________________
પરિશિષ્ટ - ૩
લેખન-ઉપકરણો.
કાંબી :
કાંબી એટલે આંકણી / ફૂટ / માપવાનું સાધન. દાદાએ જણાવ્યું કે “મહાજનમ્' સંસ્થામાં તેઓએ આ સાધન બનાવ્યાં છે. તેનો ઉપયોગ કાગળ કાપવા, લીટી દોરવા તથા કાગળ પર હાથનો પરસેવો લાગે નહિ તેથી પ્રત ઉપર રાખવા માટેનો છે. કાંબી એક ઇંચ પહોળી અને સવા ફૂટ લાંબી લાકડાની ચીપ છે. તે પાતળી અને ચપટી હોય છે જેથી કરીને લીટીઓ દોરતી વખતે તે ખસી ન જાય અને ટાંકમાંથી શાહીનાં ડબકાં ન પડે. તેની બન્ને ધારો પર ખાંચો પાડવામાં આવે છે જેથી તેનો આગલો ભાગ પાનાંથી અધ્ધર રહે છે. અને લીટી દોરતાં શાહીના ડાઘ પડતા નથી. કાંબી શબ્દનો અર્થ પહેલાં અન્ય અર્થમાં પણ પ્રયોજાયેલ છે ‘વિક પૃષ્ટ તિ માવ:” અર્થાતું પુસ્તકનાં બે પૂંઠાં. ગ્રંથની ઉપર અને નીચે મુકાતી બે પાટીઓ કે પૂંઠાં, જેનો હેતુ પુસ્તકના રક્ષણનો હતો અને તેના પર પ્રત રાખી વાંચવા માટે પણ ઉપયોગમાં આવતી. ફટિયું કે ઓળિયું:
મારવાડી લહિયાઓ જેને ફાંટિયું કહે છે તેને જ આપણે ત્યાં “ઓળિયું' કહે છે. આ એક લાકડાની પાટી છે. તેની આજુબાજુ સામસામાં કાણાં હોય છે. ઉપર-નીચેનાં કાણાંનું અંતર એકસરખું રહે છે. બે લીટીઓ. વચ્ચે કેટલું અંતર રાખવું છે તે નક્કી કરીને ઓળિયાં બનાવાય છે. લહિયાઓ પોતાની પાસે જુદા જુદા માપનાં ચાર-પાંચ ફાંટિયાં પોતાની પાસે રાખતા હોય છે.
પાનાં પર લીટીઓ પાડવા તે વપરાય છે. સામસામેનાં કાણાંમાં મીણિયા દોરી પરોવાય છે. જે કાગળ પર લીટી પાડવી હોય તેને ફાંટિયા પર મૂકી, બે હાથે બે બાજુથી કાગળ વ્યવસ્થિત રાખી, એક બાજુએથી ખસી ન જાય તેવી રીતે ફીટ પકડી એક એક દોરી પર સફાઈપૂર્વક દાબ દેવામાં – હાથ ઘસવામાં – આવે જેથી સળ પડી જશે. હાંસિયો તથા લીટીઓની આ રીતે કાગળ પર છાપ-આંકો પડી જતાં હોય છે.
ફાંટિયામાં દોરી પરોવ્યા બાદ તે આમતેમ ખસે નહિ માટે તેના ઉપર ચોખાની કે આંબલીના કચૂકાની પાતળી ખેર કે રોગાનમિશ્રિત રંગ લગાડવામાં આવે છે. પુસ્તક લખાઈ જાય પછી પાનાં દબાણમાં આવતાં તેમાં કોઈપણ જાતના આંકા વગેરે ન રહેતાં તે મૂળસ્થિતિમાં આવી જાય છે.
તાડપત્રીય પુસ્તકલેખનના સમયમાં આ સાધન હતું નહિ ત્યારે પાનાંને મથાળે એક લીટી દોરવામાં આવતી. તેને આધારે સીધું લખાણ લખાતું. આ સાધન કાગળના જમાનાની શોધ છે.
“ઓળિયું' શબ્દ અન્ય રીતે પણ પ્રયોજાયેલ જોવા મળે છે. જનમોત્રી જેવું ગોળ ભુંગળું હોય તેને ઓળિયું કહે છે. પૂંઠાં અને સુશોભન :
પુસ્તક બાંધવા માટે ઉપર-નીચે પૂંઠાં રાખવામાં આવે છે. તેની અંદરના ભાગે રંગીન કપડાના ટુકડા લગાવવામાં આવે. તેની ઉપર કટવર્ક કરેલ ડિઝાઈનવાળો ઓરોગામી કરેલ કાગળનો ટુકડો લગાવવામાં આવે જેથી કરીને અંદર રહેલ રંગીન કપડાંના રંગો દ્વારા સુંદર ડિઝાઇન ઊઠે. (આવાં મનમોહક સુશોભિત પૂંઠાં જોવાની મને મઝા પડી)
૧૪૮
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org