________________
હતો. મહારાજે બન્ને ભાઈઓને બોલાવ્યા. મહારાજ પહેલેથી જ બન્નેને બાંધી દેવા માટે વારાફરતી બોલાવીને કહ્યું : “આજે તમારે મારો આદેશ સ્વીકારવાનો રહેશે.'' ધર્મપાળે જણાવ્યું કે કઈ વાત છે તે જાણ્યા-સમજ્યા વિના હું બંધાઉં નહીં. અભય ઓશવાળે પણ ના પાડી. દાદાનું હંમેશ મુજબનું તારણરૂપ વિધાન ઃ “લાખો રૂપિયા ખર્ચી શકે છે, પણ આ ઝઘડો મિટાવી શકતા નથી. કેવો ખેલ છે !''
દાદા સાથે આ વાત ચાલતી હતી ત્યાં પંડિત રૂપેન્દ્રકુમાર કોઇ મુલાકાતીને લઈને દાદા પાસે આવ્યા. વનસ્પતિરંગના બનાવેલા કલ્પસૂત્રનાં ચિત્રોની છાપેલી એક ડાયરી લઈને આવેલા. હિતરુચિશ્રીએ મોકલ્યા હતા. એ ચિત્રો ૨૨ વર્ષ પહેલાનાં હતાં. નામ પૂછ્યું તો કહે ઃ ગિરધર.
દાદા : ગિરધર ગાંધી ?
આવનાર :
હા. એ જ.
દાદા તમારે ત્યાં તો આવી ગયેલો છું. ઘણાં બધાં વર્ષો થઈ ગયાં. ચંદ્રોદય સોસાયટીમાં રહો છો ને ?
આવનાર :
*
દાદા, એ ઘર તો બદલ્યું. હવે પોતાનું મકાન છે. નીચે સ્ટુડિયો છે. ચૈતન્યનગરમાં પેટ્રોલપંપની બાજુમાં, ઉ૫૨ ઘ૨ છે. હેન્ડરાઇટિંગ માટે મારી પાસે ઇંદિરા ગાંધીનું સર્ટિફિકેટ છે. અમેરિકા જઈ આવ્યો. રાધા-કૃષ્ણનાં ૯૮ ચિત્રો દોર્યાં છે. સોનેરી વરખના રંગોમાં છે. તે જોવા માટે આજે મારે ત્યાં પધારો.
દાદા તમારું કામ તો મેં જોયેલું છે. એ દિવસે આવેલો ત્યારે ટિપોઈ ૫૨ ૨૦ રૂ.ની આબેહૂબ નોટ હતી. હાથમાં લીધી ત્યારે ખબર પડી કે અસલી નથી (પછી દાદા પૂછે) તમે અકોલાના ને ?
આવનાર : હા.
દાદાની તીવ્ર સ્મૃતિનો પરચો આજે મને બરાબર જોવા મળ્યો. હું ચકિત થઈ ગઈ. ચિત્રકાર ગિરધર ગાંધી અમને ત્રણેને (દાદા, હું તથા રૂપેન્દ્રકુમાર) એમને ત્યાં લઈ ગયા. કલ્પસૂત્રનાં ચિત્રો દાદા એક પછી એક જોતા જાય અને બોલતા જાય :
“આ સારાભાઈ નવાબવાળું... આ જોનપુરી કલ્પસૂત્ર... આ છે... ભંડારનું. (ભંડા૨ના નામની નોંધ કરવાનું ચૂકી જવાયેલું.) હું મનમાં વિચારતી રહી : “ગજબની યાદશક્તિ છે આ માણસની !''
તા. ૨૫-૧૧-૨૦૦૨
હવે દાદા જ્યારે.હું તેમને મળું ત્યારે પોતે બે-ત્રણ દિવસમાં શું કર્યું હતું તેની વાત કરતા. આજે કહે : આ શિન-રવિ હું કોબા ગયેલો. પેઇન્ટર ગિરધર ગાંધી મને તેમની સાથે લઈ ગયેલા. એમનાં ચિત્રો હિતરુચિજીએ ‘મહાજનમ’માં વિપુલભાઈને બતાવવા જણાવેલું. વિપુલભાઈએ ચિત્રો લીધાં અને બારીકીથી તપાસે એ પહેલાં જ કહી દીધું : “ભાઈ, આ સંસ્થાને આનો ખપ નથી. અહીં તો ગ્રંથો લખાવવાનું કામ થાય છે.’” વિપુલભાઈએ આ ભાઈને ગોળગોળ વાતો કરવાને બદલે સ્પષ્ટ વાત કરી તે મને ગમ્યું. ગિરધરભાઈએ પોતે ૨૨ વર્ષ પહેલાં કામ કરેલું અને તે વેચવાનો હેતુ હતો અને આ સંસ્થાનો તો હેતુ જ જુદો હતો. આ પછી, વિપુલભાઈએ પેઇન્ટરના કામની પ્રશંસા કરી. પાછળથી એમણે મને જણાવેલું : એ ચિત્રો નકલની નકલ હતી. પ્રગટ થયેલાં
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
૫૯
www.jainelibrary.org