________________
દાદા : મંગળ માટે. પવિત્રતા જળવાય તે હેતુ.
શ્રોફ શાંતિલાલ પીતાંબરદાસે દાભને સ્થાને ઘીનો દીવો કરી શકાય તેમ
મહારાજશ્રીને પૂછેલું. જવાબ હામાં અપાયેલો.
પ્રશ્ન : દાદા, સીધા કાપની કલમ એટલે ? દાદાએ દોરીને બતાવી.
ત્યારબાદ નષ્ટ થયેલી, ખંડિત થયેલી મૂર્તિને વિધિસર વિસર્જિત કરવા અંગેની વાત ચાલી, વિસર્જન કરવું એટલે મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીને પ્રાણ આપ્યો હોય છે તે પ્રાણને વિધિવત્ ખેંચી લેવો તે. આપણા અમૃતભાઈ પંડિત(એલ.ડી.માં દાદા સાથે બેસે છે તેને પણ આ વિધિ આવડે છે પણ તેઓ આ વિધિ કરતા નથી. જોકે શાંતિસ્નાત્ર ભણાવરાવે છે.
સામાન્ય રીતે વિધિ કરાવતી વખતે વિધિકાર ઉપવાસ કરતા હોય છે. અમદાવાદના રીલિફ રોડ પરના એક વિધિકારક ઉપવાસ ન કરે. તેઓને પાનનો શોખ, વિધિ કરાવતાં કરાવતાં વારંવાર પાન ખાવા જાય. એમને ખાવાનો પણ જબરો શોખ. મીઠાઈ અને ચવાણાનું ટિફિન એમની સાથે હોય. છેલ્લે તેમને લકવો પડેલો.
દાદા દેવ-દેવી વિશે વાત કરે છે : હિંદુઓમાં જે દેવો છે તે શાશ્વત છે. જૈનોમાં દેવો પુય વાપરે, આયુ પૂર્ણ થયે બીજી યોનિમાં જાય છે, દેવદેવી વિશે સરસ વાત કહી :
“એક જુગારી હતો. જુગારની એની લતથી ત્રાસીને મા-બાપ એને કાઢી મૂકે છે. ગામ પણ એની ઉધારીથી ત્રાસી ગયું છે. એને કોણ રાખે ? એ તો ગયો મંદિરમાં. છરી લીધી અને દેવીને ધમકી આપી : “જો, મને ધનની ખૂબ જરૂર છે. મને તું ધન નહીં આપે તો હું મરી જઈશ. અને તું વગોવાઈશ, તારા મંદિરે કોઈ નહીં આવે.’ આમ કહી જુગારીએ છરી ઉપાડી અને પોતાનું ડોકું ઉડાવવા તત્પર બન્યો. દેવીએ એને તરત રોક્યો, કહે: “લે આ શ્લોક. સવા લાખ રૂપિયા લઈને એને વેચજે.'
E
પ્રશ્ન : તમને મંત્ર-તંત્રમાં વિશ્વાસ ખરો ? દાદા : ના.
(થોડી વાર પછી) આવો જ પ્રશ્ન મેં પ્રો. નાન્દીને પૂછેલો કે મર્યા પછી સજ્જા ભરવામાં આવે છે તે મૃત વ્યક્તિને પહોંચે ખરી? પ્રો. નાન્દીએ કહેલું કે ન પહોંચે પણ જે ગોળો ગબડાવ્યો છે તેને આજ સુધી કોઈ રોકી શક્યું નથી. બ્રાહ્મણોનાં સ્થાપિત હિતો એની પાછળ સંકળાયેલાં છે. મૃત વ્યક્તિનો જીવ અહીં રહેશે એવી બીક એની પાછળ કામ કરે છે.
થોડી વાર પછી)
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org