SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સમયમાં લખાયેલું લાકડા પરનું લેખન પ્રાપ્ત થયું નથી. (તા. ૨૬-૧-૨૦૨થી તા. ૩૦-૧૦-૨૦૦૨ પર્યત દાદા નારણપુરાના ઉપાશ્રયે શ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી તથા શ્રી ચારશીલાશ્રીજીને બ્રાહ્મી લિપિ શીખવવા જવાના હતા. મેં પણ તે વર્ગમાં જોડાવાની અનુમતિ લીધી. દાદાના વર્ગોમાં લિપિ શીખવવાની સાથે સાથે એમની હંમેશના સ્વભાવ મુજબ પૂરક અનેક માહિતીનો ભંડાર ઠલવાતો જાય. શ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી મહારાજ ખૂબ જ જિજ્ઞાસુ. વળી ખૂબ જ સરસ રીતે પ્રશ્નો પૂછી પૂછીને દાદા પાસે અનેક વાતો (જ્ઞાનગોષ્ઠી) કઢાવે. આ વર્ગમાં એવી ઘણી વાતો હતી જે આ પહેલાં પણ સાંભળેલી છતાં આ વખતે થોડીક એમાં વિશેષ માહિતી ઉમેરાયેલી હતી. આથી, આ જ્ઞાનગોષ્ઠીના લેખનમાં થોડુંક પુનરાવર્તન નિર્વાહ્ય ગણીને જ વાતો નોંધી છે. વળી. આ સમય દરમિયાન બપોરે હું ઇન્ડોલોજી પણ જતી, આ સમયે થયેલી જ્ઞાનગોષ્ઠી પણ હવે પછીની નોંધોમાં તે તે તારીખોમાં સમાવી છે.) તા. ૨૬-૧૦-૨૦૦૨ જયપુરમાં જ્યારે મુનિ જિનવિજયજી મુનિજી) પાસે દાદા હતા ત્યારે ઇતિહાસવિગતોના છબરડાની વાત મુનિશ્રી કરતા. તેઓશ્રીની પાસે જાણેલી વાત અમને કહેવામાં આવી. તેમાં એક વાત શત્રુંજયની તળેટી બાબતે છે : કલ્પસૂત્ર પ્રથમ વાર આનંદપુરમાં વંચાયેલું. આ આનંદપુર વલભીની બાજુમાં છે. આજે શત્રુંજયની તળેટી વડનગરમાં હોવાની વાત છે પણ વસ્તુતઃ આનંદપુર જે વલભીની નજીક છે તે જ શત્રુંજયની તળેટી હોવું જોઈએ. આવી બીજી એક બાબત જણાવી : કોટાથી ઝાલરા-પાટણ (માળવા) જતાં વચ્ચે આવતું “સતસહેલીકા મંદિર' સરસ છે. પાટણના રાજા સિદ્ધરાજે તે બનાવેલું છે. ઝાલાવાડથી રજપૂતો આવેલા અને આ પ્રદેશ કબજે કરેલો. જસમા-ઓડણની વાત છે તે આ પ્રદેશની, ઓડને ત્યાં બોલાવેલા. જસમા ઓડણ બળી ગયેલી. બાહ્મીલિપિના ચાર્સ બાબતે પુછાતાં - અશોકના શિલાલેખો ઉપરથી ચાર્સ બનાવેલા છે તે ઇન્ડોલોજીમાં છે. દિલ્હી ગવર્મેન્ટ દ્વારા તે છપાયા છે, અને તે વેચાતા મળી શકે છે. બાહ્મીલિપિના પરિચયમાં દાદા કેવી રીતે આવ્યા તે પ્રશ્નના જવાબમાં – ઇન્ડોલોજીમાં એક તામ્રપત્ર આવ્યું. દલસુખભાઈ માલવણિયાજીએ મને જોવા માટે આપ્યું. જોયું તો લિપિ સાવ જુદી. ઉકેલવી કેવી રીતે ? બારીકીથી જોતાં પ્રારંભે ૐ હોય તેમ લાગ્યું. અંત ભાગની થોડી સમજ પડી. ત્રણ લખાયેલા આંકડા પંચાયા. દલસુખભાઈએ ઓઝાનું પુસ્તક મને આપ્યું. ઓઝાની બુકમાં લિપિમાળા છાપી છે. તેમાં ચાટ પણ સામેલ કર્યા છે. સાથે સાથે તેનું લિસ્વંતર પણ આપેલ છે. તે ક્યાંનો છે તે પણ જણાવ્યું છે. ઓઝાની બુકના અંક સાથે પ્રતના અંક સરખાવતાં ૩૧૯ વાંચ્યું. એ અંકમાં ઈ. સ. મેળવવા ઉમેરણ કર્યું તો તે સમય વલભીનો હતો. પંદર વર્ષ પહેલાં ‘ઇંદિરા ગાંધી સંસ્થાન' દ્વારા લિપિનો સેમિનાર યોજાયો હતો. વિશ્વભરમાંથી ૩૦ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy