________________
ચિત્રોમાંથી એમણે નકલ કરી છે. કામ સારું હતું. મને વિપુલભાઈની સૂઝ માટે માન થયું.
ઇન્ડોલૉજીમાં દાદાની સામેના ટેબલ પર જ્યેશભાઈ કામ કરે. દાદાએ શોધી આપેલી ‘રત્નસંચયપ્રકરણ’ની પ્રતનું એ કામ કરતા હતા. તેમાં ‘કાઠિયા' શબ્દ આવ્યો. કલ્પસૂત્રના પ્રારંભે આ શબ્દ આવે. મને તેનો અર્થ પૂછ્યો. હું જાણતી ન હતી. દાદાએ માહિતી આપી :
કાઠિયા એટલે બાધા, અંતરાયો, અડચણો. તે ૧૩ પ્રકા૨ના છે : ૧. આળસ, ૨. મોહ, ૩. અવિનય, ૪. અભિમાન, ૫. ક્રોધ, ૬. પ્રમાદ, ૭. કૃપણ, ૮. ભય, ૯. શોક, ૧૦. અજ્ઞાન, ૧૧. વિકથા : એટલે કે ધર્મ વિરુદ્ધની વાતો તેમાં સ્ત્રીકથા, ભોજનકથા, યુદ્ધકથા વગેરે આવે ૧૨. કોતુક (કુતૂહલ), ૧૩. વિષયકાઠીઓ.
પુણ્યવિજ્યજીનું લેખનકલા વિષયક પુસ્તક છાપનાર સારાભાઈ નવાબ હતા. આખા દેશનાં જૈન મંદિરોની માહિતી ભેગી કરવાનો આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. તેનું મુખ્ય સંચાલન સારાભાઈ નવાબે કર્યું હતું. એન્ટિક વેલ્યૂની જાણકારીના પૂરા નિષ્ણાત. અને પોતાના અંગત લાભ માટે આ જાણકારીનો ઉપયોગ કરી વિવેક ચૂક્યા અને ધીમે ધીમે અધઃપતનના માર્ગે ઘસડાયા. સારાભાઈ નવાબ અંગેની કેટલીક સત્ય બાબતો દાદા દ્વારા જાણવા મળી પરન્તુ, તે તમામનો ઉલ્લેખ કરવો એ આ ગ્રંથના ઉપક્રમની મર્યાદા બહારનો છે. તેથી તે અંગે કલમને અટકાવું છું.
મહારાજજીના લેખનકલા' પુસ્તકના પ્રકાશનના સંદર્ભમાં કસ્તૂરભાઈ શેઠે મહારાજજીને કહ્યું : ‘તમે મહારાજી, આ માણસમાં કેવી રીતે આવ્યા ?’
મહારાજ્જી : જેમ તમને ભટકાયો તેમ મને ભટકાયો.’
*
‘દેવસાના પાડા’માં સોનેરી શાહીવાળું કલ્પસૂત્ર ચંદુભાઈ કોઠારી તે ઉપાશ્રયના ટ્રસ્ટી ભંડારના ચોપડામાં અધિકૃત શાહી સાથે નોંધ થયેલી કે કલ્પસૂત્રના અમુક નંબરનાં પાનાં ઘટે છે. પુણ્યવિજ્યજીએ તે અધિકૃત શાહી સાથેની નોંધનો ફોટો પડાવી લીધેલો.
મહારાજીએ આ ભંડારમાં કામ કરેલું. એમના તરફ આંગળી ચીંધાય એમ બને. એટલે ચોકસાઈ તથા તકેદારી રાખવી ખૂબ જરૂરી બને. નહિતર સાચો સાધુ વગોવાતાં વાર ન લાગે.
જૈન સોસાયટીમાં ક્લબ હાઉસમાં મહારાજજીએ ચોમાસું કર્યું ત્યારની આ વાત છે. કોઈકે પૂછ્યું : ‘અહીં કેટલું રહેશો ?”
મહારાજી : આ ચોમાસું ઊતરે એટલી વાર. કાર્તિકી પૂનમે જઈશું. અમદાવાદમાં ક્યાં સ્થિરતા કરવી એ નક્કી નથી. સંશોધનના કામ અંગેની સુવિધાના સંદર્ભમાં નક્કી કરવાનું રહે.
આત્મારામ ભોગીલાલ સુતરિયા એ વેળા ત્યાં હતા. માધુપુરા શાહીબાગમાં એમનો બંગલો. એ બોલ્યા : મકાન હું આપું.
૬૦
પ્રશ્ન : દાદા, આમ કરવાનું કારણ ?
દાદા :
મહારાજી : ગૃહસ્થનું મકાન રહેતા હોય કે બંધ હોય તેવું – અમારે ખપનાં નહીં. અમારે તો અમારા કામ માટે લાંબી પહોળી જગ્યા જોઈએ.
Jain Education International
1
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org