________________
દાદા : તે વિશે હું કશું કહી શકતો નથી. એ માટે પુરાણી પાસે જાવ. મારે મતે
પુરાણોની વાતો ગપ્પાબાજી છે. પુરાણમાં એક વાત છે. રાક્ષસ પૃથ્વીને લઈને સમુદ્રમાં ગયો. વિષ્ણુ વરાહ અવતાર લઈને રાક્ષસને પકડી લાવ્યો. પછી દાદા પોતે જ પ્રશ્ન પૂછે છે :) તો ત્યારે પૃથ્વી ક્યાં હતી ? વિષ્ણુ એને ક્યાં લઈ આવ્યો. પૃથ્વી તો પાણીમાં હતી ત્યારે. પુરાણમાં તથ્ય
નથી એટલે) આવી ગપ્પાબાજી છે. એ વાતોને ખાલી સાંભળવાની હોય. આટલી વાતો કર્યા બદલ પત્રકાર ત્યાં પડેલા ગૂઢલિપિના ચોપડામાંની લિપિ વિશે પૂછે છે તો તેના જવાબમાં દાદા જણાવે છે:
મધ્યપ્રદેશમાં આવેલા વાંસવાડાનો એ ગૂઢલિપિમાં લખાયેલો ગુટકો છે. ત્યાંનો રાજા લક્ષ્મણસિંહ હતો. તેણે પોતાના કર્મચારી તથા નાગરિકો માટેના નિયમો લખ્યા છે. જેમ કે કર્મચારીએ કેવાં કપડાં પહેરવાં – કપડાંની બાંય ન ચડાવવી. - તળાવનું પાણી પીવાનું હોય ત્યાં પહેરો હોય જેથી અન્ય ઉપયોગમાં લઈને પાણી બગાડે નહિ – કર કેટલો લેવો વગેરે વાતો એમાં છે. ૧૫૦ વર્ષ જૂનો એ ગુટકો છે. તે પોતાને માટે બનાવેલો છે. તેમાં લખ્યું છે તે પ્રમાણે તો એ નકલની નકલ છે. “આગલવાળી કિતાબ પરથી લખી છે” તેવું વાક્ય છે તેમાં. એનો અર્થ કે આ નિયમોની કિતાબ અસલમાં તો ઘણી પુરાણી હોવી જોઈએ – એમાં ક્યારે કોણે કેવા ફેરફારો કર્યો હશે તેની ખબર નથી.
પ્રશ્ન : કઈ લિપિ વિશેષ કઠિન ? દાદા : ગૂઢલિપિ એ કઠિન છે. દરેકની એ પોતે પોતાને માટે બનાવેલી છે.
આયુર્વેદના ગ્રંથોમાં ગુપ્તતા રાખવા (trade secret ?) - ગૂઢલિપિમાં થોડોક હિસ્સો લખાયેલો જોવા મળે. બ્રાહ્મી પરાણી ખરી પણ તે ખોદેલી
છે. પુસ્તકમાં તે છાપેલા સ્વરૂપે જોવા મળશે. પહેલી શતાબ્દીથી તામ્રપત્ર મળે છે. એ પહેલાં પથ્થર વપરાતો એ શિલાલેખો પાલિપ્રાકતમાં છે, સંસ્કૃતમાં નથી. પછી ભોજપત્રો – તાડપત્રો આવ્યા. એ ૧૦મીથી ૧પમી સદી સુધી મળે, ત્યારબાદ કાગળ આવ્યો.
જૈન સિદ્ધાંતો પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. પેલો પત્ર હું વાંચતો હતો તે ગુજરાતી હતો. છાપેલો શિલાપ્રેસનો હતો. ગુજરાતી લિપિ ૨૦૦ સાલથી જ સંપૂર્ણ – પરફેક્ટ બની છે. પહેલાં પહેલાં તો ભાષા ગુજરાતી હોવા છતાં તે દેવનાગરી લિપિમાં લખાતી હતી. આથી તમે જોયું હશે કે તે પત્રમાં દેવનાગરી લિપિ હતી. ગુજરાતી ભાષા ૭00 વર્ષ જૂની છે. એમાં હજારો પત્રો લખાયા છે.
પ્રશ્ન : આપે આ લિપિ કેટલાને શિખવાડી?
દાદા : હજારોને શિખવાડી. (પછી દાદાએ લિપિ શીખતાં પડતી મુશ્કેલીની વાત જણાવી.)
લિપિ શીખવાની મુશ્કેલી ૩ પ્રકારની છે : ૧. અક્ષરોની મુશ્કેલી:
પ્રત્યેક ગ્રંથ કે પ્રત્યેક પ્રતના લહિયા – લિપિકાર જુદા. તેથી અક્ષરો દરેક પ્રતમાં જુદા. મતલબ કે એનો મરોડ જુદો. આજે તમે જે મુદ્રિતમાં જુઓ છો તેવા અક્ષરો તેમાં હોય નહીં. ૨. ભાષાની મુશ્કેલી:
બાર ગાઉએ બોલી બદલાય. વળી લહિયાઓમાં એક પાટણ રહે. બીજો ખંભાત રહે. ત્રીજો જયપુરનો રહેનારો હોય. ચોથો હોય અમદાવાદનો. હવે આ દરેક લહિયા ભલે ગુજરાતી ભાષા બોલતા હોય. છતાં ૧૧૦
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org