________________
પર્યાયો – જ્ઞાનમંદિર, આરાધનાભુવન વગેરે જણાવ્યાં. આના ઉપરથી કોડાયમાં આવેલા જ્ઞાનમંદિરની વાત કરી. આ જ્ઞાનમંદિર વિશિષ્ટ છે. ત્યાં બહારના ભાગે ભગવાનની મૂર્તિ છે. એની પૂજા કરવાની હોતી નથી. અંદરના ભાગે પબાસનો છે. તેની ઉપર મૂર્તિ નથી, પણ દાબડા મૂકેલા છે – અર્થાત્ મૂર્તિને સ્થાને જ્ઞાન વિરાજે છે ! (દાદાએ આ વાત મને બે-ત્રણ વખત કરેલી છે. જ્ઞાનને અપાયેલું મહત્ત્વ દાદાને કેવું સ્પર્શી જાય છે !)
Bh
તા. ૪-૧૨-૨૦૦૨
આજે ઇન્ડોલૉજીમાં મારવાડનો એક દીક્ષાર્થી યુવાન ધુરંધરવિજ્યજીને વંદન કરવા આવ્યો. યુવાન ખૂબ જ રૂપવાન અને શાલીન. શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ. મે મહિનામાં દીક્ષા છે. શ્રી જંબૂવિજયજીનો શિષ્ય થનાર છે. જતી વખતે દાદાને પણ વંદન કર્યાં. દાદાએ શ્રી જંબૂવિજય મહારાજની ખૂબ જ ગુણભક્તિ કરી. આશીર્વાદ આપતા બોલ્યા : “તમારા ગુરુ આ કાળમાં, માત્ર વિદ્યાને વરેલા, વિદ્યામાં રત સાધુ છે. તમે પણ એમની પાસેથી એ બધી વિદ્યા પામો અને સંન્યસ્તજીવન એમાં જ ગુજારો. ગુરુ પાસેથી ખૂબ લેજો.’
યુવાન દીક્ષાર્થી ગયા બાદ આજે ધુરંધરવિજયજી પાસેથી નવીન વાતો જાણવા મળી. વાત હતી શંખની. દાદાએ શંખની વાત અગાઉ મને કરેલી. તે જ વાત મહારાજસાહેબને કરી અને દાદાએ પોતાના મનમાં રમતો પ્રશ્ન પૂછી લીધો : એક જ શંખ બાપને ન્યાલ કરી દે અને દીકરો વહેમમાં આવે ? અને શંખને કા૨ણે જ પોતે આજે આર્થિક તાણ અનુભવે છે તેવું માની શંખ વેચવાનું વિચારે, એ કેવું ?
ધુરંધરવિજ્ય : એનું ય કારણ છે. શંખ ભૂખ્યો થાય ત્યારે નુકસાન કરે. આ સાંભળી મને ખૂબ જ આશ્ચર્ય થયું અને પૂછ્યું :
પ્રશ્ન : શંખ ભૂખ્યો થાય ? ! ભૂખ્યો થાય એટલે શું ? ધુરંધરવિજ્ય
વસ્તુઓનો, કહેવાતી નિર્જીવ ચીજોનો, ખાસ તો પ્રાણપ્રતિષ્ઠિત થયેલી વસ્તુઓનો ખોરાક સૂક્ષ્મ હોય છે. એને સમયાંતરે રિ-ચાર્જ કરવી પડે. શંખ ભૂખ્યો થયો છે એ જાણવાની અને એને રિ-ચાર્જ કરવાની એક પદ્ધતિ છે. શંખને આખો ડૂબે તેમ કાચા દૂધમાં ડુબાડી દો. ૨૪ કલાકમાં એનું સરસ મઝાનું દહીં જામી ગયું હશે. પણ ભૂખ હશે તેટલું દહીં ઓછું બન્યું હશે. બીજે દિવસે, આ જ પ્રમાણે કરશો તો આગલા દિવસ કરતાં દહીં વધારે બન્યું હશે, એમ જાણજો. એમ રોજબરોજ કરો. તૃપ્ત થશે. એટલે એ દૂધને છોડી દેશે. દહીંનું પ્રમાણ હવે વધતાં વધતાં દૂધ મૂકેલા જેટલું
જ સરખું બની રહેશે. આમ થાય એટલે સમજવું કે શંખ સંતૃપ્ત બન્યો છે.
દેરાસ૨ને પણ રિ-ચાર્જ કરવાની જરૂ૨ ૨હે. એમાં પ્રાણ-પ્રતિષ્ઠા થયેલી હોય છે. પ્રાણ સમયાંતરે નિર્બળ થાય. એના સૂક્ષ્મ આહાર માટેની રિ-ચાર્જની વિધિ હોય છે. આ માટે અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર ભણાવવામાં આવે છે. દર વર્ષે આ ભણાવાય તો ખૂબ જ સરસ. બાર વર્ષે તો અચૂક કરાવવું જ રહ્યું. જો ન થાય તો પ્રાણ નિઃસત્ત્વ બને.
હવે વાતોનો દોર આ દિશામાં આગળ ચાલ્યો. ધુરંધરવિજયજી પિરામિડમાં રહેલા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની વાત કરવા લાગ્યા. ક્ષેત્રપાલનું મહત્ત્વ સમજાવ્યું. ક્ષેત્રપાલ માટે તે કહે : ક્ષેત્રપાલ એટલે ક્ષેત્રમાં રહેલ અદૃશ્ય ચુંબકીય પ્રવાહની ધારાઓ.’
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
૬૫
www.jainelibrary.org