________________
આત્મારામ શેઠનું મકાન લુણસાવાડે હતું. તેઓ બંગલે રહેવા ગયા હોવાથી, બંધ પડેલું હતું. ઉપર વ્યાખ્યાન હૉલ જેવી જગ્યા. આ મકાન જ્ઞાનના કામ અર્થે પૂણ્યવિજયજીને આપવા ઇચ્છા બતાવી. મહારાજજીએ મકાન જોયું. ગમ્યું. કારણ કે અવકો આજુબાજુ રહે તેથી ગોચરી મળી રહે. હઠીસીંગનું દેરાસર નજીક, સાધ્વીજીનો ઉપાશ્રય પણ ત્યાં હતો. જગ્યા પણ મોટી હતી.
ત્યાં રહ્યા. ૧૦ વર્ષ જેટલું તો ખરું. કદાચ એથી ય વિશેષ હશે. આ પછી આ મકાન શેઠે સંઘને અર્પણ કરેલું.
એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટશન બંધાતું હતું ત્યારે કસ્તૂરભાઈ શેઠે મહારાજજીને પૂછેલું : ‘આપને આ મકાનમાં શી શી સગવડો જોઈશે ?”
મહારાજજી : ‘અમે ત્યાં નથી રહેવાના. અહીં સ્થિરવાસ કરવા નથી આવ્યા. સાધુએ સમાજ વચ્ચે જ રહેવાનું હોય.’
મહારાજજીએ પોતે કોઈને દીક્ષા આપેલી નહિ. એમના ગુરુએ દર્શનવિજયને દીક્ષા આપી ત્યારે પુણ્યવિજયના શિષ્ય તરીકે જાહેર કરેલા.
છોટાલાલ મગનલાલ શાહ નામે એક શ્રાવક મહારાજજીને જ્ઞાન અંગેનાં તમામ ઉપકરણો – શાહી, રબર, પેન, પેન્સિલ, સ્ટેશનરી, પેડ, કચરો, ગુંદર વગેરે – પહોંચાડે. એમનો દીકરો મનોરથ, એના નામ પરથી બનાવેલ મનોરથ પ્રિન્ટિંગ પ્રેસ હતો.
મહારાજજી પાસે કસ્તૂરભાઈ શેઠ આવે એ વખતે જો હું (દાદા) હોઉં તો શેતરંજી-ચટાઈ પાથરી આપું. હું ન હોઉં ત્યારે મહારાજજી ઊંધું ઘાલીને લખવામાં મગ્ન હોય. મહારાજજીની નજર પડે એટલે જમીન પર બેસી જાય. કામકાજ પૂછે. એક વાર આમ કામકાજ પૂછતાં, મહારાજજીએ શેઠને રજિસ્ટર્ડ પોસ્ટ કરવા એક કવર આપ્યું. ત્રણેક રૂપિયા જેટલો ખર્ચ થાય. હું કોઈ કામ માટે વડે ગયો ત્યારે પૈસા અને એ જ કવર આપીને રજિસ્ટર્ડ પોસ્ટ કરવાનું કામ મને સોંપ્યું, જે કવર મેં જ તૈયાર કરેલું!'
આ સંદર્ભમાં દાદાને રતિલાલ દીપચંદ દેસાઈ સાથે વાત નીકળી હશે તો તેમણે કોમેન્ટ કરેલી તે મને કહી સંભળાવી. રતિભાઈએ કહેલું : “કયા માણસને કર્યું કામ ભળાવવું તે મહારાજજીને ન આવડ્યું !”
મહારાજજી લુણસાવાડે હતા ત્યારે પ્રતો-ગ્રંથો ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડશે તેમ પૂછતાં ૧ લાખ રૂપિયા કહેલા અને એટલી જ કિંમતનાં ખરીદાયેલાં. લુણસાવાડે હતા ત્યારે જ ૧૦,૦૦૦ પુસ્તકો (પ્રાયઃ હસ્તલિખિત) ખરીદાયેલાં અને ઇન્ડોલૉજીને આપેલાં.
આ વાત સંદર્ભે દાદાએ શ્રી જબૂવિજયજીની વાત કરી. એક શ્રીમંત શ્રાવક શ્રી જંબૂવિજયજી હતા ત્યાં ચોમાસું સાથે રહ્યા બાદ કામકાજનું પૂછ્યું તો જણાવેલું કે માંડલમાં કોઈને ઘેર પાંચ-સાત કબાટ પડ્યા છે. આ માટે જો કોઈ નાનું ઘર કે રૂમ મળે તો સારું. એમાં ૨૦,૦૦૦ રૂ. થાય. આ સાંભળી, કોઈએ કહેલું : મહારાજ, અહીં સામે લાખ-બે લાખ રમતમાં આપી શકે તેવી વ્યક્તિ છે. આટલી જ માગણી કેમ કરી ? એમની પાસે તો ખૂબ જ મોટી રકમના પ્રોજેક્ટ પણ એપ્રુવ કરાવાય.”
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org