________________
જિતેન્દ્રભાઈ ગયા. મારી સાથે વાતોએ વળગ્યા. કહે, “શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ મળવા બોલાવેલો તેથી ત્યાં મળીને આવ્યો. એમની પાસે હસ્તપ્રતના નાના નાના ટુકડાઓ હતા. આમ તો એને મેળવીને યોગ્ય રીતે ભેગા કરવામાં આવે અને ઉકેલીએ તો તેમાં મોટે ભાગે જાણીતા ગ્રંથો કે કર્મગ્રંથોની નકલો જ મુખ્યત્વે મળી આવે છે. જેને ગાથાઓ મોઢે હોય એને જ ખબર પડે. આવી ટુકડા-પ્રતો મહારાજસાહેબે મને બતાવી. હવે એ કામ કરવાની મને મઝા આવે નહિ. (હસ્તપ્રતને લગતું કોઈ પણ કામ હોય અને મઝા આવે નહિ એવું બોલતાં આજે પહેલી વાર જ સાંભળ્યા !) આથી, કઈ રીતે સાચવવા, ગોઠવવા વગેરે સમજાવીને આવ્યો છું. બધું ગોઠવાયા પછી બોલાવશે તો જઈશ.
હમણાં સૂરતવાલા આવેલા. હસ્તપ્રતો કેમ સાચવવી તે બાબતે જાણવા માટે માણસો મોકલ્યા છે. એક વાર તો મનમાં આવ્યું કે કહી દઉં: બોલો, ગાડી લઈને આવ્યા છો ? બેસી જવું અને ત્યાં આવી બધું બતાવી દઉં છું પણ તરત જ મનને વાળ્યું: ‘હવે મારાથી એ હાડમારી નહિ થાય. આથી, બધું જ અહીં લઈને આવશો તો બતાવી દઈશ, એમ કીધું.
દાદાની ધીમેધીમે કથળતી જતી તબિયતના અણસાર આવી વાતોમાં દેખા દે છે.)
રિસેસમાં ચા પીવા ઉપર ન ગયા. નીચે જ, ચા પીતા પીતા એમણે જૂની પ્રતિમાઓની વાત કરી. જોકે, દાદા હમણાં પોળનાં નામો, તારીખો, સાલોની ભૂલો કરે છે. મને પૂછે – રીલિફ રોડ પર પાછિયાની પોળ આગળ કઈ પોળ આવી ? મેં કીધું – લાંબેશ્વર ? ધનાસુતારની પોળની વાત કરો છો ? તો કહે : હા, ધનાસુતારની પોળવાળાઓએ મને બોલાવેલો. ચાર દિવસ પહેલાં ગયેલો અને એક ધાતુપ્રતિમાનો લેખ ઉકેલવાનો હતો. ખૂબ જ પ્રાચીન પ્રતિમા. અલભ્ય કહેવાય તેવી. વહીવટદારને અંદર સુરક્ષાર્થે મૂકવાનું સૂચવ્યું ત્યારબાદ પ્રાચીન પ્રતિમાઓની વાત નીકળતાં, ફરી મહેસાણા અને મહુડીની પ્રતિમાઓની વાત એમણે દોહરાવી.
તા. ૧૯-૯-૨૦૦૩
કલા-કારીગરીના સંદર્ભમાં આજે દાદા સાથે થોડીક વાતો થઈ. શ્રાવકોની વેપારીબુદ્ધિથી – સસ્તાપણામાં - ક્યારેક કારીગરીને બદલે શું મળે છે તેની વાત દાદાએ કરી;
મહારાજજી (શ્રી પુણ્યવિજયજી)ની મૂર્તિ જયપુર બનાવવા આપી. ત્યાંના એક પ્રસિદ્ધ કારીગરે જે ભાવ કહેલો તેનાથી સસ્તા ભાવવાળો કારીગર શ્રેષ્ઠીઓ શોધી લાવ્યા. કામ કેવું તે ન જોવાય. સસ્તું જોવાય. મૂર્તિ તૈયાર થઈ. મને બતાવવામાં આવી. મેં કહ્યું : “આ મહારાજજી નથી”. કહેવામાં આવ્યું : “ભૂલ બતાવો.” મેં કહ્યું: “એ કામ મારું નથી, કારીગરનું છે.” કારીગર સુધારવા બેઠો. હવે બની તે મૂર્તિની મુખમુદ્રા કારીગર ખૂબ જ ગંભીર અને ભારેખમ્મ બનાવી દીધી હતી. મહારાજજી આવા ગંભીર તો ક્યારેય ન હતા.
વળી દાદા બોલ્યા : હૈદરાબાદમાં હું એક મંદિરમાં (કદાચ બિરલામંદિર ?) ગયો હતો. ત્યાંના શિલ્પની મૂર્તિઓની કલાકારીગરી જોઈને ખુશ થઈ જવાય ! આમ તો એ મંદિરમાં લોકોની અવરજવર ખૂબ ઓછી જોઈ. મને થયું લોકોની અવરજવર નથી અને આટલો બધો ખર્ચ ?! પૂછતાં જવાબ મળ્યો : ભલે મુલાકાતીઓ ઓછા આવે. આપણે તો મંદિર કેવું હોય એનો આદર્શ પૂરો પાડવાનો હોય !
શ્રુતસેવી શ્રી લક્ષમણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૮e
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org