SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કહેતા હોય. એ વખતે મહારાજ સુરતનું વિચારી રહ્યા છે તેવું જાણે તો આમ કહેવામાં આવે : “તમે સુરતમાં શું મોહી રહ્યા છો? સુરતની સ્ત્રી તો રોગિષ્ટ (સુરતમાં હાથીપગો રોગ વ્યાપક હતો તેથી) અને બોબડી (સ નો હ બોલે છે તેથી) છે.” આમ કહી ઉપાલંભ આપે. આટલું કહીને એમણે મને દેખાડેલી એક અન્ય પ્રતની યાદ આપી. આમાં પ્રસંગ પ્રતિષ્ઠામહોત્સવનો હતો. ગામેગામથી લોક ઊમટેલું. દરેક ગામની સ્ત્રી અન્ય ગામની સ્ત્રીની લાક્ષણિકતા પર હસતી-રમૂજ કરતી ! કચ્છી ભાષામાં લખાયેલ આ પ્રતના કેટલાક શબ્દોના અર્થની ના નકારી માટે મેં કચ્છના માવજી સાવલા તથા અન્ય વિદ્વાનો દ્વારા પ્રયત્ન કરેલો પણ એ અર્થ મને મળ્યા તા. દાદાએ વિજયસેનસૂરિના આ વિજ્ઞપ્તિપત્ર વિષયક અન્ય માહિતી આપી કે આ ઐતિહાસિક પટ શાહી ચિત્રકાર ાલિવાહને ચીતરેલો છે. વિમલશાએ વિજ્ઞપ્તિપ' લખેલ છે. શાનબાજી : એક સાપસીડીની રમત જોઈ. આનો હેતુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો. રમતની રમત અને રમત દ્વારા જ્ઞાન. આમાં ચોરસ ખાનાં અને તેમાંનાં લખાણ જોયાં. મઝાની હતી રમત. દા.ત., સાત પ્રકારનાં વ્યસનો બતાવ્યાં હોય. જીવની ગતિ એને આધારે (સર્પના મુખ દ્વારા નક્કી થતી. સારાં કર્મો દ્વારા જીવ ઊર્ધ્વગતિ પામે. સીડી દ્વારા પમાતું. ઉપાશ્રયમાં આ રમત રમવાનું ચલણ હતું. સમય જતાં, આ જ્ઞાનબાજી જુગાર રમવામાં પલટાઈ અને પછી ઉપાશ્રયમાં રમાતાં તે બંધ થઈ. પત્તાં : જૂના જમાનામાં પત્તાં રમાતાં. આજે પ૩ની કેટ છે. તે સમયે ૧૦૫ કે ૧૦૮ની કેટ રહેતી. પત્તામાં ચિત્રો હોય. રામનું ચિત્ર હોય તો સવારે જીતે, રાવણનું ચિત્ર પત્તાં પર હોય તો રાત્રે જીતે. આ પત્તાં ત્યારે રજવાડામાં રમાતાં. સામાન્ય પ્રજાજન પત્તાં રમી શકતો નહિ એમ જણાવી દાદા ઉમેરે છે: “ત્યારે ઐશ્વર્ય ભોગવવું તે ઉચ્ચ વર્ગનો જ ઇજારો હતો.” (થોડી વાર પછી) ડભોઈનો શિલ્પી હીરાભાગોળ બનાવે પછી એના જેવો બીજો દરવાજો બીજો કોઈ બનાવે નહિ તે માટે એને દીવાલમાં ચણી દેવાયો હતો એવી કહેતી છે. અંગ્રેજો આવ્યા અને આ બધું સામાન્ય પ્રજાજન માટે છૂટું થયું. આજે ટી. વી. ઝૂંપડાવાસી જોઈ શકે છે. પૈસા હોય તો ગમે તે કોમ કે જ્ઞાતિનો હોય તો કાર વસાવી શકે. પૈસા કમાવ અને ભોગવો. ટી. વી. નથી તો પંચાયતનું ટી. વી. હોય અને તેને બધા જ ગામલોકો જોઈ શકે ! ભાડે કાર રાખી (ટૅક્સી) તેમાં મુસાફરી કરી શકાય છે. આ બધું જૂના જમાનામાં ચોક્કસ વર્ગના લોકો જ ભોગવી શકતા. ગૂઢ લિપિ એ પણ એક પ્રકારની બુદ્ધિવિલાસની રમત છે અને બહુધા તે ઉચ્ચવર્ગના લોકો માટે હતી. પંચતીર્થી પટઃ ઈ. સ. ૧૪૩૩નો છે. પાંચ મંદિર હોવાથી તેને પંચતીર્થી પટ કહે છે. આદિનાથ ચોવીસી અને શીરપુરની મૂર્તિઃ અતિ પ્રાચીન પ્રતિમાઓમાંની બે પ્રતિમાઓ જોઈ. સ. ૧૧૨૩ની શ્રી આદિજનની ચોવીસ ભગવાનના પરિકર સમેતની પ્રતિમા સરસ છે. લેખ છે. શીરપુરની પ્રતિમાનો લેખ પણ દાદાએ ઉકેલ્યો છે. તેમાં સંવત નથી, પણ અક્ષરોના મરોડ તથા લિપિને આધારે તે ૭મા કે ૮મા સૈકાની ગણાવાઈ છે. આ પ્રતિમામાં પરિકર નથી પણ પબાસન સરસ છે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy