલું. નવી મા આવી હતી. ૧૯૩૫માં ૧૮મે વર્ષે લગ્ન. પત્નીનું નામ મોંઘીબહેન. પહેલું સંતાન છોકરી હતી. તે પાંચ વર્ષની થઈ. ગુજરી ગઈ. નામ હંસા. તે સમયે હું ડભોઈ નોકરી કરતો હતો. મોંઘીબહેન ચાણસ્મા પાસે આવેલા બામણવાડા ગામનાં. તેઓ પિય૨ ગયેલાં ત્યાં જ દીકરી હંસાનું મૃત્યુ થયેલું. સાલ હતી ૧૯૪૨. હાલ જે છોકરી છે તેનું નામ હેમલતા. '૬૩માં એના જન્મ સમયે અમે મણિનગર રહેતાં. આ સમયે મેં વાડજવાળી જગ્યા લીધેલી. '૭૧માં વાડજ રહેવા ગયેલા. હેમલતા પહેલાં બે દીકરા થયેલા. એક દીકરો બે મહિના જીવેલો. બીજો જન્મતાં જ ગુજરી ગયો. પ્રશ્ન : દાદા, દીકરાઓ જીવ્યા હોત તો વધુ સારું લાગત ? ના. જરા પણ નિહ. આ બધી જંજાળ જ છે. માત્ર હજુ સુધી આ એક નિર્ણય મારાથી થઈ શક્યો નથી કે સંસાર સારો કે સંન્યાસ ? ક્યારેય દીક્ષા લેવાનું મન થયું જ નહીં. મને એક વા૨ જોહરીમલજીએ કહેલું કે ઘે૨ જઈને શું કરશો ? રહી જાવ અહીં. મેં જવાબ આપેલો : ઘેર તો જવું જ પડે ને ? દાદાએ આ વાત કરી અને પછી ઉમેરણ કર્યું : “સંયમજીવનની વાતો સાંભળીએ, પણ છોડવું અઘરું છે. સંયમ ઘણો અઘરો છે. મને દીક્ષા લેવાનું મન ન જ થયું.' * તા. ૨૧-૧૧-૨૦૦૨ આજે દાદા સાથેના વાર્તાલાપોમાં વલ્લભવિજયજી અને ગુજરાનવાલા (પાકિસ્તાન)ના ભંડારો અંગે વિગતવાર માહિતી મળી : દાદા : દેશના ભાગલા પહેલાંની વાત. વલ્લભવિજ્યજીએ પંજાબમાં ફરીને ૨૭ ગામના જ્ઞાનભંડારો એકત્રિત કર્યા હતા. લાહોરમાં જમીન પણ લેવાઈ. અને જ્ઞાનભંડાર બનાવવાનો પ્લાન થયો. વલ્લભવિજ્યજીનો પંજાબ બાજુ ઘણો પ્રભાવ તેથી આવો ભંડાર લાહોરમાં બનાવવાનું આયોજન થયેલું. ગુજરાનવાલામાં ગ્રંથો લાવવામાં આવ્યા. જમીન લેવાઈ ગયેલી, પરંતુ દેશના ભાગલાની વાતો વાતાવરણમાં ઘુમરાવા લાગેલી. પંજાબના પણ ભાગલા થશે તેવાં એંધાણ વરતાવા લાગ્યાં. ચા ભરવાની એ જમાનાની લાકડાની મોટી મોટી ૫૬ પેટીઓમાં ગ્રંથો ભ૨વામાં આવ્યા. એમાં ભગવાનના દાગીના ઉપરાંત લાકડા ૫૨ ચાંદી જડેલ હાથી પણ હતો. સમય વરતીને સંઘે આ બધું એક રૂમમાં ગોઠવી દીધું. કોઈને અણસાર પણ ન આવે તેમ દીવાલ ચણી લીધી. શું થશે ? ગુજરાનવાલા ક્યાં જશે ? સતત દહેશત અને અજંપાભર્યા વાતાવરણને કારણે સૌ એક રીતે સજીને બેઠા હતા. આથી, જેવા રેડિયોએ – ભાગલા ૫૨ સહીઓ થઈ ગઈ છે અને ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું છે.’ – સમાચાર આપ્યા કે ચારેબાજુ કત્લેઆમ. કરોડોની સંપત્તિ છોડીને, સજીને બેઠેલા સૌ શ્રાવકો પણ બીજા બધાની પેઠે ત્યાંથી પહેર્યે લૂગડે નીકળી ગયા. * ભાગલાનાં ત્રણ-ચાર વર્ષો પછીની વાત. ભારતમાં નહેરુ અને પાકિસ્તાનમાં લિયાકત અલીખાન. વાટાઘાટો શરૂ થઈ. બન્ને સરકારો પોતપોતાને ત્યાં રહેલી ચીજોની હેરાફેરી કરી એકબીજાને સોંપી દે તેવો નિર્ણય લેવાયો. ૫૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ ગુજરાનવાલાસંઘના જે શ્રાવકો જ્ઞાનભંડારના ગ્રંથો ત્યાં છોડીને આવ્યા હતા તે પૈકીના કેટલાક શ્રાવકોએ શેઠશ્રી કસ્તૂરભાઈને વાત કરી, ગવર્નર તરીકે ધર્મવીર હતા. ગુજરાનવાલાસંઘની એ પ્રોપર્ટીની આખી ફાઈલ એલ. ડી. સંસ્થા પાસે હતી. કસ્તૂરભાઈ શેઠે ગવર્નર દ્વારા નહેરુને વાત કરી. લિયાકતની સરકાર સાથે આ અંગે વિચાર-વિમર્શ કરી નિર્ણય લેવાયો. પરંતુ પરિસ્થિતિ તે સમયે સ્ફોટક જ હતી, ખૂબ જ સાવધાનીપૂર્વક અને ભારે બંદોબસ્ત હેઠળ આ કામ પાર પાડવાનું હતું. હોશિયાર અને કાબેલ સી. આઈ. ડી.ના માણસોને પણ સાથે લઈ જવામાં આવ્યા હતા. કેટલાક શ્રાવકોને પણ સાથે લઈ જવાયા હતા. શ્રાવકોએ કીધું કે અમે જ્યાં અમારી પીઠ અડાડીએ એ પીઠવાળી જગ્યા સમજી લેવી.. ત્યાં ગયા ત્યારે એ સ્થળે તો શાકમાર્કેટ જોવા મળી. પણ ધ્યાનપૂર્વક જોતાં, પેલી ચણેલી દીવાલ તો સલામત જણાઈ. એ તૂટી ન હતી. શ્રાવકોએ સબ્ઝનો ભાવ પૂછતાં પૂછતાં, એક લારી પાસે ઊભા રહીને, પેલી દીવાલે પીઠ અડકાડી. બસ, ત્યાર પછી મિશન શરૂ થયું. માર્કેટ ખાલી કરાવી. લશ્કર ગોઠવાઈ ગયું. દીવાલ તોડી. અંદરનો તમામ સામાન ટ્રકોમાં ભરવામાં આવ્યો. અને ટ્રકો દિલ્હી તરફ રવાના થઈ. પંચક્યાસ થયો. સરહદ સુધી તો સહીસલામત આવ્યું. પરંતુ, સરહદના લશ્કરને જુદા આદેશો હતા. હવે શું ? ઘડીભર તો થયું કે – ‘ગયું. હવે નહિ મળે.' પણ ત્રણ-ચાર મહિનાની કાર્યવાહી બાદ, તે સામાન સહીસલામત દિલ્હી આવ્યો. (દાદા પાસેથી આવી ઐતિહાસિક વાતો જાણવા મળે ત્યારે મને ખૂબ આનંદ થતો. હું જાણે જીવંત ઐતિહાસિક ગ્રંથ પાસે બેઠી હોઉં તેવું મને લાગતું.) દાદા પોતે ગુજરાનવાલા ગયા ન હતા પણ ગુજરાનવાલાના ભંડારનો ઇતિહાસ તેમણે મૃગાવતીશ્રીજી પાસેથી સાંભળ્યો હતો તેમ તેઓએ જણાવ્યું. સાધ્વી મૃગાવતીશ્રી એ વખતે અંબાલામાં. ગુજરાનવાલાથી આવેલાં. જ્ઞાનભંડારના કાર્ય માટે ૨૫,૦૦૦/- રૂ. ભેગા કર્યાં. તે ૨કમ તો કબાટો લાવવામાં જ પૂરી થઈ ગઈ. શરૂઆતમાં તો બધું જ પેટીઓમાંથી કાઢીને એમનું એમ જ કબાટોમાં ભરી દીધું. મૃગાવતીશ્રીજીએ શ્રી કાંતિલાલ કોરા (મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ)ને વાત કરી, “હવે આ ગ્રંથોનું કોઈ વ્યવસ્થિત લિસ્ટ બનાવી શકે તેવો માણસ ધ્યાનમાં હોય તો કહો.'' ઘરબાર છોડીને ત્યાં જઈ રહેવું પડે તેવું આ કામ. મારું નામ અપાયું. હું ગયો. કામ જોયું. મૃગાવતીશ્રીજીએ કાયમ માટે ત્યાં જ આવી જવાની વાત કરી. એ શક્ય ન હતું. મારી ઇચ્છા મુજબનું પગારધોરણ તથા અન્ય સુવિધાઓ આપવાની વાત કરી. મેં કહ્યું : આ કામ ઘણું મોટું છે. હું એકલો ન કરી શકું. વળી મારી પાસે આ કામ માટે કોઈ માણસ પણ નથી.’’ મૃગાવતીશ્રીજી સાથે આ બધી વાટાઘાટો ચંદીગઢમાં થઈ હતી. એક એવું પણ સૂચન થયું કે એક અઠવાડિયું અમદાવાદ ઇન્ડોલૉજીમાં કામ કરવું અને એક અઠવાડિયું દિલ્હી આવવું. પણ મારે માટે એ ય શક્ય ન હતું. આથી, મેં એક ઉકેલ સૂચવ્યો : “હું માર્ગદર્શક બનું. તમારી પાસેનાં ત્રણ સાધ્વીઓ – (પંજાબના સુવ્રતાશ્રીજી અને સુપ્રશાશ્રીજી તથા સુયશાશ્રીજી જેઓ કચ્છના કુંદરોડી ગામના છેડા કુટુંબનાં હતાં.) – પાસે આ કામ કરાવવું જોઈએ.'' આ સાધ્વીજીઓ સંસ્કૃત, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ભાષા બોલી શકતાં, પણ લખતાં-વાંચતાં ન આવડે. મેં સૌ પ્રથમ લેખન-વાચન શીખવાની વાત કરી. પછી લિપિ શીખવા જણાવ્યું; જેથી ભંડાર માટે પોતાની હંમેશાં જરૂર ન રહે. તેઓને તે માટે લિપિ શિખવાડી, પ્રત પર રેપર ચઢાવતાં શીખવ્યું. કાર્ડ બનાવતાં શીખવ્યું. ત્રણેક વર્ષ કામ ચાલ્યું. શ્રેણિકભાઈ શેઠને જાણ કરીને, સંમતિ લઈને ત્યાં . શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૫૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ ગયેલો. મારે આ કામ અંગે વારંવાર દિલ્હી જવાનું થતું. બે વાર પ્લેઈનમાં ગયો હતો. મારવાડીઓ ગાડી લઈને ઘેર આવે અને ઘેરથી જ કપડાંની બૅગ લઈને (બીજું તો સાથે શું હોય ? !) ઊપડવાનું હોય. છેલ્લે કામ પતવા આવ્યું ત્યારે સળંગ ૯૬ દિવસ રહેવાનું જરૂરી બનેલું. આટલા બધા દિવસ એક સાથે રહેલો એટલે શ્રેણિકભાઈએ ખૂબ જ પ્રેમપૂર્વક ટકોર કરેલી કે “આપણું (ઈન્ડોલૉજીનું) કામ શું પૂરું થઈ ગયું છે ?” કેટલૉગ બનાવવાની પદ્ધતિની જે તૈયાર નોંધોનો કાગળ અમને (દીપ્તિપ્રજ્ઞાશ્રીજી, ચારશીલાજી, તથા હું થોડા દિવસ પહેલાં બતાવીને ચર્ચા કરી હતી તે બધી નોંધો અહીં દિલ્હીમાં દાદા કામ કરતા હતા, ત્યારે તૈયાર થયેલી. ત્યાંની સાધ્વીજીઓ અને શ્રાવિકાઓએ દાદાની સૂચના પ્રમાણે અતિ ચીવટથી, ખંતથી અને - ચોકસાઈથી કામ કરેલું. થોકડીઓ પરની ધૂળ ઝાપટ મારીને નહિ પણ બારીક કપડાથી લૂછીને સાફ કરાતી, જેથી કોઈ પણ હસ્તલિખિત ગ્રંથને નુકસાન ન થાય. દાદાએ ત્યાં થયેલા કામની ખૂબ જ પ્રશંસા કરી અને કામ અંગેનો ખૂબ જ સંતોષ પણ પ્રગટ કર્યો. દાદા કહે : જે કામ હું ક્યાંય નથી કરી શક્યો તે હું અહીં દિલ્હીમાં કરી શક્યો છું. કારણ કે અહીં બધા ભંડારો એકસાથે આવેલા. (એલ. ડી.માં ભંડારો સમયાંતરે આવ્યા કર્યા છે.) તેથી કામનું આયોજન વ્યવસ્થિત રીતે થઈ શક્યું. બીજું, હું અહીં માર્ગદર્શક રહ્યો છું. કામ કરનારાં ત્રણ સાધ્વીજીઓ જ મુખ્ય હતાં. ત્રીજું, શ્રાવિકાઓની શ્રુત-ભક્તિ પ્રશંસનીય હતી. રાત-દિવસ આ બધાંએ ભેગા મળીને કામ કર્યું છે. મારી સૂચના પ્રમાણે ખૂબ જ ચોકસાઈપૂર્વક અને વ્યવસ્થિત રીતે કામ કર્યું. જાણે કે પ્રેસમાં છાપ્યું હોય તેવું સુઘડ અને વ્યવસ્થિત કેટલૉગ બન્યું.” દાદા આ વિશેનો એક પ્રસંગ ટાંકે છે : મેં રેપર પર ખૂણામાં નંબર લખી, એ જ રીતે લખવાનું સૂચવેલું. ફરી જ્યારે ગયો ત્યારે મેં જોયું કે બધી જ થોકડીઓમાં નંબર બરોબર એ જ રીતે – જરાય ઊંચો કે નીચો ન હતો. આવું કેવી રીતે કર્યું તેવો પ્રશ્ન મેં પૂછયો તો જાણવા મળ્યું કે બીજું રેપર કાપીને નંબર જે સ્થાને આવે તેટલો ભાગ ગોળ કાપી લીધેલો. નંબર જ્યારે લખાય ત્યારે પેલું કાણાવાળું રેપર ગોઠવી દે એટલે બરાબર એ જ સ્થાને નંબર લખાય, આ યુક્તિ જાણીને હું ખુશ થઈ ગયો. પ્રશ્ન : દાદા, મૃગાવતી શ્રીજી મૂળ પંજાબનાં ? દાદા : ના. આમ તો એ ગુજરાતનાં. જામનગર પાસેના એક ગામનાં. ખૂબ જ હોશિયાર. શીખોની વચ્ચે ફર્યા હતાં તેથી પંજાબી સારી રીતે લખી-બોલી શકે. સાધ્વીશ્રી શીલવતીજી એમનાં માતુશ્રી થાય.. આટલો પરિચય આપતાં દાદાને કાંગડાના જૈનમંદિરની વાત યાદ આવી અને એ પ્રસંગ કહેવા લાગ્યા : મૃગાવતીશ્રીજીના હાથમાં એક વાર મુનિશ્રી જિનવિજય સંપાદિત ‘વિજ્ઞપ્તિત્રિવેણી' નામનું પુસ્તક હાથ આવ્યું, વાંચ્યું. તેમાં કાંગડામાં જૈનમંદિર હોવાની વાત હતી. શ્રી શીલવતીજીને સાથે લઈ તેઓ તો ઊપડ્યાં કાંગડા. “વિજ્ઞપ્તિત્રિવેણી'માં વર્ણન હતું એ સ્થળ જોયું. એ વેળા ત્યાં માતાજીનું મંદિર હતું. દર વર્ષે ત્યાં શીતળામેળો ભરાતો. મૂર્તિની ઉપર સિંદૂર ચઢાવેલું. અંદર મૂર્તિ ભગવાનની પણ ખંડિત બારશાખ વગેરે જોયું તો જૈન કોતરણીયુક્ત. મોગલકાળમાં આ મૂર્તિ ખંડિત થઈ હશે તેવું અનુમાન કર્યું. બન્નેએ મુંબઈમાં કસ્તૂરભાઈ શેઠને વાત કરી. શેઠે જણાવ્યું કે હવે કશું ન થઈ શકે. સાધ્વીજીઓને છતાં મનમાં ઊડ્યું : ગમે તેમ, આપણે બન્નેએ પ્રયત્ન કરવો. ૫૬ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ બન્ને કાંગડા ફરીથી ગયાં. ચોમાસું કર્યું. ત્યાં જૈન વસ્તી બિલકુલ નહીં. જાહેર વ્યાખ્યાન ગોઠવ્યાં. આ સ્થળે સાધ્વીજીઓને સૂઝતી ગોચરી મળે નહિ એટલે માત્ર ચપાટી ખાઈને ચલાવી લેતાં. સૌને સ્પર્શે તેવી આત્માના કલ્યાણની વાતો વ્યાખ્યાનમાં કરે. એ વખતનો ત્યાંનો રાજા પણ વ્યાખ્યાન સાંભળવા આવે. મારો આશ્ચર્યસમેત પ્રશ્ન : રાજા પોતે વ્યાખ્યાને ?!' દાદા : હા, અમે જેસલમેરમાં હતા ત્યારે ગિરધરસિંહજી રાજા મહારાજીનું વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. એ રાજા જ્યારે અવસાન પામેલા ત્યારે મેં પણ માથું મૂંડાવેલું. એ જમાનામાં રાજાનું અવસાન થાય એટલે સમસ્ત પ્રજા શોક પાળતી. એક વાળંદ માથાં મૂંડવાનું કામ કરે. પ્રજાજનો ત્યાં જઈ માથું મૂંડાવી આવે એવો રિવાજ હતો. દુકાનો આ શોકમાં દસેક દિવસ બંધ રહેતી. શોક ઉતારવાની પણ વિશિષ્ટ રીત. ધનિક વર્ગ શેઠિયાઓ બજારમાં આવે, નીચલા થરના વેપારીઓને અને ગલ્લાવાળાને હાથ જોડીને વિનવણી કરે કે પ્રજાને બહુ હાડમારી પડે છે તો હવે દુકાનો ખોલીને પ્રજાની મુશ્કેલી દૂર કરો. આ પછી, બજાર ખૂલે. છતાં મોટી દુકાનો તો મહિને દિ'એ ખૂલે ! આ વાતની સાથે સાથે દાદાએ પોતાને વિશેની એક રસપ્રદ વાત જણાવી. કહે : “જ્યારે હું જેસલમેર હતો ત્યારે દાઢી અને મૂછ રાખતો. વાળ પણ ખાસ્સા ખભે આવે એટલા વધારેલા ! આમ રાખવાનું ય કારણ હતું.” જેસલમેર એટલે રણ, ત્યાં રેતી ખૂબ ઊડે, ત્યાંનું પાણી ભારે. ન્હાવા માટે લોટો પાણી હોય, ચાર આનાનો એક ઘડો પાણી આવે. સાબુ લગાવો તોપણ માથું તો ચીકણું જ રહે. સનલાઈટ સાબુનુંય ફીણ ન થાય. પ્રશ્ન : તો દાદા માથું ગંદું ન લાગે ? વાસ ન આવે ? દાદા : (વળી પાછો મૃગાવતીશ્રીજી અને રાજાનો કિસ્સો ફરી સાંધ્યો.) વ્યાખ્યાન સાંભળવા આવતો રાજા પ્રભાવિત થયો. મૃગાવતીશ્રીજીને પૂછ્યું : “કોઈ કામ હોય તો જણાવજો.'' સાધ્વીજીએ જૈનમંદિર બનાવવાની વાત કરી. હાલનું માતાજીનું મંદિર છે તેની બાજુમાં – રાજગઢીના કિલ્લામાં મંદિર બન્યું. તેમાં રાણકપુરની સુંદર મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ છે. આમ કાંગડા એ ફરીથી જૈનતીર્થ બન્યું. રેત ભરેલી જ હોય ને? સાબુ વિના જ સાફ થઈ જાય. પસીનાથી જ નાહી લેવાય, કામ કરવા બેસીએ ત્યારે ટુવાલ સાથે લઈને જ બેસીએ માથામાં – વાળમાં કાંઈ થયું નથી, નહિતર આટલું રોકાયા હોત ? તો તો આવતા જ રહ્યા હોત, પણ કંઈ થયું નથી અમને. # પ્રશ્ન : દાદા : દાદા, આજે મૃગાવતીશ્રીજી વિદ્યમાન છે ? ના, કાળધર્મ પામી ગયાં. હતાં ત્યારે પત્રો લખતો. પણ હવેથી કોઈની ય સાથે કા૨ણ હોય તો જ પત્ર લખાય છે. હમણાં જ કારણવશાત્ જંબૂવિજયજીનો પત્ર હતો અને મેં જવાબ લખેલો. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૫૭ Page #76 -------------------------------------------------------------------------- ________________ પાટણમાં આ સંસ્થાના ડાયરેક્ટર તરીકે પં. અમૃતલાલને નિયુક્ત કર્યા હતા. કમિટીમાં ડૉ. ભાયાણી, માલવણિયાજી, ડૉ. સેવંતીલાલ (પાટણના) અને પ્રતાપભાઈ વગેરે હતા. પં. અમૃતલાલ પહેલાં ભોગીલાલ શેઠને ત્યાં વાચન માટે જતા. ભોગીલાલે અમૃતલાલની ભવન્સની નોકરી છોડાવી અને અમૃતભાઈના યોગ-ક્ષેમની જવાબદારી માથે લીધી. ભોગીલાલનું અવસાન થયું. ત્યારબાદ, તેમની બી. એલ. ઇન્સ્ટિટ્યૂટમાં ડાયરેક્ટર તરીકેની નિમણૂક થયેલી પરંતુ, ગ્રાન્ટના નિયમોને આધીન પં. અમૃતભાઈનો ડાયરેક્ટર તરીકે સ્વીકાર થયો નહિ. આથી, આ પદ તેમણે છોડવું પડ્યું. પં. અમૃતભાઈને શ્રી પ્રતાપભાઈ સાથે મનદુ:ખ પણ થયું અને બીજે નોકરી કરવી પડી. પ્રશ્ન : દાદા, વલ્લભસ્મારક ક્યાં આવ્યું ? દાદા : દિલ્હીથી અમૃતસરના રોડ ૫૨. દિલ્હીથી ૨૦ કિ.મી. દૂર છે. પ્રતાપભાઈ ભોગીલાલે પોતાના પિતાના નામે બી. એલ. ઇન્સ્ટિટ્યૂશન સ્થાપેલું. B. L.નો જ્ઞાનભંડાર વલ્લભસ્મારકમાં આવ્યો. ત્યારબાદ મુંબઈના ડૉ. કુલકર્ણીને ડાયરેક્ટરપદ માટે નિમંત્રણ આપવામાં આવ્યું. પંદર દિવસ પાટણ અને પંદર દિવસ મુંબઈ રહેશે એ શરતે તેઓ કબૂલ થયા. એ જમાનામાં ટ્રેનની મુસાફરીમાં ભીડ તથા રિઝર્વેશનની તકલીફ. આ બધું નડયું. છ મહિનામાં તેઓ કંટાળી ગયા. પાટણમાં રહેવા કોઈ તૈયાર ન થાય. એમાં વળી, એક ઘટના ઘટી, મૌન એકાદશીનો દિવસ. આ દિવસે કમિટીની મિટિંગ રાખવામાં આવેલી. જૈનોને ત્યાં આ દિવસે કાચું પાણી પણ ન પીવાય, કુલકર્ણી જૈન ન હતા. કનાશાના પાડામાં પ્રતાપભાઈના મકાનમાં બી. એલ. ની ઑફિસ. કુલકર્ણીસાહેબે જમવામાં બટાટાનું શાક બનાવરાવ્યું. શ્રી જંબૂવિજયજીના સગા શ્રી ચંદ્રકાન્ત પંડિત સરભરામાં હતા. તેઓ મહેસાણા પાઠશાળામાં ભણેલા. શુદ્ધ આચારપાલનના આગ્રહી. આવા મોટા દિવસે બટાટાનું શાક ? ! સ્વાભાવિક હતું કે તેઓ ઊકળી ઊઠે. હોબાળો મચી ગયો. ઇન્સ્ટિટ્યૂટ બંધ થયું. પ્રતાપભાઈ વગોવાયા. વિમાસણમાં પડ્યા. દિલ્હીમાં એમની ઑફિસ હતી. બી. એલ. ત્યાં લઈ જવાનું સૂચન થયું. આખરે દિલ્હીમાં આ ઇન્સ્ટિટ્યૂટ ખસેડાયું. જોકે ભોગીલાલ લહેરચંદ (બી. એલ.)ના નામથી જ સંસ્થા ચાલુ રહી. વલ્લભ સ્મારક માટેનું ૧ કરોડ રૂપિયાનું દાન લુધિયાણાના અભય ઓશવાળે આપેલું. તે માટે નાની નાની રકમની બોલી ચડતી હતી ત્યારે આ. શ્રી ઇન્દ્રદિન્તસૂરિજી કહે : એક કરોડ રૂપિયાની જરૂર છે ત્યાં આવી નાની બોલીથી કામ કેમ સ૨શે ? જવાબમાં અભય ઓશવાળ એકસામટા એક કરોડ બોલ્યા. # ઉપરાંત અભય ઓશવાળે ઓછી આવકવાળા શ્રાવકો માટે લુધિયાણામાં ૨૫૦ ઘર બાંધી ‘ઇન્દ્રદિનનગર' પણ બનાવ્યું. અભય ઓશવાળના ભાઈનું નામ ધર્મપાળ. એ દર મહિને દિલ્હી આવે. હું પણ દર મહિને ત્યાં જઉં. એક વાર ધર્મપાળનાં પત્ની મને કહે : “ચાલો પંડિતજી, હું કાંગડા જઉં છું.' હું સાથે ગયો. એ વખતે પેલાં ત્રણે સાધ્વીજીઓ કાંગડામાં જ હતાં. એક વાર અભય ઓશવાળને ત્યાં જમવાનું મને આમંત્રણ મળ્યું હતું. એમને ત્યાં દૂધ બજારમાંથી ન આવે. વાડામાં ત્રણચાર ભેંશો હતી, મારી દીકરી માટે એ વખતે મને એક સરસ સાડી આપી હતી. ૫૮ અભય અને ધર્મપાળ બન્ને ભાઈઓ વચ્ચે જમીન અંગે કશોક ઝઘડો થવાથી બેઉ વચ્ચે અણબનાવ. નિત્યાનંદ મહારાજને કોઈએ આ વાત કરી અને બેઉ વચ્ચે સંપ કરવાની વાત સૂચવી. આ રાત્રે હું ત્યાં જ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ હતો. મહારાજે બન્ને ભાઈઓને બોલાવ્યા. મહારાજ પહેલેથી જ બન્નેને બાંધી દેવા માટે વારાફરતી બોલાવીને કહ્યું : “આજે તમારે મારો આદેશ સ્વીકારવાનો રહેશે.'' ધર્મપાળે જણાવ્યું કે કઈ વાત છે તે જાણ્યા-સમજ્યા વિના હું બંધાઉં નહીં. અભય ઓશવાળે પણ ના પાડી. દાદાનું હંમેશ મુજબનું તારણરૂપ વિધાન ઃ “લાખો રૂપિયા ખર્ચી શકે છે, પણ આ ઝઘડો મિટાવી શકતા નથી. કેવો ખેલ છે !'' દાદા સાથે આ વાત ચાલતી હતી ત્યાં પંડિત રૂપેન્દ્રકુમાર કોઇ મુલાકાતીને લઈને દાદા પાસે આવ્યા. વનસ્પતિરંગના બનાવેલા કલ્પસૂત્રનાં ચિત્રોની છાપેલી એક ડાયરી લઈને આવેલા. હિતરુચિશ્રીએ મોકલ્યા હતા. એ ચિત્રો ૨૨ વર્ષ પહેલાનાં હતાં. નામ પૂછ્યું તો કહે ઃ ગિરધર. દાદા : ગિરધર ગાંધી ? આવનાર : હા. એ જ. દાદા તમારે ત્યાં તો આવી ગયેલો છું. ઘણાં બધાં વર્ષો થઈ ગયાં. ચંદ્રોદય સોસાયટીમાં રહો છો ને ? આવનાર : * દાદા, એ ઘર તો બદલ્યું. હવે પોતાનું મકાન છે. નીચે સ્ટુડિયો છે. ચૈતન્યનગરમાં પેટ્રોલપંપની બાજુમાં, ઉ૫૨ ઘ૨ છે. હેન્ડરાઇટિંગ માટે મારી પાસે ઇંદિરા ગાંધીનું સર્ટિફિકેટ છે. અમેરિકા જઈ આવ્યો. રાધા-કૃષ્ણનાં ૯૮ ચિત્રો દોર્યાં છે. સોનેરી વરખના રંગોમાં છે. તે જોવા માટે આજે મારે ત્યાં પધારો. દાદા તમારું કામ તો મેં જોયેલું છે. એ દિવસે આવેલો ત્યારે ટિપોઈ ૫૨ ૨૦ રૂ.ની આબેહૂબ નોટ હતી. હાથમાં લીધી ત્યારે ખબર પડી કે અસલી નથી (પછી દાદા પૂછે) તમે અકોલાના ને ? આવનાર : હા. દાદાની તીવ્ર સ્મૃતિનો પરચો આજે મને બરાબર જોવા મળ્યો. હું ચકિત થઈ ગઈ. ચિત્રકાર ગિરધર ગાંધી અમને ત્રણેને (દાદા, હું તથા રૂપેન્દ્રકુમાર) એમને ત્યાં લઈ ગયા. કલ્પસૂત્રનાં ચિત્રો દાદા એક પછી એક જોતા જાય અને બોલતા જાય : “આ સારાભાઈ નવાબવાળું... આ જોનપુરી કલ્પસૂત્ર... આ છે... ભંડારનું. (ભંડા૨ના નામની નોંધ કરવાનું ચૂકી જવાયેલું.) હું મનમાં વિચારતી રહી : “ગજબની યાદશક્તિ છે આ માણસની !'' તા. ૨૫-૧૧-૨૦૦૨ હવે દાદા જ્યારે.હું તેમને મળું ત્યારે પોતે બે-ત્રણ દિવસમાં શું કર્યું હતું તેની વાત કરતા. આજે કહે : આ શિન-રવિ હું કોબા ગયેલો. પેઇન્ટર ગિરધર ગાંધી મને તેમની સાથે લઈ ગયેલા. એમનાં ચિત્રો હિતરુચિજીએ ‘મહાજનમ’માં વિપુલભાઈને બતાવવા જણાવેલું. વિપુલભાઈએ ચિત્રો લીધાં અને બારીકીથી તપાસે એ પહેલાં જ કહી દીધું : “ભાઈ, આ સંસ્થાને આનો ખપ નથી. અહીં તો ગ્રંથો લખાવવાનું કામ થાય છે.’” વિપુલભાઈએ આ ભાઈને ગોળગોળ વાતો કરવાને બદલે સ્પષ્ટ વાત કરી તે મને ગમ્યું. ગિરધરભાઈએ પોતે ૨૨ વર્ષ પહેલાં કામ કરેલું અને તે વેચવાનો હેતુ હતો અને આ સંસ્થાનો તો હેતુ જ જુદો હતો. આ પછી, વિપુલભાઈએ પેઇન્ટરના કામની પ્રશંસા કરી. પાછળથી એમણે મને જણાવેલું : એ ચિત્રો નકલની નકલ હતી. પ્રગટ થયેલાં શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૫૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ ચિત્રોમાંથી એમણે નકલ કરી છે. કામ સારું હતું. મને વિપુલભાઈની સૂઝ માટે માન થયું. ઇન્ડોલૉજીમાં દાદાની સામેના ટેબલ પર જ્યેશભાઈ કામ કરે. દાદાએ શોધી આપેલી ‘રત્નસંચયપ્રકરણ’ની પ્રતનું એ કામ કરતા હતા. તેમાં ‘કાઠિયા' શબ્દ આવ્યો. કલ્પસૂત્રના પ્રારંભે આ શબ્દ આવે. મને તેનો અર્થ પૂછ્યો. હું જાણતી ન હતી. દાદાએ માહિતી આપી : કાઠિયા એટલે બાધા, અંતરાયો, અડચણો. તે ૧૩ પ્રકા૨ના છે : ૧. આળસ, ૨. મોહ, ૩. અવિનય, ૪. અભિમાન, ૫. ક્રોધ, ૬. પ્રમાદ, ૭. કૃપણ, ૮. ભય, ૯. શોક, ૧૦. અજ્ઞાન, ૧૧. વિકથા : એટલે કે ધર્મ વિરુદ્ધની વાતો તેમાં સ્ત્રીકથા, ભોજનકથા, યુદ્ધકથા વગેરે આવે ૧૨. કોતુક (કુતૂહલ), ૧૩. વિષયકાઠીઓ. પુણ્યવિજ્યજીનું લેખનકલા વિષયક પુસ્તક છાપનાર સારાભાઈ નવાબ હતા. આખા દેશનાં જૈન મંદિરોની માહિતી ભેગી કરવાનો આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. તેનું મુખ્ય સંચાલન સારાભાઈ નવાબે કર્યું હતું. એન્ટિક વેલ્યૂની જાણકારીના પૂરા નિષ્ણાત. અને પોતાના અંગત લાભ માટે આ જાણકારીનો ઉપયોગ કરી વિવેક ચૂક્યા અને ધીમે ધીમે અધઃપતનના માર્ગે ઘસડાયા. સારાભાઈ નવાબ અંગેની કેટલીક સત્ય બાબતો દાદા દ્વારા જાણવા મળી પરન્તુ, તે તમામનો ઉલ્લેખ કરવો એ આ ગ્રંથના ઉપક્રમની મર્યાદા બહારનો છે. તેથી તે અંગે કલમને અટકાવું છું. મહારાજજીના લેખનકલા' પુસ્તકના પ્રકાશનના સંદર્ભમાં કસ્તૂરભાઈ શેઠે મહારાજજીને કહ્યું : ‘તમે મહારાજી, આ માણસમાં કેવી રીતે આવ્યા ?’ મહારાજ્જી : જેમ તમને ભટકાયો તેમ મને ભટકાયો.’ * ‘દેવસાના પાડા’માં સોનેરી શાહીવાળું કલ્પસૂત્ર ચંદુભાઈ કોઠારી તે ઉપાશ્રયના ટ્રસ્ટી ભંડારના ચોપડામાં અધિકૃત શાહી સાથે નોંધ થયેલી કે કલ્પસૂત્રના અમુક નંબરનાં પાનાં ઘટે છે. પુણ્યવિજ્યજીએ તે અધિકૃત શાહી સાથેની નોંધનો ફોટો પડાવી લીધેલો. મહારાજીએ આ ભંડારમાં કામ કરેલું. એમના તરફ આંગળી ચીંધાય એમ બને. એટલે ચોકસાઈ તથા તકેદારી રાખવી ખૂબ જરૂરી બને. નહિતર સાચો સાધુ વગોવાતાં વાર ન લાગે. જૈન સોસાયટીમાં ક્લબ હાઉસમાં મહારાજજીએ ચોમાસું કર્યું ત્યારની આ વાત છે. કોઈકે પૂછ્યું : ‘અહીં કેટલું રહેશો ?” મહારાજી : આ ચોમાસું ઊતરે એટલી વાર. કાર્તિકી પૂનમે જઈશું. અમદાવાદમાં ક્યાં સ્થિરતા કરવી એ નક્કી નથી. સંશોધનના કામ અંગેની સુવિધાના સંદર્ભમાં નક્કી કરવાનું રહે. આત્મારામ ભોગીલાલ સુતરિયા એ વેળા ત્યાં હતા. માધુપુરા શાહીબાગમાં એમનો બંગલો. એ બોલ્યા : મકાન હું આપું. ૬૦ પ્રશ્ન : દાદા, આમ કરવાનું કારણ ? દાદા : મહારાજી : ગૃહસ્થનું મકાન રહેતા હોય કે બંધ હોય તેવું – અમારે ખપનાં નહીં. અમારે તો અમારા કામ માટે લાંબી પહોળી જગ્યા જોઈએ. 1 શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ આત્મારામ શેઠનું મકાન લુણસાવાડે હતું. તેઓ બંગલે રહેવા ગયા હોવાથી, બંધ પડેલું હતું. ઉપર વ્યાખ્યાન હૉલ જેવી જગ્યા. આ મકાન જ્ઞાનના કામ અર્થે પૂણ્યવિજયજીને આપવા ઇચ્છા બતાવી. મહારાજજીએ મકાન જોયું. ગમ્યું. કારણ કે અવકો આજુબાજુ રહે તેથી ગોચરી મળી રહે. હઠીસીંગનું દેરાસર નજીક, સાધ્વીજીનો ઉપાશ્રય પણ ત્યાં હતો. જગ્યા પણ મોટી હતી. ત્યાં રહ્યા. ૧૦ વર્ષ જેટલું તો ખરું. કદાચ એથી ય વિશેષ હશે. આ પછી આ મકાન શેઠે સંઘને અર્પણ કરેલું. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટશન બંધાતું હતું ત્યારે કસ્તૂરભાઈ શેઠે મહારાજજીને પૂછેલું : ‘આપને આ મકાનમાં શી શી સગવડો જોઈશે ?” મહારાજજી : ‘અમે ત્યાં નથી રહેવાના. અહીં સ્થિરવાસ કરવા નથી આવ્યા. સાધુએ સમાજ વચ્ચે જ રહેવાનું હોય.’ મહારાજજીએ પોતે કોઈને દીક્ષા આપેલી નહિ. એમના ગુરુએ દર્શનવિજયને દીક્ષા આપી ત્યારે પુણ્યવિજયના શિષ્ય તરીકે જાહેર કરેલા. છોટાલાલ મગનલાલ શાહ નામે એક શ્રાવક મહારાજજીને જ્ઞાન અંગેનાં તમામ ઉપકરણો – શાહી, રબર, પેન, પેન્સિલ, સ્ટેશનરી, પેડ, કચરો, ગુંદર વગેરે – પહોંચાડે. એમનો દીકરો મનોરથ, એના નામ પરથી બનાવેલ મનોરથ પ્રિન્ટિંગ પ્રેસ હતો. મહારાજજી પાસે કસ્તૂરભાઈ શેઠ આવે એ વખતે જો હું (દાદા) હોઉં તો શેતરંજી-ચટાઈ પાથરી આપું. હું ન હોઉં ત્યારે મહારાજજી ઊંધું ઘાલીને લખવામાં મગ્ન હોય. મહારાજજીની નજર પડે એટલે જમીન પર બેસી જાય. કામકાજ પૂછે. એક વાર આમ કામકાજ પૂછતાં, મહારાજજીએ શેઠને રજિસ્ટર્ડ પોસ્ટ કરવા એક કવર આપ્યું. ત્રણેક રૂપિયા જેટલો ખર્ચ થાય. હું કોઈ કામ માટે વડે ગયો ત્યારે પૈસા અને એ જ કવર આપીને રજિસ્ટર્ડ પોસ્ટ કરવાનું કામ મને સોંપ્યું, જે કવર મેં જ તૈયાર કરેલું!' આ સંદર્ભમાં દાદાને રતિલાલ દીપચંદ દેસાઈ સાથે વાત નીકળી હશે તો તેમણે કોમેન્ટ કરેલી તે મને કહી સંભળાવી. રતિભાઈએ કહેલું : “કયા માણસને કર્યું કામ ભળાવવું તે મહારાજજીને ન આવડ્યું !” મહારાજજી લુણસાવાડે હતા ત્યારે પ્રતો-ગ્રંથો ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડશે તેમ પૂછતાં ૧ લાખ રૂપિયા કહેલા અને એટલી જ કિંમતનાં ખરીદાયેલાં. લુણસાવાડે હતા ત્યારે જ ૧૦,૦૦૦ પુસ્તકો (પ્રાયઃ હસ્તલિખિત) ખરીદાયેલાં અને ઇન્ડોલૉજીને આપેલાં. આ વાત સંદર્ભે દાદાએ શ્રી જબૂવિજયજીની વાત કરી. એક શ્રીમંત શ્રાવક શ્રી જંબૂવિજયજી હતા ત્યાં ચોમાસું સાથે રહ્યા બાદ કામકાજનું પૂછ્યું તો જણાવેલું કે માંડલમાં કોઈને ઘેર પાંચ-સાત કબાટ પડ્યા છે. આ માટે જો કોઈ નાનું ઘર કે રૂમ મળે તો સારું. એમાં ૨૦,૦૦૦ રૂ. થાય. આ સાંભળી, કોઈએ કહેલું : મહારાજ, અહીં સામે લાખ-બે લાખ રમતમાં આપી શકે તેવી વ્યક્તિ છે. આટલી જ માગણી કેમ કરી ? એમની પાસે તો ખૂબ જ મોટી રકમના પ્રોજેક્ટ પણ એપ્રુવ કરાવાય.” શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબૂતિયજીનો અપાયેલ જ્વાબ ખૂબ જ ચિંતનપ્રેરક છે. તે કહે : “હું કોઈ સંસ્થા ઊભી કરું, પ્રોજેક્ટો બનાવું અને એપ્રુવ (approve) કરાવું પછી એ બધી કેવી રીતે ચાલે એ જોવું રહ્યું. એના વહીવટમાં રગડા-ઝઘડા થાય એટલે એ બધી આશાતના મને ન લાગે ? કોઈ કહેશે કે વ્યાજ જ ખર્ચવું જોઈએ. અને કોઈ કહેશે કે મૂડી ખર્ચો. આવા વિવાદો ઝઘડાનું રૂપ લીધા વિના રહેતા નથી.'' પછી દાદા હંમેશ મુજબનું તારણરૂપ વાક્ય બોલ્યા: “સાધુઓ માટેની ગેરસમજો, ગેરમાન્યતાઓ સમાજમાં આજકાલ ઘણી ફેલાયેલી છે. એવા સાધુઓ પણ છે જ કે જેઓ શાસનના પ્રભાવ માટે જે કાર્ય કરવાનું હોય તે માટે જરૂર પૂરતી જ રકમનો ઉપયોગ કરવા શ્રાવકોને જણાવે છે. સાધુઓ વિશે સાર્વત્રિક વિધાનો કરતાં પહેલાં આવા સાધુઓનાં દૃષ્ટાંતો ધ્યાનમાં લેવાં ઘટે.'' જૈન ગૂર્જર કવિઓ'ની કૃતિઓ દાદા જોતા હતા જેથી હવે પછી મને કોઈ મોટી કૃતિ આપી શકાય. દાદા આ પુસ્તકમાં કઈ કૃતિ કયા ભંડારમાં છે તેની નોંધ વાંચતાં વાંચતાં બોલ્યા : “આ હવે એલ. ડી.માં છે.' વળી બીજી કૃતિ જોતાં – “આ ભંડાર પણ અહીં આવી ગયો.” આથી સ્વાભાવિક રીતે મેં પ્રશ્ન કર્યો કે આ બધાં પુસ્તકો અહીં ભેટ આવ્યાં છે ? બધાં નામ તો યાદ નથી, પણ યાદ આવે તે કહું. આટલું કહીને દાદા નામ બોલતા ગયા તેમ હું લખતી ગઈ. તે તે ભંડાર લાવવાની આખી પ્રક્રિયા, લાવવાનું જહેમતભર્યું કામ, પુસ્તકોનાં પોટલાં વાળવાં. સાચવીને ઊતરાવવાં, વાહન કરવું ઇત્યાદિ વાતો પણ કરેલી, પણ તે બધું મેં નોંધ્યું ન હતું અને મને બધી વિગતો યાદ પણ નથી. પણ આ બધું કહેતી વખતે હું જોતી હતી કે દાદા વર્તમાનમાં માત્ર બોલી રહ્યા હતા પણ અંદરખાનેથી તો તે સમગ્ર સમયને ફરીથી જીવી રહ્યા હતા. હજુ આજે જાણે કે દાદા સોદાગરની પોળ પાસેનો વૈરાટીના ઘરનો ભંડાર લેવા ગયા છે. ત્રીજે માળે મોટા કબાટો છે. ઉતારવાની મુશ્કેલી પડી રહી છે ! ‘માંડમાંડ ઉતારી શકાયેલા–' એટલું કહેતાં જાણે દાદાનો શ્વાસ હેઠો બેસતો અનુભવી શકાય. હજુ આજે જ એ કામ પત્યું છે તેવી ‘હાશ' જોવાય જાણે ! દાદાએ કહેવાની શરૂઆત આ રીતે કરેલી : “સૌથી પહેલાં.... ઈ. સ. ૧૯૫૭માં... વડોદરાથી આવ્યા કે... હું. પહેલાં પહેલાં આવ્યા – અને પછી તો, ભંડા૨નાં નામો ફટાફટ બોલવા લાગ્યા... દાદા : ના. એલ. ડી.ના ભંડારમાં બે વિભાગ છે : ૧ ખરીદાયેલા ગ્રંથોનો અને ભેટસ્વરૂપે આવેલા ગ્રંથોનો. એલ. ડી. ની શરૂઆતના કાળમાં તે સમયે શેઠે ૧ લાખ રૂપિયા આપેલ તેમાંથી ગ્રંથો ખરીદાયેલા અને જુદા જુદા ભંડારોમાંથી ભેટસ્વરૂપે પણ આવેલા. એવા અહીં ૩૦ ભંડારો ભેગા થયેલા છે. તેમાંના ૯૦% ભંડારોની સામગ્રી ભેગી કરવા હું જાતે જ ગયેલો છું. કયા કયા ભંડારો અહીં આવ્યા ? નામ આપો ને. (દાદા થોડી વાર મૌન રહી યાદ કરતા હોય તેમ બેસી રહ્યા. પછી...... પ્રશ્ન : ૬૨ (૧) કપૂરવિજયજીનો ભંડાર (૨) કીર્તિમુનિનો ભંડાર (સાણંદ પાસેના ગોધાવી ગામનો હતો.) (૩) દસાડાનો (શંખેશ્વર જતાં વચ્ચે દસાડા આવે.) (૪) માંડલનો (અંચલગચ્છનો) (૫) એક તિ મહારાજનો... દેવસૂરિ ગોરજી હતા. તેમની સામે કેસ ચાલેલો. એ હારેલા. ચુકાદો આણંદજી શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ... Page #81 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણજીની પેઢી તરફી આવેલો. (૬) ઉજમફઈની ધર્મશાળાનો ભંડાર (૭) આંબલીપોળના ઉપાશ્રયનો થોડોક ભંડાર. (૮) જેસિંગભાઈની વાડીમાં એક ઘર હતું. આ મકાનનું એક બારણું જયંતિ દલાલનું પ્રેસ હતું ત્યાં પડતું હતું. એ ઘરનો ભંડાર. (૯) સોદાગરની પોળનો વૈરાટીનો ત્રીજે માળે રહેલો ભંડાર. (૧૦) દેવસાના પાડાનો દયાવિમલનો ભંડાર. બે ભંડાર હતા. એમાંથી મહેન્દ્ર-વિમલનો ભંડાર ત્યાં રહેલો. (૧૧) લવારની પોળનો ભંડાર. આ ભંડાર નીતિસૂરિવાળા મોતીવિજયનો હતો. હજુ ત્યાં સંઘનો પોતાનો ભંડાર છે જ. (૧૨) ફતાસાપોળમાં એક બહેન તરફથી સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર મળેલું - બહેન આપવા આવ્યાં ત્યારે કસ્તૂરભાઈ શેઠે કહેલું : “કીમતી છે. વિચાર કરીને આપજો.’ બહેન : મને આ કોઈ સાધુ ભગવંતે સાચવવા આપેલું હતું. આપ્યા પછી એ પાછા આવ્યા જ નથી, એમના કોઈ સમાચાર પણ નથી. હવે મારે એને સાચવવું નથી. (૧૩) ભઠ્ઠીની બારીનો ગોધાવીવાળો ભંડાર - પુણ્યવિજયજીનાં) મહારાજનાં બા કીર્તિમુનિ અને લલિતમુનિના સંઘાડામાં દીક્ષિત થયેલાં. અહીંનો ભંડાર તેઓનો હતો. પુણ્યવિજયજીએ દીક્ષા વલ્લભસાગરમાં લીધી હતી. (૧૪) ભરૂચનો ભંડાર : અહીં સંઘ ઘણો મોટો હતો છતાં આપેલો ! (૧૫) પાલનપુરનો ડાયરાનો ભંડાર : જોકે, પાછળથી એ લોકોએ આ ભંડાર પાછો લેવા મહેનત કરી પણ જાહેર ટ્રસ્ટ હોવાથી પાછો આપી શકાય નહિ તેવો કાયદો નડ્યો. (૧૬) ઝાલોરનો કલ્યાણવિજયનો ભંડાર (૧૭) જિનવિજયજીનો ભંડાર : જિનવિજયજીના કાળધર્મ પામ્યા બાદ એમનો અમદાવાદ ખાતે જે ભંડાર હતો તે એલ. ડી.માં આવી ગયેલો.. (૧૮) વડોદરાના ઝવેરી (કદાચ... અંબાલાલ.)નો ભંડાર. (૧૯) ડભોડાના જૈનસંઘનો ભંડાર : ડભોડા પ્રાંતીજ બાજુ આવ્યું. (૨૦) રાધનપુરનો ભંડાર - ઓમકારસૂરીશ્વરનો હતો. (૨૧) સુરતનો ભંડાર - આ ભંડાર ચંદ્રોદયસૂરીએ આપેલો. (૨૨) આણંદજી કલ્યાણજીની પેઢીનો ભંડાર. (આમ, આટલાં નામો તો એકસાથે બોલી ગયા.) પછી બોલ્યા. હવે બીજાં નામો હાલ યાદ આવતાં નથી.. પ્રશ્ન : આ બધા ભંડારોમાં પુસ્તકો કે manuscripts હતી ? દાદા : આ બધા ભંડારો ભેટ તરીકે લીધેલા. એમાં મૂર્તિઓ અને ચિત્રો પણ ખરાં. પુસ્તકો ઓછાં, manuscripts વધારે હતી. આ સંદર્ભે દાદાને એક પ્રસંગ યાદ આવ્યો. કહે : એક વાર શેઠ શ્રેણિકભાઈએ આપેલું કશુંક પાછું માગ્યું ત્યારે મેં જણાવેલું : શેઠશ્રી. મેં એ લેતી વખતે એની પાવતી આપી હતી. એમાં આપશ્રીની છે. આ તો પબ્લિક ટ્રસ્ટ છે તેથી પરત આપી શકાશે નહિ. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૬૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ એક એવી પણ વ્યવસ્થા થઈ કે ગ્રંથો આણંદજી કલ્યાણજીની પેઢીને ભેટ આપવામાં આવે અને પેઢી એલ. ડી.ને ગ્રંથો સુરક્ષાર્થે (= સાચવણી અને જાળવણી માટે) આપે. એ અંગેનો જે ઠરાવ તૈયાર થયો તેમાં શ્રી રમણભાઈ વેણીચંદ શાહે એક કલમ ઉમેરાવી ઃ પરત આપતી વખતે એ ભંડાર એલ. ડી.માં જે હાલતમાં રહ્યો હશે તે હાલતમાં જ આપવામાં આવશે.’ મતલબ કે ભેજ લાગે, ઊધઈ લાગે, પાનાં ખવાઈ જાય કે કોઈ કુદરતી આપત્તિ આવે અને નુકસાન થાય તેવા સંદર્ભમાં આ કલમ ઉમે૨વામાં આવેલી. * એલ. ડી.ના બિલ્ડિંગનું ઉદ્દઘાટન વડાપ્રધાન નહેરુને હસ્તે થયેલું – ઈ. સ. ૧૯૬૩ના મે માસમાં થયેલું. અને તે મુજબના લખાણની બહાર તકતી પણ છે. થોડાક દિવસો અગાઉ ૩૦મી ઑક્ટોબરે એલ. ડી.ના સ્થાપનાદિન નિમિત્તે રજા હતી, તેથી તે બાબતે મેં પૂછ્યું તો દાદાએ જણાવ્યું કે આ પહેલાં આ સંસ્થા પાનકોરનાકે – વંડે – હતી. આ મકાન પછીથી બનેલું, પાનકોરનાકે ઈ. સ. ૧૯૫૭ની ૩૦મી ઑક્ટોબરે આ સંસ્થાનું ઉદ્ઘાટન કેવી રીતે થયેલું તેની વાત કરતાં દાદા કહે : “મહારાજજી, કસ્તૂરભાઈ શેઠ, માણેકબહેન (શેઠનાં બહેન) તથા હું આમ ઉદ્ઘાટનમાં અમે માત્ર ચાર જ હતાં. વિધિ પણ સાવ સાદી રીતે કરેલી. પોથી ૫૨ વાસક્ષેપ નાંખ્યો એ અમારી ઉદ્ઘાટન વિધિ હતી.’ તા. ૩-૧૨-૨૦૦૨ આજે ઇન્ડોલૉજી ગઈ ત્યારે ધુરંધરવિજય મહારાજ પધારેલા. પૂજ્ય દાદા એમની સાથે કામોમાં અને વાતોમાં વ્યસ્ત હતા. એ બન્નેની વાતો મને સંભળાતી હતી. મહારાજને જાણવામાં રસ પડે તેવી વાતોના બિંદુ પર ભાર મુકાય. અહીંના ભંડારો કેવી રીતે ભેગા થયા હતા તેની વાત પરથી કીર્તિમુનિના ભંડારની વાત દાદાએ કરી : ગોધાવીમાં કીર્તિમુનિનો ભંડાર હતો. હું તે લેવા ગયો ત્યારે સાંજે ચાર વાગી ગયા હતા. એનાં પોટલાં બાંધ્યાં અને સવારે ૧૦ વાગે બસમાં ઉ૫ર ચઢાવ્યાં. ત્યાંથી સીધાં આ પોટલાં લુણસાવાડે લઈ ગયો.’ ધુરંધરવિજ્ય મહારાજ સાથે બી. એલ. ઇન્સ્ટિટયૂટ (દિલ્હી) અને મૃગાવતીશ્રીજીની વાતો થઈ. તે વાતોમાં અગાઉ મેં સાંભળેલી વાતો જ મોટે ભાગે થયેલી. દાદાની સાચુકલાઈ અને નિરભિમાનિતાનાં દર્શન મને અનેક વાર થયાં છે. આ વેળાએ પણ તેઓએ મહારાજને કહ્યું : “ખરેખર તો એ બધું જ કામ સાધ્વીજીઓએ જ કરેલું છે. મેં તો માત્ર બતાવેલું છે.'' દાદા થોડા સમય પહેલાં દિલ્હી ગયેલા અને આ ભંડારની મુલાકાત લીધેલી. ધુરંધરવિજયજી સાથે તેની વાતો કરી ભંડારની વ્યવસ્થા, ગોઠવણીથી અને જાળવણીથી દાદાને પરમ સંતોષ થયો હતો તેની વાત કરી. દાદા બોલ્યા : “જોયું તો – એમ ને એમ જ, એ બધા ગ્રંથો કપડાંમાં સરસ બંધાયેલા જળવાયા છે.” દાદાએ મહારાજને બી. એલ. વિશે વિશેષ માહિતી આપતાં કહ્યું : “૨૨ એક૨ જમીન છે. તેમાં અતિથિગૃહ, ભોજનાલય, વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા છે. મૃગાવતીશ્રીજીની યાદમાં ગુફા જેવું બનાવ્યું છે તેમાં એમની કોટડી જેવું બનાવ્યું છે. એની બાજુમાં પદ્માવતીની દેરી છે.” શ્રી ધુરંધરવિજયજીએ પૂછ્યું : “એ પ્રતોમાં મૂલ્યવાન ગ્રંથો છે ?'' દાદાએ જણાવ્યું : “ખાસ કશું મૂલ્યવાન નથી. વિનયવિજ્યની સ્વહસ્તે લખેલી પ્રતો છે. સુવર્ણાક્ષરી કલ્પસૂત્રો છે. છાપેલાં પુસ્તકો પણ છે.’’ ૬૪ ‘વસતી’ શબ્દ અને એના પર્યાયોની વાત નીકળી. દાદાએ ઉપાશ્રય, પૌષધશાળા, ઉપરાંત આધુનિક શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ પર્યાયો – જ્ઞાનમંદિર, આરાધનાભુવન વગેરે જણાવ્યાં. આના ઉપરથી કોડાયમાં આવેલા જ્ઞાનમંદિરની વાત કરી. આ જ્ઞાનમંદિર વિશિષ્ટ છે. ત્યાં બહારના ભાગે ભગવાનની મૂર્તિ છે. એની પૂજા કરવાની હોતી નથી. અંદરના ભાગે પબાસનો છે. તેની ઉપર મૂર્તિ નથી, પણ દાબડા મૂકેલા છે – અર્થાત્ મૂર્તિને સ્થાને જ્ઞાન વિરાજે છે ! (દાદાએ આ વાત મને બે-ત્રણ વખત કરેલી છે. જ્ઞાનને અપાયેલું મહત્ત્વ દાદાને કેવું સ્પર્શી જાય છે !) Bh તા. ૪-૧૨-૨૦૦૨ આજે ઇન્ડોલૉજીમાં મારવાડનો એક દીક્ષાર્થી યુવાન ધુરંધરવિજ્યજીને વંદન કરવા આવ્યો. યુવાન ખૂબ જ રૂપવાન અને શાલીન. શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ. મે મહિનામાં દીક્ષા છે. શ્રી જંબૂવિજયજીનો શિષ્ય થનાર છે. જતી વખતે દાદાને પણ વંદન કર્યાં. દાદાએ શ્રી જંબૂવિજય મહારાજની ખૂબ જ ગુણભક્તિ કરી. આશીર્વાદ આપતા બોલ્યા : “તમારા ગુરુ આ કાળમાં, માત્ર વિદ્યાને વરેલા, વિદ્યામાં રત સાધુ છે. તમે પણ એમની પાસેથી એ બધી વિદ્યા પામો અને સંન્યસ્તજીવન એમાં જ ગુજારો. ગુરુ પાસેથી ખૂબ લેજો.’ યુવાન દીક્ષાર્થી ગયા બાદ આજે ધુરંધરવિજયજી પાસેથી નવીન વાતો જાણવા મળી. વાત હતી શંખની. દાદાએ શંખની વાત અગાઉ મને કરેલી. તે જ વાત મહારાજસાહેબને કરી અને દાદાએ પોતાના મનમાં રમતો પ્રશ્ન પૂછી લીધો : એક જ શંખ બાપને ન્યાલ કરી દે અને દીકરો વહેમમાં આવે ? અને શંખને કા૨ણે જ પોતે આજે આર્થિક તાણ અનુભવે છે તેવું માની શંખ વેચવાનું વિચારે, એ કેવું ? ધુરંધરવિજ્ય : એનું ય કારણ છે. શંખ ભૂખ્યો થાય ત્યારે નુકસાન કરે. આ સાંભળી મને ખૂબ જ આશ્ચર્ય થયું અને પૂછ્યું : પ્રશ્ન : શંખ ભૂખ્યો થાય ? ! ભૂખ્યો થાય એટલે શું ? ધુરંધરવિજ્ય વસ્તુઓનો, કહેવાતી નિર્જીવ ચીજોનો, ખાસ તો પ્રાણપ્રતિષ્ઠિત થયેલી વસ્તુઓનો ખોરાક સૂક્ષ્મ હોય છે. એને સમયાંતરે રિ-ચાર્જ કરવી પડે. શંખ ભૂખ્યો થયો છે એ જાણવાની અને એને રિ-ચાર્જ કરવાની એક પદ્ધતિ છે. શંખને આખો ડૂબે તેમ કાચા દૂધમાં ડુબાડી દો. ૨૪ કલાકમાં એનું સરસ મઝાનું દહીં જામી ગયું હશે. પણ ભૂખ હશે તેટલું દહીં ઓછું બન્યું હશે. બીજે દિવસે, આ જ પ્રમાણે કરશો તો આગલા દિવસ કરતાં દહીં વધારે બન્યું હશે, એમ જાણજો. એમ રોજબરોજ કરો. તૃપ્ત થશે. એટલે એ દૂધને છોડી દેશે. દહીંનું પ્રમાણ હવે વધતાં વધતાં દૂધ મૂકેલા જેટલું જ સરખું બની રહેશે. આમ થાય એટલે સમજવું કે શંખ સંતૃપ્ત બન્યો છે. દેરાસ૨ને પણ રિ-ચાર્જ કરવાની જરૂ૨ ૨હે. એમાં પ્રાણ-પ્રતિષ્ઠા થયેલી હોય છે. પ્રાણ સમયાંતરે નિર્બળ થાય. એના સૂક્ષ્મ આહાર માટેની રિ-ચાર્જની વિધિ હોય છે. આ માટે અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર ભણાવવામાં આવે છે. દર વર્ષે આ ભણાવાય તો ખૂબ જ સરસ. બાર વર્ષે તો અચૂક કરાવવું જ રહ્યું. જો ન થાય તો પ્રાણ નિઃસત્ત્વ બને. હવે વાતોનો દોર આ દિશામાં આગળ ચાલ્યો. ધુરંધરવિજયજી પિરામિડમાં રહેલા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની વાત કરવા લાગ્યા. ક્ષેત્રપાલનું મહત્ત્વ સમજાવ્યું. ક્ષેત્રપાલ માટે તે કહે : ક્ષેત્રપાલ એટલે ક્ષેત્રમાં રહેલ અદૃશ્ય ચુંબકીય પ્રવાહની ધારાઓ.’ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૬૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ આ સંદર્ભે મેં પોંડિચેરીમાં જોયેલા એક સ્લાઇડ-શોની વાત કરી. જાપાને પાણી પર સંશોધન કરેલું. તેની તેમાં વાત હતી, પાણીના નાનામાં નાના ક્રીસ્ટલની એમાં ફોટોગ્રાફી હતી. ચીનમાં પાણી શબ્દ જેવી લિપિમાં લખાતો તે જ સ્વરૂપ ચીનના પાણીના ક્રીસ્ટલમાં જોવા મળેલું. મહારાજે આ સાંભળીને કહ્યું : “તે વાત સાચી છે. અહીં એક પ્રયોગ થયેલો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શબ્દ અને ધ્વનિનો અવિભાજ્ય સંબંધ છે એ વાત એ પ્રયોગથી સાબિત થયેલી.” એક માણસે દેવનાગરીના જૂની લિપિના અક્ષરોના આકારની પોલી નળીઓ બનાવી. પછી તેમાં એક બાજુએથી હવા - સિસોટી વગાડતી વખતે ભરીએ છીએ તેમ – ભરતાં, તેમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થતો તે જે વર્ણનો હોય તેનો જ લાગે. અ હોય તો તેમાંથી ધ્વનિ “અ” સંભળાય. ધ હોય તો તેમાંથી ધ' ધ્વનિ સંભળાય ! મેં આ સંદર્ભે ૐના પ્રયોગની વાત કરી, સાઉન્ડ સિસ્ટમમાં સ્પીકરના કાણાવાળા ભાગ પર એક ટીશ્ય પેપર જેવો કાગળ મૂકવામાં આવે. તેના પર ટેલ્કમ પાઉડર એક સરખા લેવલમાં પાથરવામાં આવે. સ્વિચ ઑન કરી, ૐનું ઉચ્ચારણ કરવામાં આવશે તો કાગળ પરનો પાઉડર ધ્વનિના આંદોલનથી ખસતો જશે અને એમાં 3%ની આકૃતિનું નિર્માણ થશે. આ પ્રયોગની વાત મેં વર્ષો પહેલાં જાણીતા લેખક ગુણવંત શાહની નિશ્રામાં બીલીમોરામાં થયેલી વાચન-શિબિરમાં સાંભળેલી. ધુરંધરવિજયજીએ કહ્યું : લિપિઓ સ્થળ-વિષયક છે. તે તે સ્થળભેદ, લિપિએ રૂપ બદલ્યાં છે. તેમાં ય રહસ્ય છે. ચીનના પાણીના ક્રીસ્ટલમાં તે ભાષામાં પાણી લખાય છે તેવું લિપિરૂપ દેખાયું તે – ‘વિજ્ઞાનના સહારે'. આપણા ઋષિમુનિઓ ક્રાન્તદ્રણ હતા. તેઓએ ધ્યાનમાં જે દર્શન કર્યું તે તે તેમાં જણાય છે. પછી આ વાતનો દોર આગળ લંબાવી, એમણે પૃથ્વી-દાવા સંબંધ અને યોનિની વાત કરી. યોનિનો અર્થ છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. જે પોતાની શક્તિને ખેંચે છે. દરેકને પોતીકું મેગ્નેટિક ક્ષેત્ર હોય છે. આપણો ધાવાપુથિવ્યૌ’ શબ્દ છે તેમાં ધાવા એટલે કે આકાશ maleપુરુષ છે. પૃથિવી female સ્ત્રી છે. બન્નેનું મિલન વરસાદ લાવે છે. અને અનાજ ઉત્પન્ન કરે છે. આજે, પ્રયોગ દ્વારા ત્રણ કલાકમાં ગર્ભધારણ કરાવી કૃત્રિમ વરસાદ લાવી શકાય છે. એક જ કણ વાવવાથી પૃથ્વી અનેક કણો આપે છે. ગર્ભધારણની એ શક્તિ છે. સમુદ્રનું જળ અને આકાશ અગ્નિતત્ત્વથી સંયોગ પામે છે અને ગર્ભધારી વાદળ બને છે અને અસંખ્ય જલબિંદુઓ વરસાવે છે. અમારા સાધુપણામાં “અચિત રજઉદાહરણ' નામનો કાઉસગ્ન કરવાનો હોય છે. તે ન કરે તો કલ્પસૂત્ર ન વંચાય, આ બધી ક્રિયાઓ કે વિધિનિષેધ સમજપૂર્વકનાં હોય છે. આ વાતમાં આગળ ઉમેરણ કરતાં મહારાજ સાહેબ અમને બન્નેને પૂછે છે કે તમે જાણો છો કે પૃથ્વી રજસ્વલા થતી હોય છે ? અને પછી તરત જ કહેવા લાગ્યા: “હું યે જાણતો ન હતો. હું રાજસ્થાનમાં હતો. એક મારવાડી ખેડૂત મારી પાસે આવીને પૂછવા લાગ્યો કે સાહેબજી, ઓળી ક્યારે છે ? મને આશ્ચર્ય એ વાતનું થયું કે આ ખેડૂતને ઓળીના દિવસને જાણવાની જરૂર શી ? ! વાતમાં હું તેની સાથે ઊંડો ઊતર્યો. ખેડૂત કહે: “ઓળીના દિવસોમાં આખી પૃથ્વી રજસ્વલા થતી હોય છે એટલે અમે ખેડૂતો એ દિવસોમાં જમીન ખેડીએ નહિ.” આર્યાવર્તમાં સામાન્ય ખેડૂત પાસે પણ આવું પરંપરાથી પ્રાપ્ત જ્ઞાન વિધિનિષેધરૂપે છે. એ લોકોને એના વૈજ્ઞાનિક કારણની જાણ નથી. ઓળી પછી જ જમીન ખેડાય, બી વવાય, વરસાદ આવે અને પાક બને. મેઘના (વાદળો) બંધાય એટલે ગર્ભ રહ્યો કહેવાય. