________________
કેટલાક પ્રસંગો એવા બને છે કે આ બાબતે કશુંક સત્ય હશે ? એમાં શું હશે ? મન એવા એવા વિચાર કરતું થાય છે. હુલ્લડ સમયે લુણાવાડાનાં એક સાધ્વીજી દર્શન કરવા ગયેલાં. વચ્ચે મુસ્લિમ એરિયા આવે. સજ્જન જમાદારનો મહોલ્લો આવે. સાધ્વીજી પાછાં ન આવ્યાં. ગુમ થયેલાં જાહેર થયાં. ગુજરાત સમાચારના વધારામાં આ સમાચાર આવ્યા. આ પહેલાં સાબરમતી વગેરે સ્થળોએ તપાસ કરી લીધી હતી. શ્રી અશોક ભટ્ટ એ એરિયાના, એમણે પણ બધે તપાસ કરાવરાવી. શ્રી ધર્મધુરંધર મહારાજજી ત્યાં હતા. તેઓએ સુબોધસાગર મહારાજજીને પૂછવા જણાવ્યું. સુબોધસાગરજીએ જણાવ્યું કે હાલ સાધ્વીજી સ નામના ગામમાં છે. લોકો સેરિસા, શંખેશ્વર જેવાં સ્થળોએ તપાસ કરવા ગયા. સાધ્વીજી રાત સુધી ન મળ્યાં.
પછી એક ભૂવાને બોલાવવામાં આવ્યો. મને આવામાં વિશ્વાસ નહીં તેથી તરકટ જોતો બેઠો હતો. ભૂવો (રબારી) ધૂણવા માંડ્યો. પછી જણાવ્યું કે દક્ષિણ દિશાએ ગઈ છે અને કાલે બપોર સુધીમાં આવશે. બીજે દિવસે દક્ષિણ દિશામાં પણ તપાસ કરાવી, સાધ્વીજી પંજાબનાં હતાં. ૧૧ વીગે સાધ્વીજીના પિતાશ્રી લઈને આવ્યાં. કહે: ‘તારે સાધુવેશમાં ન રહેવું હોય તો ગુરુને જણાવી કપડાં પહેરી લે. છેલ્લે ગુરુસાધ્વીજીએ હા પાડતાં એમને કપડાં પહેરાવી મોકલી આપ્યાં. ભૂવો આમાં કઈ રીતે સાચો પડ્યો તે વિચાર આવે છે.
(આ વાત પુણ્યવિજયજી કાળધર્મ પામ્યા પછી બનેલી છે.)
આવી જ વાત મહારાજજીની છે. એમણે પ્રોસ્ટેટની તકલીફ, મુંબઈ હતા. ઓપરેશન માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. લોકોના ધસારાથી મહારાજજીને સાચવવાના હતા. દરેકને જુદા જુદા ઉપચારો સૂઝે અને જણાવે. ત્યાં એક સાધ્વીજી હતાં. નિર્મળાશ્રીજી નામ. બીજાં એક સાધ્વી સાથે આવીને તેઓ મને કહેવા લાગ્યાં : પાટણનાં હીરાબહેનને મા અંબિકાનો પવન આવે છે તો તેમને પૂછીએ. તમે જરા મહારાજજીની આજ્ઞા લઈ આવો. હું ગયો. વાત કરી. મહારાજજીએ તરત હા પાડી અને કહે : પૂછ એમને કે ઉપાધ્યાય યશોવિજયજીના અન્ય ગ્રંથો ક્યાં પડ્યા છે ? જેસલમેરના ભંડાર વિશે પણ પૂછજે.
આ ઘટના વખતે મહાવીર જૈન વિદ્યાલયવાળા શ્રી કોરા ત્યાં બેઠેલા. એમને બહાર જવાનું કહેવામાં આવેલું. હીરાબહેને ઠવણી મૂકી. થોડી વાર પછી હાથ ધ્રૂજ્યા. સાધ્વીજીએ કહ્યું: ‘હવે પ્રવેશ થયો છે. પૂછો.’ પુસ્તકો સંદર્ભે જણાવ્યું કે કેટલાંક મળશે. કેટલાંક નહિ મળે. જેસલમેરનો ભંડાર હાલ નહીં મળે. પછી મહારાજજીની તબિયત સંદર્ભે પ્રશ્નોત્તરી :
પ્રશ્ન : ઓપરેશન કેવું થશે ?
‘સરસ.' પ્રશ્ન : સ્વાથ્ય ક્યારે ?
‘તરત જ.' પ્રશ્ન : કામ કરી શકે તેવી તબિયત ક્યારે થશે ?
‘અઠવાડિયા પછી સોમવારે ૮ વાગ્યા બાદ એનો જવાબ આપીશ.” ઑપરેશન તો સારું થયું હતું. સોમવારે જવા માટેની રજા પણ આપી દીધેલી. તે અંગેની બધી વ્યવસ્થામાં હું હતો. ત્યાં મહારાજજીને હાર્ટ-એટેકનો હુમલો થયો. જોકે, હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે જ છાતીમાં દુખાવાની વાત ડૉક્ટરને કરેલી પરંતુ, ડૉક્ટરોએ એ વાતને ગંભીરતાથી લીધી ન હતી. (દાદા કહે : મને ડૉક્ટરો પર વિશ્વાસ નથી. દર્દી જે કહે તે ડૉક્ટરો બરાબર સાંભળતા નથી.)
આઠ વાગ્યા પહેલાં મહારાજજી કાળધર્મ પામ્યા. હું ખૂબ જ ગભરાઈ ગયેલો. આઠ વાગે હીરાબહેનને
૨૮
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org