SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણમાં આ સંસ્થાના ડાયરેક્ટર તરીકે પં. અમૃતલાલને નિયુક્ત કર્યા હતા. કમિટીમાં ડૉ. ભાયાણી, માલવણિયાજી, ડૉ. સેવંતીલાલ (પાટણના) અને પ્રતાપભાઈ વગેરે હતા. પં. અમૃતલાલ પહેલાં ભોગીલાલ શેઠને ત્યાં વાચન માટે જતા. ભોગીલાલે અમૃતલાલની ભવન્સની નોકરી છોડાવી અને અમૃતભાઈના યોગ-ક્ષેમની જવાબદારી માથે લીધી. ભોગીલાલનું અવસાન થયું. ત્યારબાદ, તેમની બી. એલ. ઇન્સ્ટિટ્યૂટમાં ડાયરેક્ટર તરીકેની નિમણૂક થયેલી પરંતુ, ગ્રાન્ટના નિયમોને આધીન પં. અમૃતભાઈનો ડાયરેક્ટર તરીકે સ્વીકાર થયો નહિ. આથી, આ પદ તેમણે છોડવું પડ્યું. પં. અમૃતભાઈને શ્રી પ્રતાપભાઈ સાથે મનદુ:ખ પણ થયું અને બીજે નોકરી કરવી પડી. પ્રશ્ન : દાદા, વલ્લભસ્મારક ક્યાં આવ્યું ? દાદા : દિલ્હીથી અમૃતસરના રોડ ૫૨. દિલ્હીથી ૨૦ કિ.મી. દૂર છે. પ્રતાપભાઈ ભોગીલાલે પોતાના પિતાના નામે બી. એલ. ઇન્સ્ટિટ્યૂશન સ્થાપેલું. B. L.નો જ્ઞાનભંડાર વલ્લભસ્મારકમાં આવ્યો. ત્યારબાદ મુંબઈના ડૉ. કુલકર્ણીને ડાયરેક્ટરપદ માટે નિમંત્રણ આપવામાં આવ્યું. પંદર દિવસ પાટણ અને પંદર દિવસ મુંબઈ રહેશે એ શરતે તેઓ કબૂલ થયા. એ જમાનામાં ટ્રેનની મુસાફરીમાં ભીડ તથા રિઝર્વેશનની તકલીફ. આ બધું નડયું. છ મહિનામાં તેઓ કંટાળી ગયા. પાટણમાં રહેવા કોઈ તૈયાર ન થાય. એમાં વળી, એક ઘટના ઘટી, મૌન એકાદશીનો દિવસ. આ દિવસે કમિટીની મિટિંગ રાખવામાં આવેલી. જૈનોને ત્યાં આ દિવસે કાચું પાણી પણ ન પીવાય, કુલકર્ણી જૈન ન હતા. કનાશાના પાડામાં પ્રતાપભાઈના મકાનમાં બી. એલ. ની ઑફિસ. કુલકર્ણીસાહેબે જમવામાં બટાટાનું શાક બનાવરાવ્યું. શ્રી જંબૂવિજયજીના સગા શ્રી ચંદ્રકાન્ત પંડિત સરભરામાં હતા. તેઓ મહેસાણા પાઠશાળામાં ભણેલા. શુદ્ધ આચારપાલનના આગ્રહી. આવા મોટા દિવસે બટાટાનું શાક ? ! સ્વાભાવિક હતું કે તેઓ ઊકળી ઊઠે. હોબાળો મચી ગયો. ઇન્સ્ટિટ્યૂટ બંધ થયું. પ્રતાપભાઈ વગોવાયા. વિમાસણમાં પડ્યા. દિલ્હીમાં એમની ઑફિસ હતી. બી. એલ. ત્યાં લઈ જવાનું સૂચન થયું. આખરે દિલ્હીમાં આ ઇન્સ્ટિટ્યૂટ ખસેડાયું. જોકે ભોગીલાલ લહેરચંદ (બી. એલ.)ના નામથી જ સંસ્થા ચાલુ રહી. વલ્લભ સ્મારક માટેનું ૧ કરોડ રૂપિયાનું દાન લુધિયાણાના અભય ઓશવાળે આપેલું. તે માટે નાની નાની રકમની બોલી ચડતી હતી ત્યારે આ. શ્રી ઇન્દ્રદિન્તસૂરિજી કહે : એક કરોડ રૂપિયાની જરૂર છે ત્યાં આવી નાની બોલીથી કામ કેમ સ૨શે ? જવાબમાં અભય ઓશવાળ એકસામટા એક કરોડ બોલ્યા. # ઉપરાંત અભય ઓશવાળે ઓછી આવકવાળા શ્રાવકો માટે લુધિયાણામાં ૨૫૦ ઘર બાંધી ‘ઇન્દ્રદિનનગર' પણ બનાવ્યું. અભય ઓશવાળના ભાઈનું નામ ધર્મપાળ. એ દર મહિને દિલ્હી આવે. હું પણ દર મહિને ત્યાં જઉં. એક વાર ધર્મપાળનાં પત્ની મને કહે : “ચાલો પંડિતજી, હું કાંગડા જઉં છું.' હું સાથે ગયો. એ વખતે પેલાં ત્રણે સાધ્વીજીઓ કાંગડામાં જ હતાં. એક વાર અભય ઓશવાળને ત્યાં જમવાનું મને આમંત્રણ મળ્યું હતું. એમને ત્યાં દૂધ બજારમાંથી ન આવે. વાડામાં ત્રણચાર ભેંશો હતી, મારી દીકરી માટે એ વખતે મને એક સરસ સાડી આપી હતી. ૫૮ અભય અને ધર્મપાળ બન્ને ભાઈઓ વચ્ચે જમીન અંગે કશોક ઝઘડો થવાથી બેઉ વચ્ચે અણબનાવ. નિત્યાનંદ મહારાજને કોઈએ આ વાત કરી અને બેઉ વચ્ચે સંપ કરવાની વાત સૂચવી. આ રાત્રે હું ત્યાં જ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy