________________
શ્રી જંબૂતિયજીનો અપાયેલ જ્વાબ ખૂબ જ ચિંતનપ્રેરક છે. તે કહે :
“હું કોઈ સંસ્થા ઊભી કરું, પ્રોજેક્ટો બનાવું અને એપ્રુવ (approve) કરાવું પછી એ બધી કેવી રીતે ચાલે એ જોવું રહ્યું. એના વહીવટમાં રગડા-ઝઘડા થાય એટલે એ બધી આશાતના મને ન લાગે ? કોઈ કહેશે કે વ્યાજ જ ખર્ચવું જોઈએ. અને કોઈ કહેશે કે મૂડી ખર્ચો. આવા વિવાદો ઝઘડાનું રૂપ લીધા વિના રહેતા નથી.''
પછી દાદા હંમેશ મુજબનું તારણરૂપ વાક્ય બોલ્યા: “સાધુઓ માટેની ગેરસમજો, ગેરમાન્યતાઓ સમાજમાં આજકાલ ઘણી ફેલાયેલી છે. એવા સાધુઓ પણ છે જ કે જેઓ શાસનના પ્રભાવ માટે જે કાર્ય કરવાનું હોય તે માટે જરૂર પૂરતી જ રકમનો ઉપયોગ કરવા શ્રાવકોને જણાવે છે. સાધુઓ વિશે સાર્વત્રિક વિધાનો કરતાં પહેલાં આવા સાધુઓનાં દૃષ્ટાંતો ધ્યાનમાં લેવાં ઘટે.''
જૈન ગૂર્જર કવિઓ'ની કૃતિઓ દાદા જોતા હતા જેથી હવે પછી મને કોઈ મોટી કૃતિ આપી શકાય. દાદા આ પુસ્તકમાં કઈ કૃતિ કયા ભંડારમાં છે તેની નોંધ વાંચતાં વાંચતાં બોલ્યા : “આ હવે એલ. ડી.માં છે.' વળી બીજી કૃતિ જોતાં – “આ ભંડાર પણ અહીં આવી ગયો.” આથી સ્વાભાવિક રીતે મેં પ્રશ્ન કર્યો કે આ બધાં પુસ્તકો અહીં ભેટ આવ્યાં છે ?
બધાં નામ તો યાદ નથી, પણ યાદ આવે તે કહું. આટલું કહીને દાદા નામ બોલતા ગયા તેમ હું લખતી ગઈ. તે તે ભંડાર લાવવાની આખી પ્રક્રિયા, લાવવાનું જહેમતભર્યું કામ, પુસ્તકોનાં પોટલાં વાળવાં. સાચવીને ઊતરાવવાં, વાહન કરવું ઇત્યાદિ વાતો પણ કરેલી, પણ તે બધું મેં નોંધ્યું ન હતું અને મને બધી વિગતો યાદ પણ નથી. પણ આ બધું કહેતી વખતે હું જોતી હતી કે દાદા વર્તમાનમાં માત્ર બોલી રહ્યા હતા પણ અંદરખાનેથી તો તે સમગ્ર સમયને ફરીથી જીવી રહ્યા હતા. હજુ આજે જાણે કે દાદા સોદાગરની પોળ પાસેનો વૈરાટીના ઘરનો ભંડાર લેવા ગયા છે. ત્રીજે માળે મોટા કબાટો છે. ઉતારવાની મુશ્કેલી પડી રહી છે ! ‘માંડમાંડ ઉતારી શકાયેલા–' એટલું કહેતાં જાણે દાદાનો શ્વાસ હેઠો બેસતો અનુભવી શકાય. હજુ આજે જ એ કામ પત્યું છે તેવી ‘હાશ' જોવાય જાણે !
દાદાએ કહેવાની શરૂઆત આ રીતે કરેલી : “સૌથી પહેલાં.... ઈ. સ. ૧૯૫૭માં... વડોદરાથી આવ્યા કે... હું. પહેલાં પહેલાં આવ્યા – અને પછી તો, ભંડા૨નાં નામો ફટાફટ બોલવા લાગ્યા...
દાદા : ના. એલ. ડી.ના ભંડારમાં બે વિભાગ છે : ૧ ખરીદાયેલા ગ્રંથોનો અને ભેટસ્વરૂપે આવેલા ગ્રંથોનો. એલ. ડી. ની શરૂઆતના કાળમાં તે સમયે શેઠે ૧ લાખ રૂપિયા આપેલ તેમાંથી ગ્રંથો ખરીદાયેલા અને જુદા જુદા ભંડારોમાંથી ભેટસ્વરૂપે પણ આવેલા. એવા અહીં ૩૦ ભંડારો ભેગા થયેલા છે. તેમાંના ૯૦% ભંડારોની સામગ્રી ભેગી કરવા હું જાતે જ ગયેલો છું. કયા કયા ભંડારો અહીં આવ્યા ? નામ આપો ને. (દાદા થોડી વાર મૌન રહી યાદ કરતા હોય તેમ બેસી રહ્યા. પછી......
પ્રશ્ન :
૬૨
(૧) કપૂરવિજયજીનો ભંડાર
(૨) કીર્તિમુનિનો ભંડાર (સાણંદ પાસેના ગોધાવી ગામનો હતો.)
(૩) દસાડાનો (શંખેશ્વર જતાં વચ્ચે દસાડા આવે.)
(૪) માંડલનો (અંચલગચ્છનો)
(૫) એક તિ મહારાજનો... દેવસૂરિ ગોરજી હતા. તેમની સામે કેસ ચાલેલો. એ હારેલા. ચુકાદો આણંદજી
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
...
For Private & Personal Use Only
www.jainelibrary.org