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ પછી આર્યાવર્ત શબ્દ સમજાવ્યો. આર્ય+આવર્ત. આવર્તનો અર્થ જ ચુંબકીય ક્ષેત્ર-મેગ્નેટિક ફિલ્ડ. આર્યાવર્તમાં ચુંબકીયક્ષેત્ર જોરદાર છે. નદી પણ આવી જ જળયોનિ છે એ જણાવતાં કહે : “નદી મૂળમાં નાની છે. અંતે જતાં ખૂબ પહોળી બને છે. પૃથ્વીમાં ૧૪૦૦૦ સ્રોત છે. ઝરા છે. નદીના વહેતા પાણીથી સેલ ફૂટે છે. જળની યોનિ બને. ઉત્પાદન થાય એટલે શતસહસ્ર બની જેમ પાછું મળે, તેવું પાણીનું સમજવું. આમ આજે શાસ્ત્રવિદ્યા અને વિજ્ઞાનના સુમેળની સારી વાતો જાણવા મળી. તા. ૯-૧૨-૨૦૦૨ આજે ઘણા દિવસ પછી ઇન્ડોલૉજી જવાયું. જઈને જોયું તો દાદા એમના કામમાં વ્યસ્ત હતા. પોતાનાં લખાણોનો જૂનો ખજાનો ખોલીને જોઈ રહ્યા છે. મને આવેલી જોઈને, એમાંથી થોડાક ગૂઢલિપિના કાગળો મને બતાવ્યા. મૂળદેવીનો કક્કો બારાખડી એમાં હતાં. અન્ય ગૂઢલિપિને ઉકેલવાના કરેલા પ્રયત્નોના કાગળો દેખાડ્યા. એક કાગળ બતાવીને કહે : ‘કનુભાઈ શેઠે લિવ્યંતર કરેલ પણ એનો કશો અર્થ બેસતો ન હતો. છપાયેલ એ પ્રતને મેં હાથ પર લીધી અને એના ગૂઢાક્ષરો પ્રયત્નથી ઉકેલેલા. આ એનો કાગળ છે. વળી શ્રી પ્રદ્યુમ્નવિજયે આપેલ એક કાગળ બતાવ્યો.' આમ બતાવવા જેવું લાગે તો દાદા બતાવતા, ફાઈલમાંના કાગળ જોતાં – હજુ આ કામ કરવાનું છે, આ ક૨વાનું છે – એમ બોલ્યા ત્યારે મને થયું કે જાણે કે દાદાને હવે બાકી રહેલાં, કરવા જેવાં કામો પતાવવાની અધીરાઈ આવી છે. થોડી વારે કહે : “નિર્પ્રન્થ માટે એક લેખ લખવો છે.' વળી થોડી વારે મને કહે : આપણે પેલું લિપિ વિશે પુસ્તક લખવું છે તેમાં પ્રસ્તાવનામાં આટલી વાત મૂકવી છે એમ કહી, પ્રસ્તાવનામાં પોતે શું લખવા ધારે છે તે જણાવ્યું અને મને કહે : “તમે ‘લેખનકળા'માંથી થોડું વાંચીને પછી મેં કહ્યું તે, જો લખી શકો તો લખી આપજો.’’ રિસેસ પડી. હું હોઉં ત્યારે ઘણુંખરું દાદા ચા નીચે જ મંગાવી લેતા. ક્યારેક ઉપર પણ જતા. આજે અમે બન્ને ઉપર ગયાં. પં. રૂપેન્દ્રકુમાર પગારિયાએ દાદાને બે હસ્તપ્રતોની વાત કરી, જેમાં એક હસ્તપ્રતમાં તાજિર એટલે જ્યોતિષની વાત હતી. બીજીમાં કંઈક બીજો વિષય તથા અન્ય થોડાંક ફુટકળ હતાં. અમૃતભાઈના પિતા મોહનભાઈ. મોહનભાઈના પિતા ગિરધરભાઈ હેમચંદ ભોજક, ગિરધરભાઈ પાસે હસ્તલિખિત પ્રતો હતી. તેઓ પાટણમાં વાગોળના પાડાના મહોલ્લામાં રહેતા. દાદા પણ ત્યાં રહેતા. મોહનભાઈને એક એવી ટેવ કે જે સ્થળે પ્રતિષ્ઠા હોય કે જીર્ણોદ્ધાર પ્રસંગ ઉજવાતો હોય ત્યાં ત્યાં એ જ દેરાસરનું મળે તો પ્રાયઃ એ જ અથવા એવા પ્રકારની યાદગીરીરૂપ લખાયેલું સ્તવન હસ્તપ્રતોમાંથી શોધી કાઢીને, એનું લિવ્યંતર કરીને એ સ્થળે મોકલતા. એવાં લિવ્યંતરો એમના દીકરા અમૃતભાઈ ભોજક પાસે સચવાયેલાં હતાં. તે લિવ્યંતરો પૈકીમાંથી ચાર લિવ્યંતરો – ચોકસીની પોળ (ખંભાત)ના દેરાસરનાં બે સ્તવનો, શ્રી સ્તંભતીર્થ તીર્થમાલ સ્તવન તથા લોદરવા પાર્શ્વનાથનું સ્તવન – મને જોવા માટે આપેલાં. આ કૃતિઓની સાલો જોતાં, મને દ્વિધા ઊભી થઈ અને તે સંદર્ભમાં દાદા સાથે કેટલીક ચર્ચાઓ થઈ. તા. ૧૩-૧૨-૨૦૦૨ ‘રતનગુરુરાસ’ કૃતિનું સંપાદન કરી રહી હતી ત્યારે દાદા પાસે માર્ગદર્શન મેળવવા કેટલીક ચર્ચાઓ આજે થઈ. સામાન્ય રીતે પ્રતમાં કડી પૂરી થતાં, આપેલા અંકની આગળ-પાછળ દંડ કરવાનો ચાલ હોય છે. એને બદલે આ રીતમાં ફેરફાર હોય તો પ્રસ્તાવનામાં જણાવવું જરૂરી એમ દાદાએ મને સૂચવ્યું. પ્રસ્તુત શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૬૭ Page #86 -------------------------------------------------------------------------- ________________ કૃતિમાં દંડને સ્થાને બે ટપકાં છે તે નોંધવું. બીજી વાત “આંકણી' અંગે નીકળી. પ્રસ્તુત કૃતિમાં ‘રતનગુરુ ગુણ મીઠડા રે, ધ્રુવપદ દોહરાવવાનું હોય ત્યાં રતનગુરમીલ૦, રતનગુરુ, રતન અને રત. એમ ક્રમશઃ શબ્દો ઓછા થતા જણાયા. આના લિવ્યંતરમાં માત્ર “રતન’ એમ દરેક સ્થાને જણાવો તો ચાલે એમ દાદાએ જણાવ્યું. રોજેરોજ કરેલું લિવ્યંતર દાદા પાસે હું સુધરાવતી. આજે લિયંતર સુધરાવવાની કામગીરી શરૂ થાય એ પહેલાં મેં દાદાને કહ્યું: દાદા, આ તમે જે કાઠિયા'ની વાત કરી હતી કે, તે કોણ જાણે, મારા જીવનમાં હંમેશાં આવ્યા કરે. છે. કશુંક કરવાનું ચોક્કસપણે નિરધારું છું અને અંતરાય આવે છે. દાદા : (મીઠું હસીને) કયો કાઠિયો નડે છે? કે તેરેતેર નડે છે ? મેં હસીને કહ્યું : “તેરેતેર નડતા લાગે છે." પછી ઉમેર્યું “પછી બહુ (distrub) ડિસ્ટર્બ રહેવાય છે." જવાબમાં દાદાએ કર્મનો સિદ્ધાંત કહ્યો. દાદા : “બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ ?” પાછળથી દાદા પાસે માંગીને એમની “ ખિસ્સા ડાયરી” જોઈ ત્યારે તેમાં આ બે પંક્તિઓ લખાયેલી જોવા મળી હતી. ડાયરીમાં લખાયેલાં અવતરણોને દાદા વાંચતા હોય તેવું ઘણી વાર મેં જોયું છે.) દાદા થોડી વાર પછી બોલ્યા: “ભોગવી લેવાનું. જે આવે તે બધું જ ભોગવી લેવાનું. તમને ૬૦ વર્ષ તો થયાં, હવે શાનું ડિસ્ટર્બ થવાનું ?” મેં કહ્યું: “દાદા, અંદરથી તો હજુ ૧૨ વર્ષની જ રહી હોઉં તેમ જણાય છે. આ સાંભળી શ્રી ધુરંધરવિજયે સરસ મજાક કરી. “શરીર જ મોટું થયું છે, નહિ ?” અમે સૌ હસી પડ્યાં. દાદાના ટેબલની પાછળ દૂર પાટ પર મહારાજશ્રી પ્રતો જોઈ રહ્યા હતા, એટલે દાદાનું મોં એમની સામે ન હતું. દાદા ખુરશી પર બેઠા હતા છતાં બન્ને વચ્ચે વાતો ચાલ્યા કરતી હતી. એમાં શ્રી ધર્મધુરંધરવિજયજીએ જેસલમેરના કોઈ મહેલમાં તાડપત્રો છે તેવી વાત કોઈની પાસેથી સાંભળેલી તેની વાત દાદાને કરી. ભંડારની કોઈ વાત આવે કે મુનિશ્રી પુણ્યવિજયજીની વાત એમના દ્વારા કે બીજા દ્વારા થતી હોય ત્યારે દાદા જોવા જેવા હોય ! વાણીમાં અને શરીરમાં એટલો તો ઉમંગ અને ઉત્સાહ વરતાય ! અત્યંત ચેતનવંતા – જોસભર્યા દાદાનું આ સ્વરૂપ નિહાળવું એ પણ એક લ્હાવો છે. એમનું રોમેરોમ આ વખતે પુલકિત થતું તમે જોઈ શકો ! આજે તાડપત્રોની વાત સાંભળી કે આમ જ થયું. ફટાક કરતાકને દાદા સ્પ્રિંગ છૂટે અને ઊછળે તેમ ખુરશી પરથી ઊઠતાકને મહારાજ સાહેબની પાટ પાસે જઈ પહોંચ્યા. ત્યાં ખુરશી લીધી અને બેઠક જમાવી દીધી. ત્યિાં થયેલી વાતો દૂરતાને કારણે હું પૂરી સ્પષ્ટ સાંભળી શકી ન હતી.] કનૈયાલાલ મહારાજ સ્થાનકવાસી સાધુ. દાદા એમની સાથે આગમનું કામ કરતા. દાદા આગમના પાઠભેદો હોય તે એમને લખાવતા. દાદા એમના વિશે કહે : સ્થાનકવાસીઓ ૩૨ આગમોમાં માને છે પણ કનૈયાલાલ મહારાજ ૪૫ આગમોને માનતા. કામ કરતાં કરતાં હળવાશ અનુભવાય તેવી વાતો તેઓ કરતા શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ તેનો એક નમૂનો તેઓએ કહ્યો. દાદા કહે : શબ્દ આખો લખવાને બદલે પહેલો શબ્દ કે અક્ષર લખી શૂન્ય કરવાની રૂઢિ હતી. હું લખાવતો ત્યારે જ્યાં આ રીતે લખાયું હોય ત્યાં હું શબ્દ કે અક્ષર બોલી શૂન્ય હોય તો “શૂન્ય” એમ બોલતો. એક વાર શ્રી કનૈયાલાલ મહારાજ હસીને કહે : “આમ ને આમ આગમો શૂન્ય થઈ જશે. હું !” તા. ૧૬-૧૨-૨૦૦૨ આજે રોજ કરતાં ઇન્ડોલૉજીમાં વહેલી પહોંચી હતી એટલે કે બપોરે ૧૨ વાગે પહોંચી. થોડીક પ્રાસંગિક વાત થયા બાદ દાદાએ કહ્યું : “દીપ્તિ-પ્રજ્ઞાશ્રી ઓપેરા દેવીકમલ ઉપાશ્રયમાં આવ્યાં છે. ત્યાં નજીકમાં નેમિનંદન ભંડાર છે. એમાં ડૉ. ભાયાણીનો પુસ્તકભંડાર, શ્રી શીલચંદ્રસૂરિજીનો ભંડાર તથા અન્ય બીજાં મુદ્રિત પુસ્તકો છે. આ ભંડારને વ્યવસ્થિત કરવાનો છે. મેં સૂચન કર્યું છે કે પહેલાં બાંધેલી પોથીઓનું કામ શરૂ કરો. એનાં કાર્ડ હું બનાવી આપીશ.' જૈન ગુર્જર કવિઓમાંથી થંભણ તીર્થમાલ-સ્તવન’ની કર્તાવિષયક માહિતી (અંચલગચ્છના પુણ્યસાગરની માહિતી) શોધતાં શોધતાં મોહનલાલ દલીચંદ વિશે મેં વાત કરી. એમના આવા ભગીરથ કાર્ય અંગે મેં દાદા સમક્ષ અહોભાવ પ્રગટ કર્યો. દાદાએ જણાવ્યું કે તેઓ મોહનભાઈને મળ્યા નથી. પણ એમની દીકરીને મળ્યા છે. દીકરી મુંબઈના ફોર્ટ વિસ્તારમાં રહે, અમે ત્યાં કામ કરતા ત્યારે એ એના દીકરા સાથે આવતી. કામ કરતા અમારા સૌના ટેબલ પર તે દીકરા પાસે ચોકલેટો મુકાવતી. જૈન ગુર્જર કવિ ભાગ-૪ પૃ. ૨૩૮ પર પુષ્પસાગરના શિષ્ય મોતીસાગરે ખાપરા ચોરનો રાસ લખ્યો છે તેવી વિગત હતી. એ વાત પરથી દાદાએ ખૂબ જ મજેદાર શૈલીમાં ખાપરા ચોરની વાત મને કરી. વાતોમાં ખાપરો ચોર શેઠની કન્યાસહિત ૯૦૦ કન્યાનું અપહરણ કરે છે તે વાત આવી એટલે દાદા કહે : મારી દીકરીના દીકરાને મેં આ વાત કહી ત્યારે એણે પ્રશ્ન કરેલો કે ૯૦૦ કન્યાના ટોળાને ઉપાડી જાય અને ખબર ન પડે એવું તો કેવી રીતે બને ? એટલે મેં વાર્તા બદલી. કહ્યું : ખાપરો મંત્ર જાણતો હતો તેથી તેને મંત્રબળે કન્યાઓના મગ બનાવી દીધા અને મગની પોટલી ભરી એ જતો રહ્યો. આખી વાત પૂરી કર્યા પછી દાદા મને કહે: “મેં તમને કેમ વાર્તા કીધી એ ખબર છે ? ના.” મેં જણાવ્યું. દાદા: હું વાત ભૂલી ન જાઉં ને એટલે. પ્રસંગોપાત્ત વાર્તા કહેવાથી તે સારી રીતે યાદ રહે છે. નિોંધ: વિસ્તારભયે દાદાએ કહેલી આવી વાર્તાઓનો હવે હું માત્ર ઉલ્લેખ જ કરીશ.] ત્યારબાદ, દાદા ટેબલ પર પડેલ તૂટક પુસ્તકોના રોજિંદા કામમાં વ્યસ્ત બન્યા અને હું વાંચવાના કામમાં લાગી. ફૂટકળ જોતાં કશુંક રસપ્રદ હોય તો દાદા મને બતાવે. આવું એક પાનું આવ્યું. મને પૂછે : જાણો છો ચણોઠને ?' મેં હા પાડી અને કહ્યું : લાલ હોય. માથે કાળું ટપકું હોય એ જ ને ? દાદા કહે : સુવર્ણનો વજનમાં પહેલાં ચણોઠી વપરાતી. ચણોઠીભાર વજન એટલે રતિભાર વજન. આ પ્રત જુઓ. એમ કહી પ્રત વાંચવા આપી. એમાં ચણોઠી અને સુવર્ણનો ઝઘડો વર્ણવેલો હતો, “શા માટે ચણોઠીનો ઉપલો ભાગ કાળો શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ છે તે પ્રશ્નનો જવાબ એમાં છે. સુવર્ણને અગ્નિમાં તપાવવાથી, એની ઉપર કાળી ભસ્મ ઊડતી અને તે સાથે રહેલી ચણોઠી પર બેસી જતી તેથી ચણોઠી ઉપરથી કાળી બની હોવાનું તેમાં જણાવ્યું છે. (દાદાના સાનિધ્યનો આ લાભ : હંમેશાં કંઈક ને કંઈક નવું જાણવા મળે જ.). તા. ૧૮-૧૨-૨૦૦૨ આજે ઇન્ડોલૉજી મોડી પહોંચી. સૌ યાદ કરતાં હતાં અને હું ગયેલી. જઈને તીરથમાળ'નું કામ હાથમાં લીધું. “અંચલગચ્છ દિગ્દર્શન’ વાંચવા લાગી. તેમાં સાધુ ભગવંતોની પાછળ ક્યાંક વિજય, ક્યાંક રૂચિ, ક્યાંક સાગર એમ જુદા જુદા શબ્દો જોતાં દાદાને એ વિશે પૃચ્છા કરી. દાદાએ તરત ખીસામાંથી ડાયરી કાઢી. ખીસાડાયરીનાં પૃષ્ઠો ઉથલાવતાં બોલ્યા : “એ બધાં એમનાં બિરુદો છે અને તેઓની પાટની ઓળખ સૂચવે છે. ડાયરીમાં જોઈતું પાનું મળ્યું એટલે ડાયરી મને આપીને કહેઃ જુઓ આ બધાં તપાગચ્છનાં બિરુદો છે. એને બેસણાં કહે. બેસણાં એટલે પાટપંરપરા. ત્યારબાદ વાચક, ઉપાધ્યાય, ગણિ, પન્યાસ વગેરે બિરુદો સમજાવ્યાં. યતિપરંપરામાં જોગ ન હતા તેવું દાદાએ જણાવ્યું. આ ઉપરથી પતિપરંપરાની વાતોમાં દાદા સર્યા. જતિઓનો આચાર શિથિલ. તેઓ પાલખી, ઘોડો, ઊંટ રાખે. ગૃહસ્થ પેઠે રહે. મંત્રતંત્રના જાણકારી લોકો એમનાથી ખુબ ગભરાય. શ્રી સત્યવિજય પંન્યાસે ક્રિયોદ્ધાર કર્યો પછી સંવેગી એટલે કે શુદ્ધ સંન્યાસી બન્યા. જતિઓ સાથે વહેવાર ન રાખવો એમ નક્કી થયું. જતિથી જુદા પડવા સંવેગી સાધુઓએ પોતાનાં વસ્ત્રો જેને સ્થાને આછી પીળાશવાળાં રાખ્યાં. કાળાંતરે જોકે વસ્ત્રો સફેદ જ રહ્યાં. હવે તો જતિઓ ય બહુ રહ્યા નથી. સંઘે નક્કી કરેલું કે જાતિઓને ગોચરી ન આપવી. હજુ ક્યાંક વલ્લભસૂરિ તથા વિમલગચ્છવાળા પીળાં વસ્ત્રો પહેરે છે. જાતિઓના મુખ્ય આચાર્ય શ્રીપૂજ્ય કહેવાતા. તેમનું જોર ખૂબ જ. આ સંદર્ભમાં દાદાએ પોતે સાંભળેલી પાટણની એક ઘટના મને કહી : પાટણના શ્રીપૂજની આ વાત. તેઓ જો પોતાના શિષ્યોને આદેશ આપે કે ફલાણાને બોલાવી લાવો તો શિષ્ય તરત જ પેલાને ઘેર જાય. એ માણસ એ વખતે જો જમતો હોય તો બાકીના કોળિયા પૂરા કરે એટલી ય રાહ ન જુએ. હાથ પકડીને ઊભો કરે અને ધમકાવે.’ ‘ગુરજી બોલાવે છે અને આવતો નથી પાટણમાં આ રીતે એક ભાઈને શ્રીપૂજના શિષ્ય આ રીતે જમતાં જમતાં ઉઠાડેલો તે મને યાદ છે. “પર્યુષણમાં મહાવીર જન્મદિનનું વાચન સાંભળીને શ્રાવકો ચોખા ઉછાળવા જાતિ મહારાજ પાસે જતા. એક વખત શ્વેતાંબર પંથના એક આચાર્ય ભગવંતે શ્રાવકોને પૂછ્યું: તમે ત્યાં કેમ જાવ છો ? તો જવાબ મળ્યો : સાહેબ, અમારે અમારાં છોકરાં જિવાડવાનાં છે.” આવી હતી યતિઓની બીક. તેઓ વીફરશે તો મૂઠ મારશે એવી માન્યતા. ત્યારબાદ દાદાએ દેપાળ નામના ગૃહસ્થ શ્રીપૂજની આજ્ઞા લઈને થરાદમાં ચોમાસું કરેલું તેની વાત કરી. થરાદના લોકો એવા જબરા કે કોઈનેય ન ગાંઠે. દેપાળ ભોજકે થરાદના લોકોને સીધા કરેલા તેથી, થરાદના લોકો દેપાળના ફૂટેલા' તરીકે ઓળખાવા લાગ્યા. (આ કથા ખૂબ જાણીતી છે તેથી ગ્રંથવિસ્તાર ભયે એને અહીં આપવાનું ટાળું છું. હકીકતમાં દાદાની કદાચ આ પ્રિય કથા છે તેથી આપવાનું મન થાય તેવી છે. દાદાએ પણ બીજાઓ સાથે વાતો કરતાં અને ૭૦ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #89 -------------------------------------------------------------------------- ________________ હું ત્યાં બેસીને એ વાતો સાંભળતી હોઉં એવે વખતે પણ ત્રણેક વાર તો સંભળાવી હશે જ.) હજુ દાદ યતિઓ વિશે વાત કરવા ઉત્સુક છે. વાતો આગળ ચાલે છે. હવે તેઓ યતિજીવનમાં સાધુજીવનમાં પ્રવેશેલી શિથિલતા સંદર્ભે વાતો કરે છે : “સાધુઓમાં શિથિલાચાર શરૂ થાય ત્યારે યતિ-પરંપરા બળવત્તર બને. દેવસાના પાડામાં આવા એક યતિ. નામ શ્રી શાંતિવિમલજી. તેમણે સૈજપુર બોઘાની આસપાસના વિસ્તારમાં પોતાની ગૃહસ્થી પણ શરૂ કરેલી અને ઘેર ઘોડિયું બંધાયું હતું. “દેવસાના પાડાનો જ્ઞાનભંડાર ખૂબ જ સમૃદ્ધ. ઈન્ડોલૉજીની સ્થાપના બાદ એમનામાંના જ એક સાધુ વારંવાર અમારે ત્યાં આવે અને ભંડાર લઈ જવાનું જણાવે. જો નહિ લઈ જાવ તો ભંડાર વેચાઈ જશે એમ કહે. સંસ્થા દ્વારા મને (દાદાને) મોકલવામાં આવ્યો. જ્ઞાનભંડાર શાંતિભાઈ સંભાળતા પરંતુ તેમના પર કબજો પૂરો યતિશ્રી શાંતિવિમલજીનો. એમની પાસે ગયો તો ના પાડી. “આ સંસ્થામાં (ઈન્ડોલૉજી)માં આવેલા ગ્રંથો ભેગા કરવા માટે કેટકેટલાને સમજાવવા પડ્યા છે ? ! સરળતાથી આ ભંડાર થયો નથી. યતિઓની પકડ સમાજ પર ઘણી હતી. લોકોની અંધશ્રદ્ધાનો લાભ લે. શ્રાવકો ડરના માર્યા કે કોઈ ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાના મોહમાં યતિઓના શિથિલાચારને જાણે-અજાણે પોષતા હતા. “સાધુઓના શિથિલાચાર વધતાં “શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘસમિતિની રચના કરવામાં આવેલી. એમાં એવો ઠરાવ થયેલો કે કોઈ સાધુનો શિથિલાચાર સાબિત થાય તો એને સંસારમાં પાછો લાવી દેવો. રતલામમાં એક સાધુ. એ સાધુ લોકોના રોગો – મુશ્કેલીઓ – અડચણો દૂર કરવાનો દાવો કરે, અને તેના પૈસા લે. પૈસા ઓઘામાં સાચવે. સમિતિવાળાને ખબર પડતાં તેઓ ત્યાં ગયા. ઓઘો તપાસ્યો. રૂપિયા નીકળ્યા. સાથે સંસારી-વેશનાં કપડાં લઈને ગયેલા, તરત તે કપડાં પહેરાવી દીધાં. જોકે, આ પ્રકારના શુદ્ધિ યજ્ઞમાં ઝાઝી સફળતા પ્રાપ્ત થઈ નહીં. ક્યાંક આથી જુદું જ બને, નાનું ગામ હોય, સંઘમાં બે ભાગલા હોય અને સંઘના કેટલાક લોકોને શિથિલાચારી સાધુનો પણ ખપ પડતો હોય. એવા લોકો સમિતિના સભ્યોને ગાંઠે નહિ. “એક વાર યુવાન યતિઓનું સંમેલન ભરાયું હતું. ત્યાં હું પણ ગયો હતો. મારા જવાનો હેતુ પુસ્તકો કોની પાસે છે તે જાણવાનો અને શક્ય હોય તો ખરીદવાનો હતો. આ સંમેલનમાં એક વૃદ્ધ યતિ ઉપસ્થિત હતા. એક યુવાન યતિએ પ્રસ્તાવ મૂક્યો કે દરેક યુવાન યતિએ લગ્ન કરવાં. પેલા વૃદ્ધ યતિ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. આવા પ્રસ્તાવ બદલ એ લોકોને ઘણો ઠપકો આપ્યો. અને ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયેલા. “મુંબઈમાં એક સાધુ હતા. ચારિત્ર્યમાં ખૂબ જ શિથિલ હતા. તે પોતાની સાથે એક સ્ત્રીને રાખતા અને તે પોતાની ભાભી હોવાનું સૌને જણાવતા. એક વાર એ સાધુ અને પેલી સ્ત્રી રૂમનું બારણું બંધ કરીને અંદર હતાં. બહાર શ્રાવકોનું ટોળું એકત્રિત થયું. પણ કોઈની એવી હિંમત ન હતી કે પેલું બારણું તોડી નાખે. સંઘ કેટલો મજબૂત છે - વીર્યવાન છે તે પર જ બધો આધાર રહે છે. પેલો સાધુ તક મળતાં ત્યાંથી ભાગી છૂટ્યો અને ગુજરાતમાં અમદાવાદ નજીક આવ્યો. થોડાક સમય બાદ ધીમે ધીમે અમદાવાદથી ૧૫-૨૦ કિલોમીટર દૂર મોટી જગ્યામાં તીર્થ બાંધવાનું શરૂ કર્યું. આજે એ તીર્થમાં હજારો શ્રાવકો દર્શન કરવા જાય છે. સૌને આ તીર્થના અસલ ઇતિહાસની જાણ હોતી નથી. સેંકડો શ્રાવકો અંધશ્રદ્ધાથી કે લોભના માર્યા એ ના ચરણમાં મસ્તક નમાવીને રૂપિયાનો ઢગલો કરે છે !!! વખત જતાં રૂપિયાનો એ ઢગલો એટલો મોટો થઈ ગયો છે કે એ સાધુના પોતાના નામના જ બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાની રકમ જમા પડેલી છે !!! આજના સમયમાં યતિપરંપરા નવેસરથી નવા સ્વરૂપે પોતાની શાખાઓ વિસ્તારે છે.” શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૭૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ થોડી વાર પછી વાતોનો વિષય બદલાયો. વાતમાંથી વાત નીકળી અને પ્રદેશ પ્રદેશે જમવામાં રોજની વાનગીઓમાં ફેરફાર જોવા મળે તેની વાતો થઈ. દાદા કહે : “રાજસ્થાનમાં મગની દાળનો ચાલ જોવા મળે. ગુજરાતમાં તુવેરની દાળનો ચાલ. ગુજરાત-રાજસ્થાન તો એકદમ નજીક છે. “આમ કેમ' એવું મનમાં થયા કરે. જેસલમેર રહ્યો ત્યારે એનો જવાબ મળી ગયો.” રસીલા : શું જવાબ મળ્યો ? દાદા : પાણી વરમ. ત્યાનું પાણી એવું કે તુવેરની દાળ ચઢે નહિ. હું અહીંથી ત્યાં ગયો ત્યારે મારી સાથે મણ જેટલી તુવેરદાળ લઈને ગયેલો ! કેટલું કરીએ પણ દાળ ચઢે જ નહિ. થાકીને, બધી દાળ ચકલાંને ‘ચણ' તરીકે નાખી દીધેલી. એક વાર, ચિતોડમાં હતો ત્યારે, દાળઢોકળી ખાવાનું મન થયું. બહુ પ્રયત્નો છતાં તુવેરની દાળ ચઢી નહિ એટલે લોટો લઈને દાળ ભાંગવા બેઠેલો ! (આટલું કહી, દાદા હસી પડ્યા.) મને આ પ્રસંગ સાંભળીને યાદ આવ્યું કે દર વર્ષે મારા જન્મદિન નિમિત્તે દાદાને મારે ત્યાં જમવા બોલાવું. આવે ત્યારે જમ્યા પછી પણ પાંચ-છ કલાક બેસે અને અમને બન્નેને દાદાની જ્ઞાન-ગોષ્ઠિનો લાભ મળે. અમેરિકા ગઈ ત્યારે મારી વર્ષગાંઠ ત્યાં ઊજવાઈ ગઈ એટલે એક વર્ષ દાદાને પાછળથી, આવ્યા બાદ બોલાવેલા. દાદાએ ત્યારે મને દાળઢોકળી બનાવવાને ખાસ જણાવ્યું હતું. દાળઢોકળી એ દાદાની પ્રિય વાનગી એની જાણ મને ત્યારે થયેલી ! તા. ૧૯-૧૨-૨૦૦૨ રતનગુરુરાસ ધોરાજીમાં લખાયો તેવી નોંધ કૃતિને અંતે છે. ધોરાજી શબ્દ પરથી દાદાએ વિશિષ્ટ શબ્દપ્રયોગો કહ્યા તેની નોંધ નીચે કરું છું : ઘરની ધોરાજી હાંકે છે ઘરની ગાયકવાડી ચલાવે છે. પાલનપુરની પડી. પહેલાં કૉર્ટ પાલનપુરમાં હતી તેથી મુદત પડે એ માટે આવો પ્રયોગ વપરાતો થયેલો. પાછળથી કોર્ટ રાધનપુરમાં ખસેડાયેલી.) મેં પ્રતપરિચય તૈયાર કરેલો તે નોંધ જોઈને, દાદાએ તે નોંધ ઓ.કે. કરી. “અંચલગચ્છ દિગ્દર્શનમાં પુણ્યસાગરસૂરિ વિશે જોઈતી માહિતી ન મળી... આજે દાદા સાથેની વાતોમાં જાણવા મળ્યું કે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું લાંછન સ્વસ્તિક છે પણ તેના પર ક્યારેક એક, પાંચ કે નવ ફણા હોય છે. શ્રી પાર્શ્વનાથની ફણા ત્રણ, સાત, અગિયાર કે એક હજાર હોય છે. તેમનું લાંછન સર્પ છે. દી ૭૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #91 -------------------------------------------------------------------------- ________________ આજે દાદાએ કેટલૉકનો ઇતિહાસ' જણાવ્યો : ૩૫૦ વર્ષ પહેલાંની વાત કરે તો તે સમયે યતિઓનો પ્રભાવ, શ્રીપૂજ્ય ગચ્છાધિપતિ) હોય ત્યાં જ હોય, શ્રીપજ્યની ગાદીઓ અજમેર, પાટણ, અમદાવાદ તથા જેસલમેરમાં હતી. ચોમાસું આવે એટલે શ્રીપૂજ્ય બધા યતિઓને બોલાવી, ગ્રંથો વાંચવા માટે વહેંચતા, પછી આદેશ આપે : “ભરૂચ જાવ..’ ભરૂચમાં આદેશપત્ર મળે એટલે સંઘ વિનંતિપત્ર લખે. વિજ્ઞપ્તિપત્ર) તે જમાનામાં ચોમાસામાં સ્થિરતા કરવાની આવી વ્યવસ્થા હતી. કોઈને શિષ્યો વધુ હોય તો વધુ પુસ્તકોની જરૂર પડતી. આથી, પાટણના ઢંઢેરવાડામાં લહિયાઓ તથા ભોજકોને બેસાડી લખાવરાવતા. મુખ્ય કૃતિ “કલ્પસૂત્ર' લખાવવાની રહેતી. કોઈપણ આવી કૃતિ બજારમાં ન મળે. ગચ્છાધિપતિ પાસે જ લેખનનાં સાધનો રહેતાં. પાછળથી યતિયુગ એવો બન્યો કે તેમાં “ગુરઆમ્નાય’ ગયો, આથી શિષ્ય જ્યાં રહ્યો હોય ત્યાં જ ગ્રંથ મૂકી દે. આથી, પુસ્તકો આડાંઅવળાં થઈ ગયાં. શ્રીપૂજ્યજીની પકડ ઢીલી પડતી ગઈ. શ્રેષ્ઠીઓને નકલો કરાવવાનો વિચાર આવ્યો. શ્રી સત્યવિજયજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રી કપૂરવિજયજી, શ્રી ખીમાવિજયજી આ બધાએ દિયોદ્ધાર કરાવ્યો. યતિઓ ઉપાશ્રય છોડતા જ નહિ તેથી “નવકલ્યવિહાર' તો રહ્યો ન હતો. યતિઓનો શિથિલાચાર એટલો વધ્યો કે તેઓ પછી ગોલા, રબારી વગેરેને દીક્ષા આપે અને તેમની પાસે પોતાનાં કામ કરાવે. તે લોકો બીડી, ગાંજ લેતા. ઘોડા, પાલખી, ઘરેણાં, બીડી વિના તેઓને ચાલે નહિ. ગચ્છની મર્યાદા થોડી હતી, પણ આ શિથિલાચાર જોઈને આ સાધુઓએ દિયોદ્ધારનો સંકલ્પ કરેલો ત્યારે શ્રીપુજ્યની ધાક એવી કે મારી નાખશે તો ?” આટલી વાત કરતાં દાદાને યતિઓ સાથેનો એક પ્રસંગ યાદ આવ્યો. દાદા ભિન્નમાલ ગયા હતા ત્યારે બનેલું એવું કે વાગરામાં યતિઓ હતા. સામેથી સંવેગી સાધુઓ આવ્યા. (મહારાજજી) ઉપાશ્રયમાં આવ્યા ત્યારે ગોચરીનો સમય થઈ ગયેલો. પહેલી ગોચરી અમારી જ પડશે' એવું યતિઓનું જક્કી વલણ. ગામ નાનું. જૈનોનાં ચાર ઘર. અને ઉપાશ્રયમાં આ તમાશો ઊભો કરેલો. યતિઓમાં બે પંથ. ૧. ગોરજી કહેવાય. ગોરજી એટલે વહીવંચા. ૨. ગુરુજી, સંગીઓએ એક વખત યતિઓને ગોચરી વહોરાવવાનો શ્રાવકોને નિષેધ કર્યો હતો. આથી શ્રાવકો તેમને ગોચરી વહોરાવે નહિ. - આ બધામાં ગ્રંથો બધા તેમના ભંડારોમાં રહ્યા. દાદા કહે છે – ૫૦ વર્ષ પહેલાં મારી પાસે ૩૭૫ યતિઓનાં સરનામાં હતાં. હું એ બધાને મળ્યો છું. હવે યતિઓએ પોતાની અટકો બદલી છે. તેઓએ સરકારી નોકરીઓ મળે તે માટે તેમ કર્યું છે. યતિઓ જે કેટલીક ક્રિયાઓ કરાવતા તે કામ હવે ક્રિયાકારક શ્રાવકોએ ઉપાડી લીધું છે. બૃહદ્ ટિપ્પણિકા” અંગ્રેજો આવ્યા તે પહેલાં બનેલ કેટલોગ છે. ૩૦૦ વર્ષ પહેલાં તે કામ થયું છે, સંસ્કૃતમાં છે. તેમાં જૈન ગ્રંથોનાં નામો, નિર્યુક્તિ વગેરેની યાદી બનાવેલી છે. કપડવંજના સંઘને વિચાર આવ્યો અને પંડિતોને જેસલમેર મોકલીને યાદી તૈયાર કરાવી છે. આ યાદી શ્રી પુણ્યવિજયજીના કેટલૉગમાં પરિશિષ્ટરૂપે છે. એલ. ડી.માંથી તે છપાયું છે. મહારાજજી તથા દાદા ના વર્ષ કપડવંજ રહેલા અને ત્યાંના ભંડારની યાદી બનાવેલી. ત્યાં કશું નવું નથી એવું દાદાએ જણાવ્યું. એની સી. ડી. બનાવેલી છે અને તે એલ. ડી. તથા કોબાના ભંડારમાં છે. ત્યારબાદ જૈન શ્વેતાંબર કોન્ફરન્સે આ કામ કર્યું. તેણે જૈન ગ્રંથાવલિ' બહાર પાડી. એમાં મોટા ભંડારોમાંથી કયા ભંડારમાં એ કૃતિ છે તેની વાત કરી છે. વળી, ‘ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ'માં કે જેકોબી જેવાના રેકોર્ડમાં હોય તો તેનો ઉલ્લેખ પણ કર્યો છે. જોકે, આ કેટલૉગમાં સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથો જ છે. ત્રીજું શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૭૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ કામ મોહનલાલ દલીચંદે કર્યું. એમાં એમણે ગુજરાતી ગ્રંથો પણ લીધા. નોંધોમાં એમણે સંવતો, કર્તા, રચના તથા કૃતિના આદિ તથા અંત લખ્યા. પ્રશસ્તિ પણ નોંધી છે. કયા ગામમાં તે કૃતિ જોઈ છે તેની નોંધ પણ છે. શ્રી જયંતભાઈ કોઠારીએ આ જ કામની સંશોધિત આવૃત્તિ ૧૦ ભાગમાં કરી. શ્રી મોહનભાઈ દેસાઈએ આ ઉપરાંત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભાગ-૧-૨-૩ પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ – લખ્યા. સમયનિર્ધા૨ણામાં દેશીઓ ઉપયોગી હોવાથી મોહનભાઈએ પોતાની કૃતિમાં દેશીઓની યાદી પણ આપી છે. શ્રી મોહનભાઈએ આ ગ્રંથની ઇન્ડેક્ષ લખ્યા બાદ એક દુર્ઘટના ઘટેલી તેની નોંધ મૂકી છે. પૌત્રીના હાથે કાગળો પર દીવો પડ્યો. નોંધો બળી ગયેલી. ફરીથી કામ કરેલું !! - આ ગ્રંથની ટીકા થાય છે કે તેમાં દેરાવાસીની જ નોંધ છે, સ્થાનકવાસીના ગ્રંથોની નોંધ નથી... પણ વ્યક્તિએ એકલહાથે જેટલું કામ કર્યું તે મોટી વાત છે. વળી, આજે દાદાએ કેટલાંક પુસ્તકો મારા કામના સંદર્ભે અનુકૂળતાએ જોતા રહેવાનું સૂચવ્યું. આ પુસ્તકો નીચે પ્રમાણે છે : (૧) પ્રબંધ પારિજાત શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ સાહેબ. આમાં શ્રેષ્ઠીઓના જીવનપ્રસંગો છે. ઐતિહાસિક માહિતી લેખે કામ લાગે. (૨) પટ્ટાવલિયપરાગસંગ્રહ : શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ (૩) જિનપૂજાપદ્ધતિ : શ્રી કલ્યાણવિજયજી મહારજ. (૪) ત્રિપુટી મહારાજનો જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૧થી ૪ શ્રી કલ્યાણવિજયજી મહારાજ બાપજી મહારાજના શિષ્ય હતા. પાછળથી તેઓએ ઝાલોરમાં જીવન વ્યતીત કર્યું. તેમણે લખેલી નોંધો અમૂલ્ય હતી. તે નોંધો ક્યાં હશે તેની જાણ નથી. પણ ભંડાર એલ. ડી. ઇન્ડોલૉજીમાં આવેલો એવી વિશેષ માહિતી પણ દાદાએ આપી. તા. ૨૩-૧૨-૨૦૦૨ આજે દાદાએ એમના રઝળપાટભર્યા જીવનમાં બનેલો એક પ્રસંગ કહ્યો. મને રમૂજ થઈ. “જેસલમેરમાં હું હતો ત્યારે એ જમાનામાં વાહન-વ્યવહારનાં અન્ય સાધનો ન હતાં. ઊંટ ટ્રાન્સપોર્ટનું એકમાત્ર સાધન. જેસલમેરથી ૧૩ કિ.મી. દૂર બ્રહ્મસર' આવેલું. હું ત્યાં દેરાસર દર્શન-પૂજા વાસ્તે ઊંટ ૫૨ બેસીને ગયેલો. મારી સાથે પ્યારેલાલ હતા. અમે દેરાસ૨માં દર્શન કરતા હતા ને ઊંટવાળાની જબરદસ્ત મોટી બૂમ સંભળાઈ : મેરા ઊંટ ભાગ ગયા. મેં જાતા હૂઁ.....એ તો આમ, અમને રણમાં મૂકીને જતો રહ્યો, હવે અમારું શું ? શું કરીશું ? કેમનું પાછું જવાશે ? – આમ, અમે તો વિમાસણમાં મુકાઈ ગયા. રણમાં દૂરદૂરથી દેખાતું હોય છે. અમને અમારો ઊંટવાળો દોડતો દેખાય. એ જોઈ જોઈને ઊંટ પણ વધુ ઝડપે દોડતો દેખાઈ જાય, થયું : ‘પાકિસ્તાન તો નહીં પહોંચે ને ?”... ખાસ્સા સમયે આખરે એ ઊંટને પકડી લાવ્યો અને અમે નિરાંતનો દમ ખેંચ્યો. ત્યારબાદ મેં કહ્યું : “આજે મારો મૂડ નથી. કશામાં ચિત્ત લાગતું નથી. દાદા બોલ્યા : “મૂડ કેમ ન રહે ? મન તમારું છે ને ? બીજાનું થોડું છે ? મન વશમાં કેમ ન રહે ? જુઓ-મનને તો ફરવાની ટેવ. યોગશાસ્ત્રોમાં લખ્યું છે : ચિત્તવૃત્તિનિરોધ: યોગ: ।' પણ એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે સંકલ્પ-વિકલ્પ એ તેનો સ્વભાવ છે.” વળી દાદા બોલ્યા : “મારી ટેવ એવી છે કે મનને કામે ૭૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ લગાડી દેવું. શત્રુંજયની ભાવયાત્રાએ ચાલ્યો જાઉં. કોઈક વાર ભાવયાત્રામાં દિલ્હી મૃગાવતીશ્રી પાસે જાઉં, અને ત્યાં ભાવયાત્રામાં કેટલોગનું કામ કરવા બેસી જઉં. જોકે, વચ્ચે વચ્ચે ટી. વી ની ચાલુ સિરિયલે જાહેરાતો આવે છે તેમ દબાયેલી વાત ઉપર આવી જાય ખરી.” (થોડી વાર પછી) વાત અઘરી તો ખરી. ખીસામાંથી સો રૂપિયાની નોટ પડી ગઈ. ખબર પડે એટલે ચિત્ત ચકરાવે ચડ્યા વિના રહે નહિ. છેલ્લે ક્યારે હાથ ખીસામાં ગયેલો ? ત્યારે નોટ હતી ? યાદ કરીએ કે ક્યાં ક્યાં ગયેલા ? તે તે સ્થળે જાતે જઈને જોઈ આવીએ કે પૂછીએ. આખરે મન મનાવીએ – હશે. નસીબમાં નથી. ફરી પાછું મન એવું પણ વિચારે કે નસીબમાં હશે તો કોઈ આપી જાય પણ ખરું. વાતમાંથી વાત તેરાપંથની નીકળી. દાદા બોલ્યા : “તેરાપંથીઓ સ્થાનકવાસીઓમાંથી છૂટા પડેલા છે. ભિકમજી તથા અન્ય બાર સાધુઓ સૌ પ્રથમ છૂટા પડનારમાંથી હતા તેથી તેરાપંથ કહેવાયો. તેઓ પણ મૂર્તિમાં માનતા નથી.” શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૭૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૨૦૦૩ના વાર્તાલાપો તા. ૪-૪-૨૦૦૩ ૨૦૦૩ના જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન હું ઇન્ડોલોજી જઈ શકી નહિ. આ સમયગાળામાં મારી તબિયત ઘણી નાદુરસ્ત રહી. એપ્રિલ મહિનાથી દાદાના સાન્નિધ્યનો ગુમાવેલો લાભ ફરી મળવા માંડ્યો. આ સાન્નિધ્ય અને એ દરમિયાન થતી જ્ઞાનગોષ્ઠિ મારે માટે સંજીવની બની રહી. (શ્રીલંકાના એક સાધુની વાત આ અગાઉ થયેલી તે યાદદાસ્તને આધારે અહીં સૌ પ્રથમ નોંધું છું અને ત્યાર બાદ આજે તા. ૪-૪-૨૦૦૩ના રોજ થયેલી અન્ય વાતની નોંધ મૂકીશ.). દાદા રવિવારે “મહાજનમ્ ગયેલા. તાડપત્ર પરની લેખનકલા ભૂંસાઈ ગઈ છે. તેને સંરક્ષિત સંવર્ધિત કરવાના ખૂબ જ નિષ્ઠાવાન પ્રયત્નો “મહાજનમ્” સંસ્થા દ્વારા થઈ રહ્યા છે. શ્રીલંકામાં હજુ આ હુન્નર જીવિત છે. ત્યાંના એક સાધુને અહીં બોલાવવામાં આવેલા. સાધુ શ્રીલંકાથી જ તમામ સાધનસામગ્રી - તાડપત્ર લેખણ, શાહી બનાવવાનાં દ્રવ્યો – સાથે જ લાવ્યા હતા. આ સંસ્થામાં તેઓ તે અંગેનું પ્રત્યક્ષ નિદર્શન કરવાના હતા. આ પ્રસંગે દાદા તો ત્યાં હોય જ. શ્રીલંકાનો સાધુ જે દ્રવ્યો લાવ્યો હતો તેનાં નામ તે અંગ્રેજીમાં જણાવે. દાદા કે અન્ય તે દ્રવ્ય ઓળખે તો આપણી ભાષાનું નામ આપે. અંગ્રેજી નામનું ગુજરાતી જે વ્યક્તિ જાણતી હોય તે દાદાને જણાવે, નહિતર પછી શબ્દકોશને આધારે જોઈ લેવું એમ ઠરાવ્યું. સૌની ઉપસ્થિતિમાં સાધુએ શાહી બનાવી. ત્યાર બાદ તાડપત્રો લખવા માટે તાડપત્રો કઈ રીતે તૈયાર થાય તેનું નિદર્શન કર્યું. પહેલાં તાડપત્રની આજુબાજુની જાડી કિનારો કાપી નાંખવામાં આવી. પછી વચ્ચે કાણું કઈ રીતે પાડવામાં આવે છે તે બતાવ્યું. તાડપત્રો એકસરખા તો હોય નહિ. એ એકસરખા બની શકે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો. લેખણ ધાતની હતી. તાડપત્રો પર અક્ષરો કોતર્યા. આ કોતરેલા અક્ષરોમાં શાહી ભરી અને પછી, એક દ્રવ્યની મદદથી બાકીની કાળાશ કેવી રીતે લુછાઈ અને તાડપત્ર કેવી રીતે ચોખ્ખું બન્યું તેનું દાદાએ સવિસ્મય અને સવિસ્તર વર્ણન કર્યું. તે જ સમયે મેં આ વાત નોંધી ન હતી તેથી આ અંગેની બધી જ વિગતો મને યાદ રહી નથી. તાડપત્ર પર લેખન કેવી રીતે થાય તે વાત આ રીતે “મહાજનના પંડિતોને શીખવવામાં આવેલી. દાદાએ કરેલ આ આખા પ્રસંગ – નિરૂપણમાં દાદાનાં આ ઉંમરે પણ નવું શીખવાનો ઉમંગ, જિજ્ઞાસા. અને વિસ્મયને હું ક્યારેય ભૂલી શકીશ નહિ. જિતુભાઈ (ઇન્ડોલોજીના ડિરેક્ટર)એ એક વાર મને એક પ્રોજેક્ટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હું દાદા સાથે રોજ બેસતી હતી એટલે મારી પાસે પુણ્યવિજયના સમાગમના સમયગાળામાં દાદાએ જોયેલા જ્ઞાનભંડારોની સ્થિતિ વિશે વિગતવાર તલસ્પર્શી એક પેપર તૈયાર કરાવવાનો એમનો ખ્યાલ હતો. છેલ્લા કેટલાક સમયથી મારી નાદુરસ્ત રહેલી તબિયતને કારણે આવા પ્રોજેક્ટ માટે કોઈ કમીટમેન્ટ કરવાની મારી તૈયારી ન હતી. આજે દાદાને મેં આ પ્રોજેક્ટ – સૂચન અંગે જણાવ્યું. દાદા કહે: “મેં આ અંગે થોડુંક લખ્યું પણ છે. કેટલાંક લખાણ જિતુભાઈને આપેલાં છે. કુમારપાળ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #95 -------------------------------------------------------------------------- ________________ દેસાઈએ માંગણી કરી હતી. એટલે કેટલાંક એને પણ આપેલાં છે. જોકે, હજુ છપાયાં નથી. છપાય તે માટે મેં આપ્યાં છે તો ખરાં પણ હું પોતે હજુ આવી બધી વાતો કહેવા માટે અવઢવ અનુભવું છું. તમને આ સંદર્ભે એક ઘટના સંભળાવું. મુનિશ્રી હિતરુચિવિજયજીની વાત પહેલાં થઈ ગઈ છે. એ સંસારી અવસ્થામાં અતુલ નામે હતા ત્યારની આ વાત છે. હું મુંબઈમાં અતુલને ત્યાં ગયેલો. થોડીક વ્યક્તિઓ ત્યાં હાજર હતી અને વાતોમાંથી જ મહારાજજીની વાત નીકળી. એમનો તો હું પારસસ્પર્શ પામેલો. સ્વાભાવિક રીતે તેમને વિશે હું ઉત્સાહભેર વાતો કરતો રહ્યો. વાતોમાં મેં કીધું કે એક વાર તો મહારાજજીએ રાત્રે ત્રણ વાગ્યા સુધી કામ કર્યું હતું. લાગલો જ એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો : “રાત્રે ? રાત્રે કેવી રીતે ?' “લાઈટનો ઉપયોગ કરીને" મેં કીધું. સૌ વિખરાયા. અતુલે ઉપરની કહેલી વાતને યાદ કરીને કહ્યું હતું : “આવી વાતો કરવી નહિ. એનું કારણ એ છે કે લોકોને એની પાછળનો મૂળ હેતુ દેખાતો નથી. એ બધા ઘટનામાં સાધુના આચારની શિથિલતા જુએ. સમજનાર ઓછા હોય છે.” અતુલની વાત તો સાચી હતી. મહારાજજીએ શાસનનું કાર્ય કરવા થોડીક છૂટ સ્વીકારેલી. એમના દ્વારા થયું તે કામ તે સમયને અનુલક્ષીને કરવું કેટલું જરૂરી હતું ? તે જો ન થઈ શક્યું હોત તો આજે જે પ્રતો વિપુલ પ્રમાણમાં સંગ્રહિત અને સુરક્ષિત બની છે તે બની હોત ખરી ? ... સાચું કહું. આવું બધું બને છે એટલે મને લખવાનું મન જ થતું નથી. આ ગ્રંથ લખતાં, હું પણ આવી વિમાસણમાંથી પસાર થઈ રહી છું. દાદાએ કહેલી આ કે પેલી વાત લખું કે ન લખું ? ઉપરના પ્રસંગની જેમ દાદાએ કહેલી વાતનો મર્મ જો ન પકડાય તો દાદાના વ્યક્તિત્વને તો હું હાનિ પહોંચાડતી નથી ને ? અહીં, કેટલેક સ્થળે એવી કેટલીક વિગતો સમાવિષ્ટ થઈ છે જેમાં ઉપરના પ્રસંગની પેઠે આત્યંતિક – એકાંગી અર્થઘટન કરીને ઘટનાના કેન્દ્રમાં રહેલા મર્મને હાનિ પહોંચાડી શકાય. જો એવી વિગતો છોડી દઉં છું તો દાદાના વ્યક્તિત્વની છબીને હું પૂરો ન્યાય આપી શકતી નથી. બહુ વિચારતાં લાગ્યું કે, આજે ભલે કોઈ એકાંગી-આત્યંતિક અર્થઘટન કરે, પણ હવે પછીની ભાવિ પેઢીના અભ્યાસીઓમાં શ્રદ્ધા મૂકી શકાય તેમ છે. તેઓમાં ખુલ્લાપણું, નિખાલસતા અને સ્વીકારવૃત્તિ આજે જણાય છે તે કરતાં પણ વધુ વિકસ્યાં હશે. તેઓ એને યથાયોગ્ય સ્વરૂપે સ્વીકારશે. શ્રદ્ધાનું આ બળ ગ્રંથના આવા લખાણના પ્રકાશનમાં છે.) ઘણા સમયથી દાદાની વાતો સાંભળતી આવી છું. એમના જીવનમાં બનેલા પ્રસંગોની વાત દાદા કરે છે ત્યારે તે તે સમયે દાદાએ પોતે કઈ લાગણી અનુભવી હતી તેની વાતો ક્યારેય કરી નથી. માત્ર તથ્યોની રજૂઆત. મને થતું : શું દાદાને અમુક ચોક્કસ પ્રસંગોએ એ વખતની આખી પરિસ્થિતિ પર, તે સાથે સંકળાયેલ સંસ્થા કે વ્યક્તિ પરત્વે અણગમો, અભાવ કે ગુસ્સો નહીં આવ્યો હોય ? આજે તો મારાથી એ વિશે પૂછી જ બેસાયું. પ્રશ્ન : દાદા, જ્યારે તમે યુવાન હતા એ સમયે તમને પ્રત ન આપનાર ટ્રસ્ટીઓ કે વહીવટદારો પર ગુસ્સો આવતો હતો ? આજે જે સમતાભાવ તમારામાં હું જોઈ રહી છું તે આપે કેળવ્યો છે કે સહજ હતો ? એમનો જવાબ ખૂબ જ મુદ્દાસર હતો. દાદા : સમતા રાખવી અઘરી છે. સમતા એ લોકો જ રાખી શકે - ૧. જે રોજ સવારે નિયમિતપણે ભાવપૂર્વક પૂજાપાઠ કરતો હોય. ૨. જેનામાં શ્રદ્ધા હોય કે પોતાથી પણ ઉપરી કોઈ શક્તિ આ સૃષ્ટિ પર છે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૭૭ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩. ઘણી વાર સમય પાક્ય જ સમતા આવે. (આ વાક્ય સાંભળતાં અને બજી – લોટ દસાનુદાસનું વાક્ય યાદ આવ્યું તે કહેતા : શકે તે પાકે) ૪. સમયનો – પરિસ્થિતિનો – જેનામાં સ્વીકાર છે. પછી ઉમેર્યું: વૃદ્ધા પાસે ઘણુંખરું સમયનો સ્વીકાર હોતો નથી. ૫. પ્રતિપક્ષની ભૂમિકા – મનોવલણ – સમજવાની ક્ષમતા અને સ્વીકાર હોય. - ૬, પોતાની મર્યાદા સમજે અને તેને સ્વીકારે. આ પરથી દાદા હવે પુણ્યવિજયના પ્રભાવ તથા સમતાની વાત પર આવ્યા. સાધુઓ કે શ્રાવકો પર પુણ્યવિજયના પ્રભાવની એવી અસર કે અન્ય ગચ્છના હોય તોપણ એમનો ખૂબ જ આદર કરતા. હસ્તપ્રતોના – ભંડારોના કે અન્ય કોઈપણ કામ અંગે પુણ્યવિજયની ચિઠ્ઠી હોય તો જરૂરી તમામ સગવડો ઉપલબ્ધ થતી. અજાતશત્રુ જેવું તેમનું વ્યક્તિત્વ સૌને સ્વીકાર્ય બનતું. આજે દાદાએ ભંડારોમાં કામ કરતી વખતના કેટલાક અનુભવોનો અછડતો ખ્યાલ આપ્યો. પાટણમાં સંઘવીના પાડાનો ભંડાર. આ ભંડાર પાછળથી હેમચંદ્ર ભંડારમાં સમાવિષ્ટ થયેલો. જ્યારે ભંડાર સંઘવીના વાડામાં હતો ત્યારે સેવંતીભાઈ એને સાચવે. તે ભંડારની પ્રતોની માઈક્રો- ફિલ્મનું કામ હાથ લેવાયું. મારી સાથે માઈક્રોફિલ્મ માટે એક ટીમ હતી. ફિલ્મ લેતાં પહેલાં તે તે તાડપત્ર પરની ધૂળ – ખેપટ - લૂછવી પડે. તાડપત્ર તૂટેલ હોય તો સાંધવું પડે. ફિલ્મ લેવાનું શરૂ થાય પછી કામ ખૂબ જ ઝડપથી શરૂ થાય. પણ એ પહેલાં કેટલાંક કામો કરી લેવાં પડે. સંઘવીના પાડામાં અંદર ફિલ્મનાં સાધનોની ગાડી જઈ શકે તેમ નહિ તેથી આ કામ બાબુના બંગલે થાય. સેવંતીભાઈ માત્ર એક જ પ્રત આપવાની વાત કરે. સમજાવ્યા. તો પાંચ-છ પ્રતો આપવાની વાત કરી પણ એ વાત વ્યવહાર ન હતી. આ રીતે કામ કરવામાં સમયનો ખૂબ જ વ્યય થાય. આખી ટીમ રોકાયેલી રહે. ખર્ચા પણ ખૂબ વધે. સેવંતીભાઈ ચાવી સોંપીને જાય. મેં કબાટમાંથી બધી જ જરૂરી પ્રતો કાઢી અને બાબુના બંગલે લઈ આવ્યો. સેવંતીભાઈનાં પત્નીએ આ જોયું. તેઓએ સેવંતીભાઈને રાવ ખાધી : પેલા લોકો તો બધું જ ઉપાડી ગયા છે. ધૂંઆપૂંઆ થતા સેવંતીભાઈ આવ્યા. મેં પરિસ્થિતિ વિગતે સમજાવી પણ.... હુકમનો અનાદર ! કેમ ચલાવી લેવાય? બસ. પત્યું. બધું જ ઉપાડીને પતિ-પત્ની પાછું લઈ ગયાં. દૃશ્ય ખરેખરું ભજવાયું !” બીજે દિવસે ઘેરથી નીકળી સવારે હું ઉપાશ્રય આવ્યો. મહારાજ તો મળે નહિ. ખોળતાં ખોળતાં ખબર પડી કે તેઓ સેવંતીભાઈના ઘરની બહાર બેઠા છે. હું તરત જ ત્યાં પહોંચ્યો. જોયું તો મહારાજજી બહાર ઓટલે બેસીને માળા ગણતા હતા. જાપ કરતા હતા. મને જોઈને સેવંતીભાઈ તથા તેમનાં પત્ની બહાર આવ્યાં. કહે : “મેં ગોચરી વાપરવા અંગે પૂછ્યું પણ મહારાજજી તો કશુંયે લેતા નથી.... તમે બધું જ બંગલે લઈ જાવ. અમને વાંધો નથી. હા, પણ હતું તેમ જ બધું મેળવી આપીને કબાટમાં ગોઠવી આપવાની શરતે આપું છું.” અને પછી કામ થયું. દાદા હવે મૂળ વાતનું અનુસંધાન કરતા બોલ્યા : “જુઓ. આવી વાત પત્રકારોને કરીએ અને તેમાંથી કોઈ મહારાજજીના મંત્રના પ્રભાવની વાત લખે. કોઈ એમાં ચમત્કાર જુએ. એમની આ વાત મલાવી-મલાવીને લખે અને એ રીતે એમના પ્રભાવનાં ગાણાં ગાય, તો ?” “ભલે ને વાત મંત્ર-જાપના પ્રભાવની ગણીએ કે મહારાજજીનો નૈતિક પ્રભાવ પડ્યો તેમ ગણીએ. પણ આખી ઘટના એવી છે કે એમાં અનેક રંગો પૂરી શકાય. વળી, કોને હાથે તે કેવી ચીતરાશે તેની તો ખબર ૭૮ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #97 -------------------------------------------------------------------------- ________________ નથી. સાચું કહું તો આ કારણે જ હું કંઈ પણ કહેતાં વિમાસણ અનુભવું છું.” ત્યારબાદ દાદાએ જેસલમેરના જ્ઞાન-ભંડારના અનુભવોની વાત કરી : ત્યાં કિલ્લા પર બેસીને કામ કરવાનું હતું. પગથિયાં ઊતરીને નીચે આવીને પ્રત લઈ જવાની. પ્રતો જ્યાં રાખવામાં આવી હતી ત્યાં ચાર ટ્રસ્ટીઓ સાથે હોય તો જ ભંડાર ખૂલે. પ્રત એકસાથે એક જ આપવાની વાત. ફરી એ જ પ્રશ્ન. ઉપરથી નીચે આવવું, ચારે ટ્રસ્ટીઓ હાજર હોવા, ચારે સાથે આવે ત્યારે પ્રત મળે. અનેક સમજાવટ પછી બધું ગોઠવાયેલું. હું પ્રત લાવવા-લઈ જવા–મેળવી આપવાના ઈન્ચાર્જમાં. જે કાંઈ મળતું તે તો મહારાજજીના નામે ને ? હું એકલો – મારી રીતે ગયો હોત તો ઓછું મળવાનું હતું ? ! આવો જ એક અનુભવ દેવસાના પાડાના ભંડારનો. ભંડારની ચાવી દાદાસાહેબની પોળમાં મણિભાઈ કોઠારીને ત્યાં રહે. હું મહારાજજીને કહ્યું : તમે પાછળ આવો. હું વહેલો જઉં છું. બધું લાવી કરીને રાખું એટલે સમય બગડે નહિ. હું દાદાસાહેબની પોળમાં જઉં. ટ્રસ્ટી કહી દે: “આજે મારી તબિયત સારી નથી.” મહારાજજીને કહી દો કે ન આવે. ત્યાં સુધીમાં તો મહારાજજી ઉપાશ્રયેથી નીકળી ચૂક્યા હોય. ભલું હોય તો સામે જ મળે. ક્યારેક ટ્રસ્ટી કહે : આજે ડૉક્ટર આવવાના છે. ઇંજેક્શન લેવાનું છે. હું બેસી રહું. મહારાજજી ઉપાશ્રયે બેસી રહે. ક્યારેક પાછા જવું પડે. ક્યારેક રામ વસે અને કહે (કલાક બેસાર્યા બાદ) : “ચાલો ત્યારે. પહેલાં તમને આપી દઉં.” પ્રશ્ન : દાદા, તમે તો એ વેળા યુવાન વયના હતા. આવું બને ત્યારે તમે અકળાઈ જતા નહિ ? દાદા : અકળાઈ જઉં. મહારાજજી પાસે આક્રોશ વ્યક્ત કરું એટલે તેઓ ખૂબ જ શાંતિથી કહે: ‘આપણાથી એવું ન બોલાય. એમના પૂર્વજોએ આ બધું સાચવ્યું તો આ બધું રહ્યું છે અને એટલે જ એમને આપણને કહેવાનો - આપણી પરીક્ષા કરવાનો – અધિકાર છે. તેઓ આપે છે એ જ મોટી બલિહારી છે. તેઓ આપણને ના કહેવાને અધિકારી છે. છે તે બધું જ સંઘનું છે. સંઘે સાચવ્યું છે. સંઘના આ બધાના પૂર્વજોએ સાચવ્યું છે.' મહારાજજીના આવા વલણથી મારામાં પણ સમતા આવવા માંડી. વળી દાદા બોલ્યા: “આવું બધું કહેતાં મને વિમાસણ એ રહે કે મારે મન મહારાજજી પ્રત્યેના ભાવમાંથી આવેલી વાત બોલાય. બીજા એમાંથી ટીકાનો સુર પણ તારવે. કઈ રીતે લખાય છે અને લેવાય છે એના પર કીધેલી વાતોનો આધાર છે.” પ્રશ્ન : દાદી, આપને અનેક સંસ્થાઓ, ટ્રસ્ટીઓ, વિદ્વાનો, સાધુભગવંતો વગેરેના સંપર્કમાં આવવાનું થાય છે. આમ તો, હું સમજું છું તેમ આપને કાર્ય સાથે જ નિસબત છે. પણ અનાયાસે જે કાંઈ જોવા, જાણવા કે સાંભળવા મળે છે તેનો ઉગ કે રંજ થાય ? એવા સમયે પ્રતિક્રિયારૂપે ક્યાંક બોલી જવાય ? દાદા : હું મહારાજજી પાસેથી માત્ર લિપિ શીખ્યો છું. એમણે મને જે શિખવાડેલ છે તે જ માત્ર મારે શીખવવાનું છે. જે કાંઈ જોવા જાણવા મળે તેનો રંજ થાય. ઉદ્વેગ પણ થાય. પણ હું મારી મર્યાદા સમજું છું. એને સ્વીકારીને ચાલું છું. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #98 -------------------------------------------------------------------------- ________________ સામાન્યતઃ અમારા વાર્તાલાપનો વિષય લિપિ અને લિવ્યંતરના સંદર્ભે નીકળતો અને તેમાંથી એમના જીવનના અનુભવક્ષેત્રમાં ફરી વળતો. પરંતુ, ક્યારેક દાદા થોડી ક્ષણો માટે ગંભીર વાતોમાંથી એવી વાતો ૫૨ લઈ આવે કે એમાં હળવાશનો અનુભવ કરે અને કરાવે. આજે આ જ રીતે તેમણે એક રમૂજી કાલ્પનિક દૃષ્ટાંત આપ્યું અને હળવાશનો અનુભવ કરાવ્યો. સ્વતંત્રતા મળ્યા બાદ મોંઘવારી ધીમેધીમે કેવી રીતે વધવા માંડી તે વાત આ દૃષ્ટાંત દ્વારા માર્મિક રીતે હળવાશથી સમજાવી. જવાહરલાલ નહેરુ દેશ આઝાદ થયા પછી એક વાર અમદાવાદ આવ્યા. એ સમયે ૧૦૦ રૂ. તોલું સોનું. એમને સોનાનો રાષ્ટ્રધ્વજ બનાવવાનું મન થયું. ૧ તોલાનો ધ્વજ બનાવવાનો ઓર્ડર આપી ૧૦૦ રૂપિયાની નોટ એક સોનીને આપી. આની વિગતવાર નોંધ નહેરુએ પોતાની ડાયરીમાં લખી રાખેલી. ધ્વજ કોઈ કારણસર બન્યો નહિ. નહેરુ ન રહ્યા. ડાયરીની આ નોંધ ઇંદિરાજીના વાંચવામાં આવી. પણ રાજકારણના આટાપાટામાં આ વાતની તપાસ કરવાની રહી જ ગઈ. જોકે તે સમયે સોનાનો ભાવ તો રૂપિયા સોનો ૧૦૦૦ થઈ ગયેલો. ઇંદિરાજી પણ ગયાં. સોનિયાએ આ નોંધ વાંચી. તેઓ અમદાવાદ આવ્યાં. સોની તો રહ્યો ન હતો. સોનીનો દીકરો હતો. નહેરુની ડાયરીમાંથી જે નોંધ હતી તેની વાત સોનિયાએ પેલા સોનીના દીકરાને કરી, દીકરો કહે, 'તમારી વાત તો સાચી, પણ મારા બાપાએ સોનું લીધું જ ન હતું. ભાવ વધતા જ ગયેલા. વધુ ભાવ કોઈએ આપેલો નહિ તેથી આજે હું એક તોલો સોનું તો આપી શકું નહિ પણ તમારા દાદાએ – નહેરુએ આપેલી રૂ. સોની નોટ મારા બાપાએ અકબંધ સાચવી રાખી હતી, તે નોટ હું આપું છું.' અને તેણે તે સોની જૂની નોટ આપી. એ નોટ તો ઘણી જૂની હતી. ચલણમાંથી પણ નીકળી ગયેલી. સોનિયાએ આ અંગે પૂછ્યું તો જણાવ્યું કે : “નોટ તો જૂની-એની એ જ હોય ને ! નવી નોટ આપવાની મારી જવાબદારી નહિ.’’ તા. ૧૦-૪-૨૦૦૩ ‘સંભવનાથકલશ’ની કૃતિ કરતી વખતે દાદાએ ‘વિવિધ પૂજાસંગ્રહ’ વાંચવા સૂચવેલું. તેમાં એક પૂજામાં ભગવાનના મુગટનું વર્ણન વાંચ્યું : લસનિયાં ભૂષણાં તિહાં ચઢીએ રે' મેં એનો અર્થ પૂછ્યો, દાદાએ અર્થ જણાવ્યો, ‘હીરાના અલંકારો' લસનિયાં એ હીરાનો એક પ્રકાર છે. હીરાની જાત છે. એ પરથી દોશીવાડાની પોળ લસણવાળા કુટુંબની વાત કરી. આ કુટુંબ કોઈ કાળે હીરાના ધંધામાં હશે તેથી લસણવાળા અટક આવી હોય ! આવી જ અટક ‘પાલખીવાળા' છે. જે પાલખી ઉપાડે તે પાલખીવાળા નહીં પણ જેને રાજ તરફથી પાલખી મળે છે તે પાલખીવાળા, રાજદરબારમાં જવાના નિમંત્રણ સાથે સ્ત્રીવર્ગને લઈ જવા માટે પાલખી મળે તેવી પ્રથા. છેલ્લા કેટલાક સમયથી દાદા વાત કરતા હોય ત્યારે એમનો હાથ ક્યારેક જડબા પાસે જતો અને દાદા ત્યાં સહેજ દબાવતા હોય. આજે પણ તેમ થયું. બેચાર વાર એમ કર્યું હશે. આ જોઈને - પ્રશ્ન : દાંતમાં કંઈ થાય છે, દાદા ? ८० દાદા : હા. હમણાં હમણાંનું અહીં (જગ્યા બતાવી) દુઃખે છે. પ્રશ્ન : ડૉક્ટરને બતાવ્યું ? દાદા : હા. બે મહિના પહેલાં દાંતના ડૉક્ટરની પાસે ગયેલો. ડૉક્ટરે બધું તપાસ્યું પછી કહે : 'કશું છે નહિ.' મેં કીધું. “તો દુઃખે છે કેમ ?” ડૉક્ટર કહે : એ મનનો વહેમ છે. હું મનમાં વિચારી રહ્યો : ભલા ડૉક્ટર, તમે વહેમ કહો છો પણ દુઃખે છે એ તો હકીકત છે. એને તમે વહેમ કેવી રીતે કહી શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ શકો ?' પણ પછી ડૉક્ટરવાળી વાત પડતી મૂકી. સાચું કહું તો મને આ | ડૉક્ટરોમાં જરાયે ભરોસો નથી. અને પછી દાદાએ પુણ્યવિજયજીના અંતિમકાળે ઓપરેશન વેળાએ છાતીના દુખાવાની ફરિયાદને ધ્યાનમાં લીધી ન હતી તે વાત ફરી દોહરાવી. તા. ૧૫-૯-૨૦૦૩ તા. ૧-૪-૨૦૦૩ની મુલાકાત બાદ, આજે ચાર મહિના પછી, દાદાને હું મળું છું. આ ચાર માસ હું અમેરિકા મારા દીકરા પાસે હતી. “નેમરાજુલ લેખ” અને “વસુદેવ ચુપઈ' નામની કૃતિઓના લિવ્યંતરસંપાદનનું કામ ત્યાં થયું હતું. આ થયેલું કામ હું દાદાને બતાવવા સાથે લઈને ગઈ હતી. વળી, ઘણા સમય બાદ, આજે દાદાને મળવાનું હતું એટલે એના ઉત્સાહ તથા ઉમંગ પણ ખૂબ જ હતા. પ્રીતિબહેન સાથેના કામમાં એ સતત વ્યસ્ત રહ્યા. જુદાં જુદાં કામો દાદા પ્રીતિબહેનને સમજાવી રહ્યા હતા. હું સામેના ટેબલ પર જઈને બેઠી. ચાર મહિના બાદની આ મુલાકાતમાં મને એવો અહેસાસ થયો કે કંઈક કશુંક બદલાઈ ગયું છે. જોઉં છું કે દાદાનો હાથ ગાલને અડે છે. એક નાનો ઝીણા કપડાનો ટુકડો કાઢી થોડી થોડી વારે મોઢે ફેરવે છે. થોડો સમય વીત્યા બાદ, પ્રીતિબહેન કોઈ કામ માટે ઉપર ગયાં. દાદાએ મને બોલાવી. સામાન્ય રીતે જઉં એટલે એમનો પ્રશ્ન હોય. શું કામ કરીને લાવ્યા છો ? લાવો. આમ કહી તપાસવા બેસી જાય. આજે દાદાએ આવું કશું પૂછ્યું નહિ. અમેરિકાના વસવાટ દરમિયાનની દાદાએ સામાન્ય પૂછપરછ કરી, ત્યારબાદ મેં કરેલું કામ એમને બતાવ્યું. દાદાએ ઉપર ઉપરથી જોયું. આજ સુધી હું જોતી આવી છું કે દાદા લિસ્વંતરના કામમાં સૌથી વધારે કોળે. આજે આ કામ માટે તેઓ જાણે ઉદાસીન થઈ ગયા છે. કોઈ અન્ય કામ જાણે એમના મનમાં રમી રહ્યું છે એવું મને લાગ્યું. દાદાને આજે ઠીક લાગતું નથી એમ મનમાં વસ્યું અને એમની તબિયત અંગે પૂછવાનું મન થયું. પ્રશ્ન : દાદી, તબિયત કેમ છે ? ઢીલા કેમ લાગો છો ? દાદા : (દાંત બતાવીને) આ અહીં ખૂબ દુઃખે છે. પ્રશ્ન : હું અમેરિકા ગઈ એ પહેલાંનું ત્યાં દુખે છે. હજુ મટ્યું નથી ? ફરી કોઈ બીજા મોટા ડૉક્ટરને બતાવ્યું ? દાદા : હા. જૂન મહિના સુધીમાં તો દુખાવો ખૂબ વધ્યો. દીકરી-જમાઈ આવ્યાં. નાક-કાન-ગળાના ડૉક્ટરોને ભેગા કર્યા. પછી ખૂબ જ સ્વાભાવિકતાથી બોલ્યા) કેન્સર છે. (સાંભળીને હું ક્ષણભર સુન્ન થઈ ગઈ. પણ દાદા તો એટલી જ નિર્લેપતાથી અને સ્વાભાવિકતાથી વિગતો જણાવવા લાગ્યા.) બાયોપ્સી કરાવવી પડે તેમ કહ્યું છે. આ પહેલાં ડૉ. ભવ્યાબહેનની આયુર્વેદિક દવા કરેલી એનાથી ન મટ્યું એટલે એણે પણ બાયોપ્સી કરાવવાનું સૂચવેલું હતું. ઓપરેશનની વાત. પૂછ્યું કે મટશે? કેટલું ઊંડું? ન મટે તો? કહેવામાં આવ્યું – તો જીભ કાપવી પડશે. ન મટે તો ફરી કાપવી પડે. ફરી ઓપરેશન. ખાવાનું? - નળીથી. “ભલે, વિચાર કરીને જણાવીશ.” કહીને ઘેર આવ્યો. પ્રો. નીતિન દેસાઈ ઘેર આવેલા. એમને વાત કરી. એમને અનંતાનંદતીર્થ પાસે – એમને માતાજી કહે છે – લઈ ગયા. એ પાલડી આવે છે. વહેલાલ એમની હોસ્પિટલ છે. મહિનો એમની દવા કરી, ફેર તો પડ્યો નહિ પણ માતાજી કહે કે મટી જશે. એટલામાં શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૮૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ મહાજનવાળા વિપુલભાઈ આવ્યા. જાણ્યું. કહે – “આ દવા બંધ કરો. તમને સારામાં સારા વૈદ્ય પાસે લઈ જઉં છું.” પછી મને વૈદ્ય હાર્ડીકર પાસે મણિનગર લઈ ગયા. ત્રણ દિવસ થયા છે. ભોરિંગણી વગેરે આપ્યું છે. ગઈ રાત્રે દુખાવો ખૂબ. ઊંઘાયું નહીં. સવાર થઈ. ફોન કર્યો એમને. ૪ વાગે આવશે ગાડી લઈને. બતાવવા જઈશ. એટલે હવે હું એમની રાહ જોઉં છું. પ્રશ્ન : દાદા, કેન્સર છે એવું જાણ્યું કે તરત તમને શું થયું? દાદા : શું થાય ? કશું નહિ ૮૬મું ચાલે છે. ૩૦મી ઓક્ટોબરે ૮૭મું બેસશે. પ્રશ્ન : ચિંતા થાય છે દાદા ? દાદા : શાની ? પ્રશ્ન : આ બધું કેમ સચવાશે તેની. હસ્તપ્રતોનું જે કામ કરવામાં આવ્યું છે તે આગળ કેમ ચાલશે તેની. દાદા : આ સંસ્થા સંદર્ભે કહું તો – પહેલાં મને ચિંતા હતી, હવે નથી. જિતુભાઈના આવ્યા બાદ ચિંતા રહી નથી. તેઓ જવાન છે. સંસ્થાના હિતમાં બધું કરશે, બધું બરાબર તેમનાથી સચવાશે તેવી શ્રદ્ધા છે. પ્રશ્ન : અંગત ચિંતા કોઈ ? દાદા : ના. પૈસાની નથી. સાચવે તેવા ઘરના માણસો છે. દીકરી-જમાઈ પણ સુખી છે. (ત્યાં તો માણસ કહેવા આવ્યો કે વિપુલભાઈ ગાડી લઈને આવી ગયા છે. દાદા દવાખાને જવા માટે ઊઠ્યા) તા. ૧૬-૯-૨૦૦૩ આજે ઇન્ડોલોજી ગઈ ત્યારે શ્રી જંબૂવિજયજીના માટે પુસ્તકો લેવા માટે જિતેન્દ્રભાઈ સંઘવી આવ્યા હતા. દાદા તેઓની સાથે વાતો કરતા હતા. મૃગાવતીશ્રીજી તથા કાંગડા વિશેની વાતો જે મારી સાથે થયેલી તે જ વાતો દાદા જિતેન્દ્રભાઈને કહેતા હતા. દાદાની આ ખાસિયત હતી. પોતાના અનુભવોને ઘણાની આગળ શેર કરતા, જે-તે વ્યક્તિની રુચિને સમજી લઈ, તે તે ઘટનાના તેવા અંશોને વધુ વિગતસભર રજૂ કરતા. હું એમની સાથે બેસતી ત્યારે મેં આવા પ્રસંગોને એકથી વધુ વાર સાંભળ્યા છે. આજે પણ મારી સાંભળેલી જ વાતોનું બયાન થતું હતું. એમની વાતોના કેટલાક અંશો : રાણકપુરની ઋષભદેવની મોટી પ્રતિમા હતી તે જ કાંગડામાં પ્રતિષ્ઠિત થઈ છે. વળી એક સાધ્વી મહારાજે બી. એલ.માં સરસ કામ કર્યું છે. ત્યારબાદ, દાદાએ પંજાબી જૈનોની ખૂબ અનુમોદના કરી. દાદા કહે : “પંજાબીઓ સાધુ-સાધ્વીઓની ભક્તિ માટે પૂરા શૂરા. આચાર્ય જેટલું જ સાધુને માન-આદર આપે અને જેટલું સાધુને માન આપે તેટલું જ સાધ્વીને માન આપે. તેઓ ઘણા ભક્તિભાવવાળા !” શ્રી પુણ્યવિજયજી મહારાજની વાતો કરતાં તેઓશ્રીનું એક સુંદર વચન કહ્યું: રાગદ્વેષની પરિણતિ ન થાય તે હંમેશાં જોવું.” મહારાજજીનાં આવાં વાક્યો દાદા આખા દિવસમાં કોઈ ને કોઈ રીતે કેટલી વાર મમળાવતા હશે ? ૮૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ જિતેન્દ્રભાઈ ગયા. મારી સાથે વાતોએ વળગ્યા. કહે, “શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ મળવા બોલાવેલો તેથી ત્યાં મળીને આવ્યો. એમની પાસે હસ્તપ્રતના નાના નાના ટુકડાઓ હતા. આમ તો એને મેળવીને યોગ્ય રીતે ભેગા કરવામાં આવે અને ઉકેલીએ તો તેમાં મોટે ભાગે જાણીતા ગ્રંથો કે કર્મગ્રંથોની નકલો જ મુખ્યત્વે મળી આવે છે. જેને ગાથાઓ મોઢે હોય એને જ ખબર પડે. આવી ટુકડા-પ્રતો મહારાજસાહેબે મને બતાવી. હવે એ કામ કરવાની મને મઝા આવે નહિ. (હસ્તપ્રતને લગતું કોઈ પણ કામ હોય અને મઝા આવે નહિ એવું બોલતાં આજે પહેલી વાર જ સાંભળ્યા !) આથી, કઈ રીતે સાચવવા, ગોઠવવા વગેરે સમજાવીને આવ્યો છું. બધું ગોઠવાયા પછી બોલાવશે તો જઈશ. હમણાં સૂરતવાલા આવેલા. હસ્તપ્રતો કેમ સાચવવી તે બાબતે જાણવા માટે માણસો મોકલ્યા છે. એક વાર તો મનમાં આવ્યું કે કહી દઉં: બોલો, ગાડી લઈને આવ્યા છો ? બેસી જવું અને ત્યાં આવી બધું બતાવી દઉં છું પણ તરત જ મનને વાળ્યું: ‘હવે મારાથી એ હાડમારી નહિ થાય. આથી, બધું જ અહીં લઈને આવશો તો બતાવી દઈશ, એમ કીધું. દાદાની ધીમેધીમે કથળતી જતી તબિયતના અણસાર આવી વાતોમાં દેખા દે છે.) રિસેસમાં ચા પીવા ઉપર ન ગયા. નીચે જ, ચા પીતા પીતા એમણે જૂની પ્રતિમાઓની વાત કરી. જોકે, દાદા હમણાં પોળનાં નામો, તારીખો, સાલોની ભૂલો કરે છે. મને પૂછે – રીલિફ રોડ પર પાછિયાની પોળ આગળ કઈ પોળ આવી ? મેં કીધું – લાંબેશ્વર ? ધનાસુતારની પોળની વાત કરો છો ? તો કહે : હા, ધનાસુતારની પોળવાળાઓએ મને બોલાવેલો. ચાર દિવસ પહેલાં ગયેલો અને એક ધાતુપ્રતિમાનો લેખ ઉકેલવાનો હતો. ખૂબ જ પ્રાચીન પ્રતિમા. અલભ્ય કહેવાય તેવી. વહીવટદારને અંદર સુરક્ષાર્થે મૂકવાનું સૂચવ્યું ત્યારબાદ પ્રાચીન પ્રતિમાઓની વાત નીકળતાં, ફરી મહેસાણા અને મહુડીની પ્રતિમાઓની વાત એમણે દોહરાવી. તા. ૧૯-૯-૨૦૦૩ કલા-કારીગરીના સંદર્ભમાં આજે દાદા સાથે થોડીક વાતો થઈ. શ્રાવકોની વેપારીબુદ્ધિથી – સસ્તાપણામાં - ક્યારેક કારીગરીને બદલે શું મળે છે તેની વાત દાદાએ કરી; મહારાજજી (શ્રી પુણ્યવિજયજી)ની મૂર્તિ જયપુર બનાવવા આપી. ત્યાંના એક પ્રસિદ્ધ કારીગરે જે ભાવ કહેલો તેનાથી સસ્તા ભાવવાળો કારીગર શ્રેષ્ઠીઓ શોધી લાવ્યા. કામ કેવું તે ન જોવાય. સસ્તું જોવાય. મૂર્તિ તૈયાર થઈ. મને બતાવવામાં આવી. મેં કહ્યું : “આ મહારાજજી નથી”. કહેવામાં આવ્યું : “ભૂલ બતાવો.” મેં કહ્યું: “એ કામ મારું નથી, કારીગરનું છે.” કારીગર સુધારવા બેઠો. હવે બની તે મૂર્તિની મુખમુદ્રા કારીગર ખૂબ જ ગંભીર અને ભારેખમ્મ બનાવી દીધી હતી. મહારાજજી આવા ગંભીર તો ક્યારેય ન હતા. વળી દાદા બોલ્યા : હૈદરાબાદમાં હું એક મંદિરમાં (કદાચ બિરલામંદિર ?) ગયો હતો. ત્યાંના શિલ્પની મૂર્તિઓની કલાકારીગરી જોઈને ખુશ થઈ જવાય ! આમ તો એ મંદિરમાં લોકોની અવરજવર ખૂબ ઓછી જોઈ. મને થયું લોકોની અવરજવર નથી અને આટલો બધો ખર્ચ ?! પૂછતાં જવાબ મળ્યો : ભલે મુલાકાતીઓ ઓછા આવે. આપણે તો મંદિર કેવું હોય એનો આદર્શ પૂરો પાડવાનો હોય ! શ્રુતસેવી શ્રી લક્ષમણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૮e Page #102 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના દેવો તથા મંદિરના શિલ્પની કારીગરીની ગુણવત્તા સરસ, એના પૂજારીઓના પગાર ઊંચા. કોઈની પાસે એણે હાથ ન ધરવો પડે, પેટપૂર ખાવા આપો પછી એમાંથી જે પૂજારી ઊભા થાય તે સાચા પૂજારી. વળી કહે : બનારસ હિંદુ યુનિવર્સિટી જોઈ હતી. ત્યાં દેશપરદેશના વિદ્યાર્થીઓ રહે. તેમાં મધ્યભાગમાં આવેલી મૂર્તિનું શિલ્પ ખૂબ સરસ છે. દાદાની વાતોની આ છે ખૂબી. દાદા આમ હંમેશાં ઘટના જેવી બની હોય તેવી કહે, અભિપ્રાય ન આપે. ઘટના સમયે અનુભવેલી સંવેદના પણ તેઓ વ્યક્ત ન કરે. શ્રી મુનિ પુણ્યવિજયજીના અધ્યાત્મવારસાને તેઓએ બરાબર જ આત્મસાત્ કરેલો છે. મહારાજજીનાં પ્રેરણાભર્યાં – પોતાના હૃદયમાં જડાઈ ગયેલાં - સૂત્રાત્મક વચનો યાદ કરી સંસાર આવો જ હોય' એમ કહીને સમાધાન કરી લે. * હવે અમારી વચ્ચે એક વાતમાંથી બીજી વાત નીકળવા લાગી. કહે : સુરતથી હમણાં શ્રી ચંદ્રોદયસૂરિનો સંદેશો હતો. એમણે એક શિલાલેખ fax કરાવેલો છે અને જણાવ્યું છે કે ઃ એ લેખ મારી પાસે જ ભણેલા સાધુએ ઉકેલેલો છે તે જોઈ જવો અને સમય નિર્ધારણ કરી આપવી. મેં જણાવ્યું છે કેઃ “સમયનિર્ધારણા વસ્તુને સ્વયં જોઈને જ થાય, એનો ફોટો જોઈને ન થાય.’ (ફોટો મોકલ્યો હતો.) પછી કહે : “આવાં કામો ઉતાવળથી ન જ થાય.' દાદાની જન્મકુંડળી તથા કુટુંબ વિશે કેટલીક વાતો થઈ. કુંડળીમાં જન્મતારીખ ૩૦/૩૧ ઑક્ટોબર ૧૯૧૭ નોંધાયેલી છે. સૂર્યનારાયણ શાસ્ત્રી વિદ્વાન જ્યોતિષી હતા. તેઓએ ૩૦ ઑક્ટોબર આસો સુદ ૧૫ અને મંગળવાર, ૧૯૧૭એ મુજબ નોંધ્યું હતું. વિદ્વાન જ્યોતિષીના પુત્ર અંબિકાપ્રસાદે ઘણાં વર્ષો બાદ દાદાની કુંડળી જોઈ. પોતાના પિતાની એણે સુધારી અને કહ્યું : રાત્રે બાર વાગ્યા પછી તારીખ બદલાય. તિથિ ન બદલાય. તેથી જન્મ ૩૧-૧૦-૧૯૧૭ કહેવાય. કારણ કે જન્મસમય ૧-૧૯ મિનિટનો છે. આથી મેં બન્ને તારીખ રાખી છે. ત્યારબાદ મેં દાદાને એમના કુટુંબ વિશે માહિતી પૂછી : પિતાશ્રીનું નામ : હીરાલાલ માતુશ્રીનું નામ : હીરાબહેન ૩ ભાઈઓ. હું સૌથી મોટો. બીજા ભાઈ રિસકભાઈ. ગુણવંત અને સગુણા એના દીકરા-વહુ. હું એની સાથે રહું છું. સૌથી નાના ભાઈનું નામ સુંદરલાલ. ત્રીસ-પાંત્રીસ વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમના મરણ બાદ થોડા જ સમયમાં એમનાં પત્ની ગુજરી ગયેલાં. તેઓ નિઃસંતાન હતા. બે બહેનો – એમાંથી એકનું નામ હરકોર. તેઓ ગાંડાં થઈ ગયેલાં. બીજાં તારાબહેન. તેઓ નથી પણ એમની બે દીકરીઓ છે. ત્રીજાં બહેન ઓરમાન હતાં. એમને બે દીકરી અને એક દીકરો. હું પંદર-સત્તર વર્ષનો હોઈશ ત્યારે મા ગુજરી ગયેલાં. # ૮૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ આજે જુદા જુદા વિષયોની વાતો થઈ. કેટલૉગ-લિસ્ટ બનાવવાની શરૂઆત કઈ રીતે થઈ તેની વાતો થઈ : સૌ પ્રથમ સુરતમાં આગમસમિતિ દ્વારા આગમોની હસ્તપ્રતો પ્રકાશિત થઈ. આ કામ માત્ર એક પ્રત પરથી થયેલું છે. આ કામ સાગરસંઘાડાના શ્રી આણંદસાગરે કરેલું છે. સાગર-સંઘાડાના બે ફાંટા છે. એકમાં આણંદસાગર. તેઓશ્રી કપડવંજના. બીજામાં બુદ્ધિસાગરજી. એમણે ૧૦૮ ગ્રંથો લખ્યા છે. આગમો અંગેનું આ કામ પહેલવહેલું થતું હતું. વળી, તે એક જ પ્રત પરથી થયેલું. આમાં આથી, સંશોધિત પાઠ મૂકી શકાયો નહીં. આથી પ્રતમાં જો અશુદ્ધ પાઠ હોય તો અશુદ્ધ છપાયો છે. છપાયા બાદ “આ બરાબર નથી. આમ ન ચાલે. બીજા ભંડારોમાંથી પ્રતો જોઈ તેની સાથે મેળવવી જોઈએ’ની જરૂરિયાત સમજાઈ. એ જમાનામાં ભંડારો પોતાની પ્રતો બીજાને આપતા નહીં. આનો જે ઊહાપોહ થયો તેને કારણે એ વાત સૌએ સ્વીકારી કે કંઈ નહિ તો કઈ પ્રત કયા ભંડારમાં છે તે જો જાણવા મળે તોયે બસ, આટલી જાણ તો થવી જ જોઈએ. તો આનો ઉપાય શો ? આમાંથી લિસ્ટ બનાવવાની યોજના બનાવાઈ. જ્ઞાનભંડારોમાં બેસી લિસ્ટ – કેટલૉગ બનાવ્યાં. જેસલમેરમાં મહારાજજીને દોઢ વર્ષ લાગેલું. લિસ્ટ બન્યા બાદ પ્રકાશિત પુસ્તકોની સંશોધિત આવૃત્તિનું કામ શરૂ થયું. આ ક્ષેત્રમાં શિરમોર સમું કાર્ય શ્રી મોહનલાલ દલીચંદ શાહે એકલહાથે કરેલું છે ! તા. ૧૯-૯-૨૦૦૩ આજે જિતુભાઈ સંઘવી આવેલા હતા. દાદા તેઓની સાથે વાતો કરતા હતા. હું પણ તેઓની વાતો સાંભળવા લાગી. ધદા કહે : બહુ પહેલાં અમદાવાદમાં કોઈકે એક પત્ર બધા ભંડારોમાં મોકલેલો. પત્ર ૧૦૦૨૦૦ વર્ષથી જૂનો ન હતો. આ પત્રમાં એક સ્થળેથી બીજા સ્થળનાં અંતર કોશમાં દર્શાવેલાં. દિશા બતાવેલી. આગ્રાથી શરૂ કરીને કોશ ગણાવતાં એ પત્રલેખક તુર્કસ્તાન જવાના રસ્તે પહોંચે છે. ત્યાં પત્રલેખકે પોતે એક તાંબાનો દરવાજો જોયો હોવાની વાત કરી હતી. (દાદાને વાત કરતી વખતે તે પત્રની વિગતોમાં સ્થળનામ કે ક્યાંથી ક્યાં કેટલા કોશ તે વિગતો યાદ ન હતી.) આ સ્થળે એ પત્રલેખકે જિનેશ્વર ભગવાનની નકરા સોનાની ધાતુપ્રતિમાઓ જોઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આવી વાતો વાંચવામાં આવે તો તેના પુરાવા કેવી રીતે આપી શકાય ? સત્ય પુરવાર કરવું અઘરું છે. એમ અંતે દાદાએ જણાવ્યું. તા. ૨૧-૯-૨૦૦૩ આજે ફરી સૂર્યનારાયણ જયોતિષીની વાત નીકળી. દાદા કહેઃ “જ્યોતિષીએ ૮૪ વર્ષનું મારું આયુષ્ય ભાખેલું. વ્યવસાય વિશે પૂછેલું તો કહેલું કે વ્યવસાય બદલેગા નહિ | આખિર તક કામ કરના હોગા ? પછી ઉમેર્યું: ૮૪-૮૬ થયાં હવે. બોલો પછી, જીભ કાપવાની જ આવે ને ! છેલ્લે ડૉ. હરિભક્તિને બતાવેલું. તો તેમણે જીભ કાપવાની અને ન મટે તો (થોડી વધુ) બીજી વાર કાપવાની વાત કરી.” . પછી કહે: “આજે દાતણ કરતાં ચક્કર આવ્યા. બે પળ માટે.” થોડી વાર પછી હજામત કરવા બેઠો. (તબિયતની ગંભીરતાની વાતોમાંથી હળવાશ લાવવા માટે દાદાએ વાત બદલી) આજે સવારે ૧૧વાના અરસામાં એક મોટો ધડાકો થયો તે તમે સાંભળેલો ? સમાચાર એવા આવ્યા છે કે મહેસાણા-વડોદરા બાજુથી જમીન ફાટવાનો અવાજ છે.” શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૮૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ વળી દાદા પોતાની તબિયતના સંદર્ભે બોલ્યા : “લોકો ખબર કાઢવા આવે છે. ક્યાંકથી દીકરીને ત્યાં મુંબઈ સમાચાર પહોંચ્યા. દીકરી કહે છે કે હું આવું છું. મેં સમજાવી પણ એની ઇચ્છા છે એટલે ભલે આવતી. શનિવારે આવે છે.” શ્રેયસ સંસ્થામાંથી લાઇબેરિયન રમીલાબહેન ભગત આવ્યાં. જૈનધર્મને લગતી વસ્તુઓનું પ્રદર્શન કરવું હશે. સુપન વિશે દાદા પાસેથી માહિતી મેળવવી હતી. દાદાએ કહ્યું. પહેલાં સુપન લાકડાના હતા. ખરાબ થઈ ન જાય એટલે ચાંદીનું ખોખું ચઢાવાયું. પર્યુષણમાં ત્રિશલાનું સ્વપ્નદર્શન ઉપાશ્રયમાં કઈ રીતે તાદશ થાય છે તે સમજાવ્યું. (રમીલાબહેન ગયાં પછી થોડી વારે) દાદા પોતાના ભૂતકાળની વાતોમાં સરી પડ્યા. તેમની યુવાન વયે જમાનાની અસર પોતાના પર કેવી થયેલી તે યાદ કરવા લાગ્યા. મેઘાણીનાં ગીતોનો પ્રભાવ હતો તેવો સામ્યવાદનો પ્રભાવ પણ રહેલો હતો. ચંદ્ર ભદનું એક કાવ્ય એમને ખૂબ ગમતું હતું તે યાદ કરી કાવ્ય મોટેથી ગણગણવા લાગ્યા. મેં ફરી બોલાવરાવી, લખી લીધું. કાવ્ય સામ્યવાદના પ્રભાવ હેઠળ લખાયેલ હતું. કાવ્ય અધૂરું યાદ હતું પણ મનેય ખૂબ ગમી ગયું. તો આ છે કાવ્ય : ચહ મેં ક્યોં રોકતે હો ચાંદની કો ? ચાંદની કોઈ તુમ્હારી મનછકે અંતઃપુર કી મરક્યુરી લાઈટ નહીં વહ નહીં હૈ મિલ્કત અપની તુમ્હારી તુમ જિસે રખ લો તિજોરી મેં છુપા કર જાતને હો ? ચાંદ સબ કા હૈ સભી કી ચાંદની હૈ સિતારેં કી નહીં હૈ ફૂલ કી હૈ હૈ ન નભ કી, હૈ ધરાકી, ધૂલકી ભી હૈ, ઇસલિયે કહતા હું, સુન લો તોતિંગ જન કે કામનાઓ કે મકબર સિર ઝૂકા દો ઔર ઈસ ચાંદની કો જન જન પર બરસને દો ચાંદની કોઈ તુમ્હારે બાપ કી મિલ્કત નહીં હૈ | આજે દાદાના કાવ્યપઠનનો મને ઓર આનંદ ઊપજ્યો. ત્યાર બાદ દાદા થોડાક દિવસ ઇન્ડોલૉજી આવ્યા નહિ. દીકરી હેમા મુંબઈથી આવેલી હતી તેની સાથે રહ્યા. દીકરી પાંચમી ઓક્ટોબરે ગઈ પછી દાદા ૬ઠ્ઠી ઓક્ટોબરથી આવવા લાગ્યા. તા. ૩-૧૦-૨૦૦૩ આજે હું તથા શ્રી મારા પતિ ચંદ્રકાન્ત) દાદાને ત્યાં ખબર કાઢવા ગયેલાં. હેમાને મેં આજે પહેલી વાર જોઈ. છેલ્લા કેટલાક સમયથી અમે બને જ્યાં જઈએ ત્યાં શુભ મંગલ હો એ શ્રી મકરન્દ દવેએ લખેલું મંગલગીત ગાઈએ. શ્રીને તો જાણે કે આ ગીત ગાવાનું વ્યસન થઈ ગયું છે ! વળી, હમણાં હમણાં ઈન્ડોલૉજીમાં હું દાદાને રોજ ગીત, કાવ્ય કે પ્રેરણાત્મક લખાણ સંભળાવું છું. ત્યાં સાથે બેસનાર પ્રીતિબહેન ૮૬ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #105 -------------------------------------------------------------------------- ________________ પણ ગીત ગાય. આજે અહીં પણ શ્રીએ શુભ મંગલ હો’ ગીત સંભળાવ્યું. પછી મેં કહ્યું : દાદા, હવે હું તમને એક કાવ્ય સંભળાવીશ. ધ્રુવ ભટ્ટ તેના કવિ છે. · શ્રી મશ્કરીમાં કહે : દાદા, એની દવા પીવી પડશે, હું. મેં કહ્યું : જુઓને દાદા, કેવી મશ્કરી કરે છે એ..... દાદા કહે : શા માટે મશ્કરી સમજો છો ? સાચું છે એમ જ સમજો ને. દવા જ છે. ટોનિકની ય જરૂર હોય છે અને શબ્દો ક્યારેક ટોનિક જેવા થઈ પડે છે. પછી મેં કાવ્ય સંભળાવ્યું : “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છો ? આપણે તો કહીએ દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.” તા. ૬-૧૦-૨૦૦૩ ઇન્ડોલૉજીમાં ફોન કર્યો. દાદા આવ્યા છે તે જાણી લઈને ઇન્ડોલૉજી ગઈ. દાદાની તબિયત હવે અમારા વાર્તાલાપો ૫૨ પણ પ્રભાવ પાડવા માંડી છે. બોલવામાં પીડા અનુભવાઈ રહી છે. વાર્તાલાપનો ક્રમ હવે જાણે ઊલટાયો. હવે મારે વધુ બોલવાનું અને દાદા જરૂ૨ કરતાં પણ ઓછું બોલે એવી પરિસ્થિતિ સર્જાવા લાગી. આજે મેં એક Positive attitude દર્શાવતી વિકલ્પ’ નામની વાર્તા વાંચી સંભળાવી. દાદાએ પોતે જે નાનપણમાં ભણેલા અને ખૂબ જ ગમેલી તે કવિતા સંભળાવી. પ્રભુને ગમે તે સા સૌએ સહેવું સદ રાજી રાજી હૃદયમાં રહેવું. કદીયે બકી હામ આમ હૈયે ન હારો ઘણા કષ્ટકારે ઘણું ધૈર્ય ધારો.. સજ્યો ઈશ્વરે વિશ્વનો ખેલ એવો જુઓ માંડવો મેહનો હોય એવો થનારો ઘડીમાં, ઘડીમાં જનારો ઘણા કષ્ટકારે, ઘણું ધૈર્ય ધારો. આ દાદાની તબિયતની ગંભીરતાનો અમને હવે અહેસાસ થવા લાગ્યો છે. જોકે, તબિયત હજુ એવા વળાંક પર આવીને ઊભી નથી કે પાછા ન જવાય. વૈદ્ય હાર્ડીકરની દવાથી થોડો ફેર છે. સ્વાસ્થ્ય પાછું મેળવી શકાય તેવું છે તેવી શ્રદ્ધાની એક નાનકડી જ્યોત સૌમાં પ્રજ્વલિત છે પછી તે વૈદ્ય હોય, દાદા હોય કે દાદાનાં કુટુંબીજનો હોય, કે હું કે પ્રીતિબહેન જેવાં તેમનાં શિષ્યો હોઈએ. કૅન્સરનો રોગ ખૂબ જ ધીરે પગલે આગળ વધી રહ્યો છે. બીજી બાજુ આયુર્વેદ, એલોપથી, હોમિયોપથી જેવાં શાસ્ત્રો એ રોગ ૫૨ સંપૂર્ણ અંકુશ મેળવશે તેવી શ્રદ્ધા લુપ્ત થઈ નથી. કથળતી જતી તબિયતને કારણે હવે અગાઉની જેમ વાતો – વાર્તાલાપો કરવાનો ઓસરતો જતો મૂડ વરતાવા માંડ્યો છે. સ્વાસ્થ્યના સંદર્ભે જે એંધાણીઓ વરતાવા માંડી છે તેનાથી દાદા અને આજુબાજુનાં સૌ પૂરાં સભાન અને જાગૃત છે. જે કાર્યો મનમાં ક૨વા ધારેલાં તેની યાદી કરીને પૂરું કરવાના દૃઢ સંકલ્પનું બળ મૃત્યુને નજીક આવવા દેતું નથી તેવી વાત મેં કરી પણ દાદાને મન તો પ્રભુની શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૮૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું - સ્વીકારી લેવું તે જ સાચી વાત. નાનપણમાં સાંભળેલી - ગમેલી અને હૈયે ધરેલી કવિતાની શીખ જ મનમાં વસે. આમ છતાં, કરવા ધારેલાં કાર્યો ફરી વિચારે. કોને સોંપાય તે વિચારે. જેવી તબિયતની સાનુકૂળતા, તેમ કામ કરતા રહ્યા. એક બાજુ આમ, જીવવા માટેનો અને અધૂરાં કાર્યો પૂરી કરવાનો દૃઢ નિશ્ચય અને એમાંથી જીવન પ્રત્યેનું રહેલું વિધેયાત્મક વલણ – positive attitude – અને બીજી બાજુ ૮૬ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને મૃત્યુ માટે તૈયાર થઈને બેઠેલા એક ગૃહસ્થ તપસ્વીનું આસન - આ બે વચ્ચેની ભેદરેખાઓ જાણે હવે ભૂંસાવા લાગી છે. તા. ૧૬-૧૦-૨૦૦૩ આજે દાદાને હું કપડવંજ જઈ આવી તેની વાત કરી. દાદા તરત જ ત્યાંના આગેવાન જેનોને સ્મરણમાં લાવી બોલ્યા : ત્યાં શાંતિનાથની પોળમાં પદ્મકાન્ત મહેતા રહે છે. બીજા એક બાબુભાઈ છે. તેમની દીકરીનું નામ અંજુ. અંજુએ દીક્ષા લીધેલી. બાબુભાઈના જીવનનો એક પ્રસંગ યંક્યો. કહે: એક વાર બાબુભાઈ જતા હતા તો કપડવંજના બજારમાં એક જૈન પરિવાર ગાડી રિપેર કરાવતું હતું. રિપેરિંગમાં તો ઘણું મોડું થાય તેમ હતું. બાબુભાઈએ આ જોયું અને પૂછુયું: “ક્યાં જશો ?’ જવાબ મળ્યો: “ધર્મશાળામાં’. ‘કપડવંજમાં ધર્મશાળા તો નથી. ચાલો મારે ઘેર. બાબુભાઈ આવા આતિથ્યભાવના અને સાધર્મિક ભક્તિવાળા. ત્યારબાદ કહે: કપડવંજમાં નેમાવાણિયા રહે. તેમણે શત્રુંજય પર મંદિર બંધાવેલું છે. દાદા કોઈ સ્થળની વાત કરતા હોય અને તે સ્થળે જ્ઞાનભંડાર હોય તો તેની વાત કર્યા વિના રહે નહિ. કહે: કપડવંજમાં બે ભંડાર છે. એક કોબા અને બીજો વલભીમાં આપ્યો. અભયદેવસૂરિ જ્ઞાનમંદિરમાં પુસ્તકો તથા લિસ્ટ છે. વળી સ્મૃતિમાં ત્યાંના સરપંચ આવ્યા. કહે: ત્યાં ધનવંતભાઈ સરપંચ હતા. ત્યારબાદ દાદા પોતાની માંદગી સંદર્ભે વાતો કરવા લાગ્યા. કહે: દીકરીને કહી દીધું છે. કોઈ ત્રીસે, કોઈ ચાલીસે, કોઈ સાઠે કે સિત્તેરે જાય છે. મને તો ૮૫ થઈ ગયાં છે. તો હવે રજા આપ. દિવાળીમાં આવવાનું કહેતી હતી પણ મેં ના પાડી છે. લોકો એમ ને એમ ઊપડી જાય છે. ક્યાં મળવા રહેવાય છે? જ્યારે તું તો હમણાં જ રહી ગઈ છે.” “ શેઠ શ્રેણિકભાઈની પણ વિદાય લઈ લીધી છે. સૌ કોઈ મળે છે તેની હવે વિદાય લઉં છું. કહું છું હવે રજા આપો.” (થોડી વારના મૌન પછી) વિપુલભાઈ આવ્યા. કહ્યુંઃ માતાજીની મા શ્રી અનંતાનંદતીર્થ – વહેલાલની) દવા ન કરો. પિતાજીની વૈદ્ય હાર્ડીકર) દવાનું સૂચવ્યું. ઑપરેશન તો નહીં જ તેવો નિર્ણય લેવાયો હતો પરંતુ દુખાવો બહુ થતો ત્યારે ડગી જતો અને કપાવાનો - ઑપરેશનનો વિચાર આવી જતો. પણ આ હાર્ડકર દાદાની દવાથી હવે જિવાય છે. હું જાણું છું કે આ મટતું નથી. આમ જ સહન થાય અને મરી જવાય એટલું ઇચ્છું. પાટણમાં મેં કૅન્સરના દાખલા જોયા છે. કેમો લીધા પછીની વેદના અને કશુંય નહીં કરી શકનાર ઘરનાંની લાચારી તથા ઉપાધિઓ જોઈ છે. આથી, ઑપરેશન તો નહીં જ તેવું નક્કી કર્યું છે. શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૮૮ Page #107 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૧-૧૦-૨૦૦૩ આજે દા બહુ જ હળવા મૂડમાં હતા. બે દિવસથી રોટલી, ખીચડી જમી શકતા હતા. દુખાવો થતો ન હતો. ખૂબ જ વાતો કરી અને કામ પણ સારું થયું. શ્રી ઉદયવિજય કત “શ્રીપાલ નૃપકથા'નું લિમંતર તથા સંપાદનનું કામ મને દાદાએ સોંપ્યું. વિનયવિજયજીનો રાસ આયંબિલની ઓળી દરમિયાન વંચાય છે. વિનયવિજયજીનો અધૂરો રહેલો શ્રીપાળ રાજાનો રાસ યશોવિજયજીએ પૂર્ણ કર્યો હતો, એ વિગત મને જણાવી. આ રાસના સંદર્ભમાં દાદા કહે: બહુ પહેલાં હું જ્યારે આ રાસ વાંચતો ત્યારે વિચાર આવતો કે લખનાર કેવા મોટા સાધુ ?! તેમાં દેવ, દેવી, ભૂત, પ્રેત અને વ્યંતરની વાતો આવે છે. તો તેઓ (રાસના કર્તા) આ બધામાં માનતા હશે ?” રાસમાંની કેટલીક વાતો મારા મનમાં પ્રશ્નો પેદા કરે છે: જેમ કે – એકથી ચાર દેવલોકમાં દેવ તથા દેવી બન્નેનો ઉલ્લેખ છે. તેઓનો વ્યવહાર પણ માનવી જેવો જ છે. આઠમા દેવલોક પછી કોઈ દેવીનું નામ આવતું નથી. આમ કેમ ? છપ્પન દિગ્યુમારિકાઓની વાત આવે ત્યાં નીચલા દેવલોકની દિગ્યુમારિકા જ કચરો વાળતી હોય છે ! આવું કેમ ? મુનિશ્રી પુણ્યવિજય સાથેના એક પ્રસંગનું સ્મરણ દાદાને થયું અને બોલ્યા : “મહારાજજી સાથે જેસલમેરથી રામદેવરા અમે પહોંચ્યાં. એ રાત ત્યાં જ પસાર કરવી પડે તેવી હતી, ઉતારાની જગ્યાએ મેં વીંછી જોયો. મહારાજજીને બતાવ્યો. વીંછી તો સંતાઈ ગયો. પકડી શકાયો નહિ. મહારાજશ્રી કહે : કાંઈ નહિ. ચાલો સૂઈ જઈએ. અંધારું ઘેરાવા લાગેલું. લાઈટ તો હોય જ નહિ. અજવાળું કરી શકાય તેવું કોઈ સાધન પણ નહીં. તો યે રાત આરામથી પસાર થઈ ગઈ.” બીજો આવો જ એક પ્રસંગ. રાજસ્થાનમાં હતા ત્યારે કેટલીક વાર ઊંટ પર એક ગામથી બીજે ગામ જવાનું રહેતું. એક દિવસ એવા સ્થાને જવાનું હતું કે એક જ દિવસમાં ચાલીને પહોંચાય તેમ ન હતું. ઊંટ પર બેસીને જઈએ તો ચાર કલાકમાં પહોંચાય. ઊંટ પર બેઠા. આગળ રસ્તો જોયો તો ભેંકાર. મેં ઊંટવાળાને પૂછ્યું કે રસ્તો તો જોયો છે ને ? ઊંટવાળો કહે કે મેં જોયો નથી પણ ઊંટે જોયો છે. તે લઈ જશે. થોડેક આગળ જતાં ખુલ્લી ખીણ જેવું આવ્યું. ઊંટવાળાને પણ રસ્તો ભુલાયો હોવાનો ભ્રમ થયો. મેં ઊંટવાળાને કહ્યું : હવે અહીં જ સૂઈ જઈએ. ઊંટવાળો કહે કે બાપ રે! આ જગ્યાએ તો મારું ઊંટ કોઈ લૂંટી લેશે તો ? એ વેળા ઊંટ ૩૦૦ રૂ. નું આવે. મેં કહ્યું કે બીજું ઊંટ લેવાના પૈસા હું આપીશ. મનમાં બોલ્યો : તારું ઊંટ જશે તો મારા ખિસ્સામાંના પૈસા લૂંટી જ લેશે ને? આખરે ત્યાં રસ્તા પર જ સૂઈ ગયા. સૂઈ જવા માટે ઊંટવાળાએ ઊંટ પર મૂકેલી ગોદડી મારા તરફ ફેંકી.” થોડી વાર પછી દાદા બોલ્યા: એ સમયે મારી ઉંમર ૨૫ વર્ષની હતી. આવો જ એક બીજો પ્રસંગ દાદા સ્મરે છે : રસ્તે ચાલતાં ચાલતાં એક વાર નદીમાં ઊતર્યા. સામે કાંઠે જઈને કોઈને રસ્તો પૂછીશું તેવી ગણતરીએ ચાલવા લાગ્યા. દૂર એક તાપણું સળગતું હતું. દૂરથી ભસતા ભસતા કૂતરા નજીક આવ્યા. વણજારાનો એ પડાવ હતો. પડાવ પાસે પહોંચ્યા. તેઓએ રસ્તો બતાવ્યો. પણ ડર રહે કે પહેરેલાં કપડાં કોઈ રાત્રી દરમિયાન શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૮૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ ઊતરાવી લેશે તો ? એ સમયે કામ માટે રાત્રે પણ મુસાફરી કરતો હતો એટલું જ કહેવાનું. આઝાદીની લડત ચાલતી હતી. ‘અર્જુન' નામે એક છાપું તે સમયે બહાર પડતું હતું. એમાં આટલા મુસલમાનો માર્યા, આટલા હિન્દુઓ મરાવા – આવી વાતો છપાયા કરે. લોકો વાતો કરે કે આપણે હિન્દુઓએ પણ ચખુ રાખવું – હથિયાર રાખવું. આવી વાતોની અસર હેઠળ મેં પણ એક ચખુ ખરીદું. એ ચપ્પાથી કોઈ મરી જાય તેમ હતું નહિ. સામાન્ય ઈજા કદાચ થાય. મારે માટે એવો પ્રસંગ આવ્યો જ નહીં પણ મેં હથિયાર રાખ્યું છે એવો મનમાં આધાર રહ્યો હતો ખરો એ વખતે. ઈ. સ. ૧૯૪૭ના સમયની વાત છે: ભાગલા પછી થયેલી હિજરત અને કોમી રમખાણોનો એ સમય. હું ત્યારે જોધપુર હતો. આવા સમયે વતનમાં કુટુંબ સાથે ઘેર હોઈએ એ વધુ હિતાવહ એમ વિચારી હું જોધપુરથી વતનમાં આવવા નીકળ્યો. મારવાડ જંક્શને આવ્યો. અજમેરથી બેઠેલાં મુસ્લિમ કુટુંબો પાકિસ્તાન જવા આ ટ્રેનમાં બેઠાં હતાં. મારવાડના આગલા સ્ટેશન હરિપુરમાં જ તેઓની કતલ કરવામાં આવી હતી. મારવાડ ટ્રેન આવી, તે ખાલી હતી. ટ્રેન લોહીથી લથબથ. ટ્રેન ધોવાઈ. પછી એમાં બેસીને જ ઘેર આવવું પડ્યું. ઘર સુધી પહોંચતાં અજંપો, ઉચાટ અને ડર સતત રહ્યા. રાજકુમાર જૈન પાકિસ્તાનમાં રાજમહેલ જેવી જગ્યા, જમીન, દોલત બધું છોડીને હાથેપગે અહીં આવેલા. આ જ રીતે લાહોરથી શાંતિલાલ ખિલૌનાવાળા અહીં આવેલા. આ બન્નેએ વર્ષો બાદ બી. એલ. ઇન્સિટટ્યૂટને ૨૫-૨૫ લાખની રકમનું દાન કર્યું છે. એક વાર મેં શાંતિલાલ ખિલૌનાવાળાને કહ્યું – દેખો હમારી કિસ્મત ! મેં યહ દિલ્હી ત્યારે હું મૃગાવતીશ્રીજી સાથે લિસ્ટ બનાવવાનું કામ કરતો હતો.) બેટી બમ્બઈ ઔર બીબી અમદાવાદ મેં કૈસી હૈ મેરી ગૃહસ્થી ! ! ! શાંતિલાલ કહે: “સોચો નહીં. મેં યહાં આયા તબ દો સાલ તક મેરી ગૃહસ્થી રહી હૈ યા નહીં ઉસકા પતા ભી નહીં ચલા થા ?” તા. ૩૦-૧૦-૨૦૦૩ દાદાની આજે તારીખ પ્રમાણેની વર્ષગાંઠ. મેં એમને “હેપ્પી ન્યૂ યર’ અને ‘હેપ્પી બર્થ ડે' કહ્યા. દાદા આછું મલક્યા. તબિયતના સમાચાર પૂછ્યા તો કહે, “સારું છે.” પગ દુખવા લાગ્યા હતા તેથી ચિંતા થઈ હતી પણ ભત્રીજો કહે કે મણિનગર સુધી ગયા તેથી થાય છે. મણિનગર હું દવા લેવા ગયેલો. મારા સમાચાર પૂછ્યા. મેં કીધું કે બપોરે ઊંઘ આવે તો રાત્રે જાગીને કામ થાય છે. ઊંઘ આવે ત્યારે રોકી શકાતી નથી. કોઈની હાજરીમાં પણ ઊંઘી જવાય. આ સાંભળી દાદા કહે : શાસ્ત્રમાં નિદ્રાના પ્રકારો કહ્યા છે તેમાં એક થીનદ્ધિ પ્રકારની છે. ક્ષણમાં આવે અને ક્ષણમાં જાય થીનદ્ધિ નિદ્રા. બાળક જેવી ઊંઘ કહેવાય. ઊંઘના આ પ્રકાર સાથે એમને આવી ઊંઘવાળા ડભોઈના ખૂબચંદ પાનાચંદ યાદ આવ્યા. એમની વાતો કહેવા બેઠા. ખૂબચંદભાઈએ પોતે જ પોતાની આ અંગત વાત દાદાને કરેલી. ખૂબચંદ પાનાચંદ ડભોઈના. વડજ ગામની તમામ જમીન એમને ત્યાં ગીરે રહેલી. ડભોઈનું “મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર' એમણે બંધાવેલું. એમના પિતાશ્રી પાનાચંદને બે ભાઈઓ. એક બાપાલાલ તથા બીજા ભાઈએ ૯૦ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લીધેલી. તેઓનું દીક્ષાનામ જંબુસૂરિ. ધંધો ત્રણે વતી ખૂબચંદભાઈ સંભાળતા. કાબેલ માણસ. એક વાર વાયદાનો વેપાર કર્યો અને પૈસા ખોયા. એ જમાનો ઈજ્જતનો. તિજોરીમાંથી પૈસા લઈને ચૂકવી દીધા. બાપાલાલકાકાને ખબર પડી. સ્ત્રી બાળકોની હાજરીમાં જ કાકાએ એક થપ્પડ મારી. એ વખતે તો તેઓ ચૂપ રહ્યા. સૌની હાજરીમાં ખાધેલી થપ્પડનું અપમાન ભારે હતું. કોઈ ન ઓળખે તેવી જગાએ ચાલ્યા જવાનું નક્કી કર્યું. છેક કલકત્તા પહોંચ્યા. ધર્મશાળામાં ઊતર્યા. જૈન ભૌજનશાળામાં જ જમે. કારણ કે એમનું ઘર ધાર્મિક આચાર-વિચાર પાળવામાં ચુસ્ત હતું. ઘરના બધા દર્શન-સેવા-નવકારશી રોજ કરે. કંદમૂળ ન ખાય. ખૂબચંદભાઈ પોતે પણ ધાર્મિક કલકત્તામાં અંગ પરની વીંટી વેચી દીધેલી. કલકત્તામાં પણ પૂજા નિયમિત કરે. થોડાક દિવસ એમને દર્શનપૂજાએ આવતા જોઈ તથા તેમની ભદ્ર આકૃતિ દેખી કોઈકે એમની પૂછપરછ કરી, નોકરીની શોધમાં છે અને દેશમાંથી ગુજરાતથી) આવ્યા છે જાણી, પેલા ભાઈએ એક શેઠનાં નામઠામ આપી, નોકરી માટે ત્યાં જવાને સૂચવ્યું. આપેલા સરનામે ગયા. નોકરી મળી ગઈ. ખૂબચંદભાઈ નોકરીના સ્થળે કામ કરતાં કરતાં શ્રીનદ્ધિ નિદ્રા લે. શેઠ બોલાવે એટલે જાગી જાય. ચીંધેલું કામ કરે. ફરી પાછા ઝોકે. શેઠને થયું : “માન, ન માન. આ કોઈ સુખિયો જીવે છે. સંજોગોનો માર્યો નોકરી કરવા આવ્યો લાગે છે. પૂછપરછ કરતાં સાચી વાત જાણી અને પછી શેઠે ડભોઈ એમનાં કુટુંબીજનોને ખૂબચંદભાઈના સમાચાર આપ્યા. આ બાજુ કુટુંબીજનોએ ઘણી શોધખોળ કરેલી. ગુજરાત આખું ફેંદેલું પણ કલકત્તાનો ખ્યાલ ક્યાંથી આવે ? ગામ આખામાં હાહાકાર થયેલો. આપઘાત કર્યો હશે એવી શંકા. ઘરનાંએ તો કલ્પાંત કરેલું. આ સુખદ સમાચાર જાણીને કુટુંબીજનો આવીને લઈ ગયાં. પરંતુ, આવ્યા બાદ તેમણે ક્યારેય તિજોરીની ચાવી હાથમાં રાખી ન હતી. દાદાએ જણાવ્યું કે પોતે ડભોઈમાં મુક્તાબાઈ જ્ઞાનમંદિરમાં એક વર્ષ નોકરી કરેલી એ પછી જ્યારે જ્યારે તે જ્ઞાનમંદિરના કામે દાદાને બોલાવવામાં આવતા ત્યારે તેઓ ત્યાં ગયેલા છે. દાદા પોતાની કારકિર્દીની શરૂઆતનાં વર્ષોની વાત કરવા લાગ્યા. ડભોઈના ખૂબચંદભાઈની વાત પરથી ડભોઈ પહેલાંની નોકરીની વાતો યાદ આવી અને કહેવા લાગ્યા. પાટણના જ્ઞાનભંડારમાં સત્તરમે વર્ષે નોકરી શરૂ કરેલી ત્યારે પગાર મહિને નવ રૂપિયા હતો. ૧૮મે વર્ષે લગ્ન થયાં. ટ્રસ્ટી નગીનભાઈ કરમચંદ સંઘવીના દીકરા મુંબઈથી આવે અને બધો રિપોર્ટ લે. એક વાર પૂછ્યું – “એકાઉન્ટ કોણ રાખે છે ?” મેં જણાવ્યું: “હું રાખું છું.” આમ કહી બધું બતાવ્યું. એ પાછા ગયા ત્યારે કહીને ગયેલા કે આ છોકરાનો એક રૂપિયાનો પગાર વધારી આપવો. માંગ્યા વિનાનો આ એક રૂપિયાનો પગારવધારો ખૂબ જ આનંદ આપી ગયેલો. મારા કામ માટેની સૌથી પહેલવહેલી એ કદર હતી ને! દરમિયાનમાં જંબુસૂરિ મહારાજ સાહેબે પૂછ્યું: “ડભોઈ જાય?” “હા.” મેં કહ્યું. ડભોઈમાં પગાર રૂપિયા ૫૦ હતો. વીરચંદ માસ્તરે મને સમજાવ્યું કે ત્યાં તને નહિ ફાવે તો ? પણ મેં કહ્યું: “હું ફવરાવીશ.” માસ્તરે ફરી કહ્યું: “મહિનાની રજા લઈને જા.” પણ હું તો ગયો. જોકે, જતાં પહેલાં શ્રી કમલસૂરિનો ભંડાર' પંજાબથી આવેલો તેને ચેક કરવાનું શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૯૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ કામ બાકી હતું તેથી એ કામ પૂરું કરી, મહિના પછી ડભોઈની નોકરીમાં જોડાયો હતો. ડભોઈ ગયો ત્યારે ખૂબચંદભાઈએ કહ્યું: મારે આટલું મોટું ઘર છે. તમે શું ભારે પડવાના ? ડભોઈમાં મનાપોળ ચકલામાં એમની હવેલી, એમાં રૂમ આપ્યો. કૂવો ત્યાં હતો. એ જમાનામાં પૈસાનાં બે બેડાં પાણી ભરી આપતા. એક મહિનો એમની સાથે રહ્યો. એ જમાનાની લોકોની મનની મોટાઈ મારા જેવા સામાન્ય માણસના વ્યવહારમાં પણ ચરિતાર્થ થતી હતી. દાદા પાછા ખૂબચંદભાઈના વ્યક્તિત્વ વિશેની વાતો કરવા લાગ્યા : ખૂબચંદભાઈ મારી પાસે આવે. ખૂબ જ પ્રશ્નો પૂછ્યા કરે.” મેં દાદાને પૂછ્યું: “દાદા, કેવા પ્રકારના પ્રશ્નો હોય ?" દાદા : નિગોદ વિશે હોય. પૂછે કે નિગોદ કોણે બનાવી ? શા માટે અમુક જીવ ભવ્ય અને અમુક અભવ્ય ? મને તો આવા પ્રશ્નોના જવાબ આવડે નહિ, પણ એમને તો ગણધરોની પેઠે , થયા કરે. હું મહારાજજીને તે અંગે પૂછું. રસીલા : ધધ, પુણ્યવિજયજીના જવાબો મને તો કહો. દાદા : “અનાદિ-અનંતથી બધું છે. અન્ય શાસ્ત્રોથી આપણું શાસ્ત્ર આ બાબતે જુદું પડે છે.” હિંદુધર્મમાં સૃષ્ટિના સર્જનહારની વિભાવના છે. થોડીક વાર ચૂપકીદી, પછી કહેવા લાગ્યા: “બહુ વિચારતાં મને લાગે છે કે શા માટે બધું જ જાણવાનો આગ્રહ રાખવો ?" થોડી વાર પછી) દાદા : “તમે આજે આવ્યા એ પહેલાં મનમાં એક વિચાર ચાલતો હતો....... અગાઉ જેનો ખેતી કરતા હતા. હજુ આજે પણ કચ્છમાં જેનો ખેતી કરે છે. ભગવાનના જમાનામાં દસ ઉપાસકો ગોકુળવાળા હતા. એક ગોકુળ બરાબર ૧૦% ગામો થાય. પાછળથી ખેતીને હિંસા સાથે જોડક્વામાં આવી. એમાં પાપ જોવાયું. એટલે ખેતીમાંથી ધીરધાર આવ્યું. વાણિયા જાતે કશું કરે નહિ. જેની ગાય-ભેંશ ગીરવે લીધી હોય તેને જ કહેઃ “તારું ડોનું દોહવા દેતું નથી. તો દોહી જજે.” પછી સાથેસાથે કચરો કઢાવી લે. છાણ-વાસીદું, વાસણ બધું કરાવી લેવામાં આવે. ખોટા આંક ગણાવે. સત્તર પંચા પંચાણું પંચશીને બદલે પંચાણું ગણાવે !) એમાં બે ઉમેર. સત્તાણું થયા – તેને બદલે બોલે – સોમાં બે ઓછા. આમ, આવો ખોટો હિસાબ ગણાવે. એ લોકો ધીરધારમાં ખાય, પીએ અને જલસા કરે. પેલા લોકો મજૂરીમાંથી ઊંચા જ ન આવે. અંગ્રેજોએ આવીને આવું જ કર્યું. પછી તો જેટલાં ગામ એટલા ઠકુરો – જમીનદારો. જૈનો જ્યાં રહે ત્યાં ભવ્ય દેરાસર બંધાવે, ઉપાશ્રય બંધાવે, સાધુઓની બધી જ સગવડો સચવાય તેનું બરોબર ધ્યાન રખાય. સાધુઓ વિહાર કરે ત્યારે સાથે સામાન ઊંચકનાર માણસ પણ મોકલાય. સાધુઓએ ખેતીમાં હિંસાને કારણે ખેતીને પાપ ગણી હોવાથી ખેતી બીજા પાસે કરાવતા પણ જરજમીન સાચવવા બંદૂક રખાતી ! તેઓ ઘોડે ફરતા. મને લાગે છે કે કદાચ આ સુંવાળી જિંદગીને કારણે જ જૈનોમાંથી ખડતલપણું તથા સાહસના ગુણો ઓછા થતા ગયા. એક જમાનામાં જેનો યુદ્ધમાં પણ જતા. રાજ્યસત્તાનાં સૂત્રો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના હાથમાં રાખતા. પણ પછી એ શૌર્ય ઓસરી ગયું. પરિવર્તન સંસારનો નિયમ છે. ગણોતધારો આવ્યો. ખેડે તેની જમીન એ કાયદો એટલે હવે ખેતીના શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #111 -------------------------------------------------------------------------- ________________ ધંધામાંથી બરકત ગઈ. કેળવણીની અનિવાર્યતા સમજાઈ. એટલે તેઓએ એન્જિનિયર, ડૉક્ટર તથા હવે કમ્પ્યૂટર જેવાં અન્ય ક્ષેત્રોને અપનાવ્યાં. ડભોઈની વાતનો તંતુ મેં જ એક પ્રશ્ન કરીને ફરી જોડ્યો. પ્રશ્ન : દાદા, ડભોઈ છોડવાનું મુખ્ય કારણ શું હતું ? દાદા : પત્ની સાતમે મહિને સુવાવડે ગઈ. આઠ મહિના એકલા રહેવાનું હતું. જાતે રસોઈ કરવી પડે. બધો સમય ઘરકામમાં આપવો પડે. એટલે થયું કે ભંડારનું કામ અને ઘરકામ બન્ને મને નહિ ફાવે. એટલે જ્યારે સીમંતપ્રસંગે હું પાટણે ગયો પછી ડભોઈ પાછો ન આવ્યો. એ વખતે ઉંમર કેટલી ? પ્રશ્ન દાદા : ૨૫ વર્ષ પ્રશ્ન : અત્યારે મુંબઈ ૨હે છે તે એ વખતની દીકરી ? દાદા : : ના રે ના. એ તો ગુજરી ગયેલી. એ હોત તો આજે તમારા જેટલી ૬૦ વર્ષની હોત. પહેલા ખોળાની એ દીકરી. ત્યાર બાદ મણિનગર રહેતાં હતાં ત્યારે બે દીકરા થયેલા. એક દીકરો બે મહિનાનો થઈ ગુજરી ગયો. બીજો મરેલો જ જન્મેલો. જોશીએ જન્માક્ષર જોઈને ભાખેલું જ કે અલ્પસંતિ છે. દીકરી ગુજરી ગઈ પછી બાર વર્ષ સંતતિ ન થઈ. તે સમયે કામ અર્થે હું બહાર વધુ રહ્યો હતો. આજે જે દીકરી છે તે છેલ્લી અને એ જીવી ગઈ. નામ એનું હેમી-હેમા. મણિનગર હતાં ત્યારે એ જન્મેલી એ પછી આ વાડજનું ઘર બન્યું અને અહીં આવ્યાં. દાદા, આજે જીવન કેવું લાગે છે ? કશો અસંતોષ ખરો ? જરા ય નહિ. હું કાંઈ પૈસાદાર ઘરમાં જન્મેલો તો ન હતો, કે પૈસા મળ્યા – ન મળ્યાનો અસંતોષ રહે. પાંચમું ધોરણ ભણેલો. છઠ્ઠામાં આવ્યો ત્યારે વાગોળના પાડામાં કેસરબહેન જ્ઞાનમંદિર બન્યું. તેમાં જંબૂસૂરિએ મને નોકરીએ રાખેલો. આજે થાય છે કે કેસરબહેન જ્ઞાનમંદિર' જાણે મારે માટે જ બનેલું ! નોકરીની શરૂઆત કેવી હતી ? કયાં કામો પ્રારંભે કરેલાં ? કેસરબહેન જ્ઞાનમંદિર બન્યું. એના બંધાવનાર હતા શ્રી નગીનદાસ કરમચંદ સંઘવી. એમનો એરંડાનો વેપાર અમદાવાદ, પાટણ, હારિજ વગેરે સ્થળોએ પેઢી ચાલતી. એમણે જ્ઞાનમંદિર બંધાવ્યું. એની સાથે પુસ્તકો મૂકવા માટે કબાટો પણ આપેલાં. એ જમાનામાં સાધુ ભગવંતો વિહાર કરે ત્યારે પોતાના સ્વાધ્યાય માટે ખપના ન રહ્યા હોય અથવા તો ભવિષ્યમાં ખપ પડવાનો છે તેવી સામગ્રી શેઠ લોકોના ઘેર મૂકીને જાય. હવે એ બધું જ્ઞાનમંદિરનાં કબાટોમાં રહેતું. તે તે સાધુ ભગવંતનાં પુસ્તકો અલગ અલગ તે તે કબાટોમાં રહેતાં. કબાટોની ચાવી એક સ્થળે રહે. સાધુભગવંત માંગે ત્યારે ખોલીને આપવામાં આવતું. કચ્છ-ગિરનારની મહાયાત્રા થયા પછી એનું ઉજમણું થયેલું. ત્યારબાદ આ જ્ઞાનમંદિર બંધાવેલું. પહેલાં શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં પ્રશ્ન : દાદા : પ્રશ્ન : દાદા : ૯૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ પહેલાં તો આ કબાટોની ચાવી હું રાખતો અને જોઈએ ત્યારે સાધુભગવંતોને તેમનાં પુસ્તકો કબાટ ખોલીને આપતો. શ્રી જંબુસૂરિ મહારાજનાં ૧૨ કબાટો પુસ્તકોથી ભરેલાં હતાં. તેઓ ડાયરી રાખતા. આ હું રાખું છું તેવી. (આમ કહી ખિસ્સામાંથી ડાયરી કાઢીને બતાવી.) – નાની એ ડાયરીમાં ઝીણા અક્ષરે ચોપડીઓનાં નામ લખેલાં હોય. તેઓને આના ઉપરથી એક મોટા ચોપડામાં પુસ્તકનું નામ, લેખકનું અને પ્રકાશકનું નામ લખી આપે તેવું કોઈક જોઈતું હતું. આથી, મોહનકાકા (મોહનલાલ ભોજક)ને વાત કરી કે આવું કામ કોઈ કરી શકે તેવું હોય તેને મોકલી આપો. મોહનકાકાએ મને પૂછયું. મેં હા પાડી. મને એ લઈ ગયા. અક્ષરો જોયા. મહારાજ સાહેબે અક્ષરો પાસ કર્યા પછી મને ધર્મશાળાના એક રૂમમાં બેસાડ્યો. પેન, ડાયરી અને ચોપડીઓ આપી નકલ કરવાને જણાવ્યું. આ પહેલી વાર મેં કેવી ભૂલો કરી હતી તે જણાવું. “ઓઘનિર્યુક્તિ' શબ્દ વાં. થયું કે લખવામાં કશીક ભૂલ લાગે છે. સુધારીને લખ્યું: ‘ઓઘાની યુક્તિ મહારાજસાહેબે નકલ જોઈ ત્યારે આ શબ્દ સુધરાવ્યો. મારું આ કામ જોયા બાદ, મહારાજ સાહેબ કહે: “આ બહુ ઝીણા અક્ષરો છે. તને પુસ્તકો પરથી નકલ કરવાનું ફાવશે ?” હા ભણી. આ મારું પહેલું કામ. પગાર ૯ રૂપિયા. સમય ૧૨થી ૫ નો. ચોપડીઓ કાઢી, એના પરથી લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું. ક્યાંક સમજ ન પડે કે કર્તા કોણ છે? મહારાજ તો હવે વિહાર કરી ગયેલા. શ્રી જશવિજય મહારાજ ત્યાં. તેમને પૂછું. હું ત્યારે માર્ગોપદેશિકા તો ભણેલો, પણ જો મને લખતાં શંકા જન્મે તો પૂછી લઉં. સમય આમ તો ૧૨થી ૫ નો પણ હું તો રાત્રેય ત્યાં જ રહેતો. ઘર કરતાં ત્યાં સારું હતું. લાઈટ, પંખો, ઘડિયાળ બધું જ હતું. મોડે પણ કામ કરતો. પોથી કાઠું, ટીકાકાર, ભાષ્યકાર વગેરેનાં નામ શોધું. સમજ ન પડે કે પૂછી આવું. પ્રશ્ન : અમદાવાદ ક્યારે આવેલા ? દાદા : અમદાવાદ અમદાવાદ સૌથી પહેલાં જોવા મળ્યું એની વાત કરું તમને. (દાદા આજે વાતોના સરસ મૂડમાં છે.) બન્યું એવું કે શ્રી જંબુસૂરિ અને શ્રી રામચંદ્રસૂરિ બને ગુરુભાઈઓ થાય. એ બન્નેની ઉપાધ્યાયપદવી અમદાવાદમાં હતી. એ વખતે ધીરુબહેન તરફથી કાળુશીની પોળમાં આ નિમિત્તે અષ્ટાલિકા મહોત્સવ થયેલો. આ પ્રસંગે મેં પહેલી વાર અમદાવાદ જોયું. પ્રશ્ન : કેવું લાગ્યું ? દાદા : બહુ મઝાનું. પાટણ તો ઘરમાં લાઈટ ન હતી. અહીં અમદાવાદમાં તો શેરીઓમાં અને રોડ પર પણ વીજળીના દીવા જોવા મળે. જોકે, એ વખતે આખું અમદાવાદ જોયેલું નહિ ! કાળુશીની પોળથી વિદ્યાશાળા સુધી માંડ ગયો હોઈશ. ભૂલા પડી જવાની બીક લાગે. અહીં પણ મહારાજ નકલનું કામ આપે. મહારાજે અહીં જ મારી સાથે ડભોઈ જવાની વાત વિશે પૂછેલું, અને મેં હા પાડેલી. કહેલું : ડભોઈ જોયું તો નથી પણ જોઈશ.’ પ્રશ્ન : તો દાદા, તમે ૧૭મે વર્ષે જ્ઞાનમંદિરમાં નોકરીએ લાગ્યા. પછી ૧૮મે વર્ષે તમારાં લગ્ન થયેલાં, નહિ ? દાદા : હા. ૯૪ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : મને યાદ આવ્યું કે એમણે હમણાં થોડી વાર પહેલાં કચ્છ ગિરનારની યાત્રાનો ઉલ્લેખ કરેલો. એ વિશે મને જાણવાનું મન થયું તેથી પૂછ્યું. દાદા, તમે થોડી વાર પહેલાં કચ્છ-ગિરનારની યાત્રાની વાત કરતા હતા તેની શી વાત હતી ? તમે એ યાત્રા કરેલી ? દાદા એ જમાનામાં પાલિતાણાના બારોટો સાથે સંઘને વાંધો પડેલો. આ ઝઘડાને કારણે પાલિતાણાની જાત્રા કરવાની સંઘે ના પાડેલી. આથી સંઘ કાઢવો હોય તો પાલિતાણા સિવાયના કોઈ તીર્થનો કાઢે. શ્રી નગીનદાસ સંઘવીની સંઘ કાઢવાની ભાવના. પાલિતાણા બંધ તેથી કચ્છ તથા ગિરનારની યાત્રાનો સંઘ કાઢવાનું નક્કી થયું. નેમિસૂરિનો આ સમય. ખાસ્સી મોટી સંખ્યાનો આ સંઘ ! જેને આવવું હોય તેને છૂટ. માત્ર તે ચાલી શકતા હોવા જોઈએ ! સંખ્યાની લિમિટ નહીં. પ્રશ્ન : દાદા : તમે ગયેલા ? ના, મારાં દાદી અને બહેન ગયેલાં. હું એ વખતે ૮કે ૧૦ વર્ષનો, ઉંમ૨ને કા૨ણે હું નાનો પડ્યો તેથી ન જવાયું. મને જવાનું તો ખૂબ મન. પણ પછી એટલું ફર્યો છું કે એ યાત્રાએ ન જવાનો વસવસો રહ્યો નહિ. આ સંઘયાત્રાનું વર્ણન ‘કચ્છ-ગિરનારની મહાયાત્રામાં છે અને તે હું ભારે ૨સપૂર્વક વાંચી ગયેલો. સંઘની ટપાલવ્યવસ્થા અદ્ભુત. જ્યાં જાય ત્યાં સંઘ પેઢીએ ટપાલનો થેલો આપે. ત્યાંથી તે પાટણ આવી જાય. છ'રી પાળતાં, ચાલતાં સંઘ જાય. નગીનભાઈને બીજા બે ભાઈઓ. એમનાથી મોટા સરૂપચંદ. એમનાથી નાના મણિભાઈ. નગીનભાઈ જ્યાં ઊતર્યા હોય ત્યાં મોભા પ્રમાણે ગામને આપવું પડે તે છુટ્ટે હાથે આપે. સરૂપચંદભાઈ કહે કે આ રીતે આપશો તો પહોંચાશે નહિ. આથી કમિટી સમક્ષ દરખાસ્ત મુકાશે અને કમિટી નક્કી કરશે એમ તમારે કરવું. સિંધિયા સ્ટીમ નેવીગેશનવાળાનું ગામ આમ તો યાત્રાના માર્ગમાં બાજુમાં રહી જાય. (દાદાને ગામનું નામ યાદ આવતું નથી) ગામ નાનું. વિનવણી કરી; “અમારે ગામ ન આવો ?'' નક્કી થયું. પૂછ્યું : “જમણમાં શું લેશો ?”’ સૂચન કરાયું : બાજરીના રોટલા, અડદની દાળ. એ જમાનામાં સંચા નહિ તેથી જુદે જુદે ગામ લોકોને દળવા આપવું પડતું. જમાડ્યા. પણ આજે વિચારું છું ત્યારે લાગે છે કે આ બધું કરવું કેટલું અઘરું છે ! યાત્રાનો રૂટ હતો – પહેલાં ભદ્રેશ્વર જવાનું હતું. રાધનપુર, સાંતલપુર, આડિસર, ભચાઉ, અંજાર અને ભદ્રેશ્વર. પછી ગિરનાર ૫૨ જે” બોલાવી. પ૦૦ સાધુઓ સાથે હતા. પાંચ મહિના અને ચાર દિવસ થયા. ગિ૨ના૨ યાત્રા થયા બાદ લોકો હવે બીજે કોઈ સ્થળે જવા રાજી નહીં. ઘણો વખત થયો હોવાથી ઘ૨નો ઝુરાપો. ઘ૨આતુર લોકોને સ્પેશ્યલ ટ્રેનો દોડાવીને ૨૪ કલાકમાં પાટણ પહોંચાડ્યા. પાછા ફરતાં મોરબી, મહેસાણામાં બાકીના લોકોનાં સ્વાગત થયાં. આવ્યા બાદ ઉજમણું થયેલું. (દાદા તો યાત્રામાં ખોવાઈ ગયા જાણે ! મેં ફરી ડભોઈનો તંતુ પ્રશ્ન પૂછીને સાંધ્યો.) પ્રશ્ન : દાદા, ડભોઈ છોડચા બાદ શું કર્યું? દાદા : જંબૂસૂરિ મહારાજે મને પૂછ્યું : જાતિઓ મારવાડમાં પોતાની પાસેનાં પુસ્તકો વેચી દે છે. તું એ કામે મારવાડ જઈશ ? ત્યાં તારે ગામેગામ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ' ૯૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ ફરવાનું. એ લોકોને મળવાનું. એક વેંત પુસ્તકોના ઢગલાના ૨૫ રૂપિયા ઠાવવાના. આટલું કહી તેઓએ મને કયાં પુસ્તકો લેવાં જેવાં અને એ બધું કેવી રીતે જોઈને નક્કી કરવું એની સમજણ આપી. આ રઝળપાટ કેવો લાગ્યો ? પ્રશ્ન : ન દાદા : બહુ જ મઝા આવી. દસ વર્ષની ઉંમરથી દર વર્ષે પાલિતાણા જવાનું બને. પાટણ બહાર તે સિવાય ડભોઈ અને અમદાવાદ જોયેલાં. આ પહેલી વાર ફરવાનું મળ્યું. અજમેર, બ્યાવર એમ ઘણે સ્થળે ફર્યો. એવો મુક્તવિહાર મને ખરેખર ખૂબ જ ગમ્યો. ન ખાવાપીવાની ચિંતા, ન પૈસાની ચિંતા, કચ્છગિ૨ના૨ ભલે ન જવાયું. અહીં આ સમયે તો એનું સાટું વળી ગયું. પુસ્તક ખરીદીના તથા નિજી ખર્ચના પૈસા મળતા હતા. હસ્તપ્રતો ખરીદતો. ખરીદતાં ખરીદતાં જ એને જાતે જ ઉકેલતાં શીખ્યો. અહીં તો પ્રત જોઈને જ લેવા-ન લેવાનો જાતે જ નિર્ણય કરવાનો હતો. જૈન ગ્રંથો જે સૌથી જૂના અને પૂર્ણ કૃતિ હોય તે જ લેવાના હોય તેથી સંવત ઉકેલવાની. પૂરું હોય તે જ લેવાનું. આમ, આ ક્ષેત્રના સૌ પ્રથમ ગુરુ શ્રી જંબૂસૂરિ બન્યા. મારવાડથી પુસ્તકો લાવું, ડભોઈ આવું, મૂકું. ફરી – મારવાડ ઊપડું, પાટણ ન જઉં. પાટણ એ વખતે સાત મહિને ગયેલો ! આટલી વાત કર્યા બાદ દાદાએ એ જમાનાની સરસ વાત કરી. કહે : એ જમાનામાં લોકો પરસ્પર મળવા માટે અમુક ચોક્કસ દિવસ ઠરાવે. આવો દિવસ મોટે ભાગે દિવાળી પછીનો કોઈક દિવસ રહેતો. ડભોઈ, પાદરા, છાણી અને કપડવંજવાળા એકબીજાને કહેવરાવે: અમે તમારે ત્યાં આવીએ છીએ.' ગાડામાં સૌ જાય. આ એક પ્રકારનો વ્યવહાર. સાથે નાસ્તો લીધો હોય. દાદા એક વાર ડભોઈ હતા. ત્યારે છાણીનો સંઘ આવી રીતે આવેલો, મેં દાદાને આ અંગે વિશેષ પૂછ્યું તો જણાવ્યું કે – એકબીજાના પરિચયમાં રહેવા માટે આવો સંઘ નીકળે. એ જમાનામાં યાત્રાની અગવડો તેથી આ રીતે સમૂહમાં જવાનું. એક સમૂહ બીજે ગામ તેમનાં સગાં રહેતાં હોય તો જ તેમાં જોડાતા. સામાજિક વ્યવહારોની આ રીત જાણવાનું મને ગમ્યું. તા. ૩-૧૧-૨૦૦૩ દાદા હંમેશાં ખિસ્સાડાયરી રાખતા. મેં જોવા માગી. એમાં અગત્યના ફોન નંબરો તથા એડ્રેસ ઉપરાંત ‘રેડી રેફરન્સ’ જેવા હાથવગા સંદર્ભોની નોંધ હતી. જેમકે – જુદી જુદી સંવતોને એકમેકમાં કેવી રીતે ફેરવાય તેનાં કોષ્ટક, ઇતિહાસના તબક્કાઓનો સમય (જેમ કે પૂર્વ મધ્યકાળ – ઈ. સ. ૧થી ૧૩મો સૈકો), ભગવાનનાં નામ તથા તેઓનાં લાંછન, અષ્ટ પ્રાતિહાર્યનાં નામ, લોગસ્સનાં પદોમાં નવધા ભક્તિ, સૌથી સરસ સામગ્રી હતી – એમનાં પ્રિય અવતરણો, વાક્યો અને કાવ્યપંક્તિઓની નોંધ. મેં આ અવતરણોમાંનાં કેટલાંક મને ગમ્યાં છે તે મારી નોંધપોથીમાં ઉતારી લીધાં. આ અવતરણો દાદાની આંતરિક રુચિને પ્રકટ કરે છે તે આ પુસ્તકમાં અંતે (આવરણ ૫૨) મૂકવામાં આવ્યાં છે. ૯૬ તબિયતની વાત નીકળતાં જણાવ્યું કે: “આજે દહીંવડી થોડીક ખાધી, એની સાથે ત્રણ રોટલી પણ ખવાઈ છે.” આજના કામમાં ‘આદિનાથવીનતી' નામની કૃતિનું સમયનિર્ધારણ કરવાનું હતું. આ કૃતિ સં. ૧૫૦૦ની શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #115 -------------------------------------------------------------------------- ________________ હોવાનું પોતે કેવી રીતે નક્કી કર્યું તે વાત જુદાં જુદાં અનુમાનોનો આધાર બતાવી સમજાવ્યું. લિપિનાં ખ અને દુખ ઉકેલવામાં ભૂલ થાય છે તે જો બરાબર સમજી લેવાય તો વાંધો ન આવે તેમ કહી આ ભેદ લખીને સમજાવ્યો. અલંકરણ એટલે કે અક્ષરોને સુશોભિત રીતે લખવા. તે પ્રારંભની લીટીમાં કઈ કઈ રીતે જોવા મળે છે તે લખીને બતાવ્યું. તા. ૬-૧૧-૨૦૦૩ ઈન્ડોલૉજીમાં આજનો દિવસ કામમાં ને કામમાં એટલો જલદી પસાર થઈ ગયો કે પાંચ વાગી ગયા તેની ખબર પણ ન રહી, મેં ઘડિયાળ જોઈ અને આશ્ચર્યથી બોલી ઊઠી : “પાંચ વાગી પણ ગયા ?!" દાદા કહે : નીચું જોઈએ (કામમાં હોઈએ) તો ઘડિયાળ દોડે. ઊંચું જોઈએ તો ઘડિયાળ બંધ પડેલી - ઊંઘી ગયેલી લાગે. તા. ૭-૧૧-૨૦૦૩ આજે દાદાએ મને ‘અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ નામની કૃતિ કરવા માટે આપી. એ પછી એમણે મને અંતરિક્ષ પાર્શ્વનાથ તથા ગોડી પાર્શ્વનાથના ચમત્કારોની વાત કરી : “અંતરિક્ષજીની મૂર્તિ એટલી અધ્ધર હતી કે એક જમાનામાં એની નીચેથી ઘોડસવાર પસાર થઈ શકે. હાલમાં અંગલુછણાં પસાર થાય એટલી જગ્યા રહી છે. ગોડી પાર્શ્વનાથની મૂર્તિ દસે દિશાથી અધ્ધર - કોઈ પણ આધાર વિના ટકેલી છે. આટલું કહી દાદા કહે: ચમત્કારોમાં વિજ્ઞાનનો કોઈ નિયમ રહ્યો હોય છે.” જૈન ભંડારોમાં જે સાહિત્ય છે તેમાંનું ૫૦ ટકા ખરતરગચ્છનું છે. પછી તેઓ ચમત્કારોમાં પડ્યા. ઠેર-ઠેર દાદાવાડીઓ બની છે. તા. ૨૯-૧૨૦૦૩ના રોજ આ. શ્રી વિજયશીલચંદ્રસૂરિ રચિત શ્રી નેમિસૂરીશ્વરજીની જીવનઝરમર આધારિત પૂજા ભણાવેલી. નેમિનંદન ઉપાશ્રયમાં પૂજા હતી. દાદા આવેલા. હું પણ ત્યાં ગયેલી. ગુરુના જીવન પર આધારિત લખાયેલી પૂજા પહેલી વાર ભણાવાઈ હતી. દાદા આ સંદર્ભે કહે : ખરતરગચ્છમાં ગુરુવંદના આ રીતે થતી. શ્રી જિનદત્તસૂરિની પૂજા આ રીતે ભણાવાતી. નેમિસૂરિના સંપ્રદાયમાં આ પ્રસંગ થકી એક નવો ચીલો સ્થાપિત થાય છે. દાદાના પિતરાઈ ભાઈ ચીમનભાઈએ સોનેરી શાહીથી કલ્પસૂત્ર લખેલું અને એમાં એની બૉર્ડર પર સુંદર ચિત્રો બનાવેલાં. તે આજે મને જોવા મળ્યું. પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરવા માટે તેને બહાર કાઢવામાં આવ્યું હતું. શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #116 -------------------------------------------------------------------------- ________________ તા. ૪-૧૨-૨૦૦૩ ઈન્ડોલૉજીમાં આજે આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિના સંઘાડાનાં સાધ્વીજીઓ લિપિ શીખવા આવેલાં. દાદાના સ્વભાવ પ્રમાણે વાતમાંથી વાત નીકળી તો જાણવા મળ્યું કે – કનાશાના પાડામાં “ભુવનવિજયજી જૈન પાઠશાળામાં દાદાએ થોડોક સમય કામ કરેલું. સવારે ૯થી ૧૦ના સમયમાં ત્યાં જતા. વંદિતા સુધીનો પાઠ લેતા. દાદાના કાકાના દીકરા મોહનભાઈ જઈ શકે તેમ ન હતા તેથી બદલીમાં ગયા હતા. હું જ્યારે ઈન્ડોલોજી પહોંચી ત્યારે દાદા સાધ્વીજીઓ સાથે બેસીને ‘સતીસગ્ઝાય' ઉકેલતા હતા અને એ સાથે લિપિ વિશેની જાણવા જેવી બાબતો પર પ્રકાશ ફેંકતા અને સાદગ્ધભૂલો થાય તેવા અક્ષરો બતાવી ધ્યાન દોરતા અને પછી લખીને બતાવતા. દાદા જ્યારે જ્યારે કોઈને પણ લિપિ શીખવે ત્યારે હું શીખી હોવા છતાં, એમની સાથે બેસું. દરેક લહિયાની રીતિ જુદી. મને એ અલગ અલગ રીતિ જાણવામાં મઝા આવતી, વળી, દરેક વખતે કંઈક તો નવું જાણવા મળે જ. દાદા શરૂઆત કરાવે પછી ત્રણ-ચાર દિવસે હવે લિયંતર કરીને લાવ્યા હોય તે હોમવર્ક ચેક કરવાનું પણ મને આપતા ગયા. આમ ગણો તો મને લિપિ શીખવવાની તાલીમ મળી રહી હતી. દાદા સૌથી પહેલાં તો તાલીમાર્થી વિદ્યાર્થીની કક્ષા અને ક્ષમતા જોઈ કેટલી ઝીણી વિગતો આપવી તે નક્કી કરતા. અહીં તો સામે સાધ્વીજીઓ હતાં. હવે પછી એમના દ્વારા આ કામ પ્રતો ઉકેલવાનું કામ) સદા, સતત ચાલુ રહેવાનું હતું તેથી લિપિનાં તમામ પાસાં ખૂબ જ ઝીણવટથી સમજાવે. એ સાધ્વીજીઓ લેશન કરીને આવે ત્યારે તેમની મહેનત જોઈને ખુશ થાય, અને પછી શક્ય તેટલું વધુમાં વધુ શીખવી દેવાનો તેમનો અભિગમ રહેતો. દાદાએ આજે લિપિનો ઇતિહાસ કહ્યો : ઋષભદેવ ભગવાને પોતાની દીકરી બ્રાહ્મી માટે લિપિ બનાવી તેથી બ્રાહ્મીલિપિ કહેવાઈ. જૂનામાં જૂની લિપિ પ્રિયદર્શી અશોકના શિલાલેખોમાં પ્રાપ્ત થાય છે. એમાં ઉપદેશવાક્યો છે. આ શિલાલેખો ભારતભરમાં જોવા મળ્યા છે. તેમાં આજનો કે વત્તાના ચિહ્ન રૂપે (1) હતો. લિપિમાં પરિવર્તન કોઈ એક દિવસે આવ્યું નથી. આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે, ઉપરાંત જુદા જુદા અક્ષરોનું પરિવર્તન જુદા જુદા સમયે, જુદા જુદા તબક્કામાં થયું છે. આમ કહી ચાર્ટમાં અવાન્તર રૂપો બતાવી, એક નજર અમને નાખવાનું સૂચવ્યું. અંગ્રેજો આવ્યા. એ જ્યારે ભારતનો ઇતિહાસ તૈયાર કરવા લાગ્યા ત્યારે જોયું કે સળંગ ઈતિહાસ અહીં મળે તેમ નથી. દરેક સંપ્રદાય, જાતિ, જ્ઞાતિના ઇતિહાસ વિશે થોડું જાણી શકાય પરંતુ આ મળતા ઇતિહાસમાં ઐતિહાસિક દૃષ્ટિનો પૂરો અભાવ હતો. શિલાલેખોમાં જોયું કે વાવ કે કૂવામાં બબ્બે સંવત લખેલી છે. જેમકે – વિક્રમ સંવત પણ હોય અને માલવગણ સંવત હોય. આ બે વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો એ પ્રશ્ન થઈ પડ્યો. ખરેખર તો ચાલ્યો આવતો સંવત જે માલવગણ સંવત તરીકે ઓળખાતો હતો તે જ વિક્રમસંવતના નામે ઓળખાતો થયેલો. પછી ઉદાહરણ આપતાં દાદાએ કહ્યું કે જુઓ, ઈ. સ. ૨૦૦૪થી નક્કી કરવામાં આવે કે હવેથી તે ગાંધીસંવતથી ઓળખાશે. તો ૨૦૩ સુધી ઈ. સ. કહેવાશે. ૨૦૦૪થી ગાંધીસંવત કહેવાશે. પણ જો આ હકીકતનો ખ્યાલ ન હોય તો ગોટાળા જ થાય. લિપિ બાબતે શોધખોળ થઈ. પણ અશોકનો શિલાલેખ ન વંચાયો. પ્રિન્સેસ જેન્સે એ શિલાલેખ જોયો. કાગળ પર તેની છાપ લીધી. સૌ પ્રથમ ધમ્મ’ શબ્દ ઉકેલાયો. બધે સ્થાને આ શબ્દ એ રીતે જ લખાયો ૯૮ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #117 -------------------------------------------------------------------------- ________________ હતો. તે શબ્દ સંસ્કૃતનો ગણાતો. પાછળથી એ ભ્રમ ભાંગ્યો. પાલિ-પ્રાકૃતમાં આ શબ્દ હોવાની જાણ થઈ. ઈયમ ધમ્મલિપિ'થી લેખ શરૂ થાય પણ પૂરું ન વંચાય. ભારતીય પંડિતો ભેગા થયા. વાઇસરોયનો હુકમ ઈનામની જાહેરાત. જેઓને આવડે તેમની પાસે વંચાવે. પંડિતો કબૂલે શાના કે એમને આવડતું નથી? તેઓ તો વાંચીને શ્લોકો બોલવા લાગ્યા – યદા યદા હિ ધર્મસ્વ.” જેસે તેઓનું વાંચેલું લખાણ ખોટું છે તેમ કહ્યું, કારણ કે યદા યદા ઉકેલ્યું તો ત્યાં શબ્દો બે જ હોય. સરખા જ હોય, યદા યદા. અહીં તેવું ન હતું. એટલે પછી ટીમવર્ક થયું. તેમાંથી આ લિપિશાસ્ત્ર બન્યું. જીવિતસ્વામી મૂર્તિ વિશેની વાત નીકળી. દાદાએ કીધું કે ઘણી વાર અજૈન વિદ્વાનોથી શબ્દના અર્થની ભારે ભૂલ થાય છે. એક પંડિતે જીવિતસ્વામીનો અર્થ આવો આપ્યો. “પતિ જીવતો છે તેની પત્નીએ ભરાવેલી મૂર્તિ !” સાધ્વીજીઓમાંથી એક બોલ્યાં : “એનો સાચો અર્થ તો એવો થાય કે તીર્થકર જીવતા હોય તે સમયગાળામાં ઘડાયેલી - ભરાવેલી મૂર્તિ. બરાબર ને ? દાદા કહે : સામાન્ય રીતે તો આ જ અર્થ પ્રચલિત છે. પણ આ અર્થ પણ તદ્દન ખોટો છે. જીવિતસ્વામી એટલે સાલંકાર મૂતિ, તીર્થકરની રાજકુમાર અવસ્થાનું બિંબ. આવી મૂર્તિ પર – પાષાણમાં – અલંકાર પણ. ભરાવેલા દેખાય. જીવિતસ્વામી ધાતુમૂર્તિ હોય તે બાબતે વિવાદ છે. પછી ઉમેર્યું: રાણકપુરની પંચતીર્થમાં છે. (નાણાયું, દીવાણા અને નાદિયામાં) છે તે જીવિતસ્વામીની છે પણ તેમાં અલંકાર નથી. પ્રાચીન સમયની છે, પરંતુ તે ૨૫૦૦ વર્ષ પહેલાંની નથી. તેને આગમ પ્રમાણ કહેવામાં આવે છે. આ પ્રત્યક્ષ પ્રમાણ છે. દાદા પ્રત સાધ્વીજીઓ પાસે વંચાવતાં ત્યારે કેટલીક જાણવા જેવી બાબતો મળી તે અહીં લખું છું : એક સ્તવનમાં ‘ગુણ જણતાં સ્પષ્ટ વંચાતું હતું. અર્થ બેસતો નથી, તો સાદય ભૂલ કેવી રીતે થઈ હશે ? કઈ હશે? એ વિચારવાનું જણાવ્યું. પછી કહેઃ અહીં જ નથી પણ ભ' છે. ‘ગુણ ભણતાં' –- એમાં જ લખી કૌંસમાં “ભ' લખી સુધારવું એમ શિખવાડ્યું અને લહિયાની આવી ભૂલ કયા કારણે થઈ હશે તેની વાત કરી. “લ' તથા “ળ” વિશે જણાવ્યું. કહે: ગુજરાત-રાજસ્થાનમાં “લ' જ હતો. “ળ” હતો જ નહીં. હસ્તપ્રતમાં છે જ નહિ. મહારાષ્ટ્રમાં ભળ' હતો. ઘણી પ્રતોમાં અંક કે અંકની આજુબાજુ દંડ કરવા માટેની ખાલી જગ્યા છોડી દેવાતી હોય છે. તેનું કારણ તે કરવા વપરાતી લાલ શાહી છે. લાલ શાહી બનાવવામાં હિંગળોકમાં પારો નંખાય. પારાને ચાળીસ વાર ધોવો પડે, છતાં એમાં પારાનો અંશ તો રહે જ. આથી, લાલ શાહી વાપરવી હોય ત્યારે દરેક વખતે તેને હલાવવી પડે. એ જલદી જામી જતી હોય છે. આ શાહી વાપરવી હોય ત્યારે બધે સ્થળે એક સાથે તેના વડે દંડ કરે તો ફાવે. આથી કાળી શાહીનું લખાણ લખાય. પછી લાલ શાહીથી દંડ થાય. ઘણુંખરું તો કાળી શાહીથી જ દંડ કરી લેવાય છે. પણ લાલ શાહીથી દંડ કરે તો તે લખાણ બાદ એક સાથે કરી લેવાય. આથી ઘણી વાર એવું પણ બને છે કે પ્રતમાં પાછળથી એકસાથે કરવાના દંડ કરવાનું ભુલાઈ ગયું હોય. મને યાદ આવ્યું કે “રતનગુરરાસ’ અને ‘બલદેવસઝાય’ મેં કરેલી તેમાં : (વિસર્ગચિહુન જેવું છે.) છે પણ અંકની આસપાસ દંડ કરવાના રહી ગયા છે. ત્યારબાદ, પ્રતની લિપિમાંના દ, ૮, તથા ઈનો ભેદ લખીને સમજાવ્યો. એક કૃતિમાં “જાચો હીરો’ શબ્દ આવ્યો. તે સંદર્ભે દાદાએ માહિતી આપી : શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #118 -------------------------------------------------------------------------- ________________ જાચો હીરો એટલે સાચો હીરો. આ હીરાને ખાંડણીમાં ભાંગો તો યે ભાંગે નહિ. કહેવાય છે કે ચક્રવર્તીની પત્નીમાં એવી તાકાત હોય છે કે તે તેને ચપટીથી ભાંગી નાખે છે ! એના થયેલા ભૂકાપાઉડ૨થી તે લડાઈમાં જતા પતિને માથે તિલક કરે છે ! ગૂઢલિપિની પ્રતો બતાવી. અન્યથી ગુપ્તતા રાખવા લખાણ ગૂઢ લિપિમાં લખતા. તેના કેટલાક પ્રકારો જણાવ્યા : ૧. એકપલ્લવી : પલ્લવ એટલે ડાબી. એમાં અંકથી સમજ આપી હોય. પ્રત જુઓ તો તેના આંકડા જ લખેલા હોય. દરેક અંકનો શબ્દ હોય. તે આવડે તો ઉકલે. ૨. ઔષધપલ્લવી ઃ આમાં ઔષધનાં નામો હોય. દા. ત., ચૂનો શેર ૨ ટાંક ૫ ચૂનો એટલે ચ વર્ગ શેર ૨ એટલે ચ વર્ગનો બીજો અક્ષર અર્થાત્ છ. ટાંક ૫ એટલે પાંચમો સ્વર લગાડો અર્થાત્ ઉ = છું. મને યાદ આવ્યું કે અપર્ણાબહેનને ગૂઢલિપિનું લિવ્યંતર કરીને લાવ્યાં હોય તે દાદા ચેક કરતા હતા. દાદાને મેં પૂછેલું તો એમણે જણાવેલું કે આ એક હુકમનામું છે. એલ. ડી.નો જ આ ગુટકો છે. મુનિશ્રી પુણ્યવિજયે આ ગુટકો જોયો પણ ઉકેલાયો ન હતો. લિસ્ટ કરતાં, દાદાએ પૂછેલું : આ ગુટકા ૫૨ શું લખું ? મહારાજજીએ જણાવેલું : “લખ, ગૂઢલિપિનો ગુટકો પછી તો આ ગુટકાનું કામ અપર્ણા બહેનથી અધૂરું રહેલું. દાદાએ પોતે એને પૂરું કરેલું. દાદાને હવે લખવાની મુશ્કેલી રહેતી તેથી આવાં અધૂરાં કામો બીજાને શીખવાડી પૂરાં કરવા લાગેલા.’” ત્યાર બાદ અમને મૂળદેવી લિપિ શીખવાડી. ગૂઢલિપિ દાદા પોતે કેવી રીતે ઉકલવા મથતા એની વાત કરી : જામનગરમાં એક બાવા પાસે આવું લખાણ. દાદાને ત્યાં બોલાવવામાં આવ્યા. બાવો ઝેરોક્ષ ક૨વાની ના પાડે. આથી નક્કી એવું થયું કે દાદા મોટેથી બોલે. બાજુમાં ટેપ રાખવું, એટલે એમાં લખાણ ટેપ થઈ જાય. દાદાએ જોયું. ન સમજાયું. કલાક સૂઈ ગયા. પ્રત વિશે વિચાર કરવા લાગ્યા : અંક ૫૨ જ કાના માત્તરનાં ચિહ્નો છે. કદાચ આ કોઈ વિધિનો કાગળ હોવો જોઈએ એવો તર્ક થયો અને વિચાર્યું કે આમાં વિધિ શબ્દ હશે અને એ ઘણે ભાગે છેલ્લે હોય. ઇતિ વિધિ એવું લખ્યું હશે. ઊઠ્યા. ફરી કાગળ હાથમાં લીધો. સૌ પ્રથમ વિ' ઉકેલાયો. ધીરે ધીરે કક્કો બનાવ્યો અને જે અંકપલ્લવી હાથ આવી તે ‘અંતરજામી સુણ અલવેસર' સ્તવનમાં સંકેત લિપિ લખી નાખી. પછી એ લોકોને આપી અને સમજાવ્યું. કે આમ ઉકેલાશે...વિધિ શબ્દ એમાં આ રીતે લખ્યો હતો : રિટ૧િ૮ = કક્કાનો ૧૮મો અક્ષ૨ (૯ ને ના ગણવો) ધ બને. આ શબ્દ ઉકેલ્યો એટલે બધું જ ઉકેલ્યું. 逛 આ સંદર્ભે મને દાદાની એક વાત યાદ આવી ખૂબ જ પહેલાં – શરૂઆતમાં જ્યારે હું નોંધ કરતી ન હતી ત્યારની વાત. દાદા કહે : મારો સ્વભાવ એવો કે કોઈ શબ્દ ઉકેલાય નહીં એટલે એ મારા મગજમાં કેવી રીતે લખાયો છે તે ફીટ થઈ જાય. રાત્રે સૂઈ જઉં એટલે એ અક્ષર આંખ સામે તરે. એની સાથે વાત કરું જાણે. કેવી રીતે આ મરોડ થયો હશે ? આમ કે આમ ? આ અક્ષર આ હશે ? અને એક ઝબકારો થતો જાણે. અક્ષર ખુદ બોલતો લાગે કે હું આ છું. ૧૦૦ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીજીઓએ દાદાને પ્રશ્ન કર્યો : “આપે શું જેસલમેરનો ગ્રંથભંડાર જોયો છે ?” હું વચમાં બોલ્યા વિના રહી ન શકી. કહ્યું: “એ ભંડારનું કૅટલોગ મુનિશ્રી પુણ્યવિજય સાથે રહીને એમણે તો કર્યું છે.” દાદાએ એની થોડીક વાતો કરી કહ્યું: “એ વખતે ત્યાં ૧૮ મહિના સળંગ રહેલો. ઘેર એક વાર આવેલો નહિ તેથી મારે વિશે એવી અફવા ફેલાયેલી કે લક્ષ્મણ તો દીક્ષા લેવાનો છે.” આ સાંભળી મારાથી પૂછ્યા વિના ન રહેવાયું. “દાદા, તમારી પત્નીએ આ સાંભળીને કેવો પ્રતિભાવ આપેલો ?” દાદા : “એ તો કહેતી હતી કે તમારે જો સાધુ થવું હોય તો મેં ક્યાં ના પાડી છે ? સાચું કહું તો એ ખૂબ જ સરળ હૃદયની હતી. સમજણ ઓછી. ભોળી કહેવાય. તેની એક વાત કહું : હું બહારગામથી આવું. મારું જો ધ્યાન ન રહ્યું કે સૂચના આપવાની ભૂલી ગયો તો મારું બેડિંગ ચામડાના પટ્ટાની સાથે ધોવા માટે પલાળી દે. ક્યારેક કહીને ગયો હોઉં કે આજે મને રાત્રે મોડું થશે તો જમવાનું બનાવીને રાખવાનું સૂઝે નહિ. પાછળથી મોડું થયું હોય ત્યારે હું જમવાનું બહાર પતાવીને જ આવું.” રસીલા : દાદા, એમનું નામ ? દાદા : મોંઘી. રસીલા : દાદા, એ ક્યારે ગુજરી ગયાં ? દાદા : નવ વર્ષ થયાં. ઈ. સ. ૧૯૯૪માં. એમની દીક્ષાની અફવાની વાતમાંથી દાદા કહેવા લાગ્યા : એક નાનો પ્રસંગ વ્યક્તિના જીવનમાં કેવું પરિવર્તન લાવે છે તે સંદર્ભે ભરત ચક્રવર્તી, પ્રસન્ન રાજર્ષિ, ધૂલિભદ્ર, શકટાલ વગેરેની વાતો કરી, પછી કહેઃ “ઘણા મહારાજજીને કહેતા પણ ખરા કે આ લક્ષ્મણને દીક્ષા આપો ને.” મહારાજજી જવાબ આપતા : એનામાં હું વૈરાગ જોતો નથી. જોયો હોત તો આપી હોત. પછી કહે: અઢાર વર્ષની ઉંમરથી માંડીને આજ સુધી મેં કેટલાંયે સાધુ-સાધ્વીઓને ભણાવ્યાં છે. આમ છતાં, મને ક્યારેય દીક્ષા લેવાનું મન થયું નથી. વળી, કોઈ સાધુએ પણ ક્યારેય મને દીક્ષા લેવા માટે કહ્યું નથી. સાચું કહું તો – “ભાગ્યમાં લખી હોય તો જ દીક્ષા લેવાનું મન થાય અને દીક્ષા લેવાય.” પંજાબ વિશે કોઈ વાત નીકળી. સાધ્વીજીઓમાંથી એક નામે ધન્યમિત્રાશ્રી કહે: “ત્યાંના લોકોને ભાવ ખૂબ જ. પણ ત્યાં બહુ વિહાર થતો નથી" દાદાઃ “શ્રી શીલચંદ્રસૂરિનાં બેનમહારાજને મેં એક વાર પૂછેલું કે પંજાબ તરફ આપ સૌ શા માટે વિહાર કરતાં નથી?” તો કહે: “ત્યાં ધુમ્મસ ખૂબ. ગોચરીએ નીકળીએ તો સવારે દસ કે અગિયાર વાગ્યા સુધી ભીનાં થઈ જવાય તેવું વાતાવરણ રહે.” તા. ૫-૧૨-૨૦૦૩ આજે દાદાએ વિસનગરના તામ્રપત્રની વાત કરી. શ્રી જબૂવિજયજી પાસે કેટલાક જણ એ તામ્રપત્ર ઉકેલવા માટે ગયેલા. એમણે લક્ષ્મણભાઈનું નામ સૂચવ્યું. એ વખતે દાદા ઝીંઝુવાડા જઈને ઘેર આવેલા. દાદા વિગતે વાત કરતાં કહે : હું આવ્યો કે તરત એક ગાડી આવી. એમાંથી ચાર જણ ઊતર્યા. કહે : જંબૂવિજયજી મહારાજસાહેબે અમને મોકલ્યા છે. પછી તામ્રપત્ર બતાવ્યું અને ઉકેલવા જણાવ્યું. તામ્રપત્ર કાટવાળું હતું. શ્રુતસેવી શ્રી લક્ષમણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૦૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઉપરથી વાંચી જોતાં એમાં રાજાએ બ્રાહ્મણોને આપેલા દાનની વિગતોવાળું છે એમ જણાવ્યું. સારી રીતે ઉકેલવા માટે તામ્રપત્રને સાફ કરવું જરૂરી છે. સાતમા સૈકાનું હતું. આટલી માહિતી લઈને એ લોકો ગયા. થોડોક સમય વીત્યો એ પછી એક વાર હું ઉમતા ગયેલો ત્યારે આ તામ્રપત્રોવાળા ભાઈઓ મળ્યા. મેં પેલા તામ્રપત્ર વિશે પૂછયું કારણ કે તેઓ ફરી આવ્યા ન હતા. પેલા ભાઈઓએ જણાવ્યું કે એ તામ્રપત્ર જેનું હતું એ હવે આપતો નથી. વલભીનું તામ્રપત્ર દાદાએ ઉકેલેલું એ વાત કરીને પછી પોતાની મૂર્તિલેખો ઉકેલવાનો યોગ કેવી રીતે બની આવેલો તે વિશે જણાવતાં કહે : “એલ. ડી. મ્યુઝિયમના ઉપલે માળે ઋષભદેવની ધાતુપ્રતિમાની પાછળ લેખ છે. એ પ્રતિમા આશરે સાતમા સૈકાની છે. ઓમકારસૂરિ દ્વારા હું જ એને અહીં એલ. ડી.માં લઈ આવેલો. મૂર્તિ ખંડિત હતી તેથી વિસર્જનવિધિ કરાવીને લાવેલા. આ પ્રતિમાની લિપિ ઉકેલી હતી અને એ રીતે મારાથી મૂર્તિલેખો ઉકેલવાની શરૂઆત થઈ.” - એલ. ડી. સંસ્થાએ વેચાવા આવેલ એક હસ્તપ્રતને ૨૦૦ રૂપિયા આપીને ખરીદેલી. ડૉ. દલસુખભાઈ માલવાણિયાએ એની લિપિ ઉકેલવા મને આપીને કહ્યું : “આને ઉકેલો. આપણે છાપીશું.” આ ઉકેલવા મેં તો જૂના લિપિના ચાર્ટ કાઢ્યા. સૌ પહેલાં સંવત ઉકેલવાનો પ્રયત્ન કર્યો. સં. ૩૧૯ જેવું વંચાયું. વલભીનો હોય તો સં. ૬૩૮ થાય. સંવત સૌ પહેલાં જોવાનું કારણ એવું કે માત્ર ૧થી ૯ અંકો જ (જૂની લિપિના) યાદ રાખવાના રહે. આથી સહેલું પડે. ધીરે ધીરે ઉકેલી શક્યો. ધ્રુવસેન બીજાના સમયનું લખાણ હતું. આ કામ લીધું ત્યારે પહેલાં પહેલાં તો મને સંકોચ થયેલો. “બરાબર ઉકેલી શકાશે નહિ તો ?' એવી દહેશત રહી. દલસુખભાઈ કહે : ચિંતા ન કરો. આપણે બીજાને બતાવી જોઈશું. પણ પછી બતાવરાવેલું તો એકેય ભૂલ નીકળી ન હતી. ત્યાર બાદ દાદા ખૂબ પ્રાચીન મૂર્તિઓની વાતોએ વળગ્યા. માંડવી, જામનગર, મોરબી, મહેસાણા, ઉપરકોટ વગેરે સ્થળોની પ્રાચીન પ્રતિમાઓ તથા પુસ્તકોની ખરીદી વિશે જાતજાતની વાતો થઈ. આ બધી વિગતો હું નોંધી રહી હતી. દાદાએ પ્રાચીન પ્રતિમાઓ વિશેની આ વિગતો મારા પોતાને જાણવા માટે નોંધવાની સંમતિ આપી પણ ક્યારેય પ્રાચીન પ્રતિમાઓની વિગતો બહાર પ્રગટ કરવાની ના પાડી. પછી દાદાએ કહ્યું: “પ્રાચીન પ્રતિમાઓની વાત પ્રગટ થાય પછી એ પ્રતિમાઓ ચોરાઈ જવાના કિસ્સા બન્યા છે. પોલીસ ફરિયાદ થાય ત્યારે મૂર્તિનું મૂલ્ય તો તેમાં વપરાયેલી ધાતના વજન પ્રમાણે લખાય જ્યારે મૂલ્ય તો લાખો રૂપિયાનું હોય” દાદાએ વળી ઉમેર્યું. “ધાતુમૂર્તિના લેખોનું મારું પુસ્તક પ્રગટ થયું છે તે લેખોમાં મેં આથી જ, સંવતનો નિર્દેશ કર્યો નથી. (નોંધ: આ ગ્રંથમાં પ્રાચીન પ્રતિમાઓની જેટલી વિગતો પ્રકટ થઈ છે તે અન્ય સ્થળે પ્રગટ થઈ ચૂકી છે. બીજી કેટલીક વિગતોને જણાવી હોવા છતાં અહીં એમની સૂચના અનુસાર આપી નથી.) તા. ૬-૧૨-૨૦૦૩ લેખનઉપકરણો વિશે દાદા આજે સાધ્વીજીઓને વાતો કહી રહ્યા હતા. શાહી બનાવતાં, ઘૂંટવા માટેનો ઘૂટોની વાત નીકળી. કહે : એક જમાનામાં ઘૂટો ૨ રૂપિયાનો મળતો. આજે એ જ ઘૂટો ૨૫૦/- રૂપિયાનો મળે છે. ત્યારબાદ લાલ શાહી તથા કાળી શાહી બનાવવાની રીતો કહી. સાધ્વીજીઓએ દાદાને આગ્રહ કર્યો ૧૦૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #121 -------------------------------------------------------------------------- ________________ કે, “અમને શાહી પ્રત્યક્ષ બનાવી દેખાડો.” દાદાએ જણાવ્યું કે જો તેઓ આખી વ્યવસ્થા ઉપાશ્રયમાં ગોઠવશે તો હું ત્યાં આવીને બનાવીશ અને બતાવીશ. - ત્યાર બાદ અશોકના શિલાલેખની લિપિથી માંડીને આજની લિપિ સુધીનાં રૂપો કેવી રીતે વિકસી આવ્યાં છે તે તેનાં અવાત્તર રૂપોના ચાર્ટ બનાવી તથા તેમાંના કેટલાક લખીને બતાવ્યા. થોડીક વાતો મુનિશ્રી પુણ્યવિજયજીના શિષ્યની કરી. પછી અમે વસુદેવચપઈનું કામ કરવાં બેઠાં. તા. ૮-૧૨-૨૦૦૩ સાધ્વીજીઓને હવે લિવ્યંતરની પ્રેક્ટિસ પૂરતી થઈ ગઈ હતી. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિએ આ પ્રેક્ટિસ હજુ વધુ થાય તેટલા માટે કોઈ કામ સોંપવા જણાવ્યું. આથી, દાદાએ છેલ્લાં ૧૫૦ વર્ષના પત્રોના સંગ્રહનો દાબડો કાઢ્યો. પત્રો ઉકેલી, તેનો વિષય તથા સમય રેપર પર નોંધી, તે તે પત્રની આસપાસ રેપર મૂકવાને જણાવ્યું. હું પણ તેઓની સાથે કામ કરવા બેસવા લાગી. આજે દાદાએ સ્તવન, ગહૂલી સઝાયનો ભેદ તથા વિકથાના ચાર ભેદ સમજાવ્યા. વાતવાતોમાં દાદાને વાર્તા કહેવાની ટેવ. આજે સાધ્વીજીઓએ દાદાને એક વાત કહેવા જણાવ્યું. ‘વગર વિચારેલું ન કરવું.’ તેવા બોધવાળી પોપટના બચ્ચાની અને કેરીના ઝાડની વાત કરી. જેમાં અતિગુણવાળા અને રોગવિનાશક શક્તિવાળાં ફળ આપતા આંબાને રાજા અવિચારીપણે કેવી રીતે વેડી નાખે છે. તેની વાત રસાળ શૈલીમાં કહી. પત્રોનું કામ શરૂ થયું તે પહેલાં એક-બે પત્રો દાદાએ ઉકેલીને વાંચી સંભળાવ્યા. પત્રની વિગતો પરથી કોનો પત્ર છે ? કોને લખાયો છે ? લખનારના સ્થળનું નામ તથા પત્ર જે સ્થળે પહોંચાડવાનો છે તે સ્થળની વિગતો રેપર પર નોંધવાને જણાવ્યું. રેપર વીંટાળતાં શિખવાડ્યું. પત્રની વિગત સંક્ષેપમાં જણાવવાનું પણ કહ્યું. આવા એક પત્ર પર રેપર લગાવી મેં તે દિવસે જે નોંધેલું તેનો નમૂનો નીચે છે : મંડાઈથી ૫. રૂપસાગરે લખ્યો છે. અજમેરનગરે વિજય ધરણેન્દ્રસૂરિને લખાયો છે. સમય : વિ. સં. ૧૯૨૧ ભાદરવા સુદ-૫ વિગત - સંવત્સરી પછી લખાયો હોવાથી પર્યુષણ કેવા ગયા તેના સમાચાર અને પાલિતાણામાં અંચલગચ્છવાળા ૩૫ લાખમાં અંજનશલાકા કરાવે છે તેની વિગત. સાધ્વીજીઓને આજે દાદાએ દેપાળના કૂટેલા’ એ પ્રસંગ કહ્યો. એમાં થરાદના જબરા શ્રાવકોને ગૃહસ્થ દેપાળે કેવી રીતે સીધા કરેલા એની વાત મઝથી કરી. મેં આ પ્રસંગ ફરીથી સાંભળ્યો પણ દાદાની કહેવાની રીત એવી રસાળ હોય કે વારંવાર સાંભળવી ગમે. પત્રોનું કામ કરતાં, ઘણું જાણવાનું મળ્યું. ખાસ તો, એ જમાનામાં વપરાતા શબ્દોના અર્થને અમે દાદા પાસેથી જાણી લેતા. આ કામ, જોકે મેં ઓછું કર્યું છે. દાદા વ્યસ્ત હોય ત્યારે જ હું સાધ્વીજીઓ પાસે બેસીને કામ કરતી. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૦૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ તા. ૯-૧૨-૨૦૦૩ આજે ઈન્ડોલોજી મોડી પહોંચી ત્યારે સાધ્વીજીઓ પત્રોનું કામ કરતાં હતાં. હું તેઓની સાથે કામમાં જોડાઈ પણ દાદાએ બોલાવીને કહે: “તમે આજે પત્રોનું કામ રહેવા દો. પ્રતનું – “વસુદેવચપઈનું કામ કાઢો.” હું જેટલું કામ કરીને આવી હતી તે આજે પતાવી દીધું. દરમિયાનમાં એક પરદેશથી યુ. એસ. એ.) ઈન્ડોલોજીની મુલાકાતે એક કુટુંબ આવ્યું હતું. પ્રતસામગ્રી તથા ઉપકરણો જોવા-સમજવા શ્રી જિતુભાઈએ એ કુટુંબને નીચે મોકલ્યું હતું. પ્રીતિબહેન તેઓને બધું સમજાવવા લાગ્યા. જે સામગ્રી તે બતાવતા હતા તેમાં એક કોરો કાગળ લખ્યા વિનાનો) હતો. તે બતાવતાં, દાદા મ કહે : “આ કાગળ કોરો છે છતાં મેં એને સાચવ્યો છે. જાણો છો કેમ ?” પછી ઉમેર્યું : કાગળનું આયુષ્ય કેટલું, કાગળ કેટલો જૂનો છે એ જાણવાની હવે પરીક્ષા થઈ શકે છે. જયપુર પાસેના સાંગાનેરમાં આવા કાગળની પરીક્ષા થાય છે.” પત્રો વાંચતાં વાંચતાં સ્થળનામો વિશે પુછાતું. વાતવાતમાં અનેક વાતો જાણવા મળે. સાધ્વીજીઓએ પૂછયું. જેતાન અને પીપરવા ગામનાં નામો આ પત્રોમાં છે. આ ગામો ક્યાં આવ્યાં ? દાદાએ એ બન્ને મારવાડનાં હોવાનું જણાવ્યું. વળી દાદાએ કહ્યું : પહેલાં ગુજરાત-મારવાડ એક હતાં. ભાષા એક, પહેરવેશ એક, જૂના પટમાં ડ્રેસ જોજો. બધાએ મારવાડનો ડ્રેસ પહેરેલો હોય તેવું જણાશે. એનો અર્થ એ નહીં કે શત્રુંજય પર માત્ર મારવાડીઓ જતા. એ જમાનામાં સૌ મારવાડી કહેવાતો એ ડ્રેસ પહેરતા. દાદાએ મારી સાથે રહી જૂની ગુજરાતીના પત્રો વાંચ્યા. પછી દાદાએ મને કેટલાંક જરૂરી સૂચનો કર્યા : પરાપૂર્વથી અમુક ચોક્કસ પ્રકારનાં વિશેષણો સાધુભગવંતને લાગે. આવાં ૧૦૮ વિશેષણોની ચોપડી બહાર પડી છે તે તમારે વાંચી લેવી એમ જણાવ્યું. ઉપરાંત જૈન પરિભાષાની સમજ માટે જીવતત્ત્વ, નવતત્ત્વ તથા સંગ્રહણી વાંચી લેવાં તેમ જણાવ્યું. કહેઃ આટલું વાંચશો તો તમને પરિભાષાની સમજ આવશે. અને તેથી લિપિ ઉકેલવાનું કામ સહેલું થશે. ત્યાર બાદ જ્ઞાન માટે ત્રણ પ્રમાણ છે તેની છણાવટ દાદાએ કરી : ૧. આગમપ્રમાણ : એટલે કે શાસ્ત્ર પ્રમાણ. આગમ એટલે આગળવાળા ભાખી ગયા છે – કહી ગયા છે તે. એક સાદું ઉદાહરણ લો. તમારા દાદાના દાદાજીની લખેલી એક નોંધ તમને મળી, તેમાં લખ્યું છે કે તેઓએ સ્વિન્ઝર્લેન્ડની બેંકમાં ફલાણા ખાતા નંબરમાં પાંચ લાખ રૂપિયા ફલાણી તારીખે મૂક્યા છે. બોલો, તમે એ નોંધને સાચી માનો કે નહિ ? આગમપ્રમાણ આવી વાત છે. ૨. પ્રત્યક્ષપ્રમાણઃ તમને તમારા દાદાના દાદાજીએ રૂપિયા મૂક્યા હતા તે બેંકની પાસબુક અને ચેકબુક મળી આવે છે તે પ્રત્યક્ષપ્રમાણ થયું. ૧૦૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭. અનુમાનપ્રમાણ તે હંમેશાં સાચું જ પડે એવું નહિ. ખોટું ય પડે. જુઓ હમણાંની જ વાત કરું. બે વાગેલા અને ડાભી આવશે એવો ખ્યાલ, કારણ કે હંમેશાં તે બે વાગે ચા લઈને આવે છે. પગરવ સંભળાયો. થયું કે ડાભી આવ્યો, પણ જોયું તો નીકળ્યા અમેરિકાવાળા ! આમ, આ અનુમાન સાચું ય પડે, ખોટુંય પડે ! (દાદા કેવાં સાદાં ઉદાહરણોથી વાત સ્પષ્ટ કરી આપે છે ! દાદા પાસે કંઈ પણ શીખવું તે અઘરું ન લાગે એવા એ શિક્ષક !) પત્રો વાંચતાં ‘બાબાશાહી' શબ્દ આવ્યો. આ શબ્દને લઈને જુદાં જુદાં ચલણ અને તોલમાપની વાત કરી. આ પત્રો લખાયા ત્યારે બાબાશાહી રૂપિયો ચાલતો. મુંબઈમાં મુંબઈગરો રૂપિયો ચાલતો. બાબાશાહી રૂપિયા કરતાં મુંબઈગરો રૂપિયો મજબૂત ગણાતો. તે જમાનામાં અનેક દેશી રાજ્યો હતાં. તેથી દરેક રાજ્યનું ચલણ જુદું હતું. અંગ્રેજો આવ્યા અને એમણે એક જ પ્રકારનું ચલણ કર્યું. આ જ પ્રમાણે દરેક રાજ્યમાં તોલમાપ પણ જુદાં હતાં. બધે જ શેરથી ઓળખાતો તોલ એના માપમાં જુદો રહેતો. રાજ્યનાં પોતીકાં માપ હતાં. જોધપુરમાં ૧ શે૨ = ૧૦૦ રૂપિયાભાર કચ્છમાં ૧ શે૨ = ૨૬ રૂપિયાભાર ઉદેપુરમાં ૧ શેર = ૩૦ રૂપિયાભાર અમદાવાદમાં ૧ શે૨ = ૪૦ રૂપિયાભાર આજે દાદાને શ્રી યશોવિજયે બોલાવેલા, તેથી એ પાલડી ગયા. તા. ૧૦-૧૨-૨૦૦૩ આજે દાદા કોઈક વિચારોમાં ગૂંચવાયેલા હોય તેવું લાગ્યું. પૂછતાં જાણ્યું કે નવી આવેલી ગ્રાન્ટના સંદર્ભમાં પુસ્તકખરીદી કઈ રીતે કરવી તે સમસ્યાના વિચારોમાં ગૂંથાયેલા હતા. તેઓએ પોતાના પુસ્તક-ખરીદીના અનુભવની વાત કરી. પ્રોફેસરોને લિપિ શિખવાડવી અને તેઓ પોતપોતાના એરિયામાં પ્રતો ખરીદવાનું કામ સંસ્થાઓ સોંપે તેવી નીતિ ગ્રાન્ટ આવ્યા બાદ નક્કી થઈ હતી. પરંતુ એ કેટલું શક્ય બને એ મુખ્ય સમસ્યા હતી, પસ્તીવાળા ઢગલો લઈને આવે. એને કોણ જુએ ? કોણ નક્કી કરશે કે કઈ પ્રત લેવા જેવી છે ? ઉચિત મૂલ્ય કોણ નક્કી ક૨શે ? ગીતાની પ્રતો ઘેર ઘેર હોય. તો એ ખરીદવી ? ભંડારોમાં કલ્પસૂત્રોની સંખ્યા અપાર છે. તો હવે આવે એ બધાં ખરીદવાનાં ? જે પ્રોફેસરોને કામ સોંપવામાં આવ્યું છે તેઓ કેવી રીતે મૂલ્ય નક્કી ક૨શે ? વેચનાર વ્યક્તિ પ્રતો અહીં સંસ્થામાં લઈને આવે તો એનું આવવા-જવાનું ભાડું તે ન તોયે આપવું પડે, કારણ કે તમે બોલાવેલા છે. લેવા જેવું છે તે કોણ નક્કી કરશે. આવા બધા પ્રશ્નો દાદાના મનમાં પડ્યા છે. $ તા. ૧૧-૧૨-૨૦૦૩ આજે હું ઇન્ડોલૉજી પહોંચી ત્યારે ખૂબ જ ખુશ હતી. ગઈ કે તરત જ દાદાને સમાચાર આપ્યા : શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૦૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ “દાદા, હું દાદી બની. મારા દીકરાને ત્યાં બેબી આવી છે. ગઈ કાલે અમેરિકાથી સમાચાર આવ્યા.” સારું, આ જમાનામાં દીકરી ચાકરી કરે.” દાદા બોલ્યા. આ પછી અમે પ્રતનું કામ કરવાને બધું ખોલીને બેઠાં ત્યાં તો એક પત્રકારભાઈ “રાજસ્થાન પત્રિકા તરફથી ઇન્ટરવ્યુ લેવા આવેલા. સાથે ફોટોગ્રાફર હતા. ફોટોગ્રાફી શરૂ થાય એ પહેલાં પત્રકાર શ્રી શત્રુદ્ધ શર્મા ઇન્ટરવ્યુ લે છે. આ ઇન્ટરવ્યુ લેવાતો હતો ત્યારે હું પાસે જ બેઠી હતી. આખો ઇન્ટરવ્યુ મેં નોંધી લીધો હતો. તે નીચે મુજબ છે : પ્રશ્ન : નામ ? દાદા : લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક પ્રશ્ન : અભ્યાસ ? દાદા : શાળામાં ચાર ચોપડી ભણેલો. (આટલું કહીને દાદાએ પ્રીતિબહેનને ફાઈલમાંથી છાપેલો બાયો-ડેટા આપવાને જણાવ્યું.) પ્રશ્ન : આ કામમાં ક્યારથી ? દાદા : અઢાર વર્ષની ઉમરથી. આજે ૮૭ થયાં. જિંદગીમાં આ એક જ કામ કર્યું છે. મુનિશ્રી પુણ્યવિજયજી પાસે તૈયાર થયો. એમણે જ આ સંસ્થા (ઇન્ડોલોજી) સ્થાપી. હું અહીં આ સંસ્થા શરૂ થઈ ત્યારથી જ છું. પ્રશ્ન : કેટલી લિપિઓ આવડે છે ? દાદા : મને માત્ર એક જ લિપિ આવડે છે. પ્રશ્ન : આ લિપિનું નામ શું? દાદા : આને પાંડુલિપિ કહે છે. જૈન ગ્રંથભંડારમાં આને હસ્તપ્રતલિપિ કહે છે. ખડીથી લખાય તેથી પાંડુલિપિથી ઓળખાઈ. પાછળથી એ શાહીથી લખાઈ તોયે પાંડુલિપિ જ કહેવાઈ પ્રશ્ન : જૂના ગ્રંથો કેટલાં વર્ષ પહેલાંના મળે છે? દાદા : જૈનગ્રંથો ૧000ની સાલથી લખાયેલા જોવા મળે છે. ૧૧મી સદીથી એ ભંડારોમાં સારી રીતે સચવાયેલા મળે છે. પ્રશ્ન : આ ગ્રંથો કેટલા મોટા હોય? દાદા : તે એક પત્રથી માંડીને ૧000 પત્રો સુધીના મળી આવ્યા છે. પ્રશ્ન : આ લિપિ કેટલી પ્રાચીન ? દાદા : ૨૩૦૦ સાલ પહેલાં અશોકના સમયમાં કોતરેલા શિલાલેખો મળી આવ્યા છે તે ગુજરાતમાં જૂનાગઢમાં છે અને હિંદુસ્તાનમાં બીજે ઘણે સ્થળે – બનારસ, સારનાથ - મળે છે. એમાં લખાયેલી લિપિને બ્રાહ્મીલિપિ કહે છે. આ જ લિપિ સમય જતાં બદલાતી બદલાતી આજની દેવનાગરી લિપિ બની છે. એમાંથી અન્ય પ્રાદેશિક લિપિઓ પણ બની. ૧૦૬ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ખૈસુર કર્ણાટક પ્રશ્ન : આવી લિપિઓ કઈ કઈ છે ? ક્યાં ક્યાં છે ? દાદા : આખા દેશમાં લખાતી આવી ૧૪ રાજ્યોની લિપિઓનાં મૂળ આ બ્રાહ્મી દેવનાગરીમાં છે. તે આ પ્રમાણે છે.) ક્રમ લિપિ પ્રદેશ | ક્રમ લિપિ પ્રદેશ ૧. બંગલા બંગાળ ૧૦ મરાઠી મહારાષ્ટ્રી મહારાષ્ટ્ર ૨. મૈથિલી ઓરિસ્સા ૧૧. તામિલ (મદ્રાસ) ચેન્નઈ ૩. મેવાડી નેપાલ ૧૨. વર્લg ૪. કાશ્મીરી કાશમીર ૧૩. વાડી ? ૫. શારદા કાશમીર ૧૪. મલયાલમ કેરળ ૬. ગુજરાતી ગુજરાત ૧૫. ગ્રંથ ૭. ગુરુમુખી પંજાબ ૧૬. કન્નડ ૮. મહાજની રાજસ્થાની ૧૭. તેલુગુ આંધ ૯. મોડી મહારાષ્ટ્ર નોંધઃ અહીં હું બધી જ લિપિ તથા પ્રદેશનાં નામો નોંધી શકી નથી. ૧૩મી નેવાડી લિપિ માટે હું સ્પષ્ટ સાંભળી શકી નથી તેથી પ્રશ્નચિહ્ન મૂકેલ છે.) પ્રશ્ન : લિપિની શરૂઆત ક્યારે થઈ ? દાદા : હિંદુઓ એમ માને છે કે બ્રહ્માએ પોતાની દીકરી સરસ્વતી માટે બનાવી. જૈનો માને છે કે એમના પહેલા તીર્થકર ઋષભદેવે પોતાની દીકરી બ્રાહ્મી માટે બનાવી હતી. ઉત્તરપ્રદેશમાં હસ્તપ્રતમાં જોવા મળતી લિપિને પાંડુલિપિ કહે છે જ્યારે અહીં હસ્તપ્રતલિપિ કહે છે. પ્રશ્ન : બ્રાહ્મીની સમકાલીન બીજી કઈ લિપિ છે ? દાદા : ખરોષ્ટી લિપિ એ બ્રાહ્મીની સમકાલીન છે. જોકે, ખરોષ્ટીલિપિમાં લખાયેલા શિલાલેખો મળતા નથી. પ્રશ્ન : આપ આ ક્ષેત્રમાં ૬૦ વર્ષથી છો. બરાબર ? આપે કયા કયા સ્થળે કામ કર્યું છે ? દાદા : હા. અઢારમાં વર્ષથી આ એક જ કામ કર્યું છે. રાજસ્થાન વગેરે સ્થળોએ ફરીફરીને આ કામ કર્યું છે. રાજસ્થાનમાં ‘પુરાતત્ત્વ અન્વેષણ મંદિરમાં (જયપુરમાં તે વિધાનસભાની સામે છે) મુનિ જિનવિજયજી સાથે કામ કરેલું. તેઓ ત્યાં ૧૮ શાખાના હેડ (Head) હતા.' પ્રશ્ન : આ લિપિ કયાં શીખવો છો ? અહીં ? કોને શીખવો છો ? દાદા : લિપિ શીખવવા હું જુદે જુદે ગામ ગયો છું. આ શહેરમાં જુદે જુદે સ્થળે ગયો છું. શીખનારામાં અધ્યાપકો હોય, શ્રાવક-શ્રાવિકા હોય, સાધુસાધ્વીઓ હોય તથા કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય જે કોઈને રસ હોય તે સૌને શીખવી છે. શીખવી રહ્યો છું. અહીં આ સંસ્થામાં રહીને પણ લિપિ શિખવાડું છું. પ્રશ્ન : બાળકોને શિખવાડો છો ? શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૦૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ દાદા : ના. બાળકો શીખી ના શકે. સંસ્કૃત, પ્રાકૃત કે ગુજરાતી ભાષાનો અમુક અભ્યાસ કર્યા પછી જ આ શીખી શકાય. કયા સમયે સૌથી વધુ લખાયું ? આજે જે કાંઈ મળે છે તે શ્રી હેમચંદ્રાચાર્યના સમયનું મળે છે. એમણે પોતાના સમયમાંના અનેક ભંડારોમાંથી ગ્રંથો લાવીને લખાવરાવ્યા હતા. ઘણા જ ભંડારોમાં તે સુરક્ષિત રહે તેમ સાચવેલા. કાળક્રમે તત્કાલીન વિધર્મીઓ તથા મુસ્લિમ રાજાઓએ આવા ભંડારોને લૂંટીને – બાળીને ખૂબ જ નુકસાન કર્યું. ૧૫મી સદીના અંત ભાગમાં કાગળ પર મોટા પાયે ગ્રંથો લખાયા. પોતાના શિષ્યસમૂહની મદદ દ્વારા રાજસ્થાનમાં શ્રી જિનભદ્રગણિએ અને ગુજરાતમાં શ્રી સોમસુંદરસૂરિએ આ કામ કર્યું હતું. ૧૬મી સદીનો અકબરકાલીન જમાનો હસ્તપ્રત માટેનો સુવર્ણયુગ ગણાય છે ત્યારે ખૂબ જ લખાયું. સંરક્ષિત થયું. ૧૦૮ પ્રશ્ન : દાદા : પ્રશ્ન : શાના પર લખાય છે ? દાદા : અસલમાં તાડપત્રો પર લખાયું. ભોજપત્ર પર લખાયું. પછી કાગળ તથા કાપડ પર લખાયું. કાપડ પર ઓછું લખાયું કારણ કે તેમાં વીંટલો વાળવો પડે. વાંચવા માટે રોલ ખોલવો પડે. આથી એ અસુવિધાજનક હતું તેથી કાપડ પર લખવાનું કામ લાંબું નથી ચાલ્યું. ૧૦૦૦ વર્ષથી લખાય છે તે દેવનાગરી જ છે. લખતાં લખતાં સ્વરૂપ બદલાય કા૨ણ જે કાંઈ લખ્યું છે તે હજારો લહિયાઓએ લખ્યું છે. દરેક લહિયાના અક્ષરો જુદા હોય. લેખન સરળતા શોધે. કોપી પરથી કોપી થઈ. તેથી જે અક્ષરનો મરોડ બીજાએ જેવો જોયો તેવો લખ્યો. આમ અવાન્તર રૂપોએ બદલાતી બદલાતી આજના સ્વરૂપે છે. સૌથી જૂની લિપિ કયા સમયની વાંચી શકો છો ? બ્રાહ્મી વાંચી શકું છું. ખરોષ્ટી એની સમકાલીન છે છતાં શીખ્યો નથી, કારણ લેખ એ લિપિમાં મળ્યા નથી. ગૂઢલિપિમાં મૂળદેવી જાણું છું. મૂળદેવ વિદ્વાન હતા. (અહીં પત્રકારે ગૂઢલિપિ વિશે જણાવાનો ઝાઝો રસ બતાવ્યો નહીં અને બીજા પ્રશ્નો તરફ ગયા.) આપે શરૂઆત કેવી રીતે કરી ? અઢારમા વર્ષે પાટણમાં હતો ત્યારે લિસ્ટ લખવાનું કામ શરૂ થયું. મુનિ શ્રી પુણ્યવિજયજી સાથે કામ કર્યું. પછી મુનિ શ્રી જિનવિજયજી સાથે મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં કામ કર્યું. ત્યાંથી જિનવિજ્યજી મને જયપુર લઈ ગયા. (આ વાતચીત દરમ્યાન પત્રકારનો એક પ્રશ્ન એવો આવ્યો જેમાં એ ભાઈ દાદાની વાત સમજ્યા ન હતા અને પ્રશ્ન પુછાયો તેથી –) દાદા : ભાઈ, હું કહું છું તે બધું ધ્યાનથી સાંભળો અને સમજો. આખો ઇતિહાસ આ પંદર મિનિટમાં ન સમજાવી શકાય કે સમજી ન શકાય. તમારા જેવા પ્રશ્ન : દેવનાગરી કેટલાં વર્ષ પહેલાં હતી ? દાદા : પ્રશ્ન : દાદા : પ્રશ્ન : દાદા : શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ જ એક પત્રકાર આવેલા. તેમને મેં જણાવેલ કે અહીં સિદ્ધરાજનો સિક્કો નથી, બરાબર સંભળાયું નહીં હોય તેથી છાપી માર્યું કે સિદ્ધરાજનો સિક્કો અહીં છે. (થોડું અટકીને) અમે આવું ખોટું વાંચીએ છીએ ત્યારે બહુ દુઃખ થાય છે. ત્યાર બાદ ચાલુ વાત આગળ ચલાવી કહે : જિનવિજય મુનિ ચંદેરિયામાં હતા. એ બહુ મોટી હસ્તી હતી. જેલમાં પણ ગયેલા. વિનોબા સાથે પણ હતા, ચંદેરિયામાં એમનો મોટો આશ્રમ હતો તે તેમણે વિનોબા ભાવેને આપી દીધેલો. પ્રશ્ન : અહીં જૂનામાં જૂની કઈ કૃતિ મળે છે ? દાદા : ઈ. સ. પૂ. 