SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ લઈને આવેલા સિક્કા ૨૪ કેરેટના અને ૧ તોલા વજનના હતા. એના પર ઉર્દૂમાં લખાણ હતું. હું પત્રો ઉકેલવાના કામમાં સાધ્વીજી પાસે બેઠી. એક પત્રમાં ઘોડી-વછેરી-શેરડીના સાંઠા અને કાકડીની વાત વાંચીને નવાઈ લાગી. થયું કે આ બધું કશુંક ગૂઢલિપિમાં સંકેતમાં થયેલી વાત તો નથી ને ? બાકી, સાધુના પત્રમાં શું આની વાત હોય ?! દાદાને મારા મનની આ વાત કરી, દાદા કહે : “આ પત્રો પતિના છે અને યતિઓ ઘોડા રાખતા.” ઑપેરા ક્લાસ લેવા જવાનું હતું. ચા પીવા ઉપર ગયા. ઉપરથી ૫. રૂપેન્દ્રકુમાર આવ્યા. આજની આ ચા-સેશન મઝાની રહી. પંડિતજી ખુરશી પર બેસતાં બોલ્યા : ‘ઓ દીનાનાથ !” દાદા આ શબ્દની સંધિ છૂટી પાડતા બોલ્યા : “દીન અનાથ' પંડિતજી આ સાંભળીને હસતાં કહે : “સાચી વાત છે. એના જેવો બીજો અનાથ કોણ ? એને તો કોઈ નાથ છે જ નહિ ને ?” દાદા કહે: “વળી પાછો એ દીન – બિચ્ચારો છે. જુઓ ને, કોઈ એના પર પાણી રેડે, કોઈ ફૂલ ચડાવે, કોઈ ચોખા નાંખે. આટલું ઓછું હોય તેમ લોકો એની પાસે માંગ માંગ કરે ! કોઈ પુત્ર, તો કોઈ પૈસો, કોઈ ગાડી તો કોઈ બંગલો ! કોઈ વળી કહેશે ‘પરીક્ષામાં પાસ કરી દો. કોઈ કહેશે નોકરી આપજો. કોઈ કહે “સારી સ્ત્રી આપજો' પછી દાદા હસીને કહે: કેવી દીનતા બાપડાની !” આવી નિર્દોષ હાસ્યસરવાણી અમારી ચાને ક્યારેક આમ, ઓર ભી સ્વાદિષ્ટ બનાવી દેતી, વળી, પંડિતજી નુસખાઓની વાતે ચઢ્યા ત્યાં તો રાજેન્દ્રભાઈ તેડવા આવ્યા. અમે ઑપેરા ગયાં. A A તા. ૧૨-૧૨-૨૦૦૩થી તા. ૧૫-૧૨-૨૦૦૩ સુધીના ઓપેરાના તાલીમ વર્ગોમાં દાદા દ્વારા થયેલી કેટલીક જાણવા જેવી વાતોના અંશો : > “મહાજનમૂમાં લખાવાનું જે કામ થયું છે તેને પંડિતો દ્વારા તપાસરાવ્યું છે. તેઓએ ભૂલોનું શુદ્ધિપત્રક તૈયાર કર્યું છે. આગમોની પેઠે નિગમો લખાયા છે. પાટણના ભંડારમાં એ ગ્રંથો છે. નિગમાચાર્યના ગ્રંથોનો ઉલ્લેખ આપણે ત્યાં પ્રાયઃ થતો નથી. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ પણ તેવા ગ્રંથોનો ઉલ્લેખ કર્યો નથી. મૂર્તિલેખો ઉકેલતાં જોવા મળ્યું કે કેટલીક મૂર્તિઓની પ્રતિષ્ઠા નિગમાચાર્યોએ કરેલી છે, અને તે આપણે ત્યાં પૂજાય છે. શ્રી યશોદેવવિજયે ‘દ્વત્રિશિકા..” ગ્રંથમાં નિગમાચાર્યના સંદર્ભો લીધા છે. વિજ્ઞપ્તિપત્રોની વાત નીકળતાં - હાલ ધાર્મિક ઉત્સવની કંકોતરીને જોઈને એની ટીકા થાય છે પણ એ જમાનામાં કાપડ પર ૫૦ ફૂટ લાંબા વિજ્ઞપ્તિપત્રો લખાયા છે. મ્યુઝિયમમાં તે જોવા મળે છે. પ્રકાશિત પુસ્તકોની યાદીની વાત કરતાં જણાવ્યું કે “મહાજનમુ' માટે મેં એની યાદી કરી છે. કામ હજુ પૂરું થઈ શક્યું નથી. ઘણે સ્થળે કેટલૉગ સારા બન્યા છે. પુસ્તક વિશે જરૂરી એવી તમામ માહિતી તેમાંથી પ્રાપ્ત થઈ શકે. આવા કેટલોગો – ભઠ્ઠાં, નેમિનંદન (બની રહ્યું છે તે) અને સંવેગી ઉપાશ્રયનાં છે. જૂની લિપિ વાંચવી ઘણી અઘરી છે. ૧૧મી સદીના ગ્રંથ “વિશેષાવશ્યકભાષ્યનું લિખંતર અઘરું હતું. શ્રી અમૃતભાઈ ભોજકે તે કરેલું. લિપ્યુતર થયેલી કૃતિ પરથી શ્રી દલસુખભાઈ માલવણિયાએ એનું સંપાદન કરેલું હતું. ચાર્ટમાં જોવા મળતા જૂના અંકો મેં (દાદાએ) પાટણના ગ્રંથભંડારમાંનો એક ૭૦૦ પૃષ્ઠોનો ગ્રંથ છે તેના પરથી તારવેલ છે. ૧૧૨ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy