________________
પ્રશ્ન : કામ વિના ગમે ?
દાદા : વાંચું ખરો.
શું વાંચો ?
પ્રશ્ન : દાદા :
ઘેર પડી હોય તેવી ચોપડીઓ. કાલે ‘પૂજાસંગ્રહ' વાંચી.
પ્રશ્ન : પૂજાસંગ્રહ ?
દાદા : એમાંય ઘણું તત્ત્વજ્ઞાન છે. સમજ પડે તો વાંચવું ખૂબ ગમે.
તેમાંની એક પંક્તિ હરિહર બંભણ દેવી અચંબ'ના અર્થની એમની મથામણ પ્રેરક હતી.
વાતમાંથી વાત નીકળી અને એમાં દાદાએ એક મઝાની વાત કરી. વર્ષો અગાઉ એ સંસ્થામાં સાઇકલ ૫૨ આવતા. કે. કા. શાસ્ત્રી સામે રોજ મળતા, બંનેના મિલનનું દશ્ય મારું મનશ્ચક્ષુ સમક્ષ તરવરવા લાગ્યું અને એક રોમાંચની લહર ફરી વળી.
પુસ્તક-પ્રકાશનની કેટલીક વાતો થઈ. મહારાજજી તથા પં. અમૃતભાઈનાં પુસ્તકો reprint કરાવવાની માગણી આવે. આ પુસ્તકો reprinit થાય ત્યારે એમાં એના આ અસલ કર્તાનું નામ પણ ન હોય, ઋણ સ્વીકાર પણ ન હોય. પ્રસ્તાવનામાં જો એનો ઉલ્લેખ હોય તો એવો હોય કે જે વાંચવામાં ન આવે. ક્યારેક તો શ્રાવકે પુસ્તકના લેખક તરીકે પોતાના ગુરુનું નામ છપાવ્યું હોય.
સંશોધનનાં કામ કરવાં હોય તો સમયમર્યાદા ન જોઈએ. મુનિ શ્રી પુણ્યવિજયજી પોતાનું પુસ્તક પ્રકાશિત થાય પછી પણ બીજા પાઠો મળે ત્યારે એ પાઠો નોંધી લે. આવી સુધારેલી નકલોને મેળવીને પોતાને નામે છાપ્યા હોય તેવા મુનિઓ પણ છે. લેખનકળા વિષયક પુસ્તક લખ્યા પછી મહારાજજીએ તેમાં પણ આવી સુધારાવધારાની નોંધ જોડી રાખી છે.
હસ્તપ્રતવિદ્યા વિશે દાદા જે પુસ્તક લખી રહ્યા છે તે અંગેની વાતો શરૂ થઈ : પ્રસ્તાવનામાં લખવું કે આ પુસ્તક લિપિના લેખન અંગે નથી પણ લિપિવાચન એટલે કે લિવ્યંતર કેવી રીતે કરવું તે શીખવવાનો પ્રયત્ન છે. લિપિના અક્ષરોનો પરિચય છે. તેમાં પડિમાત્રા અને અગ્રભાત્રાને સમજાવી છે. જૂનાં રૂપો આજ પર્યંત કેવી રીતે ટક્યાં છે તેની વાત કરી છે.’
વળી દાદાએ કહ્યું : ‘શબ્દો છૂટા કેવી રીતે પાડવા તે શીખવા માટે – તે કૌશલ્ય માટે ભાષા જેટલી જ તે વિષયના જ્ઞાનની જરૂર પડે. જૈન પંડિતને જૈન ધર્મનું તથા તેની પિરભાષાનું જ્ઞાન હોય. અજૈન લિપિ ઉકેલી શકે પણ ભાષા ઉકેલી છૂટું પાડતાં મુશ્કેલી અનુભવવાનો.'
ટેબલ પર પડેલા હસ્તપ્રતના ઢગલાંમાં તૂટક પુસ્તકોનું દાદા sorting – વિભાગીકરણ – કરી રહ્યા હતા. આમ કરતાં તેમના હાથમાં બે પીળાં હળદરવાળાં પૃષ્ઠો આવ્યાં. મને બતાવ્યાં અને કહ્યું કે જૈનેતર કૃતિઓમાં આવાં પૃષ્ઠો જોવા મળે છે. આખી પોથી લખાઈ હોય તેમાંથી વચ્ચે વચ્ચે આવાં પીળાં પૃષ્ઠો પણ આવે. આનું શું કારણ હશે તેની મને જાણ નથી. મહારાજ્જીએ તે વિશે કશું લખ્યું નથી. મૌખિક પણ તેઓની સાથે આ વિશે મારે કશી વાત થઈ નથી.
Jain Education International
દાદા એમનું Sortingનું કામ કરી રહ્યા હતા. હું સામે બેસીને મહારાજજીનું પુસ્તક વાંચી રહી હતી. પુસ્તકમાં લેખન માટે શાહી બનાવવામાં વપરાતાં ઓસડિયાંનાં નામો હું જોઈ રહી હતી. કેટલાંક દ્રવ્યોનાં
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
૨૩
www.jainelibrary.org