________________
તા. ૧૬-૧૨-૨૦૦૩
આજે દાદાએ મુનિશ્રી પુણ્યવિજયજીનો એક સરસ પ્રસંગ કહ્યો. દાદા કહે :
“મહારાજજીને બધા જ પ્રકારના ગ્રંથોમાં રસ પડે. નવા ગ્રંથને પ્રકાશમાં લાવવાનું કામ પણ એ કરે. એમના હાથમાં જો વ્યાકરણનો ગ્રંથ આવ્યો હોય અને એમને ખબર હોય કે ફલાણી વ્યક્તિ ‘વ્યાકરણ' પર કામ કરી રહી છે તો અથવા તો આ પ્રકારના રસવાળી ફલાણી વ્યક્તિ છે અને તે ભવિષ્યમાં તેનો ઉપયોગ કરશે એમ લાગે તો તેઓ તે ગ્રંથને અચૂક તેને મોકલી આપતા.
“પાટણના ભંડારમાં કામ કરતા હતા ત્યારે મહારાજજીના હાથમાં “પ્રમાણવાર્તિક' નામનો એક ગ્રંથ હાથ આવ્યો. શ્રી હેમચંદ્રાચાર્યના એક ગ્રંથનું નામ પ્રમાણવાર્તિક' છે. મહારાજજીએ ગ્રંથ તપાસ્યો તો જણાયું કે આ તો બૌદ્ધગ્રંથ છે.
“મહારાજજીને એ વાતની જાણ હતી કે ડૉ. રાધાકૃષ્ણનું અને રાહુલ સાંકૃત્યાયન એ વખતે આ જ બૌદ્ધગ્રંથ માટે ૪૦ જેટલા પંડિતોને રોકીને કામ કરાવતા હતા. એની ટીકા ઉપલબ્ધ હતી પણ મૂળગ્રંથ એ લોકોને ઉપલબ્ધ થયો ન હતો. પ્રાપ્ત ટીકાને આધારે બધા પંડિતો એ મૂળગ્રંથને પામવાનો પ્રયત્ન કરતા હતા.”
“આ બૌદ્ધગ્રંથ છે તેની જાણ થતાં મહારાજજીએ એ જ દિવસે ડૉ. રાધાકૃષ્ણનું અને રાહુલ સાંકૃત્યાયનને તાર કરીને આ ગ્રંથ ભાભાને પાડે – પાટણમાં – હોવાનું જણાવેલું હતું.”
તા. ૧૮-૧૨-૨૦૦૩
આજે ઈન્ડોલૉજી ગઈ. દાદા કહે : આજે પ્રીતિબહેન રજા પર છે. મને થયું કે તમને ફોન કરીને કહું કે “આવો.' (આજે સમય છે તો કામ થશે એ સંદર્ભે) મને આવેલી જોઈને એ ખુશ થયા. જોકે, મારાથી પ્રતનું કામ આગળ થઈ શક્યું ન હતું. તાલીમનું કામ ઘેર ભૂલી ગયેલી. એટલે એમની સાથે વાતો થઈ, સાધ્વીજી સાથે પત્રવાચન કર્યું અને શ્રી અંધારેનું સ્લાઈડો સાથે પટ-ચિત્રોનું વ્યાખ્યાન સાંભળ્યું.
દાદા સાથે વાતોની શરૂઆત મેં કરી. મેં પૂછ્યું : “દાદા, તમે આજે જેવા શાંત-ગંભીર છો તેવા પહેલેથી જ હતા? જુવાન હતા ત્યારે પણ આવા શાંત હતા? કે ગુસ્સે થઈ જવાતું ?”
દાદા આનો જવાબ સીધો ‘હા’ કે ‘ના’માં આપવાને બદલે પ્રસંગો કહે. તથ્યો રજૂ કરે અને અનુમાન કરવાનું આપણા પર છોડી દે. આ જ પદ્ધતિ આજે પણ અખત્યાર કરી અને પ્રસંગો રજૂ કર્યા.
પહેલાં શ્રીમંતો ઘોડાગાડીમાં ફરતા. પછી મોટરમાં ફરવા લાગ્યા. પણ ઘોડાગાડીને શું કરે ? ઘોડો જો ફેરવે નહિ તો નકામો થઈ જાય.
પાટણમાં નગીનદાસ શેઠ. બીજા બધા ઘોડાને પાંજરાપોળમાં રાખે. કેસરબાઈ ધર્મશાળાની બાજુમાં જ પાંજરાપોળ. હું ક્યારેક નગીનદાસ શેઠનો ઘોડો લઈને દોડાવવા જઉં. પાંજરાપોળવાળા કહે કે અમારા ઘોડા પણ ફેરવો ને. એટલે અમે બે-ત્રણ જણ વારાફરતી પાંજરાપોળના પંદર-સત્તર ઘોડાઓને ફેરવતા, રસ્તામાં ઠાકરડા મળે. અમને ખીજવવાનો પ્રયત્ન કરે. કહે: ‘તમે લોકો તો પાંજરાપોળના ઘોડાઓને દોડાવી શકો. અમારા નહીં. તેઓના કારણે જ હું એક વાર ખાડામાં ફેંકાયેલો એટલે ઠાકરડા સાથે લડવાડ થયેલી. ખૂબ જ ગુસ્સો કરેલો.
ટ્રેનમાં મુસાફરી વખતે જગ્યા માટે મેં ઘણી વાર બૂમાબૂમ કરેલી છે. પણ... સમય જાય છે અને શાંત થવાય છે. સમજણ આવતી જાય છે કે આમ લડીએ છીએ તોયે થવાનું હોય તે જ થાય છે.”
ઉદેપુર, લૉજમાં જમવા બેઠેલા. ચાર-પાંચ જણ જમવા આવેલા. શાક બરાબર હતું નહિ. બોલી ઊઠ્યા શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org