________________
જિનવિજ્યજીનું હસ્તલિખિત પદ્યવૃત્તાંત જોયું ત્યારે દાદા વિશે મને વિશેષ જાણવાનું મન થયું. દાદા કહે : ઊભાં રહો, મારો બાયો-ડેટા આપું. શોધ્યો, પણ ન મળ્યો. પછી એમ જ વાતો કરવા લાગ્યા :
જન્મ ૧૯૧૭, ઔપચારિક શિક્ષણ છ ચોપડી સુધીનું. પાંચમા ધોરણમાં પાસ. છઠ્ઠા ધોરણની પરીક્ષા આપી ન હતી. આ સમય દરમ્યાન મારી માતાનું મૃત્યુ થયેલું. નવી મા આવી હતી. ૧૯૩૫માં ૧૮મે વર્ષે લગ્ન. પત્નીનું નામ મોંઘીબહેન. પહેલું સંતાન છોકરી હતી. તે પાંચ વર્ષની થઈ. ગુજરી ગઈ. નામ હંસા. તે સમયે હું ડભોઈ નોકરી કરતો હતો. મોંઘીબહેન ચાણસ્મા પાસે આવેલા બામણવાડા ગામનાં. તેઓ પિય૨ ગયેલાં ત્યાં જ દીકરી હંસાનું મૃત્યુ થયેલું. સાલ હતી ૧૯૪૨.
હાલ જે છોકરી છે તેનું નામ હેમલતા. '૬૩માં એના જન્મ સમયે અમે મણિનગર રહેતાં. આ સમયે મેં વાડજવાળી જગ્યા લીધેલી. '૭૧માં વાડજ રહેવા ગયેલા. હેમલતા પહેલાં બે દીકરા થયેલા. એક દીકરો બે મહિના જીવેલો. બીજો જન્મતાં જ ગુજરી ગયો.
પ્રશ્ન : દાદા, દીકરાઓ જીવ્યા હોત તો વધુ સારું લાગત ?
ના. જરા પણ નિહ. આ બધી જંજાળ જ છે. માત્ર હજુ સુધી આ એક નિર્ણય મારાથી થઈ શક્યો નથી કે સંસાર સારો કે સંન્યાસ ? ક્યારેય દીક્ષા લેવાનું મન થયું જ નહીં.
મને એક વા૨ જોહરીમલજીએ કહેલું કે ઘે૨ જઈને શું કરશો ? રહી જાવ અહીં. મેં જવાબ આપેલો : ઘેર તો જવું જ પડે ને ? દાદાએ આ વાત કરી અને પછી ઉમેરણ કર્યું : “સંયમજીવનની વાતો સાંભળીએ, પણ છોડવું અઘરું છે. સંયમ ઘણો અઘરો છે. મને દીક્ષા લેવાનું મન ન જ થયું.'
*
તા. ૨૧-૧૧-૨૦૦૨
આજે દાદા સાથેના વાર્તાલાપોમાં વલ્લભવિજયજી અને ગુજરાનવાલા (પાકિસ્તાન)ના ભંડારો અંગે વિગતવાર માહિતી મળી :
દાદા :
દેશના ભાગલા પહેલાંની વાત. વલ્લભવિજ્યજીએ પંજાબમાં ફરીને ૨૭ ગામના જ્ઞાનભંડારો એકત્રિત કર્યા હતા. લાહોરમાં જમીન પણ લેવાઈ. અને જ્ઞાનભંડાર બનાવવાનો પ્લાન થયો. વલ્લભવિજ્યજીનો પંજાબ બાજુ ઘણો પ્રભાવ તેથી આવો ભંડાર લાહોરમાં બનાવવાનું આયોજન થયેલું. ગુજરાનવાલામાં ગ્રંથો લાવવામાં આવ્યા. જમીન લેવાઈ ગયેલી, પરંતુ દેશના ભાગલાની વાતો વાતાવરણમાં ઘુમરાવા લાગેલી. પંજાબના પણ ભાગલા થશે તેવાં એંધાણ વરતાવા લાગ્યાં. ચા ભરવાની એ જમાનાની લાકડાની મોટી મોટી ૫૬ પેટીઓમાં ગ્રંથો ભ૨વામાં આવ્યા. એમાં ભગવાનના દાગીના ઉપરાંત લાકડા ૫૨ ચાંદી જડેલ હાથી પણ હતો. સમય વરતીને સંઘે આ બધું એક રૂમમાં ગોઠવી દીધું. કોઈને અણસાર પણ ન આવે તેમ દીવાલ ચણી લીધી.
શું થશે ? ગુજરાનવાલા ક્યાં જશે ? સતત દહેશત અને અજંપાભર્યા વાતાવરણને કારણે સૌ એક રીતે સજીને બેઠા હતા. આથી, જેવા રેડિયોએ – ભાગલા ૫૨ સહીઓ થઈ ગઈ છે અને ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું છે.’ – સમાચાર આપ્યા કે ચારેબાજુ કત્લેઆમ. કરોડોની સંપત્તિ છોડીને, સજીને બેઠેલા સૌ શ્રાવકો પણ બીજા બધાની પેઠે ત્યાંથી પહેર્યે લૂગડે નીકળી ગયા.
*
ભાગલાનાં ત્રણ-ચાર વર્ષો પછીની વાત. ભારતમાં નહેરુ અને પાકિસ્તાનમાં લિયાકત અલીખાન. વાટાઘાટો શરૂ થઈ. બન્ને સરકારો પોતપોતાને ત્યાં રહેલી ચીજોની હેરાફેરી કરી એકબીજાને સોંપી દે તેવો નિર્ણય લેવાયો.
૫૪
Jain Education International
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org