300ની (૨૩૦૦ વર્ષ પહેલાંની) બાહ્મીમાં લખાયેલ શિલાલેખનું ગુજરાતીમાં લિવ્યંતર થયેલું છે. ત્યારબાદ અવાત્તર રૂપોને સમજાવતાં કહેવા લાગ્યા) – માણસને સીધી લીટીને બદલે વાંકી લીટી કરવી સહેલી પડે છે. એમ અક્ષરો ધીમેધીમે બદલાયા. ઝડપથી લખતાં તેની આકૃતિ જુદી રીતે જણાઈ. ઉપલબ્ધ લેખો તો નકલની નકલ છે. લહિયા તો જોઈજોઈને જેવું હોય તેવું લખે. વાંકી થયેલી રેખાથી બદલાયેલી આકૃતિ પછી એ જ પ્રમાણે રૂઢ બને. બ્રાહ્મીના સમય બાદ, ૨000 વર્ષ પહેલાંનો કાળ ક્ષત્રપ કાળ કહેવાય છે. રાતોરાત અક્ષરો બદલાતા નથી. બદલાતા અક્ષરોના જમાનામાં જૂના અક્ષરો ચાલે છે – જેમ કે ગુજરાતીનો નવડો (૯) જૂની રીતે નામાંમાં લખાતો જોવા મળતો હતો ! પછી વલભી – વલભી ઉત્તરકાળ સોલંકીકાળ (જે 100 વર્ષ પર્વત ચાલુ રહ્યો) છેલ્લે આધુનિક સમય. પ્રશ્ન : આપ કયાં કયાં રાજ્યોમાં ફર્યા છો ? દાદા : રાજસ્થાન - દિલ્હી – હિમાચલ અને જમ્મુમાં. રાજસ્થાનમાં હતો ત્યારે સાત મહિના સુધી ઘેર આવ્યો ન હતો. એ જમાનામાં બધે રેલ ન હતી. બસ પણ બધે મળે નહિ. પૈદલ ઘણું ફર્યો. ઘોડે ચઢી બધે ર્યો છું. તેમ ઊંટ પર પણ બેઠો છું. ટાંગાગાડીમાં પણ ફર્યો છું. પ્રશ્ન : સૌથી વધુ ક્યાંથી મળ્યું ? સૌથી વધુ પ્રતો આજે ક્યાં છે ? દાદા : સૌથી વધુ અને રાજસ્થાનમાંથી મળ્યું. જયપુરમાં તેનું સંરક્ષણ થાય છે. આજે સૌથી વધુ પ્રતો કોબામાં છે. રાા લાખ જેટલી પ્રતો ત્યાં છે. | એથી મોટો ભંડાર ક્યાંય નથી, અહીં ઇન્ડોલૉજીમાં ૭૫,000 હસ્તપ્રતો \ છે. સૌથી પ્રાચીન હસ્તપ્રત જેસલમેરમાં છે. તે ગ્રંથનું નામ ‘વિશેષાવશ્યકભાષ્ય' છે. આ ગ્રંથ ૧૦મી શતાબ્દીનો છે. હું ત્યાં દોઢ વર્ષ રહ્યો છું. ત્યાં મેં ‘મુનિશ્રી પુણ્યવિજયજીની અધ્યક્ષતામાં કામ કર્યું છે. તાડપત્ર કોઈને આપતા નથી અમે. તાડપત્રોની ઝેરોક્ષ કરાવી લીધી છે. એ ઝેરોક્ષ પરથી જ ઝેરોક્ષ બનાવીને અપાય છે. માઈક્રોફિલ્મ પણ બનાવેલી છે. પ્રશ્ન : ચાર યુગો – સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ તથા કલિયુગની સીમાઓ કઈ ?” શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ દાદા : તે વિશે હું કશું કહી શકતો નથી. એ માટે પુરાણી પાસે જાવ. મારે મતે પુરાણોની વાતો ગપ્પાબાજી છે. પુરાણમાં એક વાત છે. રાક્ષસ પૃથ્વીને લઈને સમુદ્રમાં ગયો. વિષ્ણુ વરાહ અવતાર લઈને રાક્ષસને પકડી લાવ્યો. પછી દાદા પોતે જ પ્રશ્ન પૂછે છે :) તો ત્યારે પૃથ્વી ક્યાં હતી ? વિષ્ણુ એને ક્યાં લઈ આવ્યો. પૃથ્વી તો પાણીમાં હતી ત્યારે. પુરાણમાં તથ્ય નથી એટલે) આવી ગપ્પાબાજી છે. એ વાતોને ખાલી સાંભળવાની હોય. આટલી વાતો કર્યા બદલ પત્રકાર ત્યાં પડેલા ગૂઢલિપિના ચોપડામાંની લિપિ વિશે પૂછે છે તો તેના જવાબમાં દાદા જણાવે છે: મધ્યપ્રદેશમાં આવેલા વાંસવાડાનો એ ગૂઢલિપિમાં લખાયેલો ગુટકો છે. ત્યાંનો રાજા લક્ષ્મણસિંહ હતો. તેણે પોતાના કર્મચારી તથા નાગરિકો માટેના નિયમો લખ્યા છે. જેમ કે કર્મચારીએ કેવાં કપડાં પહેરવાં – કપડાંની બાંય ન ચડાવવી. - તળાવનું પાણી પીવાનું હોય ત્યાં પહેરો હોય જેથી અન્ય ઉપયોગમાં લઈને પાણી બગાડે નહિ – કર કેટલો લેવો વગેરે વાતો એમાં છે. ૧૫૦ વર્ષ જૂનો એ ગુટકો છે. તે પોતાને માટે બનાવેલો છે. તેમાં લખ્યું છે તે પ્રમાણે તો એ નકલની નકલ છે. “આગલવાળી કિતાબ પરથી લખી છે” તેવું વાક્ય છે તેમાં. એનો અર્થ કે આ નિયમોની કિતાબ અસલમાં તો ઘણી પુરાણી હોવી જોઈએ – એમાં ક્યારે કોણે કેવા ફેરફારો કર્યો હશે તેની ખબર નથી. પ્રશ્ન : કઈ લિપિ વિશેષ કઠિન ? દાદા : ગૂઢલિપિ એ કઠિન છે. દરેકની એ પોતે પોતાને માટે બનાવેલી છે. આયુર્વેદના ગ્રંથોમાં ગુપ્તતા રાખવા (trade secret ?) - ગૂઢલિપિમાં થોડોક હિસ્સો લખાયેલો જોવા મળે. બ્રાહ્મી પરાણી ખરી પણ તે ખોદેલી છે. પુસ્તકમાં તે છાપેલા સ્વરૂપે જોવા મળશે. પહેલી શતાબ્દીથી તામ્રપત્ર મળે છે. એ પહેલાં પથ્થર વપરાતો એ શિલાલેખો પાલિપ્રાકતમાં છે, સંસ્કૃતમાં નથી. પછી ભોજપત્રો – તાડપત્રો આવ્યા. એ ૧૦મીથી ૧પમી સદી સુધી મળે, ત્યારબાદ કાગળ આવ્યો. જૈન સિદ્ધાંતો પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. પેલો પત્ર હું વાંચતો હતો તે ગુજરાતી હતો. છાપેલો શિલાપ્રેસનો હતો. ગુજરાતી લિપિ ૨૦૦ સાલથી જ સંપૂર્ણ – પરફેક્ટ બની છે. પહેલાં પહેલાં તો ભાષા ગુજરાતી હોવા છતાં તે દેવનાગરી લિપિમાં લખાતી હતી. આથી તમે જોયું હશે કે તે પત્રમાં દેવનાગરી લિપિ હતી. ગુજરાતી ભાષા ૭00 વર્ષ જૂની છે. એમાં હજારો પત્રો લખાયા છે. પ્રશ્ન : આપે આ લિપિ કેટલાને શિખવાડી? દાદા : હજારોને શિખવાડી. (પછી દાદાએ લિપિ શીખતાં પડતી મુશ્કેલીની વાત જણાવી.) લિપિ શીખવાની મુશ્કેલી ૩ પ્રકારની છે : ૧. અક્ષરોની મુશ્કેલી: પ્રત્યેક ગ્રંથ કે પ્રત્યેક પ્રતના લહિયા – લિપિકાર જુદા. તેથી અક્ષરો દરેક પ્રતમાં જુદા. મતલબ કે એનો મરોડ જુદો. આજે તમે જે મુદ્રિતમાં જુઓ છો તેવા અક્ષરો તેમાં હોય નહીં. ૨. ભાષાની મુશ્કેલી: બાર ગાઉએ બોલી બદલાય. વળી લહિયાઓમાં એક પાટણ રહે. બીજો ખંભાત રહે. ત્રીજો જયપુરનો રહેનારો હોય. ચોથો હોય અમદાવાદનો. હવે આ દરેક લહિયા ભલે ગુજરાતી ભાષા બોલતા હોય. છતાં ૧૧૦ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ તેની છાંટમાં ભેદ હોય અને તે આ લખાણમાં આવી જાય. એટલે ભાષા ગુજરાતી જ હોય છતાં જુદી ભાસે. ૩. સીધું લખાણ હોવાની મુશ્કેલી : હસ્તપ્રતોમાં લખાણમાં પદવિન્યાસ થયો હોતો નથી. કોઈ પણ શબ્દ છૂટો પાડ્યા વિના લખાણ સળંગ લખાય છે. આથી પદવિન્યાસ અને અર્થસંગતિની સૂઝ વિના અર્થગ્રહણ કરવામાં મુશ્કેલી ઉદ્દભવે. એક દાખલો આપું: 'કુંવરબાઈનું મામેરું'માં “ભાભીએ કુવચન' કહ્યું લખેલ છે. આને તમે બે રીતે છૂટું પાડી શકો. ૧. ભાભીએ કુવચન કહ્યું. ૨. ભાભી એકુ વચન કહ્યું.. તમે વાત જો જાણતા હોવ તો છૂટું પાડવું સરળ બને. આગલે દિવસે ઑપેરા ઉપાશ્રયમાં શ્રી યશોદેવવિજયને મળીને નક્કી કર્યા પ્રમાણે એમને ત્યાં જઈ. લિપિ શિક્ષણના વર્ગો લેવાનો સમય થઈ ગયો હતો તેથી બાકીનું કામ પ્રીતિબહેનને સોંપીને જવા માટે તૈયાર થયા. ફોટોસેશન બાકી હતી તેથી ચા પી, એ કામ પતાવ્યું. આ માટે દાદા બેઠા. સામે મોટા ટેબલ પર વાંસવાડાવાળો ગૂઢલિપિનો ગુટકો ખોલીને મૂક્યો. ચિત્રપોથી મૂકી અને દાદા કાચ લઈને એક પ્રત ઉકેલે છે તેવો પોઝ આપ્યો. સાથે પ્રીતિબહેનને બેસાડ્યાં. લગભગ દસેક જેટલા ફોટા લેવાયા. આ આખી ય પ્રક્રિયા દરમિયાન દાદા પૂરા સ્વસ્થ, શાંત. ફોટોગ્રાફર પોઝ જુદા જુદા લેવા ગોઠવે પણ તે બાબતે તેઓ પૂરા નિર્લેપ. કંટાળો સહેજ પણ નહિ. સંસ્થાના કાર્યનો આ પણ એક ભાગ છે એમ જ વચ્ચે વચ્ચે પૂછતા રહે. ચાલો, પતી ગયું ને ? જવાબમાં ‘ના’ તો દાદાનું પેલો કાગળ – પ્રત – વાંચવાનું ચાલુ ! !... આજ સુધીમાં દાદાના ઘણા ઈન્ટરવ્યુ લેવાયા હશે. હમણાં હમણાં તો રોજ પત્રકાર આવે છે. દાદાને નથી એનું અભિમાન નથી એનો કંટાળો. જીવનમાં જે કાંઈ આવ્યું તેનો સહજ સ્વીકાર. એમને જોઈ મને “લીલયા' જીવવાનો અર્થ સમજાય છે જાણે ! દાદાનું પેટન્ટ વાક્ય પણ આ છે - “આ બધું સંસારનો ખેલ છે. જોયા કરો, ખેલ્યા કરો.” ઑપેરા ઉપાશ્રયે ગયા એ પહેલાં ચા પીધી. મને પણ ત્યાં સાથે આવવા સૂચવેલું. દાદા કહ્યા વિના, જાણે, મને લિપિ શીખવવાની તાલીમ શરૂ કરી રહ્યા હતા. ઉપાશ્રયની સામે જ લેખિકા શ્રીમતી અવંતિકા ગુણવંતનું ઘર. અમારી રિક્ષા ત્યાં ઊભી રહી અને ગુણવંતભાઈએ અમને જોયાં અને આગ્રહ કરીને ઘેર લઈ ગયા. ત્યાંથી ઉપાશ્રયમાં (સામે બારણે જ હતો.) ગયાં. ઘણી મોટી સંખ્યામાં સાધુઓ તથા શ્રાવકો હતા. મારે માત્ર સહાયકની ભૂમિકા નિભાવવાની હતી. તાલિમાર્થીઓને ઝેરોક્ષ કાગળ આપવા જેવી, પણ દાદા લિપિ શિક્ષણ કેવી રીતે આપે છે તે મારે ધ્યાનમાં લેવાનું હતું. વર્ગ પૂરો થયો. શ્રાવક રાજુભાઈ અમને પોતાને ઘેર લઈ ગયા. ચા પીધી. એમની ગાડીમાં ઘેર મૂકવા આવ્યા. વચ્ચે હું ‘વિજય રેસ્ટોરન્ટ ઊતરી ગઈ. તા. ૧૨-૧૨-૨૦૦૩ આજે ઈન્ડોલોજી ગઈ ત્યારે દાદા પાસે ચાર-પાંચ મુલાકાતીઓ બેઠેલા. એક જણ સોનાના ૩૫ સિક્કા શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૧૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ લઈને આવેલા સિક્કા ૨૪ કેરેટના અને ૧ તોલા વજનના હતા. એના પર ઉર્દૂમાં લખાણ હતું. હું પત્રો ઉકેલવાના કામમાં સાધ્વીજી પાસે બેઠી. એક પત્રમાં ઘોડી-વછેરી-શેરડીના સાંઠા અને કાકડીની વાત વાંચીને નવાઈ લાગી. થયું કે આ બધું કશુંક ગૂઢલિપિમાં સંકેતમાં થયેલી વાત તો નથી ને ? બાકી, સાધુના પત્રમાં શું આની વાત હોય ?! દાદાને મારા મનની આ વાત કરી, દાદા કહે : “આ પત્રો પતિના છે અને યતિઓ ઘોડા રાખતા.” ઑપેરા ક્લાસ લેવા જવાનું હતું. ચા પીવા ઉપર ગયા. ઉપરથી ૫. રૂપેન્દ્રકુમાર આવ્યા. આજની આ ચા-સેશન મઝાની રહી. પંડિતજી ખુરશી પર બેસતાં બોલ્યા : ‘ઓ દીનાનાથ !” દાદા આ શબ્દની સંધિ છૂટી પાડતા બોલ્યા : “દીન અનાથ' પંડિતજી આ સાંભળીને હસતાં કહે : “સાચી વાત છે. એના જેવો બીજો અનાથ કોણ ? એને તો કોઈ નાથ છે જ નહિ ને ?” દાદા કહે: “વળી પાછો એ દીન – બિચ્ચારો છે. જુઓ ને, કોઈ એના પર પાણી રેડે, કોઈ ફૂલ ચડાવે, કોઈ ચોખા નાંખે. આટલું ઓછું હોય તેમ લોકો એની પાસે માંગ માંગ કરે ! કોઈ પુત્ર, તો કોઈ પૈસો, કોઈ ગાડી તો કોઈ બંગલો ! કોઈ વળી કહેશે ‘પરીક્ષામાં પાસ કરી દો. કોઈ કહેશે નોકરી આપજો. કોઈ કહે “સારી સ્ત્રી આપજો' પછી દાદા હસીને કહે: કેવી દીનતા બાપડાની !” આવી નિર્દોષ હાસ્યસરવાણી અમારી ચાને ક્યારેક આમ, ઓર ભી સ્વાદિષ્ટ બનાવી દેતી, વળી, પંડિતજી નુસખાઓની વાતે ચઢ્યા ત્યાં તો રાજેન્દ્રભાઈ તેડવા આવ્યા. અમે ઑપેરા ગયાં. A A તા. ૧૨-૧૨-૨૦૦૩થી તા. ૧૫-૧૨-૨૦૦૩ સુધીના ઓપેરાના તાલીમ વર્ગોમાં દાદા દ્વારા થયેલી કેટલીક જાણવા જેવી વાતોના અંશો : > “મહાજનમૂમાં લખાવાનું જે કામ થયું છે તેને પંડિતો દ્વારા તપાસરાવ્યું છે. તેઓએ ભૂલોનું શુદ્ધિપત્રક તૈયાર કર્યું છે. આગમોની પેઠે નિગમો લખાયા છે. પાટણના ભંડારમાં એ ગ્રંથો છે. નિગમાચાર્યના ગ્રંથોનો ઉલ્લેખ આપણે ત્યાં પ્રાયઃ થતો નથી. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ પણ તેવા ગ્રંથોનો ઉલ્લેખ કર્યો નથી. મૂર્તિલેખો ઉકેલતાં જોવા મળ્યું કે કેટલીક મૂર્તિઓની પ્રતિષ્ઠા નિગમાચાર્યોએ કરેલી છે, અને તે આપણે ત્યાં પૂજાય છે. શ્રી યશોદેવવિજયે ‘દ્વત્રિશિકા..” ગ્રંથમાં નિગમાચાર્યના સંદર્ભો લીધા છે. વિજ્ઞપ્તિપત્રોની વાત નીકળતાં - હાલ ધાર્મિક ઉત્સવની કંકોતરીને જોઈને એની ટીકા થાય છે પણ એ જમાનામાં કાપડ પર ૫૦ ફૂટ લાંબા વિજ્ઞપ્તિપત્રો લખાયા છે. મ્યુઝિયમમાં તે જોવા મળે છે. પ્રકાશિત પુસ્તકોની યાદીની વાત કરતાં જણાવ્યું કે “મહાજનમુ' માટે મેં એની યાદી કરી છે. કામ હજુ પૂરું થઈ શક્યું નથી. ઘણે સ્થળે કેટલૉગ સારા બન્યા છે. પુસ્તક વિશે જરૂરી એવી તમામ માહિતી તેમાંથી પ્રાપ્ત થઈ શકે. આવા કેટલોગો – ભઠ્ઠાં, નેમિનંદન (બની રહ્યું છે તે) અને સંવેગી ઉપાશ્રયનાં છે. જૂની લિપિ વાંચવી ઘણી અઘરી છે. ૧૧મી સદીના ગ્રંથ “વિશેષાવશ્યકભાષ્યનું લિખંતર અઘરું હતું. શ્રી અમૃતભાઈ ભોજકે તે કરેલું. લિપ્યુતર થયેલી કૃતિ પરથી શ્રી દલસુખભાઈ માલવણિયાએ એનું સંપાદન કરેલું હતું. ચાર્ટમાં જોવા મળતા જૂના અંકો મેં (દાદાએ) પાટણના ગ્રંથભંડારમાંનો એક ૭૦૦ પૃષ્ઠોનો ગ્રંથ છે તેના પરથી તારવેલ છે. ૧૧૨ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #131 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૨૦૦૩ આજે દાદાએ મુનિશ્રી પુણ્યવિજયજીનો એક સરસ પ્રસંગ કહ્યો. દાદા કહે : “મહારાજજીને બધા જ પ્રકારના ગ્રંથોમાં રસ પડે. નવા ગ્રંથને પ્રકાશમાં લાવવાનું કામ પણ એ કરે. એમના હાથમાં જો વ્યાકરણનો ગ્રંથ આવ્યો હોય અને એમને ખબર હોય કે ફલાણી વ્યક્તિ ‘વ્યાકરણ' પર કામ કરી રહી છે તો અથવા તો આ પ્રકારના રસવાળી ફલાણી વ્યક્તિ છે અને તે ભવિષ્યમાં તેનો ઉપયોગ કરશે એમ લાગે તો તેઓ તે ગ્રંથને અચૂક તેને મોકલી આપતા. “પાટણના ભંડારમાં કામ કરતા હતા ત્યારે મહારાજજીના હાથમાં “પ્રમાણવાર્તિક' નામનો એક ગ્રંથ હાથ આવ્યો. શ્રી હેમચંદ્રાચાર્યના એક ગ્રંથનું નામ પ્રમાણવાર્તિક' છે. મહારાજજીએ ગ્રંથ તપાસ્યો તો જણાયું કે આ તો બૌદ્ધગ્રંથ છે. “મહારાજજીને એ વાતની જાણ હતી કે ડૉ. રાધાકૃષ્ણનું અને રાહુલ સાંકૃત્યાયન એ વખતે આ જ બૌદ્ધગ્રંથ માટે ૪૦ જેટલા પંડિતોને રોકીને કામ કરાવતા હતા. એની ટીકા ઉપલબ્ધ હતી પણ મૂળગ્રંથ એ લોકોને ઉપલબ્ધ થયો ન હતો. પ્રાપ્ત ટીકાને આધારે બધા પંડિતો એ મૂળગ્રંથને પામવાનો પ્રયત્ન કરતા હતા.” “આ બૌદ્ધગ્રંથ છે તેની જાણ થતાં મહારાજજીએ એ જ દિવસે ડૉ. રાધાકૃષ્ણનું અને રાહુલ સાંકૃત્યાયનને તાર કરીને આ ગ્રંથ ભાભાને પાડે – પાટણમાં – હોવાનું જણાવેલું હતું.” તા. ૧૮-૧૨-૨૦૦૩ આજે ઈન્ડોલૉજી ગઈ. દાદા કહે : આજે પ્રીતિબહેન રજા પર છે. મને થયું કે તમને ફોન કરીને કહું કે “આવો.' (આજે સમય છે તો કામ થશે એ સંદર્ભે) મને આવેલી જોઈને એ ખુશ થયા. જોકે, મારાથી પ્રતનું કામ આગળ થઈ શક્યું ન હતું. તાલીમનું કામ ઘેર ભૂલી ગયેલી. એટલે એમની સાથે વાતો થઈ, સાધ્વીજી સાથે પત્રવાચન કર્યું અને શ્રી અંધારેનું સ્લાઈડો સાથે પટ-ચિત્રોનું વ્યાખ્યાન સાંભળ્યું. દાદા સાથે વાતોની શરૂઆત મેં કરી. મેં પૂછ્યું : “દાદા, તમે આજે જેવા શાંત-ગંભીર છો તેવા પહેલેથી જ હતા? જુવાન હતા ત્યારે પણ આવા શાંત હતા? કે ગુસ્સે થઈ જવાતું ?” દાદા આનો જવાબ સીધો ‘હા’ કે ‘ના’માં આપવાને બદલે પ્રસંગો કહે. તથ્યો રજૂ કરે અને અનુમાન કરવાનું આપણા પર છોડી દે. આ જ પદ્ધતિ આજે પણ અખત્યાર કરી અને પ્રસંગો રજૂ કર્યા. પહેલાં શ્રીમંતો ઘોડાગાડીમાં ફરતા. પછી મોટરમાં ફરવા લાગ્યા. પણ ઘોડાગાડીને શું કરે ? ઘોડો જો ફેરવે નહિ તો નકામો થઈ જાય. પાટણમાં નગીનદાસ શેઠ. બીજા બધા ઘોડાને પાંજરાપોળમાં રાખે. કેસરબાઈ ધર્મશાળાની બાજુમાં જ પાંજરાપોળ. હું ક્યારેક નગીનદાસ શેઠનો ઘોડો લઈને દોડાવવા જઉં. પાંજરાપોળવાળા કહે કે અમારા ઘોડા પણ ફેરવો ને. એટલે અમે બે-ત્રણ જણ વારાફરતી પાંજરાપોળના પંદર-સત્તર ઘોડાઓને ફેરવતા, રસ્તામાં ઠાકરડા મળે. અમને ખીજવવાનો પ્રયત્ન કરે. કહે: ‘તમે લોકો તો પાંજરાપોળના ઘોડાઓને દોડાવી શકો. અમારા નહીં. તેઓના કારણે જ હું એક વાર ખાડામાં ફેંકાયેલો એટલે ઠાકરડા સાથે લડવાડ થયેલી. ખૂબ જ ગુસ્સો કરેલો. ટ્રેનમાં મુસાફરી વખતે જગ્યા માટે મેં ઘણી વાર બૂમાબૂમ કરેલી છે. પણ... સમય જાય છે અને શાંત થવાય છે. સમજણ આવતી જાય છે કે આમ લડીએ છીએ તોયે થવાનું હોય તે જ થાય છે.” ઉદેપુર, લૉજમાં જમવા બેઠેલા. ચાર-પાંચ જણ જમવા આવેલા. શાક બરાબર હતું નહિ. બોલી ઊઠ્યા શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૧૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ કે “આવી રસોઈ! કેમ ખવાય ?” બૂમાબૂમ કરી મેલી. મને ત્યારે મનમાં થયું કે જો હું પાંચ વર્ષ પહેલાં આવ્યો હોત તો આમ જ કર્યું હોત. મેં પેલાઓને કહ્યું: “ભાઈ, જમી લો આજે. આજે તો આ જ છે. બીજે ક્યાંય જવાનું મળવાનું નથી. શક્તિ વેડફવાની જરૂર નથી. કાલે રસોઈ સારી બનાવે તે માટે વાત કરજો.” તે કહે : “કાલે અમે ક્યાં આવવાના છીએ ?” “પહેલાં હું રિક્ષાવાળા સાથે ભાડા બાબતે રકઝક કરતો. રોજ આવું. ચોક્કસ પૈસા થાય. હું. પંડિતજી અને એલ. ડી. કૉલેજનાં એક પ્રોફેસર બહેન રિક્ષામાં સાથે જતાં. ભાડું ૧૮ રૂ. થતું. અમે ત્રણે સરખે ભાગે વહેંચી લઈએ. કોઈ વાર કોઈ રિક્ષાવાળો ૧૯ રૂ. માંગે. પછી થાય બોલાચાલી. કહીએ કે ચાલ, પોલીસચોકીએ. પણ વિચારું તો થાય કે એ એક રૂપિયાની ફરિયાદ પોલીસ સાંભળે ખરો ? પોલીસચોકી સુધી જવાનું ભાડું ય વધે તો ખરું ને ? અને ત્યાંથી એ અહીં સુધી આવવાની જ ના પાડે તો ? – આમ જ, શાણપણ આવે. મને મોટું થાય. આવું તો હું હમણાં લગી કરતો હતો. પણ હવે.. ભીમજીપુરાના ૩૦ રૂ. થાય. ૩૨ રૂ. માંગે. કોઈ ૩૫ માંગે. આપી દઉં છું. પછી સરખો ઘાટ કરવો હોય તો એક બે વાર છકડામાં બેસીને આવું. બીજું શું કરાય ? મેં લાંબેશ્વરની પોળમાં રહેતા શ્રી કાંતિભાઈની કહેલી (અમે એમને ‘ભઈજી'ના નામથી ઓળખતા) વાત કરી. તેઓ કહેતા : “રોજ કોઈ માંગતું નથી. કોક કોક એક, બે કે પાંચ રૂપિયા વધારે માંગે છે. ૫૦૦ નથી માંગતા. ઘેર મજૂર આવ્યો હોય. એ ઘણી વાર ઠરાવેલી મજૂરી કરતાં આઠ આના કે રૂપિયો વધારે માંગે. કારણ કે એને તમારે આપવાના છે. કોઈક જૂનો હિસાબ ચૂકવવાનો છે. નહિ ચૂકવો તો ફરી એ જ ભટકાશે. બહેતર છે કે લ્હેણું ચૂકવી દો.’ બપોરે બે વાગ્યા. રિસેસમાં ઉપર ચા પીવા ગયા. ઑફિસ-સ્ટાફમાંના એકે દાદાને પૂછ્યું: “શાતામાં ને ?” દાદા : “હા, શાતા પણ ખરી અને સુખ પણ છે.” મેં કહ્યું : “શાતાનું સુખ અને સુખની શાંતિ – પરસ્પર જોડાયેલા છે.” દાદા : “આજે તો મેં ત્રણ રોટલી અને દૂધ લીધું છે. સારું ખવાય છે. તેથી સુખ અને શાતા બને છે.” આ વાત પરથી ડોક્ટરની ખોરાક બાબતની સૂચના, તેમાંથી ગઢડાવાળા વૈદ્યની વાત જે દર્દીઓને માત્ર મગ અને ભાત પર રાખે છે તે – હરડેની વાત – વગેરે વાતો થઈ. પછી દાદા બોલ્યા : “મારી જીભ કાપવાની વાત ડોક્ટરો કરતા હતા. હાર્ડીકરથી મને સારું જ છે ને ? ગઢડાવાળા ચંદ્રપ્રસાદ વૈદ્ય તો નથી પરંતુ એમના દીકરી વિષ્ણુભાઈએ શ્રી યશોદેવવિજયના પગની તકલીફ દૂર કરી છે, જેમાં મુખ્યત્વે આ ખોરાકની થીયરી કામ કરી ગઈ. ડૉક્ટરોને બતાવેલું ત્યારે એમણે પગ કાપવા સિવાય અન્ય કોઈ ઇલાજ નથી એમ જણાવેલું. મેં કહ્યું : “દાદા, એ ગઢડાવાળા વૈદ્ય કહેતા કે રોજ હરડે લે અને ખાણીપીણી સાચવે તેને સહજમૃત્યુ આવે.' દાદા : પણ ક્યારે આવે ? મારેય હવે જવું છે. બધા બોલ્યા : “શાની ઉતાવળ છે ? હવે તો સારું છે. મેં પણ કહ્યું : હજુ બધાં આદર્યા કામ પૂરાં થયાં નથી. હું.” દાદા : હવે આ શરીર ઘરડું થયું છે. બધા કહે : ના. હજી તો તમે અમારા બધાં ય કરતાં વધારે કામ કરી શકો છો. દાદા : પણ હવે ક્યાં સુધી ? લોકો ભલે ન કહે પણ મને તો ખબર પડે ને ? ૧૧૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ હવે શરીર પહેલાંની પેઠે કામ આપતું નથી. નવો જન્મ મળે તો નવું શરીર મળે. તો ફરીથી નવેસરથી, નવા શરીરથી, કામ ચાલુ રહે ને ? મેં કહ્યું : આવું ન કહો, દાદા. આ સમયે જિતુભાઈ ત્યાંથી પસાર થયા. હસીને ટકોર કરી : “વ્યાખ્યાન ચાલે છે? હું બેસું ?' મેં કહ્યું : વ્યાખ્યાન આપવાનું તમને સોંપ્યું. અમે તો વાતો કરીએ છીએ. થોડી વાર પછી) દાદા : બસ, આ એપ્રિલમાં જવું છે. એટલા માટે કે ગુણવંતના છોકરાઓની પરીક્ષા થઈ જાય એટલે વાંધો નહિ. મેં કહ્યું : ના. હજુ બધાં કામો પૂરાં થયાં નથી. નહિ જઈ શકો. આવું બોલવાનું નથી. આવું વિચારવાનું ય નથી. | (દાદા ૨૦૦૪ના એપ્રિલમાં જવાની વાત કરતા હતા એથી ૧ વર્ષ વધુ રહ્યા.) પછી દેવલોકની વાત નીકળી. દાદા કહે : દેવલોકમાંય સુખશાંતિ ક્યાં છે? એ વાતોમાં મોટે ભાગે પંડિતોની કલ્પનાઓ છે. અહીંના સંસાર જેવો ત્યાંનો સંસાર કયો છે. રિસેસ પૂરી થયે નીચે ગયા. આજે પટ્ટચિત્રોનું વ્યાખ્યાન અને સ્લાઈડ-શો છે તેથી ૪ વાગે તો ઉપર જઈશું એમ જણાવી દાદાએ એ પદ્ઘચિત્રોની વાત કરી. કહે: “આ કામ મેં કર્યું. એ ગુજરાતીમાં હતું. આથી એ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં કરવાનું નક્કી થયું. ઉમાકાન્તભાઈ એનું અંગ્રેજી રૂપાંતર કરવાના હતા પણ એ દિવંગત થતાં, આ કામ અંધારેને સોંપાયું. એમણે જ્યારે એ બધું વાંચી સંભળાવ્યું ત્યારે ક્યાંક હકીકતદોષ ધ્યાનમાં આવ્યો. અંધારેએ નંદીશ્વર દ્વીપ પર ભગવાનના જવાની વાત કરેલી. મેં કહ્યું: ‘ત્યાં તો માત્ર દેવો જાય', અંધારે કહે: પણ આ તો ભગવાન છે. મેં કહ્યું કે ભગવાન માણસના રૂપે છે તેથી ન જાય. મેં જિતુભાઈને સુધારવાનું કહ્યું છે. છેક '૯૪ની સાલનું કામ તૈયાર પડ્યું છે. રંગીન પ્લેટોનો ખર્ચ ઘણો થાય તેથી ક્યારે છપાશે એની ખબર નથી. ત્યારબાદ, પંડિતજી રજા પર છે; રજાઓ વધારે ભેગી થયેલી તેથી રજા પર હશે એવી વાત થઈ. મેં દાદાને પૂછ્યું : “દાદા, તમારે કેટલી રજાઓ ભેગી થયેલી છે ?” ૨૧૯ જેટલી હશે.” દાદા બોલ્યા. મેં કહ્યું : રજાઓ વાપરવી નથી ? દાદા : મેં જરૂર વિના રજા પાડી નથી. લુણસાવાડે જતો હતો ત્યારે રાત્રે ત્યાં રોકાઈ કામ કરતો. પછી ત્યાં જ સૂઈ રહેતો. આનું વળતર પણ મને મળી જ ચૂક્યું છે. ભગવાન બીજી રીતે વળતર ચૂકવી જ આપે છે. મારી તબિયત આથી, સારી જ રહી છે. વળી પાછી રિક્ષા અને તેનું ભાડું વધારે માગવાની વાત કહી. દાદા કહે : પરમ દિવસની વાત છે. હું દવા લેવા ગયેલો. રિક્ષાવાળાએ પર રૂ. માંગ્યા પણ પાછું ફરીથી મીટર જોયું અને કહેવા લાગ્યો : “૫૫ રૂ. થયા છે. મને બરાબર દેખાતું ન હતું તેથી પર 3. કહ્યા.” “મેં કહ્યું : “ભલે, ભાઈ. પ૫ રૂ. થયા હોય તો ૫૫ રૂ. લે.” એ રિક્ષાવાળો મને પગે લાગ્યો. કહે: મને ૫૪ વર્ષ થયાં છે. સાંજે આંખે જોવાની તકલીફ પડે છે. નિવૃત્ત થઈ ગયો છું. છોકરા કમાય છે. ઘે૨ કંટાળો આવે છે એટલે સાંજના બે કલાક રિક્ષા ચલાવું છું.” શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૧૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ દાદા મને કહેવા લાગ્યા : જુઓ, વહેલી નિવૃત્તિ એટલે ૫૪ વર્ષમાં દેખાતું નથી. અને મારે માટે કહું તો એ રિક્ષાવાળાએ જો વધારાના ૧૦ રૂ. માંગ્યા હોત તો સહેજ કહેવાનું મન થાય ખરું પણ આપી દઉં. ઉંમરે બધું શાંત થાય છે.'' “સમુદ્ર હોય તો એને તરંગો આવે. મોજાં ઊંચાંનીચાં થાય. સમુદ્રનો સ્વભાવ જ ઊછળવાનો. સમય જાય એટલે ઠરે. હવે થીજી ગયેલું તળાવ છું. એમાં મોજાં ચડ-ઊતર થતાં નથી.' “દાદા, હું તો આટલી મોટી થઈ જ છું ને, તો યે અશાંત રહેવાય છે. ચીડ ચડે, ગુસ્સો આવે.'' - મેં કહ્યું. “બીજાં દસ વર્ષ જવા દો. તમે એટલાં શાંત થયાં હશો કે તમને જ તમારી નવાઈ લાગશે. કોઈને થોડું મોડું.... પણ ઠરી જાય છે બધું. જીવનના અનુભવો જ શાણપણ આપે છે. કશાયનો કશો જ અર્થ નથી એ સમજાવે છે.’’ મેં એમની વાતમાં સંમતિનો સૂર ભેળવતાં કહ્યું : “દાદા, સાચી વાત છે. આપણે જે સમજીએ છીએ તે સમજ બીજાને આપવાનો અર્થ નથી. સૌ જ્યાં છે, જે કરે છે તે તેની રીતે બરાબર જ છે. સૌની પોતીકી યાત્રા છે એટલું હવે સમજાય છે.'' દાદા : કોઈ પૂછવા આવે તો કહેવું ખરું – સાચી વાત આ છે, આવી છે કરવું. એમ જણાવવું. આગ્રહ ક્યારે ય ન કરવો. સાધ્વીજીઓને આપેલી પ્રતનું લિવ્યંતર ચેક કરતાં બીબીપુર’ની વાત આવી. દાદા કહે : “બીબીપુર એટલે આજનું સરસપુર. ત્યાં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય. શેઠ શાંતિદાસ ઝવેરીએ બનાવેલું. દેરાસર પરના હુમલો કરવાના અને પછી એ સ્થાને નાચનારીનો કોઠો કે મસ્જિદ બનાવવાના સૂબાના નિર્ણયની શેઠ શ્રી શાંતિદાસને જાણ થઈ. તુરત જ ત્યાંથી કુલ ૧૮ મૂર્તિઓ સાંકડી ગલીઓ જેવી પોળ – ઝવેરીવાડમાં લાવીને સંતાડી હતી. આ ૧૮ મૂર્તિઓ પૈકી એક જમાલપુર ટોકરશાની પોળના દેરાસરમાં હતી જે હવે ત્યાંથી ખસેડાઈ. તૃપ્તિ સોસાયટી અને ત્યાંથી હવે પ્રેરણાતીર્થના દેરાસરમાં પ્રતિષ્ઠિત થઈ છે. ત્યારબાદ દાદાએ ઉમેર્યું : આ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર વિશે પરદેશીઓએ કેવું વર્ણન કર્યું છે તે તમે જાણો છો ? એકે લખ્યું છે ઃ “ભગવાન વચ્ચે છે. આજુબાજુ સ્ત્રીઓની મૂર્તિઓ છે.” એક પરદેશીએ સાધુઓના હાથમાં રહેતા ઓઘા સંદર્ભે લખ્યું છે કે જૈન સાધુઓ હાથમાં ઝાડુ લઈને ફરે છે. જૈનધર્મની જાણકારી વિના, અન્યધર્મી કે અન્યની આંખ આ પ્રકારે સમજણ વિનાનું બયાન કરે.' - તને ઠીક લાગે તે તારે સાધ્વીજીઓએ ફરી જીવિતસ્વામીની વાત કરી. મહુવા અને શંખેશ્વરની મૂર્તિઓ જીવિતસ્વામી કહેવાય છે ને ? દાદા કહે : “શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ એમના પોતાના સમયમાં ભરાવેલી ગણાય છે.'' પછી મલ્લિનાથજીની મૂર્તિ વિશે જણાવતાં કહે : “લખનૌના મ્યુઝિયમમાં મલ્લિનાથ ભગવાનની સસ્તનમૂર્તિ છે. આ વાત થતી હતી અને અંધારે સાહેબ આવ્યા. વાત અધૂરી રહી. સાધ્વીઓ સાથેના પત્રવાચન દરમિયાન અમનગ૨ એટલે આજનું હિંમતનગર એમ જાણવા મળ્યું. ધરણેન્દ્રમુનિને અમનગરે હતા ત્યારે પત્ર લખાયો હતો. તા. ૨૩-૧૨-૨૦૦૩, મંગળવાર શ્રી યશોદેવવિજય આજે સંસ્થા તથા મ્યુઝિયમ જોવા સવારે ૯ વાગે આવી ગયેલા. સાથે તેમનાં બહેનમહારાજ, અન્ય સાધુ-સાધ્વીજીઓ તથા પારુલબહેનના પતિ હેમંતકુમા૨ હતા. દાદાએ એમને સૌને ચિત્રોનાં આલ્બમો તથા ગૂઢલિપિ ઉમંગ-ઉત્સાહભેર બતાવ્યાં. ૧૧૬ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ આ મુલાકાત દરમિયાન થયેલી દાદાની વાતચીતના અંશો : “મને ઘણા કહેતા કે તમે તો શ્રી પુણ્યવિજયજી સાથે સતત રહ્યા અને આ જ કામ કરતા રહ્યા. તમે અંગ્રેજી કેમ ન ભણ્યા? હું કહેતો કે મને તો જે કામ મહારાજજીએ ચીંધ્યું તે કર્યું. જો એમણે મને અંગ્રેજી શીખવાનું સૂચવ્યું હોત તો એ પણ શીખ્યો હોત.” રાત્રે મને ભાવયાત્રા કરવાની ટેવ અને તેમાં હું પાટણની અને શત્રુંજયની ચૈત્યપરિપાટી કરું. “. ગૂઢલિપિઓમાં મોટે ભાગે મંત્રો હોય, યા તો ઔષધની વિગતો હોય, મહારાજજી કહેતા કે લોકોને ડરાવવા માટે મંત્રો હોય છે.” . બાળદીક્ષા બાબતે મહારાજજીએ એક વાર મને કહેલું કે વલ્લભસંપ્રદાય બાળદીક્ષાનો વિરોધી. હું વલ્લભસંપ્રદાયનો છું એટલે બોલું નહીં પણ એક વાત બાળદીક્ષાના સમર્થનમાં મૂકી શકાય તેવી છે. તે છે વિદ્યા બાળપણે ચડે. તેજસ્વી હોય તો સાધુ ૨૦ વર્ષનો થાય ત્યાં સુધીમાં બધા જ ગ્રંથો – વિદ્યાઓ અંકે કરી લઈ શકે. ચાળીસ વર્ષે દીક્ષા લેનારા માળા ફેરવી જાણે. તેને વિદ્યા ન ચડે. જોકે અપવાદ સર્વત્ર છે.” “. ગૂઢલિપિમાં જ સુવર્ણસિદ્ધિ જેવા પ્રયોગો હોય. મેં પોતે પાંચ વખત આવા પ્રયોગો કરેલા છે. નિષ્ફળ ગયેલો. આખરે મેં તારણ કાઢ્યું – આવા પ્રયોગો એ સમય, શક્તિ અને ધનની બરબાદીથી વિશેષ કશું નથી. નસીબદારને કદાચ સિદ્ધિ મળતી હશે. સાધ્વીજીઓ પૈકી એકે હેમચંદ્રાચાર્યવાળી વાત ચંકી. હેમચંદ્રાચાર્ય ધૂળ રગદોળાયેલી, કટાયેલી ઈંટ હોવા છતાં તે સોનાની હોવાનું જોઈ શક્યા હતા. બીજા કોઈ જોઈ શક્યા ન હતા !” યશોદેવવિજયે પોતાના સાધુઓને સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતો નકલ કરવા આપવા જણાવ્યું. દાદાએ વાતમાં ને વાતમાં શ્રી અજયસાગરના ઋણને યાદ કરતાં જણાવ્યું – “એમની પ્રેરણાથી મને ! ખબર પડી કે કેટલૉગમાં એ લખવું જરૂરી છે કે ઉપલબ્ધ હસ્તપ્રત કે ગ્રંથ કયા પંથનો છે? એ શ્વેતાંબર !" છે કે દિગંબર ? સ્થાનકવાસી છે કે તેરાપંથી ? પરદેશીની ટીકા હોય તો તે પણ લખવું. આ લખ્યું હશે તો તે તે પંથને આધારે ઉમેરો છે કે રદ કર્યું છે તેનો ખ્યાલ આવશે.” મહાજનમુની વાત કરતાં દાદાએ જણાવ્યું કે ત્યાંના પંડિતોને લિપિ અંગે વારંવાર શીખવવું પડે છે. યશોદેવવિજયજીએ સૂચવ્યું કે “તમે આ જ સ્થળે થોડાક લોકોને અને બહેનોને બેસાડી તાડપત્રનું લિવ્યંતર જો શીખવો તો શાસનની વધુ સેવા થશે. સંસ્થાની મર્યાદા હોય તો એની સમસ્યાનો સાથે બેસીને ઉકેલ લાવીએ જેથી આર્થિક વળતર સાથે કામ કરવા માગતી બહેનોને એ વળતર પણ આપી શકાય.” વળી ઉમેર્યું : “પાટણ, લીંબડી અને ખંભાતના ભંડારનો એક એક સેટ પંકજ ઉપાશ્રય, કોબા અને મૃતઆનંદના ભંડારમાં છે. તેમાંથી ઉપયોગી હોય તે અમને જણાવો. પંકજવાળા પૈસો લીધા વિના એનું ઝેરોક્ષ કરી આપશે. પછી જણાવ્યું : અમે સાધુ-સાધ્વીઓએ ત્યાં બેસીને ૬૮ બોક્ષ હતાં તેનું કેટલોગ બનાવ્યું છે અને રેપર લગાડ્યાં છે. જો કે, એની જાળવણી એટલી જ અગત્યની છે. નહિતર ઉંદરો કે ઊધઈ ખાઈ જાય, સડી જાય અથવા ભેજ લાગી જાય. ત્યાં ૯ લાખને ખર્ચે સી. ડી. વગેરે કર્યું છે.” ઑક્ટો. ૨૦૦૨ના નવનીત-સમર્પણ'ના અંકમાં ભૂપેન્દ્ર ત્રિવેદીનો મૂળદેવી નામની ગૂઢલિપિની સમજ તથા વિગતો સાથેનો લેખ આવેલો તેની ઝેરોક્ષ કરાવી દાદાએ શ્રી યશોદેવવિજયને આપ્યો. શ્રી દાનસૂરિનો ગ્રંથભંડાર દાદાએ જોયો ન હતો તેથી તે જોવાનું ગોઠવી આપવાની બન્ને વચ્ચે વાતચીત થઈ. આ ગ્રંથભંડારમાં ૨૫૦% કૃતિઓ છે. તેમાં શ્રી રામચંદ્રસૂરિ, શ્રી મહોદયસૂરિ અને શ્રી દાનસૂરિ – એ ત્રણેનો ભેગો ભંડાર છે. એનું લિસ્ટ ખૂબ સારું બન્યું છે. મૃતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૧૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ તા. ૩૦-૧૨-૨૦૦૩ વર્કશોપ સુપેરે પતી. આજે ઇન્ડોલૉજી ગઈ. પ્રીતિબહેન આવ્યાં ન હતાં. તેથી પ્રતનું મારું કામ સારી રીતે થયું. હું ગઈ ત્યારે શ્રી જિતેન્દ્રભાઈ સંઘવી આવેલા અને શ્રી જંબૂતિયજી મહારાજસાહેબ કોબામાં હોવાની જાણ કરી. તેમની સાથે માંડલના ગ્રંથભંડારની વાત થઈ. “શ્રી જંબૂવિજ્યજીનો હસ્તપ્રતની ઝેરોક્ષનો સંગ્રહ સાચવવા માટે ભંડારની જરૂર છે તેથી માંડલમાં તે માટે મકાન બંધાઈ રહ્યું છે.” ત્યારબાદ અમારું કામ શરૂ થયું. આ સમયની વાતચીત દરમિયાન જાણવા જેવી બાબતોના અંશ : ઘણી વાર રચનાકાર છેલ્લી પંક્તિમાં કે પદમાં જાણી જોઈને ભૂલ કરે છે. ગ્રંથને નજર લાગી ન જાય તેવી માન્યતા આની પાછળ છે. ગ્રંથમાં ઘણી વાર ગાથાંક લખવામાં ભૂલ થયેલી નજરે પડે તો જ્યારે લિવ્યંતર કરો ત્યારે અંક સુધારીને લખવો અને પ્રસ્તાવનામાં તેનો ઉલ્લેખ કરો. કર્તાએ રચનાનો કર્તા-નિર્ણય કરતી વખતે ક્યારેક મુશ્કેલી અનુભવાય છે. એનું કારણ હોય છે ગુરુનામ કે રચનાસંવત લખ્યાં નથી હોતાં. દા.ત. જિનરાજ કર્તા છે પણ પાટપરંપરા કે ગુરુનામ નથી. આવે વખતે માત્ર સંભાવના દર્શાવાય. પટ્ટાવલિઓમાં ભગવાન મહાવીર પછી કોણ કોણ આવ્યા તેની વાત છે. અમુક ગુરુનામ બધી જ પટ્ટાવલિમાં સમાન જ હોય પણ જ્યાંથી સંપ્રદાયગચ્છ જુદા પડ્યા ત્યાં પટ્ટાવલિ જુદી પડે. આથી, કર્તનિર્ણયમાં રચના સંવત તથા ગચ્છની જાણકારી જરૂરી. આમ છતાં અન્ય સાધનોનો factorsનો ઉપયોગ કરી, સંભાવના શોધવી રહી. લિવ્યંતરમાં તલિયાતોરણ શબ્દ આવ્યો. શ્રી ભોગીલાલ સાંડેસરાને ટાંકીને દાદાએ એ શબ્દ સમજાવ્યો. આ એક એવું તોરણ છે જેમાં ઉપર પિત્તળનું પાનું હોય. અને એમાં ત્રિકોણ આકારનાં તોરણો એકબીજા સાથે સંકળાયેલાં હોય. આપેલા વર્ણન પરથી મેં આકૃતિ દોરી લિવ્યંતર વખતે ખોટો જણાતો શબ્દ એકથી વધારે વાર આવે તો સુધારતાં અટકવું. કદાચ એ સમયે એ પ્રકારે શબ્દ વપરાતો હોય. એક પ્રતમાં ગયવરને બદલે ગયમ૨ શબ્દ આવતો હતો. પહેલી વાર એને મ (વ) એમ સુધાર્યું. પણ પછી, આગળ વાંચતાં તે શબ્દ ત્રણે વા૨ ગયમર હતો. આથી દાદાએ એ સુધારવાની ના પાડી. આજે સમયનિર્ધારણાના માપદંડોને બરાબર સમજાવવાનો આગ્રહ કર્યો તેથી દાદાએ ફરીથી આ ઉપયોગી બાબતો મને જણાવી. સૌથી પહેલાં તો સમયનિર્ધારણામાં ક્યારેક ચકરાવે ચઢાય તેવી વાત સામે આવે એમ કહી મને જણાવ્યું : ધારો કે કોઈ પ્રતમાં રચનાસંવત અને લેખનસંવત બન્ને આપેલ છે અને રચનાસંવત જે સાલના વૈશાખમાસમાં બતાવી હોય અને લેખનસંવત તે જ સાલના માહમાસની આપી હોય તો ? મેં કહ્યું : “દાદા, ક્યાંક ભૂલ થતી હોય એવું ન બને ?”' દાદા હસીને કહે : ઘણી વાર ચૈત્તી વર્ષ અને કાર્તિકી વર્ષને કારણે આવી સમસ્યા ઊભી થાય છે. જો કૃતિ જોધપુરમાં રચાઈ હોય તો ત્યાં ચૈત્રી વર્ષ ચાલે છે. આથી સં. ૧૯૫૮ જો જોધપુરમાં હોય તો રાજનગરમાં એ વખતે સં. ૧૯૫૭ ચાલતી હોય. ઉપલક દૃષ્ટિએ, આથી આ ખોટું છે તેવું લાગે પણ છે સાચું, સમજ્યાં ? ન બીજું, માપદંડો જોતાં, અનુમાનિત સંવતમાં ૧૫૦-૨૦૦ વર્ષ આછું-પાછું થાય એ શક્ય છે. ત્યાર બાદ સમયનિર્ધારણાના માપદંડો દાદાએ સમજાવવાનું શરૂ કર્યું. (અભ્યાસુઓ માટે તે માપદંડો પરિશિષ્ટ ૪ તથા પમાં આપ્યા છે.) ૧૧૮ = શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ તા. ૩૧-૧૨-૨૦૦૩ આજે દાદાએ જૈન ગુર્જર કવિઓમાંથી કતિ કઈ રીતે ખોળવી તે બતાવ્યું અને એ ઉપરથી એમણે ફરી વાર શ્રી મોહનભાઈ દલીચંદ દેસાઈએ સોલિસિટરની પ્રેક્ટિસમાંથી વેકેશન હોય ત્યારે સમય કાઢી આ કામ કર્યું તેની વાત કરી. હસ્તપ્રતો જોતાં નોંધતાં. કાપલીઓ નોંધી હોય તેને મુંબઈ જઈને વ્યવસ્થિત કરે. એ જમાનામાં ભંડારોમાં કશી સગવડ તો મળે નહિ ! આમ આટલું મોટું કામ એકલે હાથે કર્યું છે. પછી, શ્રી જયંતભાઈ કોઠારીએ સંશોધિત આવૃત્તિ તૈયાર કરી. એમાં ઉમેરણ એ છે કે જે કામ મોહનભાઈએ છાપવા આપેલું અને ત્યારબાદ જે મળેલું તે એના પછીના ભાગમાં નોંધતા, આ બધા ઉમેરાઓને જયંતભાઈએ સંશોધિત આવૃત્તિમાં સાથે લઈ લીધા છે અને અન્યભંડારોમાં ક્યાં ક્યાં આ કૃતિ છે તે ઉમેર્યું છે. આમ છતાં, હજુ આનું કામ ફરી કરવા જેવું છે. દરેક ભંડારમાં તે કૃતિનો નંબર કયો છે તે જો નોંધાયું હોત તો સારું થાત. એ સિવાય પણ હજુ ઘણા સુધારા કરવાની જરૂર છે. આટલું કહ્યા બાદ, મારી સામે જોઈને કહે : “બોલો, કરવું છે તમારે આ કામ ?' કેટલૉગ જોતાં ય, તે તે કૃતિ તે તે ભંડારમાં મળશે એમ કહેવાય નહિ. એનું કારણ એ છે કે કેટલૉગ બન્યા બાદ તે ભંડાર બીજા ભંડાર સાથે ભળી ગયો હોય – merge થયો હોય અથવા તો અલગ ભંડાર તરીકે અસ્તિત્વમાં આવ્યો હોય ! ક્યારેક તે બીજે ચાલ્યો ગયો હોય એમ પણ બને. આટલું કહ્યા બાદ દાદાએ કાળુશીની પોળના ભંડારની વાત કરી : ત્યાં ભંડાર હતો પણ પાછળથી તે ભંડાર બે સ્થળે ગયો : ૧ દેવસાને પાડે ૨ સંવેગી ઉપાશ્રયમાં. ટ્રસ્ટીઓના મતભેદના કારણે, જો મોટો ગ્રંથ હોય તો બન્ને ભંડારોએ અર્ધી અર્ધા કરીને વહોંચી લીધેલો. આ હકીકતની જો જાણ હોય તો એ વ્યક્તિ આ બે સ્થળે તપાસ કરે તો બાકી રહેલો અધૂરો ભાગ મળે ! ! ! ડહેલાના ઉપાશ્રયના ભંડારો માટે દાદાએ જણાવ્યું કે એમાં આજુબાજુના નાના નાના ભંડારો ભળ્યા છે – merge થયા છે. જાન્યુઆરીથી ઑગસ્ટ મહિના સુધી હવે અમારી આ સ્વાધ્યાય-મુલાકાતોનો દોર બંધ થાય છે. તેના કારણમાં મારી તબિયત, મારો કપડવંજનિવાસ તથા લાંબા સમય માટે અમેરિકા દીકરાને મળવા ગઈ તે છે. વચ્ચે વચ્ચે હું જવા ઇચ્છું તે દિવસે દાદા આવ્યા ન હોય એવું બને. કામ કરવા માટે મારી પાસે શ્રી જ્ઞાનસાગર કૃત “શુકરાજરાસ” અને ઉદયવિજય કૃત “શ્રીપાલનૃપકથા' આ બે કૃતિઓ હતી. અમેરિકામાં ‘શુકરાજરાસ”નું કામ કર્યું. થોડું ‘શ્રીપાલનપકથા'નું કામ પણ શરૂ થયું. આ બધો સમય જ્ઞાન-ગોષ્ઠિ ખાસ થઈ નથી. દાદાને બોલવામાં તકલીફ પડે તેથી તેની કાળજી લેવાનો પણ ખ્યાલ. પણ.... અમેરિકાથી આવ્યા બાદ વળી પાછો, થોડોક સમય જ્ઞાન-ગોષ્ઠિ ચાલી છે. આવી થોડીક મુલાકાતની વાતો... શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૧૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૨૦૦૪ના વાર્તાલાપો તા. ૧૩--૨૦૦૪ અમેરિકાથી આવ્યા બાદ તા. ૧૦મી સપ્ટેમ્બરના રોજ દાદાને મારા આવી ગયાના સમાચાર આપવા તથા પર્યુષણમાં તેઓ ઈન્ડોલોજી આવશે કે નહિ તે જાણવા ફોન કર્યો. “દાદાની તબિયત સારી નથી, ફરી દુખાવો થયો છે. એની જાણ થઈ. સમાચાર જાણી હું સ્તબ્ધ બની. વિચારે ચઢી. મતલબ કે ડિસેમ્બર ૨૦૦૩માં મટ્યા જેવું લાગતું તે...? ! હવે...? વૈદ્ય હાર્ડીકર તો નિવૃત્ત થઈને નર્મદાકિનારે ગયા છે. પ્રીતિબહેને જણાવ્યું હતું કે “હવે તેઓ આવવામાં અનિયમિત રહે છે. ખાવાનું લેવાતું નથી.” દાદાને ત્યાં ફોન કરી, સગુણાબહેન પાસેથી સમાચાર લીધા. કદાચ દાદા આવતીકાલે ઈન્ડોલોજી આવવા વિચારે છે તેમ તેમણે જણાવ્યું. તા. ૧૪-૯-૨૦૦૪ આજે દાદા આવ્યા હતા તેથી હું ગઈ. અમેરિકાની રીટર્ન જર્નીમાં પડેલી તકલીફોની અને અમેરિકામાં કરેલ પ્રતના કામની વાતો કરી. આટલી વાત સાંભળીને કહેઃ “કામ લાવ્યાં છો ?” હા પાડી તો કહે: ચાલો કાઢો. શરૂ કરીએ. હું ખચકાઈ. બોલી: “દાદા. તમને બોલવામાં તકલીફ પડે છે.” તરત બોલ્યા: “ઠીક છે એટલે તો આવ્યો છું. ચાલો, વાંચો અને પછી સતત બે કલાક સુધી “શુકરાજ રાસનું લિવ્યંતર મેં વાંચી સંભળાવ્યું. હવે દાદા સ્વાભાવિક રીતે ભૂલ હોય તે સુધરાવવા જ બોલતા. એની સાથે સાથે ચાલતી અન્ય વાતો બંધ થઈ. વળી, દુખાવામાં ધ્યાન જતાં, ચાલુ કામમાં પહેલાં જેવી તન્મયતા ઓછી થતી જણાઈ. એ સ્વાભાવિક હતું. તા. ૧૫-૯-૨૦૦૪ આજે પણ આગલા દિવસની પેઠે જ “શુકરાજરાસનું લિખંતર વાંચી સંભળાવવાનું કામ થયું. ત્યાર બાદ મેં વાતો શરૂ કરી. આજે મારી સખી શ્રીમતી જયશ્રીબહેન મહેતાએ મારી દીકરી જેવી દીપ્તિની કેન્સરગ્રસ્ત કોમા અવસ્થાને કાવ્યબદ્ધ કરી સોજિત્રાથી ફોન પર સંભળાવેલી. હું કાવ્ય લઈ ગયેલી અને વાંચી સંભળાવ્યું. આ સાંભળી દાદાએ પણ યાદદાસ્તમાંથી એક કાવ્ય લાવી મને સંભળાવ્યું. કાવ્યની પ્રથમ પંક્તિ હતી: “ભૂલું યા યાદ કરું ?” કાવ્ય મેં નોંધ્યું નથી પણ એટલું યાદ છે કે દાદા આખું કાવ્ય યાદ કરી શક્યા ન હતા. વળી, “સ્પર્શના પંખી ઊડી ગયા' – એ મેં સંભળાવેલ કાવ્ય સાથે એને કશું સામ્ય પણ ન હતું. છતાં, એ પછીની વાતોને ૧૨૦ ઋતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #139 -------------------------------------------------------------------------- ________________ આધારે લાગ્યું કે દાદાનું મન હવે વારેવારે અતીતની યાદોમાં સરે છે. પોતાની પત્નીને યાદ કરી. એની મર્યાદાઓને સ્મરણમાં લાવ્યા. પ્રતનું કામ કરતાં કરતાં, દાદામાં એક બીજો ફેરફાર મેં નોંધ્યો. અત્યાર સુધી દાદા કોઈક એવો શબ્દ ક્યાં વપરાયો છે તે યાદ કરી કહે, હું બોલું અને તરત તે જ શબ્દ પ્રતમાંથી પકડે. હવે દાદાને મારું વાંચવાનું ઝડપી લાગવા માંડ્યું છે. પ્રતમાંની પંક્તિ પરથી નજર વારેવારે ખસી જાય છે અને ફરી તે શોધતાં વાર લાગે છે. મુકેલી પડે છે. વારેવારે હું ઝેરોક્ષ લઈ જોઈ આપું. કોઈ કોઈ વાર આખી લિધ્વંતર થયેલી લિપિનો અન્વય બરાબર છે કે નહિ તે વિચારવા લાગતા. શબ્દ બરાબર ઉકેલાયો છે કે નહિ અથવા પોતે જે ઉકેલે છે તે બરાબર તપાસવામાં વિલંબ થતો. આમ છતાં વળી પાછા થોડા પ્રયત્નોથી મારા બોલવાની સાથે થઈ જતા. મને લાગે છે કે, દાદાનું ધ્યાન ત્યારે એમની વેદનામાં જતું હોવું જોઈએ અને કામ પડતું મૂકવાને બદલે એ વેદનામાંથી પ્રતમાં, ફરી વેદનામાં અને ફરી પ્રતમાં આવનજાવન કરતા રહ્યા છે. આમ હોવા છતાં, આ બે દિવસમાં પ્રતનું કામ અર્ધા ઉપરાંતનું પતી ગયું હતું ! ! તા. ૧૫-૯-૨૦૦૪થી તા. ૨૭-૯-૨૦૦૪ અમેરિકાથી આવ્યા પછીના આ બે દિવસ પછી હું ‘ગાંધીકથા સાંભળવા ભાવનગર ગઈ. પાછા આવ્યા બાદ દીપ્તિનું અવસાન થયું. ઘણા દિવસ બાદ, ફરી જ્યારે ઈન્ડોલોજી ગઈ ત્યારે પ્રીતિબહેને જણાવ્યું કે મારા આવ્યા બાદ માત્ર બે જ દિવસ આવેલા અને પછી તબિયત બગડી છે એટલે હવે આવતા જ નથી. એ જ વખતે દાદાના (ભાઈના) દીકરા ગુણવંતભાઈ આવ્યા. તેઓએ જણાવ્યું કે “ભા હવે આવી શકશે કે નહિ તે કહી શકાય તેમ નથી. આથી, મેં નક્કી કર્યું કે હવે ઈન્ડોલૉજીને બદલે દાદાને ઘેર જવું. કામ કરવાનો તો સવાલ જ ન હતો. પણ એમની પાસે જઈ કશુંક સદ્વાચન કરવું, એમ નિરધાર્યું. હવે દાદાને ત્યાં જાઉં છું પણ વાતચીતનો દોર ઊલટાયો છે. અત્યાર સુધી દાદા એમના અનુભવોનું શેરિંગ કરતા. હવે હું શેરિંગ કરવા લાગી. મને વાંચવાનો શોખ. વાચનમાંથી ગમ્યું હોય તે નોંધવાની – ટપકાવવાની ટેવ. આવી ઘણી ડાયરીઓ મારી પાસે છે. વળી ક્યારેક સંતોની વાણી નોંધી હોય તેની સાથે મારા મનમાં એ વાતને અનુસંધાને વાતો ફુરી હોય તે પણ નોંધી હોય. આવું બધું લઈ જઈને વાંચતી. આ સમયગાળામાં કયે દિવસે મેં શું વાંચ્યું તેની નોંધ રાખી નથી પણ અઠવાડિયા-પંદર દિવસની સાગમટે લખાયેલ દૈનંદિનીને આધારે શું શું વાંચ્યું તેનો હેવાલ મળે છે અને જ્યાં તારીખ પ્રમાણે નોંધાયું છે ત્યાં તારીખ પ્રમાણે અને જ્યાં સાગમટે અહેવાલ લખ્યો છે ત્યાં તે પ્રમાણે અહીં નોંધ કરવા માંગું છું. હવે હું વાંચું છું. દાદા સાંભળે છે. સાંભળતાં સાંભળતાં ક્યારેક આંખમાં ચમક દેખાય. ક્યારેક વિચારમાં ડૂબી જતા દેખાય. ક્યારેક ઈશારાથી ફરી વાંચવા સૂચવે. તબિયત સારી હોય તો ઊભા થઈ લખીને જણાવે. પ્રારંભે મેં મારી ડાયરીમાં નોંધાયેલા પ્રેરક પ્રસંગો વાંચવા માંડ્યા. જુદાં જુદાં ક્ષેત્રોમાં પોતાની મર્યાદા સમેત જીવન સામે જંગ ખેલ્યો હોય તેવી વ્યક્તિના પ્રસંગો વાંચ્યા. કેન્સર સામે ઝઝૂમી, એમાંથી બહાર આવેલા લોકોની વાતો વાંચી. આ છેલ્લી વાતો – ઊભા થવાની વાત – જાણે કે પોતા માટે કામની નથી હવે ! એમ કહેતા હોય તેવું મને એમની મુખમુદ્રા પરથી જણાયું. મને લખીને જણાવ્યું: “શ્રીમદ્ રાજચંદ્રનું કે એવું કશુંક વાંચી સંભળાવશો ? મેં કહ્યું : “મારી એક બહેનપણી તથા તેના પતિ રોજ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતને વાંચે છે. જો એની પાસે સમય હશે તો તમારી પાસે લઈ આવીશ. મેં એ લખાણ ક્યારેય વાંચ્યું નથી. તેમાંના પારિભાષિક શબ્દોને કારણે મને એ જલદી સમજાતું નથી.” શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૨૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૮-૯-૨૦૦૪ આજે દેવેન્દ્રભાઈ તથા હેમાને દાદાની ઇચ્છા મુજબ દાદા પાસે લઈ ગઈ. દેવેન્દ્રભાઈએ “શ્રીમદૂનાં લખાણોમાંથી ‘વેદના' પર જ વાંચ્યું. હેમાએ ‘ઊંચા માળિયાવાળી સજઝાય ગાઈ. વળી થોડુંક દેહભાવથી અલિપ્ત થવા વિશેનું લખાણ વાંચ્યું. આ વખતે જ જિનાલયનું કામ કરનાર મારી ટુકડીના કેટલાક સભ્યો - ઉષા, ગીતાબહેન તથા પારુલબહેન આવ્યાં. તેઓએ પણ સ્તવનો સંભળાવ્યાં. ઘણા દિવસો બાદ, આજે મેં દાદાના ચહેરા ઉપર પ્રસન્નતા છવાયેલી જોઈ. વચ્ચે વચ્ચે ખૂબ જ વાતો કરી. અમે એમને બોલતાં રોકીએ પણ એ બોલ્યા વિના રહે જ નહિ. છેલ્લે દાદા કહે : “હવે સારું થશે એટલે ઑફિસ જઈશ. સોમવારે તો જઈશ જ.” એમની હંમેશની ટેવ મુજબ બે હાથ કોણીથી વાળી પાછળ લઈ જઈ, તાકાતવાન હોવાનો અભિનય કર્યો. (દાદામાં થયેલા ઉત્સાહસંચારની આ અભિવ્યક્તિ હતી.) નાખ્યા હતા.) આ દિવસો દરમિયાન જ એક વાર મેં શ્રી સંયમબોધિ મહારાજ સાહેબે મારી દીકરી જેવી દીપ્તિના ઓપરેશન પહેલાં લખેલા પત્ર અને તેની અસરની વાત કરી. પત્રમાં મહારાજ સાહેબે લખેલું કે “કેન્સર જવણીનો અવસર છે. હવે ખમાવવામાં જ લક્ષ રાખો. તમને અત્યાર સુધી ગૃહસ્થીમાં આતમને પિછાણવાનો સમય મળતો ન હતો. હવે મળશે. દેહ અને આત્મા અલગ છે.” દીપ્તિએ આ પત્ર ઓપરેશનટેબલ પર વાંચેલો ! એના લખાણને ઘૂંટતી ગયેલી, પરિણામે એનેસ્થેસિયા લીધા બાદ, ભાન જવા માંડેલું, ત્યારે અને ઓપરેશન દરમિયાન પણ પોતે અને પોતાનો દેહ અલગ છે તેની અનુભૂતિ કરેલી. બીજે જ દિવસે એણે સિવિલ હોસ્પિટલમાંથી મને ફોન કર્યો હતો ! “બહેન, મને સારું છે. ચિંતા ન કરતાં. અને તમને મારે એક અનુભવની વાત કરવી છે.” આમ જણાવી, એણે મને આ અનુભવની વાત કરેલી. દાદા આ આખી વાત સાંભળીને ધીમેથી કહે : “હું ય હમણાંથી દેહભાવથી અલગ થોડું થોડું થઈ શકું છું. દુખાવો છે. એમાં ધ્યાન જાય છે પણ થોડા પ્રયત્ને એમાંથી બહાર આવી શકું છું.” દાદાને કેવા પ્રકારનું લખાણ ગમે છે તેની હવે ખબર પડી હતી. મારી એક ડાયરી એવી છે જેમાં મેં સંતો સાથેની મુલાકાતમાં સંતો જે બોલ્યા હોય તે નોંધ્યું છે. આ ડાયરીમાં પૂ. બાપજી એટલે દાસાનુદાસે કરેલી વાતો નોંધી છે. લાંબેશ્વરની પોળમાં રહેતા શ્રી કાંતિભાઈ શાહ જેમને અમે ‘ભાઈજી'થી ઓળખીએ છીએ. તેઓ ૧૫ વર્ષથી પથારીમાં સતત હોવા છતાં, પીઠ પાઉડર એક વાર છાંટ્યો નથી, ખૂબી એ કે એમને એક પણ ભાડું નથી પડ્યું. એમની પ્રસન્નતા અને આંખની ચમક આપણને પ્રભાવિત કર્યા વિના રહે નહિ) તેમની વાતોમાંથી માર્ગાનુસારીના ૩૫ બોલની સમજ તથા ચોથું ગુણસ્થાનક કોને કહેવાય તે વાતો મેં નોંધી છે. વળી, પૂ. મોટાના જીવનની વાંચેલી વાતોની નોંધ છે. શ્રી માતાજી અને શ્રી અરવિંદનાં લખાણોમાંથી ગમેલા લખાણની નોંધ છે. દેવેન્દ્રભાઈ-હેમાની સાથે ક્યારેક થયેલા સત્સંગની વાત નોંધાઈ છે. કોઈ સામાન્ય માણસની અસામાન્ય કહેવાયેલી વાત કે પ્રસંગ પણ તેમાં નોંધ્યાં છે. હું આ ડાયરીમાંથી જ્યારે જઉં ત્યારે થોડું થોડું વાંચું. વાંચીને મારા મનમાં ઊભા થતા પ્રશ્નોને પણ જણાવું. અધ્યાત્મયાત્રા-અંદરની યાત્રા સરળ છતાં કેવી તો કઠણ લાગે છે તેની વાત કરું. આ સમયગાળામાં એમની દીકરી હેમા આવેલી. અઠવાડિયું રહીને તે બીજી ઑક્ટોબરના રોજ મુંબઈ ગઈ. એણે એક સરસ મઝાની વાત કરી. “મારા બાપા ઘેર આવે ત્યારે એમના હાથમાં મેડલ, પ્રમાણપત્ર, શાલ કે પુસ્તકો જોવા મળે. સાસરે ગઈ ત્યાં સસરા માંદા રહે. એમના હાથમાં દવાનું પ્રિસ્ક્રિપ્શન, દવાની બૉટલ કે એક્સ-રે હોય.” – આટલું ૧૨૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ કહી તે હસી, હેમા હસે છે ખૂબ સરસ. તા. ૬-૧૦-૨૦૦૪ એક અઠવાડિયા બાદ દાદાને ત્યાં ગઈ છું. દાદા સૂઈ ગયેલા તેથી બહા૨ સગુણાબહેન સાથે બેઠી. જાગ્યા એટલે અંદર ગઈ. મને જોઈ પ્રસન્નતાથી સ્મિત કરી હંમેશની પેઠે હાથ જોડ્યા. મેં પણ હંમેશ પેઠે પ્રણામ કર્યાં. કેમ છો ? પૂછતાં હાવભાવથી જ ઠીક છે એમ જણાવ્યું. જોઉં છું તો દાદાનું શરીર વધુ કૃશ જણાય છે. બે દિવસની દાઢી વધેલી છે. ગુણવંતભાઈએ દાઢી કરવાની વાત કરી પણ દાદાએ ના પાડી. મેં કીધું : દાદા, છોડો હવે આ લપ દાઢી-મૂછ વધારો અને ઋષિ-મુનિ જેવા બની જાવ. એમણે સ્મિત કર્યું. થોડી વાર બેઠા બાદ મેં પૂછ્યું : “વાંચશું ને ?”' દાદા હવે બોલવાનું લગભગ ટાળે છે તેથી આંખો પહોળી કરી, ભવાં ઊંચાં કરી ‘હા’ કહી. પછી ઇશારાથી જ કબાટ ખોલવાને જણાવ્યું. ઇન્ડોલૉજીમાં લઈને આવે છે તે થેલી કઢાવી. તેમાંથી એક આમંત્રણપત્રિકા કાઢી મને વાંચવા આપી. તા. ૧૭-૧૦ના રોજ જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ''ના હીરાલાલ ૨. કાપડિયાના લખેલા ત્રણ ગ્રંથોનું સંશોધિત આવૃત્તિના વિમોચનનું આમંત્રણ હતું. બાલમુનિચંદ્રે સંશોધન કર્યું હતું. તેમાં બીજા એક સરસ સમાચાર વાંચીને મેં ખુશી પ્રકટ કરી. મોહનભાઈ દલીચંદ દેસાઈના પુસ્તક જૈન સાહિત્યનો ઇતિહાસ'નું પુનર્મુદ્રણ થનાર છે. દાદા પણ ખુશ હતા. મને થયું કે દાદા આવી રુગ્ણ અવસ્થામાં પણ શ્રુતને લગતા સમાચારોથી કેવો રોમાંચ અનુભવે છે ! ત્યારબાદ મારી ડાયરીમાંથી પૂ. ભઈજીએ પં. ભદ્રંકરવિજયજી સાથેના પોતાના વાર્તાલાપની મને કરેલી વાતોની નોંધ તથા પૂ. યોગેશ પ્રભુ'થી ઓળખાતા સાધક પૂ. યોગેશભાઈ (તેઓ મૂળ પાલનપુરના વતની છે. તેમની સાધના ઈડર, અચળગઢ તથા હાલમાં કૌસાની ખાતે ચાલી રહી છે.) સાથેના સત્સંગ વખતે કરેલી નોંધો વાંચી. ત્યારબાદ, લુઈ હૈ ના “Heal your body' પુસ્તકમાંથી તથા શ્રી નેમચંદ ગાલાએ લખેલ ‘જિનદર્શન અને મૌદેહિક રોગો' વિષયક લેખનો સારાંશ વાંચ્યો અને તે સંદર્ભે પૂ. મોટાનું આ સંદર્ભે કહેવાયેલું એક વાક્ય ટાંક્યું. પૂ. મોટા કહે છે : “રોગ તો વૃત્તિથી થાય છે. રોગનું મૂળ વૃત્તિ છે અને વૃત્તિ વિચારથી છે. સ્મરણથી (નામસ્મરણથી) રોગ મટે છે.” કૅન્સર વિશે લુઈ હૈ તથા શ્રી ગાલા શું કહે છે તે વાંચી, તેઓએ સૂચવેલા ઉપાયો કહ્યા. # વાચન પૂરું થયા બાદ, દાદા બેઠા થયા. એમની ડાયરીમાં લખ્યું ઃ ૧૦૮ પાર્શ્વનાથનું ગીત છે તે સંભળાવો. પછી તે ડાય૨ી ગુણવંતભાઈને આપી અને મારી સામે જોઈને માર્મિક હસ્યા. “અંતરીક્ષ પાર્શ્વનાથનો છંદ’ નામની કૃતિ કરી તે વખતે નાનપણમાં ૧૦૮ પાર્શ્વનાથનાં નામો ભેગાં કરવાનું મારું ઘેલું કેવું હતું તેની વાત મેં દાદાને કરેલી. અત્યારે દાદા હસીને કહેવા માંગે છે : “તને ખૂબ ગમે છે ને એટલે તારે માટે મુકાવરાવું છું. એક વાર ઇન્ડોલૉજીની ઑફિસમાં બેઠા હતા ત્યારે તૂટક પુસ્તકોના ઢગલામાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામોનો કાગળ હાથ આવ્યો હતો અને દાદાએ એને તરત ઝેરોક્ષ કરાવરાવી મને આપ્યો હતો. જ્ઞાન માટે થોડી યે જિજ્ઞાસા હોય તો તેવા વિદ્યાર્થીઓની દાદા કેવી કાળજી લેતા ! કેવી વત્સલતા દાખવતા ! શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૨૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૧-૧૦-૨૦૦૪ આજે દાદાને ત્યાં ગઈ ત્યારે દાદા સૂઈ ગયા હતા. ગાંધીનગરવાળાં એમનાં બહેન રતનબહેન સવા૨થી આવેલાં. દાદા જાગ્યા પછી રતનબહેન ઘેર જવા નીકળ્યાં ત્યારે ભાઈ-બહેન હાથ જોડીને છૂટાં પડે છે તે ભાવ-દશ્ય દાદાની કુટુંબવત્સલતાનો મને પરિચય કરાવ્યો. ત્યારબાદ મેં ‘કેમ છો, દાદા ?” એમ ખબર પૂછતાં ઇશારાથી જ સારું છે એમ જણાવ્યું. દુખાવો ઓછો છે પણ બોલે તો દુઃખે છે એમ જણાવ્યું. આજે હું ઘેરથી થોડુંક લખાણ ટેપ કરીને લઈ ગઈ હતી. પૂ. મોટા તથા લુઈ હૈ નું રોગ-ઉદ્ભવ-કારણ અને ઉપાય વિશેનું લખાણ ટેપ કરેલું તે સંભળાવ્યું. પૂ. માતાજીની ‘અર્પણ' મેગેઝિનમાં નિરુત્સાહ અને નિરાશાના ઉદ્ભવ અને કારણની ચર્ચા પ્રશ્નોત્તરી હતી તે વાંચી. ત્યારબાદ પૂ. વિમલભાઈએ લખેલ પ્રેમ અને આસક્તિ' વિશેની એક પ્રશ્નોત્તરી વાંચી. આ લખાણમાં એક વાક્ય હતું : “સંબંધ બંધન નથી, મુક્તિનું દ્વાર છે.” આ વાક્ય મેં વાંચ્યું કે તરત દાદાની આંખમાં ચમક આવી. મેં આ વાક્યને હું કઈ રીતે સમજું છું તેની વાત કરી. જૈનધર્મમાં કર્મનિર્જરાની વાત છે. સંબંધો આ કર્મનિર્જરાના અવસરો પૂરા પાડે છે જો સમજીને તેની સાથે deal કરી શકીએ તો... ત્યારબાદ પૂ. બાપજીના (દાસાનુદાસના) જીવન વિશે વાત કરી. આબુનાં જંગલોમાં ૪૦ વર્ષ સાધના કર્યા બાદ બહાર આવેલા. એમનું લખાણ ‘ફૂલપાંદડી’ નામના પુસ્તકમાંથી વાંચ્યું. તેમાં ‘લેણદેણ ખપાવો’ શીર્ષક નીચે એક વાક્ય હતું : “જે સાધક પોતાના કુટુંબ પ્રત્યેની ફરજોને વૈતરું સમજીને, કંટાળીને બહાર જતો રહે છે, તેને બહાર જઈને પણ ગમે તે વ્યક્તિનું વૈતરું જ કરવું પડે છે." આ વાંચતાં વાંચતાં હું મનમાં દાદા વિશે વિચારી રહી : “દાદાએ પત્ની બાબતે કર્મનિર્જરા જ કરી છે ને ! ક્યારે ય અભાવ કે અણગમો આણ્યા નથી. અતિ સહજ ભાવે કર્મને સ્વીકારી લીધું છે. દાદા સાધક જ કહેવાય ને ?' પૂ. બાપજીનાં લખાણને ફરી લીધાં. એમાં એ કહે છે. “મનનું મૌન, વાણીનો ઉપવાસ અને આંખનું એકાંત ભેગાં થાય તો સાચો આનંદ પ્રગટે.” આ સાંભળી દાદા હાવભાવથી મને કહે : “વાણીનો ઉપવાસ તો મને છે.” મેં પૂછ્યું – “અને મનનું મૌન છે ?' દાદા ડોકું ધુણાવીને કહે : ‘ના’. પૂ. બાપજીનાં અન્ય લખાણોમાંથી ‘મૂર્તિ’ વિશેનું લખાણ પણ એમને ખૂબ ગમ્યું હોય તેવું લાગ્યું. પૂ. બાપજી કહે છે : “ઈશ્વર રાગદ્વેષથી રહિત છે. આપણે જેવા બનવું હોય તેવી સોબતમાં કાયમ રહેવું જોઈએ. મતલબ કે જેનામાં રાગદ્વેષ હોય નહિ તેની સોબત કરો. એવો કોઈ સાચો મનુષ્ય કે સાધુ ન મળે ત્યાં સુધી તો એક પાષાણ પ્રતિમાનો જ સંગ કરવો.'' – આટલું વાંચ્યું ત્યારે દાદાની આંખમાં ફરી ચમક ઊભરી આવી. છેલ્લે તા. ૬-૧૦ના રોજ ગયેલી ત્યારે નીકળતી વખતે સગુણાબહેનને મેં સૂચન કરેલું કે ઓશીકાની ઉપર તથા તેની નીચેની ચાદર પર બીજો ચાદરનો ટુકડો મૂકી પથારીની બે બાજુ વાળી દેશો તો (દાદાને ઊંઘમાં અભાનપણે મોંમાં ભરી રાખેલા કાથાના ડાઘ પડે છે તેથી) તે ટુકડાને રોજ બદલવું સહેલું પડશે. આજે આ વ્યવસ્થા થયેલી જોઈ. સગુણાબહેનને હતું કે આમ કરવાથી દાદા નારાજ થાય તો ? એટલે મેં જ આવી વ્યવસ્થા કરવાનું દાદાને જણાવ્યું હતું. દાદાએ મને લખીને જણાવ્યું. “બાર મહિનાથી મોઢામાં કાથો ભરું છું પણ કપડાંને ડાઘ પડવા દીધો નથી. રાત્રે ઊંઘમાં પડી જાય છે તે માટે આ ઉકેલ સારો બતાવ્યો છે.' – દાદાની આ ઉંમરે પણ ઘણાબધા, નાના-મોટા આવા પરિવર્તનને સ્વીકારવાની સહજવૃત્તિ અને શક્તિ હંમેશાં મારામાં આદર, અહોભાવ અને આશ્ચર્યની લાગણી જન્માવે છે. સતત પાન ખાનારનાં બગડેલાં શર્ટસ્ મેં જોયાં છે. દાદાના હાથમાં સતત કકડો હોય જ. વારે-વારે લૂછ્યા કરતા હોય, કાથો મોંની બહાર ન આવે તેની સતત સજગતા વરતાય. ૧૨૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ આજે એક વાતે મને ભારોભાર પસ્તાવો થયો. ટેપ લઈને ગઈ હતી. થયું દાદાનો અવાજ ટેપ કરું. માત્ર એક જ વાક્ય બોલો, દાદા. મેં દુરાગ્રહ કર્યો. દાદા માત્ર આટલું જ બોલ્યા: “બોલું તો બહુ દુઃખે છે." મુલાકાતીઓ સાથે દાદા ડાયરીમાં લખીને વાત કરે છે. આ નોંધો વાંચતાં જણાય છે કે એમનો દુખાવો વધતો ચાલ્યો છે, અસહ્ય બનતો જાય છે. આગલે અઠવાડિયે તો વાસણા બાજુ રહેતા શ્રી વિષ્ણુભાઈ ગઢડાવાળાને બતાવવા ગયા અને ત્યાંથી પાછા ફરતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિજી અને સાધ્વીશ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજીને ઉપાશ્રયમાં મળીને, ઈન્ડોલૉજી ગયા અને સૌને મળ્યા હતા. પણ તા. ૧૦-૧૦ના રોજ લખીને જણાવે છે – “આજ સુધી હું કહેતો રહ્યો કે આમ દવા કરો, તેમ દવા કરો પણ હવે તમારા પર છોડું છું. વિપુલભાઈને પૂછી લો. તે પછી તમે બધા યોગ્ય લાગે તેમ કરો. મારી ઓફિસમાં ડૉ. કનુભાઈ શાહનો પણ સંપર્ક કરો. ફૈબાનો પણ અભિપ્રાય લો. સતત દુખાવો તો ક્યાં સુધી સહન કરી શકું ?. ગઈ રાત્રે હાથમાં અને પગમાં પણ તોડ થયો હતો. વિપુલભાઈને પહેલાં પૂછવું. ચોવીસ કલાક તો સહન કરી લઈશ.” તા. ૧૪-૧૦-૨૦૦૪ આજે દાદાને ત્યાં ગઈ ત્યારે દાદા દૂધ પીતા હતા. દાઢી વધેલી હતી. ચહેરો નિરુત્સાહી જણાતો હતો. સગુણાબહેને જણાવ્યું કે પાડોશી રસિકભાઈ ભોજકે એક બુક આપી હતી. આંબલા પાસે કેન્સર આયુર્વેદિક રિસર્ચ સેન્ટર છે તેના તરફથી બહાર પડેલી છે અને એમાં કેન્સર ઉપર રગતરોહિડાનો ઉપચાર જણાવેલો. રસિકભાઈએ પુસ્તિકા આપીને રગતરોહિડાનો ઉપચાર કરવો જ એવો દુરાગ્રહ કરેલો. દાદા એટલે અપસેટ છે. દાદાએ ડાયરીમાં લખીને જણાવેલું તેમ તેઓ આવી દવાના વિરોધી ન હતા પણ પોતે એ પુસ્તિકા વાંચી તો તેની સાથે અન્ય દ્રવ્યો પણ હતાં. એમાં તે દવા ક્યારે, કેટલા પ્રમાણમાં, કયા અનુપાન સાથે કરવી તે જણાવેલ નહીં. દર્દીએ સેન્ટર પર જવું પડે. વૈદ્ય નજીક સારો એમ પોતે માને. કહેવાતા આવા દાવા સર્વાશે અક્સીર માની દવા ન કરાય. વળી એક રોગની અનેક દવા હોય. વૈદ પોતે તેનો અનુભવી હોય. તેથી વાંચીને દવા ન થાય અને અનુભવી વૈદે નાડી જોઈ તથા મારી ઉંમરને ધ્યાનમાં રાખીને દવા કરે. ટૂંકમાં વૈદની ગેરહાજરીમાં, અધૂરી બાબતે તેઓ એ દવા કરવા તૈયાર ન હતા. એટલેસ્તો, ગુણવંતભાઈ તો રગતરોહિડાનાં બે પેકેટ લાવ્યા હતા છતાં લેવાની ના પાડી. મને કહે: “હું વૈદને પૂછી જોઈશ કે તેઓ મારી દવામાં શું આપે છે ?” રગતરોહિડો લેવા અંગે પણ પૂછીશ. (દાદા લખીને વાતો કરવા જે ડાયરી વાપરતા તેમાં તા. ૧૨- ૧૦૪ની નોંધમાં આ બધી વાતો લખેલી જોવા મળે છે.) ત્યાર બાદ, મેં મારી ડાયરીમાંથી વળી પાછું પૂ. માતાજી, પૂ. બાપજી અને પૂ. ભઈજીનું લખાણ વાંચ્યું. દરેકમાંથી રોજ થોડું થોડું વાંચું છું પણ આજે એમને બધું ગમ્યું હોય તેવું લાગ્યું. એમના નિરુત્સાહને જોઈને હું બોલી : “દાદા લાગે છે કે તમે હારી બેઠા છો. જવા માટે તૈયાર હોવું એ એક વાત છે પણ રાહ જોઈને બેસવું, એના માટે અધીરા થવું એ બીજી વાત છે. દાદા કહે : (હાવભાવથી) “શું કરું? દુખાવો તો ઓછો થતો નથી.” મેં માતાજીની વાતોને આધારે સમતુલા સાધવાનો પ્રયોગ બતાવ્યો. પછી કહ્યું : “દાદા, શા માટે જીવન સમેટવું? કામ હજુ ક્યાં પૂરાં થયાં છે ? લિપિનું કામ તો તમારા પછી ચાલ્યા કરશે. આ સમય હવે તમારે માટે શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૨૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ આંતરિક પ્રગતિ સાધવાનો છે. શ્રી સંયમબોધિ મહારાજસાહેબનો કાગળ મેં વાંચેલો. તેમાં એમણે આવેલી આપત્તિને અવસરમાં ફેરવવાની વાત કરેલી. અભીપ્સા રાખશો તો માર્ગદર્શક ઘેર બેઠા, સામે ચાલીને આવશે. હવે મૃત્યુની રાહ જોવામાં સમય કાઢવો નથી. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી પૂરી તન્મયતાથી જ જીવવાનું છે, હં.” ફરી પાછો દાદામાં ઉત્સાહસંચાર થયો. દર વખતે આવા ભાવ વખતે કરે છે તેવી મુદ્રા રચી બે હાથ કોણીએથી પાછળ લઈ જઈ. આંખમાં સાહસનો ચમકારો લાવી, “હં' કહ્યું. મને સારું લાગ્યું. ઊઠતાં ઊઠતાં મેં પૂછ્યું: શ્રી પુણ્યવિજયજી પાસે કામ કરતા હતા ત્યારે આપે એમની સાધના જોયેલી ? સાધના બાબતે તેમની સાથે વાતો થતી ?” આંખો નચાવીને દાદા કહે : “ઘણી બધી.” મેં કહ્યું : “શક્ય હોય તો લખીને રાખજો. મને વંચાવજો. ખાસ તો એ વાત લખજો કે એમની કઈ બાબતો - વાતો (આ અંગેની) તમને ગમી ગયેલી? અત્યારે કઈ વાતો વધુ યાદ કરો છો ?” પણ દાદા આ વાત લખી શક્યા ન હતા.) આજની આ બધી વાતો હાવભાવથી કે લખીને થઈ. વળી, મને આનંદ એ વાતનો થયો કે આજે વાતચીતનો દોર બે બાજુનો રહ્યો. મેં માત્ર વાંચવાનું જ કામ નથી કર્યું! દાદાનું શેરિંગ હોય છે ત્યારે મને ખૂબ જ ગમે છે. હમણાં હમણાં મને કમરનો દુખાવો રહેતો હતો તેથી તરત કદાચ ન આવી શકાય એમ જણાવ્યું. દાદા લખીને કહે : “મેથીની ચા પીવો.” - ત્યાં સગુણાબહેન આવ્યાં. કહે : “દાદા હવે વૈદરાજના સૂચવ્યા મુજબ બધું જ નથી કરતા. બેત્રણ વાર શેક કરવાનો છે, પણ એક જ વાર કરાવે છે. કોગળા ૩ વાર તો કરવાના જ છે પણ એ ય એક વાર કરે છે.” સગુણાબહેનને મેં હસતાં હસતાં કીધું: “વહુની દયા ખાય છે, દાદા.” અને દાદાને વઢીને કીધું : “દાદા, તમે હવે આને દીકરી બનાવી છે એટલે હકથી બમણી સેવા લેવાય અને આપણે હમણાં વાંચ્યું નહીં કે આ તો બધી લેણદેણ ખપાવવાની છે. કોણ જાણે કયા ભવનું તમે એની પાસે માગતા હશો ? ઊભું ક્યાં રાખો છો આ લ્હેણું ? અટકાવશો તો બીજા ભવે સેવા બીજા સ્વરૂપે લેવી પડશે. ચૂકવી દેવું.” હવે પછી મેં “માતાજીના વાર્તાલાપમાંથી માંદગીમાં દવા વિશેનું લખાણ વાંચવાનું વિચાર્યું. તા. ૧૮-૧૦-૨૦૦૪ આજે દાદાને ત્યાં જવા ધારેલું પણ અન્ય કામો નીપટાવતાં મોડું થયું અને ગયા વિના જ ઘેર પાછી આવી. ફોનથી ખબર પૂછડ્યા. સગુણાબહેને જણાવ્યું કે ગઈકાલે ખૂબ જ દુખાવો હતો. દવાખાનામાં દાખલ થવા ઇચ્છતા હતા. સિવિલ હોસ્પિટલના કોઈ ડૉક્ટરને ફોન કરી દુખાવા માટેની દવા લખાવી. એ લેવાથી આજે રાહત છે અને આજે હવે ઓપરેશનમાં જવાનું માંડી વાળ્યું છે. હવે દાદા માત્ર દવા લઈને દુખાવામાં રાહત ઇચ્છે છે. ૧૨૬ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #145 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૨-૧૦થી તા. ૧૯-૧૦-૨૦૦૩ દરમિયાન દાદાએ ડાયરી દ્વારા ઘરના સભ્યો તથા મુલાકાતીઓ સાથે કરેલી વાતચીતના અંશો : બીજે દિવસે દાદાને ત્યાં ગઈ ત્યારે છેલ્લા અઠવાડિયાની અન્ય સાથે કરેલી વાતોની નોંધો જોઈ તો તેમાં પોતે કઈ દવા લે છે, કોની દવા કરે છે, દુખાવો થાય છે, બળતરા થાય છે, જીભ નીચે દુખે છે, શું શું ખાવાનું લેવાયું – જેવી હંમેશની પેઠે લખેલી વાતો હતી. પણ – તા. ૧૫-૧૦ના રોજ જણાવેલું છે. - વિપુલભાઈને કહો – આખી રાત બળતરા થઈ છે..... ૧૨ મહિના દવા લીધી પણ મચ્યું નથી તો હવે શું કરવું ? અથવા તમને યોગ્ય લાગે તે ઉપચાર કરો. ઓપરેશન કરાવવું હોય તો તેમ કરો. રગતરોહિડો આપવો હોય તો આપો.” તા. ૧૬-૧૦ની નોંધમાં – “હું ઊંઘતો નથી પણ પડ્યો છું. – બાયોપ્સી કરાવ્યું હતું ત્યાં દુખે છે.” તા. ૧૭-૧૦ના રોજની નોંધમાં – “સતત બળતરા થાય છે. તાત્કાલિક કાંઈ કરો. - ડૉક્ટર તો દવાખાનામાં દાખલ કરી દેશે અને તમે બધા હેરાન થઈ જશો. – પરાણે ઊભો થાઉં છું. પડી જવાય તેમ લાગે છે. - હમણાં ઊભા થતાં પગમાં તાકાત ન રહી એટલે ઊભો કરવો પડ્યો - આ જ દિવસે વળી, પ્રીતિબહેનને લખી જણાવ્યું છે કે – બોલતો થાઉં એટલે ઓફિસે આવું.” તા. ૧૯-૧૦-૨૦૦૪ આજે દાદા પાસે જઈને પૂ. માતાજીના લખાણમાંથી માંદગી પરનું લખાણ વાંચ્યું. થોડાક પેરેગ્રાફ અંતર ઊઘડ્યાં દ્વારમાંથી વાંચ્યાં. લખાણ વાંચવાની સાથે સાથે, વચ્ચે વચ્ચે હું તે તે લખાણના કર્તા વિશેની, તેઓના જીવનકાર્યની વાતો વણી લેતી “અંતર ઊઘડ્યાં દ્વારની વાત કરતાં તેની લેખિકા કેડી અને ફિનલેન્ડની . કેરેવાન વસાહતની વાત કરી, “કેરેવાન” શબ્દ પરથી નિવાસી બસો કેવી હોય, અમેરિકામાં નિવૃત્ત થઈ. ઘરબાર વેચી, આવી કેરેવાન લઈ દંપતી તેમાં જ આખું અમેરિકા ફરે છે તેની વાત કરી. અમને આવાં ૭૫-૮૦ વર્ષનાં એક દંપતી આ રીતે ટુર પર નીકળેલાં તે મળ્યાં હતાં. તેની વાત પણ કરી. પછી મને વિચાર આવ્યો કે દાદાને આ સાઇડ-ટ્રેક ગમતો હશે ? પૂછી નાંખ્યું. દાદા, વાંચતાં વાંચતાં હું જે મારી વાતો ઉમેરું છું તે ગમે છે કે કંટાળો આવે છે ? માત્ર વાંચું કે કરું છું તેમ વચ્ચે વચ્ચે બીજી વાતો કરું ? લખીને દાદાએ જવાબ આપ્યો: “વાંચો કે બીજી વાત કરી, મને બન્ને ગમશે. આથી દુખાવો ઓછો લાગે છે. ધ્યાન એટલું દુખાવામાં જતું નથી." મેં પૂછયું : “દાદા, દુખાવો અસહ્ય બને ત્યારે શું કરો છો ?” બીજે ધ્યાને લઈ જવાય છે ? જવાબ લખીને – “તીર્થોમાં ફરવા જઉં છું.” આજે દાદા લખીને જવાબ આપવાના ઉત્સાહમાં હતા. હું જે વાંચતી તેના અનુસંધાનમાં આ પહેલાં વાંચેલા લખાણનું અનુસંધાન જોડાતું હોય તો તે વાતો યાદ કરાવતી. પૂ. માતાજી માંદગીવાળા સ્થાને ઊર્ધ્વચેતનાને મૂકવાની વાત કરે છે એ કેવી રીતે થઈ શકે તે હું એ વાત જે રીતે સમજતી હતી તે રીતે સમજાવી. “ઓટો-સજેશન'ની અસરોની વાત કરી તથા દાદાની પાસે ‘ઓટો-સજેશન”નો પ્રયોગ પણ કરાવરાવ્યો. વળી મને શ્રી પુણ્યવિજયજીની સાધના વિશે પૂછવાનું મન થયું. એમણે એ બાબતે મારી ડાયરીમાં માત્ર આટલું લખ્યું : “પૂ. આગમ-પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી જન્મથી રાગરહિત હતા તેવું હું માનું છું. રોજ સવારે ધ્યાન કરતા હતા.” કોઈ વાર સમુદાયમાં સાધુઓમાં ચડભડાટ થાય અને હું આ વાત મહારાજજીને કરું તો તેઓ માત્ર શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૨૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ આટલું જ કહેતા : ‘તેઓ અહીં શા માટે આવ્યા છે એ જ ભૂલી ગયા છે. પછી તેઓ આ સાધુઓ સાથે સૌમ્યરૂપે વાત કરે, અને તેમની વચ્ચે સમાધાન કરાવે.' તા. ૨૩-૧૦-૨૦૦૪ આજે ગઈ ત્યારે દાદા બારીઓ બંધ કરાવી સૂઈ ગયા હતા. મારો અવાજ સાંભળી બોલ્યા : “વાંચતો હતો. થાક્યો એટલે બધું બંધ કરાવી હમણાં જ આડો પડ્યો. ઊંઘ નથી આવતી પણ થાક ખૂબ લાગે છે.” સગુણાબહેન કહે : “ખોરાક લેવાતો નથી. માત્ર પ્રવાહી લે છે. એટલે થાક લાગે જ ને !'' આજે દાદાને બોલતા જોઈ મને ખૂબ આનંદ થયો. થોડી વારે એમણે એમના મનમાં રમતી એક અગત્યની વાત છેડી. કહે : “મારે દેહદાન કરવું છે. દેહદાનની વિધિ ખબર છે ?' “ના, મને ખબર નથી. પણ કોઈને પૂછી જોઈશ. પછી તમને જણાવીશ.' મેં કહ્યું. દાદા : “રતિલાલ દીપચંદ દેસાઈએ દેહદાન કરેલું ત્યારે હું હાજર હતો. બાંધે નહિ. ગાડી આવે. સ્ટ્રેચ૨માં લઈ જાય. ઘરના સર્વે હાથ જોડીને, મૃતદેહની આસપાસ ઊભા રહી જાય. રતિભાઈના દીકરા નીતિનભાઈ ગઈકાલે આવેલા. તેમના ગયા પછી મને આવો વિચાર આવેલો. સૌ પહેલાં તમને જણાવું છું. સગુણાને કહું ?'' મેં કહ્યું : “શા માટે નહિ ? ચોક્કસ કહો.'' (થોડી વાર વિચાર કરી) દાદા : થાય છે, સાંજે ગુણવંત અને સગુણાને – બન્નેને સાથે જ કહીશ.'' (વળી મન બદલાયું.) મને કહે : “સગુણાને બોલાવો ને.’’ હું બોલાવવા ગઈ તો સગુણાભાભી કામવાળી આવી હોવાથી તેની સાથે કામમાં વ્યસ્ત હતાં. મને કહે : દાદાને કહો, થોડી વારમાં જ હું આવું છું. પણ પછી દાદાએ વિચાર માંડી વાળ્યો. મને કહે : “હવે સાંજે જ કહીશ. નીતિનભાઈને બોલાવી બધું પૂછી લઈશ.' (થોડી વાર પછી મને કહે :) “તમને કેમ લાગે છે ?” મેં જવાબ આપ્યો. જેવી તમારી ઇચ્છા.' જોકે મોટા સંતો કે સાધનામાં આગળ વધેલા સાધકો ઘણુંખરું દેહદાનમાં માનતા નથી, તેઓ પોતાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થાય તેમ ઇચ્છે છે. વળી મને એમ પણ થાય છે કે કૅન્સરગ્રસ્ત દેહ દાનમાં લેવાતો હશે ? ૧૨૮ દાદા : મારે તો અભ્યાસ માટે આપવો છે. બપોરનું દૂધ પીતાંપીતાં દાદાએ આ બધી વાતો બોલીને કરી. ત્યારબાદ મેં ‘ઊઘડતાં દ્વાર અંતરનાં'માંથી તા. ૨૧-૨૨ અને ૨૩ ઑક્ટોબર ૫૨નું લખાણ વાંચ્યું. દાદા : જુઓ. હવે સૌને ખબર પડી ગઈ છે કે મેં ઉપર જવાની તૈયારી કરી લીધી છે તેથી લોકો રોજ મળવા આવે છે. સમય જતો રહે છે. ગઈકાલે એક સગા શત્રુંજયયાત્રાની વિડિયો કેસેટ લઈ આવેલા. એમાં નવકા૨ બોલે તે સંભળાય. શત્રુંજ્યનાં પગથિયાં ચઢતી કન્યાઓ ડાન્સ કરતી જોવા મળે. ભગવાનનાં દર્શન ખૂબ સારી રીતે થાય. ડાન્સ કરનારી કન્યાઓમાં એક અમારી જાણીતી કન્યા હતી તે કેસેટ લાવનાર શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ભાઈએ મને બતાવી. મેં આશ્ચર્ય બતાવ્યું તો ભાઈ કહે કે આ ડાન્સ કંઈ શત્રુંજય પર થયો ન હોય. આ તો કયૂટરની કમાલ છે. બીજેથી ડાન્સની ઉઠાંતરી થઈ હોય. ક્લોઝ-અપના દશ્યમાં આપણી દીકરીનો ચહેરો ગોઠવાય. મેં પૂછ્યું: “દાદા, તમને એ ગમ્યું?” અતિ તાટધ્યપૂર્ણ દાદાનો જવાબઃ “વિજ્ઞાન કેવું કેવું લઈ આવે છે? વિચારું છું કે આમાંથી પ્રેરણા લઈને શું શું થઈ શકે ? અથવા તો કઈ હદ સુધી વાત જઈ શકે ? પણ કયાંય કશું અટકે તેમ નથી.” આ વાતચીત બાદ સ્વામી બ્રહ્મવેદાંતનું ‘અંતઃકરણની ઓળખ' વાંચવાનું શરૂ કર્યું. નાની પુસ્તિકા છે. અંતઃકરણના ચાર કરણો છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ સર્વેની સમજ તેમાં આપેલી છે. છેલ્લે ચેપ્ટર બાકી રાખ્યું. દાદાની એક ખૂબી છે. લખાણ આગળ સાંભળવાની ઈચ્છા હોય તો યે દાદા તેનું મમત્વ રાખે નહિ. જે સ્વાભાવિક રીતે મળે તે અને તેટલું જ બસ – આ જ એમનું વલણ. હું અટકું તો કહે “ભલે' આગળ વાંચો કે પૂરું કરી દો એમ કીધું નથી. આવનાર વ્યક્તિની સમયમર્યાદાને પૂરેપૂરી જાણે, સમજે, સ્વીકારે. દાદાને મેં હંમેશાં “મહાજનભૂવાળા વિપુલભાઈનાં વખાણ કરતાં સાંભળ્યા છે. આજે પણ એમની ખૂબ પ્રશંસા કરી, વિપુલભાઈ એટલે જાણે તેમને માટે આ માંદગી દરમિયાનના વડીલ, હિતેચ્છુ અને પૂછવાનું સ્થાન ! તા. ૨૭-૧૦-૨૦૦૪ આજે પણ દાદા સૂતેલા હતા. જાગ્યા પણ ઊંઘમાં હોય તેમ જણાતાં મેં કહ્યું : દાદા, સૂઈ જાવ. હું બહાર બેઠી જ છું. આટલું કહી હું બહાર બેઠી. આવતી કાલે શરદપૂર્ણિમા તેથી દાદાનો જન્મદિવસ. ગુણવંતભાઈને મને થયું કે આવતીકાલનો દાદાનો જન્મદિવસ ઊજવવો. ઈન્ડૉલોજીના સ્ટાફને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સગાંઓને બોલાવેલાં. આથી, આજે ઘરની સફાઈ ચાલી રહી હતી મેં આ સમય ઑડિયો વિઝયુઅલ સ્તવનો ટી. વી. સ્ક્રીન પર જોયાં. દાદા ઊઠ્યા. હું એમની પાસે બેઠી. દાદા કહે : “મને કશું દુઃખ નથી. પગ દુઃખે કે માથું દુઃખે પણ ફરિયાદ કરતો નથી પરતુ, ગઈકાલે ઊભા થતાં, મારે ટેકો લેવો પડ્યો.” આજે ખાસ, મેં જન્મદિન અને તેની ઉજવણી. તેનું મહત્ત્વ વિશેના પૂ. મોટા તથા પૂ. માતાજીનાં લખાણ વાંચ્યાં. ત્યારબાદ મેં કહ્યું: “જુઓ, આ બધાં લખાણોની મેં મારા અવાજમાં ટેપ કરેલી કેસેટ તમને આવતીકાલે આપીશ, આજે મેં એટલા માટે વાંચ્યું છે કે જે સાંભળીને તમે પૂ. માતાજીએ કહ્યું છે તેમ જન્મદિને અગ્રભાગે આવતા ચૈત્યપુરુષ સાથે સંવાદ સાધવા તૈયાર રહો. તમારા જન્મદિનની મારી એ gift હશે.” તા. ૨૮-૧૦-૨૦૦૪, શરદપૂર્ણિમા આજે દાદાને ત્યાં, હું તથા મારા પતિ બને ગયેલાં. પલંગમાં દાદા પગ પર મઝાની સફેદ શાલ નાંખીને બેઠેલા. નવી ચાદર પાથરેલી હતી. ગુણવંતભાઈના બનેવીની સાથે દાદાએ બોલીને ઓળખાણ કરાવી. બનેવી શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૨૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ રાધનપુરની પાસેના ગામમાં ભણશાળી ટ્રસ્ટની ચાલતી શાળામાં નોકરી કરતા હતા. તેઓ સારા ગાયક છે. એમના કંઠે બે સ્તવનો સાંભળ્યાં. મારા પતિ ચંદ્રકાન્ત ‘શુભ મંગલ હો' ગાયું. આ ગીત શ્રી મકરંદ દવેએ લખેલ છે અને આજે આપવાની કેસેટમાં મેં આ ગીત ચંદ્રકાન્ત પાસે ગવરાવી ટેપ કર્યું છે. ત્યારબાદ મેં પણ મકરંદભાઈએ લખેલું “મુંને મળ્યું ગગનમાં ગેહ' ગીત ગાયું. અમે સાથે કેમેરો લઈને ગયેલાં. દાદાના અમારી સાથેના તથા તેમનાં કુટુંબીજનો સાથેનાં ફોટા ખેંચ્યા. દીકરી તેમાં આવી ન હતી કે ઇન્ડોલૉજીના સ્ટાફના કોઈ આવ્યા ન હતા તેથી તેઓ સાથેના ફોટા લઈ શકાયા નહિ. સ્ટાફના બધા કદાચ સાંજે છૂટીને આવશે એમ જણાવવામાં આવ્યું. - ત્યાર બાદ નાસ્તો કર્યો : સમોસા, ચવાણું તથા પેંડા, ચંદ્રકાન્ત કહે : “દાદા, આવતી શરદપૂર્ણિમાએ આવીએ ત્યારે ફરી સમોસા ખવડાવજો.” દાદા હસ્યા. કહે : “ઉપરવાળાની મરજી.” ચંદ્રકાન્ત કહે : “દાદા, હું જે સંતના પરિચયમાં આવ્યો હતો તે પૂ. બાપજી કહેતા કે “આયુષ્ય અનંત છે અને દેહનો દુકાળ નથી.” દાદા તરત કહે : “મતલબ મોક્ષ નથી.' ચંદ્રકાન્ત હસી પડ્યા. થોડી વાર પછી દાદા કહે : “સંતોની વાણી સમજવી અઘરી છે. એને સાંભળનારા પોતાની મતિ અને સમજ પ્રમાણે એમનાં વાક્યોમાંથી અર્થ કાઢતા હોય છે.” દાદાએ આજે ૮૭ વર્ષ પૂરાં કરી ૮૮મા વર્ષમાં પ્રવેશ કર્યો. તા. ૩-૧૧-૨૦૦૪ મુંબઈથી દાદાની દીકરી હેમીબહેન આવેલાં તેમને મળવા ગઈ. તેમને દાદાના જન્મદિને ટિકિટ ન મળી તેથી આવી શકેલાં નહિ, બીજે દિવસે આવેલાં. તારીખ પ્રમાણે ૩૦મી પણ દાદાની વર્ષગાંઠ કહેવાય. પોતાના દીકરાને પણ તેઓ લઈ આવેલાં. મારે વાસ્તુ હેમીબહેન મુંબઈનો હલવો લઈ આવેલાં. મારા ભાઈ મુંબઈથી આવી જ રીતે મારે માટે હલવો લઈ આવે છે તે મને યાદ આવ્યું. દાદા વધુ કુશ લાગતા હતા પણ ચહેરા પર ચમક અને સ્મિત હતાં. દાદા સાથે વાતોમાં ગૂંથાઈ. પ્રશ્ન : દાદા, ભાવનું બહુ મહત્ત્વ આંકવામાં આવે છે. ભાવ ફળે પણ છે. હવે પછીના જન્મ માટે આપ કેવો ભાવ ભાવો છો ? આ જીવનમાં કરી તેવી લિપિસાધના – જ્ઞાન – સાધના જ કે બીજું કશું ? દાદા : જ્ઞાનસાધના જ ગમે. લિપિ ગમે. જે કામ કર્યું છે તે જ હવે પછી કરવાનું મન થાય. સહેલું પડે ને. (થોડી વાર અટક્યા – દાદા આજે બોલીને વાત કરતા હતા કહે :) પણ હવે જલદી જવાય તો સારું. ફરી પાછું જલદી કામ શરૂ થાય ને. આમ તો હવે સમય નક્કામો જાય છે. હું નક્કામો શાને? સંયમબોધિ મહારાજે પત્રમાં લખેલું તેમ આ તો અવસર છે. હજુ ક્યાંક ગુસ્સો આવે છે, હતાશ થવાય છે. વેદનાની ઉપરનો આનંદપ્રદેશ શોધવાનો છે ને ? એ ન મળે ત્યાં સુધી આપણે ૧૩૦ મૃતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #149 -------------------------------------------------------------------------- ________________ જવું નથી, એમ નક્કી કરો. આ તો ફરજિયાત સૂવાનું છે તેથી સમય જ સમય છે, નહિતર પ્રત લઈને બેઠા હોત ! ('પ્રત' શબ્દ સાંભળતાં દાદા જાણે વિદ્યુતસંચાર અનુભવે છે.) કહે : કબાટ ખોલો અને પેલો કાગળ છે તે લાવો. કાગળ લીધો અને જોયું તો હસ્તપ્રતની ઝેરોક્ષ ! દાદા : પાટણથી આવી છે. વાંચો. મને પહેલું પાનું વાંચવું અઘરું પડ્યું. બીજાં પાનાં વાંચી શકાયાં. દાદા : જુઓ. આમાં હજુ ૧૨૫ વર્ષ જ જૂની લિપિ છે. તમારી આટલી પ્રેક્ટિસ છે તોયે કેવી અઘરી પડે છે ?! મેં કાચ મંગાવેલો છે. પછી વાંચીશ. હું : કહેવું પડે દાદા, હજુ આ કામ છૂટ્યું નથી, નહિ ? અચ્છા. કેસેટ સાંભળી ? કામ શરૂ થયું ? હા, ત્રણ દિવસથી શરૂ કરેલું છે. કેવી રીતે ? આ ૮૮ વર્ષ થયાં. કેટકેટલાના પરિચયમાં આવ્યો. સંબંધમાં બંધાયો. કેટકેટલાં સ્થળોએ ફર્યો. કેટલાયે ઉપર ગુસ્સો કર્યો હશે. ગાડીના ડબ્બામાં ચડતાં સાથી મુસાફરો સાથે લડી પણ પડ્યો છું. આ બધું મનમાં યાદ કરું છું. યાદ આવે તે પ્રસંગ, તે ચહેરા નજર સામે લાવી, બધાને મિચ્છામી દુક્કડમ્' કહું છું. હું : અરે વાહ ! કેવી સરસ શરૂઆત ! ત્યાર બાદ મેં રજનીશના મહાવીર-મેરી દૃષ્ટિમેં' પુસ્તકની વાત કરી, રજનીશ ઘણા વિવાદાસ્પદ રહ્યા છે પણ એ વિવાદમાં ન પડીએ. અને એની કેસેટ સાંભળીએ કે પુસ્તક વાંચીએ તો તે દરેક સંતોના જીવન અને તત્ત્વજ્ઞાનને ઊંડાણપૂર્વક વિવરણાત્મક પદ્ધતિએ આપણી સમક્ષ મૂકે છે જેથી કરીને એની સમજ વિશદ બને. મહાવીર મેરી દૃષ્ટિમેં' પુસ્તકમાંના યાદ રહેલા બે પ્રસંગો કહ્યા. દાદા : તમને જો કેસેટ મળે તો મને લાવી આપજો. દાદા : હું : દાદા : દાદાનો આ ભાવ મને ખૂબ ગમ્યો. કોઈક જરાક જિજ્ઞાસા બતાવે તો દાદા લિપિ શીખવવા બેસી જાય. તેમ ક્યાંકથી જ્ઞાન મળતું હોય તોયે એટલા જ ઉત્સુક ! પોતે ભારે જિજ્ઞાસુ, ક્યાંયથીય કશું જ્ઞાન મળે તો છોછ નહિ, ધર્માંધ નહિ. ખુલ્લા દિલના-ખુલ્લા મનના. સદા જિજ્ઞાસુ. ચિત્રલેખાનો એક જૂનો અંક મારા વાંચવામાં આવ્યો. તેમાં ‘દેહદાન’ વિશેની વિગતો હતી. આ લેખ હું લઈ ગયેલી. આ લેખ વાંચતાં પહેલાં મેં પૂછ્યું : પ્રશ્ન : દાદા, ‘દેહદાન’ બાબતે કુટુંબીજનોને પૂછી જોયું ? દાદાએ ઇશારાથી જણાવ્યું કે ના પાડી છે. હેમીબહેન સાથે જ બેઠાં હતાં. કહે : બધાની ઇચ્છા નથી. વિચાર સારો છે પણ અમારા વડીલો, ફઈબા વગેરે ચોખ્ખી ના પાડે છે. મેં હવે ચિત્રલેખાનો લેખ દાદાને આપી જણાવ્યું : “લો દાદા, આ વાંચો. તમે દેહદાન કરી શકતા નથી. કૅન્સ૨ને કા૨ણે એ ન થઈ શકે. મારો ભય સાચો પડ્યો. મેં ત્યારે તમને કહેલું કે કદાચ કેન્સ૨ને કા૨ણે આમ ન થઈ શકે. દાદા, સમજજો કે કુટુંબીજનોની ‘ના'થી તમારી ઇચ્છા અધૂરી રહી નથી પણ ઉપરવાળાની મરજી પણ એવી જ છે. તે દિવસે તમે દેહદાનની વાત મને કરેલી તે મેં ચંદ્રકાન્તને કહેલી. તેમણે પણ કહેલું : શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૩૧ Page #150 -------------------------------------------------------------------------- ________________ આવું ન કરે તો સારું. પંચમહાભૂતનાં તત્ત્વો પંચમહાભૂતમાં ભળી જવાં જોઈએ. સંતો ક્યારેય ઑપરેશન કરાવી અંગ કઢાવી નાખતા નથી કે તેઓ દેહદાનમાં માનતા નથી.' તા. ૧૬-૧૧-૨૦૦૪, જ્ઞાનપંચમી આજે ઘણા દિવસે દાદાને ત્યાં જવાયું. જ્ઞાનપંચમી હતી તેથી મેં એકાસણું કરેલું. બેલ માર્યો તો મારી નવાઈ વચ્ચે દાદા બારણું ખોલવા આવેલા પાછળ જ અંદરથી એમનો ભત્રીજો આવ્યો પણ ખોલીને “આવો’ કહ્યું એ સાંભળીને હું તો રાજીની રેડ થઈ ગઈ. મેં પ્રણામ કર્યા. “સાલમુબારક' કહ્યા. થોડી વારે પોસ્ટમેન આવ્યો. પાલિતાણાથી ઢંકારશ્રીજીનાં શિષ્યાનો પત્ર તથા વાસક્ષેપ હતો. એમણે પોતાના મસ્તકે મારા તથા ઘરના દીકરાઓને માથે નિદ્વાર પારગા” બોલીને વાસક્ષેપ નાખ્યો. જાણો છો, આનો અર્થ ? ‘ નિસ્તારપારગા' એટલે સંસારથી પાર થવાની વાત છે. આ છોકરાઓને થતું હશે કે દાદાએ અમને સારું ભણવાના કે એવા કોઈક આશીર્વાદ આપ્યા પણ આમાં તો સંસારથી પાર જવાની વાત છે.” આમ બોલી તેઓ મલક્યા. ત્યાર બાદ બસ, સહજતયા ઘણી-બધી વાતો કરી. થયું : “આજે જો ટેપ-રેકોર્ડ લઈને ગઈ હોત તો કેટલું સારું થાત ? પણ દાદા આજે બોલીને આટલી બધી વાતો કરશે એની ક્યાં ખબર હતી ? ખેર. કહેલી વાતોને યાદદાસ્ત પર લાવીને ઘેર આવીને ડાયરીમાં હવે નોંધું છું.” દાદા કહે: “માંદગી અસાધ્ય હોય અને શરીર બીજા કશા ખપનું રહ્યું ન હોય, પોતાને તથા ચાકરી કરનારને ત્રાસરૂપ બન્યું હોય તો એવા સંજોગોમાં મને થાય છે કે ડૉક્ટરે બાટલા ચડાવવા અને નળીઓ ભરાવવાને બદલે ઝેરનું ઇંજેક્શન આપવું જોઈએ. દર્દીની પોતાની ઈચ્છા હોય તો આમ કરવું સારું. એમાં જે કાયદાકીય બાધ આવે છે તે ન હોવો જોઈએ તમને આ વાત બરાબર લાગે છે ?" મેં કહ્યું: “દાદા, આને “મર્સીલિંગ' કહેવાય છે. આજે આ “મસી કીલિંગને લીગલ બનાવવાનો ઘણો ઊહાપોહ થયો છે પણ તેને લીગલ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. કેન્સરગ્રસ્ત ડૉક્ટરપતિ પોતાની પત્ની દ્વારા ઝેરનું ઇંજેક્શન લઈને યાતનામુક્તિ મેળવે છે તેવી એક વાર્તા વાંચેલી. હું એ વાંચી હચમચી ગયેલી. આ વસ્તુને લીગલ બનાવવા જતાં એના ઘણા દુરુપયોગ થઈ શકે છે તેની વાત પણ મેં વાંચી છે. ગાંધીજીએ પણ એક વાછરડાને યાતનામુક્ત કર્યો હતો તે પણ વાંચ્યું છે. છતાં આ બધામાં શું સાચું તે કહી શકતી નથી. અસહ્ય વેદનાગ્રસ્ત જીવો લાંબા સમય સુધી વેદનામાં સબડતા જીવતા હોય છે. ત્યારે સહેજે એવો વિચાર પણ આવી જાય કે વ્યક્તિમાં કેવી તો જિજીવિષા પડી છે ! સાચું કહું તો સીધીસાદી વાત મને આટલી સમજાય છે કે માણસ આપઘાત કરે – ઝેરનું ઇંજેક્શન લઈ દેહત્યાગ કરે એ જૈન ધર્મ પ્રમાણે ઉદિતમાન થયેલાં ઉદયમાન કર્મોનો કરેલો અસ્વીકાર ગણાય. જે કર્મો આજે ભોગવ્યાં નથી તે અન્ય યોનિમાં એથી ય વધુ અસહ્ય બને તે રીતે તેને ભોગવવાં વારો આવશે. આથી, આવા બધા વિચારો વહેલી તકે હાંકી કાઢો.” મને લાગે છે કે દાદા પરાધીન જીવનની કલ્પના કરી, બેચેન થાય છે. ઘેર આવ્યા બાદ ચંદ્રકાન્ત સાથે વાત થઈ ત્યારે એણે મને બહુ સરસ રીતે આ આખી વાત સમજાવી. “સરસ્વતીચંદ્ર' નવલકથામાં ગોવર્ધનરામે આ વાત કરી છે. તેઓ કહે છે: દીવો જલતો હોય અને તેલ ખૂટી જાય એટલે દીવો ધીમે ધીમે ઓલવાઈ જાય. પણ જલતા દીવાને ફૂંક મારીને હોલવો તો ધુમાડો થાય અને મેશ થાય. જીવતરનું ય આવું છે. આયુષ્ય પૂર્ણ થયે દીવો સ્વાભાવિક ક્રમમાં હોલવાઈ જાય પણ જો ૧૩૨ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #151 -------------------------------------------------------------------------- ________________ એમ ન થાય તો.... બીજું, આવા પ્રકારના વિચારમાં એક પ્રકારનો સૂક્ષ્મ અહં રહેલો છે. હું પરાધીન એ વાત અહં સ્વીકારી શકે નહિ. ત્રીજું, વ્યક્તિની દુઃખ સહન કરવાની તાકાત હોતી નથી. વ્યક્તિએ વિચારવાની સાચી રીત એ છે કે – જે કર્મો થકી આ ભોગવવાનું આવ્યું છે તેને ભોગવી નિર્જરા કરી લઉં એ જ ઉત્તમ છે.' સમાધિપૂર્વક કરેલ ભોગવટો કેટલાંય કર્મોની નિર્જરા કરાવશે અને આવી નિર્જરા માનવદેહમાં વધુ શક્ય બને છે. આ બધી – ચંદ્રકાન્ત કહેલી વાતો હવે હું જ્યારે દાદા પાસે જઈશ ત્યારે તેમની સમક્ષ મૂકીશ, એમ મનોમન મેં નક્કી કર્યું. દાદાને મેં પૂછ્યું કે દાદા, દિવાળી કેવી ગઈ ? બહુ લોકો મળવા આવેલા? દાદા કહે : સોએક જણ તો આવ્યા હશે. આ વખતે અમારી સોસાયટીમાંથી કેટલાક ઘેર આવ્યા. સોસાયટીમાં બેસીને વર્ષે સૌ ભેગા થઈ સાથે જમતા હોય છે. મારે જવાનું હતું નહિ. હોદ્દેદારો ઘેર આવ્યા અને મારું બહુમાન કરવાની વાત કરી પછી મને કહે : “અમને તો ખબર જ નહિ કે તમે રત્ન છો. છાપામાં તમારા વિશે આટલા બધા લેખો આવ્યા, રેડિયા પર તમારો અવાજ સાંભળ્યો ત્યારે તમારે વિશે જાણ્યું. તમે જો આવી ન શકો તો અમે તમને ખુરશીમાં બેસાડીને લઈ જઈશું.” મેં ના પાડી. એ લોકો ઘેર આવ્યા અને બહુમાન કર્યું. મેં કહ્યું: “દાદા, તમારી યશરેખા બહુ મોટી લાગે છે.” દાદા: “તમારી વાત સાચી છે. એક વાર આ. શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ પણ આવું જ કહ્યું હતું. કહે કે તમારા ભાઈ શ્રી અમૃતભાઈ પંડિત મોટા પંડિત હતા આમ છતાં એમના કરતાં તમારાં બહુમાન વધારે થયાં. એમની વાત સાચી છે. એમને બે-ત્રણ વાર બહુમાન મળેલું. મને અત્યાર સુધીમાં વીસેક વાર બહુમાન મળ્યાં હશે.” તા. ૨૯-૧૧-૨૦૦૪ ૨૪ નવેમ્બરના રોજ હું શ્રી અરવિંદ સેન્ટર' પરથી પારુલબહેન માંકડને ત્યાં ગઈ. તેમનાં મમ્મી બીમાર હતાં. પારુલબહેને ખબર આપી કે દાદા આજે ઇન્ડોલૉજી આવેલા અને પાંચ વાગ્યા સુધી બેઠેલા. હું આશ્ચર્ય સાથે આનંદ પામી. વિચારવા લાગી : “ગજબનો વીલ-પાવર છે આ માણસનો ! પથારી કનડે છે એમને – કાંટાની પેઠે ચૂભે છે એમને ! ઈન્ડોલોજીના ભોંયરામાંની હસ્તપ્રતો જાણે એમને સાદ પાડી બોલાવી રહી છે! દર્દની ભયંકરતા અને દર્દની અસહ્ય પીડા એ સાદને કારણે જાણે કે પાછળ ધકેલાઈ ગઈ અને એ સાદની દિશામાં એમના પગ ચાલવા લાગ્યા છે ! થોડા દિવસ પહેલાં તો દાદા એક શબ્દ પણ બોલી શકતા ન હતા. મારી ના રિસ્પોન્સમાં માત્ર સ્મિત. આંખની ચમક કે આંખથી જ હા કે ના'નો ઈશારો કરનાર દાદા ક્યાં ? ! દર્દ જરાક શમ્યું, જીભે બોલવાનું શરૂ કર્યું અને માત્ર પ્રવાહી પર ટકી રહેલા શરીરની પરવા છોડીને આવી પહોંચ્યા એલ. ડી.માં?! ગજબનો છે આ માણસ ! ! ! !" બે-ત્રણ દિવસ બાદ મેં એમના ઘેર જવાનું વિચાર્યું. છેલ્લી વર્ષગાંઠના રોજ અમે લીધેલા ફોટોગ્રાફ્સ આપવા હતા. મારા આશ્ચર્ય વચ્ચે ફોન પર સગુણાબહેને જણાવ્યું કે દાદા તો બે દિવસથી “મહાજનમ્'માં. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૩૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ જાય છે. સાંજે ૬-૦૦ વાગે આવશે. હું ખુશ થઈ ગઈ. ચાલો, દાદા પોતાની આત્મશક્તિથી બેસી તો શકે છે! એવુંય બને કે આ આત્મશક્તિ જ કૅન્સરને કદાચ મટાડે પણ ખરી. એક આશા જન્મી. સગુણાબહેને જણાવ્યું કે સોમવારથી હવે રોજ દાદા એલ. ડી. માં જવાના છે. એટલે આજે હું એલ. ડી.