________________
૨૦૦૧ના મે મહિનાથી જુલાઈના લગભગ અંત સુધી હું અમેરિકા મારા દીકરાને ત્યાં ગઈ હતી. સાથે આ કામ લઈ ગઈ હતી. અવકાશે લિવ્યંતરનું કામ થતું જતું હતું.
આવ્યા બાદ લિવ્યંતરના કામ નિમિત્તે દાદા સાથેની મુલાકાતો વધતી ગઈ. દાદા શત્રુંજયને ખૂબ જ ચાહે છે એની જાણ આ પ્રત કરતાં કરતાં જ મને થઈ. દાદા સાથેના સંબંધમાં હવે એવી નિકટતા અને વાતોમાં પારદર્શિતા આવવા લાગી હતી કે ઘણી વાર હું એમની અંગત જિંદગીની વાતો પૂછી બેસતી અને તેઓ તેનો પણ નિઃસંકોચ જવાબ આપવા લાગ્યા હતા. અમેરિકાથી આવ્યા બાદ ચારેક દિવસોએ જ કરેલું કામ લઈને ઇન્ડોલોજી ગઈ ત્યારે અમેરિકામાં શું જોયું એ પ્રશ્નને બદલે – “થયું કામ ?... ચાલો તો શરૂ કરીએ...' અને અમે લિયંતર ચેક કરવાના કામમાં બેસી ગયાં. ડાયરીમાં ૧ ઓગસ્ટ, ૨૦૦૧ની નોંધ મળે છે, જેમાં મેં થતી કોઈક વાતોના સંદર્ભે જ અંગત પ્રશ્ન પૂછેલો જોવા મળે છે.
તા. ૧ ઑગસ્ટ, ૨૦૦૧
પ્રશ્ન : રાત્રે ઊંઘ ન આવે એવું બને ? પૂ. દાદા : એવું ન બને. પછી જણાવ્યું કે સૂતી વખતે નવકારવાળી ગણવાની વર્ષોથી
આદત. એટલે આંગળી મણકો ફેરવે કે વેઢો બદલે અને મન ભટકવા ન જાય તેથી તેની સાથે મેં સિદ્ધાચલની ભાવયાત્રા જોડી દીધી. તળેટીના દર્શનથી શરૂ કરતાં. વચલા દેરાં-દેરીને નમસ્કાર કરતાં કરતાં, મારી નવટૂંકની યાત્રા પૂરી થાય એ પહેલાં તો ઊંઘ આવી ગઈ હોય. શત્રુંજયની ભાવયાત્રા વિશેષ અનુકૂળ શા માટે થઈ પડી તે અંગે જણાવ્યું કે પહેલાં તો હું જુદાં જુદાં તીર્થોની અને જિનાલયોની ભાવયાત્રા કરતો હતો. તેમાં ય પાટણની ભાવયાત્રા કરવાની વિશેષ આદત હતી. પાટણ મારું મૂળ વતન છે.) અને કાંગડાથી છેક દક્ષિણ મહારાષ્ટ્ર સુધીની ભાવયાત્રા થતી રહી છે. ભાવયાત્રા કરતાં, ક્યારેક મને છટકી પણ જાય. ભાવયાત્રા દરમિયાન પાટણના મહોલ્લામાં ઓળખીતું-પારખીતું મળી જાય. અન્ય યાત્રાઓમાં પણ તેની સાથે જોડાયેલાં સ્મરણો જાગી ઊઠે. જ્યારે શત્રુંજયની ભાવયાત્રામાં આવું કશું થાય નહિ. દર્શન કર્યા કે આગળ, દર્શન કર્યા કે
આગળ... (દાદા જાણે અત્યારે ભાવયાત્રા કરી રહ્યા છે !) શત્રુંજય ચેત્ય-પરિપાટી'નું કામ પોતે હાથ ધરેલું તેમાં આ શત્રુંજય-પ્રીતિ જ તેમની પ્રેરણા રહી હોવી જોઈએ. પોતાને અતિ પ્રિય છે તેવું કામ તેઓ મારી પાસે કરાવવા માગે છે તેની આજે મને જાણ થઈ ત્યારે હું ધન્ય બની હોઉં તેવી લાગણી અનુભવી.
તા. ૩-૮-૨૦૦૧
ચૌદશ હતી, મારે ઉપવાસ હતો. આ જાણીને દાદાએ કહ્યું : “મારાં મા ચૌદશના ઉપવાસનું પારણું કર્યા વિના દેવ થયેલાં.” પછી સ્મૃતિમાં ગરકાવ થઈને બોલી ઊઠ્યા : “માને હંમેશાં ચૌદશનો ઉપવાસ હોય,
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org