SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આજે દાદાએ કેટલૉકનો ઇતિહાસ' જણાવ્યો : ૩૫૦ વર્ષ પહેલાંની વાત કરે તો તે સમયે યતિઓનો પ્રભાવ, શ્રીપૂજ્ય ગચ્છાધિપતિ) હોય ત્યાં જ હોય, શ્રીપજ્યની ગાદીઓ અજમેર, પાટણ, અમદાવાદ તથા જેસલમેરમાં હતી. ચોમાસું આવે એટલે શ્રીપૂજ્ય બધા યતિઓને બોલાવી, ગ્રંથો વાંચવા માટે વહેંચતા, પછી આદેશ આપે : “ભરૂચ જાવ..’ ભરૂચમાં આદેશપત્ર મળે એટલે સંઘ વિનંતિપત્ર લખે. વિજ્ઞપ્તિપત્ર) તે જમાનામાં ચોમાસામાં સ્થિરતા કરવાની આવી વ્યવસ્થા હતી. કોઈને શિષ્યો વધુ હોય તો વધુ પુસ્તકોની જરૂર પડતી. આથી, પાટણના ઢંઢેરવાડામાં લહિયાઓ તથા ભોજકોને બેસાડી લખાવરાવતા. મુખ્ય કૃતિ “કલ્પસૂત્ર' લખાવવાની રહેતી. કોઈપણ આવી કૃતિ બજારમાં ન મળે. ગચ્છાધિપતિ પાસે જ લેખનનાં સાધનો રહેતાં. પાછળથી યતિયુગ એવો બન્યો કે તેમાં “ગુરઆમ્નાય’ ગયો, આથી શિષ્ય જ્યાં રહ્યો હોય ત્યાં જ ગ્રંથ મૂકી દે. આથી, પુસ્તકો આડાંઅવળાં થઈ ગયાં. શ્રીપૂજ્યજીની પકડ ઢીલી પડતી ગઈ. શ્રેષ્ઠીઓને નકલો કરાવવાનો વિચાર આવ્યો. શ્રી સત્યવિજયજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રી કપૂરવિજયજી, શ્રી ખીમાવિજયજી આ બધાએ દિયોદ્ધાર કરાવ્યો. યતિઓ ઉપાશ્રય છોડતા જ નહિ તેથી “નવકલ્યવિહાર' તો રહ્યો ન હતો. યતિઓનો શિથિલાચાર એટલો વધ્યો કે તેઓ પછી ગોલા, રબારી વગેરેને દીક્ષા આપે અને તેમની પાસે પોતાનાં કામ કરાવે. તે લોકો બીડી, ગાંજ લેતા. ઘોડા, પાલખી, ઘરેણાં, બીડી વિના તેઓને ચાલે નહિ. ગચ્છની મર્યાદા થોડી હતી, પણ આ શિથિલાચાર જોઈને આ સાધુઓએ દિયોદ્ધારનો સંકલ્પ કરેલો ત્યારે શ્રીપુજ્યની ધાક એવી કે મારી નાખશે તો ?” આટલી વાત કરતાં દાદાને યતિઓ સાથેનો એક પ્રસંગ યાદ આવ્યો. દાદા ભિન્નમાલ ગયા હતા ત્યારે બનેલું એવું કે વાગરામાં યતિઓ હતા. સામેથી સંવેગી સાધુઓ આવ્યા. (મહારાજજી) ઉપાશ્રયમાં આવ્યા ત્યારે ગોચરીનો સમય થઈ ગયેલો. પહેલી ગોચરી અમારી જ પડશે' એવું યતિઓનું જક્કી વલણ. ગામ નાનું. જૈનોનાં ચાર ઘર. અને ઉપાશ્રયમાં આ તમાશો ઊભો કરેલો. યતિઓમાં બે પંથ. ૧. ગોરજી કહેવાય. ગોરજી એટલે વહીવંચા. ૨. ગુરુજી, સંગીઓએ એક વખત યતિઓને ગોચરી વહોરાવવાનો શ્રાવકોને નિષેધ કર્યો હતો. આથી શ્રાવકો તેમને ગોચરી વહોરાવે નહિ. - આ બધામાં ગ્રંથો બધા તેમના ભંડારોમાં રહ્યા. દાદા કહે છે – ૫૦ વર્ષ પહેલાં મારી પાસે ૩૭૫ યતિઓનાં સરનામાં હતાં. હું એ બધાને મળ્યો છું. હવે યતિઓએ પોતાની અટકો બદલી છે. તેઓએ સરકારી નોકરીઓ મળે તે માટે તેમ કર્યું છે. યતિઓ જે કેટલીક ક્રિયાઓ કરાવતા તે કામ હવે ક્રિયાકારક શ્રાવકોએ ઉપાડી લીધું છે. બૃહદ્ ટિપ્પણિકા” અંગ્રેજો આવ્યા તે પહેલાં બનેલ કેટલોગ છે. ૩૦૦ વર્ષ પહેલાં તે કામ થયું છે, સંસ્કૃતમાં છે. તેમાં જૈન ગ્રંથોનાં નામો, નિર્યુક્તિ વગેરેની યાદી બનાવેલી છે. કપડવંજના સંઘને વિચાર આવ્યો અને પંડિતોને જેસલમેર મોકલીને યાદી તૈયાર કરાવી છે. આ યાદી શ્રી પુણ્યવિજયજીના કેટલૉગમાં પરિશિષ્ટરૂપે છે. એલ. ડી.માંથી તે છપાયું છે. મહારાજજી તથા દાદા ના વર્ષ કપડવંજ રહેલા અને ત્યાંના ભંડારની યાદી બનાવેલી. ત્યાં કશું નવું નથી એવું દાદાએ જણાવ્યું. એની સી. ડી. બનાવેલી છે અને તે એલ. ડી. તથા કોબાના ભંડારમાં છે. ત્યારબાદ જૈન શ્વેતાંબર કોન્ફરન્સે આ કામ કર્યું. તેણે જૈન ગ્રંથાવલિ' બહાર પાડી. એમાં મોટા ભંડારોમાંથી કયા ભંડારમાં એ કૃતિ છે તેની વાત કરી છે. વળી, ‘ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ'માં કે જેકોબી જેવાના રેકોર્ડમાં હોય તો તેનો ઉલ્લેખ પણ કર્યો છે. જોકે, આ કેટલૉગમાં સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથો જ છે. ત્રીજું શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy