________________
* એલ. ડી.ના મ્યુઝિયમમાં લાડોલની એક મૂર્તિ છે. દાદાએ કાન્હવસહિકાનો લેખ ઉતાર્યો છે. * મહેસાણાની ધાતુપ્રતિમા ખૂબ જૂની. એનો લેખ દાદાએ જોયો. ઉકેલવો અઘરો એમ જણાવ્યું.
શ્રી મધુસૂદન મોદીએ લખેલ ‘હમસમીક્ષા' ગ્રંથ આ. શ્રી વિજયશીલચંદ્રસૂરિએ પુનઃ પ્રકાશિત કરાવ્યો. શ્રી હેમચંદ્રાચાર્યના તમામ ગ્રંથોનું ખૂબ સુંદર, વિદ્વત્તાભર્યું સમીક્ષાત્મક મૂલ્યાંકન તેમાં છે. આ એક ઉત્તમ કાર્ય થયું. શ્રી મોદીએ મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી ભારે જહેમત ઉઠાવી આ કામ કર્યું છે. સૌથી વધુ તામ્રપત્રો વળાના એટલે કે વલભીના મળ્યા છે, દાનને સ્વીકારનાર બ્રાહ્મણો છે તેથી તામ્રપત્રો તેમનાં છે. જૈન પ્રજા દાન કરનારી છે તેથી તામ્રપત્રો તેમનાં નથી. તામ્રપત્રોમાં ઈ. સ. ૧લી સદીની લિપિ મળે છે. કાર્યમાંથી બે શબ્દો નીપજે છે : ૧. કાજ ૨. કારજ. આમાંથી કારજ શબ્દ મરણ બાદની ક્રિયાઓ માટે રૂઢ થયેલ છે. શિલાલેખના અક્ષરો ચાર્ટમાં આપ્યા છે તેવા આબેહૂબ નથી. કારણ કે એ બધા પ્રતમાંથી જોઈ જોઈને લખેલા છે. ફેરફારો હંમેશાં ધીરેધીરે પ્રચલિત બને. રાસ ૧૭માં સૈકાથી થયા. પદ્ય મોઢે રહે તેથી પદ્યમાં લખાયેલા છે. કપડવંજના શ્રી ઓમકારવિજયજી પુણ્યવિજયજી સાથે હતા. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત “વિજ્ઞપ્તિત્રિવેણી”માં “કાંગડામાં જૈન મંદિર હોવાનો ઉલ્લેખ છે. ખંભાતમાં રમણલાલ દલસુખભાઈ શેઠને ત્યાંથી દરેક ફિરકા, ગચ્છ કે સંપ્રદાયને ગોચરી વહોરાવવામાં આવતી. એક વાર એક જાણીતા સાધુભગવંતે જોયું કે રમણભાઈને ત્યાંથી એક ફકીરને ભિક્ષા આપવામાં આવી છે. થોડી વાર પછી એક સ્થાનકવાસી સાધુ પણ વહોરી ગયા. શેઠ પાસે આ બાબતની ટીકા કરી. શેઠે કહેલું‘આ આંગણે જે આવશે તે સૌને આપવામાં આવશે.’ ‘ઉપદેશમાલા' એ ભગવાન મહાવીરના હસ્તે દીક્ષિત થયેલા મુનિ શ્રી ધર્મદાસગણિની રચના છે. શ્રી ધર્મદાસગણિને અવધિજ્ઞાન સંપન્ન હતું.
તા. ૨૯-૧૦-૨૦૦૨
આજની જ્ઞાનગોષ્ઠીના કેટલાક અંશો : દાદાએ આજે પણ બે દિવસથી ચાલતી પ્રાચીન પ્રતિમાઓ વિશેની વાત આગળ ચલાવી. વળી આ વાતોની સાથે સમયનિર્ધારણા માટે અનુમાન કરવા માટેના વિશિષ્ટ મુદ્દાઓ જણાવ્યા. તે અને પાછળથી તે વિશેનો તેમનો લખેલો કાગળ વગેરે બધું એક સાથે પરિશિષ્ટ-૪માં આપવામાં આવેલ છે. પ્રાચીનમાં પ્રાચીન મૂર્તિ મથુરામાં કંકાલીટા ગામ છે ત્યાં મળે છે. તે બીજા સૈકાની મૂર્તિ છે અને તે ત્યાં એક દીવાલમાં છે. પિંડવાડામાંથી પાંચમા સૈકાની અને એવી જ બીજી મૂર્તિ મેવાડના વસંતગઢમાંથી મળી છે. શીરપુરની શ્રી આદિજિનની ખંડિત મૂર્તિ સાતમા સૈકાની છે. એના લેખમાં સંવત આપી નથી. એલ.ડી.ના મ્યુઝિયમ માટે આ મૂર્તિ દાદા પોતે શીરપુર જઈને લઈ આવેલા. ખંડિત મૂર્તિ હોવાથી, અહીં મૂકતાં પહેલાં શ્રી લાલભાઈ ઘીઆને હસ્તે વિસર્જન વિધિ કરાવવામાં આવી હતી. ૧૨મા સૈકાની પ્રતિમાઓ આબુમાં જુદા જુદા ભાગોમાં છે. આવી અન્ય ત્રણ મોરબીમાં છે, પાટણના જિનાલયમાં ૧૧-૧૨મા સૈકાની ત્રણ મૂર્તિઓ છે. મૂર્તિને વિસર્જિત કરવા ઘણું કરીને દરિયામાં પધરાવી દેવાય છે. જો મૂર્તિ વધારે હોય કે ભારે હોય
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org