SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બધું જ ફરી નોંધું તો પુનરાવર્તનદોષ આવે તેથી અગાઉના પ્રસંગમાં જ, મને પાછળથી મળેલી વિશેષ માહિતી લઈ લીધી છે. કેટલેક સ્થળે, જુદા જુદા સંદર્ભે થયેલી એક જ વિષયને લગતી વાતો હોય તો તેને પણ એકસાથે લઈ લીધેલી છે. આમ છતાં, ક્યારેક કહેવાની વાતોનો અલગ સંદર્ભ જ સાચવવો જરૂરી જણાયો ત્યાં પુનરાવર્તનનો દોષ પણ વહોરી લીધો છે. સામાન્ય રીતે, પ્રશ્નત્તરી રજૂ થઈ છે ત્યાં તે કયા સંદર્ભે ઉદ્દભવી તેનો ઉલ્લેખ થયો છે. આમ છતાં, તેમ કરવું દરેક સ્થળે શક્ય બન્યું નથી. તેનું કારણ નોંધાયેલી વાતો કે મુદ્દા ઘણી વાર લાંબા સમયે વ્યવસ્થિત કરાયા હોય અને તે કરતી વખતે કઈ બાબતે પ્રસ્તુત વાત ઉદ્ભવી તે યાદ રહ્યું ન હોય તે છે. ક્યારેક તો દાદા જે વાત કરતા હોય તેને એકદમ બેક લગાવી દે અને ગાડી બીજે પાટે ચઢાવી દે. કદાચ તે પછી અગાઉના એ સંદર્ભની વાત કહેવી એમને યોગ્ય જણાઈ નહીં હોય. હું પણ એવી વાતોને સાંભળવા માટે, ફરી તે કડીઓ યાદ કરાવવાનું ઠીક નથી તેમ સમજતી. એથી ઊલટું, ક્યારેક દાદા વાતોની ‘હૅમાં, સ્મૃતિઓમાં સરી પડતા અને એક વાત પરથી બીજી વાત પર કૂદકો લગાવતા. આવે વખતે, છૂટી ગયેલી વાતનો તંતુ સાંધવાનો હું પ્રયત્ન પણ કરતી હતી. ક્યારેક દાદા એ કારણે વિક્ષેપ પામે – interrupt થાય અને સ્વાભાવિકતયા ચાલતો વાતોનો દોર તૂટી જાય તો ? એવો ભય રહેતો. તો ન પણ પૂછતી. સાચી વાત તો એ છે કે દાદાના વાર્તાલાપો એ, એ સમયના મારા આનંદોત્સવો જ હતા. અંતે આપેલાં પરિશિષ્ટો સંદર્ભે જણાવવાનું કે – અભ્યાસીઓ, સંશોધકોને ખપ લાગે તેવી માહિતી વાર્તાલાપનો એક અંશ હોવા છતાં, તેને, જો કહેવાઈ છે ત્યાં જ, રાખવામાં આવી હોત તો સામાન્ય વાચકને રસભંગ થશે એમ માની એવી સામગ્રી પરિશિષ્ટમાં મૂકી છે. વળી કહેવાયેલી તે ઉપયોગી વાતોના મુદ્દાઓ દાદાએ પોતે અલગ કાગળમાં તૈયાર કરેલા હતા, એની મને જાણ હતી. તે કાગળો દાદાની ફાઈલમાંથી મેળવી લઈ, ઝેરોક્ષ કરાવેલા. અહીં તેને પણ અલગ પરિશિષ્ટ રૂપે આપ્યા છે. એની ઉપયોગિતા આ ક્ષેત્રમાં નવાં આવેલાં હોય તેને અને અન્ય સંશોધકો માટે “રેડી રેફરન્સ' જેવી બનશે તેવી આશા હું ધરાવું છું. પુરાતત્ત્વ તથા હસ્તપ્રત જાળવણી બાબતે સરકારનું ધ્યાન ગયું. નવી ગ્રાન્ટનીતિ આવી. પરિણામે જાગૃતિ આવી અને માધ્યમોએ એવી સંસ્થાઓની નોંધ લીધી જેના ઉપક્રમે એક વાર પ્રદાનો “રાજસ્થાન પત્રિકા' દ્વારા ઈન્ટરવ્યુ લેવાયેલો. હું સાથે જ બેઠી હતી, તેથી આખો ઇન્ટરવ્યુ નોંધી લીધેલો જે અહીં વાર્તાલાપોમાં પ્રકટ થયો છે. આમ છતાં, તે દ્વારા દાદા વિશેની સંપૂર્ણ માહિતી ત્યાં આવી નથી તેથી બાયોડેટાના પરિશિષ્ટમાં તેવી માહિતી સમાવી લીધેલ છે. દાદાની દીકરી હેમાબહેન સાથે મારે અંતિમ દિવસે જે વાતો થઈ તેમાં દાદાની પિતા તરીકેની વત્સલ છબી ઊપસે છે. આ વાર્તાલાપ દાદા સાથે થયો નથી. તેથી તેને પરિશિષ્ટમાં આપેલ છે. દાદાના બગડતા જતા અને ઉકેલવા મુશ્કેલ બનેલા અંતિમ દિવસોના હસ્તાક્ષરો દસ્તાવેજી મૂલ્ય લેખે પરિશિષ્ટમાં સાચવી લેવાયા છે. અક્ષરો બાબતે હેમાબહેનની વાતોમાં ‘વિધિવક્રતા કેવી રચાઈ છે ! હેમાબહેન કહે છે કે “જિંદગી આખી દાદાએ અક્ષરો ઉકેલવાની મથામણ કરી અને હવે તે અમને સોંપ્યું!” એથી ય વિશેષ વાત તો એ બની છે કે લેખિનીનો સંગ છૂટ્યો અને દાદાએ દેહ છોડ્યો ! પૂ. દાદાનું સાન્નિધ્ય મારે માટે સંજીવનીરૂપ બન્યું છે. તેમની સાથે થયેલી આ જ્ઞાનગોષ્ઠીઓએ મારી ચેતનાને ઘણી પુષ્ટિ આપી છે, મને વ્યાપકતાનો અનુભવ કરાવ્યો છે. જીવનનો મર્મ અને કર્મના સિદ્ધાંતને પામવાને દાદા સાચે જ, મારે માટે ગુરુ બન્યા છે. તેમના પ્રત્યેની મારી ભક્તિનું પુષ્પ તે 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy