________________
કોઈ વાર દાદા સાથે હળવી પળો માણવા મળે. પ્રાદેશિકતા અને સ્થળ-કાળના પરિવર્તનને કારણે વસ્ત્રોમાં આવતાં પરિવર્તનો તરફ આંગળી ચીંધે છે અને રમૂજથી જણાવે છે:
પાર્વતી તો હિમાલયમાં રહે. દક્ષિણનો ભક્ત એમને બોલાવે. ઠંડો પ્રદેશ તેથી હિમાલયની પાર્વતીનું આખું શરીર વસ્ત્રોથી આવરિત અને છેક લગીનો ઘૂમટો હોય. મેદાનમાં તે આવી. ગરમી લાગી. ઘૂમટો થોડો ઊંચો થયો. રાજસ્થાન સુધી આવતાં તો ઘણો ઊંચો થયો. ગુજરાતમાં માથું કેવળ ઢાંકેલું જોવા મળે. દક્ષિણ સુધી પાર્વતી પહોંચતાં તો પેલા આખા ઘૂમટાનો બની ગયો ખેસ !”
આવી જ હળવી પળોમાં તે દીપ્તિપ્રજ્ઞાશ્રીજીને પૂછે છે: ખડાકોટડી એટલે શું એ તમે જાણો છો ? સાધ્વીજીએ ના પાડી, દાદા કહે : ખરું છે કે ખોટું છે જ્યાં ચકાસી આપે છે. સોનું કે ચાંદીને ચકાસીને લેવાં પડે. આવું કામ કરનારા ચોકસી કહેવાય. ચોકસાઈ કરે તે ચોકસી. આવી દુકાનો જ્યાં આવેલી હોય તે મહોલ્લાનું નામ ખડાકોટડી.
દીપ્તિપ્રજ્ઞાશ્રીજી કહે: “સુરતમાં એને નાણાવટ કહે છે.’
મ્યુઝિયમની જુદી જુદી વસ્તુઓ દાદા સાથે ફરીને જોવાનો અનુભવ અમારે માટે ધન્ય બની ગયો. દાદા વસ્તુઓ બતાવે. તે વસ્તુને લગતી બધી જ વાતોનો એમની પાસે રહેલો ખજાનો ખોલી કાઢે. એમાંય
જ્યારે કોઈક રીતે નિમિત્ત બન્યા હોય ત્યારે, એ અતીતમાં ડૂબકી મારી આવે અને એ જોવામાં અમને આનંદ આવે. આવા અનુભવોમાં શિરમોર અનુભવ ત્યારે થયેલો જ્યારે અમે પુણ્યવિજયજીના ફોટા તથા ઉપકરણોના સંગ્રહ પાસે આવ્યાં હતાં. દાદા અહીં આ તાં જ, થોડી વાર ફોય સામે જોઈ રહ્યા. એમની આંખમાં ભક્તિનું અંજન હતું. પછી, મહારાજજીની બધી વસ્તુઓ બતાવી ત્યારે એમનો એ બતાવવાનો, એની વાતો કરવાનો રોમાંચ અછતો રહેતો ન હતો.
દાદા કહે : “મહારાજજી પોતાનો ફોટો લેવરાવતા નહિ. કોઈક સમારંભમાં કોઈએ ફોટો લીધો હોય તો ખબર નથી. મુંબઈ ભાયખલામાં પનવના..'ના વિમોચનના પ્રસંગે ત્યાંના છાપામાં આ ફોટો આવેલો. એ ફોટા ઉપરથી આ તમે જુઓ છો તે ફોટો ચીતરાવેલો છે. આ ફોટામાં એમની ૭૬ વર્ષની ઉંમર છે. ઉપરાંત, પન્નવના' ગ્રંથનું વિમોચન કર્યા બાદ, ગ્રંથને મહારાજજી જોતા હતા તેવો ફોટો મહાગુજરાત' નામના મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલો. આ મેગેઝિન પાટણથી પ્રગટ થાય. તે ફોટાની એક કોપી એલ. ડી.માં છે. મ્યુઝિયમમાંનો ફોટો એ એમનો છેલ્લો ફોટો છે. વિ. સં. ૧૯૫૨ કાર્તિકી પાંચમથી વિ. સં. ૨૦૨૭ જેઠ વદ૬ એ મહારાજજીનો જીવનકાળ. વરલીથી વાલકેશ્વરનો વિહાર એ એમનો છેલ્લો વિહાર. તંદુરસ્તી સારી હતી ત્યારે તેઓ વાલકેશ્વરથી ચાલીને રોજ હેંગિંગ ગાર્ડન જતા.”
મઝિયમમાં પવિજયના ફોટોગ્રાફ્સનાં દર્શન બાદ મહારાજજીએ ઉપયોગમાં લીધેલ ઉપકરણો તથા અન્ય ચીજોનાં દર્શન કર્યા. ખૂબ જ નાના કદનાં ચારેક પુસ્તકો જોયાં. એક પુસ્તક એમનાં માતુશ્રી સાધ્વી રત્નશ્રીજીએ આપેલ કલ્પસૂત્ર છે. બીજા ત્રણમાં પુરાણ, શિક્ષાપત્રી તથા કુરાન છે. અન્ય ઉપકરણોમાં હોકાયંત્ર, શંખ આકારની દાબડીમાં ભગવાનની મૂર્તિ, ચોવીસી હતાં જે વિહારમાં મહારાજજી પોતાની સાથે રાખતા. આ ઉપરાંત એમણે છેલ્લે ઉપયોગમાં લીધેલાં કપડાં, કામળી, સ્થાપનાજી, ચશમાંની એક જોડ, ઠવણી, દંડ વગેરે પણ મ્યુઝિયમમાં દર્શનાર્થે રાખવામાં આવેલ છે. એમના અગ્નિ-સંસ્કાર પહેલાં દાદાએ આ બધી સામગ્રી ભેગી કરીને, એક શ્રાવકને ત્યાં મોકલી આપી હતી. ચશમાંની બે જોડ હતી. તેમાંથી એક પુણ્યવિજયની મૂર્તિ પર ચઢાવવા આપી દીધી અને બીજી અહીં મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.
દાદર ઊતરતાં મ્યુઝિયમમાં દાદર સામે જ મૂર્તિ બતાવતાં દાદાએ કહ્યું: “આ લાડોલની મૂર્તિ છે.
૫૦
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org