________________
કે “આવી રસોઈ! કેમ ખવાય ?” બૂમાબૂમ કરી મેલી. મને ત્યારે મનમાં થયું કે જો હું પાંચ વર્ષ પહેલાં આવ્યો હોત તો આમ જ કર્યું હોત. મેં પેલાઓને કહ્યું: “ભાઈ, જમી લો આજે. આજે તો આ જ છે. બીજે ક્યાંય જવાનું મળવાનું નથી. શક્તિ વેડફવાની જરૂર નથી. કાલે રસોઈ સારી બનાવે તે માટે વાત કરજો.” તે કહે : “કાલે અમે ક્યાં આવવાના છીએ ?”
“પહેલાં હું રિક્ષાવાળા સાથે ભાડા બાબતે રકઝક કરતો. રોજ આવું. ચોક્કસ પૈસા થાય. હું. પંડિતજી અને એલ. ડી. કૉલેજનાં એક પ્રોફેસર બહેન રિક્ષામાં સાથે જતાં. ભાડું ૧૮ રૂ. થતું. અમે ત્રણે સરખે ભાગે વહેંચી લઈએ. કોઈ વાર કોઈ રિક્ષાવાળો ૧૯ રૂ. માંગે. પછી થાય બોલાચાલી. કહીએ કે ચાલ, પોલીસચોકીએ. પણ વિચારું તો થાય કે એ એક રૂપિયાની ફરિયાદ પોલીસ સાંભળે ખરો ? પોલીસચોકી સુધી જવાનું ભાડું ય વધે તો ખરું ને ? અને ત્યાંથી એ અહીં સુધી આવવાની જ ના પાડે તો ? –
આમ જ, શાણપણ આવે. મને મોટું થાય. આવું તો હું હમણાં લગી કરતો હતો. પણ હવે.. ભીમજીપુરાના ૩૦ રૂ. થાય. ૩૨ રૂ. માંગે. કોઈ ૩૫ માંગે. આપી દઉં છું. પછી સરખો ઘાટ કરવો હોય તો એક બે વાર છકડામાં બેસીને આવું. બીજું શું કરાય ? મેં લાંબેશ્વરની પોળમાં રહેતા શ્રી કાંતિભાઈની કહેલી (અમે એમને ‘ભઈજી'ના નામથી ઓળખતા) વાત કરી. તેઓ કહેતા : “રોજ કોઈ માંગતું નથી. કોક કોક એક, બે કે પાંચ રૂપિયા વધારે માંગે છે. ૫૦૦ નથી માંગતા. ઘેર મજૂર આવ્યો હોય. એ ઘણી વાર ઠરાવેલી મજૂરી કરતાં આઠ આના કે રૂપિયો વધારે માંગે. કારણ કે એને તમારે આપવાના છે. કોઈક જૂનો હિસાબ ચૂકવવાનો છે. નહિ ચૂકવો તો ફરી એ જ ભટકાશે. બહેતર છે કે લ્હેણું ચૂકવી દો.’
બપોરે બે વાગ્યા. રિસેસમાં ઉપર ચા પીવા ગયા. ઑફિસ-સ્ટાફમાંના એકે દાદાને પૂછ્યું: “શાતામાં ને ?”
દાદા : “હા, શાતા પણ ખરી અને સુખ પણ છે.” મેં કહ્યું : “શાતાનું સુખ અને સુખની શાંતિ – પરસ્પર જોડાયેલા છે.” દાદા : “આજે તો મેં ત્રણ રોટલી અને દૂધ લીધું છે. સારું ખવાય છે. તેથી સુખ
અને શાતા બને છે.”
આ વાત પરથી ડોક્ટરની ખોરાક બાબતની સૂચના, તેમાંથી ગઢડાવાળા વૈદ્યની વાત જે દર્દીઓને માત્ર મગ અને ભાત પર રાખે છે તે – હરડેની વાત – વગેરે વાતો થઈ. પછી દાદા બોલ્યા : “મારી જીભ કાપવાની વાત ડોક્ટરો કરતા હતા. હાર્ડીકરથી મને સારું જ છે ને ? ગઢડાવાળા ચંદ્રપ્રસાદ વૈદ્ય તો નથી પરંતુ એમના દીકરી વિષ્ણુભાઈએ શ્રી યશોદેવવિજયના પગની તકલીફ દૂર કરી છે, જેમાં મુખ્યત્વે આ ખોરાકની થીયરી કામ કરી ગઈ. ડૉક્ટરોને બતાવેલું ત્યારે એમણે પગ કાપવા સિવાય અન્ય કોઈ ઇલાજ નથી એમ જણાવેલું. મેં કહ્યું : “દાદા, એ ગઢડાવાળા વૈદ્ય કહેતા કે રોજ હરડે લે અને ખાણીપીણી સાચવે તેને સહજમૃત્યુ આવે.'
દાદા : પણ ક્યારે આવે ? મારેય હવે જવું છે. બધા બોલ્યા : “શાની ઉતાવળ છે ? હવે તો સારું છે. મેં પણ કહ્યું : હજુ બધાં આદર્યા
કામ પૂરાં થયાં નથી. હું.” દાદા : હવે આ શરીર ઘરડું થયું છે. બધા કહે : ના. હજી તો તમે અમારા બધાં ય કરતાં વધારે કામ કરી શકો છો.
દાદા : પણ હવે ક્યાં સુધી ? લોકો ભલે ન કહે પણ મને તો ખબર પડે ને ?
૧૧૪
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org