________________
તેની છાંટમાં ભેદ હોય અને તે આ લખાણમાં આવી જાય. એટલે ભાષા ગુજરાતી જ હોય છતાં જુદી ભાસે. ૩. સીધું લખાણ હોવાની મુશ્કેલી :
હસ્તપ્રતોમાં લખાણમાં પદવિન્યાસ થયો હોતો નથી. કોઈ પણ શબ્દ છૂટો પાડ્યા વિના લખાણ સળંગ લખાય છે. આથી પદવિન્યાસ અને અર્થસંગતિની સૂઝ વિના અર્થગ્રહણ કરવામાં મુશ્કેલી ઉદ્દભવે.
એક દાખલો આપું: 'કુંવરબાઈનું મામેરું'માં “ભાભીએ કુવચન' કહ્યું લખેલ છે. આને તમે બે રીતે છૂટું પાડી શકો. ૧. ભાભીએ કુવચન કહ્યું. ૨. ભાભી એકુ વચન કહ્યું.. તમે વાત જો જાણતા હોવ તો છૂટું પાડવું સરળ બને.
આગલે દિવસે ઑપેરા ઉપાશ્રયમાં શ્રી યશોદેવવિજયને મળીને નક્કી કર્યા પ્રમાણે એમને ત્યાં જઈ. લિપિ શિક્ષણના વર્ગો લેવાનો સમય થઈ ગયો હતો તેથી બાકીનું કામ પ્રીતિબહેનને સોંપીને જવા માટે તૈયાર થયા.
ફોટોસેશન બાકી હતી તેથી ચા પી, એ કામ પતાવ્યું. આ માટે દાદા બેઠા. સામે મોટા ટેબલ પર વાંસવાડાવાળો ગૂઢલિપિનો ગુટકો ખોલીને મૂક્યો. ચિત્રપોથી મૂકી અને દાદા કાચ લઈને એક પ્રત ઉકેલે છે તેવો પોઝ આપ્યો. સાથે પ્રીતિબહેનને બેસાડ્યાં. લગભગ દસેક જેટલા ફોટા લેવાયા.
આ આખી ય પ્રક્રિયા દરમિયાન દાદા પૂરા સ્વસ્થ, શાંત. ફોટોગ્રાફર પોઝ જુદા જુદા લેવા ગોઠવે પણ તે બાબતે તેઓ પૂરા નિર્લેપ. કંટાળો સહેજ પણ નહિ. સંસ્થાના કાર્યનો આ પણ એક ભાગ છે એમ જ વચ્ચે વચ્ચે પૂછતા રહે. ચાલો, પતી ગયું ને ? જવાબમાં ‘ના’ તો દાદાનું પેલો કાગળ – પ્રત – વાંચવાનું ચાલુ ! !...
આજ સુધીમાં દાદાના ઘણા ઈન્ટરવ્યુ લેવાયા હશે. હમણાં હમણાં તો રોજ પત્રકાર આવે છે. દાદાને નથી એનું અભિમાન નથી એનો કંટાળો. જીવનમાં જે કાંઈ આવ્યું તેનો સહજ સ્વીકાર. એમને જોઈ મને “લીલયા' જીવવાનો અર્થ સમજાય છે જાણે ! દાદાનું પેટન્ટ વાક્ય પણ આ છે - “આ બધું સંસારનો ખેલ છે. જોયા કરો, ખેલ્યા કરો.”
ઑપેરા ઉપાશ્રયે ગયા એ પહેલાં ચા પીધી. મને પણ ત્યાં સાથે આવવા સૂચવેલું. દાદા કહ્યા વિના, જાણે, મને લિપિ શીખવવાની તાલીમ શરૂ કરી રહ્યા હતા. ઉપાશ્રયની સામે જ લેખિકા શ્રીમતી અવંતિકા ગુણવંતનું ઘર. અમારી રિક્ષા ત્યાં ઊભી રહી અને ગુણવંતભાઈએ અમને જોયાં અને આગ્રહ કરીને ઘેર લઈ ગયા.
ત્યાંથી ઉપાશ્રયમાં (સામે બારણે જ હતો.) ગયાં. ઘણી મોટી સંખ્યામાં સાધુઓ તથા શ્રાવકો હતા. મારે માત્ર સહાયકની ભૂમિકા નિભાવવાની હતી. તાલિમાર્થીઓને ઝેરોક્ષ કાગળ આપવા જેવી, પણ દાદા લિપિ શિક્ષણ કેવી રીતે આપે છે તે મારે ધ્યાનમાં લેવાનું હતું.
વર્ગ પૂરો થયો. શ્રાવક રાજુભાઈ અમને પોતાને ઘેર લઈ ગયા. ચા પીધી. એમની ગાડીમાં ઘેર મૂકવા આવ્યા. વચ્ચે હું ‘વિજય રેસ્ટોરન્ટ ઊતરી ગઈ.
તા. ૧૨-૧૨-૨૦૦૩
આજે ઈન્ડોલોજી ગઈ ત્યારે દાદા પાસે ચાર-પાંચ મુલાકાતીઓ બેઠેલા. એક જણ સોનાના ૩૫ સિક્કા
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org