SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારબાદ કવિ બિલ્હણના જીવનનાં ચિત્રો જોયાં. કવિ બિલ્ડણ ચંપાવતીનો શિક્ષક હતો. બન્ને વચ્ચે પ્રણયના અંકુરો ફૂટ્યા. રાજાને ખબર પડી. દેહાંતદંડ થયો. મૃત્યુદંડ પહેલાં તે અંતિમ ઇચ્છા દાખવે છે. “ચૌર પંચાશિકા' કાવ્ય લખે છે. જેમાં પોતાના પ્રણયજીવનની વાત લખી હોય છે. અહીં ચોર એ હૃદયનો ચોર હોય છે. પ્રસ્તુત કાવ્યથી રાજા પ્રભાવિત થાય છે. ચંપાવતીનાં લગ્ન એની સાથે કરાવી આપે છે. ૧૧મી સદીમાં થયેલ કવિ બિલ્પણ રચિત “ચૌરપંચાશિકા' કાવ્યને આધારે બિલ્હણ-ચંપાવતીના પ્રણયજીવનનાં પ્રસંગચિત્રો દોરાયાં છે તે આ ગેલેરીમાં છે. કુલ ૫૦ ચિત્રો છે. એમાંથી થોડાંક આ ગેલેરીને પ્રાપ્ત થયાં છે. પંદરમી અને સોળમી સદી ચિત્રો બાબતે ઉદાર છે. ગુજરાત ચિત્રશૈલી ઝાંખા રંગોવાળી અને રાજસ્થાની શૈલી ભડક રંગોવાળી, આ બન્ને વચ્ચેના રંગોવાળી શૈલી તે સલ્તનત શૈલી તરીકે ઓળખાય છે. એન. સી. મહેતા પાસે ૨૨ ચિત્રો હતાં. તેમાંથી ૨૦ ચિત્રો આ સંગ્રહાલયને આપ્યાં છે. એક બનારસ અને બીજું એમણે દિલ્હીમાં મોકલ્યું છે. સલ્તનત શૈલીના રંગો વધુ ઉજાસવાળા લાગે છે. આ સંગ્રહમાં એક ૧૧મી સદીનું કુરાન છે. તે કાગળનું નથી, ગાયના આંતરડામાંથી બનાવેલ કાગળ તેમાં વપરાયેલો છે. તે ચામડા જેવો લાગે છે. કાગડાનું વાહન હોય તેવી એક દેવીનું ચિત્ર જોયું. વિષ્ણુના દશાવતારની સામે ટકી રહેવા શૈવધર્મમાં પાર્વતીના દશાવતારની કલ્પના કરવામાં આવી છે. કાલી, ઘુમાવતી, ગૌરી વગેરે દશાવતારોમાંના અવતારો ગણાવાયા છે. દાદાએ ચિત્રોમાંના પોશાકો તરફ ધ્યાન દોરી જણાવ્યું કે પ્રત્યેક આક્રમણ વખતે પુરુષોના પોશાક બદલાયા છે. પુરુષ ઘરની બહાર વધુ રહેનારો. રાજસત્તાનો પ્રભાવ વધુ ઝીલે. ફેશન સ્વરૂપે અપનાવાય. સ્ત્રીઓ ઘરમાં રહી તેથી તેની સાડી અંગ્રેજ શાસન પર્યત કાયમ રહી. પછી સ્ત્રીઓ ઘરની બહાર નીકળી. હવે એના પોશાકમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. બે વાગે મ્યુઝિયમ જોઈ અમે બધાં ઇન્ડોલૉજીના ભોંયરામાં આવ્યાં. આ વખતે શ્રી નેમિનંદનના ભંડાર'નું કામ શ્રી દીપ્તિપ્રજ્ઞાજી તથા શ્રી ચારુશીલાજીએ હાથ ધર્યું હતું. આથી, દાદાએ કેટલૉગ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ લખેલ કાગળ પોતાની ફાઈલમાંથી કાઢ્યો. આ નોંધો વાંચતાં વાંચતાં કેટલીક ધ્યાનમાં રાખવાની સૂચનાઓ અંગે ફરી વાર તેની ચર્ચા કરવા લાગ્યા. હું સાંભળતી હતી અને સાથે નોંધતી હતી. આ ચર્ચા ઉપયોગી હોવાથી એને અહીં પરિશિષ્ટ : ૬માં મૂકું છું. ઉપરાંત, દાદાએ આપેલ કાગળની વિગતો પરિશિષ્ટ : માં તો આપેલ છે જ. તા. ૨૦-૧૧-૨૦૦૨ આજે ઇન્ડોલૉજી ગઈ કે તરત દાદાએ દેવનાગરીમાં લખાયેલ એક ગુટકો આપ્યો. મેં જોયો. દરેક પૃષ્ઠ પર એક શ્લોકો ખૂબ સુંદર પદ્યવૃત્તાંત હતું એ. મુનિમહારાજ શ્રી જિનવિજયજી)ને સ્વહસ્તે લખાયું હતું. દાદા કહે: આ પદ્યો કદાચ એમના આત્મવૃત્તાંતમાં આવી ગયાં હશે. એમના અંતિમ સંસ્કાર માટે જ્યારે તેઓ ચંદેરિયા ગયા ત્યારે આ પોથી મારા હાથમાં આવેલી. ત્યારની મારી પાસે છે. આ પદ્યવૃત્તાંત દાદાની જાણ મુજબ પ્રગટ થઈ ચૂક્યું છે. મેં કહ્યું : “જો આપને એનો કશો ખપ ન હોય તો મને આપો.” એમણે સહર્ષ ૫૨ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy