________________
દાખવેલા ભિન્ન અભિગમની વાત યાદ આવી અને બોલ્યા..
બન્યું એવું કે એક પરણેલા માણસને દીક્ષા આપવામાં આવી. ઘરવાળાંની સહેજ પણ સંમતિ નહિ. એની પત્નીના ભરણપોષણની પણ કોઈ વ્યવસ્થા કરી નહોતી. કુટુંબીજનો વિચારવા લાગ્યા કે આ વાત બરાબર નથી.
કુટુંબના કેટલાક સભ્યો આ સંદર્ભે એક અગ્રણીને મળવા ગયા. એ લોકોની વાત સાંભળી એ અગ્રણી ઉપાશ્રયે ગયા. દીક્ષિત સાધનો હાથ પકડ્યો અને બોલ્યા : તારી પત્ની આઝંદ કરે છે ને તું સાધુ થયો છે ? ત્યાંથી પોતાને બંગલે લઈ આવ્યા. ત્રણ દિવસ સંતાડી રાખ્યો. ઉતાવળથી લેવાયેલી દીક્ષાનો ત્યાગ કરાવ્યો. પોતાની દુકાને બેસાડ્યો. આવું થાય એટલે સ્વાભાવિક છે કે ઊહાપોહ થાય. દીક્ષાના સમર્થકોએ બીજા એક અગ્રણીને બોલાવ્યા. બીજા અગ્રણી પેલા અગ્રણીના બંગલે આવ્યા. સાધુ વિશે પૂછ્યું પણ પેલા અગ્રણી તો જવાબ જ ન આપ્યો.
દાદા આવા પ્રસંગોનાં તથ્યોની જ માત્ર વાત કરે. એ સાથે સંકળાયેલ વ્યક્તિ વિશેની કશી ટીકા-ટિપ્પણી ક્યારેય કરે નહિ. માર્મિકતાથી બોલ્યા: “આ યે એક ખેલ છે ને ? એક દીક્ષા અપાવવામાં મદદ કરે અને બીજો સંસારમાં લાવે.”
જ્યારે દાદા આવી કોઈ ઘટના નિરૂપે ત્યારે આવા એક જ વાક્યમાં ઘટનાના તેમના દર્શનનો સાર આવી જાય.
દાદાના ટેબલ પર જૂની તૂટક હસ્તપ્રતોનો ઢગલો હતો. કેટલીક પ્રતોનાં પૃષ્ઠો ચોંટી ગયાં હતાં. તેઓએ હળવે હળવે કેટલાંક પૃષ્ઠો ઊખેડ્યાં. ન થયાં તે અલગ તારવ્યાં. આ આખી પ્રક્રિયા હું કુતૂહલતાપૂર્વક જોઈ રહી. મેં પૂછ્યું, ‘દાદા, હવે આને કેવી રીતે ઉખાડશો ?
દાદા: ‘એની કેટલીક રીતો છે' - આટલું કહી દાદાએ મને રીતો જણાવી. (આ રીતો જિજ્ઞાસુઓ માટે પરિશિષ્ટ : રમાં આપવામાં આવી છે.)
દાદાએ આર્કાઇડ્ઝની રીતે પૃષ્ઠો ઊખડે તેની વાત કરતાં એ સંદર્ભે એના એક પ્રયોગની થયેલી વાત જણાવી.
દાદા કહે : પ્રા. કનુભાઈ શાહ મામા)ની ભાણી મુદ્રિકા જાનીએ આ કામ કરેલું. આ કામ ખૂબ જ ચોકસાઈ માંગી લે છે. શ્રી જંબૂવિજયજીએ એક તાડપત્ર તેને આપેલું જે રોટલો બની ગયેલું.
આ કામમાં કાગળની સ્ટ્રેન્થ તથા શાહીની સ્ટ્રેન્થને ધ્યાનમાં રાખવી પડે છે. આ કામને લઈને બેઠા હોઈએ ત્યારે સાથે બીજું કામ ન લેવાય. કામ સતત કરતાં રહેવું પડે. કેટલાક કાગળ બે દિવસ સુધી રહે તોયે ન ખૂલે એમ બનતું હોય છે.
એક વાર હું પાણી પીવા ઊભી થઈ. પાણીનો ગ્લાસ દાદાને ધર્યો તો કહે: “મને પાણી ખૂબ ઓછું જોઈએ. અમૃતભાઈ (દાદાના મોટાભાઈ)ને પાણી ખૂબ જોઈએ.’
પ્રશ્ન : દાદા, હું કોબા “મહાવીર આરાધના કેન્દ્રમાં ગઈ હતી. ત્યાં પ્રતોના રક્ષણ
માટેનું એક સાધન જોયું હતું. તેને શું કહેવાય ? દાદા : તેને ક્યુમીગેશન ચેમ્બર કહેવામાં આવે છે. સંસ્થામાં જ્યારે પ્રતો બહારથી
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org