________________
પોતાની શેરીના દેરાસર, ઉપાશ્રય, ભોજનશાળા તથા આયંબિલ ખાતાનો તેઓ વહીવટ કરતા. ભોજનશાળામાં યાત્રીઓ પાસેથી પહેલા ત્રણ દિવસ કશો પૈસો લેવાતો નહીં. રત્નવિજ્યજી પાઠશાળા' પણ તેઓ ચલાવતા. આ માટે તેઓ દાન ન લેતા. સ્વદ્રવ્ય ખર્ચતા. આ બધી સંસ્થાઓનો હિસાબ - નામું દાદા પાસે લખાવરાવતા. શરૂમાં કલાકનો એક આનો મળતો. પાછળથી કલાકના બે આના થયા.
દેરાસરમાં ગભરુચંદ વાળાકુંચી વગેરે મોકલતા. પરિગ્રહ ઓછો હતો. નિયમ લઈ ધારેલો પરિગ્રહ છેક સુધી રાખી શક્યા. એમને સંભાળનાર-રાંધી ખવરાવનાર – સમુબહેન નામનાં એક વિધવા હતાં.
માલિકીનું ઘર વેચી દીધું. ઘરની જણસ દાદાને વેચવા આપતા. જણસના વેચાણ અંગે અન્ય કોઈ પાડોશીને પણ જાણ ન થાય તેવી તકેદારી રાખવાની દાદાને સૂચના આપતા. તેઓ મુંબઈ ઝવેરાતના ધંધામાં અગાઉ ખૂબ કમાયેલા. છેલ્લી કંઠી વેચી એના ૨૦૦ રૂ. આવેલા. આટલા જ રૂપિયા ઘરમાં હતા અને અવસાન થયેલું !
(ગભરુચંદની અપરિગ્રહની ટેક રીતે સચવાઈ તે જણાવતાં દાદાના ચહેરા ૫૨ આશ્ચર્ય, ઈશ્વર પ્રત્યે આભાર તથા ગદ્ગદ થયાના મિશ્ર ભાવો મેં જોયા. અને દાદાના એ સ્મરણની આવી ક્ષણોમાં સહભાગી થયાની ધન્યતા મેં અનુભવી.)
૧૮ વર્ષની ઉંમરે કેસરબાઈ જૈન જ્ઞાનમંદિરમાં નોકરી મળી. લિસ્ટ બનાવવાનું કામ શરૂ કર્યું, તે આજ દિન લગી અહીં – એલ. ડી. ઇન્ડોલોજીમાં પણ ચાલુ રહ્યું છે. એ વખતે નવ રૂપિયાના પગારથી આ નવી નોકરીની શરૂઆત.
૧૨થી ૧૭ વર્ષની ઉંમરનો નામાનો અનુભવ જેસલમેરમાં કામ આવેલો. જેસલમેરમાં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ દ્વારા કામ થતું. ત્યાં દોઢ વર્ષ રહ્યા. ઈ. સ. ૧૯૪૭ના સમયની એ વાત છે. ચાર સાધુઓ તથા પંડિતો આ કામગીરીમાં સામેલ થયા હતા. પંડિતોના રહેવા-જમવાના તથા આવવા-જવાના ખર્ચ પેટે માસિક રૂપિયા ૨૦૦૦)નું બજેટ. દાદાને મહિને સો રૂપિયા મળે. ૧૫૦) રૂપિયાથી વધુ કોઈને ન મળે. આનો હિસાબ ન દાદાએ રાખવાનો હતો. પાંચ પંડિતોમાં પ્રો. જેટલી, શ્રી દલસુખભાઈ માલવણિયા, મુનિજી વગેરે હતા.
થોડા સમય બાદ વાર્ષિક ૨૪,૦૦૦ને બદલે ૩૦,૦૦૦ રૂપિયા આપવાના ઠરાવ્યા હતા.
નામાની પદ્ધતિ મુજબ હિસાબ લખીને દાદા નિયમિત મોકલતા. જેસલમેરના કામમાં આર્થિક વિટંબણા ઘણી રહી. કામ પૂરું થવાના છેલ્લા દિવસોમાં એકાએક કોઈ કારણસર પાટણના એક શ્રીમંત દ્વારા આવતી ૨કમ બંધ થઈ. ઘી, દૂધ, કરિયાણાવાળા સૌને પૈસા આપવાના બાકી. સૌની ઉઘરાણી વધવા લાગી. પૈસા તો હતા નહિ. હવે શું ? મુંબઈ પત્ર લખ્યો. હૂંડી આવી. જેસલમેરમાં કોઈ હૂંડી સ્વીકારે નહિ. દિલ્હીમાં સ્વીકારાય. શું કરવું ? ભાવનગર ‘આત્માનંદસભા’ને લખ્યું. ત્યાંથી એકસાથે એક હજારના એમ ત્રણ મનીઓર્ડર મોકલવામાં આવ્યા. એ સમયે એક હજારથી વધારેની ૨કમનો મનીઓર્ડર થઈ શકતો નહીં.
દાદા બોલવા લાગ્યા :
ફરવાની જિંદગી રહી છે. સતત ચાળીસ વર્ષો સુધી ફર્યો છું અને તેમાં આનંદ આવ્યો છે. મજા લૂંટી છે. નવા નવા અનુભવો અને નવા નવા પરિચયો થયા છે. દોઢ વ૨સ જેસલમે૨ હતો તેથી વાત એવી ઊંડી કે લક્ષ્મણ દીક્ષા લેવાનો છે. મને જોકે દીક્ષા લેવાની ભાવના કદી થઈ નથી. એક તિએ દીક્ષા લેવાનું કહેલું. જતિને પોતાની મિલકતો સાચવવી હતી.’
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
*
(થોડી વાર પછી)
Jain Education International
For Private & Personal Use Only
૧૧
www.jainelibrary.org