SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તો તકલીફ પડે. દરિયામાં પાંચ ફૂટે હોડકું હોય, ઊંચકાવીને લઈ જવી પડે. ખૂબ મુશ્કેલી પડે તેથી ખંડિત મૂર્તિઓને નમણિયામાં પધરાવી દેવાય. સંપ્રતિકાલીન પ્રતિમાજી જાણવા માટે તેની ત્રણ લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખો : ૧. આવી પ્રતિમાજીને કેશ હોય છે. વાળ ભરાવદાર હોય તે મૂર્તિને સૌથી વધુ પ્રાચીન ગણવી. એ પછીના સમયમાં ચોટી આવી પછી ૬ લાઈન આવી, પછી જ લાઈન આવી, ૨. છાતી બહાર ઊપસેલી હોય છે. ૩. કોણી છૂટી હોય અને કોણી નીચે ઠેસી જેવું હોય. સંપ્રતિનો સમય એટલે અશોક-મૌર્ય પછીનો સમય. આવાં લક્ષણોવાળી મૂર્તિઓ આજે પણ બને છે. આથી, આવી બધી સંપ્રતિસમયની મૂર્તિઓ ન કહેવાય. તેને સંપ્રતિટાઇપની મૂર્તિઓ કહી શકાય. સંપ્રતિરાજાના સમયમાં કહેવાય છે કે રોજનું એક મંદિર બનતું. આવું જ કુમારપાળ રાજાના સમય માટે કહેવાય છે. રોજનું એકનો અર્થ એવો કે એકનો પાયો નંખાય ત્યાં બીજું બની ગયું છે તેના સમાચાર હોય. અર્થાત્ મંદિરનિર્માણનું કાર્ય સતત-રોજ ચાલતું રહેતું. કહેવાય છે કે કુમારપાળ રાજાએ સવાલાખ મંદિરો બનાવેલાં અને સવા કરોડ મૂર્તિઓ ભરાવેલી. (આ રીતે, દાદા વાતોમાં ને વાતોમાં જાણે આ શાસ્ત્રની કેટલી બધી વાતો શીખવવા બેઠા છે ! હું આમ રોજરોજ સજ્જ થતી જઉં છું.) હવે આજની (તા. ૨૯-૧૦-૨૦૦૨) વાતોનો મુખ્ય ઝોક મહારાજજી અને મુનિજીની વાતોનો રહ્યો. આ વાતોમાંની કેટલીક બાબતો મેં પહેલાં સાંભળી હતી અને આગળ નોંધ પણ છે. આમ છતાં, દાદા એક જ વાત ફરી કહે ત્યારે એમાં થોડી નવીન વાત ઉમેરાઈ હોય. આથી, પુનરાવર્તનના દોષ સાથે હું અહીં ફરી નોંધું છું : મુનિજી (જિનવિજ્યજી) ચિતોડ પાસેના રૂપાહેલી ગામના હતા. એમણે ચિતોડમાં આચાર્ય હરિભદ્રસૂરિનું સ્મારક બનાવ્યું હતું. મુનિજી મૂળ રાજપૂત. દેવીચંદ જાતને એ વહોરાવાયેલા. સ્થાનકવાસીમાં દીક્ષા. અહીં સંસ્કૃત ભાષા ભણવાનો નિષેધ તેથી મુહપત્તિ તોડી. ગુજરાતમાં આવ્યા. સોહનવિજયના શિષ્ય બન્યા. એક વાર મુનિજી ‘વિવેકાનંદ' વાંચતા હતા. અન્ય શિષ્યએ ચાડી ખાધી. ગુરુએ ઠપકો આપીને ચોપડી લઈ લીધી.... જ્ઞાન પણ ન વાંચી શકું ?” ન ફાવ્યું. (વળી સ્મારકની વાતનો તંતુ જોડાયો) જે સ્મારક બનાવ્યું છે તેમાં આચાર્ય હરિભદ્રની મૂર્તિનાં ચરણોમાં એક સાધુમૂર્તિ છે. નામોલ્લેખ નથી પણ આકૃતિ ૫૨થી તે પુણ્યવિજયજીની હોવાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. આ રીતે જીવતે જીવ મુનિજીએ ગુરુઋણ ફેડ્યું હતું. મુનિજી દેખાવે ગોરા, ઊંચા પડછંદ અને પ્રભાવક, ગાંધીજીની ચળવળમાં જોડાયા. દાંડીકૂચની ચળવળમાં સત્યાગ્રહી તરીકે જોડાયા હતા. દીક્ષા છોડી. બારેજડી પાસે એમની ધરપકડ થઈ. ટુકડીના આગેવાન હતા તેથી ગાંધીજી સાથે મિલન થયું. વેશ છોડ્યો પણ નામ ન છોડ્યું. છેક સુધી મુનિ જિનવિજયજી રહ્યા. સાત વર્ષની યરવડા જેલ. આઝાદી મળ્યા બાદ શું કરવું એનું આયોજન અહીં જેલમાં બેઠે બેઠે કરીએ એવું મુનિજીનું સૂચન. તે સમયે રાજાજી પણ જેલમાં હતા. બંધારણના મુસદ્દાની કાચી નોંધો તૈયાર થઈ. ગાંધીજીએ આ વાત જાણીને શાબાશી આપી. ગાંધીજીના કહેવાથી જ વિદ્યાપીઠમાં જોડાયા. પં. બેચરદાસ તેમની સાથે હતા. આઝાદીની ચળવળમાં જોડાયેલા તે પહેલાં જર્મની પણ ગયેલા. આઝાદી મળ્યા બાદ, રાજસ્થાનમાં કામ શરૂ કર્યું. રાજસ્થાનના પંતપ્રધાને મુનિજીને રાજસ્થાનની ૨૨ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only ૩૫ www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy