________________
અને દાદા પોતાનો ભૂતકાળ વાગોળવા બેઠા. બોલવા લાગ્યા :
જ્યારે ૬૦ વર્ષ પૂરાં થયાં ત્યારે એમ વિચારેલું કે નિવૃત્ત થઈને શાંતિથી પાટણ જઈને રહીશ. શાંતિભાઈ નામે એક બાળપણનો દોસ્ત. મિત્ર સાથે સમય વિતાવીશ એમ ધારેલું. પણ શાંતિભાઈ ખૂબ જ બીમાર અને અસ્વસ્થ. તે વખતે ઘરની બહાર જવાને સમર્થ નહીં. એની સાથે વાતો કેટલી કરું ? એની પાસે એના દર્દ સિવાયની કોઈ વાતો નહિ.”
બીજો એક મિત્ર મૃત્યુ પામ્યો હતો. ત્રીજો હતો તે મુંબઈ દીકરા સાથે રહેવા ગયેલો. કોઈ એકાદો રહ્યો હોય તે ઘરની બહાર નીકળતો ન હોય, વિચાર્યું: “હવે આ ગામમાં રહેવાય નહિ.”
આ અગાઉ મેં શ્રેણિકભાઈ શેઠને નિવૃત્ત થવાની વાત કરેલી, એમણે પૂછેલું: “ક્યાં જશો ?” “પાટણ” મેં જવાબમાં જણાવ્યું.
આ વખતે તેમણે મને કહી રાખેલું કે જો તમને ત્યાં ન ગોઠે તો તમારે અહીં આવવું. તમારે સંસ્થામાં કામ ચાલુ જ રાખવાનું છે.
હું અમદાવાદ પાછો આવ્યો. મહારાજજી અહીં (ઈન્ડોલૉજીમાં) મને લાવ્યા ત્યારે કહેલું કે તારે હવે અહીંથી ક્યાંય જવાનું નથી. એમ જ થયું. જ્યોતિષીએ ૮૪-૮૫ વર્ષ કહ્યાં હતાં. હવે તો એ પણ પૂરાં થયાં.
રસીલા : દાદા, હવે હું કેટલો વખત એવું બોલવાનું નથી, હં.' દાદા : નહિ બોલું એટલે જે પરિસ્થિતિ છે એ ઓછી બદલાવાની છે ? હજુ આમ
તો ઘણાં કામો બાકી છે. સૌ કોઈ એ કામો સોંપવા માંગે છે. પણ હવે મારી પાસે એટલો સમય છે ક્યાં? જોકે, હું સૂઈ રહેવાનો નથી. જ્યાં સુધી થશે ત્યાં સુધી કામ તો કરતો રહીશ.
(એક દીર્ઘ વ્યાસ) પણ હવે સમય થઈ ગયો છે. રસીલા : હં, તો સમય તમે નક્કી કરી લીધો છે, ખરું ને ? "
દાદા : એમ તો નહિ. પણ હવે એવું વધારે લાગે છે ! રસીલા : અમૃતભાઈના ગયા પછી આવું વધારે લાગે છે?
(દાદાએ સંમતિસૂચક માથું હલાવ્યું.)
આજે દાદાને કેટલાક અંગત પ્રશ્નો પૂછવાનું મન થયું : પ્રશ્ન : દાદા, કોઈ વાર કામ કરવાનો કંટાળો આવે ખરો ? ઘેર રહીને આરામ
જ કરવાનું મન થાય ખરું ? દાદા : ના. જોકે આ વખતની દિવાળીમાં પહેલી વાર ઘેર જ રહ્યો. કામ પણ ન
કર્યું. જે સગાંવહાલાં-સ્વજનો મળવા આવ્યાં તેઓએ કહ્યું : “આ વખતે તમે પહેલી વખત મળ્યા.”
નિવૃત્તિની વાત પર દાદા ફરી આવ્યા. કહે : “અહીં (ઈન્ડોલૉજીમાં) ૩૦૦૦ રૂપિયા મળે છે તે ઘેર આપી દઉં છું. જિંદગીમાં બીજી કોઈ લાલસા રાખી નથી. લિપિએ મને ઘણું આપ્યું છે.” વળી બોલ્યા : “નક્કી ૪૨
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org