SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંદર્ભે મેં પોંડિચેરીમાં જોયેલા એક સ્લાઇડ-શોની વાત કરી. જાપાને પાણી પર સંશોધન કરેલું. તેની તેમાં વાત હતી, પાણીના નાનામાં નાના ક્રીસ્ટલની એમાં ફોટોગ્રાફી હતી. ચીનમાં પાણી શબ્દ જેવી લિપિમાં લખાતો તે જ સ્વરૂપ ચીનના પાણીના ક્રીસ્ટલમાં જોવા મળેલું. મહારાજે આ સાંભળીને કહ્યું : “તે વાત સાચી છે. અહીં એક પ્રયોગ થયેલો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શબ્દ અને ધ્વનિનો અવિભાજ્ય સંબંધ છે એ વાત એ પ્રયોગથી સાબિત થયેલી.” એક માણસે દેવનાગરીના જૂની લિપિના અક્ષરોના આકારની પોલી નળીઓ બનાવી. પછી તેમાં એક બાજુએથી હવા - સિસોટી વગાડતી વખતે ભરીએ છીએ તેમ – ભરતાં, તેમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થતો તે જે વર્ણનો હોય તેનો જ લાગે. અ હોય તો તેમાંથી ધ્વનિ “અ” સંભળાય. ધ હોય તો તેમાંથી ધ' ધ્વનિ સંભળાય ! મેં આ સંદર્ભે ૐના પ્રયોગની વાત કરી, સાઉન્ડ સિસ્ટમમાં સ્પીકરના કાણાવાળા ભાગ પર એક ટીશ્ય પેપર જેવો કાગળ મૂકવામાં આવે. તેના પર ટેલ્કમ પાઉડર એક સરખા લેવલમાં પાથરવામાં આવે. સ્વિચ ઑન કરી, ૐનું ઉચ્ચારણ કરવામાં આવશે તો કાગળ પરનો પાઉડર ધ્વનિના આંદોલનથી ખસતો જશે અને એમાં 3%ની આકૃતિનું નિર્માણ થશે. આ પ્રયોગની વાત મેં વર્ષો પહેલાં જાણીતા લેખક ગુણવંત શાહની નિશ્રામાં બીલીમોરામાં થયેલી વાચન-શિબિરમાં સાંભળેલી. ધુરંધરવિજયજીએ કહ્યું : લિપિઓ સ્થળ-વિષયક છે. તે તે સ્થળભેદ, લિપિએ રૂપ બદલ્યાં છે. તેમાં ય રહસ્ય છે. ચીનના પાણીના ક્રીસ્ટલમાં તે ભાષામાં પાણી લખાય છે તેવું લિપિરૂપ દેખાયું તે – ‘વિજ્ઞાનના સહારે'. આપણા ઋષિમુનિઓ ક્રાન્તદ્રણ હતા. તેઓએ ધ્યાનમાં જે દર્શન કર્યું તે તે તેમાં જણાય છે. પછી આ વાતનો દોર આગળ લંબાવી, એમણે પૃથ્વી-દાવા સંબંધ અને યોનિની વાત કરી. યોનિનો અર્થ છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. જે પોતાની શક્તિને ખેંચે છે. દરેકને પોતીકું મેગ્નેટિક ક્ષેત્ર હોય છે. આપણો ધાવાપુથિવ્યૌ’ શબ્દ છે તેમાં ધાવા એટલે કે આકાશ maleપુરુષ છે. પૃથિવી female સ્ત્રી છે. બન્નેનું મિલન વરસાદ લાવે છે. અને અનાજ ઉત્પન્ન કરે છે. આજે, પ્રયોગ દ્વારા ત્રણ કલાકમાં ગર્ભધારણ કરાવી કૃત્રિમ વરસાદ લાવી શકાય છે. એક જ કણ વાવવાથી પૃથ્વી અનેક કણો આપે છે. ગર્ભધારણની એ શક્તિ છે. સમુદ્રનું જળ અને આકાશ અગ્નિતત્ત્વથી સંયોગ પામે છે અને ગર્ભધારી વાદળ બને છે અને અસંખ્ય જલબિંદુઓ વરસાવે છે. અમારા સાધુપણામાં “અચિત રજઉદાહરણ' નામનો કાઉસગ્ન કરવાનો હોય છે. તે ન કરે તો કલ્પસૂત્ર ન વંચાય, આ બધી ક્રિયાઓ કે વિધિનિષેધ સમજપૂર્વકનાં હોય છે. આ વાતમાં આગળ ઉમેરણ કરતાં મહારાજ સાહેબ અમને બન્નેને પૂછે છે કે તમે જાણો છો કે પૃથ્વી રજસ્વલા થતી હોય છે ? અને પછી તરત જ કહેવા લાગ્યા: “હું યે જાણતો ન હતો. હું રાજસ્થાનમાં હતો. એક મારવાડી ખેડૂત મારી પાસે આવીને પૂછવા લાગ્યો કે સાહેબજી, ઓળી ક્યારે છે ? મને આશ્ચર્ય એ વાતનું થયું કે આ ખેડૂતને ઓળીના દિવસને જાણવાની જરૂર શી ? ! વાતમાં હું તેની સાથે ઊંડો ઊતર્યો. ખેડૂત કહે: “ઓળીના દિવસોમાં આખી પૃથ્વી રજસ્વલા થતી હોય છે એટલે અમે ખેડૂતો એ દિવસોમાં જમીન ખેડીએ નહિ.” આર્યાવર્તમાં સામાન્ય ખેડૂત પાસે પણ આવું પરંપરાથી પ્રાપ્ત જ્ઞાન વિધિનિષેધરૂપે છે. એ લોકોને એના વૈજ્ઞાનિક કારણની જાણ નથી. ઓળી પછી જ જમીન ખેડાય, બી વવાય, વરસાદ આવે અને પાક બને. મેઘના (વાદળો) બંધાય એટલે ગર્ભ રહ્યો કહેવાય. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy