________________
શ્રી અજયસાગર મહારાજે (કોબા જ્ઞાનભંડાર) દાદાને બાહ્મીલિપિનો વિકાસક્રમ હાથે લખતા જોયા. અજયસાગરે કમ્યુટર દ્વારા આ પ્રકારનું કામ થઈ શકે તેમ જણાવ્યું. કયૂટરના આવા પ્રકારના કૌશલ્ય માટે દાદાને બહુ ઓછી શ્રદ્ધા. પણ કયૂટરે કરેલું કામ પોતે કરતા હતા તેથી પણ વધુ પ્રમાણભૂત લાગ્યું. દાદા પ્રતની ઝેરોક્ષમાં જે લાલ કૂંડાળાં કરે તે અક્ષર તેના સંદર્ભ સાથે લેવાયેલો અક્ષર હોય તેના ગ્રંથનામ, પૃષ્ઠનંબર વગેરે) કમ્યુટરમાં લેવાય. દાદા ત્યારથી કયૂટરની કામગીરીનાં વખાણ કરતા રહેતા. પ્રતીતિ થયે દાદા આમ નવાંનો પણ સ્વીકાર સહજતયા કરતા.
તા. ૨૭-૧૦-૨૦૦૨
આજે પણ બ્રાહ્મીલિપિના વર્ગમાં દાદાની જ્ઞાનગોષ્ઠી ચાલી :
મહુડીમાં ગભારાની જમણી બાજુની દીવાલે ધાતુની આદેશ્વર ભગવાનની મૂર્તિ છે. આ મૂર્તિ પાંચમા સૈકાની છે. એને કેશ છે. એક બાવાને નદીકિનારે ખોદકામ કરતાં આ મૂર્તિ મળેલી. દાદા દ્વારા એલ. ડી.ના મ્યુઝિયમ માટે એ મૂર્તિ મેળવવાના ખૂબ પ્રયત્નો થયા પરંતુ બાવાએ સહેજ પણ મચક આપી નહિ. આખરે , એને કોટયર્કમાં આપી દીધેલી. આચાર્યશ્રી કૈલાસસાગર મહારાજે સમજાવીને પાછી મેળવી હતી. શરૂઆતમાં | મહુડીમાં, ઑફિસમાં નીચે ભંડકિયામાં રાખવામાં આવેલી. પછી આચાર્યશ્રી પદ્મસાગરને હસ્તે આજના સ્થાને સ્થાપવામાં આવી.
મહુડીની વાતમાંથી ઉમતાની વાત નીકળી, ઉમતા વીસનગરની બાજુમાં તારંગા જવાના માર્ગ પર આવેલું છે. ભોજનશાળાની સગવડ છે. ગામની વચ્ચે એક ટેકરો છે. એની ઉપર ઓરડી હતી. ટેકરા પર લોકો રહેતા હતા. ત્યાં શાળા પણ ચાલતી હતી. સસ્તા અનાજની દુકાન શરૂ કરવા માટે ત્યાં જગ્યા જોઈતી હતી. ટેકરો ખોદવામાં આવ્યો. દિગમ્બર તથા શ્વેતાંબર પરંપરાની મૂર્તિઓ આ ખોદકામ દરમિયાન નીકળી, પદ્માવતી તથા સરસ્વતીદેવીની સુંદર પ્રતિમાઓ નીકળી. મૂર્તિઓ વ્યવસ્થિત ભંડારેલી હતી તેથી ખોદકામ દરમિયાન ખંડિત થઈ નહિ. કુલ ૭૨ મૂર્તિઓ નીકળી છે. મૂર્તિઓની માલિકી માટે દિગમ્બર-શ્વેતાંબરોનો ઝઘડો શરૂ થયો તેથી હાલ પંચાયતના મકાનમાં મૂકવામાં આવી છે.
દેરાસરનો એરિયા હઠીસિંહની વાડી જેટલો છે. ૧૫મા સૈકામાં દેરાસર થયું હોવું જોઈએ. મુસ્લિમ આક્રમણોના અગાઉથી મળેલા સમાચારોથી લોકો ચેતી ગયા હશે. પૂરતો સમય મળ્યો હોવો જોઈએ જેથી ટેકરો બનાવી દીધો. નર્મદાનિગમના એક જૈન અધિકારી સાથે દાદા ત્યાં ગયેલા અને શક્ય તેટલી નોંધો કરી. દેરી નાની છે, મૂર્તિ મોટી છે. તો શું બીજાં મંદિરોમાંથી મૂર્તિ ખસેડીને અહીં લાવ્યા હશે? (દાદાના મનમાં આવો પ્રશ્ન જન્મે છે.)
પાટણના ભંડારમાં ૧૨મા સૈકાનું એક પુસ્તક છે. તેની નકલ ઉમતામાં થયાનો ઉલ્લેખ છે.
સોલંકીકાળમાં ગાંભુ, ધોળકા, ઉમતા, પાટણ, ખંભાત, લાડોલ લાટાપલ્લી), કનોડા (ઉપાધ્યાય યશોવિજયનું ગામ) વગેરે સ્થળોએ જૈનોની ખૂબ જ આબાદી હતી.
તા. ૨૮-૧૦-૨૦૦૨
આજે પણ લિપિ શીખતાં શીખતાં અમારી જ્ઞાનગોષ્ઠી ચાલી અને તેમાં આગલા દિવસની પ્રાચીન પ્રતિમાઓ વિશે તથા અન્ય બાબતો વિશે જાણવા મળ્યું તેની થોડી ઝલક :
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org