માં આવી. આ વખતે શ્રી જિતુભાઈ સંઘવી ત્યાં બેઠેલા હતા. દાદા સાથે વાતો કરતા હતા. મેં શ્રી જિતુભાઈને શ્રી જંબૂવિજયજીના વિહારના સમાચાર પૂછડ્યા. જાણવા મળ્યું કે મહુવા – તળાજા – ફરી મહુવા – જૂનાગઢ વગેરે થઈ રાજકોટ આવશે. મહુવાનું નામ સાંભળી દાદા બોલ્યા : મહુવામાં ભંડાર છે. મેં એનું લિસ્ટ બનાવ્યું છે. જૂનાગઢમાં પણ ભંડાર છે. એનું લિસ્ટ પણ બનાવેલું. ભંડારની વાતો નીકળતાં શ્રી જિતુભાઈ સંઘવી કહે : આ ભંડારોની પ્રતો એક સંઘાડાવાળા બીજા સંઘાડાને આપે નહિ. દરેક સંઘાડાના અલગ ભંડારો થવા લાગ્યા છે.” દાદા કહે : “સાચી વાત છે.” શ્રી પ્રદ્યુમ્નવિજયજીને આવો અનુભવ થયેલો તેના એ પોતે સાક્ષી બનેલા તેની વાત કરી. પછી મહારાજજી (શ્રી પુણ્યવિજય) સાથેના સમયને યાદ કરતાં એ કહે : “પુણ્યવિજયજીની ચિઠ્ઠી લઈને જાઉં એટલે ગમે તે ભંડારમાંથી એમણે માંગેલાં પુસ્તકો – અમૂલ્ય હોય, અલભ્ય હોય, રૂપેરી શાહીવાળાં કે સોનેરી શાહીવાળાં હોય – તરત મળતાં હતાં.” જિતુભાઈ સંઘવી કહે: હવે તો પહેલાંના મુકાબલે સંઘો ઘણા વધી ગયા. પોતીકા સંઘો અને પોતીકા ભંડારો બની ગયા છે. પહેલાં સંઘમાં ભાવનાને મુખ્ય સ્થાન હતું. હવે પૈસો મુખ્ય બન્યો છે. વડીલોની રખાતી આમન્યા ઘટી છે. પહેલાં વિશ્વાસથી કામ ચાલતું. એ વિશ્વાસ હવે નથી. જ્ઞાન, દેરાસર કે ઉપાશ્રય – કોઈ પણ ક્ષેત્રે ગુણવત્તા ઘટી છે. સ્પર્ધાનો યુગ આવ્યો છે. બીજાથી આગળ નીકળવું છે તેથી તેની જ હોડ ચાલે. પરિશ્રમ ઘટ્યો. પરિશ્રમ ધૂળનું સોનું બનાવે એ વાત તો જાણે ભુલાઈ જ ગઈ છે. કૂડકપટથી આગળ આવવાના રસ્તા શોધાય છે. - આમ આવી આ જમાનાની મર્યાદાઓની વાત કરી શ્રી જિતુભાઈ ગયા. એમના ગયા બાદ દાદાએ મારી ભત્રીજા-વહુ રૂપાને યાદ કરી. એ દાદાની ખબર કાઢવા એમને ઘેર ગયેલી. મેં જણાવ્યું કે મેં આજે જ એને ફોન કરેલો. એ આવવાની જ હતી અહીં. પણ એના વર હેમંતને કમરમાં ટચકિયું આવવાથી, આવી શકશે નહિ. દાદા ‘ટચકિયું'ની વાત સાંભળી વીતેલા જમાનાના ઔષધના ઉપચારની વાતોમાં સર્યા. કહે: “જૂના સમયમાં આવાં સામાન્ય દર્દી માટે ડૉક્ટરો કે વૈદ્યો ન હતા. તેઓ આવે વખતે ઘરઘરાઉ ટૂચકાઓ - નુસખાઓ અજમાવતા. એનાથી મટતું પણ ખરું. સૂવાને કારણે ડોક વાંકી થઈ હોય તો ગામમાં એવો કોઈ નિષ્ણાત હોય કે જે ડોકી પકડીને એને ફેરવીને ટચાકો બોલાવી આપે. લૂ લાગે તો ભીનું કપડું દર્દીના શરીર પર ફેરવી તાવ ઉતારનારા જણ હોય. ટચકિયું થયું હોય તો ઊંધા સુવાડે. વાંસમાં ઊંધી માટલાની ઠીંકરી મૂકે અને ૬ માબાપ (માતપિતા-દાદાદાદી-તથા સાસુસસરા જોયેલ હોય – તે બધા વિદ્યમાન હોય તેવાં સ્ત્રી કે પુરુષ પાસે તે ઠીંકરીને લાત મારીને ફોડી નંખાવે એટલે મટી જાય. આ રીતે મટતું મેં નજરે જોયું છે. આવી સેવાઓની ફી લેવાતી નહિ. તે સમયે વૈદો પણ નાના છોકરાની દવાની ફી લેતા નહિ. ગામમાં એકાદ જ વૈદ્ય હોય. ડૉક્ટર તો ન જ હોય. આજે ડૉક્ટરો આટલા બધા છે તે ય ઓછા પડે છે અને નવા રોગો વધતા જાય છે !" ત્રણ-ચાર દિવસ પહેલાં હું ખંભાત જતાં માતર દર્શન કરવા ગયેલી ત્યાં ભૂમતિ ફરતાં એક સાધ્વીજીની શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૩૪ Page #153 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ જોઈ આશ્ચર્ય પામી હતી. તીર્થના ઇતિહાસમાં તે સાધ્વીજી વિશે લખાણ વાંચ્યું. સાધ્વીજીનું નામ પદ્મા. (ધનલક્ષ્મીથી ઓળખાય.) ૧૧ વર્ષની ઉંમરે ૭૦૦ સાધ્વીઓની પ્રવર્તિની બને છે. ૨૮ વર્ષની વયે તો કાળધર્મ પામ્યાં. આ સાધ્વી વિશે વધુ જાણવાની તથા તેનો સમય જાણવાની ઇચ્છા થતાં, મેં દાદાની પાસે માહિતી માગી. દાદા મને ખબર નથી. કદાચ શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ એના વિશે લખ્યું હોવાનું કંઈક યાદ આવે છે. દાદા : હું : દાદા, સાધ્વીજીની એ એકમાત્ર મૂર્તિ છે ? તેના પેમ્ફલેટમાં તેવું લખ્યું છે. ના, પાટણમાં છે. ત્યાં અષ્ટાપદના દેરાસરમાં જાળિયું છે ત્યાં જે મૂર્તિઓ છે તેમાં એક પર લખ્યું છે : યાકિની મહત્તરા. તમે એમના વિશે જાણો છો ? મેં ના પાડી. દાદાએ વાત શરૂ કરી ઃ યાકિની મહત્તરા એ હરિભદ્રસૂરિનાં ગુરુણી. શ્રી હરિભદ્રસૂરિ ચિતોડના પંડિત. બ્રાહ્મણ. તેઓએ પ્રતિજ્ઞા કરી હતી કે પોતે જે ન સમજી શકે તે સમજાવે તેને ગુરુપદે સ્થાપીશ. એક વાર તેઓ ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા. એક સાધ્વીજી એ વખતે મોટેથી આવૃત્તિ લેતાં હતાં. મેં વચ્ચે રોકીને આવૃત્તિનો અર્થ પૂછ્યો તો જણાવ્યું કે આવૃત્તિ એટલે કોઈ મોઢે કરીને બીજાને મુખપાઠ આપે તે. પછી ઉમેર્યું કે હું વ્યાકરણ જાણતો નથી પણ સાધ્વીજીની આવૃત્તિ લેતાં મને મોઢે થઈ ગયેલું અને કેટલૉગના કામને કારણે ટીકા વગેરેની સમજ પ્રાપ્ત થઈ. પછી પાછો વાતનો દોર સાંધ્યો – બોલાતી ભાષા ન સમજી શકવાથી તેઓએ સાધ્વીજીને તેનો અર્થ પૂછ્યો. સાધ્વીજીએ જણાવ્યું કે અમારાથી અર્થ ન અપાય. અમારા ગુરુ યાકિની મહત્તા' જ તે સમજાવી શકે. શ્રી હરિભદ્રસૂરિ (બ્રાહ્મણ પંડિત) યાકિની મહત્તરા પાસે જઈ અર્થ સમજે છે અને તેઓને પોતાના ગુરુસ્થાને સ્થાપે છે. પાછળથી તેઓ દીક્ષા લઈ હરિભદ્રસૂરિ બન્યા. તેઓએ પોતાની કૃતિઓમાં ગુરુનો ઉલ્લેખ વિશિષ્ટ રીતે કર્યો છે – યાકિની મહત્તરા શિશુ' તરીકે પોતાની ઓળખ આપીને. જૈન આચાર પ્રમાણે સાધ્વી સાધુની ગુરુ ન થઈ શકે. પણ અહીં ગુરુને આ રીતે યાદ રાખ્યા છે. આ યાકિની મહત્તરાની મૂર્તિ પાટણમાં છે. મુનિશ્રી જિનવિજયજીએ હરિભદ્રસ્મારક બનાવરાવ્યું અને તેમાં સાધ્વીજીની મૂર્તિ મૂકવાનો વિચાર કર્યો. પાટણમાં યાકિની મહત્તરાની મૂર્તિ વિશે એમણે જાણ્યું. મૂર્તિ જોઈ, પણ પ્રભાવક ન લાગી. દાદાએ સુઝાવ આપ્યો : પંડિત બેચરદાસનાં પત્ની અજવાળીબહેન સરસ છે. તેમનો ફોટો પડાવી, મૂર્તિ ઘડનારને આપી, તેવો ચહેરો બનાવરાવો. પોતાના સુઝાવ માટે અત્યારે મારી સાથે વાત કરતા હતા ત્યારે ય હસી પડ્યા. પછી તો મુનિશ્રીએ અન્ય પ્રભાવક મૂર્તિ બનાવરાવી ત્યાં મૂકી છે. આમ, આ રીતે સાધ્વીજીઓની મૂર્તિઓ ત્રણ થઈ. માતરની મૂર્તિ દાદાએ ક્યારે જોઈ હતી તેનું સ્મરણ થતાં કહે : “મહારાજજી સાથે હું કપડવંજથી માતર આવેલો ત્યારે જોઈ હતી.’” પછી ઉમેર્યું. “અમારા પાટણ પાસે પણ માતરવાડિયું નામનું એક ગામ આવેલું છે.'' 由 થોડી વાર પછી દાદાનું પ્રીતિબહેન સાથેનું કામ શરૂ થયું. હમણાં એલ. ડી. એ પાંચ દસ્તાવેજો ખરીદ્યા હતા. બે ઉર્દૂ ભાષામાં અને ત્રણ ગુજરાતી ભાષામાં હતા. બન્નેએ આ દસ્તાવેજોનાં માપ લેવાનું અને દસ્તાવેજ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૩૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ વાંચી તેમાંથી લિસ્ટ માટે જરૂરી વિગતો નોંધવાનું કામ શરૂ કર્યું. વાંચતાં વાંચતાં, દાદા કેટલાક શબ્દોની વિશેષતા જણાવતા જાય. મેં પહેલી વાર આવી રીતે દસ્તાવેજનું માપ લેવાનું જોયું. દાદા કહે : “લાંબા ભૂંગળા જેવા દસ્તાવેજ માટે ફૂટપટ્ટી કરતાં મેઝરટેપ સારી પડે. ફૂટપટ્ટીથી માપ લો તો આગળ થોડી જગ્યા છૂટે છે તે બાદ કરવી પડે. મેઝરટેપમાં તેમ કરવાની જરૂર નહિ, પછી દાદા કહે : “મેં તો મારા ફૂટમાંથી આગળનો છૂટી જતો ભાગ કપાવી નંખાવેલો જેથી મૂર્તિનું માપ લેવામાં આવે ત્યારે તેમાં ચોકસાઈ આવે.'' “મોગલકાળનું આ ગીરોખત હતું.” દાદા કહે : “મોગલકાળમાં મરાઠા આવેલા. એમનાથી અમદાવાદ આખાને લૂંટતા બચાવનાર એક શ્રેષ્ઠી હતા. - લાલા હરખચંદ તેમનું નામ. એ જમાનામાં એ શ્રેષ્ઠીએ પ્રજા હેરાન ન થાય તે વાસ્તે લાખ રૂપિયા ગણી આપેલા. પણ પાછળથી મરાઠા રાજ્ય આવ્યું; ત્યારે અમદાવાદમાં બે સ્થળે વેરા ઉઘરાવાતા. એ માટેનાં થાણાં બે સ્થળે હતાં. ઢીંકવાચોકી એ મોગલોનું થાણું અને આજે જે માંડવીની પોળ તરીકે ઓળખાય છે તે મરાઠાઓનું થાણું. માંડવી એટલે જ્યાં કરવેરા ઉઘરાવાય છે તે સ્થાન. આજે આપણે તેને ‘ઓક્ટ્રોયનાકું' કહીએ છીએ. ક્યારેક બેમાંથી એકનો વેરો માફ થતો તો તેનો ઉલ્લેખ દસ્તાવેજમાં કરાતો.’ દસ્તાવેજ હંમેશાં પંચની હાજરીમાં થતું. આ બન્ને જોયાં તે ગીરોખત હતાં. એ જમાનામાં ગીરોખત ૧૦૦ વર્ષના પટ્ટે અપાતાં હતાં જેથી કરીને ભવિષ્યમાં એમના વારસદારોનો સમય પલટાય અને બાપીકુ મકાન છોડાવવું હોય તો છોડાવી શકે !! દાદાના સાન્નિધ્યની આ તો ખૂબી છે. રોજ રોજ, કંઈ ને કંઈ નવું જાણવા મળે જ. આજે દસ્તાવેજની આ બધી વિગતો સાંભળીને, મને યાદ આવ્યું કે મેં ઘણા વખત પહેલાં દસ્તાવેજનું લિવ્યંતર કર્યું હતું પણ પછી એને વ્યવસ્થિત કર્યા વિના છોડી દીધેલું ! હવે આ આવેલા દસ્તાવેજમાંથી કોઈક લઈશ અને કામ કરીશ. દાદાને એની વાત કરી. તા. ૧-૧૨-૨૦૦૪ આજે રૂપા ઇન્ડોલૉજી આવેલી. એના ગયા બાદ, ‘શુકરાજરાસ’નું બાકી રહેલ કામ ટેલિ ક૨વા બેઠાં. દોઢેક કલાક આ કામ કર્યું ત્યાં ધનજીભાઈ મિસ્ત્રી તાડપત્ર મૂકવાના ડબા લઈને આવ્યા, એના કામમાં દાદા રહ્યા. ‘શુકરાજરાસ’માં કર્તાનામ ત્રણ રીતે લખાયેલ સાંપડે છેઃ ૧. ગ્યાનસાગર, ૨. જ્ઞાનસાગર, ૩. ન્યાયસાગર. દાદાએ સૂચના આપી કે લિવ્યંતરમાં આમાંથી કોઈ એક પાઠ નિર્ધારિત કરી, બધે એ જ રાખવું. તા. ૨-૧૨-૨૦૦૪ આજે પણ ૧૫ કલાક સુધી ‘શુકરાજરાસ’ની પ્રતનું કામ દાદા સાથે થયું. માત્ર કામમાં જ લીન રહ્યા. આડીઅવળી વાતો થઈ નહિ. દાદા જાણે આ કૃતિનું કામ પૂરું કરાવવાની ઉતાવળમાં છે. તા. ૮-૧૨-૨૦૦૪ આજે વાતમાં ને વાતમાં જ્યોતિષની વાત નીકળી. ૨૫ વર્ષની ઉંમરે બનેલી એક વાત કહી. વાત છે સૂર્યપ્રસાદ નામના જ્યોતિષીની. પૂછેલા પ્રશ્નોના આધારે તે કુંડળી બનાવે. પાંચ જણ ત્યાં બેઠા હતા. દાદાને તે બધું જ યાદ હતું. આજે ઇન્ડોલૉજીમાં શ્રી કાનજીભાઈ છે તે પણ તે પાંચમાંના એક. એમને જ્યોતિષીએ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૩૬ Page #155 -------------------------------------------------------------------------- ________________ કહેલું કે તમે મોટા સ્કોલર બનવાના છો. મેં દાદાને પૂછ્યું: તમે દાદા, શું પૂછ્યું હતું? દાદા કહે: મને બહુ શ્રદ્ધા હતી નહિ. સામાન્ય પ્રશ્નો પૂછેલા. મારી જન્મતારીખ પૂછેલી તો તિથિ-તારીખ સાથે સાચી જણાવેલી (આ વાતનો ઉલ્લેખ આગળ છે.) એમનો દીકરો વર્ષો બાદ મળ્યો હતો અને તેણે દાદાની જન્મતારીખ રાત્રે ૧-૧૯ વાગે જન્મ થયો હોવાથી તારીખ બદલાઈ જાય તેમ જણાવી. પોતાના પિતાશ્રીએ જન્મતારીખ આપેલી તેમાં ગફલત થઈ હોવાનું જણાવેલું.” પંચાંગ જોયા વિના, કુંડળી બનાવ્યા વિના, માત્ર પ્રશ્નોને આધારે કેવી રીતે ભાખી શકતા હશે એમ પૂતાં દાદા કહે : “આપણે ત્યાં “ચંદ્રોન્મીલન' ગ્રંથ છે. આ ગ્રંથની નકલ કરીને મેં લક્ષ્મણસૂરિને આપેલી. તેમાં પ્રશ્ન કુંડળી બનાવવાની રીત આપી છે. પુછાયેલા પ્રશ્નોના અક્ષરો ગણી, કુંડળી બનાવી, ફલાદેશ આપે.” મેં પૂછ્યું : પછી બીજું શું શું પૂછેલું ? તો દાદા કહેઃ હું જે કામ કરું છું તે જ કામ કરતો રહેવાનો? જવાબમાં જણાવેલું કે મરતે દમ તક કરોગે. જોકે આયુષ્ય ૮૪ વર્ષનું જણાવેલું પણ આજે મને ૮૮મું ચાલે છે.’ આમ કહી દાદા હસ્યા. મેં કહ્યું : “દાદા, ૮૪ નહીં, ૯૪ હશે. જૂની લિપિમાં ૮ અને ૯ સરખી રીતે લખાય છે ને ? આથી સૂર્યપ્રસાદ જ્યોતિષીને ૯૪ કરતાં ૮૪ વર્ષ કહેવું ઠીક લાગ્યું હશે. ૮૪ વર્ષ તો પસાર થઈ ગયાં. એટલે ૯૪ વર્ષ સાચ્ચાં. હજુ સાત વર્ષ બાકી છે. અને જ્યોતિષીએ કહેલું છે કે મરતે દમ તક આ જ કામ કરવાનું છે.” જ્યોતિષીના દીકરાએ એમની જન્મતારીખની ભૂલ સુધારી એટલે દાદાએ એક કહેવત કહી – “વૈદ જૂનો ભલો (કારણ કે અનુભવી હોય.), જ્યોતિષી નવો ભલો. (કારણ કે જુવાન હોય અને તેથી તેની યાદદાસ્ત સારી હોય – ગણતરી સારી રીતે કરી શકે). પછી આ જ, અને આવા જ પ્રકારની વાતોનો દોર ચાલ્યો.. દાદા: પાટણમાં શાંતિલાલ નામના છાયાશાસ્ત્રી હતા. હું એમની પાસે સમાસ' શીખેલો. ગાંધીનગરમાં એક અંધ બારોટને મળવાનું થયેલું. એ નાડી જોઈને ભવિષ્ય કહેતો. મને કહે કે હાલમાં તમારું મકાન બાંધવાનું કામ ચાલે છે. વાત સાચી હતી. વાડજમાં હાલ રહું છું તે મકાન ત્યારે બંધાતું હતું. મુંબઈ-દાદરમાં જ્ઞાનભંડાર છે તેનું કેટલૉગ મેં બનાવેલું. હું ત્યાં હતો ત્યારે “પ્રાચીન ભારતવર્ષ' ગ્રંથના લેખક ડૉ. ત્રિભુવન લહેરચંદ શાહ, શ્રી લક્ષ્મણસૂરિ મહારાજ, કપૂરચંદ મારવાડી, ખંભાતવાળા શ્રી કીર્તિસૂરિ મહારાજ તથા હું – ‘અમે બધા બેઠા હતા ત્યારે એક ખુલ્લા શરીરવાળો – જાદુગર જેવો લાગતો એક જણ આવી ચઢ્યો. એના હાથમાં શંખ હતો. મેં પૂછ્યું કે આ શંખ કોઈ કામનો છે ?” પેલો કહે કે માંગીએ તે આપે તેવો છે. બોલ, તારે શું જોઈએ ? મેં વિચાર્યું – અહીંના બજારમાં મળે તેવી વાનગી માગવી નહિ. જમાનામાં ચૂરમાના લાડુ બજારમાં મળે નહિ. એટલે મેં તો ચૂરમાના લાડુ માંગ્યા. પેલાએ શંખ ઉપર અંગૂછિયો ઢાંક્યો અને ખોલ્યો તો શંખ ગાયબ અને એને સ્થાને ચૂરમાનો લાડુ ! ! હજુ અશ્રદ્ધા હતી તેથી પૂછ્યું : “આ ખાઈ શકાય તેવો છે ?” એણે સૌને પ્રસાદ તરીકે વહેંચ્યો અને અમે ખાધો ! અમદાવાદના શ્રી હેમંતભાઈ રાણાના પિતાશ્રી ચીમનભાઈએ આ વાત જાણી, તેને પોતાની ઑફિસે બોલાવેલો. પૂછ્યું કે : હમણાં મારી પત્ની ઘેર શું કરી રહી છે? પેલાએ જણાવ્યું કે હાલ તે બાળકને પીટી ભારી રહી છે. ખાતરી કરતાં વાત સાચી નીકળેલી ! ! કેટલીક વાર કંકુ કાઢવાવાળા મળી આવે છે. આવા એક માણસના કરતબ મેં જોયેલા. બાવાએ પાટલો મુકાવ્યો. થાળી મુકાવી. મેં એના હાથ સાબુથી ધોવરાવ્યા. એણે મને કહ્યું: ‘દીવો કરો.’ હું દીવો કરવા ઊભો શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૩૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ થયો ત્યારે મારી પીઠ હતી. પેલાએ હાથ ઘસીને કંકુ પાડવાનું શરૂ કરેલું. વિજ્ઞાન જાણનારા આવા કરતબોને પકડી શકે. નાથદ્વારાનો એક પ્રસંગ છે. ગવર્નર પાસે જાદુ કરવા ગયો હતો એવો વિખ્યાત કરતબી. અહીં આવેલો. મને વીંટી આપવા જણાવ્યું. મેં ના પાડી એ વખતે ય હું આવી કપડાંની થેલી જ રાખતો. એમાં એક બામની જાડી વજનદાર કાચની સાફ કરેલી શીશીમાં હું ચૂનો રાખતો પેલાએ કોટ પહેરેલો. મેં વીંટીને બદલે એ વજનદાર શીશી આપી. એણે મને કોટના ખીસામાં મૂકવા જણાવ્યું. પછી કહે: ‘હવે શીશી બહાર કાઢ.’ મેં ખીસામાં હાથ નાખ્યો તો શીશી ગાયબ. હું તો આભો બની ગયો. પેલો કહે: ‘તારી થેલીમાં જો.’ શીશી થેલીમાંથી નીકળી ! ભીલવાડામાં એક વાર હું તથા અમૃતભાઈ એક હોટેલ જેવું હતું ત્યાં બેઠા. હોટલવાળો શેરડીનો રસ વેચતો. એટલામાં એક ઘોડેસવાર ત્યાં આવ્યો. અમૃતભાઈ સામે જોઈને કહે: “કેમ પંડિત, કેમ છો ?” મને થયું કે અમૃતભાઈએ ટોપી પહેરી છે એટલે કહેતો લાગે છે. ત્યાં એ બોલ્યો : “આપકે પિતાજી ભદ્ર હૈ ઔર આપકા લડકા સમજદાર હૈ " - વાત સાચી હતી એમના પિતા સાચ્ચે જ ભદ્રિક જીવ હતા. લોખંડના ગોળા ખાઈ જનારને પણ જોયા છે. જાદુની દુનિયાની વાતોમાંથી દાદાને જોધપુરથી બિકાનેરનો પ્રવાસ યાદ આવ્યો. મેં એમને સાધુઓના વિહાર સંદર્ભે કશુંક કહેવા જણાવ્યું. તો કહે: સાધુઓ પ્રાયઃ ભળભાંખરે ઊઠે. સૂર્ય પૂરી ઊગે એ પહેલાં તો પછીના ગંતવ્યસ્થાને પહોંચી ગયા હોય, જો ત્યાં સ્થિરતા માટેની જગ્યા ન હોય તો લાંબું ચાલવું પડે. સ્થિરતા રાત્રિ માટેની જ કે ક્યારેક ચાર વાગ્યા પર્વતની હોય. મોટે ભાગે, જૈન સાધુને કોઈ પણ જગ્યાએ રાત્રિમુકામ માટે જગ્યા મળી જ રહે. તેનું કારણ એ છે કે આ સાધુઓ કશું માંગે નહિ. એમને ન તો દૂધનો ખપ, કે ભાંગ-ચલમનો ખપ, પાથરણું પણ ન ખપે. વળી, જે સ્થાન એ લોકોએ વાપર્યું હોય તે ચોખું જ છોડી જાય." મહારાજજી સાથે હું ફરતો ત્યારે હું બસમાં તો. એક દિવસ સવારે છારોડીનો એક ભક્ત મળેલો. તેણે જણાવ્યું કે પોતાને ત્યાં સગવડ થશે. આ માટે ભાઈએ વહેલા જવું જોઈતું હતું પણ તેઓ તો મારી સાથે જ સાંજે બસમાં આવ્યા. બસ અને મહારાજજીની પદયાત્રા સાથે જ પહોંચી. જતાંની સાથે પાણી ઉકાળ્યું. ગરમ પાણી ઠંડું ક્યારે થાય ? પીવા જેવું તો થવું જોઈએ ને ? એનોય ઉપાય હોય. ઊંચે એટલે કથરોટમાં ગળણું લટકાવેલું હોય. પાણી ગળણાના એક છેડેથી ટપકીને નીચે પડે. પાણી પીવા જેવું મળી રહે. અંધારું થતાં પહેલાં, સાધુઓ આવું પાણી વાપરી લે! હમણાં રૂપાબહેને આપેલી ‘હિમાલયનો પ્રવાસ’ વાંચું છું.” ‘વાંચવું ગમે છે ?” - મેં પૂછયું. ૧૩૮ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ મોમાં કાથો ભર્યો હોય ત્યારે બોલાય તો નહીં. ત્યારે હું વાંચું.” મેં કહ્યું : “દાદા, તમારી યાદદાસ્ત ઘણી તેજ છે. તમે ઘટનાનું – પેલા બાવાનું તાદશ વર્ણન કર્યું.” દાદા : એમાં મારું કશું નથી. એ તો કોઈને સારો વાયર નાંખેલો આવ્યો હોય. કોઈને હલકો નંખાયો હોય ! હું સ્વગત બોલી : “વાહ બાપુ ! તો તમારા વાયર ઘણી જ ઊંચી ક્વોલિટીના કહેવાય.” દાદાએ થોડી વારે કહ્યું : “હમણાં ‘શ્રીપાલ રાજાનો રાસ' વાંચું છું. તેમાં નીચે જ શબ્દોના અર્થ આપેલા છે તેથી વાંચવું ગમે છે.” - તો આમ દાદાનો સ્વાધ્યાય ચાલુ જ રહ્યો છે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૩૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૨૦૦૫ના વાર્તાલાપો તા. ૨૧-૧-૨૦૦૫ દાદા હવે રોજ ઈન્ડોલોજીમાં આવતા હતા. “મહાજન'માં પણ જતા હતા. પૂર્વવતુ જ કામ શરૂ થયેલું. પરંતુ, લાંબા સમય સુધી હું મારાં અંગત કારણોસર (દીકરો પોતાના પરિવાર સાથે વિદેશથી આવેલો તેથી) હું દાદાને મળી શકી નહિ. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઈન્ડોલૉજીમાં ફોન કરતાં સમાચાર મળ્યા કે દાદા હવે રોજ આવતા નથી. ફોન કરીને આવવાની સૂચના પ્રીતિબહેને આપી. વચમાં એ રીતે એક-બે વાર ગઈ ત્યારે મેં જોયું કે એ ખૂબ જ વ્યસ્ત રહે છે. કાર્યભાર સુપરત કરવાનું ચાલે છે. મારી કૃતિનું કામ બહુ થોડું જ રહેલું એ બેઠકમાં પૂરું થયેલું. ત્યારે મેં પૂછ્યું: “દાદા, હવે કઈ કૃતિ કરું? બીજી શોધી આપો ને.” કહે : શ્રીપાળનો રાસ થયો ?” મેં જણાવ્યું. “ના. થોડુંક જ કામ થયું છે. હાથ પર લેવાયું નથી. મારે હવે એકથી વધુ કૃતિઓનું સંપાદન કરતાં શીખવું પડશે. મારી પાસે આ કૃતિની બે નકલો છે તેથી. બહુ વર્ષો પહેલાં શ્રી કનુભાઈ શેઠની પાસે મેં ‘દશાર્ણભદ્ર' સક્ઝાયની ચાર પ્રતોનું સંપાદન કરેલું પણ એ વાતને ખાસ્સાં ૨૫ વર્ષ થયાં હશે ? દાદા “ગુર્જર કવિઓ' ગ્રંથ જોવા લાગ્યા. એકદમ “શુકરાજરાસ' પર નજર પડી, જ્યારે આ કૃતિ આપી હતી ત્યારે પાછળના ભાગે પ્રકાશિત છે તેમ લખ્યું ન હતું તેથી આપેલી. આજે જોયું કે કૃતિના નામ પાસે ફુદડી છે. મતલબ પ્રકાશિત કૃતિ છે, થોડી જ વાર અમે બન્ને disturb રહ્યાં. મેં તરત જ જણાવ્યું : કાંઈ વાંધો નહિ. હવે મારે એકથી વધુ કૃતિઓના સંપાદનના કામમાં લાગવાનું હશે. આ પહેલાં એક વાર ત્રણેક હરિયાળીનું કામ કરેલું તો એ પણ પ્રકાશિત થયેલી નીકળી હતી. આમ થાય ત્યારે નવું શીખવાનો લાભ મળે છે તે ભૂલી જવાનું હોતું નથી. વળી, તા. ૨૧ના રોજ ન મળી ત્યાં સુધી ફોન દ્વારા ખબર જાણતી રહી. દાદાને દુખાવો છે. બોલી શકાતું નથી. આવતા નથી – આવા આવા સમાચાર મળતા રહેતા. આજે ઈદ હતી તેથી તેઓને ઘેર જ ગઈ. | સગુણાબહેન સાથે દાદાની તબિયત વિશે વિસ્તારથી વાતો થઈ. એ જે ડાયરીમાં લખીને વાતો કરતા તે ડાયરી વાંચી. ડાયરીની કેટલીક નોંધોમાંનું કેટલુંક મને ટપકાવવા જેવું લાગે છે. તા. ૧૭-૧-૨૦૦૫ દેહનું વિસર્જન જલદી થાય તેવી દવા બતાવો. તા. ૧૮-૧-૨૦૦૫ સિવિલમાં શેક લેવા જવાની કે (ડૉ.ની) દવા લેવાની ઈચ્છા થતી નથી. ૧૪૦ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #159 -------------------------------------------------------------------------- ________________ એલોપથીની ટીકડી કે કેસ્યલ એમ. બી. બી. એસ. ડૉક્ટર પાસેથી દર્દમાં રાહત માટે લેવાનું મન થાય છે. એલ. ડી. કે શ્રુતલેખનમાં જવાની ઈચ્છા નથી. શરીરમાં અશક્તિ વરતાય છે. તા. ૧૯-૧-૨૦૦૫ હેમીનું ધ્યાન રાખો છો તેમ રાખશો. સગુણા જે રીતે સેવા કરે છે તે પર્યાપ્ત છે. શરીર સશક્ત બનશે તો એલ. ડી. કે શ્રુતલેખનમાં જવાની ઇચ્છા છે. તા. ૨૦-૧-૨૦૦૫ દાદાની બહેનના દીકરાનો દીકરો દાદાને પૂછે છે: ભોજક બન્ને ધર્મ – જૈન અને વૈષ્ણવ – પાળે છે તેથી ભોજકોને ધર્મશાળામાં રહેવા મળતું નથી. વૈષ્ણવધર્મવાળા જૈન સમજી તેઓને સ્વીકારતા નથી. તો કયો ધર્મ પાળવો ? દાદાનો જવાબ: જૈનધર્મ શ્રેષ્ઠ છે. વૈષ્ણવધર્મ વ્યવાહર પૂરતો પાળવો. તા. ૨૮-૧-૨૦૦૫ ભાવનગરથી આવેલાં માલતીબહેન દેસાઈને ત્યાંના ભંડારો બાબતે લખીને જણાવેલ છે અને પછી તેમને અનુરોધ કરે છે કે – ભાવનગરમાં ડોસાભાઈ અભેચંદ ભંડાર છે. તમે બહેનોને તૈયાર કરો... બહેનોની મર્યાદા હોય છે. પણ તમે મુખ્ય બનો તો કામ ચાલે. તા. ૩૧-૧-૨૦૦૫ (અક્ષરો હવે બગડ્યા છે.) હવે તો આ દેહનું વિસર્જન થાય તેવો ઇલાજ કરવો છે. હવે સાજા થવાની ઉમ્મીદ નથી. તા. ૪-૨-૨૦૦૫ રાત્રે ઊંઘ આવતી નથી. પરાણે આત્માને સમતામાં રાખી પડ્યો રહું છું. મારું ચિત્ત, આત્મા અને દેહ જુદો છે એમ તમે બોલ બોલ કરો છો તેથી સમતા જોખમાય છે. તમને બધાને હેરાન કરું છું. તા. ૧૭-૨-૨૦૦૫ મને ચક્કર આવતા હોય તેમ લાગે છે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૪૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૦-૨-૨૦૦૫ પગને અડે તોયે દુખે છે. તા. ૮-૩-૨૦૦૫ છેલ્લાં અઠવાડિયાથી હું કપડવંજમાં હતી. અમે – હું તથા મારા પતિ – બને જ્યારે પાછાં ફર્યા ત્યારે ટૅક્સીને સીધી દાદાને ત્યાં લેવરાવી. તેમની તબિયતની ગંભીરતાના સમાચાર મળ્યા હતા. દાદાની તબિયત વિશે ગુણવંતભાઈએ જણાવ્યું : “દાદા હવે બોલતા નથી. પોતાની જરૂરિયાત લખીને જણાવવાનું પણ બંધ થયું છે, કારણ કે હાથમાં પેન પકડાય તેવી શક્તિ રહી નથી. આંખો બંધ કરીને પડ્યા રહ્યા હોય છે. જોકે, આપણે વાત કરીએ કે દવા કે ખાવા-પીવાનું પૂછીએ એટલે આંખ ખોલી ઇશારાથી હા કે ના જણાવે. આપણી વાતમાં ચિત્ત પણ પરોવી શકે છે. કેસેટ વાગે કે એમની સમક્ષ ભજન ગાવામાં આવે તો એમની ઊંચીનીચી થતી તાલ આપતી આંગળીઓ આપણને ખ્યાલ આપે કે દાદા તલ્લીનતાથી સાંભળે છે.” દાદાની તબિયત વિશેનું બયાન સાંભળીને, અમે દાદા પાસે બેઠાં. આંખો ખોલી. આંખમાં આનંદની ચમક તથા બે હાથ જોડી હર્ષનો ભાવ પ્રદર્શિત કર્યો. અર્ધો કલાક બેસી અમે ઊઠ્યાં. અમે બન્નેએ પ્રણામ કરી આશીર્વાદ માંગ્યા. દાદાએ અમારા મસ્તક ઉપર હાથ મૂક્યો. ફરી આંખો ખોલી. હસ્યા. અને મૂક આ આપ્યા. આ ઘટના હું ક્યારેય ભૂલી શકીશ નહિ. અમે એ પછીના અઠવાડિયા દરમ્યાન ફોન પર ખબર પૂછી લેતાં. હેમીબહેન પણ દાદાની સેવામાં હતાં જ. તા. ૧૪-૩-૨૦૦૫, સોમવાર - સવારે ૧૦થી ૧૨-૩૦ આજે દાદાની ખબર લેવા રૂબરૂ ગઈ. ગઈકાલે જવું હતું. પણ રવિવારે અવર-જવર વિશેષ હશે એમ માનીને આજનો દિવસ પસંદ કર્યો. સામાન્ય રીતે બપોરે જવાનું પસંદ કરું. મને એ સમયની અનુકૂળતા વિશેષ પણ ગઈકાલથી જ દાદા પાસે જવાને મન ઉત્કંઠિત હતું. બપોર સુધી રોકાવાયું નહિ. ખબર હતી કે દાદા હવે દવાના ઘેનમાં રહે છે. વાતો તો થવાની નથી. જોકે, સગુણાભાભી જણાવતાં હતાં કે દાદાને સવારે વિશેષ શુદ્ધિ-જાગૃતિ જણાય છે. સવારે જવા માટેનું આ પણ એક કારણ. દાદા વાત ન કરે તોયે તેમનું મૂક સાન્નિધ્ય જીવનને બળ આપતું અનુભવાય છે. છેલ્લા અઠવાડિયા દરમ્યાનનો દાદાની તબિયતનો વિગતવાર અહેવાલ જાણ્યો. જાણ્યું કે દાદાનું આ અઠવાડિયું બહુ ભારે ગયું. ખાવાનું કે પીવાનું લેવાની ના જ પાડતા રહે છે. માંડ માંડ ચમચી-બે ચમચી આપીએ ત્યારે. વળી, ક્યારેક સંડાસ-બાથરૂમની શુદ્ધિ રહેતી નથી પણ તમે વાત કરીને ગયેલાં તેથી આવા સમયે બહુ સ્વાભાવિકતાથી અમારામાંથી જે કોઈ હાજર હોય તેની સેવા લે છે. સગુણાભાભી કહે : “દાદાએ હવે મને પણ સાચી દીકરી બનાવી છે. મારી સાથેનો સંકોચ પણ છોડી દીધો છે. હું પણ એમની આ સેવા કરું તો વાંધો લેતા નથી.” બધાએ દાદા આ અવસ્થામાં જે સહકાર આપતા હતા તે ઉમંગભેર જણાવે (દાદાની સાથે માંદગીની શરૂઆતમાં થયેલી વાતોમાં મેં જાણ્યું હતું કે દાદાને સૌથી વિશેષ ડર કોઈની સેવા લેવી પડે તેનો હતો. પાણીનો પ્યાલો પણ ઊઠીને જ પીવાનો આગ્રહ રાખનાર દાદા પોતાની પરાવલંબીપણાની સ્થિતિની કલ્પના જ કરી શકતા ન હતા. આ વખતે મેં કશું સીધું કહેવાને બદલે “પ્યુઝ ડે વીથ મોરી' પુસ્તક વિશે વાત કરી હતી. મોરીની ગંભીર માંદગી એ અવસ્થાએ પહોંચે છે કે હાથમાં ચમચી ૧૪૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ** Page #161 -------------------------------------------------------------------------- ________________ ન પકડાય, મોંના સ્નાયુઓ ખોરાકને હલાવી શકે નહિ અને બહાર ખોરાક ઢોળાતો જાય. આ અવસ્થાએ મોરી પોઝિટિવ વિચાર કરે છે કે આજે પત્ની લાળિયું પહેરાવી ખવરાવે છે. નાની ઉંમરે મા મૃત્યુ પામેલી. અપ૨મા હતી. અન્ય બાળકોનાં માનાં લાડ થતાં જોઈ એવાં લાડ પોતે ઝંખેલાં. આજે હું પરાધીનતા અનુભવવાને બદલે મનથી ૨ વર્ષનો થઈ જાઉં અને માને બદલે પત્નીનાં લાડને ભોગવવું અને ગુમાવેલી બાળપણના લાડની તક એન્જોય (enjoy) કરું તો ? દાદા ત્યારે આ સાંભળીને કશું બોલ્યા ન હતા પણ એ વાત વિશે વિચાર કરવા લાગેલા.) આ માંદગી દરમ્યાન દાદા હવે ધીરેધીરે સસરા મટી પિતા બની રહ્યા હતા તેનો આનંદ ઘણી વાર સગુણાભાભી વ્યક્ત કરતાં રહેલાં. હવે સંસારના ખેલનો એક વિશેષ રોલ પણ દાદાએ ભજવવો નિરધાર્યો હોય તેવું લાગ્યું. દાદા હવે પુત્રનો રોલ ભજવે છે. ‘“નિત્યવર્ધિષ્ણુ’” મારા દાદા ! પરાવલંબીપણાના ડર નીકળવો એ નિરહંકારી બન્યા સિવાય શક્ય છે ? દાદા.... દાદા.... “આ નો ભદ્રા કતવ યન્તુ વિશ્વતઃ ।” “ચારે બાજુથી અમને સારા વિચારો પ્રાપ્ત થાઓ.’’ નો વેદમંત્ર તમારા જીવનમાં હંમેશાં ચરિતાર્થ થતો જોયો છે મેં ! કેવી સ્વીકારવૃત્તિ ! કેવું અહંકારનું વિગલન ! સતત ઊર્વારોહણ ! – આમ હું વિચારી રહી. દાદાની પાસે બેસી, એમને હું ધ્યાનથી જોઈ રહી. “કેટલા બધા કૃશ બની ગયા છે દાદા ! શ્વાસ લેતાં કફનો અવાજ સંભળાય છે !’ (થોડી વાર બાદ) મારું ધ્યાન એમના શ્વાસના આવતા મોટા અવાજ તરફ ગયું. એક ક્ષણ બીજો વિચાર આવી ગયો પણ શ્વાસનું નિરીક્ષણ કરતાં જણાયું કે શ્વાસ સંભળાય છે એ વાત બરાબર પણ, ઘણા લયબદ્ધ ! એમની નજીક બેઠી હતી એ દરમિયાન મેં નોંધ્યું કે દાદાને સગુણાભાભી દવા કે બીજું કશું પીવા વિશે ઢંઢોળીને પૂછે છે. માંડ માંડ જાગૃતિમાં આવે છે અને ઇશારાથી ના પાડતાકને ઘેનમાં – નીંદમાં સરી પડે છે, જાણે કે એમની ચેતના અંતસ્થ બનીને ઊંડે ઊંડે ઊતરવા લાગી ન હોય ! હાથ અડાડીને મેં જોયું તો હાથ ગ૨મ લાગ્યો. આમ તો બે દિવસથી ઝીણો તાવ અને કફ હતા જ. થોડી વારે શરી૨ વધુ ગરમ જણાયું. આથી, પાણીનો શોષ ન પડે, ડી હાઇડ્રેશન ન થાય તે માટે, મેં પરાણે જગાડીનેય પાણી આપવાનું સૂચવ્યું. દાદાને ઘણું બોલાવ્યા પણ દાદા આંખ ખોલવા કે જવાબ આપવા તૈયાર ન હોય તેવું જણાયું. હાથ હલાવીને ના કહી દીધી. આમ છતાં બે ચમચી પાણી પરાણે પિવરાવ્યું. બીજું કંઈ પણ પીવા માટેની જોરદાર ના' પાડીને ફરી ઊંઘમાં સરી પડ્યા. ફરી એ જ લયબદ્ધ શ્વાસ ! ત્યારબાદ, હું એ જ રૂમમાં, હેમીબહેનની સાથે બેઠી. સગુણાભાભી ઘરકામમાં વ્યસ્ત હતાં. અત્યાર સુધી તો હું દાદાની ખબર કાઢવા બપોરે રા-૩ વાગે કે સાંજે કે રાત્રે ગઈ છું. આજે થોડી અનુકૂળતા હતી એટલે જ સવારે ગયેલી. બે કલાકથી પણ વધારે સમય સુધી હેમીબહેન પાસે રહી. હેમીબહેને આજે ખૂબ ખૂલીને ઘણી વાતો વાતો કરી. વાતોમાં ‘દાદા’ જ મુખ્ય હોય એ સ્વાભાવિક હતું. બાળપણથી માંડીને અત્યાર સુધીનાં દાદા સાથેનાં સ્મરણોની વણજા૨ એમના ચિત્તમાં ચાલતી હશે તે મને બતાવી. દાદાનું એક નવીન પાસું મેં નિહાળ્યું. આજ સુધી દાદાએ પોતાના અંગત જીવનની વાતો કરી હતી, તેમાં હેમા સાથેનાં સ્મરણો ખાસ કહ્યાં નથી. દીકરી હેમા' આવવાની છે, એ ગઈ, જમાઈ આવેલા, એ સુખી છે એવી થોડીક વાતોથી વિશેષ દાદાએ કશું કહ્યું ન હતું. આજે હેમીબહેને પિતા સાથેનાં સ્મરણો શે૨ કરીને એક વત્સલ પિતાનું ચિત્ર મારી સમક્ષ યથાતથ, આબેહૂબ દોરી આપ્યું. મને થયું કે આ પાસું જાણવા મળ્યું ન હોત તો કુટુંબવત્સલ દાદાના વ્યક્તિત્વના એક પાસાથી હું અજાણ રહેત. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૪૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ અત્યાર સુધી જ્યારે જ્યારે દાદા પાસે બેસવાનું બનતું ત્યારે બોલી શકાયું ત્યાં સુધી દાદાએ વાતો કર્યા કરેલી. આજે દાદાએ જાણે હેમીબહેનને પોતાની proxy ભરવાનું કહ્યું ન હોય ! તેમ હમીબહેને બાળપણથી માંડીને આજના દિવસ સુધીની દાદા વિશેની વાતો કરી. ૧૨-૩૦ કલાકે અમે છૂટાં પડ્યાં. પ્રસ્તુત વાતોને પરિશિષ્ટ : ૮ માં આપવામાં આવેલ છે.) ૧૨-૩૦ વાગે છૂટી પડી ત્યારે હેમીબહેન કહે : “દાદા થોડા દિવસ પર કહેતા હતા કે તારી મોટીબહેન આજે જો જીવતી હોત તો આજે તે ૬૦ વર્ષથી ય મોટી હોત. આજે મારે બહેન નથી પણ દાદાને તમારા જેવી કેટલી બધી દીકરીઓ છે ?” તા. ૧૪-૩-૨૦૦૫, સોમવાર - સમય સાંજે ૫-૩૦ શ્રીનો ઑફિસેથી ઘેર આવવાનો આ સમય. એ આવ્યા. હું આ સમયે દાદાને ત્યાં આજે સવારે હેમીબહેન સાથે થયેલી વાતોને નોંધતી હતી. બારણું ખોલીને ફરી અધૂરું લખવા માટે બેઠી. શ્રી મારી પાસે આવીને ઊભા રહ્યા. ખભે હાથનો સ્પર્શ કરીને કહ્યું : “અંદર આવ.” મેં એમના સામે જોયું. કશુંક અગત્યનું કંઈક ગંભીર બન્યું છે તેવું લાગ્યું. હું ઊઠી. અંદર ગઈ. સમાચાર આપ્યા : “દાદા ગયા” એક ક્ષણ સુન્ન થઈ તરત સ્વસ્થતા ધરી દાદાને ત્યાં જવાને બન્ને નીકળ્યાં. - ગુણવંતભાઈએ જણાવ્યું: “રથી રા ગાળામાં આ બન્યું. બે દિવસથી એમણે પડખે સૂવાની ટેવ છોડી દીધેલી. આમ તો હંમેશાં પડખાભેર સૂઈ રહેતા. પણ બે દિવસથી ચત્તા સૂઈ રહેતા, તે કદાચ સંકેત હતો ? ડૉક્ટરે આવીને ૩ વાગે ડીક્લેર કર્યું. આજે દાદા ૮૭ વર્ષ, ૪ માસ અને ૩ દિવસનું આયુષ્ય ભોગવીને ગયા.” - પછી એમનો બંધ ન રહ્યો. આંખો આંસુથી છલકાઈ ગઈ. – હું તથા શ્રી અમે બન્ને ખાસ્સી વાર દાદાના મૃતદેહ સમક્ષ ઊભાં રહ્યાં. “સવારે તો શ્વાસનો અવાજ કેટલો બધો સંભળાતો હતો ! હવે બધું શાંત ! દાદા જાણે અવાજ વિનાની ઊંઘ લઈ રહ્યા છે !” – પ્રાર્થના કરી : “ ૐ નમો ભગવતે ૐ નમો ભગવતે | ૐ નમો ભગવતે ” હે મા, મારા દાદાના આત્માને શાંતિ આપ. પ્રાર્થના પૂરી થઈ પણ હજુ ત્યાંથી ખસાતું ન હતું. ઘણી બધી વાતો જાણે કે એમને મારે કરવાની છે હજુ. સ્વગત બોલવા લાગી : “દાદા, તમે ઘણા સમયથી ઝંખેલી યાત્રાએ સુખેથી પ્રયાણ કરો. આમ છતાં, એક વાત તમને કહ્યા વિના રહી શકતી નથી અને તે એ છે કે આપણા ઋણાનુબંધ હજુ પૂરા થયા નથી, હં. તમે આગળ જાવ છો અને ફરીથી લિપિજ્ઞાનનું આ ક્ષેત્ર તૈયાર કરો છો. હું આવીશ ત્યારે ફરીથી તમારી સાથે આ ક્ષેત્રમાં કામ કરવાને જોડાઈશ. હવે હું એવું પુણ્ય આ ભવમાં કરીશ કે જેથી કરીને આ ભવે નડેલાં અંતરાય કર્મો – પેલા કાઠિયા - નડે નહિ, અને હું વિના વિખે આ કામ કરી શકું. આધ્યાત્મિક યાત્રાની વાતોને મોડે મોડે થોડું સમજી છું તે પણ આ જ્ઞાન-યાત્રાની સાથે સાથે આગળ ચાલે એવી સજ્જતા કેળવીને આવીશ. “દાદા, આજે આ સાનિધ્ય સમાપ્ત થતું નથી. ક્ષરદેહે હવે ભલે તમે ન હોવ. ભલે ક્ષર-દેહનાં આ છેલ્લાં દર્શન હોય ! આમ છતાં, તમે અનેક રીતે મારી સાથે છો. તમે મને કેટલું જ્ઞાન આપ્યું છે ! કેટલી સમજ આપી છે ! આ બધુંય પાછું કશાય આગ્રહ વિના, કશુંય સીધી રીતે કહ્યા વિના ! આ બધું જ મારી પાસે છે તેથી જ, તમે મારી સાથે છો જ. તમે છો જ દાદા, તમે છો જ. ...” ૧૪૪ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #163 -------------------------------------------------------------------------- ________________ ... અને હવે દાદા, ઓ દાદા... જુઓ ને... ઘણા દિવસો પછી આજે હું અહીં આવી છું. અમદાવાદના એક જૂના મકાનના દસ્તાવેજનું થયેલું કામ લઈને આવી છું. તમે કહેશો કે આમે તમે વળી રોજ ક્યાં આવતાં હતાં ? વાત તો સાચી છે દાદી. પણ આજની વાત જુદી નથી ? અત્યાર સુધી તો હું આવતી હતી ત્યારે મને ખબર હતી કે હું આવીશ એટલે ઊંચું જોઈને તમે હસશો. હાથ લંબાવી બેસવાનો સંકેત કરશો. પછી તમે લીધેલું કામ પતાવશો અથવા ટેબલ પરનું બધું ઠીકઠાક વ્યવસ્થિત કરશો. પછી કહેશો – “ચાલો, કામ શરૂ કરીએ. કેટલું થયું છે? ક્યાંથી અધૂરું હતું ?' અને હવે... તમારી ખુરશી ખાલી છે. બાજુમાં હું બેઠી છું. કોણ કહેશે મને, “ચાલો, કામ શરૂ કરીએ ? કોણ મારા કામને approve કરશે ?” તમને અતિ પ્રિય એવું આ સ્થાન. એને અલવિદા કરીને ગયે આજે બે મહિના જેટલો સમય થઈ ગયો છે. તમે હતા ત્યારે તો શ્રત સંદર્ભે જુદાં જુદાં કામો માટે ખાસ્સી આવનજાવન રહેતી. આજે કોઈ આવ્યું નથી. આ ભોંયરું ખૂબ સૂનું સૂનું ભાસે છે. હા દાદા, હવે તમે નથી ! આવવાના પણ નહિ ! ...તો તમારા દેહના અંતિમ દર્શન કરતી વખતે તમે છો જ’ એ અનુભૂતિનું શું ? તમે સાચા છો દાદા. તમે જ કહેલું કે “મનનો સ્વભાવ આવો હોય. સતત સંકલ્પવિકલ્પ કર્યા જ કરે. મન પોતાનું છે એટલું ધ્યાનમાં લો.” ...તો મારી આ બન્ને અનુભૂતિ સાચી, ખરું ને દાદા ? દાદાની ગેરહાજરીમાં મારે કામ તો ચાલુ રાખવું જ રહ્યું. પણ તે દિવસે હું તેમ કરી શકતી નથી. ઘેર ચાલી જાઉં છું. ઘરનાં અન્ય કામકાજમાં દાદાનાં સ્મરણો ઊભરાતાં રહ્યાં. દાદાની ગેરહાજરી મનને સાલતી રહી. યાદ આવ્યું દાદાના વાર્તાલાપો તો મારી પાસે છે જ. મારા માર્ગદર્શક તરીકે હવે એ વાર્તાલાપો જ રહેશે... શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૪૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પરિશિષ્ટ ૧ ઘોઘાબાપાની વાર્તા ઘોઘ એ રાજસ્થાનમાં જેસલમેર અને જોધપુર વચ્ચે આવેલા ગામનું નામ છે. એક વાર ઘોઘનો રાજા ઘોઘા તથા તેનો દીકરો પ્રભાસપાટણ જાત્રાએ ગયા હોય છે. બાપ-દીકરો પ્રભાસપાટણ પહોંચીને જ્યારે મહાદેવને નમન કરતા હોય છે તે સમયે જ સમાચાર સાંભળ્યા કે મોગલ આક્રમણકારો આવી રહ્યા છે અને પાટણનો ભીમદેવ આ મંદિરને બચાવવા અહીં આવી રહ્યો છે. વળી સાંભળ્યું કે મોગલોએ વચ્ચેના ઘણાં ગામ ભાંગ્યાં છે. ‘આપણા ઘોઘનું શું થયું હશે'–ની ચિંતામાં બાપ-દીકરો તત્કાળ પાછા ફરે છે. ઘોઘ સુધી પહોંચતાં તો સર્વનાશ થઈ ચૂક્યાનો અણસાર આવી ગયો. જેના પગ ભાંગી ગયા છે તેવો બચી ગયેલો માત્ર એક સૈનિક મળે છે અને એના દ્વારા ગામ કઈ રીતે ભાંગ્યું તેની વાતો સાંભળી. આ બાજુ ગામલોકોને ઘોઘાબાપાની યાત્રાએ ગયાની વાતની જાણકારી નહિ. ગામ ભાંગ્યું એટલે લોકોએ માની લીધેલું કે ઘોઘાબાપા તો વીરગતિ પામ્યા છે. લોકોએ એમને જોયા એટલે તેઓને ભૂત સમજી ડરી જઈને નાસવા લાગ્યા. આ બાજુ બન્ને બાપદીકરો વિચારે છે કે આપણે લોકોની નજરમાં તો મરાઈ ચૂક્યા છીએ જ. શા માટે તો મારીને ન મરવું ? બન્નેએ મૃત મુસ્લિમ સૈનિકનો પહેરવેશ ઉતારીને પહેરી લીધો. આક્રમણખોરો ગયા ત્યાં ત્યાં તેમની પાછળ પાછળ ગયા. આક્રમણ બાદ મુગલછાવણીનો પડાવ ઊપડે ત્યારે આ બન્ને છેલ્લા રહેલા માણસો તથા ડોળી ઉપાડના૨ વગેરેને મારવા લાગ્યા. અંતે અંબાજીમાં બન્નેનાં શબ પડ્યાં. પણ તેઓ જ્યાં જ્યાંથી પસાર થયા હતા ત્યાં ત્યાં એ પૂજાવા લાગ્યા.' ઘોઘાબાપાનું જોડકણું અને વાર્તા જોડકણું ઘોઘા ઘોઘા બાવનવીર, હાથમાં સોનાનું તીર. ઘોઘો મારો લાડકો, અંબાજીનો વાડકો. વાડકામાં રાઈ છે, ઘોઘો મારો ભાઈ છે. કાળો કૂતરો કાબરિયો, કેસૂડાની દોરી, માણકજીએ મટકો આવ્યો, તેથી આપ્યો ઘોડો. એ ઘોડા ૫૨ કોણ બેસે, હું ને મારો સાથી. સાથી લાવ્યો સોટકો, હાડિયો લાવ્યો ાથી. હાથી હાથ હીંચોળે, ને ઘોડો પીએ તેલ. ઉપ૨થી બિલાડી પડી, ખેલ ખેલ ખેલ. ખેલ ખેલ કોને કહે છે મરશે તારી આઈ. અમદાવાદથી ચિઠ્ઠી આવી તે તારો જમાઈ. જમાઈ લાવ્યો જીરું, અડધું કમાડ ચીરું. Øકે ઝૂમખે માતીકે લૂમખે. કાળી કાળી રેતીમાં બંદૂકો ફૂટી. રાજા રામકી દુહાઈ. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - પ્રતનાં પૃષ્ઠો ઉખાડવાની રીતો રીત ઃ ૧ પહોળા મોંવાળું માટલું લો. તેમાંથી પાણી કાઢશો તો માટલાની અંદર ભેજ રહેશે. તેમાં એક ઈંટ મૂકો. ચોંટી ગયેલી આ પ્રતો ઈંટ પર મૂકો. આખી રાત આ રીતે રહેવા દો. બીજે દિવસે તેને કાઢી લો. ભેજને કારણે પાનાં છૂટાં પડી જશે. ૨ રીત ઃ ૨ પાણી ચૂસી શકે તેવો કાગળ લો. છપાયા પહેલાંનો છાપાનો કોરો કાગળ અથવા હેન્ડમેઈડ કાગળ પાણી ચૂસે તેવા હોય છે. કાગળને ભીનો કરો. પ્રતો તેમાં મૂકો. પછી એને ભીના કપડામાં મૂકી રાખો. રોજ જોતાં જવાનું કે ખૂલે તેમ થયાં છે કે નહિ. કોઈ વાર એક દિવસમાં ખૂલે, કોઈ વાર ત્રણ-ચાર દિવસ પણ થાય. સતત જોતા રહેવાનું. ચૂકવાનું નહિ. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં રીતઃ ૩ આ આર્કાઇવ્ઝની રીત છે. આ રીતમાં કામ મેડિસિનથી થાય છે. ખૂબ ખર્ચાળ રીત છે. એક પાનાના ૧૦૦ રૂ. પણ થાય. ક્યારેક પ૦૦ રૂ. પણ થાય. આનું કામ દિલ્હીમાં થાય છે. ૧૪૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૩ લેખન-ઉપકરણો. કાંબી : કાંબી એટલે આંકણી / ફૂટ / માપવાનું સાધન. દાદાએ જણાવ્યું કે “મહાજનમ્' સંસ્થામાં તેઓએ આ સાધન બનાવ્યાં છે. તેનો ઉપયોગ કાગળ કાપવા, લીટી દોરવા તથા કાગળ પર હાથનો પરસેવો લાગે નહિ તેથી પ્રત ઉપર રાખવા માટેનો છે. કાંબી એક ઇંચ પહોળી અને સવા ફૂટ લાંબી લાકડાની ચીપ છે. તે પાતળી અને ચપટી હોય છે જેથી કરીને લીટીઓ દોરતી વખતે તે ખસી ન જાય અને ટાંકમાંથી શાહીનાં ડબકાં ન પડે. તેની બન્ને ધારો પર ખાંચો પાડવામાં આવે છે જેથી તેનો આગલો ભાગ પાનાંથી અધ્ધર રહે છે. અને લીટી દોરતાં શાહીના ડાઘ પડતા નથી. કાંબી શબ્દનો અર્થ પહેલાં અન્ય અર્થમાં પણ પ્રયોજાયેલ છે ‘વિક પૃષ્ટ તિ માવ:” અર્થાતું પુસ્તકનાં બે પૂંઠાં. ગ્રંથની ઉપર અને નીચે મુકાતી બે પાટીઓ કે પૂંઠાં, જેનો હેતુ પુસ્તકના રક્ષણનો હતો અને તેના પર પ્રત રાખી વાંચવા માટે પણ ઉપયોગમાં આવતી. ફટિયું કે ઓળિયું: મારવાડી લહિયાઓ જેને ફાંટિયું કહે છે તેને જ આપણે ત્યાં “ઓળિયું' કહે છે. આ એક લાકડાની પાટી છે. તેની આજુબાજુ સામસામાં કાણાં હોય છે. ઉપર-નીચેનાં કાણાંનું અંતર એકસરખું રહે છે. બે લીટીઓ. વચ્ચે કેટલું અંતર રાખવું છે તે નક્કી કરીને ઓળિયાં બનાવાય છે. લહિયાઓ પોતાની પાસે જુદા જુદા માપનાં ચાર-પાંચ ફાંટિયાં પોતાની પાસે રાખતા હોય છે. પાનાં પર લીટીઓ પાડવા તે વપરાય છે. સામસામેનાં કાણાંમાં મીણિયા દોરી પરોવાય છે. જે કાગળ પર લીટી પાડવી હોય તેને ફાંટિયા પર મૂકી, બે હાથે બે બાજુથી કાગળ વ્યવસ્થિત રાખી, એક બાજુએથી ખસી ન જાય તેવી રીતે ફીટ પકડી એક એક દોરી પર સફાઈપૂર્વક દાબ દેવામાં – હાથ ઘસવામાં – આવે જેથી સળ પડી જશે. હાંસિયો તથા લીટીઓની આ રીતે કાગળ પર છાપ-આંકો પડી જતાં હોય છે. ફાંટિયામાં દોરી પરોવ્યા બાદ તે આમતેમ ખસે નહિ માટે તેના ઉપર ચોખાની કે આંબલીના કચૂકાની પાતળી ખેર કે રોગાનમિશ્રિત રંગ લગાડવામાં આવે છે. પુસ્તક લખાઈ જાય પછી પાનાં દબાણમાં આવતાં તેમાં કોઈપણ જાતના આંકા વગેરે ન રહેતાં તે મૂળસ્થિતિમાં આવી જાય છે. તાડપત્રીય પુસ્તકલેખનના સમયમાં આ સાધન હતું નહિ ત્યારે પાનાંને મથાળે એક લીટી દોરવામાં આવતી. તેને આધારે સીધું લખાણ લખાતું. આ સાધન કાગળના જમાનાની શોધ છે. “ઓળિયું' શબ્દ અન્ય રીતે પણ પ્રયોજાયેલ જોવા મળે છે. જનમોત્રી જેવું ગોળ ભુંગળું હોય તેને ઓળિયું કહે છે. પૂંઠાં અને સુશોભન : પુસ્તક બાંધવા માટે ઉપર-નીચે પૂંઠાં રાખવામાં આવે છે. તેની અંદરના ભાગે રંગીન કપડાના ટુકડા લગાવવામાં આવે. તેની ઉપર કટવર્ક કરેલ ડિઝાઈનવાળો ઓરોગામી કરેલ કાગળનો ટુકડો લગાવવામાં આવે જેથી કરીને અંદર રહેલ રંગીન કપડાંના રંગો દ્વારા સુંદર ડિઝાઇન ઊઠે. (આવાં મનમોહક સુશોભિત પૂંઠાં જોવાની મને મઝા પડી) ૧૪૮ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #167 -------------------------------------------------------------------------- ________________ પટ્ટી-પાટી: લહિયો નકલ કરતો હોય ત્યારે જેમાંથી નકલ કરતો હોય તે પાનું સામે હોવા છતાં જરાક બે ધ્યાન થતાં કે અન્ય કારણસર લખાતી લીટી ખોવાઈ જાય. અને ઉપરની કે નીચેની લીટી સાથે મિશ્રિત થઈ જાય આમ ન થાય તે માટે પટ્ટીવાળી પાર્ટીમાં પાનું ભરાવી દેવામાં આવે છે અને લખાતી લીટી ખોવાતી કે ઉપરનીચેની લીટી સાથે ભળી જતી બચી જવા પામે. દોરો : તાડપત્રમાં દોરો અનિવાર્ય ગણાતો. કાગળમાં તેની જરૂર રહી નહિ. આનું કારણ એ છે કે તાડપત્રો પહોળાઈમાં સાંકડા અને લંબાઈમાં વધુ પ્રમાણમાં હોય, કાગળની પેઠે એકબીજાને વળગી રહેવાનો તેમનામાં ગુણ નથી હોતો, જેને કારણે તાડપત્રો ખસી પડતાં હોય છે. પરિણામે તેમાં અસ્તવ્યસ્ત બની, સેળભેળ થવાની શક્યતા વધારે રહેતી. આના ઉકેલ તરીકે પાનાંની વચ્ચે એક અને જો લંબાઈ વધુ હોય તો બે કાણાં પાડી, તેમાં કાયમ માટે લાંબો દોરો પરોવી રાખવામાં આવતો. શરૂ શરૂમાં ચાલી આવતી આ પ્રથા કાગળના પુસ્તકમાં પણ રહેલી, પાછળથી તેની જરૂર ન જણાતાં આ પ્રથા લુપ્ત થઈ. આમ છતાં લહિયાઓ કાગળની પ્રતમાં ની વચ્ચે ચોરસ, ગોળ કે કંડાકતિ જેવા આકારની કોરી જગ્યાઓ રાખતા આવ્યા છે તે આ દોરો પરોવવાની યાદગીરીરૂપ છે. વીસમી સદીમાં તો હવે જગ્યા છોડ્યા વિનાનું સળંગ લખાણ જ લખાય છે. લિપ્યાસન: આ શબ્દ બે અર્થમાં વપરાય છે. લિપ્યાસન એટલે લિપિનું આસન અથતુ જેના ઉપર લિપિ બેસી શકે છે. આ અર્થ પ્રમાણે લિપિ લખવા માટે વપરાતાં તાડપત્ર, કાગળ કે કપડું એ લિપ્યાસન કહેવાય. આ. મલયગિરિએ લિપ્યાસનનો અર્થ લિપિને દશ્યરૂપ ધારણ કરવા માટેનું જે મુખ્ય સાધન છે તે શાહીનું આસન' અર્થાતુ ખડિયો એમ જણાવ્યો છે. ભોજપત્રો: ભોજપત્રનાં પૃષ્ઠો મોટાં હોય છે. ગરમીમાં તે ફાટી જતાં હોય છે આથી જેનોએ તેનો ઉપયોગ કર્યો નથી. કાશ્મીર તથા નેપાળમાં તેનો ઉપયોગ થયો છે. ત્યાં ગરમી નથી હોતી એટલે પણ હોય. સાંકળઃ શાહી એ જમાનામાં ખૂબ જ મૂલ્યવાન વસ્તુ હતી. એની બનાવટ દરેક લહિયો શીખી લેતો. આજની પેઠે શાહી પ્રવાહી ન હતી. સકવેલા ગાંગડામાં યોગ્ય પ્રમાણમાં પાણી નાંખી શાહી બનતી. લખતાં લખતાં લહિયાને કારણસર વિરામ-રીસેસ પાડવી પડે અને ઊભા થવું પડે તો શાહીનો ખડિયો પગમાં આવી ન જાય અને લખાયેલાં પૃષ્ઠો કે અન્ય કશાને બગાડે નહિ તેનું ધ્યાન રાખવું પડતું. આવે વખતે ખડિયાને જમીનથી અધ્ધર દીવાલે કે થાંભલે ટીંગાડવામાં આવતો. આ માટે ખડિયાને ત્રણે બાજુ નાકાં પાડવામાં આવતાં. તેમાં સાંકળ પરોવીને ખીંટીએ લટકાવાય. આમ, સાંકળ એ ખડિયો લટકાવવાનું સાધન છે. ગ્રંથિ-ગ્રંઠિકા – ગાંઠઃ તાડપત્રીય પુસ્તકોમાં દોરો પરોવ્યા બાદ તેના બે છેડાની ગાંઠો પુસ્તકના કાણામાંથી નીકળી ન જાય તેમજ પુસ્તકની ઉપર-નીચે લાકડાની પાટીઓ ન હોય તોપણ તાડપત્રીય પ્રતિને દોરાનો કાપ ન પડે તથા પુસ્તકનાં કાણાં કે પાનાં ખરાબ ન થાય તે માટે તેની બન્ને બાજુએ હાથીદાંત, છીપ, નારિયેળની કાચલી, લાકડાં વગેરેની બનાવેલી ગોળ, ચપટી દડીઓ તેની સાથે દોરામાં પરોવવામાં આવતી. પછી દોરો બંધાતો. આજે જે કામ વાયસર કરે છે તે કામ આ ફૂદડીઓ કરતી. શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૪૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ જુજવળ તથા દેશી પ્રાકાર : જુજવળ એ ઓળિયું, કાંબી કે આંકણી જેવું લેખનનું સાધન છે. તે લોખંડનું બનેલું લીટીઓ પાડવાનું સાધન છે. લેખણ તરીકે સોયો, બર કે દર્ભ તથા સોના કે ચાંદીની કલમો કામમાં આવતી. આવી કલમો કૂચો ન બની જાય તે માટે જુજવળ સાધન સારું કામ આપતું. પ્રાકાર એટલે આજનો કંપાસ. તે જમાનામાં તેમાં પેન્સિલ ભરાવવાની જરૂર ન રહેતી. આ સાધનની એક બાજુની અણીને શાહીમાં બોળીને વર્તુળ દોરાય. શાહી-મષી : મષી એટલે મેશ અર્થાતુ કાજળ. કાળા રંગ માટે “મષી' શબ્દપ્રયોગ થયો છે. જે સાધનથી લિપિ-અક્ષરો દશ્યરૂપ ધારણ કરે છે તેનું નામ મલી છે. પુસ્તકો લખવાના કામમાં કાળી શાહીનો જ ઉપયોગ થતો હતો. જે સાધનથી લખાણ થતું તે કિન્તો કહેવાય. તે બરુનો બને. લાલ તથા અન્ય શાહીનો ઉપયોગ પાછળથી એટલે કે છેલ્લાં પ00 વર્ષથી થયો છે. ૧ શેર તલિયા તેલમાંથી ૧ તોલો કાજળ નીકળે. ૧૫૦ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #169 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૪ અનુમાનિત વર્ષ નક્કી કરવા અંગેના તારવેલા વિશિષ્ટ મુદ્દાઓ ૧૦મા સૈકાની શિરોરેખા ત્રિકોણવાળી હોય છે. * તાડપત્રો ૧૫૦૪ સુધી લખાયેલા છે. તાડપત્રોમાં વચ્ચે “I” આવું ચિહ્ન કરવામાં આવતું હતું. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ બાદ 10 વર્ષે લેખન-કાર્ય શરૂ થયું. અવગ્રહનું ચિહ્ન સાતમા સૈકાથી જોવા મળે છે. હસ્તપ્રતો લખવાની શરૂઆત બારમા-તેરમા સૈકાથી થઈ છે. ચૌદમા સૈકામાં હસ્તપ્રતો વધારે લખવામાં આવી છે. કે તેરમા તથા ચૌદમા સૈકામાં હસ્તપ્રતોને વચ્ચે કાણું પાડી તેમાં દોરી પરોવવામાં આવતી હતી. પંદરમા સૈકામાં નાનું છિદ્ર જોવામાં આવે છે. - પંદરમા સૈકા સુધી અંકો અક્ષરોમાં લખવામાં આવતા હતા. તેરમા સૈકાથી ગુજરાતી “લ” જોવામાં આવે છે. નીચેના માથાનો “' પ્રાચીન છે. ઉપરના માથાનો મ અર્વાચીન છે. ત્રણ ટપકાંવાળી ‘ઈ ચૌદમા સૈકા પર્યત જોવા મળે છે. - ત્રિપાઠ તથા પંચપાઠ પંદરમા સૈકાથી શરૂ થયા છે. દસમાંથી સત્તરમા સૈકા પર્વત પડીમાત્રાનો પ્રયોગ જોવા મળે છે. સુવર્ણાક્ષરી પ્રતો પંદરમા સૈકાથી લખવાની શરૂ થઈ છે. સોનેરી તથા લાલ શાહીનો ઉપયોગ સોળમા સૈકાથી શરૂ થયો છે. હૂંડી (શીર્ષક) લખવાનો રિવાજ સોળમા સૈકા પહેલાં ન હતો. સોળમા સૈકામાં તે પ્રથા નિશ્ચિત બની છે અને તે દરેક પૃષ્ઠ લખેલી જોવા મળે છે. વાળેલો દંડ એ સોળમા સૈકાની રીતિ છે. પહેલાં પત્રાંક હંમેશાં પાછળ જ લખાતો. હવે આગળ તથા પાછળ એમ બન્ને સ્થળે લખાય છે. લખાણની રીત સંદર્ભે જોઈએ તો વચ્ચે ફુલ્લિકાના સ્થાને તેરમાં તથા ચૌદમાં સૈકામાં 1 . 1 ચિહ્ન જોવા મળશે. ચૌદમા સૈકામાં. ચોરસ ખાનું દોરાવાનું શરૂ થયું. ચૌદ, પંદર તથા સોળમા સૈકામાં - ચિહ્નવાળી ફુલ્લિકા પ્રચલિત બની. સત્તરમા તથા અઢારમા સૈકામાં સળંગ લખાણ લખાવું શરૂ થયું. સત્તરમા સૈકામાં ક્યાંક સોળમા સૈકા જેવી ફુલ્લિકા જોવા મળે પણ ખરી. હરતાલનો પ્રયોગ સોળમા સૈકાથી થયેલો છે. મિલનો કાગળ તથા વાદળી કાગળોનો પ્રયોગ તથા વાદળી શાહીનો પ્રયોગ ઓગણીસ તથા વીસમી સદીમાં થયો છે. અઢારમા તથા ઓગણીસમા સૈકામાં પ્રતની વચમાંની ફુલ્લિકાઓ ગાયબ થઈ. શિરોરેખાના અલંકરણ સોળમા સૈકામાં થયા. હુસ્વ ' શિરોરેખાને અડતી નથી. ૨૦મા સૈકામાં તે અડે છે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૫૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ હાલ “' કે “રૂ લિપિમાં રહ્યા નથી તેથી તેને જૂના માનવા. દાદા જ્યારે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં ગયેલા અને તાડપત્રો અને હસ્તપ્રતો જોતા હતા ત્યારે કેટલાંક લક્ષણોને આધારે સંવત-નિર્ધારણાનાં અનુમાનો તારવ્યાં હતાં તે નીચે પ્રમાણે છે : પ્રતની બે બાજુ લીટી હોય તો ૧૬મો સૈકો ભલે મીંડું જોઈને પણ સમય નક્કી થઈ શકે. માર્જિનના પહેલાં લાલ લીટી છોડે એ ૧૯મો સૈકો. ઝીણી કાળી લીટી એટલે ૧૫મો સૈકો બે કાળી લીટી વચ્ચે લાલ લીટી આધાર વિના કરી હોય તે જૂનું સમજવું. પાછળના સૈકામાં તે જાડી બની છે. + વચ્ચેનું છિદ્ર એટલે ચૌદમો સેકો. (સમયાંતરે દાદા આવા તારવેલા મુદ્દાઓની વાત કરતા. એક વખત જ્યારે હું શ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી તથા ચારશીલાજી સાથે બ્રાહ્મીલિપિ શીખતી હતી ત્યારે આવાં તારણોમાંર્થી કેટલાંકને સમજાવ્યાં હતાં તેથી પુનરાવર્તન તું હોવા છતાં તે આપવાં મને જરૂરી લાગ્યાં છે. હકીકતમાં આ બધી વાતો સમયાંતરે થયેલી છે અને તે બધી એકત્ર કરીને એક સાથે અહીં પરિશિષ્ટમાં મૂકવાનું યોગ્ય ગયું છે. જે દિવસે વાત થયેલી તે દિવસે મૂકતાં જિજ્ઞાસુ સિવાયના માટે વાતચીતનો ચાલુ પ્રવાહ અટકી જતો લાગતો હતો.) ૧. કાગળ: જુઓ કે મેલો છે? સફેદ છે ? રંગીન છે? મેલો અને ડાઘવાળો કાગળ જૂનો કહેવાય. મિલનો કાગળ સપાટ હોય, હાથબનાવટનો હોય તે રૂંછા જેવો લાગે. ૨. માપ: (size) - તાડપત્રયુગમાં કાગળને પણ તાડપત્ર ભેગું મૂકવાનું હોવાથી તેની પહોળાઈ પણ તાડપત્ર જેટલી જ અર્થાત્ ૩” કે ૩.૫” રહેતી. ૩. વચ્ચે છિદ્ર : વપરાયા વિનાનું વચ્ચેનું છિદ્ર પંદરમા તથા સોળમા સૈકાના પૂર્વાર્ધ સુધી જોવા મળે છે. ૪. વપરાયેલું છિદ્રઃ છિદ્રની કિનાર વપરાયું હોવાથી તૂટેલી જણાશે. આ પ્રત જૂની ગણાય. કાણું વપરાવવાને કારણે નાનું હોય તો મોટું થયું હોય, તે ૧૪મા સૈકાનું ગણી શકાય પાછળથી છિદ્ર કાગળમાં નિરુપયોગી જણાયું તેથી વપરાતું બંધ થયું. ૫. લાલ લીટી: ૧૬મા સૈકામાં આવી. ૧૫મામાં ક્યાંક જોવા મળે, છતાં ૧૬મા સૈકામાં તે fix થઈ. આમ છતાં, ૧૬મા સૈકામાં પણ સાધનોની અનુપસ્થિતિમાં કાળી લીટી ય જોવા મળે છે. ૬. લીટીના પ્રકારો : વાળ જેટલી ઝીણી હોય, બે લીટીની વચ્ચે સાધનની મદદ વિના, freehandથી લાલ શાહીની લીટી હોય. લાલ લીટી પાછળથી કરવામાં આવતી તેથી તે freehandથી કરેલી હોય, તેની આજુબાજુની લીટી ફુટપટ્ટીથી કરેલી હોય, ૧૬મા સૈકામાં જ આવી freehandવાળી વચ્ચે લીટી જોવા મળશે. ૧૫૨ મૃતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૭. ગેરુ: ૧૬મા સૈકા પહેલાં હતો. તાડપત્રોમાં અને ૧૪મા સૈકામાં તેનો ઉપયોગ જોવા મળે છે. જોકે, ૧૯મા સૈકામાં પણ ગેર લગાડેલ પ્રત જોવા મળે ખરી ! ત્યાં નિર્ધારણા માટે અન્ય ફેક્ટર્સ ધ્યાનમાં લેતાં. સાચો સમય જાણી શકાશે. ૮. અંક અને દંડ: અંક પહેલાં હોય પણ અંક પછી દંડ ન હોય, તો તેને ૧૬મા સૈકા પહેલાંનું સમજવું. ૯. વચ્ચે આકૃતિ: વચ્ચે છિદ્ર ન હોય પણ તેને સ્થાને ચોરસ આકૃતિ કે કૂંડાકૃતિ હોય. ક્યારેક તેમાં બે-ત્રણ શબ્દ ભરેલા હોય, તે ૧૬મા તથા ૧૭મા સૈકામાં જોવા મળે છે. ૧૦. પત્રાંક: પહેલાં પ્રતની મધ્યે બે બાજ પત્રાંક લખવામાં આવતો. પછી ડાબે ઉપર તરફ અને જમણે નીચે તરફ અંકલેખન થતું ગયું. ૧૧. હૂંડીઃ ગ્રંથનામ) તાડપત્રમાં હૂંડી પ્રથા ન હતી. પછી, એક બાજુ પર, વચમાં, હૂંડી લખાતી. બીજી બાજુ અંક લખાતો અંક ઉપર લખાયેલ હોય તો જૂનું સમજવું. નીચે લખાયેલ હોય તો નવું સમજવું. ૧૨. ગાથાંકઃ ગાથાંકમાં દડ પછી અંક લખાય પણ અંક લખાયા બાદ દંડ ન થતો. ૧૬મીથી અને ત્યારબાદ અંકની આસપાસ દંડ થતા ગયા. ૧૩. કત: કર્તા કયા સંવતનો છે તે જુઓ, ઘણી વાર રીતિ જૂની પ્રણાલિની હોય પણ કર્તા ૧૮માં સૈકાનો હોય અને ગ્રંથ જૂની પ્રણાલિ પ્રમાણે લખ્યો હોય, તો ધારણા ખોટી પડવાનો સંભવ રહે. કુર્તા-સુરવાલની રૂઢિ સ્થાપિત થઈ હોય ત્યારે કોઈ મોડર્ન છોકરીએ ડ્રેસને બદલે નવી ફેશન લેખે જૂની ફેશનની સાડી જ પહેરવાનું પસંદ કરે એના જેવી વાત છે. ૧૪. ભલે મીંડું: ત્રણ-ચાર પ્રકારે લખાતા. સં. ૧૫00 પહેલાંનું અને ત્યારબાદનું ભલે મીંડું જુદું છે. આમ છતાં, નકલ કરનાર ૧૮મા સૈકાનો હોય અને કૃતિ સં૧૩૩૨ની છે તો તેમાં ભલે મીંડું સં ૧૩૩૨માં છે તેવું જ કરશે. આથી, આ factorને ધ્યાનમાં લેવું. ૧૫. હરતાલ અને સધ્ધ : - તેનો ઉપયોગ કર્યો છે કે નહીં ? તે જોવું. જ આ દ્રવ્યોથી ચેકીને સુધારેલ છે ? કે ધોઈને કાઢેલા છે? તે ધ્યાનમાં લો. ઘણી વાર સાધનને અભાવે પણ હરતાલ વાપરી ન હોય ! સમયનિર્ધારણા કરતાં હંમેશા યાદ રાખો કે આખરે અનુમાન એ અનુમાન છે. કતનામ હોય તો તેને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૫૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્તિવચન : જો સ્વસ્તિવચનમાં શ્રી હીરસૂરિભ્યો નમઃ' લખેલ જોવા મળે તો તે શ્રી હીરસૂરિ પછી જ લખાયેલો. ગ્રંથ હોય. દેશીઓ: જૈન ગુર્જર કવિઓ'માં આપેલી છે. સમય નિર્ધારણમાં તેનું સ્થાન છે. દા. ત. “ભમ્મરિયો કૂવાને કાંઠે એ દેશી ૨૦મી સદીની છે. તો સમય ૨૦મી સદીનો કે તે પછીનો કહેવાય. ધારો કે કોઈ દેશી પંદરમી સદીની છે તો એટલું ચોક્કસ કહેવાય કે કૃતિ પંદરમી પહેલાંની તો નથી જ. સંયુક્તાક્ષરો: સંયુક્તાક્ષરોનો મરોડ જૂનો છે કે નવો તે ધ્યાનમાં લેવું. [આ સિવાય હાંસિયાની લાલ કે કાળી લીટી, ત્રિપાઠ-પંચપાઠ-સ્તબક, લાલ ચંદ્રક, લિપિચિત્ર, બે લીટી વચ્ચેની ઓછીવત્તી space, ફાંટિયાની લીટી દેખાવી, ચોકડી કે ફૂદડી વગરનું સળંગ લખાણ, પ્રારંભે લખાયેલું ગુરુનામ. જેવા મુદ્દાઓ સમય નિર્ધારણાના અનુમાન માટે ખપમાં આવતા હોવાથી ધ્યાનમાં રાખવા ઘટે.]. પરિશિષ્ટ નં. ૫માં અહીં આપેલા મુદ્દાઓને જ દાદાએ કોઠો બનાવી સ્પષ્ટ કર્યા છે. એક જ ઝલકે જોવા માટે તે ઉપયોગી છે.) ૧૫૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #173 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૫ અનુમાનિત સંવતનિધરણા લક્ષણ વિક્રમસંવત, શતક ૧૩મું | ૧૪મું | ૧૫મું | ૧૬મું | ૧૭મું | ૧૮મું | ૧૯મું | ૨૦મું શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં | |૮થી ૧૮ ૧૧૦ ૧ળા-૧૩/ | ૧૦-૧૧ લાથી ૧ળા હાથી ૧૧|૧૦થી ૧ના ૧ળાથી ૧૧|| રાથી વા | ૩-૪ { રા-પIL || 7 | V | W | ક્વચિત હાથ બનાવટનો કાગળ, રંગ મેલો. મિલનો કાગળ – રંગ સફેદ, વાદળી પરિમાણ (સાઇઝ) લંબાઈ – (ઇંચ) પરિમાણ (સાઈઝ) લંબાઈ – સેમી). પરિમાણ (સાઈઝ) પહોળાઈ – (ઇંચ). પરિમાણ (સાઇઝ) પહોળાઈ – સેમી.) મધ્યસ્થાન ચોરસ | મધ્યસ્થાન ચોરસમાં છિદ્ર, વપરાયેલું મધ્યસ્થાન ચોરસમાં છિદ્ર નહીં વપરાયેલું મધ્યસ્થાન કૂંડાકૃતિ મધ્યસ્થાન કૂંડાકૃતિમાં અક્ષર મધ્યસ્થાન ચિત્ર મધ્યસ્થાન લાલચંદ્રક-ગોળ લાલચંદ્રક - પ્રથમ પૃષ્ઠિ મધ્યમાં એક અલ્પ ૪ પૂર્વાર્ધ ૧૫૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ લાલચંદ્રક - દ્વિપૃષ્ટિ ત્રણ ચંદ્રકો મધ્યસ્થાન ચંદ્રકો - પીળા, સોનેરી, વાદળી સળંગ લેખન મધ્ય ફલ્લિકા વિના) ક્વચિતુ અંતિમ મંગલચિહ્ન - સમાપ્તિસૂચક ગાથાક પછી દંડ નહીં ૧૪ ગાથાંક પછી બે દંડ ||૨ || હાંસિયાની લીટી કાળી જોડકે પાતળી હાંસિયાની લીટી કાળી જોડકે પાતળી વચ્ચે લાલ હાંસિયાની લીટી લાલ જોડકે પાતળી ઉત્તરાર્ધથી મોટે ભાગે જાડી હાંસિયાની લીટી લાલ જોડકે જેથી શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં હાંસિયાની લીટી લાલ ત્રણ હાંસિયાની કાળી-લાલ લીટી વચ્ચે પીળી-સોનેરી પત્રના બને છેડે લાલ લીટી એક અથવા બે પત્રની જીભા પાસે ઉપર - નીચે લાલ લીટી હાંસિયાના મધ્યભાગમાં પત્રાંક, ડાબી બાજુ અક્ષરાંકો હાંસિયાના મધ્યભાગમાં પત્રાંક, જમણી બાજુ અંકાત્મક હાંસિયાની જમણી બાજુના નીચેના ખૂણે પત્રક Y | ક્વચિતુ Page #175 -------------------------------------------------------------------------- ________________ 12 હાંસિયાની ડાબી બાજુના ઉપરના ખૂણે ગ્રંથનામ-હૂંડી હાંસિયાની ડાબી બાજુના નીચેના ખૂણે ગ્રંથનામ સાથે પત્રક સંગ્રહપોથીના સળંગ પત્રાંકો શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં સંગ્રહપોથીના જુદા જુદા ગ્રંથના પત્રકો અંકસ્થાન ચિત્ર ગેરુનો ઉપયોગ – દંડો, ગાથાંકો, પુષ્પિકાઓ લાલ શાહીના દંડ લાલ શાહીના અક્ષરો લેખનશૈલી શૂઢ લેખનશૈલી પંચપાઠ લેખનશૈલી ત્રિપાઠ લેખનશૈલી સસ્તબક લેખનશૈલી સસ્તબક ચારે બાજુ લાલ, પીળી, સોનેરી લીટી લેખનશૈલી રિક્તસ્થાન લિપિચિત્ર સંશોધન અક્ષરો છેકીને સુધારવા સંશોધન અક્ષરો હરતાલથી સુધારવા સંશોધન અક્ષરો સફેદથી સુધારવા સંશોધન પદો જુદાં કરવાની નિશાની ૧૫૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં સંશોધન અન્વયદર્શક અંકો સંશોધન ક્રિયાપદનાં રૂપો-પુરુષ-વચન સંશોધન ટિપ્પણો-કઠણ શબ્દોના અર્થો ડિમાત્રા પડિમાત્રારહિત અપ્રમાત્રા બે પંક્તિ વચ્ચે ખાલી જગ્યા ઓછી ૧/૪ બે પંક્તિ વચ્ચે ખાલી જગ્યા વધારે ૧/૨ ફાંટિયાથી પાડેલી લીટી દેખાતી હોય બૉર્ડરમાં સુશોભન બહારની ધાર રંગેલી-લાલ, લીલી, પીળી પ્રથમ પંક્તિની માત્રાઓમાં સુશોભન ચિત્ર સહિત ચિત્ર પૃષ્ઠિકા શિરોરેખા ત્રિકોણ શિરોરેખા સ્પષ્ટ જુદી, પ્રતિમા) બે ખંડમાં લખાયેલી ભલે મીંડું कि कौकी के के तदक्ष v ✓ ર n ર ✓ ✓ ✓ ✓ ♥ v v ✓ ✓ ✓ ✓ H• ९५० ✓ ♦ ✓ ♥ v v ♦ ♥ ✓ ✓ v v ✓ PCand ✓ v ✓ ✓ v ✓ ✓ v ✓ v ✓ ✓ ✓ ર ર ✓ ✓ ✓ v ✓ Page #177 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * કૅટલોંગ બનાવતાં ધ્યાનમાં લેવાના મુદ્દાઓની દાદાએ આપેલી સમજ કેટલૉગનો જે ચોપડો બનાવો તેમાં ખાનાં વધુ હશે. આમ છતાં આ ચોપડો સળંગ રાખવો. બે ભાગમાં વિભાજિત થાય તેવો ન રાખો. ચોપડો ભલે લાંબો બને પણ કાગળ સળંગ રાખવો. આમ ન થાય તો, લખાણ ઉપર-નીચે જો (વચલી પીનથી) વંચાશે તો મુશ્કેલી થશે. (આમ કહી, દાદાએ એમની પાસેના જૂના ચોપડા બતાવી, કેવી મુશ્કેલી ઊભી થાય તે દર્શાવ્યું.) ચોપડો આડો અને પહોળો બનશે. પરિશિષ્ટ ૬ ગ્રંથનામ (title) સાથે જ એ પુસ્તકના ગ્રંથકારે કરેલા વિભાગો લખો. દા. ત. ત્રિષષ્ઠીશલાકાપુરુષ – પર્વ. ૭ પ્રકાશકે કરેલા વિભાગો પણ લખો. દા. ત. પ્રકાશકે ‘ત્રિષષ્ઠીશલાકાપુરુષ'ને બે ભાગમાં બહાર પાડ્યું છે. પહેલા ભાગમાં ધારો કે ૧થી ૧૫ અને બીજા ભાગમાં ૧૬થી ૨૫ પર્વ છે તો આ રીતે લખો : ત્રિષષ્ઠીશલાકાપુરુષ ભા. ૧ (૧થી ૧૫ પર્વ) ત્રિષષ્ઠીશલાકાપુરુષ ભા. ૨ (૧૬થી ૨૫ ૫ર્વ) ગ્રંથનું સ્વરૂપ જણાવો. દા. ત. મૂળ માત્ર હોય તો મૂળ લખો. મૂળસમેત ટીકા હોય તો મૂળ અને ટીકા એમ બન્ને લખો. એકથી વધુ સ્વરૂપ પણ હોય તો તે પણ લખો. દા. ત. કલ્પસૂત્ર (મૂળ, ભાષાંતર, દીપિકા) ટીકા, ભાષાંતર, ભાવાનુવાદ, મૂળ, નિર્યુક્તિ, દીપિકા, સુબોધિકા વગેરે સ્વરૂપો કહેવાય. ભાષા મૂળ, ટીકા વગેરેમાં જુદી હોય તો તે જણાવવી. દા. ત. મૂળ (સં.) ટીકા (પ્રા.) સંપાદિત અને સંશોધિત બન્ને હોય તો તેમ લખો, કારણ કે આ બન્ને જુદી વસ્તુઓ છે. એક જ હોય અથવા સંપાદિત અને સંશોધિત બન્ને પણ હોય, તો એક હોય તો તે અને બેઉ હોય તો બન્ને જણાવવાં જરૂરી. પ્રકાશન પ્રથમ વાર જ થયું હોય તો તે અને પુનઃપ્રકાશિત હોય તો તે તે લખવું. અહીં યાદ રાખો કે આવૃત્તિ અને પુનઃપ્રકાશન અલગ વસ્તુઓ છે. પ્રકાશક ફરી તે જ પુસ્તક છાપે તો તે આવૃત્તિ કહેવાય. બીજો પ્રકાશક તે જ પુસ્તક છાપે તો તે પુનઃપ્રકાશન કહેવાય. પૃષ્ઠસંખ્યા લખો ત્યારે પ્રકાશકના બે બોલ + સંપાદકના બે બોલ + વિવેચકની વાત + અનુક્રમણિકા અને રૂપરેખા + નિર્દેશિત વિષય + પરિશિષ્ટ + શબ્દાર્થકોશ અહીં આ બધાનાં પૃષ્ઠો અલગ અલગ લખી ટોટલ પૃષ્ઠસંખ્યા જણાવો. કયાં પૃષ્ઠો કઈ બાબતનાં છે તે ન લખો તો ચાલે પણ + + + કરી પૃષ્ઠ લખી, ટોટલ જણાવો. ઘણી વાર એવું પણ બને કે નિર્દેશિત વિષય કરતાં પ્રસ્તાવનાનાં પૃષ્ઠો વધુ હોય ! મૂલ્ય લખવું. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૫૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ * * હવે કદાચ એ જરૂરી કેટલું એવો પ્રશ્ન થાય છે. અતિ જૂનું પાંચ રૂપિયાનું પુસ્તક ખોવાય પણ આજની કિંમતની દૃષ્ટિએ પ0 રૂ.નું થાય ! આથી, આવા સંજોગ ઊભા થાય તો વાચકને કહેવું કે અન્ય ગ્રંથભંડારમાંથી તે પુસ્તક મેળવી, તે આખા પુસ્તકની ઝેરોક્ષ કરીને, બાઇન્ડ કરીને પરત કરે. અતિ દુર્લભ પુસ્તકોની તો ઝેરોક્ષ રાખવી અને તે જ વાંચવા આપવી. માપ લખવા. - પ્રત હોય કે પુસ્તક-માપ લખવું જરૂરી. ગ્રંથનામ લખો ત્યારે તેની આગળનાં વિશેષણો નાબૂદ કરો. દા. ત. શ્રી, શ્રીમદ્, શ્રીમતી, જો આ વિશેષણો રાખીએ તો પુસ્તક “શ'માં જાય. જોઈતું પુસ્તક મુખ્ય નામ વિના કેવી રીતે મળે ? * બિરુદ નાબુદ ન કરવાં. દા. ત. સૂરિ, ઉપાધ્યાય, મુનિ. વિજય, પન્યાસ જેવાં બિરુદો હંમેશાં રાખવાં, યશોદેવ ઉપાધ્યાય અને યશોદેવસૂરિથી કર્તા અને કૃતિ તરત જ મળી આવશે. ઘણી વાર ગ્રંથોમાં આગળ કે પાછળ તે ગ્રંથ છપાવનાર કે પ્રેરણા આપનાર શેઠ સાધુ ભગવંતની જીવનઝરમર કે જીવનચરિત્ર આપેલ હોય છે, આની પણ નોંધ કરવી. ગ્રંથનામ લખો તેમાં જ જેનું જીવનચરિત્ર આપ્યું છે તેનું નામ આપી, નોંધ કરવી. ગ્રંથનામ બે હોય તો બે નામ લખો. કાર્ડ બનાવો ત્યારે બન્ને નામનાં કાર્ડ બનાવો. દા. ત. ૧. પર્યુષણાકલ્પ ૨. કલ્પસૂત્ર આ બન્ને નામો એક જ ગ્રંથનાં છે. પણ તે બન્ને રીતે ઓળખાય છે. પુસ્તક બે નથી, એક જ છે, માત્ર નામ જુદું છે * પ્રકાશકે છાપેલું નામ આપવું. આગમો-પ્રકરણો કે કથા માટે આમ કરવું જરૂર, સાયરીટા તે સ્થાનાંગસૂત્ર છે. લિસ્ટમાં સાયાટ તથા આચારાંગ-સ્થાનાંગસૂત્ર એમ બન્ને નામ લખવાં જેથી આ સ્થાનાંગસૂત્ર છે તે ધ્યાનમાં રહે. * નવું નામ હંમેશાં એક લીટી છોડી લખવું. * ગ્રંથો પૂરા રાખો. કોઈ ગ્રંથ અપૂર્ણ હોય તો, અન્ય ભંડારમાંથી તે ગ્રંથનાં ખૂટતાં પૃષ્ઠોની ઝેરોક્ષ કરાવી, તેની સાથે જ રાખો અને આમ ગ્રંથ પૂરો બનાવો. * કલ્પસૂત્રનું માત્ર ભાષાંતર હોય તો મૂળ કર્તાનામ લખવું ખરું પણ તે કૌંસમાં લખવું. કાર્ડ બનાવો ત્યારે અકારાદિ સળંગ રાખો. ચોપડી, પોથી બન્નેનાં જુદાં લિસ્ટ બનાવવાં. કાર્ડમાં ઝેરોક્ષ છે કે ચોપડી તે ખાસ લખવું. વિશિષ્ટ વિદ્વાનની પ્રસ્તાવનાની ખાસ નોંધ કરો. * પ્રતમાં પ્રમાણ અર્થાતુ પૃષ્ઠસંખ્યા “ગ્રંથાગ્ર' તરીકે જણાવવામાં આવે છે. * હસ્તપ્રતમાં ટાઇટલ પેજ હોતું નથી. ગ્રંથનામ છેલ્લે પુષ્મિકામાં હોય. પ્રતમાં અંક પૃષ્ઠસંખ્યાનો) પાછલી બાજુએ હોય છે. છાનામ્ વામને તિઃ ! * પ્રતમાં એક બાજુ એક ચાંલ્લો હોય. બીજી બાજુ ત્રણ હોય. સંવત-સંખ્યા ઉકેલવાની રીત હોય છે. ચંદ્રકાન્ત શેઠે ‘સંખ્યા નિર્દેશક શબ્દસંજ્ઞાઓ’ પુસ્તક લખ્યું છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' નામના મોહનલાલ દલીચંદ દેસાઈના પુસ્તકમાં પણ તે જોવા મળે. આવું કામ કરતાં, આ પુસ્તકો સાથે રાખવાં. દા. ત. રામ = ૩; કારણ રામ ૩ છે; બલરામ, પરશુરામ અને રામ * * * * * * * * ૧૬૦ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #179 -------------------------------------------------------------------------- ________________ * * * * * પોથી બાંધવા માટે જેનોમાં સામાન્ય રીતે સફેદ કાપડ વપરાય છે. બીજે, લાલ કે અન્ય રંગનું હોય છે. જોકે, જેસલમેરમાં ધૂળ ઘણી તેથી લાલ કાપડ છે. આપણે ત્યાં ગ્રંથો ધૂળવાળાં સ્થળોમાં મુકાતા નથી. કબાટમાંથી બહાર કાઢવામાં આવે તો શેતરંજી પાથરીને એના પર ગ્રંથો મુકાય. કાપડ સુતરાઉ હોવું જરૂરી. માદરપાટનું કાપડ ઘણું સારું. એની કિનારો ઓટાવવી. કાપડ જો સ્ટાર્ચવાળું હોય તો પાણીમાં રાખી કાંજી / ખેર | સ્ટાર્ચ કાઢી નાંખવો. એ હોય તો તેમાં જીવની ઉત્પત્તિ થાય. Exra white – એસિડવાળું કપડું ન વાપરવું. પ્રતને રેપર કરવામાં જે કાગળ વપરાય છે તે ખાદીનો hand made કાગળ જ વાપરવો. પ્રત-પોથી ડબ્બામાં મૂકો પછી ડબ્બાને નંબર ને આપવો, અંદર મૂકેલી પોથીઓનાં નામ તથા નંબર તેની ઉપર લખો. પ્રતને size પ્રમાણે ગોઠવાય, વિષયવાર પણ ગોઠવો. કાર્ડ ગ્રંથનામ પ્રમાણે, કર્તા પ્રમાણે, વિષય પ્રમાણે એમ ત્રણ રીતે બનાવી, ગોઠવવાં. લિસ્ટમાંથી વિગતો પહેલાં આખી જોઈ લેવી. પછી કામ કરવાની શરૂઆત કરવી. * * * * * શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૬ ૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ – ૭ દાદાએ અનુભવને આધારે તૈયાર કરેલ મુકિત ગ્રંથોનું સૂચિપત્ર બનાવવાની પદ્ધતિ ૧. મુદ્રિત ગ્રંથોનું સૂચિપત્ર = પત્રાકાર અને ચોપડી જુદાં જુદાં કરવાં. ૨. ક્રમાંક ૩. ગ્રંથનામ ૪. ગ્રંથકારે કરેલા વિભાગ – શ્રુતસ્કંધ અધ્યયન અધ્યાય સર્ગ. ૫. પ્રકાશકે કરેલા વિભાગ – પ્રથમ, દ્વિતીય વગેરે ૬. ગદ્ય-પદ્ય – ચરિત્રો માટે ૭. ટીકાનું નામ – સુબોધિકા, દીપિકા, વૃત્તિ, વિવરણ વગેરે. ૮. ગ્રંથનું સ્વરૂપ - મૂળ, થકા, ભાષ્ય, ચૂર્ણિ, ભાષાંતર વગેરે - કત = ગ્રંથના કર્તાનું નામ લખ્યા બાદ, તેની નીચેની લીટીમાં મૂળ, ચકા, ભાષ્ય વગેરે લખી તેની સાથે જ તે તેના કર્તાના નામ તેની સાથે જ લખવા. ૧૦, ભાષા. ૧૧. લિપિ ૧૨. વિષય ૧૩. સંપાદક | સંશોધક ૧૪. પ્રકાશકનું નામ, ગામ, વર્ષ, આવૃત્તિ, પુન:પ્રકાશન હોય તો પ્રથમ પ્રકાશકનું નામ. ૧૫. પત્રસંખ્યા ૫ + ૧૬ + ૧૮૨ પ્રસ્તાવના, અનુક્રમણિકા, પરિશિષ્ટો વગેરેની સંખ્યા + + + કરીને લખો. અંતે કુલ સંખ્યા જણાવો. ૧૬, મૂલ્ય ૧૭. માપ. સે. મી. અથવા ઇંચ ૧૮. ગ્રંથના નામ આગળ વિશેષણ કાઢી નાંખવું. દા. ત. શ્રી, શ્રીમદ્, શ્રીમતી ૧૯. કર્તાની અટક, બિરુદ, પદ લખવું. દા. ત. સૂરિ, વિજય, ઉપાધ્યાય ૨૦. ગ્રંથમાં આગળના ભાગે આપ્યા હોય તો વ્યક્તિઓનાં જીવનચરિત્ર નોંધવાં. કાર્ડ પણ બનાવવાં. ૨૧. ગ્રંથનાં બે નામ હોય તો અંતે લખવાં, કાર્ડ પણ બે બનાવવાં. ૨૨. ગ્રંથપાળે ધ્યાનમાં રાખવાના મુદ્દા : જૈન આગમો અથવા પ્રકરણો પ્રાકૃત અથવા સંસ્કૃત ગમે તે ભાષામાં લખવામાં આવે છે. સામાન્ય નિયમ એવો રાખવો કે પ્રકાશકે છાપેલું નામ લખવું. પરંતુ, જુદા જુદા પ્રકાશકો એક જ ગ્રંથનું નામ જેમ કે આચારો, ઠાણે, લખે-અને બીજા આચારાંગ, સ્થાનાંગ, લખે તે સમજવાની ક્ષમતા ગ્રંથપાલ કેળવે. ૨૩. સચિત્ર ગ્રંથોનો ઉલ્લેખ કરવો. ૨૪. સ્થિતિ | બાઇન્ડિંગ કરેલું કે જીર્ણ તે નોંધના ખાનામાં લખવું. ૨૫. એક લીટી છોડીને લખવું. ૨૬. સૂચિપત્ર માટે ચોપડાનો કાગળ સળંગ રાખવો | બે ભાગમાં નહીં. ૨૭. પત્રાકાર ગ્રંથોનાં પત્રો ગણીને ઘટતાં હોય તે લખવાં | ખૂટતાં પત્રો ઝેરોક્ષ કરાવી મૂકવાં. ૨૮. મૂળ ન હોય, માત્ર ભાષાંતર હોય, તો મૂળકર્તા લખવાં પણ તેના ઉપર કૌંસ કરવો. ૨૯. સ્વરૂપમાં-મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂરિ, છાયા, વિષમપદપર્યાય, ટિપ્પણ-ભાષાંતર ભાવાનુવાદ આવે. ૩૦. અકારાદિ પ્રત અને ચોપડીનું ભેગું રાખવું. ૧૬ ૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #181 -------------------------------------------------------------------------- ________________ ૩૧. ઝેરોક્ષ કે ફોટોગ્રાફ હોય તો તેનો નોંધમાં ઉલ્લેખ કરવો. ૩૨. પત્રપ્રસ્તાવના, ઇન્ડેક્ષ, પરિશિષ્ટમાં પણ લખવાં. તે સંખ્યા + + + કરીને પ્રસ્તાવના, પરિશિષ્ટ એવાં નામ આપ્યા વિના લખો તો પણ ચાલે. ૩૩. વિશિષ્ટ વિદ્વાનોની પ્રસ્તાવનાનો ઉલ્લેખ કરવો. ૩૪. વિશેષ અંકોમાં છપાયેલી કૃતિઓનાં નામ લખવાં. ૩૫. સંગ્રહ ગ્રંથોમાંથી ચરિત્રોનાં નામ લખવાં અને કાર્ડ બનાવવાં. અથવા બીજા કોઈ ગ્રંથો હોય તેનાં કાર્ડ પણ બનાવવાં. ૩૬. કાર્ડમાં તમામ હકીકત લખવી. ૩૭. ચોપડી આકારનાં પુસ્તકોને ચાર સાઈઝમાં ગોઠવવાં. તેને ક-ખ-ગ-ઘ એવી સંજ્ઞા આપવી જેથી કબાટમાં પુસ્તકો વધારે સમાશે. મોટી સાઈઝ પાછળ, નાની આગળ રાખવી. ૩૮. ક્રમાંક દરેક સાઈઝનો જુદો જુદો કરવો. અને સળંગ લખવો. બની શકે ત્યાં સુધી એક જ વિષયના, એક સિરિઝના સાથે તેમજ ભાગો ક્રમથી રાખવા. ૩૯. પુસ્તકોને પૂંઠાં ચડાવવાં. ૪૦. નંબરની પટ્ટી ઉપરના ભાગે રાખવી. પુસ્તકમાં રક્ષણ માટે ઘોડાવજની પોટલી તથા ડામરની ગોળીઓ મૂકવી. ૨. સંસ્થાના સિક્કા લગાવવા. તે પ્રારંભમાં-અંતમાં તેમ જ મધ્યભાગે ચોક્કસ પત્ર ઉપર લગાવવા. જેમકે ૧૧, ૨૧, ૧૨૧, ૨૨૧, ૩૨૧ ઘણા પત્રો હોય તો મધ્યમાં અને ત્યાં નંબર લખવો. ૪૩. પત્રકાર તથા ચોપડી આકારનાં લિસ્ટો જુદાં કરવાં. ૪૪. અકારાદિ પત્રાકાર અને ચોપડી આકારનું ભેગું રાખવું. ૪૫. નંબરની આગળ ચોપડી આકાર કે પત્રકારનો ઉલ્લેખ કરવો. પ્રત નં. ચો. નં. પુસ્તકની ગોઠવણી પુસ્તકોનો પરિચય સૂચિપત્રનો ચોપડો સૂચિપત્ર પત્રાકાર-ચોપડી આકાર જુદા. ગ્રંથનું નામ વિશેષણ ન લખવું મૂલ ઉપરાંત ચોપડાનો કાગળ સળંગ રાખવો. પત્રાકારનાં પત્રો ગણી લેવા | ટીકા વગેરે હોય તો એક લીટી નીચે ઊતરીને પત્ર સંખ્યા ૫૧ ૨૬ ૨૫ પત્રો ઘટતાં હોય તો ઝેરોક્ષ લખવું. સ્વરૂપ-લખવું. પ્રસ્તાવના + ઇન્ડેક્ષ લખવા. પત્રકારને કપડાના બંધનમાં નામ ભાષા પ્રકાશક નામ સ્થાન બાંધીને રાખવાં બંધને ઉપર મૂલ વિષય ફોટોગ્રાફ નંબર કરવો. નિર્યુક્તિ લિપિ ઝેરોક્ષ, ચોપડી આકારનાં-ચાર સાઈઝ ભાષ્ય સ્થિતિ ક, ખ, ગ, ઘ. મોટી સાઈઝ ભદ્રબાહુ રિએડિટ થયું પાછળ, નાની આગળ, પૂંઠાં ટીકા-નામ હોય તો ચડાવવાં. સુબોધિકા પૂર્વસિક્કા-આગળ પાછળ તથા | ભાષાંતર જિનદાસ પ્રકાશકનું મધ્યમાં ચોક્કસ પત્ર ઉપર, ! મૂલકર્તાએ કરેલો વિભાગ-અધ્યયન સર્ગ વિનયવિ. નામ નંબરની પટ્ટી ઉપરના ભાગે | વગેરે ખીમવિ. રાખવી. પ્રકાશકે કરેલો વિભાગ ભા. ૧,૨ વગેરે સચિત્ર કથા-ચરિત્રોમાં ગદ્ય-પદ્ય લખવું. કર્તા શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૬૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ८ દાદાની દીકરી હેમાબહેન સાથે છેલ્લે થયેલી વાતો : દાદાના અંતિમ દિવસની મારી મુલાકાત વખતે દાદાને બદલે હેમાબહેને જે વાતો કરેલી તેની શરૂઆત આ રીતે કરી હતી : રસીલાબહેન, હમણાં બે દિવસથી તો દાદા ઘડીક કેસેટ સાંભળવા ઇચ્છે તો થોડી વાર પછી એ બધું ત્યાંથી ઉપાડી લેવા જણાવે. પલંગ સામે એમનો ફોટો દીવાલે લગાડેલો તે પણ લેવરાવી લીધો.’ હવે અશક્તિ ઘણી છે તેથી લખી શકાતું નથી છતાં લખીને જણાવવા માંગે. અમે ના પાડીએ છીએ.આટલું કહીને હેમીબહેન ઊભાં થયાં અને દાદા જેમાં લખતા હતા તે ડાયરી લીધી અને ખોલીને મને એમના છેલ્લા અક્ષરો બતાવ્યા. પછી, “જુઓ રસીલાબહેન, ઊકલે છે કશું ય ? હું એમને કહું કે દાદા, તમે તમારી આખી જિંદગી અક્ષરો ઊકેલવાની મથામણ કર્યાં કરી. હવે તમારા આ અક્ષરો ઉકેલવા અમારે મથવાનું ?”' આટલું કહીને તેઓ મીઠું મલક્યાં. મેં પાનાં ફેરવ્યાં તો ખરે જ, અક્ષરો ભાગ્યે જ ઊકલે તેવા હતા ! પણ સદાની સંગાથી પેન દાદાથી કેમની છૂટે ?! (દાદાની માંદગીના આ છેલ્લા અક્ષરો પણ પરિશિષ્ટ : ૯માં આપેલ છે.) આમ વાતો કરતાં કરતાં હેમીબહેન એમની માંદગી દરમિયાનની મુલાકાતોની વાતોમાં તથા અતીતના સ્મરણોમાં સર્યા. કહેવા લાગ્યા : “રસીલાબહેન, જ્યારે આવું ત્યારે તેઓ કપડાંના પૈસા આપે. કહે કે જા કહેવા લાગ્યા : પહેલાં સીવવા નાખી આવ. આ પહેલાં આવી ત્યારે પૈસા આપતા હતા ત્યારે એવો વિચાર આવી ગયો કે આજે શું આ છેલ્લી વખતનું હશે ? વળી, જાતે ચાવી આપી કહે કે, લે પેટી ખાલી કરી કબાટમાં તારાં કપડાં ગોઠવી દે, અને બોલો, આ વખતે પણ આવી અશક્ત સ્થિતિમાં પણ જાતે ચાવી હાથમાં આપેલી, હવે થાય છે કે દાદા કેટલી પીડા સહન કરે છે ! ભલે હવે એ આજે છે એવી શાંતિભરી રીતે દેહ છોડે તો વાંધો નહિ, બળતરા થાય ત્યારે હવે સહેજ હાથ મૂકે છે, પણ અમને બધાને બધું કરવા દે છે. દુઃખે ત્યાં હું સહેજ દબાવું તો સારું લાગતું હોય તેવું ઇશારાથી જણાવે છે. ત્રણ દિવસથી તો કેસેટ સાંભળવાની ઇચ્છા બતાવે છે. હમણાં ‘ભક્તામર’ અને ‘રત્નાકરપચીસી' સાંભળે છે. એ ઊંઘતા નથી પણ સાંભળે છે એવું એમની ઊંચીનીચી થતી આંગળીઓ ઉપરથી ખબર પડે.” થોડી વાર મૌન રહે છે. વળી હેમીબહેન બોલ્યાં : “હું નાની હતી ત્યારે દાદા વાર્તાઓ ખૂબ કહેતા. વાર્તામાં એ પોતાનું ઉમેરે. પંચતંત્રની વાર્તાઓ વધારે કહે. મેં એમના કલ્પનાના ઉમેરાવાળી વાર્તા સંભળાવવા જણાવ્યું. તે યાદ કરવા લાગ્યા. પછી કહે : આવી વાર્તા બનાવે “એક છોકરી હતી. તેના હાથમાં પૂરી હતી. ત્યાં એક કાગડો આવ્યો અને પૂરી પર ઝાપટ મારી. • છોકરી તો કાગડાની પાછળ પૂરી લેવા દોડી. દોડતાં દોડતાં જંગલ આવ્યું. જંગલી પ્રાણીઓના અવાજ સાંભળી બી ગઈ. ત્યાં દૂર દૂર એક દીવો જોયો. પાસે જઈને જોયું તો ચોકીદાર. અંદર જવા ન દે. એ તો અંદર ગમે તેમ કરીને ઘૂસી તો અંદર મહેલ ને ફરતે બગીચો અને નદી. આ બગીચામાં બધાં ઝાડ પર જુદી જાતનાં ફળ હતાં. પાસે જતાં જોયું તો ઝાડ પર ચોકલેટ અને પીપરમીંટ લટકે ! નદીનો વહેવાનો અવાજ આવ્યો. ત્યાં ગઈ તો નદીમાં પાણીને બદલે દૂધ. મારાં છોકરાંને દાદા વાર્તા કહે તો એમાં દૂધને બદલે મિલ્ક-શેકની વાત આવે ! મને તો એવી મઝા પડતી.'' ૧૬૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #183 -------------------------------------------------------------------------- ________________ મારી સુવાવડ પછી છોકરો સાત મહિનાનો થયો ત્યાં સુધી અહીં રાખેલી. મારો હિમાંશુ દાદાને એટલો તો વહાલો ! મને કક્કો કઈ રીતે શિખવાડેલો, ખબર છે ? ક, ખ, ગ અક્ષરો લખતાં શિખવાડે. પછી ઘરની બહાર લઈ જાય. કબૂતર બતાવે અને કહે, જો કબૂતરનો ક. પછી ઘરની પાછળ લઈ જાય અને ત્યાં ઊભેલા ગધેડાને બતાવીને કહે કે આ છે ગધેડાનો ગ. વળી મંદિરે લઈ જાય અને કહે કે આ તારા ગણપતિબાપાનો ગ કહેવાય. ઘેર આવે અને મારી બાને કહે કે ખલ લાવને. મારાં બા અસ્થિર મગજનાં તેથી ચિડાઈને કહે તમારે વળી ખલનું શું કામ પડ્યું ? આખરે ખલ લાવે તે બતાવીને કહે કે આ ખલનો ખ છે. તમે જાણો છો કે દાદાનું પ્રિય રમકડું કયું ? (બતાવીને) આ ઢાળિયું છે તે. આખો દિવસ એના પર પ્રત કે તામ્રપત્ર રાખીને અક્ષરો ઉકેલ્યા કરે અને ઉકેલે એટલે મને સમજાવે – જો. ખેતર આપેલાં તેની આમાં વાત છે – રાજાની વાત આમાં છે. એમને ઇતિહાસનો ભારે શોખ. મને કહે જો ફલાણા રાજાની વાત તારે વાંચવામાં આવે તો મને કહેવું. આ તો મારે જ્ઞાનનો યોગ નહિ ને એટલે બાકી મને એમના કામ અંગે કેટલી બધી વાતો કરે ! પહેલાં તો પ્રવાસે ય ખૂબ જતા. કેટલા બધા દિવસો અને ક્યારેક તો મહિનાઓ પછી આવે ! પણ આવે ને એટલે એમની પાસેની વાતોનો ભંડાર તો ખૂટે જ નહિ. ઊંટ પર બેઠા હોય, પાછળ મહારાજસાહેબનાં પોટલાં હોય, આગળ જઈને ગામને જાણ કરે કે પાછળ આટલાં થાણાં આવી રહ્યાં છે અને પાણી ઉકાળીને એ...ય મોટ્ટી કથરોટમાં ઠારવા મૂકે. સાંજ પડવા આવી હોય તો જલદીથી કેવી રીતે ઠરે તે કપડું ઊંચું નીચું કરીને બતાવે. વાતો તો એમની ખૂટે નહિ. મારાં બા આવાં તો યે દાદાએ ક્યારે ય એમની પર કે મારા ૫૨ ગુસ્સો કર્યો નથી. અમે ઘરમાં ત્રણ જણાં. હું એમની પાસે બેસી એમનું કામ જોતી હોઉં કે ભણતી કે રમતી હોઉં. દાદા અહીં (હાથથી જગ્યા બતાવી) ઢાળિયા પર કશુંક લખતા હોય. વચલું બારણું બંધ હોય. ત્યાં ચોકમાં બા મોટેમોટેથી બબડતાં હોય અને કશુંક ઊંધુંચત્તું કર્યા કરતાં હોય. હું ઘડીમાં બા પાસે જઉં, ઘડીમાં દાદા પાસે આવું. બા તો ક્યારેય મારી સાથે વાતો કરે નહિ. કોણ જાણે એકલાં એકલાં શું વાતો કરતી હતી પણ પોતાને જ સંભળાવતાં હોય. મને કશાં લાડ કરે નહિ. એ તો દાદા પાસે મળે. શનિ-રવિની રજા હોય તો તેઓ જ્યાં કામે જવાના હોય એ ગામ લઈ જાય. એ એમનું કામ કરે. હું સાધ્વીજીની પાસે ઉપાશ્રયમાં હોઉં, સાધ્વીજી મને સૂત્રો ભણાવે. મને આમ જુદાં જુદાં તીર્થો, ગામો અને શહેરો જોવાં મળે. અતીતનાં એમનાં સ્મરણો સાંભળતાં સાંભળતાં સમય ક્યાં ગયો તેની ય ખબર ન રહી. મારે હજુ થોડીક ૨સોઈ બનાવવી બાકી હતી, આથી મેં એમની રજા લીધી. રિક્ષામાં પાછા ફરતાં, નજર સામે સતત વત્સલ પિતાનું ચિત્ર તરવરતું રહ્યું. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૬૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ – ૯ ધધના બગડતા જતા હસ્તાક્ષર જે દો છે.-ભૂજ, તે તને આ > ન.૨ . (770 ( ર ર તો હું આ જ ન હલ કરી દે. જે બંધ ર મ . ! પા જો ન . , જે હૉ-ળ ટલમાં દાખલ છે મારે . ૬ દર્દ ૨૫ ૨૫ થતું નથી. રર વાર કદી શી જ. પર ઉભો છે . ? જ ૨ તેમ લૉ એ - 3\\૨૦૦૫ - ११३५।२ જીવ નજી–દ વક ર છે કે છે 2નું માની હુ? ૨] વા ૨ e.wo- 1 * છે \\-૩-૦ '(L.- roman vretena su ૧૬૬ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #185 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૧-૩-૨૦૦૫ તથા તા. ૧૨-૩-૨૦૦૫ના રોજ થોડું લખીને પેન પકડવાનું દાદાએ છોડી દીધું. 4 - ને છે - ૮ - in frono unow કે તે આ { }; 1 1 જ છે 1 - - - 2 WC _...! ? દન - * - - 'pk ) { } જે જ જ 2 | H +$.&ા ખૂ. ૮ on tarra y bar day - - મને ક – ૧૬ ૭. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #186 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧૦ દાદાનો બાયોડેટા લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક ૧૧-એ, કરણી સોસાયટી, નવા વાડજ, અમદાવાદ-૧૩ ફોન : ૨૭૪૧૨૬ ૧૧ નામ : લક્ષ્મણભાઈ ભોજક પિતાનું નામ : હીરાલાલ જન્મ : તા. ૩૧-૧૦-૧૯૧૭ સં. ૧૯૭૩ આસો સુદ-૧૫. જન્મસ્થળ : વાગોળનો પાડો, પાટણ. અભ્યાસ : ગુજરાતી ૬ ધોરણ પાટણમાં જૈન ધાર્મિક અભ્યાસ – પંચપ્રતિક્રમણ શ્રી હૈમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા, પીપળા શેરી સંસ્કૃત માર્ગોપદેશિકા, પંડિત અમૃતલાલ ભોજક પાસે સર્વિસ : ગ્રંથપાલ, શ્રી કેસરબાઈ જૈન જ્ઞાનમંદિર પાટણ) ગ્રંથપાલ, શ્રી મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર, ડભોઈ (જિ. વડોદરા) મેન્યુ. આસિસ્ટન્ટ લા. દ. ભા. સં. વિદ્યામંદિર, ગુ.યુનિ. સામે, (અમદાવાદ) પૂજ્યપાદ આગમ પ્રભાકરજી શ્રી પુણ્યવિજયજી મ. સા. ના માર્ગદર્શન નીચે પુસ્તક ભંડારોના સૂચિપત્રમાં મદદ: (૧) શ્રી હૈમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ (૨) વિમલગચ્છ ભંડાર, ભાભાનો પાડો, પાટણ, (૩) શ્રી આત્માનંદ જૈન જ્ઞાનમંદિર, વડોદરા (૪) શ્રી શાન્તિનાથ તાડપત્રીય ભંડાર, ખંભાત (૫) શ્રી સીમંધર સ્વામી જ્ઞાનભંડાર, સુરત . (૬) જેસલમેરનો તાડપત્રીય ભંડાર, જેસલમેર (૭) શ્રી દયાવિમલસૂરિ જ્ઞાનભંડાર, દેવસાનો પાડો, અમદાવાદ મુનિ શ્રી જિનવિજયજીના માર્ગદર્શન નીચે કરેલાં કાર્યો : (૧) ગુટકા આકારની હસ્તપ્રતોનું લિસ્ટ ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ. (૨) સુભાષિતોનું લિવ્યંતર ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ હસ્તલિખિત પુસ્તકોનું પ્રથમ સૂચિપત્ર, રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર જયપુર (રાજ). (૪) રાજસ્થાનનાં વિવિધ ગામોમાંથી યતિઓ પાસેથી હસ્તપ્રત વગેરે પ્રાચીન સામગ્રીનું સંચયન. સંપાદનો : (૧) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિની વિદ્યામંદિરની સંસ્કૃત પ્રાકૃત-અપભ્રંશ હસ્તલિખિત ગ્રંથોમાં સૂચિપત્ર પ્રકાશન. ૧૬૮ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #187 -------------------------------------------------------------------------- ________________ (૨) “શત્રુંજય ગિરિરાજદર્શન” અને “ શિલ્પ-સ્થાપત્ય કળામાં શત્રુંજય" - લેખક અને સંગ્રાહક આચાર્ય શ્રી કંચનસાગરસૂરિ, આ પુસ્તકમાં ૮૬ ધાતુમૂર્તિઓનાં લેખોનું સંપાદન છે. (૩) રાસલીલા, સંપા. હરિવલ્લભ ભાયાણી ગુજરાતી લિપિનો કોષ્ટક.' (૪) બે અપ્રસિદ્ધ તામ્રપત્રો; સંપા. લ. હી. ભોજક (સંબોધિ વૉ. ૭ નં. ૧-૪ પત્ર ૧૧૪-૧૧૮) (૧) મૈત્રક-ધ્રુવસેન બાલાદિત્યનું ઈ. સ. ૬૩૮નું દાનપત્ર (૨) વિજયરાજદેવનું તામ્રપત્ર વિ. સં. ૧૧૬૦ (૫) ગજથંભ-હસ્તિરોગ ચિકિત્સા સચિત્ર, સંપા. લ. હી. ભોજક (સંબોધિ વો. ૭, પત્ર ૮૦થી ૯૦) (૬) શત્રુંજયગિરિના કેટલાક અપ્રગટ પ્રતિમાલેખો સંપા. લ. હી. ભોજક (સંબોધિ વૉ. ૭, પૃ. ૧૩-૨૫) સહ. - સંપાદન - ડૉ. મધુસૂદન ઢાંકી - લક્ષ્મણ ભોજક (૭) જૂનાગઢની અંબિકાદેવીની ધાતુપ્રતિમા - લેખ સચિત્ર સંપા. લક્ષ્મણભાઈ ભોજક પં. બેચરદાસ દોશી સ્મૃતિ ગ્રંથ ભા-૨, ઈ. સ. ૧૯૮૭ (૮) ઉજ્યન્તગિરિના કેટલાક અપ્રગટ ઉત્કીર્ણ લેખો - સંપા. ડૉ. મધુસૂદન ઢાંકી - લક્ષ્મણ ભોજક (૯) ઉજ્યન્તગિરિનો એક ખંડિત અપ્રકાશિત લેખ - સંપા. ડૉ. મધુસૂદન ઢાંકી - લક્ષ્મણ ભોજક (૧૦) ઉજ્યન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિષે – સંપા. ડૉ. મધુસૂદન ઢાંકી - લક્ષ્મણ ભોજક (૧૧) નાયક-ભોજકની પારસી, સંબોધિ વો. ૨ નં-૧, પૃ. ૧૧:૨૨ – સંપા. પં. અમૃતલાલ ભોજક તથા લક્ષ્મણ ભોજક (૧૨) સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ પ્રકા. ક. લા. સ્વાધ્યાય મંદિર) પરિશિષ્ટ-૧ સંપા. લક્ષ્મણભાઈ ભોજક (૧૩) “કાન્હવસહિકા" સંબોધિ (સંપા. લક્ષ્મણ ભોજક) (૧૪) ભીમદેવ બીજાનું એક અપ્રગટ તામ્રપત્ર સંપા. લક્ષ્મણભાઈ ભોજક સંબોધિ (૧૫) ઘોઘાની મધ્યકાલીન ધાતુ પ્રતિમાઓના અપ્રકટ અભિલેખો સંપા. લક્ષ્મણ ભોજક નિગ્રંથ વૉ. ૧ અમદાવાદ-૧૯૯૬ (૧૬) ત્રણ પ્રકીર્ણ અભિલેખો સંપા. લક્ષ્મણ ભોજક – નિગ્રંથ વૉ. ૧ અમદાવાદ-૧૯૯૬. (૧) પબાસણ કપડવંજથી પ્રાપ્ત વિ. સં. ૧૧૬૦ (૨) શિલાપટ તારંગા વિ. સં. ૧૩૦ર (૩) ખંડિત અભિલેખ પ્રેસમાં : જૈનપટ : લા. દ. વિદ્યામંદિરના પટોનો સચિત્ર પરિચય : ગુજરાતી લેખક – લ. હી. ભોજક, અંગ્રેજી લેખક – ડૉ. શ્રીધર અંધારે પાટણ જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ લેખ સંખ્યા ૧૫૬ ૮) સંપા. લ. હી. ભોજક, પ્રક. બી. એલ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલૉજી, દિલ્હી. વ્યાખ્યાનો : (૧) કલ્પસૂત્રના સચિત્ર કથાપ્રસંગો લા. દ. મ્યુઝિયમ, અમદાવાદ તા. ૧૪-૯-૮૫ (૨) ડેમોસ્ટ્રેશન ઓન ધ ચેન્જજ કેરેક્ટર્સ ઑફ ધી ડિફ્રન્ટ સ્ક્રીપ્ટસ ભોજકનું વ્યાખ્યાન બી. એલ. ઇન્સ્ટિટ્યૂટ પાટણ તા. ૧૪ સપ્ટેમ્બર ૮૦ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૬૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ (૩) “જૈન કેલીયોગ્રાફી” ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ ન્યુ. દિલ્લી અક્ષર વિન્યાસ તા. ૭-૧૨-૮૮ (૪) એલ. ડી. ઇન્ડોલૉજીનાં પુસ્તકો તથા પટો વગેરેનો પરિચય દૂરદર્શન અમદાવાદ પર તા. ૨૮-૪-૮૮ (૫) ભગવાન મહાવીરના પાંચ કલ્યાણ કો – કલ્પસૂત્રનાં ચિત્રોનું પરિચયાત્મક દર્શન દૂરદર્શન અમદાવાદ કેન્દ્ર (સંવત્સરીના બીજા દિવસે મધ્યકાલીન લિપિ વર્ગો : (૧) લા. દ. વિદ્યામંદિરમાં એમ. એ. સંસ્કૃતના વિદ્યાર્થીઓને લિપિ શીખવી. (૨) પ્રાકૃત વિદ્યામંડળ અમદાવાદ તરફથી લિપિ વર્ગ, ચીનુભાઈ સેન્ટર, આશ્રમરોડ (૩) શારદાબહેન ચિમનલાલ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર તરફથી લિપિવર્ગ () આંતરરાષ્ટ્રિય જૈન સ્ટડી સેન્ટર – ગુજરાત વિદ્યાપીઠમાં લિપિવર્ગ (૫) “નિરંતર અભ્યાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે રાજકોટમાં લિપિવર્ગ અન્ય : - અનેક સાધુ સાધ્વીઓને, પંડિતોને, પ્રોફેસરોને, મધ્યકાલીન લિપિ વાંચતાં શીખવી. અનેક તૂટક હસ્તલિખિત ગ્રંથો વ્યવસ્થિત કર્યા. આ રીતે લિપિ વાંચવાનું તથા લિસ્ટો બનાવવાનું અથવા હસ્તપ્રતો ઉપરથી નકલો કરવાનું કામ (જે આયુષ્યના અંત પર્યત કર્યું.) સન્માનપત્રો તથા એવૉર્ડ: જામનગર - સંસ્કૃત પાઠશાળા તા. ૧૧-૧૨-૧૯૮૫ - ભાવનગર - હૈમચંદ્રાચાર્ય એવોર્ડ - તા. ૫-૧-૧૯૮૬ - જૂનાગઢ - કે.પી.સી.ગોડા સ્કૂલ તા. ૨૩-૧૦-૧૯૮૯ બોરીવલી - સ્થાનકવાસી ઉપાશ્રય જનકમુનિજીની નિશ્રામાં - અમદાવાદ - નવરંગપુરા જૈન શ્વે. મૂ. પૂ. સંઘ દ્વારા છે. અમદાવાદ - સરદાર પટેલ સ્ટેડિયમમાં જૈન રાજરત્ન એવૉર્ડ ચૈત્ર સુદ ૧૩, વીરસંવત ૨૫૨૫) પંજાબ - અંબાલા કૉલેજમાં તા. ૩૧-૧૨-૧૯૮૯ મહેસાણા - નાયક ભોજક પ્રગતિ મંડળ દ્વારા તા. પ-૩-૧૯૯૫ પાટણ - નાયક ભોજક પ્રગતિ મંડળ દ્વારા તા. ૩-૪-૧૯૯૫ અમદાવાદ - સંબોધિ સંસ્થાન તરફથી સંબોધિ પારિતોષિક તા. ૧૮-૧૧-૧૯૯૯ દિલ્લી - હેમચંદ્રાચાર્ય એવોર્ડ બી. એલ. ઇન્સ્ટિટ્યૂટ તા. ૧૦૬-૨૦૦૧ બેડા - રાજસ્થાન, ધર્મધુરંધરસૂરિની નિશ્રામાં અમદાવાદ - જૈન સોસાયટી પાલડી, જંબૂવિજયજીની નિશ્રામાં અમદાવાદ - ગિરધરનગર હેમચંદ્રસૂરિની નિશ્રામાં આંબાવાડી - જૈન ઉપાશ્રયપ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં આ ઉપરાંત આ ગ્રંથમાં જેનો ઉલ્લેખ છે તે છેલ્લાં વર્ષોના સન્માન તથા એવોર્ડ તથા આ બાયોડેટા તૈયાર કર્યા બાદ મળ્યાં હશે તેવાં. કુલ લગભગ ૨૨થી ૨૪ જેટલાં થતાં હશે. ૧૭૦ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૧ દાદાના સાંનિધ્ય દરમિયાન તેઓના માર્ગદર્શન હેઠળ આ ગ્રંથની લેખિકાએ સંપાદન કરેલી અને પ્રકાશિત થયેલ કૃતિઓની યાદી ખંભાતની બે અપ્રકટ ચૈત્યપરિપાટીઓ : (૧) શ્રી મતિસાગર કૃત ‘ખંભાઈતિની તીર્થમાલા' (સં. ૧૭૦૧) (૨) શ્રી પદ્મવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી' (સં. ૧૮૧૭) પાટણની બે અપ્રકટ ચૈત્યપરિપાટીઓ : (૩) શ્રી લાધા શાહ કૃત (સં. ૧૭૭૭) (૪) શ્રી સંઘરાજ કૃત (સં. ૧૬૧૩) (૫) શ્રી કરસન કૃત ‘વ્યાજની વાત’ (સં. ૧૮૫૧) (૬) શ્રી કવિ કેશવ કૃત “સટોરીઆની ગુહળી' (૨૦મી સદી) (૭) શ્રી ગુરુ વીપા પંડિતના શિષ્ય વિદ્યાચંદ કૃત ‘ચેતન ચેતઉ રે' (૮) શ્રી માનવિજય કૃત “મૂર્ખ પ્રતિબોધની સજ્ઝાય (૧૯મો સૈકો)’ (૯) શ્રી બલદેવમુનિની સજ્ઝાય (૧૮મો સૈકો) કર્તાનામ આપેલ નથી.) (૧૨) – શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં સંબોધિ વૉ. ૨૨ ઈ. સ. ૧૯૯૮-૯૯ સંબોધિ વૉ. ૨૨ ઈ. સ. ૧૯૯૮-૯૯ સંબોધિ વૉ. ૨૬ ઈ. સ. ૨૦૦૩ સંબોધિ વૉ. ૨૮ ઈ. સ. ૨૦૦૫ સંબોધિ વૉ. ૨૮ ઈ. સ. ૨૦૦૫ સંબોધિ વૉ. ૨૮ ઈ. સ. ૨૦૦૫ - - (૧૦) શ્રી પં. પ્રમોદશિષ્ય મુનિચંદ્ર કૃત ‘કોઠારીપોળના ચિંતામણિ પાર્શ્વનાથનું સ્તવન' (૧૧) ‘શ્રી રતનગુરુ રાસ' (૧૯મો સૈકો) (કર્તાનામ આપેલ નથી.) અનુસંધાન ૨૩ ઈ. સ. ૨૦૦૩ શ્રી પં. કેસર કૃત ભાણવડનગરના આદેશ્વ૨ જિનાલયની પ્રતિષ્ઠાને અનુલક્ષીને રચાયેલ ‘સ્તવન’ અનુસંધાન ૨૪, ઈ. સ. ૨૦૦૩ (૧૩) ‘કૃષ્ણ-બલભદ્ર ગીત' (૧૯મો સૈકો) (કર્તાનામ આપેલ નથી.) - અનુસંધાન ૨૪, ઈ. સ. ૨૦૦૩ (૧૪) શ્રી વિવેકવિજ્યના શિષ્ય કૃત કોઠારી પોળના દેરાસર વિશેનું ‘ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન’ · અનુસંધાન ૨૪, ઈ. સ. ૨૦૦૩ નિર્પ્રન્થ, વૉ. ૩ ઈ. સ. ૨૦૦૨ નિર્પ્રન્થ, વૉ. ૩ ઈ. સ. ૨૦૦૨ અનુસંધાન ૨૩ ઈ. સ. ૨૦૦૩ અનુસંધાન ૨૩ ઈ. સ. ૨૦૦૩ ૧૭૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૫) શ્રી રૂપવિજય કૃત નેમ-રાજુલ લેખ' (સં. ૧૮૫૬) - અનુસંધાન ૨૬, ઈ. સ. ૨૦૦૩ (૧૬) શ્રી જ્ઞાન મહોદય કૃત “શ્રી સંભવનાથ કલશ' (દેશી આધારિત સમયનિર્ધારણ કવિ શ્રી દેવચંદ્રના સમય પછીનું) - અનુસંધાન ૨૭, ઈ. સ. ૨૦૦૪ (૧૭) શ્રી પૂનપાલ કૃત “શ્રી મેઘકુમાર ગીત – અનુસંધાન ૨૭, ઈ. સ. ૨૦૦૪ (૧૮) શ્રી અનંતહંસ કૃત “શ્રી આદિનાથ વીનતીપૂજા' (૧૯મો સૈકો) – અનુસંધાન ૨૭, ઈ. સ. ૨૦O૪ (૧૯) શ્રી હર્ષકુલરચિત વસુદેવ ચુપઈ' (સં. ૧૫૫૭) – અનુસંધાન ૨૮, ઈ. સ. ૨૦૦૪ (૨૦) “શ્રી અંતરીક પાર્શ્વનાથ છંદ (સં. ૧૭૫૦) – અનુસંધાન ૨૮, ઈ. સ. ૨૦૦૪ (૨૧) “ભારજાનું ગીત” - સામાજિક દબાણની અકળામણનો એક દસ્તાવેજ - ચિનગારી' ત્રિમાસિક ૧૭૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ 109 wws Jaio Education International Page #192 -------------------------------------------------------------------------- ________________ દાદાની ખિસ્સાડાયરી મન જીત્યું તેણે સઘળું જીત્યું, એક વાત નવિ ખોટીંજી. મન કહે જીત્યું તે હું નવિ માનું, એહ વાત છે મોટીજી. દુ:ખમાં ભાંગી ન પડવું અને સુખમાં છકી ન જવું પણ મનને સ્વસ્થ રાખવું. આ કળા સંતોના સમાગમથી મળે છે. સંતોષનો અર્થ પ્રયત્નથી સમાપ્તિ નહીં પરંતુ સંનિષ્ઠ પ્રયત્નને અંતે જે કંઈ ઉપલબ્ધ થાય તેને દુ:ખ, શોક કે વિષાદ વગર, પ્રસન્નતાપૂર્વક આવકારવાની મનોદશા. વાણીવિલાસમાં જબરાપણું દાખવવાનો કુટુંબના બધા સભ્યો દાવો કરે તો સૂર્ય ઊગે ત્યારથી ઘરમાં મહાભારત ચાલુ થઈ જાય. વધુ જરૂરિયાત અને વધુ સગવડમાં આર્તધ્યાનને વધુ અવકાશ. બંધ સમય ચિત્ત ચેતીયે, ઉદયે શો સંતાપ ? શોક વધે સંતાપથી, શોક નરકની છાપ. (વીરવિજયની પૂજા) મક્તનું લઈશ નહીં, નિરાશ થઈશ નહિ. લઘુગ્રંથિ બાંધીશ નહિ, વિશ્વાસ ગુમાવીશ નહિ - આઠવલે