________________
૧૪૬
પરિશિષ્ટ ૧
ઘોઘાબાપાની વાર્તા
ઘોઘ એ રાજસ્થાનમાં જેસલમેર અને જોધપુર વચ્ચે આવેલા ગામનું નામ છે. એક વાર ઘોઘનો રાજા ઘોઘા તથા તેનો દીકરો પ્રભાસપાટણ જાત્રાએ ગયા હોય છે. બાપ-દીકરો પ્રભાસપાટણ પહોંચીને જ્યારે મહાદેવને નમન કરતા હોય છે તે સમયે જ સમાચાર સાંભળ્યા કે મોગલ આક્રમણકારો આવી રહ્યા છે અને પાટણનો ભીમદેવ આ મંદિરને બચાવવા અહીં આવી રહ્યો છે. વળી સાંભળ્યું કે મોગલોએ વચ્ચેના ઘણાં ગામ ભાંગ્યાં છે. ‘આપણા ઘોઘનું શું થયું હશે'–ની ચિંતામાં બાપ-દીકરો તત્કાળ પાછા ફરે છે. ઘોઘ સુધી પહોંચતાં તો સર્વનાશ થઈ ચૂક્યાનો અણસાર આવી ગયો. જેના પગ ભાંગી ગયા છે તેવો બચી ગયેલો માત્ર એક સૈનિક મળે છે અને એના દ્વારા ગામ કઈ રીતે ભાંગ્યું તેની વાતો સાંભળી. આ બાજુ ગામલોકોને ઘોઘાબાપાની યાત્રાએ ગયાની વાતની જાણકારી નહિ. ગામ ભાંગ્યું એટલે લોકોએ માની લીધેલું કે ઘોઘાબાપા તો વીરગતિ પામ્યા છે. લોકોએ એમને જોયા એટલે તેઓને ભૂત સમજી ડરી જઈને નાસવા લાગ્યા. આ બાજુ બન્ને બાપદીકરો વિચારે છે કે આપણે લોકોની નજરમાં તો મરાઈ ચૂક્યા છીએ જ. શા માટે તો મારીને ન મરવું ? બન્નેએ મૃત મુસ્લિમ સૈનિકનો પહેરવેશ ઉતારીને પહેરી લીધો. આક્રમણખોરો ગયા ત્યાં ત્યાં તેમની પાછળ પાછળ ગયા. આક્રમણ બાદ મુગલછાવણીનો પડાવ ઊપડે ત્યારે આ બન્ને છેલ્લા રહેલા માણસો તથા ડોળી ઉપાડના૨ વગેરેને મારવા લાગ્યા. અંતે અંબાજીમાં બન્નેનાં શબ પડ્યાં. પણ તેઓ જ્યાં જ્યાંથી પસાર થયા હતા ત્યાં ત્યાં એ પૂજાવા લાગ્યા.'
Jain Education International
ઘોઘાબાપાનું જોડકણું અને વાર્તા જોડકણું
ઘોઘા ઘોઘા બાવનવીર, હાથમાં સોનાનું તીર. ઘોઘો મારો લાડકો, અંબાજીનો વાડકો. વાડકામાં રાઈ છે, ઘોઘો મારો ભાઈ છે. કાળો કૂતરો કાબરિયો, કેસૂડાની દોરી, માણકજીએ મટકો આવ્યો, તેથી આપ્યો ઘોડો. એ ઘોડા ૫૨ કોણ બેસે, હું ને મારો સાથી. સાથી લાવ્યો સોટકો, હાડિયો લાવ્યો ાથી. હાથી હાથ હીંચોળે, ને ઘોડો પીએ તેલ. ઉપ૨થી બિલાડી પડી, ખેલ ખેલ ખેલ. ખેલ ખેલ કોને કહે છે મરશે તારી આઈ. અમદાવાદથી ચિઠ્ઠી આવી તે તારો જમાઈ. જમાઈ લાવ્યો જીરું, અડધું કમાડ ચીરું. Øકે ઝૂમખે માતીકે લૂમખે. કાળી કાળી રેતીમાં બંદૂકો ફૂટી. રાજા રામકી દુહાઈ.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org