________________
દેવનાગરી રવ ર અને પ જેવા વંચાય નહિ તેથી હવે રનું પાંખડું તને અડાડેલું (4) હોય છે. ધ તથા ભ મીંડું કરી લખાય છે. (ઘ, મો. જેનોમાં ખુલ્લાપણું તથા ઉદારતા કેવાં છે તેની વાત કરતાં દાદા કહે કે જેનોએ પોતાના ભંડારમાં ભાગવત તથા બાઈબલ સાચવ્યાં છે. લખાણ માત્ર તેમને માટે જ્ઞાન હોવાથી જ્ઞાનની આશાતના ન થાય, તે યોગ્ય રીતે જળવાય તેના નિયમો રચ્યા છે. જૈનમુનિઓએ બીજા ધર્મના ગ્રંથોની ટીકા પણ લખી છે.
દાદા જ્યારે પાટણના ગ્રંથભંડારમાં મહારાજજી સાથે કામ કરી રહ્યા હતા ત્યારે તેમાંથી બૌદ્ધોનો પ્રમાણગ્રંથ મળી આવેલો. આ ગ્રંથ અપ્રાપ્ય હતો. તેની શોધ ચાલતી હતી. મહારાજજી જ્યારે કાર્ય કરે ત્યારે એક ગ્રંથ હાથ પર લે. તેમાંથી દરેકે લીધેલા જુદા જુદા પાઠો તથા જુદાં જુદાં પ્રતીકોને લે. તેના પર વિચાર કરે. આમ કરવાથી સમય ઘણો ગયો. પણ વાયગ્રંથ મળ્યો તે બૌદ્ધોનો છે અને તે અપ્રાપ્ય હતો તે છે તેની જાણ થઈ હતી. ઉપર ઉપરથી જોયું હોત તો તે હેમચંદ્રાચાર્યનો ગણી લેવાયો હોત. આ ગ્રંથનો પ્રારંભ બૌદ્ધોની લેખનપરંપરા પેઠે થયેલો. અનુભવ અને બારીકીથી જોવાની મહારાજની ટેવને કારણે આ વાત ધ્યાનમાં આવી અને તેથી આ ગ્રંથની જાણ થઈ.
મહારાજજીએ પહેલું કેટલોગ પાટણનું કર્યું. પછી ખંભાત ગયા. પૂના જઈ શક્યા નહિ. મુંબઈ સુધી ગયા. ત્યાં ઈ. સ. ૧૯૭૧માં કાળધર્મ પામ્યા. પાટણમાં એમણે ૨૨ ચોમાસાં કરી કેટલોગ તૈયાર કર્યા. અમદાવાદ-વડોદરાના ભંડારો પણ મહારાજજીએ જોયા હતા.
આગમોના પ્રકાશન અર્થે ૩૦,000 રૂપિયા ભેગા કરી ‘આગમ પ્રકાશિની સંસદ નામની સંસ્થા મુનિશ્રી પુણ્યવિજયજીના આશીર્વાદથી સ્થપાયેલી. આગમો છાપવા માટેનો આ ફાળો હતો. આગમ ગ્રંથોની પ્રેસકોપી બનાવવા બેઠા. પાઠાંતરો નોંધવા સ્કોલરો રોક્યા. તેમના પગારમાં થતો આવો ખર્ચ જોઈને કોઈએ કહ્યું કે આ રૂપિયા તો છાપકામ માટે આપેલા છે. મહારાજજીએ કહ્યું: ‘ભલે' પણ પછી આ કામ અધૂરું રહ્યું.
દેવસાના પાડામાં (અમદાવાદ, રીલિફ રોડ) બે જ્ઞાનભંડારો – હર્ષવિમલ અને દયાવિમલનો. હર્ષવિમલનો ભંડાર ઈન્ડોલોજીમાં આવ્યો. દયાવિમલનો જ્ઞાનભંડાર મનસુખભાઈ ભગુભાઈ હસ્તક હતો. જૈનોમાં મિલ કરનાર એ પ્રથમ. એમણે મિલ કરી ત્યારે જૈન થઈને મિલ કરી?” એવો ઊહાપોહ થયેલો. એમની ધાક ખાસ્સી. એમનો પ્રભાવ પણ ભારે. એમની દેખરેખ હોવાથી ભંડારની સુરક્ષિતતા તેમના સમય સુધી રહી. કાળાંતરે પ્રભાવ પણ જતા રહે છે. આજે આપણે જોઈએ છીએ કે તેમાંના મોટા ભાગના ગ્રંથોને ઊધઈ ખાઈ ગઈ અને નાશ પામ્યા. થોડાક બહાર પણ જતા રહ્યા. આજે એની કોઈ પ્રત જોવી હોય તો જોવા ન મળે. આ ભંડારમાં વિશ્વવિખ્યાત કલ્પસૂત્ર છે. કલ્પસૂત્રમાં દરેક પ્રતના ચારે ખૂણે નાટ્યશાસ્ત્રની મુદ્રાઓ છે. સોનેરી શાહીવાળું કલ્પસૂત્ર આ ભંડારમાં બરાબર સચવાયું હોય તો ખૂબ સારું. ઉપાધ્યાય યશોવિજયજી તથા અન્ય છ સાધુઓએ ભેગા થઈને કરેલી ‘દ્વાદશાંગનયચક્ર'ની નકલ આ ભંડારમાંથી મળી છે. આ ભંડારમાં કરોડોની કિંમતનું સાહિત્ય છે. હાલ જે વહીવટ સંભાળનાર ટ્રસ્ટી છે તેમનું નામ રસિકલાલ ચંદુલાલ ઝવેરી. તેઓ ટાગોરપાર્કમાં રહે છે.
૩૨
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org