________________
ઑગસ્ટથી ઑક્ટોબર ૨૦૦૨ના સમયગાળા દરમિયાન મહારાજજી, મુનિજી (જિનવિજયજી) તથા દાદાના પોતાના વિશે ઘણીબધી વાતો થઈ. આ વાતો જુદા જુદા દિવસો દરમિયાન છૂટીછવાઈ થઈ છે. તે વિગતોનું સંકલન કરીને એક સાથે અહીં હું મૂકું છું.
વાત મેં પહેલાં કરી હતી. તેમાં સૌથી ઉપર સિદ્ધશિલા છે. મોક્ષે ગયેલા જીવોનું સ્થાન સિદ્ધશિલા છે. પ્રશ્ન એ થાય કે આટલા બધા જીવો મોક્ષે ગયાની વાત છે તો તે બધા એમાં કેવી રીતે સમાય ? આ પ્રશ્નનો જવાબ છે – પ્રકાશમાં જ્યારે પ્રકાશ ભેગો થાય એટલે ભળી જાય. જગ્યા ન રોકે. સિદ્ધશિલાનું માપ ૫૦ લાખ યોજન પ્રમાણ આપવામાં આવ્યું છે. પ્રત્યક્ષ છે તે લોકનાં માપ આપ્યાં નથી.
મુનિશ્રી પુણ્યવિજ્યજી :
વિધવા માનો તે દીકરો. તે જમાનો વિધવા માટે હાલાકીભર્યો હતો. માતાની દીક્ષા લેવાની ભાવના થઈ પણ આ બાળકનું શું ? છાણીમાં દીકરાને દીક્ષા અપાવી. બીજે દિવસે માતાએ પાલિતાણામાં દીક્ષા લીધી. મુનિ જિનવિજ્યજી :
મુનિજીનું જીવન સપ્તરંગી. પોતે રાજપૂત હતા. કોઈ ચોક્કસ માળખામાં સમાય તેવો સ્વભાવ જ નહિ. શરૂઆતમાં સ્થાનકવાસી સાધુ. કેટલાક નિયમોને કા૨ણે જ્ઞાનની આરાધનામાં થતો વિક્ષેપ સહેવાય નહીં. ગુરુના આદેશથી મુહપત્તિનો દોરો તોડ્યો. યતિ બન્યા. ત્યાં પણ જીવ જે કરવા આવેલો તે પરિપૂર્ણ ન થતાં શ્વેતાંબરી દીક્ષા લીધી. અહીં પણ ન ફાવ્યું.
ગાંધીની ચળવળમાં સક્રિય. યરવડા જેલમાં પણ ગયા. જેલમાં તેમની સાથે ક. મા. મુનશી, રાજેન્દ્ર પ્રસાદ વગેરે હતા. બધાએ ભેગા થઈને બંધારણનો મુસદ્દો ઘડ્યો. ગાંધીજીની આ માટે શાબાશી મેળવી.
મુનિશ્રી જિનવિજયજીના હાથે ભારતીય વિદ્યાભવનનો પાયો નંખાયો. ખાતમુહૂર્ત એમના હસ્તે. એ સંસ્થાના તેઓ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિમાયા. રિસાળ પ્રકૃતિ. મુનશી સાથે અણબનાવ. રાજીનામું.
શાંતિનિકેતનમાં જઈને રહ્યા.
લાલચંદ સિંધીએ ઓફર કરી હતી અને એ જમાનામાં એક લાખ રૂપિયા આપેલા જેમાંથી સિંધી ગ્રંથમાળાનું પ્રકાશન થયું.
ચિતોડથી અજમે૨ જતાં ચંદેરિયાને અડીને એક ગામ. ત્યાં મુનિ અવસ્થામાં ચોમાસું કર્યું હતું. મેરી જીવનપ્રપંચકહાણી'માં તેમની આત્મકથા છે.
દાદા મુનિજીના જીવનની આવી વાતો કરીને બોલ્યા :
સંસાર આવો છે. સપ્તરંગી : લાલ, લીલો, પીળો.....'
દાદા - પોતાને વિશે :
બાર વર્ષની ઉંમરે સૌથી પહેલી નોકરી પાટણમાં ગભરુચંદ વસ્તાચંદને ત્યાં. ૧૨થી ૧૭ વર્ષની ઉંમર સુધી ત્યાં રહ્યા. દાદા પાસે ગભરુચંદ નામું લખાવતા.
ગભરુચંદ પાટણના જીવણલાલ પનાલાલ બાબુના સાળા થાય. સુખી ઘરના. દીક્ષાની ઇચ્છાવાળા. પત્નીને સંસારમાં ૨સ. ન ફાવ્યું. પત્ની પિય૨ ગયાં તે પાછાં જ ન આવ્યાં. પિયર ભાભાને પાડે. ગભરુચંદે બાર વ્રત ઉંચર્યાં. આવા વ્રતધારીઓનાં મંડળ હોય, વ્રતધારીઓને લાડવા વહેંચતા.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org