SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તેના વિશે મેં લખેલો લેખ પ્રગટ થયો છે.” અમિતાભભાઈ મડિયા મીનીએચર પેઇન્ટિંગ વિભાગ સંભાળે છે. મીનીએચર પેઇન્ટિંગ એટલે પોથીપ્રતમાંનાં ચિત્રો. અમે મુખ્ય મ્યુઝિયમમાંના ઉપર અને નીચેના ભાગો જોઈને ત્યાં આવ્યાં. ઊભાં ઊભાં અમને થાક લાગેલો. ચારશીલાશ્રીજી તો અધવચ્ચે જ નીચે જઈને બેસી ગયેલાં. હવે હું પણ સ્કૂલ પર પોરો ખાવા બેઠી. દાદા તો કહે કે બેસીએ તો થાક વધારે લાગે. મહારાજજીને યાદ કર્યા. કહે: “મહારાજજી ક્યારેય થાકે નહિ. એમની સાથે હતો ત્યારે એમના જેટલું કામ કરતો તો મને થાક લાગી જતો. એ તો આખી રાતના ઉજાગરા પછી યે તાજા (Fresh) હોય.” અહીં મડિયા સારી રીતે સમજાવવા લાગ્યા એટલે દાદા થોડુંક અમારી સાથે રહીને પછી એક બાજુ બેસી ગયા. વચ્ચે વચ્ચે આવીને થોડીક વાતોની પૂર્તિ કરે. આ બધી વાતોની ઝલક – ભાઈ મડિયાએ જણાવ્યું કે ગરોલા' નામના હિન્દી પુસ્તકમાં બધી જ ચિત્રશૈલીઓનું નિરૂપણ કર્યું છે. પછી કહે – જૈન ચિત્રશૈલીઓ વિશે એમ જ મનાતું કે એ ચોકસીઓની જ કારીગરી હશે ! કારણ એમાં સોનું, રૂપું અને મોતીઓના બનાવેલા રંગ હોય. આજે જૈન ચિત્રશૈલી ગુજરાત ચિત્રશૈલીના નામથી ઓળખાય છે. જેન શૈલીમાં જે Blue-ભૂરો-રંગ વપરાયો છે તેને માટે ઉઝબેકિસ્તાન તથા અફઘાનિસ્તાનમાંથી લાજવન પથ્થર લવાતો અને તેમાંથી આ રંગ બનતો. આ ચિત્રની લાક્ષણિકતાઓ ભાઈ મડિયાએ દર્શાવી : ચિત્રમાં જે વ્યક્તિની મહત્તા વધુ તે અન્ય દર્શાવેલાં પાત્રોની અપેક્ષાએ કદમાં મોટી હોય છે. આમાં લાલ, પીળો અને વાદળી એ ત્રણ મુખ્ય રંગો વપરાતા. તેમાં મિલાવટ કરી નવા રંગો બનાવાતા નહીં. અહીં કામ ઘણું બારીક જોઈ શકાશે. આ ચિત્રોમાં સોનાનો ઉપયોગ વધુ થયો છે. આ જ પ્રકારનાં ચિત્રો હિંદુઓનાં મળી આવ્યાં તેથી હવે આ જૈન ચિત્રશૈલીનું નામ ગુજરાત ચિત્રશૈલી પડ્યું. (હવે અમારી મ્યુઝિયમ ટુરનો દોર ભાઈ શ્રી મડિયાએ સંભાળી લીધો હતો. દાદા ક્યાંક જરૂર લાગે તો ટાપશી પૂરતા). ઇસ્લામમાં ખૂબ જૂની ચિત્રપરંપરા છે. તેમાં બે પ્રકારો જોવા મળે છે. એકમાં ધાર્મિક ચિત્રો મળે છે. બીજામાં વાર્તાઓ ચિત્રિત થયેલી જોવા મળે છે. આ વાતો કરતાં અકબર અને હમઝાનાની વાતો નીકળી, હમઝના એ ઇસ્લામનું આપણા કૃષ્ણ જેવું નટખટ પાત્ર છે. એનાં ઘણાં ચિત્રો જોવા મળે. બાદશાહ અકબરે પણ તેનું ચિત્ર બનાવરાવ્યું છે. અમિતાભભાઈએ બાદશાહ અકબરના પૂર્વજન્મની વાતો કરી ! કહેવાય છે કે બાદશાહને જાતિસ્મરણશાન થયેલું. તેઓ એક હિન્દુ ઋષિ હતા. તેનો પોતાનો આશ્રમ હતો, તે ઋષિએ જીવતેજીવત સમાધિ લીધેલી. પોતે લખેલું તામ્રપત્ર તથા સમાધિસ્થળની અકબરે તપાસ પણ કરાવેલી ! અકબરનું જીવન હમઝાના જેવું વધારે છે. હમઝાનાની પેઠે અકબરે ખૂબ જ પ્રવાસ કરેલો. વિવિધ દેશોની સ્ત્રીઓ પરણેલા. હિન્દુ સ્ત્રી સાથે પણ લગ્ન કરેલાં. હમઝાનાનું ચિત્ર દોરાવવા પાછળ આ સમાનતા કારણભૂત હોય ! શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy