________________
જોયાં. પાછળથી જણાવેલું કે તમને ણાવવું કેવી રીતે કે મહારાજજી આઠ વાગ્યા પછી નથી ! તેથી આમ કહેલું. – આવી વાતમાં વિશ્વાસ ન મૂકો તોયે માનવું પડે છે કે કશુંક આમાં છે ખરું. ભલે ભૂત-પ્રેત કે મંત્રતંત્રમાં માનીએ નહિ પણ વિચાર કરતા કરી દે તેવું જીવનમાં બન્યું છે.
ચ
હવે અમારી વાતોનો વિષય તદ્દન બદલાઈ ગયો. છૂટી-છવાઈ તૂટક-તૂટક વાતોના અંશની એક ઝલક : દાદા લુણસાવાડે હતા. કે. કા. શાસ્ત્રી એલ. ડી. ઇન્ડોલોજીના પહેલા લાઇબ્રેરિયન, એલ. ડી.ની શરૂઆત પાનકોરનાકા વંડેથી થઈ. આ બિલ્ડિંગ પછીથી બન્યું. પ્રો. જેટલી, પ્રો હરિપ્રસાદ શાસ્ત્રી વગેરે જોડાયેલા હતા. સૌ પહેલાં ગ્રંથોનું લિસ્ટ કરવાનું હતું. મહારાજજીને ખ્યાલ આવી ગયો કે આગમનું કામ કરવા માટે કોઈ એક જૈન વિદ્વાનને લાવવાની જરૂ૨ છે. બનારસમાં અધ્યાપક તરીકે સેવાઓ આપતા શ્રી દલસુખભાઈ માલવણિયાને આમંત્રણ આપવામાં આવ્યું.
પરિગ્રહવત જો લેવામાં આવે તો આજે સતત વધતા જતા ફુગાવા સાથે મુશ્કેલી અનુભવાય. આ વ્રત પાળવું દુષ્કર. તેથી નિયમો બદલીને વ્રત ટકાવી રાખવામાં આવે તે જરૂરી.
છ બાબતો હંમેશાં ધ્યાનમાં રાખો
તા. ૨૨-૧૦-૨૦૦૨
-
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, નિયતિ અને પુરુષાર્થ,
જ્ઞાનગોષ્ઠીની એક ઝલક :
ગહૂંલિ શબ્દ વાંચવામાં આવ્યો. આ શબ્દ બે અર્થમાં પ્રયોજાય છે
૧. ગાવામાં આવે તે.
૨. ઘઉંની ઢગલી પર શ્રીફળ મુકાય છે તે.
સંશોધનનું કામ ધૂળધોયાનું છે. સંશોધનમાં સત્ય સુધી પહોંચીએ છીએ તેવું નથી. જોકે, સત્યની નજીક પહોંચીએ.
તા. ૨૫-૧૦-૨૦૦૨
વલભીવાચના પછી પાંચસો વર્ષ પર્યંત પુસ્તકો નથી લખાયાં જણાતાં, તેની ફરી વાત નીકળી. થોડી નવી વાતો જાણવા મળી.
Jain Education International
માનતુંગ મહારાજના સમયમાં તાડપત્રો હતા. સારી શાહીથી લખી શકાય તો ટકી શકે પણ શાહી ટકી શકે એવી બનાવવાનું કૌશલ્ય પાછળથી આવ્યું. બ્લુબ્લેક શાહીથી તાડપત્રો લખાય છે. તેનાથી ફોતરી ઊખડતી નથી. શાહી તથા કાગળની ગુણવત્તા ૧૦મા સૈકામાં શ્રેષ્ઠ બની. વળી, જનમાનસ પણ એક કારણ છે. હંમેશાં જનમાનસમાં બદલાવ આવતાં વાર લાગે છે. અહીં પણ એમ થયું. પહેલાં પુસ્તકલેખન પાપ ગણાતું. જમાનાની માંગ જુદી બની, એટલે પુસ્તકલેખન પુણ્યકાર્ય લેખાયું. પ્રારંભે સંઘે પુસ્તકલેખન બાબતે દરેક ગ્રંથની એક જ નકલ કરાવવાની સંમતિ આપી હતી. વળી, વલભીના સમયમાં તો લાકડાનું જ કામ થતું હતું. તે
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org