SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારબાદ એક એવી પણ વ્યવસ્થા થઈ કે ગ્રંથો આણંદજી કલ્યાણજીની પેઢીને ભેટ આપવામાં આવે અને પેઢી એલ. ડી.ને ગ્રંથો સુરક્ષાર્થે (= સાચવણી અને જાળવણી માટે) આપે. એ અંગેનો જે ઠરાવ તૈયાર થયો તેમાં શ્રી રમણભાઈ વેણીચંદ શાહે એક કલમ ઉમેરાવી ઃ પરત આપતી વખતે એ ભંડાર એલ. ડી.માં જે હાલતમાં રહ્યો હશે તે હાલતમાં જ આપવામાં આવશે.’ મતલબ કે ભેજ લાગે, ઊધઈ લાગે, પાનાં ખવાઈ જાય કે કોઈ કુદરતી આપત્તિ આવે અને નુકસાન થાય તેવા સંદર્ભમાં આ કલમ ઉમે૨વામાં આવેલી. * એલ. ડી.ના બિલ્ડિંગનું ઉદ્દઘાટન વડાપ્રધાન નહેરુને હસ્તે થયેલું – ઈ. સ. ૧૯૬૩ના મે માસમાં થયેલું. અને તે મુજબના લખાણની બહાર તકતી પણ છે. થોડાક દિવસો અગાઉ ૩૦મી ઑક્ટોબરે એલ. ડી.ના સ્થાપનાદિન નિમિત્તે રજા હતી, તેથી તે બાબતે મેં પૂછ્યું તો દાદાએ જણાવ્યું કે આ પહેલાં આ સંસ્થા પાનકોરનાકે – વંડે – હતી. આ મકાન પછીથી બનેલું, પાનકોરનાકે ઈ. સ. ૧૯૫૭ની ૩૦મી ઑક્ટોબરે આ સંસ્થાનું ઉદ્ઘાટન કેવી રીતે થયેલું તેની વાત કરતાં દાદા કહે : “મહારાજજી, કસ્તૂરભાઈ શેઠ, માણેકબહેન (શેઠનાં બહેન) તથા હું આમ ઉદ્ઘાટનમાં અમે માત્ર ચાર જ હતાં. વિધિ પણ સાવ સાદી રીતે કરેલી. પોથી ૫૨ વાસક્ષેપ નાંખ્યો એ અમારી ઉદ્ઘાટન વિધિ હતી.’ તા. ૩-૧૨-૨૦૦૨ આજે ઇન્ડોલૉજી ગઈ ત્યારે ધુરંધરવિજય મહારાજ પધારેલા. પૂજ્ય દાદા એમની સાથે કામોમાં અને વાતોમાં વ્યસ્ત હતા. એ બન્નેની વાતો મને સંભળાતી હતી. મહારાજને જાણવામાં રસ પડે તેવી વાતોના બિંદુ પર ભાર મુકાય. અહીંના ભંડારો કેવી રીતે ભેગા થયા હતા તેની વાત પરથી કીર્તિમુનિના ભંડારની વાત દાદાએ કરી : ગોધાવીમાં કીર્તિમુનિનો ભંડાર હતો. હું તે લેવા ગયો ત્યારે સાંજે ચાર વાગી ગયા હતા. એનાં પોટલાં બાંધ્યાં અને સવારે ૧૦ વાગે બસમાં ઉ૫ર ચઢાવ્યાં. ત્યાંથી સીધાં આ પોટલાં લુણસાવાડે લઈ ગયો.’ ધુરંધરવિજ્ય મહારાજ સાથે બી. એલ. ઇન્સ્ટિટયૂટ (દિલ્હી) અને મૃગાવતીશ્રીજીની વાતો થઈ. તે વાતોમાં અગાઉ મેં સાંભળેલી વાતો જ મોટે ભાગે થયેલી. દાદાની સાચુકલાઈ અને નિરભિમાનિતાનાં દર્શન મને અનેક વાર થયાં છે. આ વેળાએ પણ તેઓએ મહારાજને કહ્યું : “ખરેખર તો એ બધું જ કામ સાધ્વીજીઓએ જ કરેલું છે. મેં તો માત્ર બતાવેલું છે.'' દાદા થોડા સમય પહેલાં દિલ્હી ગયેલા અને આ ભંડારની મુલાકાત લીધેલી. ધુરંધરવિજયજી સાથે તેની વાતો કરી ભંડારની વ્યવસ્થા, ગોઠવણીથી અને જાળવણીથી દાદાને પરમ સંતોષ થયો હતો તેની વાત કરી. દાદા બોલ્યા : “જોયું તો – એમ ને એમ જ, એ બધા ગ્રંથો કપડાંમાં સરસ બંધાયેલા જળવાયા છે.” દાદાએ મહારાજને બી. એલ. વિશે વિશેષ માહિતી આપતાં કહ્યું : “૨૨ એક૨ જમીન છે. તેમાં અતિથિગૃહ, ભોજનાલય, વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા છે. મૃગાવતીશ્રીજીની યાદમાં ગુફા જેવું બનાવ્યું છે તેમાં એમની કોટડી જેવું બનાવ્યું છે. એની બાજુમાં પદ્માવતીની દેરી છે.” શ્રી ધુરંધરવિજયજીએ પૂછ્યું : “એ પ્રતોમાં મૂલ્યવાન ગ્રંથો છે ?'' દાદાએ જણાવ્યું : “ખાસ કશું મૂલ્યવાન નથી. વિનયવિજ્યની સ્વહસ્તે લખેલી પ્રતો છે. સુવર્ણાક્ષરી કલ્પસૂત્રો છે. છાપેલાં પુસ્તકો પણ છે.’’ ૬૪ ‘વસતી’ શબ્દ અને એના પર્યાયોની વાત નીકળી. દાદાએ ઉપાશ્રય, પૌષધશાળા, ઉપરાંત આધુનિક શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy